Search for a command to run...
6 Aug 1972
વૃત્તિ ચંચળ થવાનું કારણ વ્રત માં હલ્કાપણું
6 August 1972 · ગુજરાતી
પરિવર્તન-ભૂમિ માં આવીને પોતાનાં પરિવર્તન નો અનુભવ કરો છો? ભઠ્ઠી માં આવવું અર્થાત્ કમજોરીઓ કે કમી ને ભસ્મ કરવી. તો એવો અનુભવ કરો છો કે કમજોરીઓ સદાનાં માટે કિનારે થતી જઈ રહી છે? સ્વયં માં એટલી વિલ પાવર (મનોબળ) ભરતા જઈ રહ્યાં છો? કારણ કે આ સમય નું પરિવર્તન સદાકાળનું પરિવર્તન થઈ જશે. જેમ અગ્નિ માં કોઈ પણ વસ્તુ નાખવામાં આવે છે તો અગ્નિ માં નાખેલી વસ્તુ નું રુપ, રંગ અને કર્તવ્ય બદલાઈ જાય છે, એ ફરીથી પહેલાં જેવી થઈ નથી સકતી. સદાકાળ નાં માટે રુપ, રંગ, કર્તવ્ય બદલાઈ જશે. તો એમ જ પોતાનામાં અનુભવ કરો છો? કમજોરીઓ નું રુપ-રંગ બદલાઈ રહ્યું છે, એવું પરિવર્તન કરી રહ્યાં છો? સ્વયં ની અંદર દૃઢ સંકલ્પ હોય કે મારે પરિવર્તિત થઈને જ જવું છે. આ દૃઢ સંકલ્પ ની લગન ની અગ્નિ એવી તેજ પ્રજ્વલિત કરી છે જે આ શ્રેષ્ઠ સંકલ્પ ની લગન ની અગ્નિ માં કમજોરીઓ સંપૂર્ણ રીતે ભસ્મ થઈ જાય? જો આગ તેજ નથી થતી તો ન તો પહેલાં નું રુપ, ન તો પરિવર્તન વાળુ રુપ રહે છે, વચમાં જ અધૂરાં રહી જાય છે. તો સ્વયં પોતાને જુઓ - આ શ્રેષ્ઠ સંકલ્પ ની અગ્નિ એટલી તેજ પ્રજ્વલિત થઇ કે સાધારણ સંકલ્પ કર્યો છે કે હા, પ્રયત્ન કરી રહ્યાં છે, થઈ જ જશે? આને તીવ્ર પુરુષાર્થ નહીં કહેવાય. કરીને જ દેખાડશું, એને કહેવાય તીવ્ર પુરુષાર્થી. આ સમયે ભઠ્ઠી માં આવેલાં પોતાની સ્ટેજ (સ્થિતિ) માં તીવ્ર પુરુષાર્થી નો અનુભવ કરી રહ્યાં છો? જે સમજે છે કે પરિવર્તન-ભૂમિ માં આવતાં જ તીવ્ર પુરુષાર્થી ની લિસ્ટ માં આવી ગયાં એ હાથ ઉઠાવો. તીવ્ર પુરુષાર્થી ની અવિનાશી છાપ લગાડી દીધી છે? અવિનાશી બાપ દ્વારાં અવિનાશી પ્રાપ્તિ કરી રહ્યાં છો ને. જ્યારે બાપ અવિનાશી છે અને પ્રાપ્તિઓ પણ અવિનાશી છે; તો અવિનાશી પ્રાપ્તિ દ્વારા જે પોતાની સ્ટેજ (સ્થિતિ) બનાવી રહ્યાં છો એ પણ અવિનાશી હોય. એટલી હિંમત પોતાનામાં સમજો છો કે પોતાની શુભ વૃત્તિ દ્વારા પ્રવૃત્તિ ને, પરિસ્થિતિ ને, પ્રકૃતિ ને બદલી શકો છો? જો પોતાની વૃત્તિ શ્રેષ્ઠ છે તો એની આગળ પ્રવૃત્તિ કે પરિસ્થિતિ કોઈ પણ પ્રકાર નો વાર કરી નથી શકતી, કારણ કે શુભ વૃત્તિ જ એ છે કે હું માસ્ટર સર્વશક્તિમાન, નોલેજફુલ (જ્ઞાની) છું, પાવરફુલ (શક્તિશાળી) છું. તો શું પોતાની વૃત્તિ ને આટલી શ્રેષ્ઠ બનાવી