Search for a command to run...
4 Feb 1980
ભાગ્ય વિધાતા બાપ અને ભાગ્યશાળી બાળકો
4 February 1980 · ગુજરાતી
આજે જ્ઞાન દાતા, ભાગ્ય વિધાતા બાપ બાળકોનાં ભાગ્યને જોઈ રહ્યાં છે. સર્વ શ્રેષ્ઠ આત્માઓનું ભાગ્ય કેટલું શ્રેષ્ઠ છે, અને કેવી રીતે શ્રેષ્ઠ છે? જેમ આપ સૌ બાપનો પરિચય આપો છો ત્યારે વિશેષ ૬ વાતો જણાવો છો. જેનાં દ્વારા બાપ નાં પરિચય ને સ્પષ્ટ કરો છો. જો આ ૬ વાતો ને જાણી લો તો આત્મા શ્રેષ્ઠ પદ ને પામી શકે છે. વર્તમાન અને ભવિષ્ય, બંન્ને માં સર્વ પ્રાપ્તિનાં અધિકારી બની શકે છે. એમ બાપદાદા પણ બાળકોનાં ભાગ્ય ને ૬ વાતો નાં આધારે જોઈ રહ્યાં હતાં. ૬ વાતો તો સારી રીતે જાણો છો?
૧. આપ શ્રેષ્ઠ આત્માઓનાં નામનું પણ ભાગ્ય છે - જે આપના નામ હમણાં પણ વિશ્વની આત્માઓ વર્ણન કરે છે. જેમ ‘બ્રાહ્મણ ચોટી’. આપનાં બ્રાહ્મણ નામ થી આજ નાં નામધારી બ્રાહ્મણ હમણાં અંતિમ સમય સુધી પણ શ્રેષ્ઠ ગવાઈ રહ્યાં છે. હમણાં સુધી પણ કામ બદલાઈ ગયું છે પરંતુ નામનું માન મળી રહ્યું છે. એમ જ ‘પાંડવ સેના’, આજ સુધી પણ આ પાંડવ નામ થી દિલશિકસ્ત (હતાશ) આત્મા સ્વયંને ઉત્સાહ અપાવે છે કે પાંચ પાંડવ નાં સમાન બાપ નો સાથ લેવાથી વિજયી બની જઈશું. થોડા છીએ પણ કાંઈ વાંધો નથી. પાંડવ સદા વિજયી રહ્યાં છે. અમે પણ વિજયી બની શકીએ છીએ, એ જ પ્રકાર થી ‘ગોપ-ગોપીઓ’! આજે પણ ગોપ-ગોપીઓની મહિમા કરતાં ખુશીમાં આવી જાય છે. નામ સાંભળતાં જ પ્રેમ માં લવલીન થઈ જાય છે. એ જ પ્રમાણે આપના નામનું પણ ભાગ્ય છે.
૨. રુપ નું પણ ભાગ્ય છે - શક્તિઓનાં રુપમાં હમણાં સુધી પણ ભક્ત લોકો દર્શન માટે ઠંડી-ગરમી સહન કરી રહ્યાં છે. અહીંયા તો આમ પણ આરામ છે. તેઓ તો ધરતી અને આકાશ ની વચ્ચે ઉભાં-ઉભાં તપસ્યાં કરે છે. તો શક્તિઓનાં રુપમાં, દેવી-દેવતાઓનાં રુપમાં પૂજન થવાનું ભાગ્ય છે. બન્ને રુપમાં પૂજ્ય બનો છો. તો રુપ નું ગાયન અને પૂજન છે. વિશેષ પૂજન નું જ ભાગ્ય છે.
૩. આપનાં ગુણોનું ભાગ્ય છે - આજ સુધી કીર્તન નાં રુપમાં વર્ણન કરી રહ્યાં છે. એવું વર્ણન કરે છે જેથી આપનાં ગુણોનાં ભાગ્ય નો પ્રભાવ અલ્પકાળ માટે કીર્તન કરવા વાળાને પણ શાંતિ અને ખુશી નો, આનંદ નો અનુભવ થાય છે. આ છે ગુણોનું ભાગ્ય. હજી આગળ ચાલો.
