Search for a command to run...
16 Jun 1969
મોટા માં મોટો ત્યાગ - અવગુણો નો ત્યાગ
16 June 1969 · ગુજરાતી
બધાં કયા સ્વરુપમાં બેઠાં છો? સ્નેહ રુપ માં બેઠાં છો કે શક્તિરુપ માં બેઠાં છો? હમણાં કયું રુપ છે? સ્નેહ માં શક્તિ હોય છે. બંને સાથે રહી શકે છે? કેમ નથી કહેતાં, બંને રુપ છે. બાપદાદાની સાથે સ્નેહ કેમ છે? બાપદાદા થી સ્નેહ એટલે છે કે જે શિવબાબાનું મુખ્ય ટાઇટલ (શીર્ષક) છે એમાં આપસમાન થવાનું છે. મુખ્ય ટાઇટલ કયું છે? (સર્વશક્તિવાન) તો ફક્ત સ્નેહ જે હોય છે તો તે ક્યારે તૂટી પણ શકે છે પરંતુ સ્નેહ અને શક્તિ બંનેનો જ્યાં મિલાપ થાય છે, ત્યાં આત્મા અને પરમાત્માનો મિલાપ પણ અવિનાશી અમર રહે છે. તો આપણા આ મિલનને અવિનાશી બનાવવા માટે કયું સાધન કરવું પડશે? સ્નેહ અને શક્તિ બંનેનો મિલાપ આપણી અંદર કરવો પડશે - ત્યારે કહેવાય આત્મા અને પરમાત્મા નો મિલાપ. મેળામાં તો બેઠાં છો પરંતુ કોઈ મેળામાં બેઠેલા હોવા છતાં પણ બંનેનાં મિલાપ ને ભૂલી જાય છે. અચ્છા - આજે તો ખાસ કુમારીઓનાં માટે જ આવ્યાં છે. આજે કુમારીઓ નો કયો દિવસ છે? (મિલન દિવસ) રીઝલ્ટ (પરિણામ) પણ તમારા બધાનું નીકળ્યું છે? પોતાના રીઝલ્ટ ને પોતે જાણી શકો છો? ત્રિકાળદર્શી બન્યાં છો? આ ગ્રુપમાંથી નંબરવન કુમારી કોણ નીકળી છે? (ચંદ્રિકા) નંબરવન નું મુખ્ય કર્તવ્ય છે - પોતાનાં જેવા નંબરવન બનાવવાનું. કુમારીઓએ તો હજું એક વધુ પેપર આપવાનું છે. તે પેપર પ્રેક્ટિકલ નું છે, ન કે લખવાનું. હમણાં તો એક મહિનાની ટ્રેનીંગ નાં રીઝલ્ટ માં નંબરવન છે. પરંતુ ફાઈનલ રિઝલ્ટ (અંતિમ પરિણામ) માં પણ નંબરવન આવી શકે છે. પરંતુ તેના માટે કંઈ મુખ્ય વાત બુદ્ધિમાં રાખવાની છે? ત્યાગ અને સેવા તો છે, એક બીજી મુખ્ય વાત છે. સૌથી મોટું બલિદાન કયું છે અને સૌથી મોટો ત્યાગ કયો છે? બીજાઓનાં અવગુણોનો ત્યાગ કરવો - આ છે મોટો ત્યાગ. સૌથી મોટી સેવા કઈ છે? જે શ્રેષ્ઠ સેવાધારી હશે - તે મુખ્ય કઈ સેવા કરશે? જે તીવ્ર પુરુષાર્થી હશે તે તીવ્ર પુરુષાર્થનું સબૂત શું દેખાડશે? કોઈ પણ સામે આવે તો એક સેકન્ડમાં તેમને મરજીવા બનાવવાં. કહે છે ને એક ધક થી મરજીવા બનવું. જેને ઝાટકું કહે છે. અધૂરું નહીં છોડતાં. શ્રેષ્ઠ સેવા આ છે જે એને જલ્દી ઝાટકું બનાવી દે. હમણાં તો તમે તીર મારો છો, બહાર પછી જીવતા થઈ જાય છે. પરંતુ એવો સમય આવવાનો છે જે એક સેકન્ડમાં નજર થી નિહાલ કરી દેશે ત્યારે સર્વિસ (સેવા) ની સફળતા અને પ્રભાવ નીકળશે. હમણાં મરજીવા ભલે બનાવો છો - ઝાટકું નથી બનાવતાં. બે વાતો ની ખોટ છે. તે વાતો આવડી જાય તો પોતાનો રંગ બીજાઓને પણ ચઢાવી શકો છો. આપ ઝાટકું બની છો? (પુરુષાર્થી છે) ક્યાંક-ક્યાંક ભૂલ થતી રહે તો તેને પુરુષાર્થી કહેશું? પ્રતિજ્ઞા આ કરવાની છે - આજ થી અમે ઝાટકું બની ગયાં છીએ ફરી જીવતા નહીં થઇશું, જૂની