Search for a command to run...
30 Jan 1979
સર્વ બંધનો થી મુક્તિની યુક્તિ
30 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા બધાં સ્નેહી સિકીલધા બાળકોને જોઈ હર્ષાય રહ્યાં છે. જેમ બાપદાદા દૂરદેશ થી બાળકોને મળવા આવે છે એમ બાળકો પણ દૂરદેશો થી બાપની સાથે મિલન મનાવવા આવે છે. આ અલૌકિક મેળો અર્થાત્ બાપ બાળકોનું મિલન કલ્પની અંદર હમણાં સંગમ પર જ થાય છે, હમણાં નહીં તો ક્યારેય નહીં. બાપદાદા બધાં બાળકોની વિશેષ ધારણાઓને જોઈ રહ્યાં છે. સાંભળવું, આ તો જન્મ-જન્માન્તર થી કરતાં જ આવ્યાં પણ આ અલૌકિક જન્મ માં અર્થાત્ બ્રાહ્મણ જીવન માં વિશેષતા છે જ ધારણા સ્વરુપ બનવાની. તો બાપદાદા પરિણામ જોઈ રહ્યાં છે. દરેક બ્રાહ્મણ બાળક કર્મ કરવાં પહેલાં ત્રિકાળદર્શી સ્ટેજ (અવસ્થા) પર સ્થિત થઈ ત્રણેય કાળોને જાણવાવાળા બની કર્મ નાં આદિ, મધ્ય, અંત ને જાણીને કર્મ કરે છે! અને પછી કર્મ કરતાં સમયે સાક્ષીદૃષ્ટા થઈ પાર્ટ ભજવે છે. આવો પાર્ટ ભજવવાવાળા વર્તમાન સમય અને ભવિષ્ય માં પણ પૂજ્ય સ્વરુપ બની અનેક આત્માઓની સામે દૃષ્ટાંતરુપ બને છે. ત્રિકાળદર્શી, સાક્ષીદૃષ્ટા અને પછી દૃષ્ટાંતરુપ. ત્રણેય સ્થિતિ માં હમણાં ક્યાં સુધી પહોંચ્યા છે? જેમ સાકાર બાપ ને જોયાં એમ ફોલો ફાધર (બાપનું અનુસરણ) છે? દરેક કર્મ ત્રિકાળદર્શી બની કરવાથી ક્યારેય પણ કોઈ કર્મ વિકર્મ નથી થઈ શકતું, સદા સુકર્મ થશે. ત્રિકાળદર્શી ન બનવાનાં કારણે જ વ્યર્થ કર્મ અને પાપ કર્મ થાય છે. એમ જ સાક્ષીદૃષ્ટા બનીને કર્મ કરવાથી કોઈ પણ કર્મ નાં બંધન માં કર્મબંધની આત્મા નહીં બનશે. કર્મનું ફળ શ્રેષ્ઠ હોવાનાં કારણે કર્મ સંબંધ માં આવશે, બંધન માં નહીં. સદા કર્મ કરતાં પણ ન્યારા અને બાપ નાં પ્યારા (પ્રિય) અનુભવ કરશે. એવી ન્યારી અને પ્યારી આત્માઓ હજી પણ અનેક આત્માઓની સામે દૃષ્ટાંત અર્થાત્ ઍક્ઝામ્પલ બને છે, જેને જોઈને અનેક આત્માઓ સ્વયં પણ કર્મયોગી બની જાય છે અને ભવિષ્ય માં પણ પૂજનીય બની જાય છે. એવાં બાપ સમાન બન્યાં છો? બંધન મુક્ત આત્મા બન્યાં છો? સર્વ સંબંધ બાપની સાથે જોડવાં અર્થાત્ સર્વ બંધનો થી મુક્ત થવું. અનેક જન્મોનાં અનેક પ્રકારનાં બંધન ને સમાપ્ત કરવાનું સહજ સાધન બાપ સાથે સર્વ સંબંધ. જો કોઈ પણ પ્રકાર નું બંધન અનુભવ કરો છો તો એનું કારણ છે સંબંધ નથી. બાપ-દાદા પરિણામ જોઈ રહ્યાં હતાં કે હજી સુધી કયાં-કયાં બંધનયુક્ત છે. દેહ નાં બંધનનું કારણ છે દેહી નો સંબંધ બાપ સાથે નથી જોડ્યો. બાપની સ્મૃતિ અને દેહી સ્વરુપ ની સ્મૃતિ ની ધારણા નથી થઈ. પહેલો પાઠ કાચ્ચો છે. સેકન્ડ માં દેહ થી ન્યારા બનવાનો અભ્યાસ સેકન્ડમાં દેહનાં બંધન થી મુક્ત