છે? સદૈવ વૃત્તિ ને ચેક કરો કે દરેક સમયે પોતાની વૃત્તિ શ્રેષ્ઠ છે, સાધારણ વૃત્તિ તો નથી રહેતી? વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવવા માટે કે પ્રવૃત્તિમાં રહેતાં પણ પ્રવૃત્તિની પરિસ્થિતિઓ થી નિવૃત્ત રહેવાનું કયું સાધન અપનાવવું પડે? સંભળાવ્યું હતું ને કે ભક્તિ માં સાધના કરે છે, અહીંયા જ્ઞાનમાર્ગ માં છે સાધન. એ કયું સાધન છે? વૃત્તિ ચંચળ હોય તો શું કરશો? પહેલાં તો વૃત્તિ ચંચળ થવાનું કારણ શું છે? વૃત્તિ ચંચળ કે સાધારણ હોવાનું કારણ એ જ છે કે જે આવતાં જ જે પહેલું વ્રત લો છો કે પ્રતિજ્ઞા કરો છો, એનાથી નીચે આવી જાઓ છો. વ્રત ને ભંગ કરી દો છો અથવા પ્રતિજ્ઞા ને ભૂલી જાઓ છો. પહેલું-પહેલું વ્રત છે - મન, વાણી, કર્મ માં પવિત્ર રહેશું. આ પહેલું-પહેલું વ્રત લીધું. અને બીજું વ્રત, એક બાપ બીજું ન કોઈ - આ વ્રત બધાએ લીધેલું છે. જે વ્રત લઈને વચ્ચે છોડી દે છે, તો ભક્તિમાર્ગ માં પણ વ્રત રાખી પછી વચ્ચે ખંડન કરી દે તો એને શું કહેવાશે? પુણ્યાત્મા નાં બદલે પાપાત્મા. તમે વ્રત ક્યાં સુધી ધારણ કર્યું છે? વ્રત ને સદા કાયમ રાખવામાં આવે છે. ભક્ત લોકો નો જો જીવ પણ જતો રહે તો પણ વ્રત નથી તોડતાં. તો જયારે તમે લોકોએ આવતાં જ વ્રત ધારણ કર્યું તો સદૈવ સ્મૃતિ માં રાખો. સ્મૃતિ થી ક્યારેય પણ વૃત્તિ ચંચળ નહીં થશે. વૃત્તિ ચંચળ નહિં થશે તો પ્રવૃત્તિ કે પરિસ્થિતિ કે પ્રકૃતિનાં કોઈ પણ વિઘ્નોનાં વશ નહીં થશો, પ્રકૃતિ ને દાસી, પરિસ્થિતિ ને સ્વ-સ્થિતિ, પ્રવૃત્તિ ને શુદ્ધ પ્રવૃત્તિ નું સેમ્પલ (ઉદાહરણ) બનાવી ને દેખાડશો. વ્રત ને હળવું કરવાથી જ વૃત્તિ ચંચળ થાય છે. રાખડી પર આ પ્રતિજ્ઞા કરાવશો ને કે પવિત્ર બનો. તો પહેલાં સ્વયં ને કંગન બાંધવું પડે ત્યારે બીજા ને પણ આ કંગન માં બાંધી શકશો. જેમને રાખડી બાંધો છો એ પવિત્ર બને છે કે વ્રત લે છે? એટલી હિંમત પણ નથી રાખતાં. કારણ? પહેલાં બાંધવા વાળા સ્વયં વ્રત માં રહે છે? મન્સા માં જો કોઈ પણ અપવિત્રતા આવી જાય છે તો પૂરું વ્રત કહેશું? આ કારણે જેટલી બાંધવા વાળામાં કમી છે, તો જેને બાંધો છો એમની ઉપર પણ તમારી પવિત્રતાનાં આકર્ષણ નો એટલો પ્રભાવ નથી પડતો. એક રીત-રિવાજ ની જેમ ફક્ત સંદેશ લે છે કે આમનું આ રહસ્ય છે. વ્રત નથી લેતાં, કેમ? પોતાનું જ કારણ કહશે ને, કે કહેશે કે ભાગ્ય માં નથી? ભાગ્ય બનાવવા વાળા તો તમે છો ને. ભાગ્ય બનાવીને જ આવો અથવા ભાગ્ય બનાવવા ની એટલી તીવ્ર પ્રેરણા આપીને આવો જે તમારી પાછળ-પાછળ આકર્ષિત થઈ ભાગ્ય બનાવ્યાં વગર રહી ન શકે. એટલાં આકર્ષણ વાળા છો ને. રિવાજી આત્માઓ નાં માટે પણ ઉદાહરણ અપાય છે કે ફલાણા નાં બે શબ્દો માં એટલી શક્તિ હતી કે એમની પાછળ બધાં લોકો ભાગતાં રહે છે. એમની આગળ તમે કેટલી શ્રેષ્ઠ આત્માઓ છો! આજકાલ નાં જે મહાત્માઓ ગવાય છે એ તમારાં લોકો ની પ્રજા નાં પણ પ્રજા સદ્રશ્ય (જેવાં) નથી કારણ કે સ્વર્ગ નાં અધિકારી તો નથી બનતાં ને. તમારી પ્રજા ની પણ જે પ્રજા હશે એ સ્વર્ગવાસી તો હશે ને. સ્વર્ગ નાં સુખ નો અનુભવ તો કરશે ને. આ તો સ્વર્ગ માં આવી જ નહિં શકે. તો જ્યારે આટલી શ્રેષ્ઠ આત્માઓ છો તો કોઈ વિશેષ કર્તવ્ય કરવું જોઈએ ને. તમારાં લોકો નાં એક-એક બોલ માં એટલી શક્તિ હોવી જોઈએ જેમ કે અનુભવીમૂર્ત થઈને બોલો છો, તમે બોલતાં જાઓ અને તેઓ અનુભવ કરતાં જાય. આજકાલ નાં જે સો-કોલ્ડ (કહેવાતાં) મહાત્માઓ, પંડિત વગેરે છે, જ્યારે એમના માં પણ અલ્પકાળ ની આટલી શક્તિ છે તો આપ માસ્ટર સર્વશક્તિમાન નાં એક-એક બોલ માં કેટલી શક્તિ હોવી જોઈએ? એક-એક બોલ ની સાથે કોઈને અનુભવ કરાવતાં જાઓ. જેમ કોઈને પહેલો પાઠ આપો છો - તમે આત્મા છો. બોલ ની સાથે એમને અનુભવ કરાવતા જાઓ. આ જ તો વિશેષતા છે. એમ જ ભાષણ કરવું, એ તો એ લોકો પણ કરે છે. એ રીતે બોલવું, તે એ લોકો પણ કરે છે. પરંતુ જે અન્ય લોકો નથી કરી શકતાં એ શ્રેષ્ઠ આત્માઓ કરી શકે છે, એ અંતર જ આમાં છે. તો આ વિશેષતા પ્રેક્ટિકલ માં દેખાય. એ કેવી રીતે થશે? જ્યારે સ્વયં માં સર્વ વિશેષતાઓ ધારણ કરશો. સ્વયં માં પણ જો વિશેષતાઓ ધારણ નથી કરી તો બીજાઓ ને પણ ધારણામૂર્ત નથી બનાવી શકતાં. એટલા માટે વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવો. બાપદાદા ની સમ્મુખ જે વ્રત લીધું છે એમાં સદા કાયમ રહો. પછી જુઓ, રીઝલ્ટ શું નીકળે છે! જ્યારે વ્રત લીધું છે કે ‘એક બાપ બીજું ન કોઈ’, તો પછી બુદ્ધિ બીજે કેમ જાય છે? શું આ વ્રત લીધું છે કે બીજા થી સાંભળશું? તમારા થી જ સાંભળશું, તમારા થી જ બોલશું... આ વ્રત લીધું છે. તો પછી બીજી આત્માઓ ની તરફ ચંચળ વૃત્તિ થી જુઓ છો જ કેમ અથવા સાંભળો છો જ કેમ? જે બાપ થી સાંભળ્યું છે એ બોલવાનું છે, પછી બીજા શબ્દ અથવા વ્યર્થ વાતો કેવી રીતે કરી શકો છો? આ તો વ્રત તોડવું થયું ને. જ્યારે આત્માભિમાની થઇને રહેવાનું વ્રત લીધું છે