Search for a command to run...
2 Jul 1970
શાંતિનાં બળનો પ્રયોગ
2 July 1970 · ગુજરાતી
સ્નેહ અને શક્તિરુપ પોતાને સમજો છો? શક્તિઓનું કર્તવ્ય શું હોય છે, ખબર છે? શક્તિઓનાં મુખ્ય બે ગુણ ગાવામાં આવે છે. એ કયા? તમારી યાદગાર માં વિશેષ શું દેખાડે છે? શક્તિઓની મૂર્તમાં મુખ્ય વિશેષતા શું હોય છે? સ્વયં શક્તિઓ છો અને પોતાની વિશેષતા ની જાણ નથી. શક્તિઓની વિશેષતા એ હોય છે કે જેટલી એ પ્રેમ મૂર્ત એટલી જ સંહાર મૂર્ત હોય છે. શક્તિઓનાં નયન સદૈવ પ્રેમ મૂર્ત હોય છે, પરંતુ જેટલાં પ્રેમ મૂર્ત એટલાં જ વિકરાળ રુપ પણ હોય છે. એક સેકન્ડમાં કોઈને પણ પ્રેમ મૂર્ત પણ બનાવી શકે છે તો એક સેકન્ડમાં કોઈ નો વિનાશ પણ કરી શકે છે. તો એ જ રીતે આ બંને ગુણ પોતાનામાં જુઓ છો? બંને ગુણ પ્રત્યક્ષ રુપમાં આવે છે કે ગુપ્ત રુપમાં? પ્રેમરુપ પ્રત્યક્ષ અને શક્તિરુપ ગુપ્ત છે. પછી તે વિકરાળ રુપ ક્યારે પ્રત્યક્ષ કરશો? ખબર છે? આજકાલ બાપદાદા વિશેષ સુવિચાર કયું આપે છે? ક્યારેક નહીં પરંતુ હમણાં કરશો. ક્યારેક શબ્દ કમજોર બોલે છે. બહાદુર શક્તિઓ તો બોલે છે હમણાં. જે રીતે સ્વયં અવિનાશી ઈમ્પૅરિશેબલ (અક્ષય) છે એ જ રીતે આ માયામાં ફસાઈને વિનાશ ને પ્રાપ્ત થવું એમના માટે ઈમ્પોસીબલ (અશક્ય) છે. જે ઈમ્પૅરિશેબલ છે એમનાં માટે માયાની કોઇપણ લહેરમાં લહેરાવું પણ ઈમ્પોસીબલ છે. જે ઈમ્પૅરિશેબલ (અક્ષય) સ્થિતિમાં રહે છે એમનાં માટે માયાનાં કોઇ પણ સ્વરુપ થી ઝુકાવ માં આવવું ઈમ્પોસીબલ (અશક્ય) છે, જે રીતે બાપદાદા માટે ઈમ્પોસીબલ (અશક્ય) કહેશું. જે સ્વયં ઝુકાવ માં આવતાં હશે એમની આગળ બીજા કોઈ કેવી રીતે ઝુકશે. આખાં વિશ્વને પોતાની આગળ ઝૂકાવવાં વાળા છો ને. સિંહણ શક્તિઓનો એક પણ સંકલ્પ કે એક પણ બોલ વ્યર્થ ન જઈ શકે. જે કહ્યું એ કર્યું. સંકલ્પ અને કર્મ માં અંતર નથી હોતું. કારણ કે સંકલ્પ પણ જીવનનો અણમોલ ખજાનો છે. જેમ સ્થૂળ ખજાનાને વ્યર્થ નથી કરતાં એમ જ શિવશક્તિઓ, જેમની મૂર્તમાં બંને ગુણ પ્રત્યક્ષ રુપમાં છે, તેમનો એક પણ સંકલ્પ વ્યર્થ નથી હોતો. એક-એક સંકલ્પ થી સ્વયંનું અને સર્વનું કલ્યાણ થાય છે. એક સેકન્ડ માં, એક સંકલ્પ થી પણ કલ્યાણ કરી શકો છો. એટલે શક્તિઓને કલ્યાણી કહે છે. જેમ બાપદાદા કલ્યાણકારી છે એ જ રીતે બાળકોનું પણ કલ્યાણકારી નામ પ્રસિદ્ધ છે. હવે તો આટલો હિસાબ જોવો પડે. અમારાં કેટલી સેકન્ડમાં, કેટલાં સંકલ્પ સફળ થયાં, કેટલાં અસફળ થયાં. જેમ આજકાલ વિજ્ઞાને ખૂબ જ ઉન્નતિ કરી છે જે એક સ્થાન પર બેઠાં રહીને પોતાનાં અસ્ત્રો દ્વારા એક સેકન્ડમાં વિનાશ કરી શકે છે. તો શું શક્તિઓનું આ શાંતિનું બળ ક્યાંય પણ બેસીને એક સેકન્ડમાં કામ નથી કરી શકતું? ક્યાંય જવાની અથવા તેમનાં આવવાની પણ આવશ્યકતા નથી. પોતાનાં શુદ્ધ સંકલ્પો દ્વારા આત્માઓને ખેંચીને સામે લાવશે. જઈને મહેનત કરવાની આવશ્યકતા નથી. હવે એવાં પણ પ્રભાવ જોશો. જેમ સાકારમાં કહેતાં રહેતાં હતાં કે એવું તીર લગાવો જે તીર સહિત તમારી સામે પક્ષી આવી જાય. હવે આ થશે પોતાની વિલપાવર (ઇચ્છાશક્તિ) થી.
