Search for a command to run...
9 Nov 1969
ભવિષ્ય ને જાણવાની યુક્તિઓ
9 November 1969 · ગુજરાતી
બાપદાદા એક-એક દીપક ને એક કાળ (સમય) ની દૃષ્ટી થી જોઈ રહ્યાં છે કે ત્રણેય કાળો ની? બાપ તો ત્રિકાળદર્શી છે. કે દાદા પણ ત્રિકાળદર્શી છે? તમે પણ ત્રિકાળદર્શી છો કે બની રહ્યાં છો? જો ત્રિકાળદર્શી છો તો પોતાનાં ભવિષ્ય ને જુઓ કે જાણો છો? જાણો છો, હું શું બનીશ? પાંડવસેના માં પોતાનાં ભવિષ્ય ને જાણો છો? આ સ્પષ્ટ છે કે શું બનશો અને કઈ રાજધાની માં? લક્ષ્મી-નારાયણ પણ કયા નંબર માં? (દરેકે પોતાનાં વિચાર બતાવ્યાં) જેમ આપ આગળ વધતાં જશો તેમ પોતાનું ભવિષ્ય નામ, રુપ, દેશ, કાળ, - આ ચારેય સ્પષ્ટ થતાં જશે કે કયા દેશ માં રાજ્ય કરવાનું છે, કયા નામ થી, કયા રુપ થી અને કયા સમયે. પહેલી રાજધાનીમાં પણ શું બનશો, બીજી રાજધાનીમાં શું બનશો - આ આખી જન્મપત્રી એક-એક ને પોતાની અંદર સ્પષ્ટ થશે. બાપદાદા જ્યારે પણ કોઈને જુએ છે તો ત્રણેય કાળો ને જુએ છે - પહેલાં શું હતાં, હમણાં શું છે, પછી ભવિષ્ય માં શું બનવાવાળા છે. તો એક-એક દીપક માં આ ત્રણેય કાળ જુએ છે. તમે બે કાળ તો સ્પષ્ટ જાણો છો - પહેલાં શું હતાં અને હમણાં શું છીએ. પરંતુ ભવિષ્યમાં શું થવાનાં છો - તેને જેટલાં-જેટલાં યોગયુક્ત હશો એટલું ભવિષ્ય પણ સ્પષ્ટ જાણી શકશો. જેમ વર્તમાન સ્પષ્ટ છે, વર્તમાન માં ક્યારેય પણ સંકલ્પ નથી ઉઠતો કે છે કે નથી. ખબર નહિં શું છે - આ સંકલ્પ ક્યારેય નહીં ઉઠશે. એજ રીતે ભવિષ્ય પણ સ્પષ્ટ થશે. એવો સ્પષ્ટ નશો દરેક ની બુદ્ધિમાં નંબરવાર આવતો જશે. જેમ સાકાર રુપમાં મા-બાપ બંનેને પોતાનું ભવિષ્ય સ્પષ્ટ હતું - નામ પણ, રુપ પણ સ્પષ્ટ, દેશ પણ સ્પષ્ટ અને કાળ પણ સ્પષ્ટ હતો. એટલું સ્પષ્ટ છે કે કયા સંબંધમાં આવશો, કે સંબંધ પણ સ્પષ્ટ કયા રુપમાં સામે આવશે? હમણાં દિલ માં થોડું-ઘણું કોઈ-કોઈ ને આવી શકે છે. પરંતુ થોડાં સમય પછી આમ જ નિશ્ચયબુદ્ધિ થઈને કહેશો કે આ થવાનું જ છે. હમણાં જો તમે કહેશો તો પણ બીજા નિશ્ચય કરે કે ન કરે. પરંતુ થોડાં સમયમાં તમારી ચલન, તમારો પુરુષાર્થ જે છે તે તમારા ભવિષ્ય તસવીર ને પ્રસિદ્ધ કરશે. હવે તદબીર (પુરુષાર્થ) અને ભવિષ્ય માં થોડો ફરક છે. પરંતુ જેમ-જેમ સમય અને તમારો પુરુષાર્થ સમાન થતો જશે, તો પછી કોઈને સંકલ્પ નહીં ઉઠશે.