તો પછી દેહ ને જુઓ જ કેમ છો? આ વ્રત ને તોડવું થયું ને. અમૃતવેલા થી લઈને પોતાને ચેક કરો કે જે વ્રત લીધું છે એનાં પર ચાલી રહ્યાં છો? સંકલ્પ શું કરવાનો છે, વાણી માં શું બોલવાનું છે, કર્મ કરતાં કેવી રીતે કર્મયોગી ની સ્થિતિ રહેશે - આ વ્રત લીધું છે ને. પ્રવૃત્તિ માં રહેતાં કમળ પુષ્પ સમાન રહેશું - આ પણ વ્રત લીધું છે ને. જે કમળફૂલ સમાન હશે એ પરિસ્થિતિઓનાં વશ થઈ શકે છે શું? એ તો ન્યારાં અને પ્યારાં હોવા જોઈએ. જો શ્રેષ્ઠ વૃત્તિ માં સ્થિત છો તો કોઈ પણ વાયુમંડળ, વાયબ્રેશન (કંપન) વગેરે ડગમગ કરી શકે છે શું? વૃત્તિ થી જ વાયુમંડળ બને છે. જો તમારી વૃત્તિ શ્રેષ્ઠ છે તો વૃત્તિનાં આધાર થી વાયુમંડળ ને શુદ્ધ બનાવી શકો છો. એટલી પાવર (શક્તિ) છે? કે વાયુમંડળ ની પાવર તેજ છે? જે સમયે પણ કોઈ વાયુમંડળ નાં વશ થઈ જાઓ છો, એક હોય છે મન્સા માં કમજોરી આવી અને ત્યાં જ એને સમાપ્ત કરવી. પરંતુ વર્ણન પણ કરો છો - શું કરીએ વાયુમંડળ એવું છે, વાયુમંડળ નાં કારણે મારી વૃત્તિ ચંચળ થઈ. જ્યારે આ શબ્દ બોલો છો એ સમયે પોતાને શું સમજો છો? એ સમયે કઈ આત્મા છો? કમજોર આત્મા. સ્વયં પોતાને ભૂલેલાં છો. લૈકિક રુપ માં પણ કોઇ પોતાને ભૂલે છે શું? હું કોણ છું, કોનો બાળક છું, મારું ઓક્યુપેશન (વ્યવસાય) શું છે - જો આ કોઈ થી ભુલાઈ જાય તો બધાં હસશે ને. એ સમયે પોતાને જુઓ - શું હું સ્વયં ને, સ્વયં નાં બાપ ને, પોતાની પોઝિશન (પદ) ને ભૂલી ગયો? આ વ્રત ને હવે પાક્કું કરો. પછી જુઓ, કેવી રીતે સદા નાં વિજયી થાઓ છો. કોઈ પણ વાત હલાવી નહીં શકે. આ વ્રત ને વારંવાર પોતાની બુદ્ધિ માં રિવાઇઝ (રટણ) કરો કે કઈ-કઈ પ્રતિજ્ઞા બાપ થી કરી છે, કયું વ્રત લીધું છે; તો પછી આ વ્રત રિફ્રેશ (તાજુ) થશે, સ્મૃતિ માં રહેશે. અને જેટલું સ્મૃતિ માં રહેશે એટલી સમર્થી રહેશે. તો આવાં પોતાને સમર્થ બનાવો. લક્ષ આ રાખવાનું છે કે અમને નંબરવન આવવો જોઈએ. નંબરવન ગ્રુપની યાદગાર નિશાની વરદાન ભૂમિમાં શું આપીને જાઓ છો - એ નિશાની થી નંબર સ્વયં જ સિદ્ધ થઈ જશે. એવી યાદગાર નિશાની આપીને જજો. યાદગાર થી એમની સ્મૃતિ આવે છે ને. આવાં એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવા માટે પછી વિશેષ કમાલ કરવી પડશે. કોઈ કમાલ ની વાત કરીને દેખાડશો ત્યારે તો યાદગાર રહેશે. હવે જોઇશું આ ગ્રુપ કઈ યાદગાર નિશાની કાયમ કરીને જાય છે. નિશાની પણ અવિનાશી હોય. હવે