Search for a command to run...
27 May 1977
પાવરફુલ સ્ટેજ અર્થાત્ બાપ સમાન બીજરુપ સ્થિતિ
27 May 1977 · ગુજરાતી
આજે બાપદાદા ની સામે કઈ સભા બેઠેલી છે? જાણો છો? આજે ડબલ (બે) પ્રકારની સભા છે. એક, જે બધાં સામે બેઠાં છે - ભારતવાસી બાળકોની સભા. બીજી, વિદેશી બાળકો ની સભા. વિદેશી બાળકો બહુજ ઉમંગ, ઉત્સાહ અને લગન થી બાપ ને પ્રત્યક્ષ કરવાનાં પ્લાનસ (યોજના) બનાવતાં, વારંવાર બાપ નાં ગુણ ગાતાં, ખુશી માં નાચી રહ્યાં છે. એમની ખુશી નું, મન નું ગીત બાપદાદા ને સામે સંભળાઈ રહ્યું છે. બધી તરફ, વિશેષ રુપ થી બાપનાં સ્નેહ અને સેવાનું વાતાવરણ આકર્ષણ કરવાવાળું છે. બાપદાદા ને પણ બાળકો ને જોઈ, બાળકોનાં ઉમંગ પર ખુશી થાય છે. સાથે-સાથે આપ સર્વ બાળકો નો મિલન નો ઉમંગ જોઈ હર્ષિત થાય છે.
આજે અમૃતવેલા બાપદાદા ચારે તરફ નાં બાળકો ની પાસે ચક્કર લગાવવા નીકળ્યાં. શું જોયું? મધુબન વરદાન ભૂમિ માં, ખુશી-ખુશી થી આવેલાં બાળકો, આ જ મિલન ની ખુશીમાં બીજી બધી વાતો ભૂલી ગયેલાં છે. દરેક નંબરવાર પુરુષાર્થ અનુસાર વરદાન પ્રાપ્ત કરવાનાં ઉમંગ, ઉત્સાહ માં હતાં. અને બધી બાજુ ચક્કર લગાવતાં શું જોયું? મેજોરીટી (અધિકતર) નાં શરીર ભલે પોત-પોતાનાં સ્થાન પર છે, પરંતુ મનની લગન મધુબન તરફ છે. અવ્યક્ત રુપ થી યોગયુક્ત બાળકો મધુબન માં જ પોતાને અનુભવ કરે છે. ચારે બાજુ સ્વરુપ ચાત્રક સમાન દેખાઈ રહ્યું હતું. યાદની યાત્રા નાં ચાર્ટ માં શું જોયું? પોઝિશન (પદ) અને ઓપોઝિશન (વિરોધ) બંને નો ખેલ જોયો. યથાશક્તિ દરેક પોતાની પોઝિશન પર સ્થિત રહેવાનો પ્રયત્ન બહુ જ કરતાં, પરંતુ માયાની ઓપોઝિશન, એકરસ સ્થિતિ માં સ્થિત થવામાં વિઘ્ન-સ્વરુપ બની રહી હતી. આનું કારણ શું?
(૧) એક તો આખાં દિવસની દિનચર્યા પર વારંવાર અટેન્શન (સાવધાની) ની કમી છે.
(૨) બીજુ શુદ્ધ સંકલ્પ નો ખજાનો જમા ન હોવાનાં કારણે વ્યર્થ સંકલ્પો માં વધારે સમય વ્યતીત કરે છે. મનન શક્તિ બહુજ ઓછી છે.
(૩) ત્રીજુ, કોઈપણ પ્રકારની નાની-નાની પરિસ્થિતિઓ જે છે કંઈ પણ નહીં, એ નાની વાત ની કમજોરી નું કારણ બહુ મોટું સમજી, એને મિટાવવામાં સમય બહુ વેસ્ટ (વ્યર્થ) કરે છે. કારણ શું? સમય પ્રતિ સમય જે અનેક પ્રકારની પરિસ્થિતિઓ ને પાર કરવાની યુક્તિઓ સાંભળે છે, તે એ સમયે ગભરાવાનાં કારણે સ્મૃતિ માં નથી આવતી.