૪. કર્તવ્ય નું ભાગ્ય - આજ સુધી આખા વર્ષમાં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં ઉત્સવ મનાવે છે. આપ શ્રેષ્ઠ આત્માઓએ અનેક પ્રકાર નાં સાધનો દ્વારા ઉત્સાહ અપાવ્યો છે. એટલે કર્તવ્ય નાં ભાગ્ય ની નિશાની ઉત્સવ મનાવે છે. આગળ વધો -
૫. નિવાસ સ્થાન - નિવાસ-સ્થાન અર્થાત્ રહેવાનું ધામ. એનું યાદગાર ‘તીર્થસ્થાન’ છે. આપના સ્થાન નું પણ એટલું ભાગ્ય છે જે સ્થાન તીર્થસ્થાન થઈ ગયાં છે. જેની માટીનું પણ ભાગ્ય છે. જો તીર્થસ્થાન ની માટી પણ મસ્તક પર લગાવે છે તો પોતાને ભાગ્યશાળી સમજે છે. જે સ્થાન નું ભાગ્ય છે હજી આગળ -
૬. આ સંગમ સમય નાં ભાગ્યનું વર્ણન વિશેષ અમૃતવેળા નાં રુપમાં ગવાય છે. અમૃતવેળા અર્થાત્ અમૃત દ્વારા અમર બનવાની વેળા. સાથે-સાથે ધર્માઉ યુગ ‘પુરુષોત્તમ યુગ.’ નુમાશામ નો સમય પણ શ્રેષ્ઠ ભાગ્યનો માને છે. આ બધાં સમયનું ગાયન આપનાં આ સમયનું ગાયન છે. તો સમજ્યાં, આપનાં શ્રેષ્ઠ ભાગ્ય ને?
આજે બાપદાદા દરેક બાળકો નાં ભાગ્યને વિશેષ આ ૬ વાતો થી જોઈ રહ્યાં હતાં. ૬ એ પ્રકાર નાં ભાગ્યને કેટલાં પર્સન્ટેજ (ટકા) માં બનાવ્યાં છે. પોતાના શ્રેષ્ઠ નામની સ્મૃતિ માં ક્યાં સુધી રહો છો, કેટલો સમય રહો છો અને કયાં સ્ટેજ માં (અવસ્થામાં) રહો છો. પોતાનાં દિવ્ય ગુણધારી દેવતાનું રુપ કે માસ્ટર સર્વશક્તિમાન્ શક્તિ રુપ બન્ને રુપમાં સમર્થ સ્વરુપ ક્યાં સુધી છો? એમ દરેક વાતનું રિઝલ્ટ (પરિણામ) જોયું. સંભળાવ્યું ને કે સૂક્ષ્મ વતન માં મહેનત નથી કરવી પડતી તપાસ કરવામાં. સંકલ્પની સ્વીચ ઓન કરી અને દરેક નાં બધાં જ પ્રકારનાં ટોટલ ઈમર્જ (જાગૃત) થઈ જાય છે. સાકાર દુનિયાની માફક મહેનત નથી કરવી પડતી. જે સાયન્સ નાં (વિજ્ઞાનનાં) સાધનો હમણાં નિકળી રહ્યાં છે એનું રિફાઇન (શુદ્ધ) રુપ ત્યાં પહેલે થી જ છે. આ ટી.