તો પોતાનામાં સર્વ શક્તિઓ ની પ્રાપ્તિ નો અનુભવ કરો છો ને. ધારણામૂર્ત નું પેપર તો અહીંયા થઈ જાય છે. બાકી પ્રેક્ટિકલ પેપર પરિસ્થિતિઓ નો સામનો કરવાનું, એ પછી ત્યાં જઈને આપવાનું હોય છે. એનું રિઝલ્ટ પણ અહીંયા આવશે. એવું પ્રેક્ટિકલ પેપર આપવાનું છે જે બધાં અનુભવ કરે કે આમનામાં તો બહુ પરિવર્તન છે. હિંમત રાખવા થી મદદ સ્વતઃ જ મળે છે. હિંમત માં કઈક જરાં પણ ખામી હોય છે ત્યારે મદદ માં પણ ખામી પડે છે. ઘણાં સમજે છે મદદ મળશે તો કરીને દેખાડશું. પરંતુ મદદ મળશે જ હિંમત રાખવા વાળાઓ ને. પહેલાં હિંમતે બાળકો, પછી મદદે બાપ છે. હિંમત ધારણ કરો તો તમારી એક ગણી હિંમત, બાપ ની સો ગણી મદદ છે. જો એક પણ પગલું ન ઉઠાવો તો બાપ પણ ૧૦૦ પગલાં નહિં ઉઠાવશે. જો કરેગા સો પાયેગા (જે કરશે તે પામશે). હિંમત રાખવી અર્થાત્ કરવું. ફક્ત બાપ ની ઉપર છોડવું કે બાબા મદદ કરશે તો થશે - આ પણ પુરુષાર્થહીન નાં લક્ષણ છે. બાપદાદા ને ખબર નથી કે અમારે મદદ કરવાની છે? શું તમારાં કહેવાથી કરશે? જે કહેવાથી કરે છે એને શું કહેવાય છે? જે સ્વયં દાતા બનીને કરી રહ્યાં છે એમને કહી ને કરાવવું, એ ઈન્સલ્ટ (અપમાન) નથી? આપવા વાળા દાતા ની આગળ ૫ પૈસા શું આપો છો? તો બાપદાદા ને પણ શિક્ષા સ્મૃતિ માં અપાવો છો કે તમારે મદદ કરવી જોઈએ? આ સંકલ્પ ક્યારેય ન રાખો. આ તો સ્વતઃ જ પ્રાપ્ત થશે. જ્યારે સ્વયં ને વારસદાર સમજો છો તો વારસદાર વારસા નાં અધિકારી સ્વતઃ જ હોય છે, માંગવું નથી પડતું. લૌકિકમાં તો એમનો સ્વાર્થ હોય છે એટલે માંગે છે. અહીંયા તો પોતાનો સ્વાર્થ જ નથી તો બાકી રાખી ને શું કરશે. એટલાં માટે આ સંકલ્પ રાખવો પણ કમજોરી છે. પૂરું નિશ્ચય-બુદ્ધિ બનવાનું છે - બાપ મારાં સાથી છે, બાબા સદા મદદગાર છે. નિશ્ચયબુદ્ધિ વિજયન્તિ. એમ સદા સ્મૃતિ માં રાખતાં, દરેક કદમ ઉઠાવો તો જુઓ વિજય તમારાં ગળા નો હાર બની જશે. જેમનાં ગળા માં વિજય ની માળા પડે છે એ જ વિજય માળા નાં મણકા બને છે. જો હમણાં વિજયી નથી બનતાં તો વિજય માળા માં નથી આવતાં. તો આ સદા સ્મૃતિ માં રાખીને કદમ ઉઠાવો તો પછી સદા સિદ્ધિ-સ્વરુપ થઈ જશો. કોઈ સંકલ્પ અથવા બોલ અથવા કર્મ સિદ્ધ ન થાય - એ થઈ નથી શકતું, જો પુરુષાર્થ ની વિધિ યથાર્થ છે તો. કોઈ પણ કર્મ વિધિપૂર્વક કરવાથી જ સિદ્ધિ મળે છે. વિધિપૂર્વક નથી કરતાં તો સિદ્ધિ પણ નથી થતી. વિધિપૂર્વક નું પ્રત્યક્ષ ફળ ‘સિદ્ધિ’ મળશે જ. અચ્છા!