Search for a command to run...
21 Jun 1972
વિશ્વ-મહારાજન બનવા વાળાઓની વિશ્વ-કલ્યાણકારી સ્ટેજ
21 June 1972 · ગુજરાતી
સ્વયં પોતાને એક સેકન્ડ માં શરીર થી ન્યારા અશરીરી આત્મા સમજી આત્મ-અભિમાની કે દેહી-અભિમાની સ્થિતિમાં સ્થિત થઇ શકો છો? અર્થાત્ એક સેકન્ડ માં કર્મેન્દ્રિયો નો આધાર લઈને કર્મ કર્યું અને એક સેકન્ડ માં ફરી કર્મેન્દ્રિયો થી ન્યારા, એવો અભ્યાસ થઈ ગયો છે? કોઈ પણ કર્મ કરતાં કર્મ નાં બંધન માં તો નથી ફસાઈ જતાં? કર્મ કરતાં કર્મ નાં બંધન થી ન્યારા બની શકો છો કે હજું સુધી પણ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ નાં વશીભૂત થઈ જાઓ છો? દરેક કર્મેન્દ્રિય ને જેવી રીતે ચલાવવા માંગો એવી રીતે ચલાવી શકો છો કે તમે ઈચ્છો કંઈક છો, કર્મેન્દ્રિયો કરી લે છે કંઈક બીજું? રચયિતા બનીને રચના ને ચલાવો છો? જેવી રીતે બીજી કોઈ પણ જડ વસ્તુ ને ચૈતન્ય આત્મા કે ચૈતન્ય મનુષ્યાત્મા, જેવું ઈચ્છે એવું રુપ આપી શકે છે અને જેમ ઈચ્છે એમ કર્તવ્ય માં લગાડી શકે છે, જ્યાં ઇચ્છે ત્યાં રાખી શકે છે. જડ વસ્તુ ચૈતન્ય નાં વશ માં છે, ચૈતન્ય આત્મા જેમ ચલાવવા ઈચ્છે એમ નથી ચલાવી શકતી? જેમ જડ વસ્તુ ને કોઈ પણ રુપ માં પરિવર્તન કરી શકો છો, એવી રીતે કર્મેન્દ્રિયો ને વિકારી થી નિર્વિકારી કે વિકારો નાં વશીભૂત આગ માં બળેલી કર્મેન્દ્રિયો ને શીતળતા માં નથી લાવી શકતાં? શું ચૈતન્ય આત્મા માં આ પરિવર્તન ની શક્તિ નથી આવી?
કોઈ પણ કર્મેન્દ્રિયો ની ચંચળતા ને સહનશીલ-સરળચિત્ત નથી બનાવી શકતાં? એટલી શક્તિ પોતાના માં અનુભવ કરો છો? શક્તિશાળી આત્માઓ છો ને. જે ભાગ્યશાળી આત્માઓ છે એ શક્તિશાળી પણ બની છે કે ફક્ત બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી બનવાનાં ભાગ્ય ને કારણે ભાગ્યશાળી બન્યાં છો? ફક્ત ભાગ્યશાળી બનવાથી પણ માયાજીત નહીં બની શકો. ભાગ્યશાળી ની સાથે-સાથે શક્તિશાળી પણ બનવાનું છે. બંને અનુભવ થાય છે? જેમ ભાગ્યશાળી-પણાનો નશો તો અવિનાશી છે ને. આને કોઈ નષ્ટ ન કરી શકે. એમ શક્તિશાળી નું વરદાન વરદાતા પાસે થી લઈ લીધું છે કે હજું લેવાનું છે? શું સમજો છો? બ્રહ્માકુમાર-કુમારી તો છો જ. એ તો અવિનાશી છાપ લાગેલી છે. હવે શક્તિશાળી નું વરદાન લઈ લીધું છે કે લેવાનું છે? જ્યારે શક્તિશાળી બની ગયાં તો માયા ની શક્તિ પ્રહાર કરી શકે છે? આ છે રચયિતા ની શક્તિ, એ છે રચના ની શક્તિ. તો કમજોર શૂરવીર ની ઉપર પ્રહાર કરવાની હિંમત રાખી શકે છે શું? રાખે તો-પણ એનું પરિણામ શું આવે? વિજયી કોણ બનશે? શૂરવીર. તો રચયિતા ની શક્તિ મહાન છે, પછી માયા નો પ્રહાર કેવી રીતે થઈ શકે અથવા માયા થી હાર કેવી રીતે થઈ શકે? જ્યારે પોતાને શક્તિશાળી નથી સમજતાં અથવા સદાકાળ શક્તિશાળી સ્થિતિ માં, સ્મૃતિ માં સ્થિત નથી થતાં ત્યારે હાર થાય છે. જ્યાં સ્મૃતિ છે ત્યાં વિસ્મૃતિ નું આવવું અસંભવ છે. જેમ દિવસ નાં સમયે રાત હોવી અસંભવ છે. એવાં પોતાને બનાવ્યાં છે કે હજું સુધી સંભવ છે? ક્યારેય પણ માયા નો કોઈ પ્રહાર નહીં થાય - એવાં અવિનાશી નિશ્ચયબુદ્ધિ થઈ ગયાં છો? સંકલ્પ માં પણ ક્યારેય આ ન આવે કે માયા ક્યારેક હાર પણ અપાવી શકે છે. એવાં બની ગયાં છો કે હમણાં માયા આવે તો યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરશો? હવે આને પણ સમાપ્ત કરવાનું છે. જ્યારે દુનિયા વાળાઓને સંદેશ આપો છો કે હવે થોડો સમય રહી ગયો છે, તો શું આ થોડો સમય યુદ્ધ કરવાની સ્ટેજ (અવસ્થા) અથવા યુદ્ધ કરવા વાળી ચંદ્રવંશી સ્ટેજ સમાપ્ત કરી સૂર્યવંશી સ્ટેજ નથી બનાવી શકતાં? સૂર્યવંશી અર્થાત્ જ્ઞાન-સૂર્ય ની સ્ટેજ. સૂર્ય નું કર્તવ્ય શું હોય છે? સૂર્ય તો બધાને ભસ્મ કરી દે છે. સૂર્યવંશી સ્ટેજ અર્થાત્ બધાં વિકારો ને ભસ્મ કરીને સદા વિજયી બનવાની સ્ટેજ (અવસ્થા). તો હવે પોતાની કઈ સ્ટેજ સમજો છો? સૂર્યવંશી છો કે ચંદ્રવંશી છો? જો યુદ્ધ કરવામાં સમય આપવો પડે છે તો ચંદ્રવંશી સ્ટેજ કહેશું. હજું સુધી પોતાનાં પ્રત્યે જ સમય આપતા રહેશો તો બાપ નાં મદદગાર બની પ્રેક્ટિકલ (વ્યવહાર) માં માસ્ટર વિશ્વ-કલ્યાણકારી બનીને વિશ્વ નાં કલ્યાણ પ્રત્યે પૂરો સમય ક્યારે આપશો? લાસ્ટ(અંતિમ) સ્ટેજ કઈ છે? વિશ્વ કલ્યાણકારી ની છે ને. હવે આ પ્રયત્ન કરો - દિવસ-રાત સંકલ્પ, સેકન્ડ, વિશ્વ નાં કર્તવ્ય માં કે સેવા માં જાય. જેવી રીતે લૌકિક માં પણ જ્યારે લૌકિક રચના નાં રચયિતા બનો છો તો રચયિતા બનવાથી પોતાને માટે સમય આપવાનાં બદલે રચના ની તરફ જ લગાવો છો. આનાં તો અનુભવી છો ને. જો અતિ રોગી, અતિ દુઃખી, અતિ અશાંત રચના હોય છે તો રચયિતા માઁ-બાપ નું પૂરું ધ્યાન એનાં પ્રત્યે રહે છે ને. સ્વયં પોતાને જેમ કે ભૂલી ગયેલાં હોય છે. એ તો છે હદ ની રચના પણ તમે તો બેહદ વિશ્વનાં માસ્ટર રચયિતા છો ને. પહેલા પોતાનાં પ્રત્યે સમય આપ્યો પણ હવે ની સ્ટેજ માસ્ટર રચયિતા ની છે. ફક્ત એક-બે ની વાત નથી, આખાં વિશ્વની આત્માઓ દુઃખી, અશાંત, રોગી, હેરાન છે, ભિખારી છે. બેહદ રચના અર્થાત્ આખાં વિશ્વને કલ્યાણકારી બની સદાકાળ માટે સુખી અને શાંત બનાવવાનું છે, તો બેહદ રચયિતા હોવાનું ધ્યાન હોવું જોઈએ. વિશ્વ કલ્યાણ માં હોવું જોઈએ કે હજું સુધી પણ પોતાનામાં જ પોતાનાં પ્રત્યે ઘણો સમય આપ્યો, યુદ્ધ કરવામાં ઘણો સમય લગાવ્યો? હવે એમ જ સમજો કે આ જે થોડો સમય રહ્યો છે એ વિશ્વનાં કલ્યાણ પ્રત્યે છે. ભક્તિમાર્ગ માં જે મહાદાની-કલ્યાણકારી વૃત્તિ વાળા સેવાધારી હોય છે એ કોઈ પણ દાન વગેરે પોતાનાં પ્રત્યે નહીં કરે, સર્વ આત્માઓ પ્રત્યે જ સંકલ્પ કરશે. તો આ રીત-રિવાજ આપ શ્રેષ્ઠ અથવા કલ્યાણકારી આત્માઓ થી શરું થયો છે, જે રિવાજ ભક્તિ માં પણ ચાલ્યો આવે છે. જરુર પ્રેક્ટિકલ માં થયો છે ત્યારે તો યાદગાર રુપ માં રિવાજ ચાલી રહ્યો છે. પ્રેક્ટિકલ નું નવું યાદગાર બને છે શું? તો હવે આ પરિવર્તન લાવો. બીજાનાં માટે સેવાધારી બનવાથી અથવા બીજાનાં પ્રત્યે સમય અને સંકલ્પ લગાવવાથી, સર્વિસેબલ (સેવાધારી) બનવાથી સદા સક્સેસફુલ (સફળ) સહજ જ બની જશો. કારણ કે અનેક આત્માઓને સુખી અને શાંત બનાવવાનું રિટર્ન (વળતર) પ્રત્યક્ષ ફળ નાં રુપ માં સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે સેવા કરશો તો એનું ખાતું પણ જમા થશે અને સેવા નાં પ્રત્યક્ષ ફળ ની પ્રાપ્તિ સ્વતઃ પ્રાપ્ત થઇ જશે. તો કેમ સદા સેવાધારી ન બનો. તો પોતાની ઉન્નતિ સ્વતઃ જ થઈ જશે, કરવી નહીં પડે. બીજાને આપવું અર્થાત્ સ્વયં માં ભરવું. તો સ્વયં પોતાની ઉન્નતિ માટે અલગ સમય કેમ ફાળવો છો? એક જ સમય માં જો બે કાર્ય થઈ જાય, બમણી પ્રાપ્તિ થઈ જાય; તો સિંગલ (એક ની) પ્રાપ્તિ માટે સમય કેમ લગાવો છો? આખાં દિવસ માં વિશ્વ-કલ્યાણ નાં પ્રત્યે કેટલો સમય આપો છો? બ્રાહ્મણો નો આ અલૌકિક જન્મ જ શેનાં માટે છે? વિશ્વ-કલ્યાણ માટે છે ને. તો જેનાં પ્રત્યે જન્મ છે એ કર્મ કેમ નથી કરતાં? જેમ જુઓ - જે કુળ માં જન્મ લે છે એ કુળ નાં સંસ્કાર જન્મ લેતા જ સ્વતઃ થઈ જાય છે. સ્થૂળ કામ કરવા વાળા મજુર વગેરે નાં ઘર માં બાળક જન્મશે તો બાળપણ માં જ માઁ-બાપ ને જોઇને એ કાર્ય નાં સંસ્કાર સ્વતઃ જ એમાં ઇમર્જ (જાગૃત) થઈ જાય છે. તો હવે જન્મ જ બ્રહ્માકુમારી નો છે તો જે બાપ નું કર્તવ્ય એ સ્વતઃ જ બાળકો નાં સંસ્કાર હોવાં જોઈએ. જેમ સાકાર બાપ ને પ્રત્યક્ષ રુપ માં જુઓ - તો રાત નો નિંદ્રા નો સમય અથવા પોતાનાં શરીર નાં આરામ નો સમય પણ વધારે ક્યાં આપતાં હતાં? વિશ્વ-કલ્યાણ નાં કર્તવ્ય માં, સર્વ આત્માઓનાં કલ્યાણ પ્રત્યે, નહીં કે પોતાનાં પ્રત્યે. વાણી દ્વારા પણ સદા વિશ્વ-કલ્યાણ નો સંકલ્પ જ કરતાં હતાં. આને કહેવાય છે વિશ્વ કલ્યાણકારી. તો આ મન નાં વિઘ્નો થી યુદ્ધ કરવામાં જ સમય આપવો - આ તો પોતાનાં પ્રત્યે વ્યર્થ સમય આપવો થયો ને. આને આવશ્યક નહીં, વ્યર્થ કહેશું. બાપે આવશ્યક સમય પણ કલ્યાણ પ્રત્યે આપ્યો અને બાળકો વ્યર્થ સમય પોતાનાં પ્રત્યે લગાવતા રહે તો ફોલો ફાધર થયાં? બાપ સમાન બનવાનું છે ને. તો સદા આ ચેક (તપાસ) કરો કે વધારે માં વધારે તો શું પણ સદા સમય અને સંકલ્પ વિશ્વ-કલ્યાણ પ્રત્યે લગાવીએ છીએ? આવાં સદા વિશ્વ-કલ્યાણ નાં નિમિત્ત સમય અને સંકલ્પ લગાવવા વાળા શું બનશે? વિશ્વ-મહારાજન. જો પોતાનાં પ્રત્યે જ સમય લગાવતા રહે છે તો વિશ્વ-મહારાજન કેવી રીતે બનશે? તો વિશ્વ-મહારાજન બનવા માટે વિશ્વ-કલ્યાણકારી બનો. જ્યારે આટલા વ્યસ્ત થઈ જશો તો શું વ્યર્થ સમય અને સંકલ્પ આવશે? વ્યર્થ સ્વતઃ જ સમાપ્ત થઈ જશે અને સદા સમર્થ સંકલ્પ ચાલશે, સદા વિશ્વ-સેવા માં સમય લાગશે. આ સ્ટેજ ની આગળ નાની-નાની વાતો માં સમય આપવો અથવા બુદ્ધિ ની શક્તિ વેડફવી શું બાળપણ નો ખેલ નથી લાગતો? લૈકિક રીત માં પણ રચયિતા હદ નાં બ્રહ્મા બને છે, વિષ્ણુ પણ બને છે પણ શંકર નથી બનતાં. એમ જ હદ ની સ્થિતિ માં રહેવા વાળા પણ વ્યર્થ સંકલ્પો નાં રચયિતા બને છે, પાલનહાર પણ બને છે પણ વિનાશકારી નથી બની શકતાં. કારણ કે હદ ની સ્થિતિ માં સ્થિત છો. જો બેહદ ની સ્થિતિ માં સ્થિત રહો તો પોતાની અંદરની વાત તો છોડો પણ આખાં વિશ્વ માંથી વ્યર્થ વિકલ્પ અથવા વિકર્મ અથવા વિકાર વિનાશ કરાવવા વાળા વિનાશકારી બની શકો છો. અંતિમ અવસ્થા છે વિનાશકારી. વિનાશકારી ત્યારે બનશો જ્યારે કલ્યાણકારી બનશો. આવી સ્થિતિ છે ને. હદ ને હવે છોડી ચૂક્યાં છો ને. અચ્છા!
આવી સદા વિશ્વ-કલ્યાણકારી સ્મૃતિ અને સેવા માં સ્થિત રહેવા વાળી મહાન આત્માઓને નમસ્તે.