Search for a command to run...
2 Apr 1972
મહિમા યોગ્ય કેવી રીતે બનાય?
2 April 1972 · ગુજરાતી
સદા ઉપરામ અવસ્થા માં રહેવા માટે વિશેષ કઈ બે વાતોની આવશ્યકતા છે? કારણ કે વર્તમાન સમયે ઉપરામ અવસ્થામાં રહેવા માટે દરેક નંબરવાર પુરુષાર્થ કરી રહ્યાં છે. તે બે કઇ વાતોની આવશ્યકતા છે જેનાથી સહજ ઉપરામ સ્થિતિમાં સ્થિત થઈ શકો છો? યાદ તો છે પરંતુ એમાં પણ બે વાતો કઈ છે, એ સંભળાવો? બે વાતો બે શબ્દોમાં સંભળાવો. હવે તો જ્ઞાનનાં આખાં વિસ્તારને સાર રુપમાં લાવવાનો છે ને. શક્તિઓ વિસ્તાર ને સારમાં સહજ લાવી શકે છે? પોતાનાં અનુભવ થી સંભળાવો. ઉપરામ અવસ્થા અથવા સાક્ષીપણાની અવસ્થા વાત તો એક જ છે. તેનાં માટે બે વાતો એ જ ધ્યાન માં રહે - એક તો હું આત્મા મહાન્ આત્મા છું, બીજું હું આત્મા હવે આ જૂની સૃષ્ટિમાં કે આ જૂનાં શરીરમાં મહેમાન છું. તો મહાન્ અને મહેમાન - આ બંને સ્મૃતિ માં રહેવાથી સ્વતઃ અને સહજ જ જે પણ કમજોરીઓ કે લગાવ (મોહ) નાં લીધે ઉપરામ સ્થિતિમાં ન રહીને આકર્ષણ માં આવી જાઓ છો એ આકર્ષણ સમાપ્ત થઈ ઉપરામ થઈ જશો. મહાન્ સમજવાથી જે સાધારણ કર્મ કે સાધારણ સંકલ્પ કે સંસ્કારો નાં વશ થઈને ચાલો છો એ બધું પોતાને મહાન્ આત્મા સમજવાથી પરિવર્તિત થઇ જાય છે. સ્મૃતિ મહાન્ ની હોવાનાં કારણે સંસ્કાર કે સંકલ્પ કે બોલ કે કર્મ બધું પરિવર્તન થઈ જાય છે. એટલા માટે સદૈવ મહાન્ અને મહેમાન સમજી ને ચાલવાથી વર્તમાનમાં અને ભવિષ્યમાં અને પછી ભક્તિમાર્ગમાં પણ મહિમા યોગ્ય બની જશો. જો મહેમાન કે મહાન્ નથી સમજતાં તો મહિમા યોગ્ય પણ નથી બની શકતાં. મહિમા ફક્ત ભક્તિ માં નથી થતી પરંતુ આખાં કલ્પ માં કોઈ ને કોઈ રુપમાં મહિમા યોગ્ય બનો છો. સતયુગ માં જે મહાન્ અર્થાત્ વિશ્વનાં મહારાજા કે મહારાણી બને છે, તો પ્રજા દ્વારા મહિમા યોગ્ય બને છે. ભક્તિમાર્ગ માં દેવી કે દેવતાનાં રુપમાં મહિમા યોગ્ય બને છે અને સંગમયુગ માં જે મહાન્ કર્તવ્ય કરીને દેખાડે છે, તો બ્રાહ્મણ પરિવાર દ્વારા પણ અને અન્ય આત્માઓ દ્વારા પણ મહિમા યોગ્ય બને છે. તો ફક્ત આ સમયે મહેમાન અને મહાન્ આત્મા સમજવાથી આખાં કલ્પ માટે પોતાને મહિમા યોગ્ય બનાવી શકો છો. દરેક કર્મ અને સંકલ્પને ચેક (તપાસ) કરો કે મહાન્ છે અથવા મહેમાન બનીને ચાલી રહ્યાં છીએ કે કાર્ય કરીએ છીએ? તો પછી અટેચમેન્ટ (લગાવ) ખતમ થઈ જશે. મહેમાન ફક્ત આ સૃષ્ટિમાં જ નહીં પણ આ શરીર રુપી મકાનમાં પણ મહેમાન છો. દેહનાં ભાન નું જે આકર્ષણ હોય છે અથવા સ્મૃતિનાં રુપમાં જે સંસ્કાર રહેલાં છે એ ખુબ જ સહજ નષ્ટ થઇ શકે છે, જ્યારે પોતાને મહેમાન સમજશો. કોઈ તમારું મકાન છે, તમે એને કારણે-અકારણે વેચી દો છો, વેચી દીધું તો પછી આપણા-પણું જતું રહ્યું. પછી ભલે એ જ સ્થાન પર રહો પણ છો પરંતુ મહેમાન સમજી ને રહેશો. તો પોતાનું સમજીને રહેવામાં અને મહેમાન સમજીને રહેવામાં કેટલો ફરક પડી જાય છે, તો આ શરીર જેને સમજતા હતાં કે હું શરીર છું, હવે એને એવું સમજો કે આ મારું નથી. હવે મારું કહેશો? હવે આ શરીર તમારું નથી રહ્યું, જેનાથી મરજીવા બન્યાં. તો મારું શરીર પણ નહીં. તન અર્પણ કરી દીધું કે મારું સમજો છો? હવે આ જૂનાં શરીરની આયુ તો સમાપ્ત થઈ ગઈ. આ તો ડ્રામા અનુસાર ઈશ્વરીય કર્તવ્ય અર્થ શરીર ચાલી રહ્યું છે. એટલે તમે હવે એમ ન કહી શકો કે આ મારું શરીર છે. આ શરીરમાં પણ મારા-પણું ખતમ થઈ ગયું. હમણાં તો બાપે આત્માને કર્મ કરવા માટે આ ટેમ્પરરી (અલ્પકાળ માટે) લોનનાં રુપમાં આપ્યું છે. જેમ બાપ સમજે છે મારું શરીર નથી, લોન લઈને કર્તવ્ય કરવા માટે પાર્ટ ભજવે છે. તો તમે પણ બાપ સમાન છો ને. મારું શરીર સમજશો તો બધી વાતો આવી જશે. મારું આ શબ્દ સાથે ઘણું બધું છે. મારા-પણું જ ખતમ તો એનાં ઘણાં સાથી પણ ખતમ થઇ જશે. ઉપરામ થઈ જશો. આ શરીર લોન પર લીધેલું છે - ઈશ્વરીય કર્તવ્ય માટે. બીજા કોઈ કર્તવ્ય માટે આ શરીર નથી. આમ પોતાને મહેમાન સમજી ને ચાલવાથી દરેક કર્મ સ્વતઃ મહાન્ થઇ જશે. જ્યારે શરીર જ પોતાનું નથી તો શરીરનાં સંબંધમાં જે પણ વ્યક્તિઓ અથવા વૈભવ છે એ પણ પોતાના નથી રહ્યાં, તો સદા આમ સમજીને ચાલો. આવું સમજીને ચાલવા વાળા સદૈવ નશામાં રહે છે. એમને સ્વતઃ જ પોતાનું ઘર સ્મૃતિમાં રહે છે. ન ફક્ત ઘર પરંતુ ૬ વાતો જે બાપનાં પ્રત્યે સંભળાવો છો, એ બધી સ્વતઃ સ્મૃતિમાં રહે છે. તો જેમ બાપ નો પરિચય આપવા માટે સાર રુપમાં સંભળાવો છો, એમાં બધું જ્ઞાન આવી જાય છે, આ સાર ૬ વાતોમાં સંભળાવો છો. તો પોતાને જો મહેમાન સમજીને ચાલશો તો પોતાની પણ ૬ વાતો સદા સ્મૃતિમાં રહેશે. નામ - સર્વોત્તમ બ્રાહ્મણ છે. રુપ - સાલિગ્રામ છે. એ જ પ્રમાણે સમય ની સ્મૃતિ, ઘર ની સ્મૃતિ, કર્તવ્ય ની સ્મૃતિ ,વારસા ની સ્મૃતિ સ્વતઃ જ રહે છે. બધું જ્ઞાન જે વિસ્તાર માં આટલો સમય સાંભળ્યું છે એ સાર રુપમાં આવી જાય છે. જે પણ બોલ બોલશો અથવા કર્મ કરશો એ સારયુક્ત હશે, અસાર નહીં હશે. અસાર અર્થાત્ વ્યર્થ. તો તમારા દરેક બોલ અને કર્મમાં આખાં જ્ઞાનનો સાર હોવો જોઈએ. એ ત્યારે થશે જ્યારે આખાં જ્ઞાનનો સાર બુદ્ધિમાં હશે. સદા નશામાં રહેવાથી જ નિશાન લગાડી શકશો. જો નશો નથી તો નિશાન જ નથી લાગતું. આખાં જ્ઞાનનો સાર ૬ શબ્દોમાં બુદ્ધિમાં આવવાથી બધું જ્ઞાન