Search for a command to run...
27 Apr 1972
લક્કી અને લવલી બનવાનો પુરુષાર્થ
27 April 1972 · ગુજરાતી
પોતાને લવલીએસ્ટ (પ્રેમાળ) અને લક્કીએસ્ટ (ભાગ્યશાળી) બંને સમજો છો? લવલી પણ છો અને લક્કી પણ છો, આ બંનેવ પોતાનામાં સમજો છો તો સદા નિર્વિઘ્ન, લગન માં મગ્ન અવસ્થાનો અનુભવ કરશો. જો ફક્ત લક્કી છે પણ લવલી નથી તો પણ સદા લગન માં મગન રહેશે પણ નિર્વિઘ્ન અવસ્થા નો અનુભવ નહીં કરશે. અને ફક્ત લવલી છે, લક્કી નથી તો પણ જે અવસ્થા સંભળાવી એનો અનુભવ નહીં કરી શકે. એટલા માટે બંનેની આવશ્યકતા છે. લવલી અને લક્કી - બંનેની પ્રાપ્તિ માટે મુખ્ય ત્રણ વાતો આવશ્યક છે. જો એ ત્રણેય વાતો પોતાનામાં અનુભવ કરશો તો લક્કી અને લવલી જરુર થશો. એ ત્રણેય વાતો કઈ છે જેનાથી સહજ જ આ બંને સ્થિતિ અનુભવ કરી શકો છો? લક્ક (ભાગ્ય) ને બનાવી પણ શકાય છે કે બનેલું જ હોય છે? પોતાને લક્કી બનાવી શકો છો કે પહેલેથી જે લક્કી બનેલા છે એ જ બની શકે છે? પોતાનું લક્ક બનાવી શકાય છે કે બનેલાં ઉપર ચાલવાનું હોય છે? તકદીર ને બદલી શકો છો કે નહીં? અનલક્કી (દુર્ભાગ્યશાળી) થી લક્કી (ભાગ્યશાળી) બની શકો છો? લક્ક બનાવવા માટે પુરુષાર્થ ની માર્જિન (ગાળો) છે? (હાં) તકદીર જગાડીને આવ્યાં છો કે તકદીર જગાડવા માટે આવ્યાં છો? તકદીર જે જાગેલી છે એ સાથે લઈને આવ્યાં છો ને, પછી શું બનાવશો? તકદીર જે જગાડીને આવ્યાં છે એ અનુસાર જ બાપનાં બન્યાં પણ બાપનાં બનવામાં જ તકદીરની વાત છે ને. તકદીર બનાવીને પણ આવ્યાં છો અને બનાવી પણ શકો છો, એવું? જ્યારે કોઇ વાત પર વધારે પુરુષાર્થ કરી લો છો તો પોતાનાં અંદરથી ક્યારેય સંકલ્પ આવે છે કે મારી તકદીર માં તો આ જ જોવામાં આવે છે? પુરુષાર્થ કર્યા પછી પણ સફળતા નથી મળતી તો સમજો છો ને - તકદીર માં આ આવું છે. સફળતા ન મળવાનું કારણ શું છે? પોતાની રીતે પુરુષાર્થ કર્યો છતાં પણ સફળતા નથી મળતી તો પછી શું કહો છો? ડ્રામા માં આવું જ છે. તો ડ્રામા નું બનેલું લક્ક જ લઈને આવ્યાં છો ને? પુરુષાર્થીએ ક્યારેય પણ એવું ન સમજવું જોઈએ કે મારા પુરુષાર્થ કર્યા પછી કોઈ અસફળતા પણ થઇ શકે છે. સદૈવ એવું જ સમજવું જોઈએ કે પુરુષાર્થ જે કર્યો છે એ ક્યારેય પણ વ્યર્થ નથી જતો. જો સારી રીતે પુરુષાર્થ કર્યો તો એની સફળતા હમણાં નહીં તો ક્યારેક મળવાની જરુર છે. અસફળતાનું રુપ જોઈને સમજવાનું છે કે આ પરીક્ષા છે, આને પાર કર્યાં પછી પરિપક્વતા આવવાની છે. તો એ અસફળતા નથી પણ પોતાનાં પુરુષાર્થ નાં ફાઉન્ડેશન (પાયાં) ને પાક્કું (મજબૂત) કરવાનું એક સાધન છે. ક્યારેય પણ કોઈ વસ્તુને મજબૂત કરવાની હોય છે તો પહેલાં એનાં ફાઉન્ડેશનને ઠોકવું પડે છે, ઠોકી-ઠોકીને પાક્કું કરવામાં આવે છે. એ ઠોકવું એ જ પરિપક્વતા નું સાધન છે. તો ક્યારેય પણ પોતાના વ્યક્તિગત પુરુષાર્થમાં કે સંગઠન નાં સંપર્કમાં અથવા ઈશ્વરીય સેવામાં ત્રણેય પ્રકારનાં પુરુષાર્થ માં બહારનું રુપ અસફળતા નું દેખાઈ પણ આવે તો એમ જ સમજવું જોઈએ કે આ અસફળતા નથી પણ પરિપક્વતા નું સાધન છે. જેમ સંભળાવ્યું હતું કે તોફાન ને તોફાન ન સમજીને એક તોહફા (ભેટ) સમજવું જોઇએ. હોડી માં ઝોકાં આવે છે પણ એ આગળ વધારવાનું એક સાધન છે. એ જ પ્રમાણે અસફળતા માં સફળતા સમાયેલી છે, એમ સમજીને આગળ વધવું જોઈએ. અસફળતા શબ્દ જ બુદ્ધિમાં ન આવવો જોઈએ જો પુરુષાર્થ સાચ્ચો હશે તો. સારું - સંભળાવી રહ્યાં હતાં કે લક્કી (ભાગ્યશાળી) અને લવલી (પ્રેમાળ) બનવા માટે ત્રણ વાતો આવશ્યક છે એ કઈ છે? પહેલાં વિચારો - લક્ક કેવી રીતે બની શકે છે? પોતાને જ જોઈ લો કે અમે લક્કી, લવલી છીએ? પોતાનાં લક્ક ને કેમ નથી જગાડી શકતાં? એનું મૂળ કારણ - નોલેજફુલ (જ્ઞાનવાન) નથી. નોલેજફુલ માં બધાં જ પ્રકારનું નોલેજ (જ્ઞાન) આવી જાય છે. જેટલાં જે નોલેજફુલ હશે એટલાં લક્કી જરુર હશે. કારણ કે નોલેજની લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ) થી આદિ-મધ્ય-અંત ને જાણીને જે પણ પુરુષાર્થ કરશે એમાં એમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સફળતા પ્રાપ્ત થવી એ એક લક્ક ની નિશાની છે. કાં તો તે નોલેજફુલ હશે અર્થાત્ સંપૂર્ણ નોલેજ હશે. સંપૂર્ણતામાં જો કોઈ પણ કમી છે તો લકીએસ્ટ માં પણ નંબરવાર છે. નોલેજફુલ છે તો લકીએસ્ટ પણ નંબરવન હશે. કર્મનું પણ નોલેજ હોય છે અને આપણી રચયિતા અને રચનાનું પણ નોલેજ હોય છે. ભલે પરિવાર, કે જ્ઞાની આત્માઓનાં સંપર્કમાં કેવી રીતે આવવું જોઈએ એનું પણ નોલેજ હોય છે. નોલેજ ફક્ત રચયિતા અને રચનાનું જ નહીં પણ નોલેજફુલ અર્થાત્ દરેક સંકલ્પ અને દરેક શબ્દ દરેક કર્મમાં જ્ઞાન સ્વરુપ હશે. એમને જ નોલેજફુલ કહેવાય છે. બીજી વાત - જેટલાં નોલેજફુલ હશે એટલાં જ કેરફુલ (સાવચેત) પણ હશે. જેટલાં કેરફુલ હશે એટલાં જ એની નિશાની ચિયરફુલ (ખુશમિજાજ) હશે. જો કોઈ કેરફુલ નથી તો પણ લવલી (પ્રેમાળ) નહીં લાગે. જો કોઈ ચિયરફુલ નથી તો પણ લવલી નહીં લાગે.
જે કેરફુલ નથી રહેતાં એમનાંથી સમય-પ્રતિ-સમય પોતાનાં કે બીજાનાં સંપર્કમાં આવવાથી કોઈ ને કોઈ નાની-મોટી ભૂલ થવાનાં કારણે ન સ્વયં લવલી રહેશે, ન બીજાનાં લવલી બની શકશે. એટલા માટે જે કેરફુલ હશે એ ચિયરફુલ જરુર હશે. એવું નહીં સમજતા કે જે કેરફુલ હશે એ પોતાનાં પુરુષાર્થ માં વધારે મગન હોવાનાં કારણે ચિયરફુલ નથી રહી શકતાં, એવી વાત નથી. કેરફુલ ની નિશાની ચિયરફુલ છે. તો આ ત્રણેય ક્વૉલીફીકેશન (લાયકાત) અથવા વાતો જો છે તો લક્કી અને લવલી બંને બની શકે છે. એકબીજાનાં સહયોગ થી પણ પોતાનાં લક્ક ને બનાવી શકો છો. પણ એકબીજાનો સહયોગ ત્યારે મળશે જ્યારે કેરફુલ અને ચિયરફુલ હશે. જો ચિયરફુલ નથી તો સક્સેસફુલ (સફળ) પણ નહીં થશે. કેરફુલ અને ચિયરફુલ છે તો સક્સેસફુલ અર્થાત્ લક્કી છે. તો આ ત્રણ વાતો સ્વયં પોતાનામાં જુઓ. જો ત્રણેય ઠીક પર્સન્ટેજ (ટકાવારી) માં છે તો સમજો અમે લક્કી અને લવલીએસ્ટ બંને છીએ, જો પર્સન્ટેજ માં કમી છે તો પછી આ સ્ટેજ (અવસ્થા) નથી બની શકતી. હવે સમજ્યાં, નિશાની શું છે? મુખ થી જ્ઞાન સંભળાવવું એટલો પ્રભાવ ન પાડી શકે. સદૈવ ચિયરફુલ ચહેરો રહે, દુઃખની લહેર સંકલ્પ માં પણ ન આવે - એને કહેવાય છે ચિયરફુલ. તો પોતાનાં ચિયરફુલ ચહેરા થી જ સર્વિસ (સેવા) કરી શકો છો. જેમ ચુંબક ની તરફ ઓટોમેટિકલી (આપમેળે) લોખંડ આકર્ષિત થઈને જશે, એ જ પ્રમાણે સદા ચિયરફુલ સ્વયં જ ચુંબકનું સ્વરુપ બની જાય છે. એમને જોઇને જ બધાં નજીક આવશે. સમજશે આજની દુનિયામાં જ્યારે ચારે તરફ દુઃખ અને અશાંતિનાં વાદળ છવાયેલાં છે, એવા વાયુમંડળમાં આ હંમેશા ચિયરફુલ રહે છે. આ કેમ અને કેવી રીતે રહે છે, એ જોવાની ઉત્કંઠા થશે. જેમ જ્યારે ખુબ તોફાન આવે છે અથવા વરસાદ પડે છે તો એ સમયે લોકો જ્યાં વરસાદ-તોફાન થી બચાવ જુએ છે, ત્યાં ન ઈચ્છવા છતાં પણ ભાગે છે. સ્થાન કંઈ બોલાવતું નથી, પણ વાયુમંડળ પ્રમાણે એ સેફ્ટી (સલામતી) નું સાધન છે તો લોકો જરુર ત્યાં ભાગશે. પોત-પોતાને બચાવવા માટે એ સ્થાન નો સહારો લે છે. ખેંચાઈ ને આવી જાય છે ને. તો એમ જ સમજો - વર્તમાન સમયે ચારે બાજુ માયાનું તોફાન અને દુઃખનાં વાદળ ગરજી રહ્યાં છે. આવા સમયમાં સેફ્ટી નું સાધન જોઈ તમારી તરફ આકર્ષિત થશે. એ આકર્ષિત કરવા વાળું બહારનું રુપ કયું છે? ચિયરફુલ ચહેરો (હર્ષિતમુખ). તો લવલી અને લક્કી બંને હોવા જોઈએ. ક્યાંક-ક્યાંક નોલેજફુલ છે, કેરફુલ પણ છે પણ ચિયરફુલ નથી. કેર (કાળજી) કરે છે, કેર કરતાં-કરતાં ચેયર (ખુરશી) છોડી દે છે, તો ચિયરફુલ નથી બની શકતાં. એટલે જે બંનેનું હોવું જોઈએ એ નથી હોતું. બંને પોતાનામાં ધારણ કરવા જોઈએ. એનાં માટે મુખ્ય પુરુષાર્થ કે અટેન્શન (ધ્યાન) અથવા કેર કઈ વાતમાં રહે જેથી આ ત્રણેય વાતો સહજ જ પોતાનામાં લાવી શકો, એ જાણો છો? કેરફુલ તો થવાનું જ છે પણ મુખ્ય કેર કઈ વાતની રાખવાની છે? કેરફુલ કઈ-કઈ વાતોમાં થાય છે? (જુદા જુદા જવાબ મળ્યાં) બાપે શું કેર કરી જેનાથી આવાં બન્યાં? એ મુખ્ય વાત કઈ છે? તમારા લોકોની જે મહિમા ગવાય છે, એ પૂરી વર્ણન કરો - સર્વ ગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ…. જ્યારે મર્યાદાઓનું ઉલ્લંઘન થાય છે ત્યારે જ કેરલેસ (બેદરકાર) થાઓ છો. તમારા લોકોની સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) નું જે ગાયન છે, જેમ સીતા ને મર્યાદાની રેખાની અંદર રહેવાની આજ્ઞા આપી. બીજી કોઈ રેખા નહોતી પણ આ મર્યાદા જ રેખા છે. જો ઈશ્વરીય મર્યાદાઓની રેખા થી બહાર નીકળી જાય છે તો ફકીર બની જાય છે અર્થાત્ જે પણ કોઈ પ્રાપ્તિ છે એનાથી ભિખારી, ફકીર બની જાય છે. પછી બૂમો પાડે છે, જેમ ફકીર બૂમો પાડે છે - બે પૈસા આપી દો, કપડા આપી દો. એમ જ જે મર્યાદાની રેખાનું ઉલ્લંઘન કરે છે એમની સ્થિતિ ફકીર નાં સમાન બની જાય છે. એ કહેશે - કૃપા કરો, આશીર્વાદ કરો, સહયોગ આપો, સ્નેહ આપો. તો જેમ કે ફકીર થઇ ગયાં ને. પરંતુ મારો અધિકાર છે, એમને કહેશું બાળક અને માલિકપણું. અધીન થઇને માંગવુ, પછી કોઈ પણ વસ્તુ માંગવા વાળાને ફકીર જ કહેવાય છે. તો આ જે મર્યાદાઓની રેખા છે, એનાથી જો બહાર નીકળો છો તો ફકીર બની જાઓ છો. પછી મદદ લેવી પડે છે. એમ તો જે પણ બાપ નાં બાળકો બન્યાં છે તો લક્કી પણ છે, લવલી પણ છે. એ સ્વયં ઈશ્વરીય કાર્યમાં મદદગાર છે. ન કે મદદ લેવા વાળા છે. તમારા લોકોનું મદદગાર બનવાનું ચિત્ર પણ છે, મદદ માંગવાનું નથી. ભક્તોનું ચિત્ર માંગવાનું (માંગતા જ દેખાડવામાં આવે છે) જ હોય છે. બાલક સો માલિક (બાળક થી માલિક) જે છે એ સદૈવ મદદગાર છે. જે સ્વયં જ મદદગાર છે એ મદદ માંગી ન શકે, એ આપવા વાળા છે, ન કે લેવા વાળા. દાતા ક્યારેય લેતાં નથી, દાતા આપવા વાળા હોય છે. તો સ્વયં પોતાને એક જ બાપ અર્થાત્ રામની સાચી સીતા સમજી ને સદા મર્યાદાઓની રેખાની અંદર રહે અર્થાત્ આ કેર કરે તો કેરફુલ રહેશે. કેરફુલ થી ઓટોમેટિકલી ચિયરફુલ બનશે. તો એ મર્યાદાઓ કઈ-કઈ છે, એ બધી બુદ્ધિમાં રહેવી જોઈએ.
સવાર થી રાત સુધી કઈ-કઈ મર્યાદાઓ કયાં-કયાં કર્મ માં રાખવાની છે, એ બધું નોલેજ સ્પષ્ટ હોવું જોઈએ. જો નોલેજ નથી તો કેરફુલ પણ ન હોઈ શકે. તો સીતા સમજી ને આ રેખાની અંદર રહો અર્થાત્ જે કેરફુલ હશે, મર્યાદાઓની રેખાની અંદર રહેશે એ જ પુરુષોત્તમ બની શકે છે. ક્યારેક જુઓ કે ચિયરફુલ નથી રહેતાં તો અવશ્ય કોઈ મર્યાદા નું ઉલ્લંઘન કર્યું છે. મર્યાદા સંકલ્પ માટે પણ છે. વ્યર્થ સંકલ્પ પણ નથી કરવાનો. જો આ રેખાની બહાર વ્યર્થ સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થાય છે તો માનો સંકલ્પમાં મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે ચિયરફુલ નથી. એવી