Search for a command to run...
4 Aug 1972
સર્વિસએબલ (સેવાધારી), સેન્સીબલ (સમજદાર) અને ઈસેન્સફુલ (સારયુક્ત) ની નિશાનીઓ
4 August 1972 · ગુજરાતી
સ્વયં ને સર્વિસએબલ, સેન્સીબલ અને ઈસેન્સફુલ સમજો છો? ત્રણેય ગુણ બાપ સમાન પોતાનામાં અનુભવ કરો છો? કારણ કે વર્તમાન સમય નું પોતાની સામે જે સિમ્બોલ (પ્રતીક) રાખ્યું છે, એ જ પ્રમાણે સમાનતા માં સમીપ આવતા જાઓ છો ને. સિમ્બોલ કયું રાખ્યું છે? બાપ નું. વિષ્ણુ નું સિમ્બોલ તો છે ભવિષ્ય નું પરંતુ સંગમ નું સિમ્બોલ તો બાપ જ છે ને. તો સિમ્બોલ ને સામે રાખતા સમાનતા લાવતાં રહો છો ને. આ ત્રણેય ગુણો માં સમાનતા અનુભવ કરો છો કે એક ગુણ ની વિશેષતા અનુભવ કરો છો અને બીજા-ત્રીજા ની નહીં? ત્રણેય ગુણ સમય પ્રમાણે જે પર્સન્ટેજ (ટકાવારી) માં હોવાં જોઈએ, એ છે? વર્તમાન સમયનાં અનુસાર પુરુષાર્થ નાં સ્ટેજ (અવસ્થા) ની પર્સન્ટેજ જેટલી હોવી જોઈએ એટલી છે? ૯૫ ટકા સુધી તો પહોંચવું જોઈએ ને. જ્યારે સમય જ થોડો રહી ગયો છે, તો એ સમયનાં પ્રમાણે ૯૫ ટકા હોવી જોઈએ. ૧૦૦% તો નથી કહી શકતાં, કહેશે તો સમય નું કારણ આપી દેશો. એટલા માટે ૧૦૦% નથી કહી રહ્યાં. ૫% છોડી રહ્યાંં છે. સંગમયુગ નાં પુરુષાર્થ નાં સમય પ્રમાણે ૪ વર્ષ કેટલાં પર્સન્ટેજ (ટકા) છે? સમય નાં પર્સન્ટેજ અનુસાર ૯૫% કોઈ મોટી વાત નથી. તો આટલું લક્ષ રાખતા ગતિ ને આગળ વધારતાં જઈ રહ્યાંં છો કે હમણાં પણ સમજો છો સમય બાકી છે? આ સંકલ્પ તો નથી આવતો ને કે “હમણાં હજું ૪ વર્ષ પડયાં છે. એમાં ત્યારે શું કરશું જો હમણાં જ પુરુષાર્થ સમાપ્ત કરી દઈએ”? આ સંકલ્પ તો નથી આવતો? કોઈ ખામી રહી ગઈ છે ત્યારે તો ડ્રામા માં ૪ વર્ષ બાકી રહ્યાંં છે તો પછી જ્યારે ખામી ને ભરવા માટે ૪ વર્ષ છે, તો ખામી પણ હોવી જોઈએ ને? જો ખામી રહી પણ જાય છે તો કેટલી રહેવી જોઈએ? એવું નહીં ૫૦-૫૦ રહે. જો ૫૦% જે સંપન્ન કરવાનું છે, પછી તો સ્પીડ બહુ તીવ્ર હોવી જોઈએ. આટલી તીવ્ર ગતિ જે કરી શકે છે એ ૯૫% સુધી ન પહોંચે - એ બની ન શકે. તો હવે લક્ષ્ય શું રાખવાનું છે? જો સમય પ્રમાણે ડ્રામા અનુસાર થોડી ખામી રહી પણ જાય છે તો પ% અલાઉ (માન્ય) છે, વધારે નહીં. જો આનાથી વધારે છે તો સમજવું જોઈએ ફાઇનલ સ્ટેજ (અંતિમ અવસ્થા) થી દૂર છીએ. પછી બાપદાદા નાં સમીપ અને સાથે રહેવાનું જે લક્ષ્ય રાખો છો એ પૂર્ણ નહીં થઈ શકે. કારણ કે જ્યારે ફસ્ટ નંબર અવ્યક્ત સ્થિતિ ને પ્રાપ્ત કરી ચૂક્યાં છે, એમનાં પછી જે સમીપ નાં રત્ન હશે એ ઓછા માં ઓછા એટલાં તો સમીપ હોય જે બાકી ફક્ત પાંચ ટકા ની ઉણપ રહી જાય. બાપ અવ્યક્ત થઇ ચુક્યાં છે અને સમીપ રત્નો માં ૫૦% નો ફરક હોય, તો શું એને સમીપ કહેશું? શું એ આઠ નંબર ની અંદર આવી શકે છે? સાકાર બાપ સાક્ષી બની ને પોતાની સ્થિતિ નું વર્ણન નહોતાં કરતાં? સાક્ષી બની પોતાની સ્થિતિ ને ચેક કરવાની છે. જે જેવાં છે એનું વર્ણન કરવામાં વિચાર કેમ આવવો જોઈએ? બહાર થી પોતાની મહિમા કરવી અલગ વાત છે, પરંતુ પોતાની ચેકિંગ માં બુદ્ધિ થી જજમેંટ (ન્યાય) આપવાનું છે. બીજા ને તમારી આવી સ્ટેજ નો અનુભવ તો થવો જોઈએ ને? તો સમીપ રત્ન બનવા માટે આટલી સ્પીડ થી પોતાની પર્સન્ટેજ ને વધારવી પડે. ૫૦% તો મેજોરીટી (અધિકાંશ) કહેશે, પણ અષ્ટ દેવતાઓ, માઈનોરીટી (લઘુમતી) કેવી રીતે કહી શકે? જો મેજોરીટી ને સમાન માઈનોરીટી નાં પણ લક્ષણ હોય તો અંતર શું રહ્યું? તો ત્રણેય વાતો જે સંભળાવી એ પોતાનાં માં જુઓ. સર્વિસેબલ નું રુપ શું હોય છે, એને સામે રાખતા પોતાને ચેક કરો કે વર્તમાન સ્થિતિ નાં પ્રમાણે અને વર્તમાન એક્ટિવિટી (કર્મ) નાં પ્રમાણે પોતાને સર્વિસેબલ કહી શકો છો? સર્વિસેબલ નો દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મ સર્વિસ (સેવા) કરવા યોગ્ય હશે. એમનો સંકલ્પ પણ ઓટોમેટિકલી (આપોઆપ) સર્વિસ કરશે. કારણ કે એમનો સંકલ્પ સદા વિશ્વનાં કલ્યાણ પ્રતિ જ હોય છે અર્થાત્ વિશ્વ-કલ્યાણકારી સંકલ્પ જ ઉત્પન્ન થાય છે. વ્યર્થ નહીં હશે. સમય પણ દરેક સેકન્ડ મન્સા, વાચા, કર્મણા સેવા માં જ વ્યતીત કરશે. એને કહેવાય છે સર્વિસેબલ. જેમ જેમનો જે સ્થૂળ ધંધો અથવા વ્યાપાર હોય છે તો ઓટોમેટિકલી તેમનાં સંકલ્પ અથવા કર્મ પણ એ પ્રમાણે ચાલે છે ને. ન ફક્ત સંકલ્પ, સ્વપ્ન માં પણ એ જ જોશે. તો સર્વિસેબલનાં સંકલ્પ ઓટોમેટિકલી સર્વિસ પ્રત્યે જ ચાલશે કારણ કે એમનો ધંધો જ એ છે. અચ્છા, સેન્સીબલ નાં લક્ષણ શું હશે? (દરેકે સંભળાવ્યું) એટલા લક્ષણ સંભળાવ્યાં છે જે, હમણાં જ લક્ષ્ય માં સ્થિત થઇ શકો છો. સેન્સીબલ અર્થાત્ સમજદાર. લૌકિક રીતે જે સમજદાર હોય છે એ આગળ-પાછળ નું સમજી-વિચારી ને પછી પગલું ભરે છે. પરંતુ અહીંયા તો છે બેહદ ની સમજ. તો સમજદાર જે હશે એનું મુખ્ય લક્ષણ ત્રિકાળદર્શી બની ત્રણેય કાળો ને પહેલા થી જ જાણ્યાં પછી કર્મ કરશે. કલ્પ પહેલા ની સ્મૃતિ પણ સ્પષ્ટ રુપ માં હશે કે કલ્પ પહેલા પણ હું જ વિજયી બન્યો હતો, હમણાં પણ વિજયી છું, અનેક વાર વિજયી બનતો રહીશ. આ વિજયપણા નાં નિશ્ચય નાં આધાર પર અથવા ત્રિકાળદર્શીપણા નાં આધાર પર જે પણ કાર્ય કરશે એ ક્યારેય વ્યર્થ અથવા અસફળ નહીં થશે. તો સમજ ત્રિકાળદર્શીપણા ની હોવી