(૪) ચોથું પોતાનાં જ સ્વભાવ સંસ્કાર, જે સમજે પણ છે કે ન હોવાં જોઈએ, વારંવાર એ સ્વભાવ-સંસ્કાર નાં વશીભૂત હોવાથી દગો પણ ખાઈ ચૂક્યાં છે, પરંતુ છતાં પણ રચતા કહેવડાવવાં છતાં પણ, વશીભૂત થઈ જાય છે. પોતાનાં અનાદિ, આદિ સંસ્કાર વારંવાર સ્મૃતિ માં નથી લાવતાં. આ કારણે સંસ્કાર સ્વભાવ મિટાવવાની સમર્થી નથી આવી શકતી. એવાં ચારેય પ્રકાર નાં યોદ્ધા જોયાં. યોદ્ધા શબ્દ સાંભળીને હસવું આવે છે. અને જે સમયે પ્રેક્ટિકલ એક્ટ (વ્યવહારિક કર્મ) માં આવો છો, એ સમયે હસવું આવે છે? બાપદાદા ને એવો ખેલ જોતાં, બાળકો પર રહેમ અને કલ્યાણ નો સંકલ્પ આવે છે. હજું સુધી મેજોરીટી વ્યર્થ સંકલ્પો ની ફરિયાદ બહુજ કરે છે. વ્યર્થ સંકલ્પ નાં કારણે તન અને મન બંને કમજોર થઈ જાય છે. વ્યર્થ સંકલ્પ નું કારણ શું? સંભળાવ્યું હતું, પોતાની દિનચર્યા ને સેટ કરતાં નથી આવડતું.
અમૃતવેલાએ રોજ ની દિનચર્યા, તન ની અને મન ની સેટ કરો. જેમ તન ની દિનચર્યા બનાવો છો કે આખાં દિવસ માં આ-આ કર્મ કરવાનું છે, એમ પોતાનાં સ્થૂળ કાર્ય નાં હિસાબ થી, મન ની સ્થિતિ ને પણ સેટ કરો. જેમ અમૃતવેલા યાદની યાત્રા નો સમય સેટ છે, તો એવાં સુખદ સમય પર, જ્યારે સમય નો પણ સહયોગ છે, સતોપ્રધાન બુદ્ધિ નો સહયોગ છે, એવાં સમય પર મન ની સ્થિતિ પણ સૌથી પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્ટેજ) ની જોઈએ. પાવરફુલ સ્ટેજ અર્થાત્ બાપ સમાન બીજરુપ સ્થિતિ. તો આ અમૃતવેલા નો જેમ શ્રેષ્ઠ સમય છે, એમ શ્રેષ્ઠ સ્થિતિ હોવી જોઈએ. સાધારણ સ્થિતિમાં તો, કર્મ કરતાં પણ રહી શકો છો, પરંતુ આ વિશેષ વરદાન નો સમય છે. આ સમય ને યથાર્થ રીતે યુઝ (પ્રયોગ) ન કરવાનાં કારણે, આખાં દિવસની યાદ ની સ્થિતિ પર પ્રભાવ પડે છે. તો પહેલું અટેન્શન - અમૃતવેલા ની પાવરફુલ સ્થિતિ ની સેટિંગ કરો.