વી. તો હમણાં નીકળ્યાં છે પરંતુ આપ બાળકોને સૂક્ષ્મ વતન માં સ્થૂળ વતન નું દૃશ્ય સ્થાપના નાં આદિ માં જ દેખાડીને અનુભવ કરાવ્યો છે. સાયન્સ વાળા મહેનતું બાળકો છે, હવે તારાઓ સુધી મહેનત કરી રહ્યાં છે. ચંદ્રમા માં કંઈ મળ્યું નહીં તો સિતારાઓમાં. પરંતુ આપ બાળકો સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ થી સિતારા થી પણ પાર પરમધામ નો અનુભવ આદિ થી કરી રહ્યાં છો તો પણ દરેક બાળક ને મહેનત નું ફળ જરુર મળે છે. એમને પણ વિશ્વમાં નામ-માન-શાન અને સફળતાની અલ્પકાળની ખુશી પ્રાપ્ત થઈ જાય છે. આ પણ ડ્રામાની (નાટકની) અંદર પરવશ છે અર્થાત્ પાર્ટ ને વશ છે. જે ગવાયું છે કે દેવતાઓની આગળ પ્રકૃતિ હીરા રત્નોની થાળીઓ ભરીને આવી. પૃથ્વી અને સાગર તમારા માટે ચારે તરફ ફેલાયેલા સોના અને મોતી-હીરા, એક સ્થાન પર ભેગા કરવા માટે નિમિત્ત બનશે. એને કહેવાય છે - થાળીઓ ભરીને આવ્યાં. થાળીમાં વિખરાયેલી ચીજો એક સાથે થઈ જાય છે ને. તો આ ભારત અને આસપાસ, આ સ્થાન થાળી બની જશે. સેવક બનીને વિશ્વ નાં માલિકો માટે તૈયારી કરી આપની સમક્ષ રાખશે. એમ જ દેવતાઓ માટે સર્વ રિદ્ધિ-સિદ્ધિઓ પણ સેવાધારી બને છે. આ જે અનેક પ્રકાર નાં સાધનો દ્વારા સફળતા એટલે કે સિદ્ધિને પ્રાપ્ત કરે છે આ બધી સિદ્ધિઓ અર્થાત્ સાયન્સ નું પણ રિફાઇન રુપ, સફળતા રુપ સિદ્ધિ નાં રુપ માં તમારા સેવાધારી બનશે. હમણાં તો એક્સિડન્ટ (અકસ્માત) પણ છે અને પ્રાપ્તિ પણ છે. પરંતુ રિફાઇન સિદ્ધિ રુપમાં દુઃખનું કારણ સમાપ્ત થઈ સદા સુખ અને સફળતા રુપ બની જશો. આ જે ભિન્ન-ભિન્ન ડિપાર્ટમેન્ટ (વિભાગ) વાળા છે તે પોત-પોતાનાં નોલેજ ની સિદ્ધિ, ઇન્વેન્શન ની (આવિષ્કાર) સિદ્ધિ તમારી સેવામાં લાવશે. આને કહેવાય છે પ્રકૃતિ પણ દાસી અને સર્વ રિદ્ધિ-સિદ્ધિ ની પ્રાપ્તિ. ઓર્ડર કર્યો અને કાર્ય થયું. આને કહેવાય છે - ‘સિદ્ધિ સ્વરુપ.’ તો સમજ્યાં? આપનું ભાગ્ય કેટલું મોટું છે? બાપ નાં ભાગ્યનું તો આત્માઓ વર્ણન કરે છે પરંતુ આપના ભાગ્યનું બાપ વર્ણન કરે છે. આનાથી મોટું ભાગ્ય ન થયું છે, ન થશે. હમણાં તો બધાને ભાગ્ય નાં સિતારા દેખાઈ રહ્યાં છે, જેમ હમણાં સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે એમ સદા આપના ભાગ્ય નાં સિતારાને ચમકતા જુઓ.
