સમયની રાહ ન જોતાં એવરરેડી (સદા તૈયાર) રહેવા વાળા જ સાચાં પુરુષાર્થી
જેમ પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે તો પોતાની સંપૂર્ણ સ્થિતિનો પણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર અથવા અનુભવ પ્રત્યક્ષ રુપમાં થતો જાય છે? જેમ નંબરવન આત્મા પોતાનાં સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) નો હરતાં-ફરતાં પ્રેક્ટિકલ (વ્યવહારિક) રુપમાં અનુભવ કરતા હતાં, એમ તમને લોકોને પોતાની સંપૂર્ણ સ્ટેજ બિલ્કુલ નજીક અને સ્પષ્ટ અનુભવ થાય છે? જેમ પુરુષાર્થી બ્રહ્મા અને સંપૂર્ણ બ્રહ્મા - બંનેવ સ્ટેજ સ્પષ્ટ હતી ને. એમ તમને લોકોને પોતાની સંપૂર્ણ સ્ટેજ એટલી સ્પષ્ટ અને નજીક અનુભવ થાય છે? હમણાં-હમણાં આ સ્ટેજ છે, પછી હમણાં-હમણાં તે થશે - આ અનુભવ થાય છે? જેમ સાકારમાં ભવિષ્યનો પણ હમણાં-હમણાં અનુભવ થતો હતો ને. ભલે કેટલાં પણ કાર્યમાં તત્પર રહો છો પરંતુ પોતાની સામે સદૈવ સંપૂર્ણ સ્ટેજ હોવી જોઈએ કે એ સ્ટેજ પર બસ પહોંચ્યા કે પહોંચ્યાં. જ્યારે તમે સંપૂર્ણ સ્ટેજ ને સમીપ લાવશો તેમ સમય પણ સમીપ આવશે. સમય તમને સમીપ લાવશે કે તમે સમય ને સમીપ લાવશો, શું થવાનું છે? એ તરફથી સમય સમીપ આવશે, આ તરફથી તમે સમીપ થશો. બંનેનો મેળાપ થશે. સમય ક્યારેય પણ આવે પરંતુ સ્વયંને સદૈવ સંપૂર્ણ સ્ટેજની સમીપ લાવવાનાં પુરુષાર્થમાં એવાં તૈયાર રાખવા જોઈએ કે સમયની રાહ તમારે ન જોવી પડે. પુરુષાર્થીએ સદૈવ એવરરેડી રહેવાનું છે. કોઈને રાહ ન જોવી પડે. પોતાનો પૂરો પ્રબંધ હોવો જોઈએ. અમે સમયને સમીપ લાવીશું, નહીં કે સમય અમને સમીપ લાવશે - નશો આ હોવો જોઈએ. જેટલી પોતાની સામે સંપૂર્ણ સ્ટેજ સમીપ આવતી જશે એટલો વિશ્વની આત્માઓની સામે તમારા અંતિમ કર્માતીત સ્ટેજનો સાક્ષાત્કાર સ્પષ્ટ થતો જશે. આનાથી જજ (નિર્ણય) કરી શકો છો કે સાક્ષાત્કાર-મૂર્ત બની વિશ્વની સામે સાક્ષાત્કાર કરાવવાનો સમય નજીક છે કે નહીં. સમય તો ખુબ જલ્દી-જલ્દી દોડ લગાવી રહ્યો છે. ૧૦ વર્ષ કહેતા-કહેતા ૨૪ વર્ષ સુધી પહોંચી ગયા છો. સમયની ગતિ અનુભવ થી તીવ્ર તો અનુભવ થાય છે ને. આ હિસાબ થી પોતાની સંપૂર્ણ સ્ટેજ પણ સ્પષ્ટ અને સમીપ હોવી જોઈએ. જેમ સ્કૂલમાં પણ સ્ટેજ (મંચ) હોય છે તો સામે જોતાં જ સમજો છો કે એનાં ઉપર પહોંચવાનું છે. આ પ્રમાણે સંપૂર્ણ સ્ટેજ પણ આમ જ સહજ અનુભવ થવી જોઈએ. આમાં શું ચાર વર્ષ લાગશે કે ચાર સેકન્ડ? છે તો સેકન્ડ ની વાત. હવે સેકન્ડમાં સમીપ લાવવાની સ્કીમ (યોજના) બનાવો અથવા પ્લાન બનાવો. યોજના બનાવવામાં પણ સમય લાગી જશે પરંતુ એ સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ જાઓ તો સમય નહીં લાગે. પ્રત્યક્ષતા સમીપ આવી રહી છે, એ તો સમજો છો. વાયુમંડળ અને વૃત્તિઓ પરિવર્તન માં આવી રહી છે. આનાથી પણ સમજવું જોઈએ કે પ્રત્યક્ષતા નો સમય કેટલો જલ્દી-જલ્દી આગળ આવી રહ્યો છે. મુશ્કેલ વાત સરળ થતી જઈ રહી છે. સંકલ્પ તો સિદ્ધ થતાં જઈ રહ્યાં છે. નિર્ભયતા અને સંકલ્પ માં દૃઢતા - આ છે સંપૂર્ણ સ્ટેજની સમીપ ની નિશાની. આ બંને જ દેખાઈ રહ્યાં છે. સંકલ્પની સાથે-સાથે તમારું રિઝલ્ટ (પરિણામ) પણ સ્પષ્ટ દેખાઈ આવે. એની સાથે-સાથે ફળની પ્રાપ્તિ પણ સ્પષ્ટ દેખાઈ આવે. આ સંકલ્પ છે આ એનું રિઝલ્ટ. આ કર્મ છે, આ એનું ફળ. આવો અનુભવ થાય છે. આને જ પ્રત્યક્ષ-ફળ કહેવાય છે. અચ્છા!