બીજી વાત, જ્યારે જ્ઞાન ની ગુહ્ય વાતો સાંભળો છો, અર્થાત્ રેગ્યુલર સ્ટડી (નિયમિત અધ્યયન) કરો છો, એ સમયે જે પોઇન્ટ નીકળે છે, એ દરેક પોઇન્ટ ને સાંભળતાં, અનુભવી મૂર્ત થઈને નથી સાંભળતાં. જ્ઞાની તું આત્મા દરેક વાત નાં સ્વરુપ નો અનુભવ કરે છે. સાંભળવું અર્થાત્ એ સ્વરુપ નાં અનુભવી બનીને સાંભળવું. પરંતુ અનુભવી મૂર્ત બનતાં બહુ જ ઓછું આવડે છે. સાંભળવું સારું લાગે છે, ગુહ્ય પણ લાગે છે, ખુશ પણ થાય છે, બહુજ સારો ખજાનો મળી રહ્યો છે, પરંતુ સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું - આનો અભ્યાસ થવો જોઈએ. હું આત્મા નિરાકાર છું - આ વારંવાર સાંભળો છો, પરતું નિરાકાર સ્થિતિ નાં અનુભવી બનીને સાંભળો. જેવો પોઇન્ટ, એવો અનુભવ. પરમધામ ની વાતો સાંભળો તો પરમધામ નિવાસી થઈને પરમધામની વાતો સાંભળો. સ્વર્ગવાસી દેવતાયી સ્થિતિનાં અનુભવી બની, સ્વર્ગની વાતો સાંભળો. આને કહેવાય છે સાંભળવું અર્થાત્ સમાવવું. સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું. જો આ રીત થી મુરલી સાંભળો તો શુદ્ધ સંકલ્પ નો ખજાનો જમા થઈ જશે. અને આ જ ખજાના નાં અનુભવ ને વારંવાર સુમિરણ કરો તો આખો સમય બુદ્ધિ એમાં જ બીઝી (વ્યસ્ત) રહેશે. વ્યર્થ સંકલ્પો થી સહજ કિનારો થઈ જશે. જો અનુભવી થઈને નથી સાંભળતાં, તો બાપ નાં ખજાના ને પોતાનો ખજાનો નથી બનાવતાં. એટલે ખાલી રહો છો અર્થાત્ વ્યર્થ સંકલ્પો ને સ્વયં જ જગ્યા આપો છો. બીજી આગળ ચાલીને આખી દિનચર્યા માં શું-શું કમી કરો છો, તે પછી બીજા દિવસે સંભળાવશે. પહેલાં આ બે વાતો ને ઠીક કરો. વધારે ડોઝ (ખોરાક) નથી આપતાં. અચ્છા.
સદા સમર્થ, સદા જ્ઞાન નાં ખજાના થી સંપન્ન, યાદ ની યાત્રા દ્વારા સર્વ શક્તિઓનાં અનુભવી મૂર્ત, સદા દરેક પરિસ્થિતિ ને સ્વસ્થિતિ દ્વારા સેકન્ડ માં અને સહજ પાર કરવા વાળા, એવાં બાપ સમાન ગુણ મૂર્ત અને શક્તિ મૂર્ત જ્ઞાની તું આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી ની સાથે:- આજે વિશેષ વિદેશ વાળાઓનું બાપ ને પોતાની તરફ ખેંચવાનું ચાલી રહ્યું છે. આ સભા જોતાં પણ બાપદાદા ને વારંવાર સામે વિદેશી નજર આવે છે. વિશેષ યાદ નાં આકર્ષણ ની બહુજ ફુલફોર્સ થી (પૂરા જોશ થી) મીઠી-મીઠી વાતો કરે છે. દરેક પોતાનાં મન નાં ઉમંગ નાં સંકલ્પ બાપ ની આગળ એવી રીતે રાખી રહ્યાં છે, જાણે સમ્મુખ વાતો કરાય છે, વિદેશ માં રહેવાવાળા ને આટલી ખુશી કેમ છે? આનું કારણ શું છે? કારણ કે નવી-નવી ફૂલવાડી સમજે છે કે અમે પાછળ આવવા વાળા જ્યાં સુધી કોઈ વિશેષ કાર્ય નહીં કરીએ તો હાઈ જમ્પ (ઊંચી છલાંગ) લઈને આગળ કેવી રીતે વધશું? એમને આ લગન છે અમે કંઇક વિશેષ કરીને દેખાડીએ. જે નથી થયું તે કરીને દેખાડીએ. આ કારણે આ નશા માં રાત-દિવસ તન-ધન કંઈ દેખાતું નથી. લક્ષ સારું રાખ્યું છે. દરેક સ્થાન આ જ વિચારી રહ્યું છે કે અમારા દેશનું ચારે બાજુ નામ નીકળે. આ રેસ નાં કારણે એકબીજાં થી આગળ વધી રહ્યાં છે. વિદેશ થી નામ નીકળવાનું છે - આ તો ઠીક છે, પરંતુ કયાં ખૂણા થી નીકળશે? કયું સ્થાન નિમિત્ત બનશે? કયાં સ્થાન ની વ્યક્તિ નિમિત્ત બને છે? એટલે દરેક પોતાની ધૂન માં લાગેલાં છે. અને બાપદાદા ને પણ બાળકો ની મહેનત અને ઉત્સાહ સારાં લાગે છે. (દાદી ને) તમે અહીંયા બેઠાં છો કે વિદેશ માં? વિદેશ સર્વિસ નાં પ્લાન ચાલે છે કે જ્યારે પ્લેન માં ચઢશો ત્યારે પ્લાન ચાલશે?