બનાવી દે છે. સ્વીચ ચાલુ થઈ અને ભસ્મ. જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં સાધનો દ્વારા પણ વસ્તુ સેકન્ડમાં પરિવર્તન થઈ જાય છે એમ સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ થી, દેહી નાં સંબંધ થી બંધન ખતમ. હજી સુધી પણ જો પહેલી સ્ટેજ દેહનાં બંધન માં હોય તો શું કહેશે! હજી સુધી પહેલાં ધોરણ માં છે. જેમ કોઈ વિદ્યાર્થી કમજોર હોવાનાં કારણે ઘણાં વર્ષ એક જ ધોરણ માં રહે છે, તો વિચારો ઈશ્વરીય ભણતર નો છેલ્લો સમય ચાલી રહ્યો છે અને હજી સુધી પણ દેહ નાં સંબંધ ની પહેલી ચોપડી માં હોય, એવાં વિદ્યાર્થી ને શું કહેશે. કઈ પંક્તિ માં આવશે! પામવાવાળા કે જોવાવાળા. તો હજી સુધી પહેલાં ધોરણ માં તો નથી બેઠાં! પરધર્મ માં સ્થિત થવું સહજ હોય છે કે સ્વધર્મ માં? સ્વધર્મ છે દેહી અર્થાત્ આત્મિક સ્વરુપ. પરધર્મ છે દેહ સ્વરુપ, તો સહજ શું અનુભવ થાય છે? જેવું નામ છે સહજ રાજયોગી એવો જ અનુભવ છે? કે નામ અને કામ માં ફરક છે?
બીજા નંબર નું બંધન છે મન નું બંધન. આ મન નાં બંધન નું સાધન છે સદા મનમનાભવ. આ પહેલો મંત્ર સદા જીવન માં અનુભવ કરો છો? સદા એક બાપ બીજું ન કોઈ. આ પહેલો વાયદો નિભાવવો અર્થાત્ મન નાં બંધન થી મુક્ત થવું. તો પહેલો વાયદો નિભાવતાં આવડે છે ને? કહેતાં આવડે છે કે નિભાવતાં આવડે છે? નિભાવવું અર્થાત્ પામવું, આમાં પણ તપાસો કે ક્યાં સુધી બંધન મુક્ત બન્યાં છીએ? સદા સર્વ આકર્ષણો થી પરે એક જ લગન માં મગન છીએ? એક રસ છીએ? અચળ છીએ કે ચંચળ છીએ? જો હજી સુધી ચંચળ છો તો શું કહેશે? હજી સુધી નાનાં બાળક છો અને સ્ટેજ (અવસ્થા) આવી પહોંચી છે વાનપ્રસ્થ ની, આવી સ્ટેજ નાં સમયે આ ચંચળતા! બાળપણ ની સ્ટેજ સારી લાગે છે? બ્રાહ્મણ જન્મ નો અધિકાર માસ્ટર સર્વશક્તિમાન પ્રાપ્ત કર્યો છે? અધિકાર ની સામે આ દેહ કે મન નાં બંધન રહી શકે છે? પ્રેક્ટિકલ (વ્યવહારિક) અનુભવ શું છે? સદા આ ત્રણ વાતો યાદ કરો - ત્રિકાળદર્શી પછી સાક્ષીદૃષ્ટા અને એનાં પરિણામે વિશ્વ ની સામે દૃષ્ટાંતરુપ. આ સ્થિતિ ને સદા યાદ રાખો તો સદા બંધનમુક્ત જીવનમુક્ત અવસ્થા નો અનુભવ કરશો. પુરુષાર્થ નો સમય ખૂબ વીતી ગયો. હવે થોડાં નો પણ થોડો જ રહ્યો છે. સમયનાં પ્રમાણે પોતાનું પરિણામ તપાસો. આ મેળા નો પણ થોડો સમય રહ્યો છે, એટલે હવે સાંભળ્યું તો ખૂબ, સાંભળવું અર્થાત્ વાણી દ્વારા જ આ બ્રાહ્મણ જન્મ લીધો એટલે મુખ વંશાવલી કહેવાઓ છો. તો જન્મ થી જ સાંભળતાં આવ્યાં છો હવે શું કરવાનું છે? સાંભળ્યા પછી છે સ્વરુપ બનવું. એટલે છેલ્લી સ્ટેજ સ્મૃતિ સ્વરુપ ની છે. એવી સ્ટેજ માં ક્યાં સુધી પહોંચ્યા છો? સિઝન નું પરિણામ પણ શું? સાંભળવું