રિવાઇઝ (પુનરાવર્તન) થઈ જાય છે. તો નશો ઓછો હોવાનાં કારણે નિશાન ઉપર-નીચે થઈ જાય છે. હમણાં-હમણાં ફુલ ફોર્સ (પૂરાં જોશ) માં નશો રહે છે, હમણાં-હમણાં મધ્યમ થઈ જાય છે. નીચેની સ્ટેજ (અવસ્થા) તો ખતમ થઈ ગઈ ને. નીચેની સ્ટેજ શું હોય છે, એની અવિદ્યા હોવી જોઈએ. બાકી શ્રેષ્ઠ અને મધ્યમ ની સ્ટેજ. મધ્યની સ્ટેજ માં આવવાનાં કારણે રીઝલ્ટ (પરિણામ) અથવા નિશાન પણ મધ્યમ જ રહેશે. વર્તમાન સમયે પોતાની સ્મૃતિની સ્ટેજમાં, સર્વિસની સ્ટેજમાં - બંનેમાં જો જુઓ તો રીઝલ્ટ મધ્યમ દેખાશે. મેજોરીટી (અધિકાંશ) કહે છે - જેટલું હોવું જોઈએ એટલું નથી. એ મધ્યમ રીઝલ્ટ નું મુખ્ય કારણ એ છે કે મધ્યકાળ નાં સંસ્કારો ને હજું સુધી પૂરી રીતે ભસ્મ નથી કર્યાં. તો આ મધ્યકાળ નાં સંસ્કાર અર્થાત્ દ્વાપરકાળ થી લઈને જે દેહ-અભિમાન કે કમજોરીનાં સંસ્કાર ભરતા ગયાં છો એનાં વશીભૂત હોવાનાં કારણે મધ્યમ રીઝલ્ટ દેખાઈ આવે છે. ફરિયાદ પણ એ જ કરો છો કે ઇચ્છતાં નથી પણ સંસ્કાર લાંબા સમય નાં હોવાનાં કારણે પછી થઈ જાય છે. તો આ મધ્યકાળ નાં સંસ્કારો ને પૂરી રીતે ભસ્મ નથી કર્યાં. ડૉક્ટર લોકો પણ બીમારીનાં કીટાણુઓને પૂરી રીતે નષ્ટ કરવાની કોશિશ કરે છે. જો એક અંશ પણ રહી જાય છે તો અંશ થી વંશ ઉત્પન્ન થઈ જાય છે. તો એ જ પ્રમાણે મધ્યકાળ નાં સંસ્કાર અંશ રુપમાં પણ હોવાનાં કારણે આજે અંશ છે, કાલે વંશ થઈ જાય છે. આનાં જ વશીભૂત હોવાનાં કારણે જે શ્રેષ્ઠ પરિણામ નીકળવું જોઈએ એ નથી નીકળતું. કોઈને પણ પૂછો કે તમે સ્વયં પોતાનાથી સંતુષ્ટ, પોતાનાં પુરુષાર્થ થી, પોતાની સર્વિસ (સેવા) થી કે પોતાનાં બ્રાહ્મણ પરિવારનાં સંપર્ક થી સંતુષ્ટ છો. તો વિચારે છે. ભલે હા કરે પણ છે પણ વિચારીને કરે છે, ઝટ થી નથી કહેતાં. પોતાનાં પુરુષાર્થ માં, સર્વિસ માં અને સંપર્ક માં - ત્રણેય માં સર્વ આત્માઓ દ્વારા સંતુષ્ટતા નું સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) મળવું જોઈએ. સર્ટીફીકેટ કોઈ કાગળ પર લખેલું નહીં મળે પણ દરેક દ્વારા અનુભવ થશે. આમ સર્વ આત્માઓનાં સંપર્કમાં પોતાને સંતુષ્ટ રાખવા કે બધાને સંતુષ્ટ કરવા - આમાં જ જે વિજયી બને છે એ જ અષ્ટ દેવતા વિજયી રત્ન બને છે. બે વાતોમાં ઠીક થઈ જાય છે, બાકી જે આ ત્રીજી વાત છે એમાં યથાશક્તિ અને નંબરવાર છે. છે તો બધી વાતોમાં નંબરવાર પણ આ વાતમાં વધારે છે. જો ત્રણેય માં સંતુષ્ટ નથી તો શ્રેષ્ઠ અથવા અષ્ટ રત્નોમાં નથી આવી શકતાં. ‘પાસ વિથ ઓનર’ (સમ્માનીય રીતે ઉત્તીર્ણ) બનવા માટે બધાં દ્વારા સંતુષ્ટતા નો પાસપોર્ટ મળવો જોઈએ. સંપર્કની વાત માં કમી પડી જાય છે. સંપર્કમાં સંતુષ્ટ રહેવા અને સંતુષ્ટ કરવાની વાતમાં પાસ થવા માટે કઈ મુખ્ય વાત હોવી જોઈએ? અનુભવનાં આધાર થી જુઓ, સંપર્ક માં અસંતુષ્ટ કેમ થાઓ છો? સર્વને સંતુષ્ટ કરવા માટે કે પોતાનાં સંપર્કને સંતુષ્ટ કરવા માટે કે પોતાનાં સંપર્કને શ્રેષ્ઠ બનાવવા માટે મુખ્ય વાત પોતાનામાં સહન કરવાની કે સમાવવાની શક્તિ હોવી જોઈએ. અસંતુષ્ટતા નું કારણ એ હોય છે કે જો કોઇની વાણી કે સંસ્કાર કે કર્મ જુઓ છો એ પોતાનાં વિવેક થી યથાર્થ નથી લાગતાં, આ કારણે એવાં બોલ અથવા કર્મ થઈ જાય છે જેનાથી બીજી આત્મા અસંતુષ્ટ થઈ જાય છે. કોઈનાં પણ કોઈ સંસ્કાર કે શબ્દ કે કર્મ જોઈને તમે સમજો છો - આ યથાર્થ નથી અથવા ન હોવાં જોઈએ, છતાં પણ જો એ સમયે સમાવવાની કે સહન કરવાની શક્તિઓ ધારણ કરો તો તમારી સહન શક્તિ કે સમાવવાની શક્તિ ઓટોમેટિકલી (આપોઆપ) એમને પોતાના અયથાર્થ ચલનનાં સાક્ષાત્કાર કરાવશે. પરંતુ થાય છે શું - વાણી દ્વારા કે નૈન-ચૈન દ્વારા એને મહેસૂસ કરાવવા અથવા સાક્ષાત્કાર કરાવવા માટે તમે લોકો પણ તમારા સંસ્કારો ને વશ થઈ જાઓ છો. આ કારણે ન સ્વયં સંતુષ્ટ, ન બીજા સંતુષ્ટ થાય છે. એ સમયે જો સમાવવાની શક્તિ હોય તો એનાં આધારે અથવા સહન કરવાની શક્તિનાં આધારે એમનાં કર્મ કે સંસ્કારને થોડા સમય માટે ટાળી દો તો તમારી સહન શક્તિ કે સમાવવાની શક્તિ એ આત્મા ઉપર સંતુષ્ટતા નાં બાણ લગાવી શકે છે. આ ન હોવાનાં કારણે અસંતુષ્ટતા થાય છે. તો બધાનાં સંપર્ક માં સર્વને સંતુષ્ટ કરવા કે સંતુષ્ટ રહેવા માટે આ બે ગુણ કે બે શક્તિઓ ખુબ જ આવશ્યક છે. એનાથી જ તમારા ગુણગાન થશે. ભલે એ સમયે વિજય નહીં દેખાય, હાર દેખાશે. પણ એ સમયની હાર અનેક જન્મો માટે તમારા ગળામાં હાર પહેરાવશે. એટલા માટે આવી હારને પણ જીત માનવી જોઈએ. આ કમી હોવાનાં કારણે આ વિષય માં જેટલી સફળતા થવી જોઈએ એટલી નથી થતી. બુદ્ધિમાં નોલેજ (જ્ઞાન) હોવા છતાં પણ કયાં સમયે કયાં રુપ થી કોને નોલેજ અથવા યુક્તિ થી વાત કરવાની છે, એ પણ સમજ હોવી જોઈએ. સમજે છે - મેં એને શિક્ષા આપી. પણ સમય નથી, એમની સમર્થી નથી તો એ શિક્ષા, શિક્ષાનું કામ નથી કરતી. જેમ ધરતી જોઈને અને સમય જોઇને બીજ વાવવામાં આવે છે તો સફળતા પણ મળે છે. સમય નહીં હશે અથવા ધરણી ઠીક નહીં હશે તો પછી ભલે કેટલી પણ સારી ક્વોલિટી (ગુણવત્તા) નું બીજ હોય પણ છતાં એ ફળ નહીં નીકળે. એ જ રીતે જ્ઞાનનાં પોઇન્ટસ (મુદ્દા) કે શિક્ષા કે યુક્તિ આપવી છે તો ધરણી અને સમયને જોવાનાં છે. ધરતી અર્થાત્ એ આત્માની સમર્થી ને જુઓ અને સમય પણ જુઓ ત્યારે શિક્ષા રુપી બીજ ફળ આપી શકે છે. સમજ્યાં?