સૌથી વધારે દૂર કઈ લાઈટ (પ્રકાશ) જાય છે? લાઈટ હાઉસ (દીવાદાંડી) ની. તો હવે લાઈટહાઉસ, સર્ચલાઇટ (તેજસ્વી પ્રકાશ) બનવાનું છે. સાધારણ બલ્બ નહીં. સર્ચલાઇટ એ બની શકશે જે સ્વયંને સર્ચ કરી (શોધી) શકે છે. જેટલાં સ્વયં ને સર્ચ કરી શકશો એટલાં જ સર્ચલાઇટ બનશો. જો સ્વયં ને સર્ચ નથી કરી શકતાં તો સર્ચલાઇટ પણ નહીં બની શકો. હવે તો તે સમય આવી ગયો છે. હવે પાવરફુલ (શક્તિશાળી) પણ નહીં પરંતુ વિલપાવર (ઇચ્છાશક્તિ) વાળા બનવાનું છે. વિલપાવર (ઇચ્છાશક્તિ) અને વાઈડપાવર (વિશાળશક્તિ) જોઈએ. વિલપાવર અને વાઈડપાવર અર્થાત્ બેહદની તરફ દૃષ્ટિ, વૃત્તિ. તો હવે એડિશન (ઉમેરો) શું કરશો? પાવર (શક્તિ) તો છે પરંતુ હવે વિલપાવર અને વાઈડપાવર જોઈએ. આજે બાપદાદા કયા રુપથી જોઈ રહ્યાં છે? ઉમ્મીદો (આશા) નાં તારાઓ. હમણાં છે ઉમ્મીદોનાં તારાઓ પછી બનશો સફળતાનાં તારાઓ. તો વર્તમાન પણ જુએ છે અને ભવિષ્ય પણ જોઈ રહ્યાં છે. સફળતા તમારાં ગળાની માળા છે. પોતાનાં ગળામાં સફળતાની માળા દેખાય છે? સંગમ પર કયો શ્રૃંગાર છે? સફળતા ની માળા યથાયોગ્ય તથા શક્તિ દરેકનાં ગળામાં પડેલી છે. તો બાપદાદા બાળકોનાં શ્રૃંગારને જુએ છે. શ્રૃંગારેલાં બાળકો સારાં લાગે છે. બાપદાદાનો હમણાં શું સંકલ્પ ચાલી રહ્યો છે? બાપદાદા તમને શું બોલવાનાં છે, તે કેચ (પકડી) કરી શકો છો? આજકાલ બાપ બુદ્ધિની ડ્રિલ (કસરત) કરાવવાં આવે છે. હવે મેદાન પર પ્રત્યક્ષ થવાનું છે, હવે ગુપ્ત રહેવાનો સમય નથી. જેટલાં પ્રત્યક્ષ થશો એટલાં બાપદાદાને પ્રખ્યાત કરશો. બેહદમાં ચક્કર લગાવીને ચક્રવર્તી બની રહ્યાં છો? જે એક સ્થાન પર બેઠા રહે છે એને શું કહેવામાં આવે છે? જે એક સ્થાન પર સ્થિત થઈને સેવા પણ કરે છે પરંતુ બેહદમાં ચક્ર નથી લગાવતાં તો ભવિષ્યમાં પણ એમને એક વ્યકતિગત રાજાઈ મળી જશે. બાપ પણ સર્વનાં સહયોગી બન્યાં ને. વિશ્વનાં રાજા એ બનશે જે વિશ્વની દરેક આત્મા સાથે સંબંધ જોડશે અને સહયોગી બનશે. જેમ બાપદાદા વિશ્વનાં સ્નેહી અને સહયોગી બન્યાં એમ બાળકોએ પણ ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરવાનું છે. ત્યારે વિશ્વ મહારાજન ની જે પદવી છે એમાં આવવાનાં અધિકારી બની શકો છો. હિસાબ છે ને. જેવું અને જેટલું, એવું અને એટલું મળે છે. હવે પ્રતિજ્ઞા કરીને વિશેષ પ્રત્યક્ષ થવાનું છે. બીજાઓને પ્રખ્યાત નથી કરવાનાં, બાપને પ્રત્યક્ષ કરવાનાં