Search for a command to run...
21 May 1977
સંગમયુગી બ્રાહ્મણ જીવન નો વિશેષ ગુણ અને કર્તવ્ય
21 May 1977 · ગુજરાતી
પોતાનાં વર્તમાન સંગમયુગી બ્રાહ્મણ જીવન ની વિશેષતા ને જાણો છો? પોતાનાં વિશેષ ગુણ અને કર્તવ્ય ને જાણો છો? જે ગુણ અને કર્તવ્ય બીજા કોઈપણ યુગ માં નથી હોઈ શકતાં, એ કયો વિશેષ ગુણ છે? નોલેજફુલ માસ્ટર જ્ઞાન સાગર અને કર્તવ્ય છે, વિશ્વ સેવાધારી અર્થાત્ ગોડલી સર્વિસેબલ. બંને વિશેષતાઓ ને નિરંતર સ્મૃતિ માં રાખો છો? તમે લોકો કહેવાઓ પણ છો કે અમે વર્લ્ડ સર્વન્ટ (વિશ્વ સેવાધારી) છીએ. વર્લ્ડ સર્વન્ટ ની પરિભાષા શું છે? કોને વર્લ્ડ સર્વન્ટ કહેવાય છે? એમનાં લક્ષણ શું હોય છે? લક્ષ શું હોય છે અને પ્રાપ્તિ શું થાય છે? વિશ્વ સેવાધારી અર્થાત્ સર્વિસેબલ નું લક્ષણ સદૈવ એ જ રહે છે કે વિશ્વને પોતાની સેવા દ્વારા સંપન્ન તથા સુખી બનાવીએ. કોનાંથી? જે અપ્રાપ્ત વસ્તુ છે, ઈશ્વરીય સુખ, શાંતિ અને જ્ઞાન નાં ધન થી, સર્વ શક્તિઓ થી, સર્વ આત્માઓ ને ભિખારી થી અધિકારી બનાવીએ. કારણ કે વિશ્વ સેવાધારી સદા કલ્યાણ અને રહેમ ની દૃષ્ટિ થી બધાંને જુએ છે. એટલે સદા એ જ લક્ષ રહે છે કે વિશ્વનું પરિવર્તન કરવાનું જ છે. આ જ લગન રાત-દિવસ રહે છે.
સેવાધારી નાં લક્ષણ શું દેખાશે? સેવાધારી પોતાની દરેક સેકન્ડ, સંકલ્પ, બોલ અને કર્મ, સંબંધ, સંપર્ક, સેવા માં જ લગાડે. સેવાધારી સેવા કરવાનો વિશેષ સમય નથી નિશ્ચિત કરતાં કે ચાર કલાક કે છ કલાક નાં સેવાધારી છીએ. દરેક કદમ માં અથક સેવા જ કરતાં રહે છે. તેમનાં જોવામાં, ચાલવામાં, ખાવા-પીવામાં, બધામાં સેવા સમાયેલી હોય છે. મુખ્ય સેવા નાં સાધન - સ્મૃતિ, વૃત્તિ, દૃષ્ટિ અને કૃતિ આ બધાં પ્રકાર થી સેવા માં તત્પર હશે. (૧) સ્મૃતિ દ્વારા સર્વ આત્માઓ ને સમર્થી સ્વરુપ બનાવશે. (૨) વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પાવન અને શક્તિશાળી બનાવશે. (૩) દૃષ્ટિ દ્વારા આત્માઓ ને સ્વયં નો અને બાપ નો સાક્ષાત્કાર કરાવશે. (૪) કૃતિ દ્વારા શ્રેષ્ઠ કર્મ કરવાની સ્વયં પોતાને નિમિત્ત બનાવીને હિંમત દેવાની પ્રેરણા અપાવશે.
એવાં સેવાધારી, સ્વયંના રાત-દિવસ નાં આરામ ને પણ ત્યાગી ને સેવામાં આરામ અનુભવ કરશે. એવાં સેવાધારી છો? સેવાધારી નાં સંપર્ક માં રહેવા વાળી કે સંબંધ માં આવવા વાળી આત્માઓ એમની સમીપતા કે સાથ નો એવો અનુભવ કરશે જાણે શીતળતા અથવા શક્તિ, શાંતિ નાં ઝરણાં ની નીચે બેઠાં છીએ, કે કોઈ સહારા કે કિનારા ની પ્રાપ્તિ નો અનુભવ કરશે. એવાં સેવાધારી નાં સંકલ્પ કે શુભ ભાવનાઓ, શુભ કામનાઓ, સૂર્ય નાં કિરણો ની માફક ચારે બાજુ ફેલાશે. જેમ સેવાધારીઓ નાં જડ ચિત્ર અલ્પકાળ નાં માટે અલ્પકાળ ની કામનાઓ પૂર્ણ કરે છે, એમ ચૈતન્ય ચરિત્રવાન સેવાધારી સદાકાળ નાં માટે સર્વ કામનાઓ પૂર્ણ કરે છે, એટલે ‘કામધેનું’ નું ગાયન છે. જેમ કોઈ ખાણ સંપન્ન હોય છે તો જેટલું ઈચ્છે, એટલું સંપન્ન થઇ શકાય છે. હદ ની ખાણ માં વિશેષતા હશે. હદ ની ખાણ થી એક વસ્તુ મળે. પરંતુ આ વિચિત્ર ખાણ છે જેને જે જોઈએ તે મળી શકે છે. એવાં સેવાધારી તડપતી આત્માઓ ને સહજ જ મંઝિલ નો અનુભવ કરાવે છે. સદા હર્ષિત, સદા સંતુષ્ટ આ પ્રાપ્તિનું વરદાન, સેવાધારી ને સ્વતઃ પ્રાપ્ત થાય છે. કારણકે તે જાણે છે કે દરેક આત્મા નો ભિન્ન પાર્ટ છે. પાર્ટધારી નાં કોઈપણ પ્રકારનાં પાર્ટ ને જોઈ, અસંતુષ્ટ ન થાય. એવાં સેવાધારી નાં મન થી સદૈવ હર્ષિત અને સંતુષ્ટ રહેવાનાં ગીત કયાં નીકળે? વાહ બાબા! વાહ મારો પાર્ટ! અને વાહ મીઠો ડ્રામા! જ્યારે સ્વયં સદા આ મન નાં ગીત ગાએ ત્યારે જ સર્વ આત્માઓ પણ હમણાં પણ અને આખા કલ્પ માં પણ એમની વાહ-વાહ કરે છે.
એવાં સેવાધારી સદા વિજય નાં માળાધારી હોય છે. સફળતા સ્વત: અધિકાર છે - એ જ નિશ્ચય અને નશા માં રહે છે. સદા સંપન્ન અને બાપ નાં સમીપ અનુભવ કરે છે. આ છે સેવાધારીઓની પ્રાપ્તિ. એવું લક્ષ અને લક્ષણ અને પ્રાપ્તિ અનુભવ કરો છો? જ્યારે બ્રાહ્મણોનાં જીવન નું વિશેષ કર્તવ્ય જ આ છે, પોતાનાં કર્તવ્ય ને યથાર્થ રીતે નિભાવી રહ્યાં છો? એક છે - બાપ થી પ્રીત ની રીત નિભાવવી, બીજું છે - કર્તવ્ય નિભાવવું. તો બંને નિભાવવા વાળા છો કે ફક્ત કહેવા વાળા છો? ફક્ત કહેવા વાળા તો નથી ને? કહેવા વાળા નહીં, કરવા વાળા બનો! સમજ્યાં! સેવાધારીઓ નું મહત્વ શું છે? અચ્છા.
એવાં દિવસ-રાત સેવા માં તત્પર રહેવા વાળા, સંપન્ન બની સર્વ ને સંપન્ન બનાવવા વાળા, સર્વ સ્વરુપ થી ઓલરાઉન્ડ સેવા કરવા વાળા, સદા સર્વ પ્રતિ કલ્યાણ અને રહેમ ની ભાવના રાખવા વાળા, એવાં વિશેષ સેવાધારીઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ ની સાથે :- સદૈવ એક મંત્ર યાદ રાખો - બાપ ને દિલ નાં સાચ્ચા સાથી બનાવીને રાખશો તો સદા અનુભવ કરશો, ખુશીઓની ખાણ મારી સાથે છે. સદા આ સંગ નો રુહાની રંગ લાગેલો રહેશે. કારણ કે મોટામાં મોટો સંગ ‘સર્વશક્તિમાન્' નો છે. સતસંગ ની મહિમા છે તો સદા બુદ્ધિ દ્વારા સત્ બાપ, સત્ શિક્ષક, સત્ ગુરુ નો સંગ કરવો - આ જ સતસંગ છે. આ સતસંગ માં રહેવાથી સદા હર્ષિત અને હલકાં રહેશો. કોઈપણ પ્રકારનો બોજ અનુભવ નહીં થશે. નિશ્ચયબુદ્ધિ છો - આ તો ઠીક છે. પરંતુ નિશ્ચય નું રિટર્ન (વળતર) છે - બાપ ને સદા નાં સાથી બનાવીને રાખવાં. પળે-પળે બાપ નો સાથ હોય. સદા સાથ નાં અનુભવ થી સંપન્ન અનુભવ કરશો. એવું લાગશે જાણે ભરપૂર છીએ. જ્યારે બાપ ને પોતાનાં બનાવ્યાં તો બાપ નું જે પણ છે, બધું પોતાનું થઈ ગયું.