મહારથીઓને એક પ્રશ્ન પૂછે છે. બાપ ને તો બહુ જ પૂછો છો. મહારથીઓનાં માટે વિશેષ છે - મહારથીઓ સાથે રુહ-રુહાન સારી લાગે છે. વિજય માળા નાં જે મણકા બને છે પહેલો નંબર કે ૧૦૮ મો નંબર, બંન્ને માં અંતર શું છે? કહેવાય તો બધાં વિજયી રતન છે. નામ જ છે વિજયમાળા. પરંતુ પહેલો નંબર વિજયી રતન અને જે લાસ્ટ નો વિજયી રતન છે એમાં કોઈ વિશેષ સબ્જેક્ટ (વિષય) પર વિજય નો આધાર છે કે ટોટલ (કુલ) નંબર પર આધાર છે. એક હોય છે વિશેષ સબ્જેક્ટ માં, બીજું હોય છે બધાં સબજેક્ટ નાં ટોટલ માર્ક્સ નું અંતર. તો આની ગુહ્યતા શું છે અર્થાત્ વિજય ની ગુહ્ય ગતિ શું છે? એમાં ઘણું બધું રહસ્ય ભરેલું છે. યુગલ દાણા નો વિશેષ સબ્જેક્ટ કયો છે અને અષ્ટ રતનો નો કયો છે. ૧૦૦ રતનો ની કયો છે? એમાં પણ આગળ અને પાછળ વાળા માં શું અંતર છે? આ ગુહ્ય ગતિ ને એકબીજા સાથે મનન કરજો. પછી બતાવશે. આજે ચક્કર લગાવ્યું ને. આ તો થઈ મોટી (સ્થૂળ) વાત. પરંતુ વિશેષ મહારથીઓનાં પુરુષાર્થ માં શું મહીન (સૂક્ષ્મ) અંતર રહી જાય છે જેનાંથી બે નંબર નાં પછી ત્રીજો આવે, પછી ચોથો આવે? છે મહારથી, નામીગ્રામી પરંતુ બીજો ત્રીજો નંબર પણ કયાં આધાર થી બને છે? તો આજે મહારથીઓનાં આ ગુહ્ય ગતિ નાં પુરુષાર્થ ને જોઈ રહ્યાં હતાં. અષ્ટ માં પણ પહેલો નંબર અને આઠમા નંબર માં શું અંતર છે? પૂજાય તો આઠેય છે પરંતુ પૂજા માં પણ અંતર, વિજય માં અંતર છે. દરેક ની વિશેષતા પણ વિશેષ છે અને પછી જે કમી રહી જાય છે એ પણ વિશેષ છે જેનાં આધાર પર પછી નંબર બને છે. આજે બંનેય જોઈ રહ્યાં હતાં તો આ પરસ્પર વિચાર કરજો. સમજ્યાં.