એવાં શ્રેષ્ઠ ભાગ્યશાળી, સર્વ આત્માઓનાં ભાગ્ય બનાવવાનાં નિમિત્ત બનેલી આત્માઓ સદા પ્રકૃતિજીત બની પ્રકૃતિ ને પણ સેવાધારી બનાવવા વાળા, માસ્ટર સર્વશક્તિમાન્ બની શક્તિઓનાં આધાર પર સર્વ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા, એવાં સદા સર્વશક્તિવાન્ બની વિશ્વ કલ્યાણકારી બની વિશ્વની આત્માઓને મહાદાન કે વરદાન દેવા વાળા જ્ઞાનદાતા, ભાગ્ય વિધાતા નાં બાળકો ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
વાયુમંડળ ને પાવરફુલ બનાવવું એ જ બેહદ ની સેવા છે
નિમિત્ત સેવાધારી બહેનો પ્રતિ - સેવાધારી બાળકોની વિશેષ સેવા જ છે - ‘સ્વયં ભરપૂર રહેવું અને સર્વ ને ભરપૂર કરવાં.’ શક્તિ સ્વરુપ રહેવું અને શક્તિ સ્વરુપ બનાવવું. તો આ જ કાર્યમાં બીઝી (વ્યસ્ત) છો? કોર્સ કરાવવો, ભાષણ કરવું એ તો સાત દિવસ નાં વિદ્યાર્થી પણ કરી લે છે. જે કામ કોઈ પણ ન કરે તે તમારે કરવાનું છે. તમને નિમિત્ત બનાવ્યાં જ છે વિશેષ કાર્ય અર્થ. એ વિશેષ કાર્ય છે - બાપ દ્વારા પ્રાપ્ત થયેલી વિશેષતાઓને નિર્બળ આત્માઓમાં આપની શુભ ભાવના અને શ્રેષ્ઠ કામના થી ભરવી. આપનું કાર્ય જ છે સદા શુભભાવના અને શ્રેષ્ઠ કામના સ્વરુપ બનવું. શ્રેષ્ઠ ભાવના નો અર્થ એ નથી કે કોઇનામાં ભાવના રાખતાં-રાખતાં એમનાં ભાવવાન થઈ જાઓ. આ ભૂલ નહીં કરતાં કારણ ચાલતાં-ચાલતાં ઉલ્ટું પણ કરી લે છે. ભાવવાન બનવું એટલે એનાં ભક્ત બની જવું મતલબ એમનાં ગુણો પર ન્યૌછાવર થઈ જવું, એટલે ભક્ત બનવું. તો શુભભાવના પણ બેહદની હોય. એક નાં પ્રતિ વિશેષ ભાવના પણ હદ છે. હદમાં નુકસાન છે, બેહદ માં નથી. વર્તમાન સમયે આપ બાળકોનું કાર્ય છે - નિર્બળ આત્માઓને પોતાની પ્રાપ્ત થયેલી શક્તિઓનાં આધાર પર શુદ્ધ વાયબ્રેશન (પ્રકંપન), વાયુમંડળ દ્વારા શક્તિશાળી બનાવવાં. આ જ કાર્યમાં સદા બીઝી રહો છો? કોર્સ કરાવવાનો સમય હવે ગયો, હવે ફોર્સ નો કોર્સ કરાવવાનો છે. કોર્સ કરાવવાળા બીજા પણ તૈયાર થઈ ગયાં છે. એટલે આપ વાયુમંડળ ને શક્તિશાળી બનાવવાની સેવા કરો. કારણ કે દુનિયાનું વાયુમંડળ દિન-પ્રતિદિન માયાવી બનતું જશે, માયા પણ લાસ્ટ ચાન્સ માં પોતાના યંત્ર-મંત્ર અને જંત્ર જે પણ છે એ બધું યુઝ (ઉપયોગ) કરશે, અટૈક (હુમલો) તો કરશે ને? એમ જ વિદાય નહીં લેશે. એટલે આવા વાયુમંડળ ની વચ્ચે પોતાનાં સેવા સ્થાનો નું વાયુમંડળ બહુજ અવ્યકત અને શક્તિશાળી બનાવો. જેમ તમારા જડ મંદિરોનાં વાયુમંડળ કેવી પણ આત્મા ને પોતાની તરફ આકર્ષિત કરે (ખેંચે) છે, અલ્પકાળ માટે અશાંત, શાંત થઈ જાય છે. જ્યારે જડ ચિત્રો નાં સ્થાન પર એવું વાયુમંડળ છે તો ચૈતન્ય સેવા સ્થાન પર કેવું શક્તિશાળી વાયુમંડળ જોઈએ? તો ચેક કરો - આજનું વાયુમંડળ શક્તિશાળી રહ્યું? જે પણ આવે તે વ્યક્ત અને વ્યર્થ વાતો થી પરે થઈ જાય. આ જે ચાલતાં-ચાલતાં અનેક પ્રકાર નાં વિઘ્ન પડે છે, અથવા તો કોઈ વ્યક્ત ભાવ માં આવી જાય છે તો એનું કારણ વાયુમંડળ માં વ્યક્ત ભાવ છે. જો અવ્યક્ત હોય તો કોઈ વ્યક્ત ભાવની વાતો લઈને પણ આવશે તો બદલાઈ જશે. જેમ જડ મંદિરોમાં અલ્પકાળ માટે બદલાય જાય છે ને. આ સદાકાળ ની વાત છે. કારણ કે તે જડ છે, આ ચૈતન્ય છે. તો હવે ફક્ત ભાષણ કે પ્રદર્શન ની લિસ્ટ (નોંધ) નથી બનાવવાની પરંતુ સાથે-સાથે શક્તિશાળી વાયુમંડળ ની પણ તપાસ કરો.
વાયુમંડળ ને શક્તિશાળી બનાવવાનું સાધન શું છે? પોતાનાં અવ્યક્ત સ્વરુપ ની સાધના. આ જ સાધન છે. એનું વારંવાર અટેન્શન (ધ્યાન) રહે. જે વાત ની સાધના કરીએ છીએ, એ જ વાતનું ધ્યાન રહે છે ને. જો એક પગ પર ઉભા રહેવાની સાધના છે તો વારંવાર એ જ અટેન્શન રહેશે. તો આ સાધના અર્થાત્ વારંવાર અટેન્શન ની તપસ્યા જોઈએ. ચેક કરો કે હું અવ્યક્ત ફરિશ્તા છું! જો સ્વયં નહીં હશો તો બીજાને કેવી રીતે બનાવશો?
બાપ નાં જે પણ ઈશારા મળે છે એ ઇશારાઓ ને સમજીને ચાલતાં રહો. હવે એ પૂછવાનો સમય ગયો કે કેવી રીતે પુરુષાર્થ કરીએ? જો તમે જ પૂછશો તો બીજા આવવા વાળા શું કરશે? એટલે જે ભિન્ન-ભિન્ન પુરુષાર્થની યુક્તિઓ સંભળાવી છે, એમાંથી એક પણ યુક્તિ અપનાવશો તો સ્વયં પણ સફળ થઇ જશો અને બીજાઓ ને પણ સફળ બનાવશો. તો હવે શું કરું અને કેવી રીતે કરું ની ભાષા સમાપ્ત. મુરલી માં રોજ શું કરું અને કેવી રીતે કરું ની વાતોનો રિસ્પોન્સ (પ્રત્યુતર) મળે છે. છતાં પણ પૂછો છો તો માનો કે મુરલી ને પ્રેક્ટિકલ માં લાવવાની શક્તિ ઓછી છે.
