Search for a command to run...
25 Jun 1977
પવિત્રતા ની સંપૂર્ણ સ્ટેજ
25 June 1977 · ગુજરાતી
બાપદાદા બધાં બાળકોની વિશેષ બે વાતો જોઈ રહ્યાં છે. દરેક આત્મા યથા યોગ્ય, યથા શક્તિ ઑનેસ્ટ (ઈમાનદાર) અને હોલીએસ્ટ (સંપૂર્ણ પવિત્ર) ક્યાં સુધી બન્યાં છે. દરેક પુરુષાર્થી આત્મા બાપ નાં સંબંધમાં ઑનેસ્ટ અર્થાત્ બાપ થી ઈમાનદાર સાચ્ચા દિલવાળા બનવાનું લક્ષ રાખી ચાલી રહ્યાં છે, પરંતુ ઑનેસ્ટ બનવામાં પણ નંબરવાર છે.
(૧) જેટલાં ઑનેસ્ટ હશે એટલાં જ હોલીએસ્ટ હશે. હોલીએસ્ટ બનવાની મુખ્ય વાત છે - બાપ થી સાચા બનવું. ફક્ત બ્રહ્મચર્ય ધારણ કરવું આ પ્યોરિટી ની (પવિત્રતાની) હાઈએસ્ટ (સર્વોચ્ચ) સ્થિતિ નથી; પરંતુ પ્યોરિટી અર્થાત્ રિયલ્ટી અર્થાત્ સચ્ચાઈ. એવાં સાચ્ચા દિલવાળા, દિલવાળા બાપ નાં દિલતખ્ત નશીન છે અને દિલતખ્ત નશીન બાળકો જ રાજ્ય તખ્ત નશીન હોય છે.
(૨) ઑનેસ્ટ અર્થાત્ ઈમાનદાર એને કહેવાય છે જે બાપ નાં પ્રાપ્ત ખજાનાંને બાપનાં ડાયરેક્શન (નિર્દેશન) વગર કોઈપણ કાર્યમાં ન લગાવે. જો મનમત અને પરમત પ્રમાણે સમય ને, વાણી ને, કર્મ ને, શ્વાસ ને કે સંકલ્પ ને પરમત કે સંગદોષ માં વ્યર્થ તરફ ગુમાવે, સ્વ-ચિંતન ને બદલે પરચિંતન કરે છે, સ્વમાન નાં બદલે કોઈપણ પ્રકાર નાં અભિમાન માં આવી જાય છે. એ જ પ્રકારે શ્રીમતની વિરુદ્ધ અર્થાત્ શ્રીમત ની બદલે મનમત નાં આધાર પર ચાલે છે તો એને ઑનેસ્ટ કે ઈમાનદાર નહીં કહેવાશે. આ બધાં ખજાનાં બાપદાદાએ વિશ્વ-કલ્યાણની સેવા અર્થ આપ્યાં છે, તો જે કાર્યનાં અર્થ આપ્યાં છે એ કાર્યનાં બદલે જો અન્ય કાર્યમાં લગાવે છે, તો આ અમાનત માં ખયાનત કરવું છે. એટલે સૌથી મોટામાં મોટી પ્યોરિટી ની સ્ટેજ છે - ઑનેસ્ટ બનવું. દરેક સ્વયં પોતાને પૂછો કે અમે ક્યાં સુધી ઑનેસ્ટ બન્યાં છીએ?
(૩) ઑનેસ્ટનું ત્રીજું લક્ષણ છે - સદા સર્વ પ્રતિ શુભભાવના કે સદા શ્રેષ્ઠ કામના હશે.
(૪) ઑનેસ્ટ અર્થાત્ સદા સંકલ્પ અને બોલ કે કર્મ દ્વારા સદા નિમિત્ત અને નિર્માણ હશે.
(૫) ઑનેસ્ટ અર્થાત્ દરેક કદમ માં સમર્થ સ્થિતિનો અનુભવ હોય. સદા દરેક સંકલ્પ માં બાપ નો સાથ અને સહયોગ નાં હાથનો અનુભવ હોય.
(૬) ઑનેસ્ટ અર્થાત્ દરેક કદમ માં ચઢતી કળાનો અનુભવ હોય.
(૭) ઑનેસ્ટ અર્થાત્ જેમ કે બાપ - જે છે, જેવાં છે બાપ બાળકોની આગળ પ્રત્યક્ષ છે; તેમ બાળકો જે છે, જેવાં છે એમ જ બાપની આગળ સ્વયં ને પ્રત્યક્ષ કરે. એમ નહીં કે બાપ તો બધું જ જાણે છે, પરંતુ બાપની આગળ પોતાને પ્રત્યક્ષ કરવું સૌથી મોટામાં મોટું સહજ ચઢતી કળાનું સાધન છે. અનેક પ્રકારનાં બુદ્ધિ પર નાં બોજ સમાપ્ત કરવાની સરળ યુક્તિ છે. સ્વયં ને સ્પષ્ટ કરવું અર્થાત્ પુરુષાર્થ નો માર્ગ સ્પષ્ટ થવો છે. સ્વયંને સ્પષ્ટતા થી શ્રેષ્ઠ બનાવવાનાં છે. પરંતુ કરો છો શું? કંઈક બતાવો કંઈક છુપાવો છો. અને બતાવો પણ છો તો કોઈ સેલવેશન (સગવડ) ની પ્રાપ્તિનાં સ્વાર્થ નાં આધાર પર. ચતુરાઇ થી પોતાનો કેસ સજી-ધજીને મનમત અને પરમત નાં પ્લાન સારી રીતે બનાવીને બાપની આગળ કે નિમિત્ત બનેલી આત્માઓની આગળ રજૂ કરો છો. ભોળાનાથ બાપ સમજીને અને નિમિત્ત બનેલી આત્માઓને પણ ભોળા સમજી ચતુરાઇ થી પોતે પોતાને સાચ્ચા સિદ્ધ કરવાથી રિઝલ્ટ (પરિણામ) શું આવે છે? બાપદાદા કે નિમિત્ત બનેલી આત્માઓ જાણવાં છતાં પણ ખુશ કરવા માટે અલ્પકાળ માટે, ‘હા જી’ નો પાઠ તો કરી લેશે કારણ કે જાણે છે કે દરેક આત્માની સહનશક્તિ, સામનો કરવાની શક્તિ ક્યાં સુધી છે. આ રહસ્ય ને જાણતાં નારાજ નહીં થાય. એમને હજી વધારે આગળ વધવાની યુક્તિ આપશે. રાજી પણ કરશે, પરંતુ રહસ્ય થી રાજી કરવું અને દિલ થી રાજી કરવું - ફરક હોય છે. બનવાં ઈચ્છે છે ચતુર, પરંતુ બની જાય છે ભોળા, કેવી રીતે? જે થોડામાં રાજી થઇ જાય છે. હાર ને જીત સમજી લે છે. છે જન્મ-જન્મની હાર, પરંતુ અલ્પકાળ ની પ્રાપ્તિ માં રાજી થઈ સ્વયં પોતાને ડાહ્યા, હોંશિયાર સમજી વિજયી માની બેસે છે. બાપ ને એવાં બાળકો ઉપર રહેમ પણ આવે છે કે સમજદારી નાં પડદાની અંદર પોતાની ઉપર સદાકાળ નાં અકલ્યાણ નાં નિમિત્ત બની રહ્યાં છે. છતાં પણ બાપદાદા શું કહેશે? શ્રેષ્ઠ પુરુષાર્થ ની ભાવી નથી.