દિલ્લી પાર્ટી થી:- દિલ્લી ને દરબાર બનાવ્યો છે? દિલ્લી દરબાર કહે છે તો દિલ્લી ને પોતાનું દરબાર બનાવ્યું છે? રાજાઈ તૈયાર થઈ ગઈ છે? દરબાર માં કોણ બેસશે? દરબાર માં પહેલાં તો મહારાજા, મહારાણીઓ જોઈએ. કેટલાં મહારાજા, મહારાણીઓ તૈયાર થયાં છે? દિલ્લી વાળાઓએ રાજ્ય નું ફાઉન્ડેશન (પાયો) લગાવવાનું છે. રાજ્યનું ફાઉન્ડેશન કેવી રીતે લાગશે, એનો આધાર શું? રાજ્ય અર્થાત્ અધિકાર પ્રાપ્ત કરી લેવો. પહેલાં સ્વયનું રાજ્ય, પછી વિશ્વનું રાજ્ય. તો દિલ્લી નિવાસી સ્વયં પર અધિકારી બન્યાં છે? વિદેશ થી તો નામ નીકળશે, પરંતુ નામ પહોંચશે ક્યાં? (દિલ્લી માં) તો દિલ્લી વાળાઓએ નવીનતા કરવી જોઈએ કારણ કે સેવાનું આદિ સ્થાન છે. સેવાનું બીજ સ્વરુપ દિલ્લી છે. તો જેમ દિલ્લી સેવાનાં હિસાબ થી આદિ સ્થાન છે અને રાજ્ય નું સ્થાન રાજ્ય સ્થાન પણ છે, તો બંને નાં હિસાબ થી દિલ્લી વાળાઓએ વિશેષતા કરવી જોઈએ, તો શું કરશો? મેળો કરશો? કોન્ફરેન્સ (સંમેલન) કરશો? આ તો જૂની વાતો થઈ ગઈ. પરંતુ નવીનતા શું કરશો? પહેલી વાત તો દિલ્હી વાળાઓનો એક દૃઢ સંકલ્પ સંગઠિત રુપ થી હોવો જોઈએ કે અમે બધાં દિલ્લી નો કિલ્લો મજબૂત કરીશું, સફળતા થવાની જ છે, આ સંકલ્પ નું વ્રત એક હોય. જેમ કોઇ પણ કાર્યમાં સફળતા માટે વ્રત રાખે છે ને. એ તો સ્થૂળ વ્રત રાખે છે, પરંતુ આ મન્સા નું વ્રત છે જે વ્રત થી નિમિત્ત કોઈપણ કાર્ય કરશો.
ભલે કાર્ય સાધારણ પણ હોય, રીઝલ્ટ (પરિણામ) નવીનતા નું હોય. સમજો કોન્ફરન્સ કરો, બહાર નું રુપ જેમ કે સાધારણ નું હોય પરંતુ સફળતા નવીનતા ની હોય. જ્યારે એક જ સમયે અને સર્વ નો એક જ સંકલ્પ દૃઢ હશે કે થવાનું જ છે, તો જુઓ દિલ્લી શું કમાલ કરે છે! કમજોરીનાં સંકલ્પ ન હોય - થવાનું છે, નથી થવાનું, થશે, નહીં થશે, હજું સુધી તો થયું નથી - આ કમજોરી નાં સંકલ્પ છે. એક દૃઢ સંકલ્પ ની ભઠ્ઠી હોય પછી બધાં દિલ્લી ની કોપી (નકલ) કરશે. હવે એવી કોઈ નવીનતા દેખાડો. ભાષણ કર્યું, જનતા આવી, સાંભળ્યું અને ગઈ. ભાષણ કરવા વાળાઓએ ભાષણ કર્યું અને ચાલ્યાં - આ તો થતું રહે છે. હવે ડબલ સ્ટેજ સ્વયં ની અને બીજી સ્થાન ની તૈયાર કરો. જ્યારે ડબલ સ્ટેજ હોય ત્યારે સફળતા થાય. સ્થૂળ સ્ટેજ પર ઝંડો લગાવવો, સ્લોગન લગાવવું, ચિત્ર લગાવવું બહુજ સહજ છે, પરંતુ દરેક ચૈતન્ય ચિત્ર હોય. દરેક ની બુદ્ધિ માં વિજય નો ઝંડો લાગેલો હોય. સ્લોગન બધાનું એક હોય - સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. પછી જુઓ દિલ્લી વાળા કમાલ કરશે. દિલ્લી વાળાઓને વિશેષ એક લિફ્ટ ની ગિફ્ટ પણ છે, તે કઈ છે? દિલ્લી વાળાઓનો, એમાં પણ વિશેષ શક્તિ સેના નો વિશેષ ગુણ કયો છે? યજ્ઞની સ્થાપના નાં કાર્યમાં દિલ્લી ની શક્તિસેના નાં સુદામા માફક જે ચપટી ચોખા કામ માં આવ્યાં છે. તે બહુજ મહત્ત્વના સમયે કામ માં આવ્યાં છે. તો મહત્વ નાં સમય પર જો કાર્ય માં ચપટી ચોખા પણ લગાવો છો તો તે બહુજ વૃદ્ધિ થઈ જાય છે. આમ એટલું ફળીભૂત નથી થતું. સમય પર સહયોગ આપવાથી દિલ્લી વાળાઓને વિશેષ ગિફ્ટ ની લિફ્ટ મળી છે. બાપ નાં તરફ થી ડ્રામા પ્રમાણે દિલ્લી વાળાઓ ને સદા સંપન્ન રહેવાનું વરદાન પ્રાપ્ત છે. દિલ્લી ની ધરતી નું ફાઉન્ડેશન સારું છે. એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવા વાળાને વિશેષ સહયોગ મળે છે. દિલ્લી ની સેવા, અન્ય સેવાસ્થાનો નાં નિમિત્ત એક્ઝામ્પલ બને. જેમ આદિ માં વિશેષતા દેખાડી, એમ હમણાં દેખાડો. તો તેમનો સહયોગ મળી જશે. દિલ્લી વાળા ફોરેન (વિદેશી) વાળાઓ થી પણ સારા પ્લાન બનાવી શકે છે; કારણ કે અહીંયા બહુજ સેવાનાં સાધન છે. અહીં મહેનત ની જરુરત નથી ફક્ત મજબૂત કિલ્લા ની વાત છે. અચ્છા. જ્યારે બધાનાં સંકલ્પ ની આંગળી ભેગી થશે તો દરેક કાર્ય સફળ થશે. બધાંની નજર દિલ્લી પર છે. જ્યારે એકબીજા નાં સમીપ થઈ હાથ માં હાથ મળાવશો ત્યારે ઘેરાવ નાખી શકશો. હાથ માં હાથ મળાવવો અર્થાત્ સંકલ્પ મળાવવાં. બધામાં એક જેવો જ ઉમંગ ઉત્સાહ હોય, અપાવવો ન પડે. અચ્છા.
પુરુષાર્થ ની ગુહ્ય ગતિ શું છે? અથવા શ્રેષ્ઠ પુરુષાર્થ કયો છે? દરેક સંકલ્પ, શ્વાસ માં સ્વતઃ બાપ ની યાદ હોય. આને કહેવાય છે સ્મૃતિ સ્વરુપ. જેમ ભક્તિ માં પણ કહે છે - અનહદ શબ્દ સંભળાય, અજપાજાપ ચાલતો રહે, એવો પુરુષાર્થ નિરંતર હોય - આને કહેવાય છે શ્રેષ્ઠ પુરુષાર્થ. યાદ કરવું ન પડે, યાદ આવતી જ રહે. મહારથીઓનો પુરુષાર્થ આ છે - મહારથી અર્થાત્ સ્વતઃ યાદ. મહારથી નો દરેક સંકલ્પ મહાન હશે. જેટલાં-જેટલાં આગળ વધતાં જશો સાધારણતા ખતમ થતી જશે, મહાનતા આવતી જશે. આ છે વૃદ્ધિ ની નિશાની.