Search for a command to run...
23 Oct 1970
મહારથી બનવાનો પુરુષાર્થ
23 October 1970 · ગુજરાતી
રુહાની ડ્રિલ (કસરત) આવડે છે, ડ્રિલમાં શું કરવાનું હોય છે? ડ્રિલ અર્થાત્ શરીરને જ્યાં ઈચ્છો ત્યાં વાળી શકો અને રુહાની ડ્રિલ અર્થાત્ રુહ ને જ્યાં, જેમ અને જ્યારે ઈચ્છો ત્યાં સ્થિત કરી શકો અર્થાત્ પોતાની સ્થિતિ જેવી ઈચ્છો તેવી બનાવી શકો, આને કહેવાય છે રુહાની ડ્રિલ. જેમ સેના ને માર્શલ અથવા ડ્રિલ માસ્ટર જેવાં ઈશારા આપે છે તેવી રીતે જ કરે છે. એવી રીતે સ્વયં જ માસ્ટર અથવા માર્શલ બની જ્યાં પોતાને સ્થિત કરવા ઈચ્છો ત્યાં કરી શકો. એવાં સ્વયં પોતાનાં ડ્રિલ માસ્ટર બન્યાં છો? એવું તો નહીં કે માસ્ટર કહે હેન્ડ્સ ડાઉન (હાથ નીચે) અને સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) હેન્ડ્સ અપ (હાથ ઉપર) કરે. માર્શલ કહે રાઈટ (જમણું) અને સેના કરે લેફ્ટ (ડાબું). એવાં સૈનિકો કે વિદ્યાર્થી ને શું કરવામાં આવે છે? ડિસમિસ (કાઢી નખાય). તો અહીંયા પણ સ્વયં જ ડિસમિસ થઈ જ જાય છે - પોતાનાં અધિકાર થી. પ્રેક્ટિસ (અભ્યાસ) એવી હોવી જોઈએ જે એક સેકન્ડમાં પોતાની સ્થિતિને જ્યાં ઈચ્છો ત્યાં ટકાવી શકો. કારણ કે હવે યુદ્ધ સ્થળ પર છો. યુદ્ધ સ્થળ પર સેના જો એક સેકન્ડમાં ડાયરેક્શન (માર્ગદર્શન) ને અમલમાં ન લાવે તો તેમને શું કહેવાશે? આ રુહાની યુદ્ધ પર પણ સ્થિતિ ને સ્થિત કરવામાં સમય લગાડે છે તો એવાં સૈનિકો ને શું કહે. આજે બાપદાદા પુરુષાર્થી, મહારથી બાળકોને જોઈ રહ્યાં છે. પોતાને જે મહારથી સમજે તે હાથ ઉઠાવો. (થોડાકે હાથ ઉઠાવ્યો) જે મહારથી નથી તે પોતાને શું સમજે છે? પોતાને ઘોડેસવાર સમજે છે તે હાથ ઉઠાવો. જેમણે મહારથી માં હાથ નથી ઉઠાવ્યો એમનાથી બાપદાદા એક પ્રશ્ન પૂછી રહ્યાં છે. પોતાને બાપદાદાનાં વારિસ સમજો છો? જે પોતાને ઘોડેસવાર સમજે છે તે પોતાને વારિસ સમજે છે? વારિસ નો પૂરો અધિકાર લેવો છે કે નહીં? જ્યારે લક્ષ્ય પૂરો વારસો લેવાનું છે તો ઘોડેસવાર કેમ? જો ઘોડેસવાર છો તો ખબર છે નંબર ક્યાં જશે? સેકન્ડ ગ્રેડ (બીજી શ્રેણી) વાળા ક્યાં આવશે, આટલી પરવરિશ લીધાં પછી પણ સેકન્ડ ગ્રેડ. જો લાંબા સમયથી સેકન્ડ ગ્રેડ પુરુષાર્થ જ રહ્યો તો વારસો પણ લાંબો સમય સેકન્ડ ગ્રેડ મળશે. બાકી થોડો સમય ફર્સ્ટ ગ્રેડમાં અનુભવ કરશો. સર્વશક્તિમાન બાપનાં બાળકો કહેવડાવવા વાળા અને વ્યક્ત-અવ્યક્ત દ્વારા પાલના લેવાવાળા પછી સેકન્ડ ગ્રેડ. આવું મુખથી કહેવું પણ શોભતું નથી. કાં તો આજથી પોતાને સર્વશક્તિમાન નાં બાળકો ન કહેવડાવો.