જોઈએ. ફક્ત વર્તમાન સમય ને સમજવું, આને પણ સંપૂર્ણ નહીં કહેશું. જો કોઈ પણ કાર્ય માં અસફળતા મળે અથવા વ્યર્થ થઈ જાય, એનું કારણ જ આ છે કે ત્રણેય કાળો ને સામે રાખી ને કાર્ય નથી કરતાં, આટલી બેહદ ની સમજ ધારણ કરી નથી શકતાં. આ કારણે વર્તમાન સમસ્યાઓ ને જોતા ગભરાઈ જાય છે અને ગભરાવાનાં કારણે સફળતા પ્રાપ્ત નથી કરી શકતાં. સેન્સીબલ જે હશે એ બેહદ ને સમજી ને કે ત્રિકાળદર્શી બની દરેક કર્મ કરશે અથવા દરેક બોલ બોલશે, જેને જ અલૌકિક અથવા અસાધારણ કહેવાય છે. સેન્સીબલ ક્યારેય પણ સમય અથવા સંકલ્પ અથવા બોલ ને વ્યર્થ નહીં વેડફે. જેમ લૌકિક રીતે પણ જો કોઈ ધન ને અથવા સમય ને વ્યર્થ વેડફે છે તો કહેવામાં આવે છે - આમને સમજ નથી. આ રીત થી જે સેન્સીબલ હશે, એ દરેક સેકન્ડ ને સમર્થ બનાવી ને કાર્ય માં લગાવશે, વ્યર્થ કાર્ય માં નહીં લગાવે. સેન્સીબલ ક્યારેય પણ વ્યર્થ સંગ નાં રંગ માં નહીં આવે, ક્યારેય પણ કોઈ વાતાવરણ નાં વશ નહીં થશે. આ બધાં લક્ષણ સેન્સીબલ નાં છે. ત્રીજું છે ઇસેન્સફુલ. એનાં લક્ષણ શું હશે? (દરેકે સંભળાવ્યું) બધાએ ઠીક સંભળાવ્યું કારણ કે બધાં સેન્સીબલ થઈ ને બેઠાં છે ને. જે ઇસેન્સફુલ હશે એમનામાં રુહાનિયત ની સુગંધ હશે. રુહાની સુગંધ અર્થાત્ રુહાનિયત ની સર્વ શક્તિઓ એમનામાં હશે, જે સર્વ-શક્તિઓ નાં આધાર થી સહજ જ પોતાની તરફ કોઈ ને આકર્ષિત કરી શકશે. જેમ સ્થૂળ સુગંધ અથવા અત્તર દૂર થી જ કોઈ ને પોતાની તરફ આકર્ષિત કરે છે ને. ઈચ્છા નહીં રાખવા વાળા ને પણ આકર્ષિત કરી દે છે. એ પ્રકારે કેવી પણ આત્માઓ ઇસેન્સફુલ ની સામે આવે, તો પણ રુહાનિયત ની ઉપર આકર્ષિત થઈ જશે. જેમાં રુહાનિયત છે એમની વિશેષતા એ છે જે દૂર રહેતી આત્માઓ ને પણ પોતાની રુહાનિયત થી આકર્ષિત કરી શકે છે. જેમ તમે મન્સા શક્તિનાં આધાર થી પ્રકૃતિ નું પરિવર્તન અથવા કલ્યાણ કરો છો ને. આકાશ અથવા વાયુમંડળ વગેરે-વગેરે ને નજીક જઈ ને તો નહીં બોલશો. પણ મન્સા-શક્તિ થી જેમ પ્રકૃતિ ને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવો છો, એમ વિશ્વ ની અન્ય આત્માઓ જે તમારાં લોકો ની આગળ નહીં આવી શકશે, તો એમને દૂર રહેતા તમે રુહાનિયત ની શક્તિ થી બાપ નો પરિચય અથવા બાપ નો જે મુખ્ય સંદેશ છે, એ મન્સા દ્વારા પણ એમની બુદ્ધિ ને સ્પર્શ કરી શકો છો. વિશ્વ-કલ્યાણકારી છો, તો શું આટલી બધી વિશ્વ ની આત્માઓ ને સમ્મુખ સંદેશ આપી શકશો શું? બધાને વાણી દ્વારાં સંદેશ નહીં આપી શકાય. વાણી ની સાથે-સાથે મન્સા-સેવા પણ દિન-પ્રતિદિન વધતાં અનુભવ કરશો. જેમ બાપ ભક્તો ની ભાવના ને સૂક્ષ્મ રુપ થી પૂર્ણ કરે છે, તો શું વાણી દ્વારા સામે જઈ ને કરે છે શું? સૂક્ષ્મ મશીનરી (યંત્ર) છે ને. એમ જ આપ શક્તિઓનું કે પાંડવોનું પ્રેક્ટિકલ માં ભક્ત આત્માઓ ને કે જ્ઞાની આત્માઓ ને બંને બાપ નો પરિચય કે સંદેશ આપવાનું કાર્ય અર્થાત્ સૂક્ષ્મ મશીનરી તીવ્ર થવાની છે. આ અંતિમ સેવા ની રુપરેખા છે. જેમ સુગંધ ભલે નજીક વાળા ને, ભલે દૂર વાળા ને સુગંધ આપવાનું કર્તવ્ય કરે છે, એવું નહીં ફક્ત સમ્મુખ આવવા વાળા સુધી પરંતુ દૂર બેઠેલી આત્માઓ સુધી પણ તમારી આ રુહાનિયત ની શક્તિ સેવા કરશે. ત્યારે પ્રેક્ટિકલ રુપ માં વિશ્વ-કલ્યાણકારી ગવાશે. હમણાં તો વિશ્વ-કલ્યાણ નાં પ્લાન્સ બનાવી રહ્યાંં છો, પ્રેક્ટિકલ નથી. પછી આ સૂક્ષ્મ મશીનરી જ્યારે શરું થશે તો પ્રેક્ટિકલ કર્તવ્ય માં લાગી જશો. અનુભવ કરશો કે “કેવી રીતે આત્માઓ બાપ નાં પરિચય રુપી અંચલી લેવા માટે તડપી રહી છે અને તડપતી આત્માઓ ને બુદ્ધિ દ્વારાં કે સૂક્ષ્મ શક્તિ દ્વારાં ન જોવા છતાં પણ એવો અનુભવ થશે જેમ કે દેખાઈ રહ્યાંં છે.” તો આવી સેવા માં જ્યારે લાગી જશો તો વિશ્વ-કલ્યાણકારી પ્રેક્ટિકલ માં નામ પ્રખ્યાત થશે. હવે જુઓ તમે લોકો શું કહો છો કે અમે વિશ્વ-કલ્યાણ નો સંકલ્પ ઉઠાવ્યો છે; લોકો તમને શું કહે છે? તો કલ્યાણ નું આટલું મોટું કાર્ય તમારી આવી સ્પીડ (ગતિ) થી થશે? વિશ્વ-કલ્યાણ નું કાર્ય હજું સુધી બહુ થોડું કર્યું છે. વિશ્વ સુધી કેવી રીતે પહોંચાડશો? હમણાં પ્રેક્ટિકલ નથી ને. પછી ચારેય બાજુ જ્યાં-જ્યાં થી માસ્ટર બુદ્ધિવાનો ની બુદ્ધિ બની સૂક્ષ્મ મશીનરી દ્વારાં બધાની બુદ્ધિઓ ને સ્પર્શ કરશો તો અવાજ ફેલાશે કે કોઈ શક્તિ, કોઈ રુહાનિયત પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. શોધશે મળવા માટે અથવા એક સેકન્ડ ફક્ત દર્શન કરવા માટે તડપશે જેની નિશાની જડ ચિત્રો ની હજું સુધી ચાલતી આવી છે. જ્યારે કોઈ જડ મૂર્તિઓ નો એવો ઉત્સવ હોય છે તો કેટલી ભીડ લાગી જાય છે. કેટલાં ભક્ત એ દિવસે એ ઘડીએ દર્શન કરવાં માટે તડપે છે અથવા તરસે છે. અનેક વાર દર્શન કર્યાં હોવા છતાં પણ એ દિવસ નાં મહત્વ ને પૂરું કરવા માટે બિચારાં કેટલા કઠિન પ્રયત્ન કરે છે! આ નિશાની કોની છે? પ્રેક્ટિકલ થવાથી જ તો આ યાદગાર નિશાનીઓ બની છે. અચ્છા!
\\
જે ઇસેન્સફુલ હશે એમનામાં રુહાનિયત ની સુગંધ હશે. રુહાની સુગંધ અર્થાત્ રુહાનિયત ની સર્વ શક્તિઓ એમનામાં હશે, જે સર્વ-શક્તિઓ નાં આધાર થી સહજ જ પોતાની તરફ કોઈ ને આકર્ષિત કરી શકશે. જેમ સ્થૂળ સુગંધ અથવા અત્તર દૂર થી જ કોઈ ને પોતાની તરફ આકર્ષિત કરે છે.