સદા ઈશ્વરીય નશા માં અને ભવિષ્ય દેવપદ નાં નશા માં રહો છો? સંગમયુગ ની પ્રાલબ્ધ શું છે? બાપ ને પામવાં. અને ભવિષ્ય ની પ્રાલબ્ધ દેવપદ પામવું. તો બંને પ્રાલબ્ધ ની સ્મૃતિ રહે છે? જેને બાપ મળી ગયાં એને કેટલો નશો હશે, બાપ ની ઉપર બીજું કંઈ નથી! બાપ મળ્યાં, બધું મળ્યું. સદા યાદ માં રહેવાથી જે પણ પ્રાપ્તિ છે, એનો અનુભવ કરી શકો છો. યાદ નહીં તો પ્રાપ્તિ નો અનુભવ નહીં. સદા પ્રાપ્તિ નાં નશા માં રહો, હું માસ્ટર સર્વશક્તિમાન્ છું. શક્તિઓ બાપ ની પ્રોપર્ટી (સંપત્તિ) છે તો બાળકોનો એનાં પર અધિકાર છે. અધિકારી બાળકોનાં મન થી સદૈવ આ જ ગીત નીકળશે જે પામવાનું હતું તે પામી લીધું (જો પાના થા પા લિયા).
કોઈપણ પ્રકારનાં વિઘ્ન રસ્તે ચાલતાં આવે તો નિર્વિઘ્ન રહેવાંની યુક્તિ આવડી ગઈ છે? વિઘ્ન ને હટાવવું સહજ છે કે મુશ્કેલ? જ્યારે બાપ નો હાથ છોડો છો તો મુશ્કેલ લાગે છે. જો બાપ સદા સાથે રહે તો કાંઈ મુશ્કેલ નથી. બાપ નો સાથ છોડવાથી કમજોર થઈ જાઓ છો. કમજોર ને નાની વાત પણ મોટી લાગે. બહાદુર ને મોટી વાત પણ નાની લાગે. જ્યારે બાપ સાથ આપવા માટે તૈયાર છે, લેવા વાળા ન લે તો બાપ શું કરે? કિનારો નહીં કરો તો સદા સહજ લાગશે.
પાંડવ અર્થાત્ બાપ નાં સાથ ની સ્મૃતિ માં રહેવા વાળા. કલ્પ પહેલાં પણ પાંડવો ની સ્મૃતિ ની વિશેષતા શું ગવાઇ છે? પાંડવો ને નશો હતો બાપ અમારી સાથે છે. બાપ નાં સાથ નો નશો હોવાનાં કારણે ચેલેન્જ (પડકાર) કરવા વાળા બન્યાં. ચેલેન્જ કરી ને કે અમે વિજયી બનશું. ચેલેન્જ નો આધાર હતો બાપ નો સાથ. તો જ્યારે પાંડવો નાં સાથ ની આ વિશેષતા ગવાઈ છે તો પ્રેક્ટિકલ માં કેટલો નશો હશે? માયા નાં મોટાં-મોટાં મહાવીર નું પાંડવો ની આગળ શું રીઝલ્ટ (પરિણામ) આવ્યું? વિનાશ ને પ્રાપ્ત થયાં. એવાં માયા નાં વિઘ્નો ને પાર કરવા વાળા અનુભવ કરો છો કે માયા થી ગભરાઓ છો? કોઈપણ પ્રકારનાં માયા નાં વિઘ્ન આવે પરંતુ ત્રિકાળદર્શી છો અર્થાત્ માયા કેમ આવે છે અને એને ભગાવવાની યુક્તિ કઈ છે - આ બધું જાણવા વાળા. માયા આવી ગઈ શું કરીએ, એવાં ગભરાવા વાળા નહીં. પાંડવો નું ચિત્ર પણ ગોવાળ નાં રુપમાં દેખાડે છે. સદા ગ્વાલ-બાળ સાથે રહેતાં હતાં. ચૈતન્ય પોતાનું જડ યાદગાર જોઈ રહ્યાં છો, આ વન્ડરફુલ (અદ્દભુત) વાત છે ને.
શક્તિઓનું કે ગોપીઓનું યાદગાર છે, ખુશીમાં નાચવું. પગ માં ઝાંઝર પહેરીને નાચતાં દેખાડે છે. જે સદા ખુશીમાં રહે એમનાં માટે કહે છે - ખુશી માં નાચી રહ્યાં છે. નાચે છે તો પગ ઉપર રાખે છે. એમ જ જે ખુશીમાં નાચવા વાળા હશે એમની બુદ્ધિ ઉપર રહેશે. દેહ ની દુનિયા કે દેહધારીઓમાં નહીં, પરંતુ આત્માઓ ની દુનિયામાં, આત્મિક સ્થિતિ માં હશે. એ રીતે ખુશી માં નાચતાં રહો. સદા ખુશી કોને રહેશે? જે પોતાને ગોપિકા સમજશે. ગોપિકા નો અર્થ છે - જેની લગન સદા ગોપી વલ્લભ ની સાથે હોય. પોતાને ગૃહસ્થી માતા નહીં પરંતુ ગોપિકા સમજો, ગૃહસ્થી શબ્દ જ સારો નથી લાગતો. ગોપિકાઓનું નામ લેતાં જ બધાં ખુશ થઈ જાય છે. જ્યારે નામ લેવાથી બીજાં ખુશ થઇ જાય છે તો સ્વયં ગોપીકાઓ કેટલી ખુશ હશે!