બાપદાદા આવાં પુરુષાર્થીઓને બાળકો ન કહી શું કહે છે? ખબર છે? બચ્ચે (બાળકો) નહીં કચ્ચે (કાચાં) છે. હમણાં સુધી પણ આવો પુરુષાર્થ કરવો, બાળકોનાં સ્વમાન ને લાયક નથી દેખાતું. એટલે છતાં પણ બાપદાદા કહે છે કે વીતી ગયેલ ને વીતી ગયું કરો. હવેથી પોતાને બદલો. મહારથી બનવા માટે ફક્ત બે વાતો યાદ રાખો. કઈ? એક તો પોતાને સદૈવ સાથીની સાથે રાખો. સાથી અને સારથી, તે છે મહારથી. પુરુષાર્થ માં કમજોરી નાં બે કારણ છે. બાપનાં સ્નેહી બન્યાં છો પરંતુ બાપને સાથી નથી બનાવ્યાં. જો બાપદાદા ને સદૈવ સાથી બનાવો તો જ્યાં બાપદાદા સાથે છે ત્યાં માયા દૂરથી જ મૂર્છિત થઇ જાય છે. બાપદાદાને અલ્પ સમયનાં માટે સાથી બનાવો છો એટલે શક્તિની એટલી પ્રાપ્તિ નથી થતી. સદૈવ બાપદાદા સાથે હોય તો સદૈવ બાપદાદા થી મિલન મનાવવામાં મગન હોવ. અને જે મગન હોય છે તેમની લગન બીજી કોઈ તરફ લાગી ન શકે. શરુ-શરુ માં બાપ સાથે બાળકોનો કયો વાયદો થયો છે? તુમ્હીં સે ખાઉં, તુમ્હી સે બૈઠું, તુમ્હીં સે રુહ કો રીઝાઉં. આ પોતાનો વાયદો ભૂલી જાઓ છો? જો પૂરી દિનચર્યામાં દરેક કાર્ય બાપની સાથે કરો તો શું માયા ડિસ્ટર્બ (ખલેલ) કરી શકે છે? બાપની સાથે હશો તો માયા ડિસ્ટર્બ નહીં કરશે. માયાનું ડિસ્ટ્રકશનક (વિનાશ) થઇ જશે. તો ભલે બાપનાં સ્નેહી બન્યાં છો પરંતુ સાથી નથી બનાવ્યાં. હાથ પકડ્યો છે સાથ નથી લીધો એટલે માયા દ્વારા ઘાત (ઇજા) થાય છે. ગલતીઓ (ભૂલો) નું કારણ છે ગફલત. ગફલત ભૂલો કરાવે છે.
જો રુહ ને ન જોઈ રુપ તરફ આકર્ષિત થાઓ છો તો સમજો મડદા થી પ્રીત કરી રહ્યાં છો. મડદાં થી પ્રીત રાખવાવાળા એ સમજવું જોઈએ કે અમારું ભવિષ્ય સ્મશાન માં કાર્ય કરવાનું છે. જે સમય આવો સંકલ્પ પણ આવે તો સ્મશાન નો પાર્ટ સમજો. બધાંને કહો છો ને લક્ષ્ય અને હેતુ ને સામે રાખો. તો જે પણ કાર્ય કરો છો, જે પણ સંકલ્પ કરો છો તેનાં માટે પણ લક્ષ્ય અને પ્રાપ્તિ અર્થાત્ લક્ષ્ય-હેતુ સામે રાખો. સર્વશક્તિમાન બાપ વરદાતા થી કલ્પ-કલ્પ પોતાનો આ જ પાર્ટ નો વારસો લેવાં આવ્યાં છો. મડદાં ને જીવિત કરવાવાળા સ્મશાનમાં