(૮) ઑનેસ્ટ અર્થાત્ કોઈ પણ વાતો નાં આધાર પર ફાઉન્ડેશન (પાયો) ન હોય. દરેક વાતનાં અનુભવ નાં આધાર પર, પ્રાપ્તિનાં આધાર પર ફાઉન્ડેશન હોય. વાત બદલાઇ અને ફાઉન્ડેશન બદલાયું, નિશ્ચય થી સંશયમાં આવી ગયાં. અને કેમ, કેવી રીતે નાં ક્વેશ્ચન (પ્રશ્નો) માં આવી ગયાં, તેને પ્રાપ્તિનાં આધાર પર અનુભવ નહીં કહેવાય. એવું કમજોર ફાઉન્ડેશન નાની એવી વાતમાં હલચલ ઉત્પન્ન કરી દે છે. જેમ આજકાલની એક રમણિક વાત બાપ ની આગળ શું રાખે છે કે ૧૯૭૭ સુધી પવિત્ર રહેવાનું હતું, હવે તો વધારે સમય પવિત્ર રહેવું મુશ્કેલ છે. એટલે બાપનાં ઉપર વાત રાખી ખુદને નિર્દોષ બનાવીને ખુદાને દોષી બનાવી દે છે. પરંતુ પવિત્રતા બ્રાહ્મણોનાં નિજી (પોતાનો) સંસ્કાર છે. હદ નાં સંસ્કાર નથી. હદની પવિત્રતા અર્થાત્ એક જન્મ સુધીની પવિત્રતા હદનો સંન્યાસ છે. બેહદનાં સંન્યાસીઓનો જન્મ-જન્માંતર માટે અપવિત્રતા નો સંન્યાસ છે. બાપદાદાએ પવિત્રતા માટે ક્યારેય સમયની મર્યાદા આપી હતી શું? સ્લોગન માં પણ આ લખો છો કે બાપ પાસે થી સદાકાળ માટે પવિત્રતા સુખ-શાંતિનો વારસો લો. સમયનાં આધાર પર પવિત્ર રહેવું, આને કઈ પવિત્રતા ની સ્ટેજ (અવસ્થા) કહેશો? એનાથી સિદ્ધ છે કે સ્વયનાં અનુભવ અને પ્રાપ્તિનાં આધાર પર ફાઉન્ડેશન નથી. તો ઑનેસ્ટ બાળકોનાં આ લક્ષણ નથી. ઑનેસ્ટ અર્થાત્ સદા હોલીએસ્ટ. સમજ્યાં, ઑનેસ્ટ કોને કહેવાય છે? અચ્છા.
એવાં સદા સાચ્ચા દિલ વાળા, સત્ય નાં આધાર પર સર્વનાં આધાર મૂર્ત બનવા વાળા, દરેક કદમ અને પ્રાપ્તિ નાં આધાર પર પોતાનાં જીવનનાં દરેક કદમ ને ચલાવવા વાળા, સદા શ્રેષ્ઠ મત અને શ્રેષ્ઠ ગતિ પર ચાલવા વાળા, એવાં તીવ્ર પુરુષાર્થીઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:- સ્વયંને સદા વિજયી અનુભવ કરો છો? માસ્ટર સર્વશક્તિમાન્ અર્થાત્ સદા વિજયી. શ્રેષ્ઠ પાર્ટધારી આત્માઓની યાદગાર પણ વિજય માળાનાં રુપમાં છે ફક્ત માળા નથી કહેતાં પરંતુ વિજય માળા. એનાથી શું સિદ્ધ થાય છે? કે શ્રેષ્ઠ આત્મા જ વિજયી આત્મા છે. એટલે વિજય માળા ગવાયેલી છે. એવાં વિજયી છો? કે ક્યારેક માળામાં પરોવાઈ જાઓ છો, ક્યારેક નીકળી જાઓ છો.