જેમ બાપ નાં ત્રણ રુપ પ્રસિદ્ધ છે, એમ પોતાના ત્રણેય રુપોનાં સાક્ષાત્કાર થતાં રહે છે? જેમ બાપ ને પોતાનાં ત્રણેય રુપો ની સ્મૃતિ રહે છે, તેમ જ હરતાં-ફરતાં પોતાનાં ત્રણેય રુપો ની સ્મૃતિ રહે કે અમે માસ્ટર ત્રિમૂર્તિ છીએ. ત્રણેય કર્તવ્ય સાથે-સાથે ભેગાં ચાલવા જોઈએ. એવું નહીં - સ્થાપના નું કર્તવ્ય કરવાનો સમય અલગ છે, વિનાશ નાં કર્તવ્યનો સમય અલગ છે, પછી બીજું આવવાનું છે. ના. નવી રચના રચતા જાઓ છો અને જૂની નો વિનાશ. આસુરી સંસ્કાર અથવા જે પણ કમજોરીઓ છે એનો વિનાશ પણ સાથે-સાથે કરતાં જવાનું છે. નવા સંસ્કાર લાવી રહ્યાં છો, જૂનાં સંસ્કાર ખતમ કરી રહ્યાં છો. તો સંપૂર્ણ અને શક્તિ રુપ, વિનાશકારી રુપ ન હોવાનાં કારણે સફળતા નથી મળતી. બન્નેવ સાથે હોવાથી સફળતા મળી જાય છે. આ બે રુપ યાદ રહેવાથી દેવતા રુપ આપમેળે આવી જશે. બન્ને રુપની સ્મૃતિને જ અંતિમ પુરુષાર્થની સ્ટેજ કહેવાશે. હમણાં-હમણાં બ્રાહ્મણ રુપ અને હમણાં-હમણાં શક્તિ રુપ. જે સમયે જે રુપની આવશ્યકતા છે એ સમયે એવું જ રુપ ધારણ કરી કર્તવ્યમાં લાગી જાઓ - આવો અભ્યાસ જોઈએ. એ અભ્યાસ ત્યારે થઇ શકશે જ્યારે એક સેકન્ડમાં દેહી-અભિમાની બનવાનો અભ્યાસ હશે. પોતાની બુદ્ધિને જ્યાં ઇચ્છો ત્યાં લગાવી શકો - આ અભ્યાસ ખુબ જરુરી છે. આવા અભ્યાસી બધાં જ કાર્યમાં સફળ થાય છે. જેમનામાં પોતાને મોલ્ડ કરવાની (વાળવાની) શક્તિ છે એ જ સમજો રીયલ ગોલ્ડ (શુદ્ધ સોનું) છે. જેમ સ્થૂળ કર્મેન્દ્રિયોને જ્યાં ઈચ્છો ત્યાં વાળી શકો છો ને. જો નથી વળતી તો એને બીમારી સમજો છો. બુદ્ધિને પણ આમ સહજ વાળી શકો. એવું નહીં કે બુદ્ધિ આપણને વાળીને લઈ જાય. આવાં સંપૂર્ણ સ્ટેજનું યાદગાર પણ ગવાયેલું છે. દિવસ-પ્રતિ-દિવસ પોતાનામાં પરિવર્તનનો અનુભવ તો થાય છે ને. સંસ્કાર અથવા સ્વભાવ અથવા કમીને જુઓ છો ત્યારે નીચે આવી જાઓ છો. તો હવે દિવસ-પ્રતિ-દિવસ આ પરિવર્તન લાવવાનું છે. કોઈનો પણ સ્વભાવ-સંસ્કાર જોતાં, જાણતાં હોવા છતાં એ તરફ બુદ્ધિયોગ ન જાય. અધિક એ આત્મા પ્રત્યે શુભ-ભાવના હોય. એક તરફ થી સાંભળ્યું , બીજી તરફથી ખતમ.
\\
જે સમયે જે રુપની આવશ્યકતા છે એ સમયે એવું જ રુપ ધારણ કરી કર્તવ્યમાં લાગી જાઓ - આવો અભ્યાસ જોઈએ. એ અભ્યાસ ત્યારે થઇ શકશે જ્યારે એક સેકન્ડ માં દેહી-અભિમાની બનવાનો અભ્યાસ હશે.