પાર્ટ નોંધવાં આવ્યાં છો? પોતાનાંથી પૂછો. જે પણ બાળક પોતાની ભૂલો ને એકવાર બાપની સામે રાખે છે એમણે એ સમજવું જોઈએ કે બાપ ની આગળ પોતાની કમીઓ રાખ્યાં પછી જો બીજીવાર કરી છો તો ક્ષમાનાં સાગર ની સાથે ૧૦૦ ગુણા સજા પણ ડ્રામા પ્રમાણે સ્વતઃ જ મળી જાય છે. સ્વયંને ૧૦૦ ગુણા સજાથી બચાવવા માટે સદૈવ બાપદાદા ને પોતાની સામે રાખો. દરેક કદમ બાપદાદાને ફોલો કરતાં (અનુસરતાં) ચાલવાનું છે. દરેક સંકલ્પને, દરેક કાર્યને, અવ્યક્ત બળ થી અવ્યક્ત રુપ દ્વારા વેરીફાઇ (ચકાસણી) કરાવો. જેમ સાકાર માં સાથે હોય છે તો વેરીફાઈ કરાવીને પછી પ્રેક્ટિકલમાં (વ્યવહાર) આવો છો. તેમ જ બાપદાદા ને અવ્યક્ત રુપ થી સદૈવ સમ્મુખ અથવા સાથે રાખવાથી દરેક સંકલ્પ અને દરેક કાર્ય વેરીફાઈ કરાવીને પછી કરવાથી કોઈ પણ વ્યર્થ વિકર્મ નહીં થશે. કોઈ દ્વારા કોઈ પણ વાત સાંભળો છો તો વાતનાં સાઝ (અવાજ) માં ન જઇને રાઝ (રહસ્ય) ને જાણો. રહસ્ય ને છોડીને અવાજ ને સાંભળવાથી નાજુકપણું આવે છે. ક્યારેય પણ નહીં વિચારો કે ફલાણાં આમ કહે છે ત્યારે આવું થાય છે, પરંતુ જે કરે છે તે પામે છે. આ સામે રાખો. બીજાંની કમાણી નો આધાર નથી લેવાનો. ન બીજાની કમાણી માં આંખ જવી જોઇએ, જે કારણે જ ઈર્ષા થાય છે. એનાં માટે સદૈવ બાપનું આ સુવિચાર યાદ રાખો કે “અપની ઘોટ તો નશા ચઢે”. બીજાનાં નશા ને નિશાન નહીં બનાવો. પરંતુ બાપદાદાનાં ગુણ અને કર્તવ્ય ને નિશાન બનાવો. સદૈવ બાપદાદાનાં કર્તવ્યની સ્મૃતિ રાખો કે બાપદાદાની સાથે હું પણ અધર્મ વિનાશ અને સતધર્મ ની સ્થાપના નાં કર્તવ્ય અર્થ નિમિત્ત બનેલી છું. જે અધર્મનાં વિનાશ અર્થ નિમિત્ત છે તે સ્વયં પછી અધર્મ નું કાર્ય કે દૈવી મર્યાદા ને તોડવાનું કર્તવ્ય કેવી રીતે કરી શકે છે. હું માસ્ટર મર્યાદા પુરુષોત્તમ છું. તો મર્યાદાઓને તોડી ન શકાય. આવી સ્મૃતિ રાખવાથી સમાન અને સંપૂર્ણ સ્થિતિ થઇ જશે. સમજ્યાં. વિચારો ઓછું, કર્તવ્ય અધિક કરવાનું છે. ફક્ત વિચારવામાં સમય નથી ગુમાવવાનો. સૃષ્ટિનાં કયામત (વિનાશ) નાં પહેલાં કમજોરીઓ અને કમીઓની કયામત (વિનાશ) કરો.