કોઈ પણ વાતમાં હાર થવાનું કારણ શું હોય છે, તે જાણો છો? હાર ખાવાનું મૂળ કારણ - સ્વયંને વારંવાર ચેક નથી કરતાં. સમય પ્રતિ સમય જે યુક્તિઓ મળે છે, એને સમય પર યુઝ (ઉપયોગ) નથી કરતાં. આ કારણે સમય પર હાર ખાઈ લો છો. યુક્તિઓ છે, પરંતુ સમય વિતી ગયાં પછી, પશ્ચાતાપ નાં રુપમાં સ્મૃતિ માં આવે છે - આવું હોત તો આમ કરત….. તો ચેકિંગની કમજોરી હોવાનાં કારણે ચેન્જ (પરિવર્તન) પણ નથી થઈ શકતાં. ચેકિંગ કરવાનું યંત્ર છે - દિવ્ય બુદ્ધિ. આમ ચેકિંગની યુક્તિ ચાર્ટ રાખવાની તો છે, પરંતુ ચાર્ટ પણ દિવ્ય બુદ્ધિ દ્વારા જ ઠીક રાખી શકશો. દિવ્ય બુદ્ધિ નહીં તો રોંગ (ખોટાં) ને પણ રાઇટ (સાચું) સમજી લો છો. જો કોઈ યંત્ર ઠીક ન હોય તો રિઝલ્ટ પણ ઊલ્ટું નીકળશે. દિવ્ય બુદ્ધિ દ્વારા ચેકિંગ કરવાથી યથાર્થ ચેકિંગ થાય છે. તો દિવ્ય બુદ્ધિ દ્વારા ચેકિંગ કરો, તો ચેન્જ થઈ જશો; હારનાં બદલે જીત થઈ જશે.
સદા સ્વયંને હરતાં-ફરતાં લાઈટનાં કાર્બ ની અંદર આકારી ફરિશ્તા નાં રુપમાં અનુભવ કરો છો? જેમ બ્રહ્મા બાપ ફરિશ્તાનાં રુપમાં ચારે બાજુની સેવાનાં નિમિત્ત બન્યાં છે, એમ બાપ સમાન સ્વયંને પણ લાઈટ સ્વરુપ આત્મા અને લાઈટનાં આકારી સ્વરુપ ફરિશ્તા અનુભવ કરો છો? બાપદાદા બંનેનાં સમાન બનવાનું છે ને? બંનેથી સ્નેહ છે ને? સ્નેહનું સબૂત છે - સમાન બનવું. જેનાથી સ્નેહ હોય છે તો જેમ તે બોલશે એમ જ બોલશે, સ્નેહ અર્થાત્ સંસ્કાર મેળવવાં અને સંસ્કાર મિલન નાં આધાર પર સ્નેહ પણ હોય. સંસ્કાર નથી મળતાં તો કેટલાં પણ સ્નેહી બનાવવાની કોશિશ કરો, નહીં બનાય.
તો બંને બાપનાં સ્નેહી છો? બાપ સમાન બનવું અર્થાત્ લાઈટ રુપ આત્મા સ્વરુપ માં સ્થિત થવું અને દાદા સમાન બનવું અર્થાત્ ફરિશ્તા. બંને બાપને સ્નેહનું રિટર્ન (વળતર) આપવું પડે. તો સ્નેહનું રિટર્ન આપી રહ્યાં છો? ફરિશ્તા બનીને ચાલો છો કે પાંચ તત્વો થી અર્થાત્ માટી થી બનેલ આ દેહ અર્થાત્ ધરણી પોતાની તરફ આકર્ષિત કરે છે? જ્યારે આકારી થઈ જશો તો આ દેહ (ધરણી) આકર્ષિત નહીં કરશે. બાપ સમાન બનવું અર્થાત્ ડબલ લાઈટ બનવું. બંનેય લાઈટ છે? તે આકારી રુપમાં, તે નિરાકારી રુપમાં. તો બંનેનાં સમાન છો ને? સમાન બનશો તો સદા સમર્થ અને વિજયી રહેશો. સમાન નહીં તો ક્યારેક હાર, ક્યારેક જીત, એ જ હલચલ માં હશો.