જ રીતે મુખ થી કયાં બોલ બોલવાનાં છે અને કઈ સ્થિતિ માં સ્થિત થઈને મુખ થી બોલવાનું છે, આ મર્યાદા છે વાણી માટે. જો વાણીમાં પણ કોઈ ઉલ્લંઘન થાય છે તો ચિયરફુલ નથી રહેતાં. પોતાનાં વ્યર્થ સંકલ્પ, વિકલ્પ જ પોતાને ચિયરફુલ સ્ટેજ (અવસ્થા) થી ઉતારી પાડે છે, કારણ કે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. જો મર્યાદાની રેખાની અંદર હંમેશા પોતાને રાખો તો આ રાવણ અર્થાત્ માયા અથવા વિઘ્ન આ મર્યાદા ની રેખાની અંદર આવવાની હિંમત નથી કરી શકતાં. કોઇ પણ વિધ્ન અથવા તોફાન, હેરાનગતિ અથવા ઉદાસી આવે છે તો સમજવું જોઈએ, ક્યાંક ને ક્યાંક મર્યાદાઓની રેખા થી પોતાનાં બુદ્ધિ રુપી પગ ને બહાર કાઢ્યો છે. જેમ સીતાએ પગ કાઢ્યો. બુદ્ધિ પણ પગ છે જેનાથી યાત્રા કરો છો. તો બુદ્ધિ રૂપી પગ જરા પણ મર્યાદાઓની રેખા થી બહાર કાઢો છો, ત્યારે આ બધી વાતો આવે છે. અને શું બનાવી દે છે? બાપનાં લક્કી અને લવલી ને ફકીર બનાવી દે છે. ફકીર બનવાની નિશાની - એક તો આત્માઓથી, બાપ થી સહારો માંગશે. પોતાનો ખજાનો જે શક્તિઓ છે તે ખતમ થઈ જશે. કહેવત છે - લકીર નાં ફકીર. તો આવાં જે ફકીર બને છે એ લકીર નાં પણ ફકીર હોય છે. એ શક્તિશાળી સ્ટેજ ખતમ થઈ જાય છે. ભલે જ્ઞાન બોલતાં રહેશે, પુરુષાર્થ કરતાં રહેશે પણ લકીરનાં ફકીર સમાન. પોતાની પ્રાપ્તિનો નશો અથવા શક્તિ જે હોવી જોઈએ એ નહીં રહે. ભક્તિમાર્ગ માં પણ લકીર નાં ફકીર હોય છે ને. તો આવાં મર્યાદાઓની રેખાનું ઉલ્લંઘન કરવા વાળા બંને પ્રકારનાં ફકીર બની જાય છે. એટલા માટે ક્યારેય પણ ફકીર નહીં બનતાં. આ સમયે જે વિશ્વનાં બાદશાહ બનશે એનાં પણ બાદશાહ છો. જેમ રાજાઓનાં રાજા કહેવાય છે, એ તો વિશ્વનાં રાજા જ્યારે બનશો એ સમયની સ્ટેજ ને રાજાઓનાં રાજા કહેવાય છે પણ આ સમયે બ્રાહ્મણપણા ની જે સ્ટેજ છે અથવા ડાયરેક્ટ (પ્રત્યેક્ષ) બાપ દ્વારા નોલેજફુલ બનવાની સ્ટેજ ઉંચી છે, તો આવી સ્ટેજને છોડીને ફકીર બનવાનું શોભતું તો નથી ને? એટલા માટે દરેક સંકલ્પ અને કર્મ માં આ ચેક (તપાસ) કરો અર્થાત્ કેર (સંભાળ) કરો - બહાર તો નથી નીકળતાં? આમ પોતાને મર્યાદા પુરુષોત્તમ બનાવો. આવાં મર્યાદા પુરુષોત્તમ બનવાનાં તીવ્ર પુરુષાર્થી, નોલેજફુલ, કેયરફુલ અને ચિયરફુલ શ્રેષ્ઠ આત્માઓને નમસ્તે. અચ્છા.
\\
જો ઈશ્વરીય મર્યાદાઓની રેખા થી બહાર નીકળી જાય છે તો ફકીર બની જાય છે અર્થાત્ જે પણ કોઈ પ્રાપ્તિ છે એનાથી ભિખારી, ફકીર બની જાય છે. પછી બૂમો પાડે છે, જેમ ફકીર બૂમો પાડે છે - બે પૈસા આપી દો, કપડા આપી દો. એમ જ જે મર્યાદાની રેખાનું ઉલ્લંઘન કરે છે એમની સ્થિતિ ફકીર નાં સમાન બની જાય છે. એ કહેશે - કૃપા કરો, આશીર્વાદ કરો, સહયોગ આપો, સ્નેહ આપો. તો જેમ કે ફકીર થઇ ગયાં ને. પરંતુ મારો અધિકાર છે, એમને કહેશું બાળક અને માલિકપણું.