Search for a command to run...
22 Jun 1977
સિતારાઓની દુનિયાનું રહસ્ય
22 June 1977 · ગુજરાતી
આજે બાપદાદા સર્વ સિતારાઓને ચમકતાં રુપમાં જોઇ રહ્યાં છે. ચમકે બધાં સિતારા છે પરંતુ ચમકવામાં પણ નંબર છે. સિતારાઓની દુનિયા અર્થાત્ પોતાની દુનિયા જોઈ છે? સિતારાઓની દુનિયાનું ગીત ગાય છે પરંતુ તે કયા સિતારાઓની દુનિયા છે જેનું ગાયન છે, એ રહસ્યને તમે બધાં જાણો છો. દરેક સિતારાનો પોત-પોતાનો પ્રભાવ દેખાડે છે. સિતારાઓનાં આધાર પર જન્મપત્રી (જન્માક્ષર) અને ભવિષ્ય બતાવે છે. ચૈતન્ય રુપમાં તમે જ્ઞાન સિતારાઓ આખા કલ્પની દરેક આત્માની જન્મપત્રી નાં આધારમૂર્ત છો. જ્ઞાન સિતારાઓનાં શ્રેષ્ઠ જન્મ અને વર્તમાન જન્મનાં આધાર પર પ્રાલબ્ધ નો જન્મ, અર્થાત્ પૂજ્ય પદનો જન્મ અને પૂજ્યનાં આધાર પર પૂજારી નાં જન્મ, એવાં ૮૪ જન્મોની વાર્તા (કહાની) નાં આધાર પર અન્ય ધર્મ આત્માઓની જન્મપત્રી નો આધાર છે. તમારી જન્મપત્રી માં એમની જન્મપત્રી નોંધાયેલી છે. આપ હીરો અને હીરોઈન પાર્ટધારી નાં આધાર પર આખો ડ્રામા નોંધાયેલો છે.
આપ આત્માઓનું પૂજારીપણું આરંભ થવું અને અન્ય આત્માઓનાં ધર્મનું સ્થાપન થવું. આ આપ પૂર્વજ આત્માઓનાં આધાર પર છે. આ નાનાં-નાનાં સંપ્રદાય નીકળે છે. યાદગાર રુપમાં હદનાં સિતારાઓનાં આધાર પર ભવિષ્યદર્શી બને છે; કારણકે આ સમયે તમે ચૈતન્ય સિતારાઓ ત્રિકાળદર્શી છો. દરેક આત્માનાં ભવિષ્ય બનાવવાનાં નિમિત્ત બનેલાં છો. ભલે મુક્તિ દો, કે જીવનમુક્તિ દો. પરંતુ જીવનમુક્તિ નાં ગેટ (દ્વાર) ખોલવાનાં નિમિત્ત જ્ઞાન-સૂર્ય બાપની સાથે જ્ઞાન-સિતારાઓ નિમિત્ત બને છે. એટલે તમારાં જડ યાદગાર સિતારાઓ પણ ભવિષ્યદર્શી બનેલાં છે અર્થાત્ ભવિષ્ય દેખાડવાનાં નિમિત્ત બનેલાં છે. તો જડ યાદગાર હદનાં સિતારાઓને જોતાં, પોતાનું સિતારા સ્વરુપ સ્મૃતિમાં આવે છે? સિતારાઓમાં પણ અલગ-અલગ સ્પીડ (ગતિ) દેખાડે છે. ચક્ર લગાવવાની સ્પીડ કોઈની તેજ ગતિ દેખાડે છે અને કોઈની ધીમી ગતિ દેખાડે છે. કોઈ સિતારાઓ સંગઠિત રુપમાં છે, કોઈ સિતારા એક બીજા થી થોડાં અંતર પર દેખાડે છે. કોઈ વારંવાર જગ્યા બદલી કરે છે અને કોઈ પૂછડિયાં તારા હોય છે. આ બધાં પ્રકારનાં ચૈતન્ય સિતારાઓની સ્થિતિ, પુરુષાર્થની સ્પીડ, અચળ અને હલચલનું રુપ સંગઠિત રુપમાં, સેવાધારી કે સર્વ સ્નેહી કે સહયોગી નું સ્વરુપ, શ્રેષ્ઠ ગુણો અને કર્તવ્ય નું સ્વરુપ, યાદગાર રુપમાં દેખાડ્યું છે.