અને મળવું અને સમાન બનવું. સ્નેહ નો સબૂત (પ્રમાણ) છે જ સમાન બનવું. જે સ્ટેજ થી બાપ નો સ્નેહ છે એવી સ્ટેજ ને પામવું. એવાં સ્નેહી છો ને? સદા પોતાનાં સંપૂર્ણ સ્વરુપ ને સામે રાખવાથી માયાનો સામનો કરવો બહુ સહજ થશે. બાપદાદા આ જ પરિણામ જોવા ઈચ્છે છે આ પરિણામ ને પ્રેક્ટિકલ માં લાવવાં માટે વિશેષ ધારણાઓ યાદ રાખો - ૧. મધુરતા ૨. નમ્રતા. આ વિશેષ બે ધારણાઓ થી સદા વિશ્વ કલ્યાણકારી મહાદાની વરદાની બની જશો અને સહજ જ સ્નેહ નું સબૂત આપી શકશો. સમજ્યાં - હવે શું કરવાનું છે? આ કરવાનું છે અને કંઈક છોડવાનું પણ છે. છોડવાનું શું છે? જ્ઞાની તૂ આત્મા હોવાનાં કારણે ભક્તિનાં સંસ્કાર ભિખારી બની માંગવાનાં કે ફક્ત બાપની મહિમા કે કીર્તન ગાવાનાં, મન દ્વારા અહિયાં-ત્યાં ભટકવાનાં, પોતાનાં ખજાના ને વ્યર્થ ગુમાવવાનાં આ જૂનાં સંસ્કાર સદા માટે સમાપ્ત કરો અર્થાત્ જૂનાં સંસ્કારો નો સંસ્કાર (અંતિમ સંસ્કાર) કરો. આ છે છોડવું. તો હવે સમજ્યાં શું કરવાનું છે? શું છોડવાનું છે? જ્ઞાની તૂ આત્મા અર્થાત્ વિજયી. અચ્છા.
એવાં એક સેકન્ડમાં સ્વ પરિવર્તન કરવાવાળા, સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવાવાળા, સર્વ બંધનો થી મુક્ત, સદા યોગયુક્ત, જીવનમુક્ત, બાપદાદા નાં સ્નેહી અર્થાત્ સમાન બનવાવાળા એવાં સદા વિજયી રત્નો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. સદા પોતાને પદમાપદમપતિ સમજો છો? જે દરેક કદમ માં પદમો ની કમાણી જમા કરે છે તેઓ શું થઈ ગયાં? પદમાપદમપતિ થઈ ગયાં ને! તમારી સામે આજકાલ નાં નંબરવન ધનવાન પણ શું છે? ભિખારી. કારણ કે જેટલું ધન હશે તો ધન ની સાથે બીજું શું હોય છે, દુઃખ પણ હોય છે. તો જે દુઃખી હશે તેઓ સુખ નાં ભિખારી તો હશે ને. તો ભલે વિશ્વ માં જેટલાં પણ મોટાં પ્રસિધ્ધ નામી-ગ્રામી ધનવાન હોય પરંતુ તમારી સામે બધાં ભિખારી છે. હવે એવો સમય પ્રેક્ટિકલ માં જોશો જે નામી-ગ્રામી ધનવાન હમણાં સાંભળવા માટે તૈયાર નથી, જેમને વિચારવાની ફુરસદ નથી એ બધાં તમારી સામે ભિખારી ની કતાર માં હશે, તરસશે, તડફશે, એક સેકન્ડ નાં સુખ માટે. એવાં સમય પર આપ સહુ મહાદાની સ્ટેજ પર સ્થિત થઈ બધાંને દાન આપશો. તો એટલો નશો રહે છે કે અમે વિશ્વ માં સૌથી માલામાલ છીએ? શરુઆત માં પણ સ્થાપના નાં સમયે સમાચાર પત્ર માં શું છપાવડાવ્યું હતું, લોકોએ કહ્યું ઓમ મંડળી ગઈ કે ગઈ અને બાપ એ છપાવ્યું ઓમ મંડળી આખાં વિશ્વ માં સૌથી ધનિક છે, માલામાલ છે. બધાં ભૂખે મરી શકે છે પરંતુ બાપનાં બાળકો ભૂખે ન મરી શકે કારણ કે ‘અમર ભવ’ નું વરદાન મળેલું છે. જે વરદાની છે તેઓ સદા માલામાલ છે તો એવો નશો અને ખુશી સદા કાયમ રહે, ક્યારેક-ક્યારેક નહીં. અમર ભવ અર્થાત્ નિરંતર સદા ખુશી માં બાપની સાથે સમાનતા નો રાસ રમતાં રહો. બાપની સાથે રાસ પણ એ જ રમશે જે સમાન હશે. સદા સમાનતા જ રાસ છે તો એવો રાસ રમો છો? જે અહીં સદા બાપ નાં સમાન રહે છે અને ખુશી માં નાચતાં રહે છે તેઓ પછી ભવિષ્યમાં પણ સાથે-સાથે રાસ કરશે. બ્રહ્મા બાપ ની સાથે પાર્ટ ભજવવો, તો બાપ સમાન હશે ત્યારે તો પાર્ટ ભજવશે ને.
શક્તિ સેના સદા વિજય નો ઝંડો લહેરાવવા વાળી છે ને? કેટલો ઊંચો ઝંડો લહેરાવ્યો છે? એટલો ઊંચો ઝંડો છે જે આખું વિશ્વ જોઈ શકશે. ઝંડો લહેરાવ્યો જરુર છે પરંતુ હવે ઊંચો ઉઠાવવાનો છે. જો કોઈ આકર્ષણ ની વસ્તુ ક્યાંય પણ નજર આવે તો બધાંની નજર આપમેળે જાય છે, ન ઇચ્છતાં પણ આકર્ષણ થાય છે. તો એવો આકર્ષણવાળો ઝંડો લહેરાવો જે ન ઇચ્છતાં પણ બધાંની નજર જાય. આમ તો ધરણી હવે પરિવર્તન થઈ રહી છે, હવે બધાનાં કાન માં આ આવાજ ગુંજવાનો છે કે જો સત્ય કાર્ય છે તો આમનું જ છે, બધી બાજુ થી નિરાશ થશે અને આ જ તરફ આશા નો દીપક દેખાશે. એનાં માટે સંપર્ક વધારો. સમય પર સંપર્ક નહીં સદા સંપર્ક. સંપર્ક માં આવવા વાળાઓને આગળ વધારતાં ચાલો, કોઈને કોઈ કાર્યક્રમ સમય પ્રતિ સમય રાખો છો. દરેક વર્ગ ની સેવા કરવાની છે, અંતમાં કોઈ પણ ફરિયાદ ન કરે કે અમને નહીં કહ્યું. એટલે બધાં ધર્મ વાળાઓને સંદેશ જરુર આપવાનો છે.
૨. તમોગુણી વાતાવરણ થી સેફ્ટી (સુરક્ષા) નું સાધન - બાપ નો સાથ:- પોતાને આ જૂની દુનિયામાં રહેતાં કમળ પુષ્પ ની સમાન ન્યારા અને બાપ નાં અતિ પ્યારા અનુભવ કરો છો? જેમ કમળ નું પુષ્પ કિચડ માં રહેતાં પણ ન્યારું રહે છે, એમ જૂની દુનિયામાં રહેતાં, તમોગુણી વાતાવરણ થી ન્યારાં રહો છો? તમોગુણી વાતાવરણ નો પ્રભાવ તો નથી પડતો. જે સદા બાપ ને પોતાનાં સાથી બનાવી અને સાક્ષી રહીને પાર્ટ ભજવે છે તેઓ સદા ન્યારા હશે. જેમ વોટરપ્રુફ હોય છે તો કેટલું પણ પાણી પડે પરંતુ એક ટીપું પણ અસર નહીં કરે. એવાં સદા માયાપ્રુફ છો કે માયાની અસર થાય છે? જ્યારે બાપનાં સાથ નો કિનારો કરો છો ત્યારે અસર થાય છે. કિનારો જોઈને માયા પોતાનો વાર કરી દે છે. સદા સાથે રહો તો માયા નો વાર ન થઈ શકે. બધાં બાળકોને માયાજીત બનવાનું વરદાન છે પણ માયાજીત નું પેપર તો હશે ને! પાસ નહીં થાઓ તો પાસ વિથ ઓનર કેવી રીતે કહેવાશો. સદા એ યાદ રાખો કે અમે સર્વશક્તિમાન ની સાથે છીએ. જો કોઈ બહાદુર નો સાથ હોય છે તો કેટલાં નિર્ભય રહે છે, આ તો સર્વશક્તિમાન નો સાથ છે તો કેટલાં નિર્ભય રહેવું જોઈએ. સદા પોતાનાં ભાગ્ય નો તારો ચમકતો જુઓ. દુનિયાવાળા આજે પણ તમારાં ભાગ્યનું વર્ણન કરી રહ્યાં છે, તો પોતાનાં ભાગ્ય નો તારો જોતાં રહો.
