Search for a command to run...
24 May 1977
બાપ નાં ડાયરેક્ટ બાળકો જ ડબલ પૂજા નાં અધિકારી બને છે
24 May 1977 · ગુજરાતી
બાપદાદા દરેક બાળકનાં ભાગ્ય ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. આખાં વિશ્વની અંદર કોટો માં કોઈ ગવાયેલી આત્માઓ કેટલી થોડીક જ છે, જેમણે બાપ ને પામ્યાં (મેળવ્યાં) છે. ન ફક્ત જાણ્યાં, પરંતુ જાણવાની સાથે-સાથે, જેમને પામવાં હતાં, તે પામી લીધાં. એવાં બાપ નાં અતિ સ્નેહી, સહયોગી બાળકો નાં ભાગ્ય ને જોઈ રહ્યાં હતાં. આમ તો સર્વ આત્માઓ બાળકો છે, પરંતુ આપ આત્માઓ ડાયરેક્ટ (પ્રત્યક્ષ) બાળકો છો. શિવવંશી બ્રહ્માકુમાર અને કુમારીઓ છો. આખાં વિશ્વ માં જે પણ અન્ય આત્માઓ ધર્મ નાં ક્ષેત્ર માં કે રાજ્ય નાં ક્ષેત્ર માં મહાન કે નામીગ્રામી બન્યાં છે, ધર્મ-પિતાઓ બન્યાં છે, જગતગુરુ કહેવા વાળા બન્યાં છે; પરંતુ માત-પિતા નાં સંબંધ થી, અલૌકિક જન્મ અને પાલના (સંભાળ) કોઈ ને પણ પ્રાપ્ત નથી થતી. અલૌકિક માતા-પિતા નો અનુભવ સ્વપન માં પણ નથી કરતાં. અને આપ શ્રેષ્ઠ આત્માઓ અથવા પદ્માપદ્મપતિ આત્માઓ દરરોજ માત-પિતા ની કે સર્વ સંબંધો ની યાદ-પ્યાર લેવાનાં પાત્ર છો. દરરોજ યાદ-પ્યાર મળે છે ને. ન ફકત યાદ-પ્યાર, પરતું સ્વયં સર્વશક્તિમાન્ બાપ, આપ બાળકો નો સેવક બની દરેક કદમ માં સાથ નિભાવે છે. અતિ સ્નેહ થી મસ્તક નો તાજ બનાવીને નયનો નાં તારા બનાવીને, સાથે લઈ જાય છે. આવું ભાગ્ય જગતગુરુ કે ધર્મપિતા નું નથી, કારણ કે આપ શ્રેષ્ઠ આત્માઓ સમ્મુખ બાપ ની, ‘શ્રીમત’ લેવા વાળી છો. પ્રેરણા દ્વારા કે ટચિંગ (સ્પર્શ) દ્વારા નહીં, મુખ વંશાવલી છો. ડાયરેક્ટ મુખ દ્વારા સાંભળો છો. આવું ભાગ્ય કઈ આત્માઓનું છે? મેજોરીટી (અધિકતર) ભારતવાસી ગરીબ, ભોળી આત્માઓનું છે. જે નાઉમેદવાર હતાં કે અમને ક્યારેય બાપ મળી શકે છે! આટલું શ્રેષ્ઠ ભાગ્ય, પછી એવાં નાઉમેદવાર ને જ મળે છે. જ્યારે કોઈ નાઉમેદવાર થી ઉમેદવાર બને છે કે અસંભવ થી સંભવ વાત થાય છે, તો કેટલો નશો અને ખુશી હોય છે! એવું ભાગ્ય પોતાનું સદૈવ સ્મૃતિ માં રહે છે?
આખાં ડ્રામા ની અંદર બીજાં ધર્મ ની આત્માઓ ને જુઓ અને પોતાને જુઓ તો મહાન અંતર છે. પહેલી વાત સંભળાવી કે ડાયરેક્ટ બાળકો છો. માતા-પિતા કે સર્વ સંબંધો નાં સુખ નો અનુભવ કરવા વાળા, ડાયરેક્ટ બાળક હોવાનાં કારણે, વિશ્વ નાં રાજ્ય નો વારસો સહજ પ્રાપ્ત થઈ જાય છે. સૃષ્ટિ નાં આદિકાળ સતયુગ અર્થાત્ સ્વર્ગ ની સતોપ્રધાન, સંપૂર્ણ પ્રાપ્તિ આપ આત્માઓ ને જ પ્રાપ્ત થાય છે. બીજી સર્વ આત્માઓ આવે છે જ મધ્યકાળ માં. આપ શ્રેષ્ઠ આત્માઓનું ભોગવેલું સુખ કે રાજ્ય રજોપ્રધાન રુપ માં પ્રાપ્ત કરે છે. જેમ આપ આત્માઓને ધર્મ અને રાજ્ય બંને પ્રાપ્ત છે, પરંતુ અન્ય આત્માઓ ને ધર્મ છે તો રાજ્ય નથી, રાજ્ય છે તો ધર્મ નથી. કારણ કે દ્વાપરયુગ થી ધર્મ અને રાજ્ય નાં બંને પુર અલગ-અલગ થઈ જાય છે. જેની નિશાની આખાં ડ્રામા ની અંદર ડબલ (બમણાં) તાજધારી ફક્ત તમે છો. બીજું કોઈ જોયું છે? બીજી પણ વિશેષતાઓ છે. સંપૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ તન, મન, ધન, સંબંધ અને પ્રકૃતિ નાં સર્વ સુખ, જેમાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી, દુઃખ નું નામ-નિશાન નથી - એવી શ્રેષ્ઠ પ્રાપ્તિ અન્ય કોઈ આત્મા ને પ્રાપ્ત નથી થતી. ડાયરેક્ટ બાળક હોવાનાં કારણે, ઉંચા થી ઊંચા બાપ ની સંતાન હોવાનાં કારણે, પરમ પૂજ્ય પિતા ની સંતાન હોવાનાં કારણે આપ આત્માઓ પણ ડબલ રુપ માં પૂજાઓ છો. એક સાલિગ્રામ નાં રુપ માં, બીજું દેવી કે દેવતા નાં રુપ માં. આવી વિધિપૂર્વક પૂજ્ય, ધર્મપિતા કે કોઈપણ નામી-ગ્રામી આત્મા નથી બનતી. કારણ? કારણ કે તમે ડાયરેક્ટ, વંશાવલી છો. સમજ્યાં કેટલાં ભાગ્યશાળી છો, જે સ્વયં ભગવાન તમારું ભાગ્ય રોશન કરે છે! તો સદા પોતાનાં એવાં ભાગ્ય ને સ્મૃતિ માં રાખો. કમજોરી નાં ગીત નહીં ગાઓ. ભક્ત કમજોરી નાં ગીત ગાએ છે અને બાળકો ભાગ્ય નાં ગીત ગાએ છે. તો પોતે પોતાને પૂછો કે ભક્ત છું કે બાળક છું? સમજ્યાં પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય ને? અચ્છા.
એવાં પદ્માપદ્મ ભાગ્યશાળી, ડાયરેક્ટ બાપ ની પહેલી રચના, સર્વ સંબંધો નાં સુખ નાં અધિકારી, સર્વ પ્રાપ્તિ નાં અધિકારી, રાજ્ય ભાગ્ય નાં અધિકારી, ડબલ પૂજા નાં અધિકારી, બાપ નાં પણ મસ્તક નાં તાજધારી, એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.