અચળ બનવાનું સાધન છે સમાન બનવું. હરતાં-ફરતાં સદૈવ પોતાને નિરાકારી આત્મા કે કર્મ કરતાં અવ્યક્ત ફરિશ્તા સમજો. તો સદા ઉપર રહેશો, ઉડતાં રહેશો ખુશી માં. ફરિશ્તાઓને સદૈવ ઉડતાં દેખાડે છે. ફરિશ્તા નાં ચિત્ર પણ પહાડ ઉપર દેખાડશે. ફરિશ્તા અર્થાત્ ઉંચી સ્ટેજ પર રહેવા વાળા. કંઈ પણ આ દેહની દુનિયામાં થતું રહે, પરંતુ ફરિશ્તા ઉપર થી સાક્ષી થઈ બધો પાર્ટ જોતાં રહે અને સકાશ (શક્તિ) આપતાં રહે. સકાશ પણ આપવાની છે કારણકે કલ્યાણનાં પ્રતિ નિમિત્ત છો. સાક્ષી થઈ જોતાં, સકાશ અર્થાત્ શક્તિ આપવાની છે. સીટ થી ઉતરીને સકાશ નથી અપાતી. સકાશ આપવી જ નિભાવવું છે. નિભાવવું અર્થાત્ કલ્યાણની સકાશ આપવી, પરંતુ ઊંચી સ્ટેજ પર સ્થિત થઈને આપવી - આનું વિશેષ અટેન્શન (ધ્યાન) રાખો. નિભાવવું અર્થાત્ મિક્સ નહીં થઈ જવું, પરંતુ નિભાવવું અર્થાત્ વૃત્તિ-દૃષ્ટિ થી સહયોગ ની સકાશ આપવી. પછી સદા કોઈપણ પ્રકારનાં વાતાવરણનાં શેક (હલચલ) માં નહીં આવશે. જો શેક આવે તો સમજવું જોઈએ સાક્ષીપણાં ની સ્ટેજ (સ્થિતિ) પર નથી. કાર્યનાં સાથી નથી બનવાનું, બાપનાં સાથી બનવાનું છે. જ્યાં સાક્ષી બનવું જોઈએ ત્યાં સાથી બની જાઓ તો શેક લાગે છે. એવું નિભાવતાં શીખશો તો દુનિયાની આગળ લાઈટ હાઉસ બનીને પ્રખ્યાત થશો.
આજકાલની લહેર કઈ છે? મહારથીઓનાં મન માં જેમ શરુમાં જોશ હતું કે પોતાનાં હમજીન્સને (સાથીને) અપવિત્રતા થી પવિત્રતામાં લાવવાં જ છે. પહેલું જોશ યાદ છે? કેવી લગન હતી? બધાંને છોડાવવાની પણ લગન હતી; શક્તિ ભરવાની પણ લગન હતી. આદિમાં જોશ હતું કે હમજીન્સને છોડાવવાં જ છે, બચાવવાં છે. હવે એવી લહેર છે? ભલે ચાલતાં-ચાલતાં કમજોર થવાવાળા, ભલે નવી આત્માઓ જે બંધનયુક્ત છે, એવાંને બંધનમુક્ત બનાવીએ - એટલું જોશ છે કે ડ્રામા કહી છોડી દો છો? વર્તમાન સમય તમારા લોકોનો પાર્ટ કયો છે? વરદાની નો, મહાદાની નો, કલ્યાણકારી નો. ડ્રામા તો છે, પરંતુ ડ્રામા માં તમારો પાર્ટ શું છે? તો આ લહેર જરુર ફેલાવવી જોઇએ. જેમ ફાયર બ્રિગેડ (અગ્નિ શામક) ને જોશ આવે છે. આગ લાગી રહી હોય, તો થોભી નથી શકતાં, તો એવી લહેર હોવી જોઈએ. તમારી લહેર થી એમનો બચાવ થાય. જો આપ સૌ ડ્રામા કહી છોડી દેશો કે વિચારશો રાજધાની સ્થાપન થઈ રહી છે, તો એમનું કલ્યાણ કેવી રીતે થશે? નોલેજફુલ (જ્ઞાની) હોવાનાં કારણે આ નોલેજ છે કે આ ડ્રામા છે, પરંતુ ડ્રામાની અંદર તમારું કર્તવ્ય કયું છે? તો મહારથીઓની