સિતારાઓનો ચંદ્રમાની સાથે સંબંધ દેખાડ્યો છે. કોઈ ચંદ્રમાનાં સમીપ છે અને કોઈ દૂર છે. જ્ઞાન સૂર્યનાં સંતાન હોવાં છતાં પણ ચંદ્રમાની સાથેનું ચિત્ર કેમ બનાવેલું છે? આનું પણ રહસ્ય છે. ચંદ્રમા અર્થાત્ મોટી મા બ્રહ્માને કહેવાય છે. જ્ઞાન સૂર્ય થી સર્વ શક્તિઓનાં નૉલેજ (જ્ઞાન) ની લાઈટ (પ્રકાશ) જરુર લે છે, પરંતુ ડ્રામાની અંદર પાર્ટ બજાવવામાં સાકાર રુપમાં સાથ આદિ પિતા બ્રહ્મા અને બ્રાહ્મણો નો છે. જ્ઞાન સૂર્ય આ ચક્ર થી ન્યારા રહે છે. એટલે અનેક જન્મોનાં ભિન્ન નામ-રુપમાં સાથ ચંદ્રમા અને જ્ઞાન સિતારાઓનો રહે છે. આ કારણે યાદગાર ચિત્રમાં પણ ચંદ્રમા અને સિતારાઓનો સંબંધ છે. સ્વયં પોતાને પૂછો કે હું કયો સિતારો છું? સંગઠિત રુપમાં સર્વનાં સ્નેહી અને સદા સહયોગી બનવાની સ્થિતિ રહે છે? કે સંગઠન માં સ્વભાવ, સંસ્કાર, સ્થિતિ બદલી દો છો અર્થાત્ સ્થાન બદલી લો છો? સદા ચમકતાં રહીને વિશ્વને રોશન (પ્રકાશિત) કરવા વાળા સિતારા છો? કે પોતે પોતાને પણ નૉલેજની લાઈટ અને યાદ ની માઈટ (શક્તિ) નથી આપી શકતાં? અન્ય આત્માઓની લાઈટ અને માઇટ નાં આધાર પર ઉભા છો? સદા સ્વયંને ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત રાખો છો? એવું પોતે પોતાને ચેક કરો. સંભળાવ્યું હતું ને કે ત્રણ પ્રકાર નાં સિતારા છે - એક છે સદા લકી (ભાગ્યશાળી) સિતારા, બીજા છે સદા સફળતાનાં સિતારા, ત્રીજા છે ઉમ્મીદવાર સિતારા. સ્વયંને પૂછો ત્રણેયમાંથી હું કોણ? પોતે પોતાને જાણો છો ને - હું કોણ છું? કોયડો ઉકેલી લીધો છે ને? સ્વયં જ સ્વયંને જજ (ન્યાય) કરો, સમજ્યાં! અચ્છા, આજે મુરલી ચલાવવાં નથી આવ્યાં. મળવા માટે આવ્યાં છે, આ મિલન જ કલ્પ-કલ્પની નોંધ છે. આ મિલનનું યાદગાર જગ્યા-જગ્યા પર અનેક રુપો થી મેળો મનાવે છે. અચ્છા.
સદા બાપ સાથે મિલન મનાવવા વાળા, સંકલ્પ, બોલ અને કર્મ માં સફળતા નાં સિતારા, સદા બાપ ને સાથી બનાવવા વાળા સમીપ સિતારા, દરેક સંકલ્પ થી વિશ્વ ને લાઈટ-માઈટ આપવા વાળા, સદા ચમકતાં સિતારાઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:-સદા સ્વયંને દરેક કર્મ કરતાં તન નાં પણ, ધન નાં પણ, પ્રવૃત્તિ નાં પણ ટ્રસ્ટી સમજીને ચાલો છો? ટ્રસ્ટીની વિશેષતા શું હોય છે? એક શબ્દમાં કહે - ટ્રસ્ટી અર્થાત્ નષ્ટોમોહા. ટ્રસ્ટી નો કોઈનામાં પણ મોહ નથી હોતો; કેમ? કારણકે મારાપણું નથી. મારા માં મોહ જાય છે. જે પણ પ્રવૃત્તિ અર્થ સાધન મળ્યાં છે કે સેવા અર્થ સંબંધ હોય છે, એમાં મારાપણું નહીં પરંતુ બાપદાદાએ આપેલી અમાનત સમજીને સેવા કરશો કે સાધનો ને કાર્યમાં લગાવશો તો સહજ જ ટ્રસ્ટી બની જશો. ટ્રસ્ટી અર્થાત્ હું-પણું સમાપ્ત અને બાબા-બાબા જ મુખ થી નીકળે, એવી સ્થિતિ છે? અથવા જે સાધનો ને કાર્યમાં લગાડો છો એમાં મારાપણા નું ભાન છે? મારાપણું છે તો દેહભાન આવે છે. જો તન નાં પણ ટ્રસ્ટી છે તો દેહનું ભાન હોઈ ન શકે. જ્યારથી જન્મ થયો તો પહેલો વાયદો શું કર્યો? જે મારું તે બાપનું. મરજીવા થઈ ગયાં ને? પછી મારાપણું ક્યાંથી આવ્યું? આપેલી ચીજ ક્યારેય પાછી નથી લેવાતી. તો સદા દેહી અભિમાની બનવાનું અર્થાત્ નષ્ટોમોહા બનવાનું સહજ સાધન શું થયું? હું ટ્રસ્ટી છું. કલ્પ પહેલાનાં યાદગાર માં પણ અર્જુન નું જે યાદગાર દેખાડ્યું છે - એમાં અર્જુન ને મુશ્કેલ ક્યારે લાગ્યું? જ્યારે મારાપણું આવ્યું. મારું ખતમ તો નષ્ટોમોહા અર્થાત્ સ્મૃતિ સ્વરુપ થઈ ગયાં. મારાં પતિ, મારી પત્નિ, મારું ઘર, મારાં બાળકો, મારી દુકાન, મારી ઓફિસ - આ મારું-મારી સહજ ને મુશ્કેલ કરી દે છે. સહજમાર્ગ નું સાધન છે - નષ્ટોમોહા અર્થાત્ ટ્રસ્ટી. આ સ્મૃતિ થી સ્વયં અને સર્વને સહજ યોગી બનાવો. સમજ્યાં?
વેરાયટી (વિવિધ) સ્થાનો થી આવવાં છતાં આ સમયે બધાં મધુબન નિવાસી છો? આ સમયે પોતાને ગુજરાતી, પંજાબી, યુ.પી. નિવાસી તો નથી સમજતાં? સદૈવ પોતાને પરમધામ નિવાસી કે પાર્ટ બજાવવાં માટે મધુબન નિવાસી સમજો. મધુબન નિવાસી સમજવાથી નશો કે ખુશી રહે છે. મધુબન માં કેટલી પણ તકલીફ માં હોવ, છતાં પણ અહીં રહેવાનું પસંદ કરો છો. ઘર માં ભલે ડનલૉપનાં ગાદલાં (ગાદી) હોય છતાં પણ અહીંયા સારું લાગે છે કારણ કે મધુબન નિવાસી બનવાથી ઑટોમેટિકલી (આપોઆપ) સહજ અને નિરંતર યોગી બની જાઓ છો. મધુબનની મહિમા પણ છે. મધુબન અને મધુબન ની મોરલી મશહુર (પ્રસિદ્ધ) છે એટલે મધુબન માં આવવાનું બધાં પસંદ કરે છે, તો સદૈવ પોતાને મધુબન નિવાસી સમજીને ચાલજો. તો સહજયોગી ની સ્થિતિ રહેશે. મધુબન યાદ આવવાથી સ્થિતિ સદા ખુશ થઈ જશે. મધુબન યાદ આવ્યું તો વ્યર્થ સંકલ્પ સમાપ્ત થઈ સમર્થ સંકલ્પ નો અનુભવ યાદ આવવાથી સમર્થ થઈ જશો. ઘરે નથી જતાં સેવા સ્થાન પર જાઓ છો. ઘરમાં જઈ ને પણ જો ભણતર અને બાપ તથા સેવા યાદ રહે તો ખુશી અને નશો રહેશે. સદા બાપ ને સાથી બનાવવા વાળા સદા નશા અને ખુશી માં અટલ રહેશે. સદા બાપ અને સેવા એ જ સ્મૃતિ માં રહો તો સમર્થ રહેશો. સ્થિતિ સદા અટલ રહેશે. અચ્છા.
જ્યારે કોઈ પણ પ્રકારનું પેપર (પરીક્ષા) આવે છે તો ગભરાઓ નહીં. ક્વેશ્ચનમાર્ક (પ્રશ્ન) માં નહીં આવો કે આ કેમ આવ્યું? આ વિચારવામાં ટાઈમ વેસ્ટ (સમય બારબાદ) નહીં કરો. ક્વેશ્ચનમાર્ક ખતમ અને ફુલ સ્ટૉપ (પૂર્ણ વિરામ). ત્યારે ક્લાસ ચેન્જ (વર્ગ પરિવર્તન) થશે અર્થાત્ પેપર માં પાસ થઈ જશો. ફુલ સ્ટૉપ કરવા વાળા ફુલ પાસ થશે કારણ કે ફુલ સ્ટૉપ છે બિન્દી ની સ્ટેજ (અવસ્થા). જોવાં છતાં ન જુઓ, સાંભળવા છતાં ન સાંભળો. બાપ નું સંભળાવેલ સાંભળો, બાપે જે આપ્યું છે તે જુઓ, આ જ પ્રેક્ટિસ થી (અભ્યાસથી) ફુલ પાસ થશો. પેપર માં પાસ થવાની નિશાની છે - આગળ વધવું અર્થાત્ ચઢતી કળાનો અનુભવ કરશો. અતિન્દ્રિય સુખનાં ઝુલામાં ઝુલતાં રહેશો. સર્વ પ્રાપ્તિનો અનુભવ ઑટોમેટિકલી (સ્વતઃ) થતો રહેશે. અચ્છા.