આપ સર્વે દીપમાળા (દિવાળી) મનાવી. દિવાળી પર શું કરાય છે? એક દીપક થી અનેક દીપક પ્રગટાવે છે. તો અનેકોની એકની સાથે લગન લાગે છે, આ જ દિવાળી છે. જો એક-એક દીપક ની એક દીપક ની સાથે લગન છે - તો આ જ દિવાળી છે. દીપક માં શું છે? અગ્નિ. તો લગન હશે તો અગ્નિ પણ હશે. લગન નથી તો અગ્નિ પણ નથી. આ જ જોવાનું છે કે અમે દીપક લગન લગાવીને અગ્નિ બન્યાં છીએ? દીપક કેટલાં પ્રકારનાં હોય છે, જે દુનિયામાં પણ પ્રસિદ્ધ છે? (દરેકે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) એક છે અંધકાર ને મિટાવીને પ્રકાશ કરવાવાળો માટીનો સ્થૂળ દીપક અને બીજો છે આત્માનો દીપક, ત્રીજો છે કુળ નો દીપક અને ચોથો કયો છે? આશાઓનો દીપક કહે છે ને. બાપને બાળકો માં આશા રહે છે. તો ચોથો છે આશાઓનો દીપક. આ ચાર પ્રકારનાં દીપક ગવાય છે. હવે આ ચાર દીપકોમાંથી દરેકે કેટલાં દીપક પ્રગટાવ્યાં છે? બાપદાદાની આશાઓ જે બાળકોમાં રહે છે - તે દીપક પ્રગટાવ્યો છે? માટીના દીપક તો અનેક જન્મ પ્રગટાવ્યાં છે. આત્માનો દીપક જાગ્યો છે? આ ચારેય પ્રકારનાં દીપક જ્યારે જાગી જાય છે ત્યારે સમજો દિવાળી મનાવી. એવું કોઈ કર્મ ન થાય જે કુળનો દીપક બુઝાઈ જાય. એવી કોઈ ચલન ન હોય, જે બાપદાદા બાળકોમાં આશાઓનો દીપક જગાડે છે તે બુઝાઈ જાય. એકરસ અને અચળ-અડોલ. આ બધાં દીપક જાગી રહ્યાં છે? જેમનો પોતાનો દીપક જાગેલો હશે તે બીજાઓનો દીપક જગાડ્યા વગર રહી નથી શકતાં. બાપદાદાની બાળકોમાં મુખ્ય આશાઓ કઈ રહે છે? બાપદાદાની દરેક બાળકમાં આ જ આશા રહે છે કે એક-એક બાળક પહેલા નંબર માં આવી જાય અર્થાત્ દરેક વિજયી રત્ન બને. વિજયી રત્ન ની નિશાનીઓ શું હશે? જે તમે બધાએ સંભળાવી તે તો જે સાંભળ્યું છે તે બોલ્યાં. એટલે ઠીક જ છે. જે વિજયી હશે તેમનાં લક્ષણ તો તમે બધાએ સંભળાવ્યાં, પરંતુ સાથે-સાથે વિજયી તેને કહેવાય છે - જેણે પોતે તો વિજય પ્રાપ્ત કરેલો હોય છે પરંતુ બીજાઓને પણ પોતાનાથી આગળ વિજયી બનાવે. જેમ બાપદાદા બાળકોને પોતાનાથી પણ આગળ રાખતા હતાં ને! તેવી જ રીતે જે વિજયી રત્ન હશે તેમની વિજય ની નિશાની એ છે કે તે પોતાનાં સંગ નો રંગ બધાને લગાવશે. જે પણ સામે આવે તે વિજયી બનીને જ નીકળે. એવાં વિજયી રત્ન વિજય માળાનાં કયા નંબરમાં આવે છે? સ્વયં તો વિજયી બન્યાં છો પરંતુ બીજાઓ પણ તમારા સંગ નાં રંગ થી વિજયી બની જાય. આ જ સર્વિસ (સેવા) રહેલી છે. એવું નથી કે કોટો માં કોઈક જ વિજયી બનશે. પરંતુ જે જેવાં હોય છે તેવાં જ બનાવે છે. એવાં વિજયી રત્ન જ અનેકો ને વિજયી બનાવી શકે, એ જ માળાનાં મુખ્ય મણકા છે. તો વિજયી ની નિશાની છે આપ સમાન વિજયી બનાવવાં. હમણાં આ સર્વિસ રહેલી છે. અનેકોને વિજયી બનાવવાનાં છે, ફક્ત પોતે જ નથી બનવાનું. દીપમાળા માં આખી દીપમાળા જાગેલી હોય છે. જ્યારે દીપમાળા કહેવાય છે; તો અનેક જાગેલાં દીપકો ની માળા દરેક નાં ગળામાં પહેરેલી છે? એવાં જાગેલાં દીપકોની માળા દરેક રત્ન પોતાનાં ગળામાં જ્યારે પહેરશે ત્યારે વિજય નાં નગારાં વાગશે. જેમ દિવ્ય ગુણો ની માળા પોતાનામાં પહેરી છે, તેમ અનેક જાગેલાં દીપકોની માળા પોતાનાં ગળામાં પહેરવાની છે. જેટલી અહીંયા દીપકો ની માળા પોતાનાં ગળામાં પહેરશો એટલી ત્યાં પ્રજા બનશે. કોઈ-કોઈ માળા ખુબ લાંબી-પહોળી હોય છે, કોઈ ફક્ત ગળામાં પહેરવા સુધી જ હોય છે. તો માળા કઈ પહેરવાની છે? ખુબ મોટી. એવી માળાથી પોતે પોતાનો શ્રૃંગાર કરવાનો છે. કેટલાં દીપકોની માળા હમણાં સુધી પહેરી છે? ગણતરી કરી શકો છો કે અગણિત છે? દીપક પણ સારા તે લાગે છે જે તેજ જાગેલાં હોય છે. ટીમ-ટીમ કરવાવાળા સારા નથી લાગતાં. અચ્છા.