દુનિયામાં. હિંમતવાન ને પછી મદદ પણ મળે છે. હિંમત ને કારણે બાપદાદાનો સ્નેહ રહે છે. તો બે વાતો ની ઉણપ બતાવી રહ્યાં હતાં એક મુખ્ય ખોટ છે એકાંતવાસ ઓછું રહો છો. અને બીજી ખોટ છે એકતા માં ઓછું રહો છો. એકતા અને એકાંત માં બહુ થોડો ફરક છે. એકાંત સ્થૂળ પણ હોય છે, સુક્ષ્મ માં પણ હોય છે. એમાં બંનેની આવશ્યકતા છે. એકાંત નાં આનંદ નાં અનુભવી બની જાઓ તો પછી બહારમુખતા સારી નહીં લાગે. હમણાં બહારમુખતા માં બધાં નો ઇન્ટરેસ્ટ (રસ) વધારે જાય છે. આ બે વાતોની મેજોરીટી (અધિકાંશ) માં ખોટ છે. અવ્યક્ત સ્થિતિને વધારવાનાં માટે એની ખુબ આવશ્યકતા છે. એનાથી વધારે એકાંતમાં રુચિ રાખવાની છે. કુમારીઓને હવે જવાનું છે - પ્રેક્ટીકલ કોર્સ આપવાં. હવે કુમારીઓને ત્રણ ભેટ આપવાની છે. ભેટ છે સ્નેહ ની નિશાની. તો ત્રણેય સંબંધ થી ત્રણ ભેટ આપે છે. જે ક્યારેય ભૂલવાની નથી. બાપદાદા ની ભેટ સદા પોતાની સાથે રાખજો. ભેટ છુપાવીને રાખવાની હોય છે ને. તો બાપ નાં રુપ માં એક શિક્ષા ની ભેટ યાદ રાખજો. શું શિક્ષા આપે છે કે હંમેશા બાપદાદા અને જે નિમિત્ત બનેલી બહેનો છે અને જે પણ દેવી પરિવાર છે તે બધાથી આજ્ઞાકારી અને વફાદાર બનીને ચાલવાનું છે, આ છે બાપનાં રુપમાં શિક્ષાની ભેટ. અને પછી શિક્ષક નાં રુપ માં કઈ શિક્ષા ની ભેટ આપે છે? શિક્ષા ને ગ્રહણ કરવાની હોય છે ને. જ્યાં પણ જાઓ તો શિક્ષક નાં રુપમાં એક તો જ્ઞાન ગ્રહણ, બીજું ગુણગ્રાહક, આ શિક્ષા હંમેશા યાદ રાખવાની અને ગુરુનાં રુપથી આ જ શિક્ષા છે, હંમેશા એકમત થવાનું છે, એકરસ અને એક ની જ યાદ માં રહેવાનું. વિષ્ણુનાં જે અલંકાર દેખાડેલાં છે તે હવે શક્તિ રુપમાં ધારણ કરવાનાં છે. તે અલંકાર હંમેશા પોતાની સામે રાખો. આ છે બાપ, શિક્ષક અને ગુરુ ત્રણેયનાં સંબંધ થી શિક્ષાની ભેટ - ખાસ કુમારીઓ પ્રતિ. હવે જોશે કોણ-કોણ આ ભેટ ને સાથે રાખે છે.
એ લોકો પણ રિફાઇન (ઉત્તમ) બોમ્બ્સ બનાવી રહ્યાં છે ને. તમારે પણ હવે રિફાઇન બોમ્બ્સ નાખવાનાં છે. કીડી ની જેમ સર્વિસ ઘણી કરી. બોમ્બ નાખવાથી ઝટ સફાઈ થઈ જાય છે. તો વિશેષ અવાજ ફેલાવવાની સર્વિસ કરવાની છે, એને બોમ્બ નાખવો કહેવાય છે. જેટલાં જે રિફાઇન હશે એટલાં રિફાઇન બોમ્બ ફેંકશે - બીજા પર. હવે ઓલરાઉન્ડર (સર્વાંગી) બનવાનું છે. જેટલાં-જેટલાં બનશો એટલાં-એટલાં સતયુગી પરિવાર ની નજીક આવશો. ઓલરાઉન્ડ ચક્કર લગાવીને પોતાનો શો દેખાડવાનો - ત્યારે છે ટ્રેનિંગનું રીઝલ્ટ. પ્રેક્ટીકલ કોર્સ નાં પછી ફરી રીઝલ્ટ જોશે. હવે ફરી એક મહિના પછી મધુબન માં આવો તો એકલા નથી આવવાનું. હજું ટ્રેનિંગ પૂરી નથી થઇ. પ્રેક્ટીકલ હવે છે. કોઈએ એકલા આવવાનું નથી. કોઈ ને કોઈ નાં પંડા બનીને આવવાનું છે, યાત્રી લઈ આવવાનાં છે. બાપદાદાની આ કુમારીઓમાં ખુબ અપેક્ષા છે. આશાવાદી રત્નોને બાપદાદા નયનો માં સમાવે છે. અચ્છા-