છે. જ્યારે પ્રત્યક્ષ થશો તો પ્રખ્યાત થશો. વિશ્વ અધિકારી બનવાનું લક્ષ્ય રાખ્યું છે ને. હવે આ જ તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. આ જૂની દુનિયાથી બહુ સહજ બેહદ નો વૈરાગ્ય લાવવાનું સાધન શું છે? (કોઈ-કોઈ એ બતાવ્યું) જેમણે જે વાત સંભળાવી તે સહજ સમજી ને સંભળાવી ને. જો સહજ જ છે તો બેહદનાં વૈરાગી તો સહજ બની ગયાં. જો પોતાનાથી જ (વૈરાગ્ય) ન લગાવ્યો તો બીજાઓથી કઈ રીતે લગાવશો. બેહદનો વૈરાગ્ય કહેવાય છે. જે વૈરાગી હોય છે એ ક્યાં નિવાસ કરે છે? ખૂબ જ સરળ યુક્તિ બતાવે છે કે બેહદનાં વૈરાગી બનવું હોય તો સદૈવ પોતાને મધુબન નિવાસી સમજો. પરંતુ મધુબન ને ખાલી નહીં જોતાં. મધુબન છે જ મધુસૂદન ની સાથે. તો મધુબન યાદ આવવાથી બાપદાદા, દૈવી પરિવાર, ત્યાગ-તપસ્યા અને સેવા પણ યાદ આવી જાય છે. મધુબન તપસ્યા ભૂમિ પણ છે. મધુબન એક સેકન્ડમાં બધાથી ત્યાગ કરાવે છે. અહીંયા બેહદનાં વૈરાગી બની ગયાં છો ને. તો મધુબન છે જ ત્યાગી, વૈરાગી બનાવવા વાળું. જ્યારે બેહદનાં વૈરાગી બનશો ત્યારે બેહદની સેવા કરી શકશો. ક્યાંય પણ લગાવ ન હોય. પોતાનાથી પણ લગાવ નથી લગાવવાનો તો બીજાઓ ની તો વાત જ છોડો.
આજે પરસ્પર રુહ-રુહાન થઈ રહી હતી બાપદાદા ની. આજે સવારે-સવારે એક દૃશ્ય વતન થી જોઈ રહ્યાં હતાં કે દરેક બાળક ક્યાં સુધી બંધાયેલો છે અને દરેકનું બંધન ક્યાં સુધી તૂટ્યું છે. ક્યાં સુધી નથી તૂટ્યું? કોઈની તો જાડી દોરીઓ પણ છે, કોઈની ઓછી પણ છે, કોઈનાં કાચાં દોરા પણ છે. આ દૃશ્ય જોઇ રહ્યાં હતાં કે કોઇનાં કાચાં દોરા રહી ગયાં છે, કોઇની જાડી દોરીઓ છે, કોઇની પાતળી પણ છે. પરંતુ તો પણ કહેશું તો બંધન જ ને. કોઈ ને કોઈ કાચ્ચો કે પાક્કો દોરો છે. કાચ્ચો દોરો પણ બંધન તો કહેશું ને. ફક્ત એ લોકોને વાર નહીં લાગે. જાડી દોરી વાળાને વાર લાગશે અને મહેનત પણ લાગશે. તો આજે વતન થી આ દૃશ્ય જોઇ રહ્યાં હતાં. દરેક પોતાને તો જાણી શકે છે. જાડી દોરી છે કે પાતળી. કાચ્ચો દોરો છે કે પાક્કો. બંધાયેલી છો કે સ્વતંત્ર? સ્વતંત્રત નો અર્થ છે સ્પષ્ટ. તો પણ બાપદાદા હર્ષિત થાય છે. કમાલ તો કરો છો, પરંતુ બાપદાદા હવે એનાથી પણ આગળ જોવા ઇચ્છે છે. જેટલું તમારા મુખ પર બાપદાદાનું નામ હશે એટલું જ સર્વનાં મુખ પર તમારું નામ હશે. મધુબન છે જ પરિવર્તન ભૂમિ. તો પરિવર્તન શું કરીને જવાનું છે, એ તો સમજો છો ને. અચ્છા.