તો વર્તમાન સમયે સર્વશ્રેષ્ઠ આત્માઓને અથવા મહાવીર, મહાવીરનીયોએ આ જ વિશેષ પુરુષાર્થ તરફ અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. આ જ મહાવીરતા છે. સંતુષ્ટ ને સંતુષ્ટ રાખવા મહાવીરતા નથી, સ્નેહી ને સ્નેહ આપવો મહાવીરતા નથી, સહયોગી ની સાથે સહયોગી બનવું મહાવીરતા નથી. પણ જેમ અપકારીઓ પર પણ ઉપકાર કરો છો, કોઈ કેટલા પણ અસહયોગી બને, પોતાની સહયોગ ની શક્તિ થી અસહયોગી ને સહયોગી બનાવો - એને મહાવીરતા કહેવાય છે. એમ નહીં કે આ કારણ થી આ નથી થતું, આ આગળ નથી વધતો એટલે આ નથી થતું. એ આગળ વધે કે ન વધે, તમે તો વધી શકો છો ને? એમ સમજવું જોઈએ કે આ પણ સંબંધનો સ્નેહ છે. કોઈ સંબંધી જો કોઈ વાતમાં કમજોર હોય છે તો કમજોરને કમજોર સમજી છોડી દેવા મર્યાદા ન કહેવાય. ઈશ્વરીય મર્યાદા એ જ છે જે કમજોર ને કમજોર સમજી છોડી ન દે. પણ એને બળ આપીને બળવાન બનાવે અને સાથી બનાવી આવા કમજોર ને હાઇજંપ (ઊંચી છલાંગ) લગાવવા યોગ્ય બનાવે, ત્યારે કહેશું મહાવીર. તો આ વિષય પર અટેન્શન રાખવાથી પછી જે પણ સર્વિસ (સેવા) નાં પ્લાન (યોજના) બનાવો છો કે પોઇન્ટસ કાઢો છો એ સર્વિસનાં પ્લાન રુપી ઘરેણામાં આ હીરા ચમકી જશે. ફક્ત સોનું દૂર થી એટલું આકર્ષિત નથી કરતું. જો સોના ની અંદર હીરો હોય છે તો એ દૂર થી જ પોતાની તરફ આકર્ષિત કરે છે. પ્લાન્સ બનાવો છો એ તો ભલે બનાવો પણ પ્લાન માં આ જે હીરો છે એને દરેક સ્વયં પોતાનામાં લગાવીને પછી પ્લાન ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં કરો તો પછી આખાં વિશ્વમાં જે અવાજ ફેલાવવા ઇચ્છો છો એમાં સફળતા મળી શકશે. દૂર-દૂર ની આત્માઓ આ હીરા પર આકર્ષિત થઈને આવશે. સમજ્યાં? અચ્છા.
\\
ધરતી જોઈને અને સમય જોઇને બીજ વાવવામાં આવે છે તો સફળતા પણ મળે છે. સમય નહીં હશે અથવા ધરણી ઠીક નહીં હશે તો પછી ભલે કેટલી પણ સારી ક્વોલિટી (ગુણવત્તા) નું બીજ હોય પણ છતાં એ ફળ નહીં નીકળે. એ જ રીતે જ્ઞાનનાં પોઇન્ટસ (મુદ્દા) કે શિક્ષા કે યુક્તિ આપવી છે તો ધરણી અને સમયને જોવાનાં છે. ધરતી અર્થાત્ એ આત્માની સમર્થી ને જુઓ અને સમય પણ જુઓ ત્યારે શિક્ષા રુપી બીજ ફળ આપી શકે છે.