૩. ડબલ લાઈટ ની સ્થિતિ થી પહાડ જેવું કાર્ય પણ રુ સમાન:- બધાં ડબલ લાઈટ છો ને! કોઈ પણ પ્રકાર નો બોજો અનુભવ ન થાય એ છે ડબલ લાઈટ. ડબલ લાઈટ અર્થાત્ બિંદી સ્વરુપ આત્મા માં પણ કોઈ બોજ નહીં અને જ્યારે ફરિશ્તા બની જાઓ તો એમાં પણ કોઈ બોજ નહીં. તો કાં તો પોતાનું બિંદુ રુપ યાદ રહે અથવા કર્મ માં ફરિશ્તા સ્વરુપ - એવી સ્ટેજ પર સ્થિત રહેવાથી કેટલું પણ મોટું કાર્ય એવો અનુભવ કરશો જેમ કરન કરાવનહાર કરાવી રહ્યાં છે. નિમિત્ત સમજશો તો ડબલ લાઈટ રહેશો. ટ્રસ્ટી અર્થાત્ ડબલ લાઈટ, ગૃહસ્થી અર્થાત્ બોજ વાળા. ટ્રસ્ટી થઈને ચાલવાથી બોજ પણ નહીં અને સફળતા પણ વધુ. ગૃહસ્થી સમજવાથી મહેનત પણ વધારે અને સફળતા પણ ઓછી. તો સદા ડબલ લાઈટ નાં સ્વરુપ ની સ્મૃતિની સમર્થી માં રહો તો કોઈ પણ પહાડ જેવું કાર્ય પણ રાઈ નહીં પણ રુ જેવું થઈ જશે. રાઈ છતાં પણ કડક હોય છે, રુ એનાથી પણ હલકું, તો રુ નાં સમાન અર્થાત્ અસંભવ પણ સંભવ થઈ જશે. અચ્છા.
૪. પોતાની સ્થિતિ ને શક્તિશાળી બનાવવાનું સાધન છે - શ્રેષ્ઠ સ્મૃતિ:- સદા પોતાને શ્રેષ્ઠ આત્મા સમજતાં દરેક સંકલ્પ અને કર્મ શ્રેષ્ઠ કરો છો? કારણ કે જેવી સ્મૃતિ હોય છે એવી સ્થિતિ સ્વતઃ બની જાય છે. તો સ્મૃતિ રહે છે કે અમે મહાન શ્રેષ્ઠ આત્મા છીએ. સ્મૃતિ ને સદા તપાસો કે નિરંતર વિશેષ આત્માની રહે છે કે ચાલતાં-ચાલતાં સાધારણ બની જાય છે. સદા પોતાનું કર્તવ્ય કે હું વિશ્વમાં બ્રાહ્મણ ચોટી છું. સદા પોતાનાં મસ્તક પર સ્મૃતિ નું તિલક લાગેલું હોય. લૌકિક રીતે પણ બ્રાહ્મણ તિલક લગાવે છે, તો આ નિશાની હવે સંગમયુગ ની છે, તો સદા તિલક કાયમ રહે છે? માયા મિટાવતી તો નથી. સદા અટેન્શન (ધ્યાન) રહે તો સ્મૃતિ નું તિલક અમિટ અને અવિનાશી રહેશે. અચ્છા - ઓમ્ શાંતિ.