લહેર શું હોવી જોઈએ? કંઈ પણ સાંભળો છો તો શુભચિંતન ચાલવું જોઈએ, પરચિંતન નહીં. તમારું શુભચિંતન એમની બુદ્ધિઓને શીતળ કરી શકે છે. તમે લોકો છોડી દેશો તો તે તો ગયાં. કારણકે પ્રેક્ટિકલ માં નિમિત્ત શક્તિઓનો પાર્ટ છે. બાપ તો બેકબોન (આધારસ્થંભ) છે. શક્તિઓએ કઈ સ્થિતિમાં રહેવું જોઈએ? જેમ દેવીઓનાં ચિત્રમાં બે વિશેષતાઓ દેખાડે છે. આંખો માં માતૃભાવના અને હાથ થી શસ્ત્રધારી અર્થાત્ અસુર નો સંહાર કરવા વાળી. માતૃભાવના અર્થાત્ રહેમ (દયા) ની ભાવના અને સંહાર ની ભાવના પણ. સંહાર કરવું અર્થાત્ એમનાં આસુરી સંસ્કારો ને ખતમ કરવાનો પ્લાન પણ હોય અને રહેમ પણ હોય. લૉફુલ (ન્યાયપૂર્ણ) અને લવફુલ (પ્રેમપૂર્ણ) નું બેલેન્સ (સંતુલન) હોય. બંને સાથે-સાથે હોય. આ જે કમજોરીની લહેર છે, આ એવું નથી કે વિનાશનાં કારણે પ્રત્યક્ષ થઈ ગયાં છે, કમજોરી લાંબા સમય ની હોય છે, પરંતુ હવે છૂપાઈ નહીં શકે. પહેલાં અંદર-અંદર ગુપ્ત કમજોરી ચાલતી રહી, હવે સમય નજીક આવી રહ્યો છે. એટલે કમજોરી છૂપાવી નહીં શકાય. રાજા બનવા વાળા, પ્રજા પદ વાળા, ઓછું પદ પામવા વાળા, સેવાધારી બનવા વાળા, બધાં હવે પ્રત્યક્ષ થશે. અંતમાં જે સાક્ષાત્કાર કહ્યો છે, તે કેવી રીતે થશે? આ સાક્ષાત્કાર કરાવી રહ્યાં છે. બાકી એવું નથી, કમજોરી નહોતી હવે થઈ છે પરતું હવે પ્રસિદ્ધ થવાનો ચાન્સ (મોકો) મળ્યો છે. જેમ સમાપ્તિ નાં સમયે બધી બિમારી નીકળે છે, એમ સમાપ્તિ નો સમય હોવાનાં કારણે દરેકની વેરાયટી (વિવિધ) કમજોરીઓ પ્રત્યક્ષ થશે. હમણાં તો એક લહેર જોઈ છે બીજી પણ ઘણી લહેરો જોશો. અતિ માં જશે જરુર, અતિ થાય ત્યારે તો અંત થાય. જે પણ અંદર કમજોરીઓ છે, અંદર છૂપાઈ નહીં શકે કોઈને કોઈ રુપમાં પ્રત્યક્ષ રુપમાં આવશે, પરંતુ તમારી ભાવના રહે કે આ બધાનું પણ કલ્યાણ થઈ જાય. તમે વરદાની છો તો તમારો દરેક સંકલ્પ, દરેક આત્માનાં પ્રતિ કલ્યાણ નો હોય. લહેરો તો હજી પણ આવશે - એક ખતમ થશે, બીજી આવશે, આ બધાં મનોરંજન નાં બાય પ્લાટ્સ (સાઈડ સ્ટોરી) છે અને પદ પણ સ્પષ્ટ થઈ રહ્યાં છે. આ થતાં રહેશે. આશ્ચર્યવત્ સીન (દૃશ્ય) હોવી જોઈએ. એક તરફ નવાં-નવાં રેસ માં આગળ દેખાશે. બીજી તરફ થાકવા વાળા, અટકવા વાળા પણ પ્રસિદ્ધ થશે. ત્રીજી તરફ જે લાંબા સમય થી કમજોરીઓ રહી ગઈ છે, તે પણ પ્રત્યક્ષ થશે, નથિંગ ન્યુ છે (કશું નવું નથી). પરંતુ રહેમ ની (દયાની) દૃષ્ટિ અને ભાવના બંને સાથે હોય. અચ્છા.