મધુબન નાં ફૂલોમાં વિશેષતાઓ શું હોવી જોઈએ? નામ જ છે મધુબન. તો પહેલી વિશેષતા છે મધુરતા. મધુરતા એવી ચીજ છે જે કોઈને પણ હર્ષિત કરી શકે છે. મધુરતાને ધારણ કરવાવાળા અહીંયા પણ મહાન બને છે, અને ત્યાં પણ પદવી પામે છે. મધુરતાવાળા ને બધાં મહાન રુપથી જુએ છે. તો આ મધુરતા નો વિશેષ ગુણ હોવો જોઈએ. મધુરતાથી જ મધુસૂદન નું નામ રોશન કરશો. આ મધુબન નામ છે. મધુ અર્થાત્ મધુરતા અને વનમાં શું વિશેષતા હોય છે? વન માં વૈરાગ્ય વૃત્તિવાળા જાય છે. તો બેહદની વૈરાગ્ય બુદ્ધિ પણ જોઈએ. પછી એમાં બધી વાતો આવી જશે. અને આપ સર્વ ને કોપી કરવા માટે અહીંયા આવશે. બધાં વિચારશે - આ કેવી રીતે આવાં બન્યાં છે! સૌનાં મુખ થી નીકળશે કે મધુબન તો મધુબન જ છે. તો આ બે વિશેષતાઓ ધારણ કરવાની છે - મધુરતા અને બેહદની વૈરાગ્ય વૃત્તિ. બીજા શબ્દો માં કહે છે ‘સ્નેહ અને શક્તિ’. આપ સર્વે નો સૌથી વધારે બાપદાદા થી સ્નેહ છે ને! અને બાપદાદાનો મધુવન વાળા થી વિશેષ સ્નેહ રહે છે. કારણ કે ભલે કેવાં પણ છે પરંતુ સર્વસ્વ ત્યાગી છે. એટલે આકર્ષિત કરે છે. પરંતુ સર્વસ્વ ત્યાગી ની સાથે હવે સ્નેહ અને શક્તિ પણ ભરવાની છે. સમજ્યા - કઈ વિશેષતા ને ભરવાની છે?
કુમારીઓએ કમાલ કરીને દેખાડવાની છે. કુમારીઓનું દરેક કર્તવ્ય કમાલ યોગ્ય હોવું જોઈએ. સંકલ્પ અને વાણી તથા કર્મ કમાલ નાં હોવાં જોઈએ. કુમારીઓ પવિત્ર હોવાનાં કારણે પોતાની ધારણાને તેજ બનાવી શકે છે. એવું કમાલ નું કર્તવ્ય કરી દેખાડવાનું છે, જે દરેક નાં મુખ થી આ જ નીકળે કે આમનું કર્તવ્ય કમાલ નું છે. જેમ બાપદાદાનાં દરેક બોલ સાંભળીએ છીએ તો મુખથી નીકળતું હોય છે ને કે આજની મુરલી તો કમાલ ની છે. તો કુમારીઓનાં દરેક કર્મ એવાં કમાલ નાં હોવાં જોઈએ. બાપદાદા ને ફોલો (અનુસરણ) કરવાનું છે. એમ નહીં કહેતા કે કોશિશ કરીશું. જ્યાં સુધી કોશિશ કરશો ત્યાં સુધી કશિશ (આકર્ષણ) નહીં થશે. જો કશિશ ધારણ કરવી છે તો કોશિશ શબ્દને ખતમ કરી દો. હમણાં કશિશ રુપ બનવાનું છે. ફાલો ફાધર કરવાનું છે. બાપદાદા ક્યારેય કહેતા હતાં કે કોશિશ કરીશું? પછી તમે કેમ કહો છો કે કોશિશ કરીશું? કુમારીઓ કમાલ કરશે તો સાથી સાથ પણ આપશે. નહીં તો સાથી સાક્ષી થઇ જશે. એટલે સાથીને સાથે રાખવાનાં છે. નહીં તો સાક્ષી બની જશે. સાક્ષી સારા લાગે છે કે સાથી? જે મહેનત કરે છે તેનું ફળ પણ અહીંયા જ મળે છે. આ સ્નેહ અને ભવિષ્ય પદ મળે છે. બધાનાં સ્નેહી બનવા માટે મહેનત કરવાની છે. જે જેટલી મહેનત કરે છે તે એટલાં જ સ્નેહી બને છે. સમય