છતાં પણ બધાં સેવાધારી બાળકોને બાપદાદા હમશરીક સાથી અર્થાત્ ફ્રેન્ડસ (મિત્ર) સમજે છે. એટલે ફ્રેંડ્સ ને મુબારક છે. પરંતુ પોતાના ફ્રેન્ડસ સમાન એવાં જ સદા સફળતા મૂર્ત બનો. જો એક ફ્રેન્ડ સદા સફળતા મૂર્ત હોય અને બીજો ધીરે-ધીરે ચાલવા વાળો હોય તો હાથમાં હાથ કેવી રીતે મિલાવીને ચાલશે? ફ્રેન્ડ્સ એટલે જ સાથી. પાછળ-પાછળ આવવા વાળાને ફ્રેન્ડ નહીં કહીશું. બાપ છે મંઝિલની નજીક અને બાળકો અટકી ને ચાલવા વાળા હોય. તો પહોંચવાને બદલે જોવાની લાઈન માં આવી જશે. તો એવાં તો નથી ને? સાથે ચાલવા વાળા છો ને?
પાર્ટીઓ સાથે - બધાં પોતાને મોસ્ટ લકીએસ્ટ (સૌથી ભાગ્યશાળી) સમજો છો? એવો અનુભવ કરો છો કે અમે જે જોયું, અમે જે મેળવ્યું એ વિશ્વની આત્માઓ નથી પામી શકતી. તે લોકો એક બુંદ માટે પણ તરસે છે અને તમે બધાં માસ્ટર સાગર બની ગયાં તો મોસ્ટ લકીએસ્ટ થયાં ને! એવું પોતાનું ભાગ્ય સમજીને સદા ચાલો છો? આખો દિવસ યાદ રહે છે કે પ્રવૃત્તિમાં ભૂલી જાઓ છો? જે ચીજ પોતાની થઈ જાય છે એ ક્યારેય ભુલાતી નથી. પોતાની ચીજ પર અધિકાર હોય છે ને! તો બાપ ને પોતાનાં બનાવ્યાં એટલે એમનાં પર અધિકાર રહે છે ને! અધિકારી ક્યારેય પણ ભૂલી નથી શકતાં. યાદમાં નિરંતર રહેવાનું સહજ સાધન છે - ‘પ્રવૃત્તિ માં રહેતાં પર-વૃત્તિ માં રહેવું.’ પર-વૃત્તિ અર્થાત્ આત્મિક રુપ. એવાં આત્મિક રુપમાં રહેવા વાળા સદા ન્યારા અને બાપનાં પ્યારા હશે. કાંઈપણ કરશે પરંતુ એવો અહેસાસ થશે કે કામ નથી કર્યું પરંતુ ખેલ કર્યો છે. ખેલ માં મજા આવે છે ને, એટલે સહજ લાગે છે. તો પ્રવૃત્તિમાં રહેતા ખેલ કરી રહ્યાં છો, બંધન માં નથી. સ્નેહ અને સહજ યોગ ની સાથે-સાથે શક્તિનું પણ એડિશન (ઉમેરો) કરો તો ત્રણેનાં બેલેન્સ થી હાઇ જમ્પ (ઉંચી છલાંગ) લગાવી દેશો.
આ નવા વર્ષમાં વિશેષ પોતાને સાક્ષાત્ બાપ-સમાન બનાવીને ચારેય તરફ ની તડપતી આત્માઓને લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ બનીને રસ્તો બતાવતાં રહો. લક્ષ રાખો કે દરેક આત્મા ને કંઈક ને કંઈક જરુર આપવું છે. ભલે મુક્તિ ભલે જીવનમુક્તિ. કોઈ મુક્તિ વાળા છે તો એમને પણ બાપ નો પરિચય આપીને મુક્તિ નું વરદાન આપો. તો સર્વ પ્રતિ મહાદાની અને વરદાની બની જશો. પોત-પોતાનાં સ્થાન ની સેવા તો કરો છો પરંતુ હવે બેહદનાં વિશ્વ-કલ્યાણકારી બનો. એક સ્થાન પર રહેવા છતાં પણ મન્સા શક્તિ દ્વારા, વાયુમંડળ અને વાયબ્રેશન દ્વારા વિશ્વ-સેવા કરી શકો છો. એવી શક્તિશાળી વૃત્તિ બનાવો જેનાથી વાયુમંડળ બને.