ભઠ્ઠીવાળાઓએ ભઠ્ઠીમાં પોતાનું રુપ અને રંગ અને રોનક બદલી કર્યું છે. અનેક રુપ બદલવાનું મિટાવ્યું છે? સદા માટે રુહાની રુપ દેખાય એવાં પોતાને બનાવ્યાં છે? મૂંઝવણો નું નામ નિશાન ન રહે એવાં પોતાને ઉજ્જવળ બનાવ્યાં છે? અલ્પકાળ માટે પ્રતિજ્ઞા કરી છે કે અંતકાળ સુધી પ્રતિજ્ઞા કરી છે? પોતાની જૂની વાતોને, જૂનાં સંસ્કારોને એવાં પરિવર્તનમાં લાવવાનાં છે, જેમ જન્મ પરિવર્તન થવાનાં પછી જૂનાં જન્મની વાતો ભુલાઈ જાય છે. એવી રીતે જૂનાં સંસ્કારોને ભસ્મ કર્યા છે કે અસ્થિઓ રાખી દીધી છે? અસ્થિઓમાં ફરીથી ભૂત પ્રવેશ થઈ જાય છે. એટલે અસ્થિઓને સંપૂર્ણ સ્થિતિનાં સાગર માં સમાવીને જવાનું છે. ક્યાંક છુપાવી ને લઈ નહીં જતાં. નહીં તો પોતાની અસ્થિઓ સ્થિતિને હેરાન કરતી રહેશે. સંકલ્પો ની સમાપ્તિ કરવાની છે. અચ્છા -
આપ દરેક બાળકોએ પુરુષાર્થ કરવાનો છે તખ્તનશીન બનવાનો નહીં કે તખ્તનશીન ની આગળ રહેવાનો. તખ્ત નશીન ત્યારે બનશો જ્યારે હમણાં સમીપ બનશો. જેટલાં જે સમીપ હશે એટલાં સમાનતા માં રહેશે. આપ બાળકોનાં નયનો માં કોઈ જુએ તો તેમને મુક્તિ જીવનમુક્તિ નો રસ્તો દેખાય. એવું નયનો માં જાદુ હોય. તો તમારાં નયન કેટલી સેવા કરશે. નયન પણ સેવા કરશે તો મસ્તક પણ સેવા કરશે. મસ્તક શું દેખાડે છે, આત્માઓને? બાપ. તમારાં મસ્તક થી બાપ નો પરિચય થાય એવી સર્વિસ કરવાની છે. ત્યારે સમીપ તારાઓ બનશો. જેમ સાકાર માં બાપ ને જોયાં, મસ્તક અને નયન સર્વિસ કરતાં હતાં. મસ્તક માં જ્યોતિ બિંદુ રહેતું હતું, નયનો માં ત્રિમૂર્તિ ની યાદ નું તેજ. એવું સમાન બનવાનું છે. સમાન બનવાથી જ સમીપ બનશો. જ્યારે તમે સ્વયં એવી સ્થિતિમાં રહેશો તો માયા શું કરશે, માયા સ્વયં જ ખતમ થઇ જશે. તમે બાળકોએ રેગ્યુલર (નિયમિત) બનવાનું છે. બાપદાદા રેગ્યુલર કોને કહે છે. રેગ્યુલર તેમને કહેવાય છે જે સવાર થી લઇને રાત સુધી જે પણ કર્તવ્ય કરે છે તે શ્રીમત નાં પ્રમાણે કરે છે. બધામાં રેગ્યુલર. સંકલ્પમાં, વાણીમાં, કર્મમાં, ચાલવામાં, સૂવામાં, બધામાં રેગ્યુલર. રેગ્યુલર ચીજ સારી હોય છે. જેટલાં જે રેગ્યુલર હોય છે એટલી બીજાઓની સર્વિસ સારી કરી શકે છે. સર્વિસેબલ (સેવાધારી) અર્થાત્ એક સંકલ્પ પણ સર્વિસનાં સિવાય ન જાય. એવાં સર્વિસેબલ બીજા કોઈ સબૂત બનાવી શકે છે. સર્વિસ ફક્ત મુખની જ નહીં પરંતુ સર્વ કર્મેન્દ્રિયો સર્વિસ કરવામાં તત્પર હોય. જેમ મુખ બીઝી (વ્યસ્ત) હોય છે તેમ મસ્તક, નયન, સર્વિસ માં બીઝી હોય. સર્વ પ્રકારની સર્વિસ કરી સર્વિસની સબૂત આપવાનું છે. એક પ્રકારની સર્વિસ થી સબૂત નથી નીકળતું, ફક્ત પ્રશંસા કરે છે. જોઈએ સબૂત, તો સબૂત આપવા માટે સર્વ પ્રકારની સર્વિસમાં સદા તત્પર રહેવાનું છે. સર્વિસેબલ જેટલાં હશે તેવાં આપ સમાન બનાવશે. પછી બાપ સમાન બનાવશે. અચ્છા -