પર સ્નેહી ની જ યાદ આવે છે. કોઈ વાતમાં મહેનત ની યાદ આવે છે. બાબા પણ કેમ યાદ આવે છે? મહેનત કરી છે ત્યારે સ્નેહ છે. મહેનત થી સ્નેહી બનવાનું છે. જેટલી વધારે મહેનત એટલાં સર્વનાં સ્નેહી બનશો. મહેનત નું ફળ જ સ્નેહ છે. જે મહેનત કરે છે તેમને દરેક સ્નેહ ની નજર થી જોશે. જે મહેનત નહિં કરશે તેમને સ્નેહની નજર થી નહીં જોશે. સ્ટુડન્ટે (વિદ્યાર્થી) શિક્ષક નાં ગુણ જરુર ધારણ કરવાનાં છે. સ્નેહ જ સંપૂર્ણ બનાવે છે. સ્નેહ ની સાથે પછી શક્તિ પણ જોઈએ. બંનેનું જ્યારે મિલન થઈ જાય છે તો સ્નેહ અને શક્તિવાળી અવસ્થા અતિ ન્યારી અને અતિ પ્યારી હોય છે. જેમનાં માટે સ્નેહ છે તેમનાં સમાન બનવાનું છે. આ જ સ્નેહનું સબૂત છે. આમાં પોતાને ચેક કરવાનું છે - ક્યાં સુધી અમે સમાનતા માં સમીપ આવ્યાં છીએ? જેટલાં-જેટલાં સમાનતામાં સમીપ હશો એટલું જ સમજો કર્માતીત અવસ્થા ની સમીપ પહોંચશો. આ જ સમાનતા નું મીટર (માપદંડ) છે. પોતાની કર્માતીત અવસ્થા પારખવાની છે. ફક્ત સ્નેહ રાખવાથી પણ સંપૂર્ણ નહીં બનશો. સ્નેહની સાથે-સાથે શક્તિ પણ હશે તો પોતે સંપૂર્ણ બની બીજાઓને પણ સંપૂર્ણ બનાવશો. કારણ કે શક્તિથી તે સંસ્કાર ભરાઈ જાય છે. તો હવે સ્નેહની સાથે શક્તિ પણ ભરવાની છે.
બધાનાં દિલો પર વિજય કયા ગુણો થી પ્રાપ્ત કરી શકો છો? બધાને સંતુષ્ટ કરવાં. બાપ માં આ વિશેષ ગુણ હતો. એ જ ફાલો કરવાનું છે. બધાં મધુબન ની લિસ્ટમાં છો કે ઓલરાઉન્ડર (સર્વાંગી) ની લિસ્ટમાં છો? એક છે હદની લિસ્ટ, બીજી છે બેહદની લિસ્ટ. ઓલરાઉન્ડર અને એવરરેડી (સદા તૈયાર). આ લિસ્ટ માં ખબર છે શું કરવાનું હોય છે? એક સેકન્ડમાં તૈયાર. સંકલ્પોને પણ એક સેકન્ડ માં બંધ કરવાનાં છે. મિલેટ્રીવાળા નાં દર સમય બિસ્તરા તૈયાર રહે છે. આ સંકલ્પો નાં બિસ્તરા પણ બંધ કરવાનાં છે. બિસ્તરો પણ એવરરેડી રહેવો જોઈએ. એવરરેડી બનવાવાળા નાં સંકલ્પોનો બિસ્તરો તૈયાર રહેવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ હોય તેનો સામનો કરવા માટે પેટી-બિસ્તરો તૈયાર હોય. અચ્છા!
રુહાની બાળકો! આપ આત્માઓએ વાણીથી પરે પોતાનાં ઘરે જવા માટે પુરુષાર્થ કરવાનો છે. એટલે આ દુનિયામાં રહેતાં દેહ અને દેહનાં સંબંધો થી ઉપરામ-ચિત્ત થવાનું છે. પતિત દુનિયામાં રહેવાં છતાં બાપ પવિત્ર બનવાની શક્તિ આપે છે. પુરુષાર્થ કરીને તમારે સદા પવિત્ર બનવાનું છે.
બાળકો! સદૈવ ગુણગ્રાહક બનવાનું છે. સ્તુતિ-નિંદા, લાભ-હાની, જય-પરાજય - બધામાં સંતુષ્ટ થઈને ચાલવાનું છે અને રહેમદિલ બનવાનું છે. અચ્છા!