સદા સહજયોગી બનવાનું સાધન છે - મહાદાની બનવું
બધાં બ્રાહ્મણ આત્માઓ સ્વયંને સહજયોગી કે નિરંતરયોગી ની શ્રેષ્ઠ સ્ટેજ પર સદા સ્થિત રહેવાનાં પુરુષાર્થ માં, બધાનું લક્ષ સહજયોગી બનવાનું છે. પરંતુ પોતાની કમજોરીઓનાં કારણે ક્યારેક સહજ અનુભવ કરતાં, ક્યારેક મુશ્કેલ. કમજોરી કહી (બોલી) ને મુશ્કેલ બનાવી દે છે. વાસ્તવ માં દરેક શ્રેષ્ઠ આત્મા કે બ્રાહ્મણ આત્મા, માસ્ટર સર્વશક્તિમાન્ આત્મા, ત્રિકાળદર્શી, માસ્ટર જ્ઞાનસાગર આત્મા કોઈપણ કર્મ માં કે સંકલ્પ માં મુશ્કેલ અનુભવ નથી કરતી. સહજયોગી ની સાથે-સાથે એવી શ્રેષ્ઠ આત્મા સ્વતઃ યોગી હોય છે, કારણકે એવી શ્રેષ્ઠ આત્મા માટે બાપ અને સેવા - આ જ સંસાર છે. બાપની યાદ અને સેવા જ બ્રાહ્મણ જન્મ નાં સંસ્કાર છે. બાપ અને સેવાનાં સિવાય ન કંઈ સંસાર માં દેખાય છે, ન સંસ્કારો માં બીજા કોઈ સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ મનુષ્યાત્માની બુદ્ધિ સંસાર માં સંબંધ અને પ્રાપ્તિની તરફ જ જાય છે. બ્રાહ્મણ આત્માઓનાં માટે સર્વ સંબંધોનો આધાર અને સર્વ પ્રાપ્તિનો આધાર એક બાપ નાં સિવાય બીજું કોઈ નથી. તો સ્વતઃયોગી બનવું મુશ્કેલ છે કે સહજ છે? ન ઇચ્છતાં પણ બુદ્ધિ ત્યાં આવશે જ્યાં સર્વ સંબંધ અને સર્વ પ્રાપ્તિ છે. તો સ્વતઃ યોગી થયાં ને? જો સહજયોગી અને સ્વત:યોગી નથી; તો અવશ્ય બાપ દ્વારા સર્વ સંબંધો નો અનુભવ નથી. સર્વ સંબંધોથી બાપ ને પોતાનાં નથી બનાવતાં. સર્વ પ્રાપ્તિનો આધાર એક બાપ છે. એ અનુભવ ને અપનાવ્યો નથી.
હવે સહજયોગી બનવા માટે કયો પ્રયત્ન કરશો? સહજયોગી બનવા ઈચ્છો છો ને? સહજયોગી બનવાનું સાધન - સદા પોતાને સંકલ્પ દ્વારા, વાણી દ્વારા અને દરેક કાર્ય દ્વારા વિશ્વની સર્વ આત્માઓનાં પ્રતિ સેવાધારી સમજી, સેવામાં જ બધું લગાવો. જે પણ બ્રાહ્મણ જીવનનાં ખજાનાં, બાપ દ્વારા પ્રાપ્ત થયાં છે એ સર્વ આત્માઓની સેવા પ્રતિ લગાવો. શક્તિઓ નો ખજાનો, ગુણો નો ખજાનો, જ્ઞાન નો ખજાનો કે શ્રેષ્ઠ કમાણીનાં સમય નો ખજાનો....સેવામાં લગાવો અર્થાત્ સહયોગી બનો. પોતાની વૃત્તિ દ્વારા વાયુમંડળ ને શ્રેષ્ઠ બનાવવાનો સહયોગ આપો. સ્મૃતિ દ્વારા સર્વ ને માસ્ટર સમર્થ શક્તિવાન સ્વરુપ ની સ્મૃતિ અપાવો. વાણી દ્વારા આત્માઓને સ્વદર્શન ચક્રધારી માસ્ટર ત્રિકાળદર્શી બનવાના સહયોગી, કર્મ દ્વારા સદા કમળ પુષ્પ સમાન રહેવાનો કે કર્મયોગી બનવાનો સંદેશ દરેક કર્મ દ્વારા આપો. પોતાનાં શ્રેષ્ઠ બાપ થી સર્વ સંબંધોની અનુભૂતિ દ્વારા સર્વ આત્માઓને સર્વ સંબંધોનો અનુભવ કરાવવાનો સહયોગ આપો. પોતાનાં રુહાની સંપર્ક નાં મહત્ત્વ ને જાણતાં, શ્રેષ્ઠ સમયની સૂચના આપવાનું કે સમય પ્રમાણ વર્તમાન સંગમની એક સેકન્ડ અનેક જન્મોની પ્રાપ્તિનાં નિમિત્ત બનેલી છે. એક કદમ માં પદમોની કમાણી ભરેલી છે. એવાં સમય નાં ખજાનાને જાણતાં બીજાંઓને પણ સમય પર પ્રાપ્તિ થવાનો પરિચય આપો. દરેક વાત દ્વારા સહયોગી બનો તો સહજ યોગી બની જ જશો.
સહયોગી બનતાં આવડે છે ને? સહયોગી એ જ બની શકશે જે સ્વયં ખજાનાઓથી સમ્પન્ન હશે. સમ્પન્ન આત્માને અનેક આત્માઓ પ્રતિ મહાદાની બનવાનો સંકલ્પ સ્વતઃ આવશે. મહાદાની બનવું અર્થાત્ સહયોગી બનવું અને સહયોગી બનવું અર્થાત્ સહજયોગી બનવું. મહાદાની સર્વ ખજાનાને સ્વયં પ્રતિ ઓછાં યુઝ (ઉપયોગ) કરશે, સેવા પ્રતિ વધારે યુઝ કરશે કારણ કે અનેક આત્માઓનાં પ્રતિ મહાદાની બની આપવું જ લેવું છે. સર્વ પ્રતિ કલ્યાણકારી બનવું જ સ્વયં કલ્યાણકારી બનવું છે. દાન આપવું અર્થાત્ એક નું સો ગણું જમા કરવું. તો વર્તમાન સમયે સ્વયનાં પ્રતિ નાની-નાની વાતો માં કે કીડી સમાન આવવા વાળા વિઘ્નો માં, પોતાનાં સર્વ ખજાનાને સ્વયં પ્રતિ લગાવવાનો સમય નથી. બેહદનાં સેવાધારી બનો. તો સ્વયંની સેવા સહજ થઈ જશે. ફ્રાક (વિશાળ) દિલ થી ઉદારચિત્ત થઈને પ્રાપ્તિનાં ખજાનાને વહેંચતા જાઓ. ઉદારચિત્ત બનવાથી સ્વયંનો ઉદ્ધાર સહજ થઈ જશે. વિઘ્ન મિટાવવામાં સમય લગાવવાનાં બદલે સેવાની લગન માં સમય લગાવો. એવાં મહાદાની બનો, જે દરેક સંકલ્પ, શ્વાસ માં સેવા જ હોય. તો સેવાની લગન નું ફળ, વિઘ્ન સહજ જ વિનાશ થઈ જશે, કારણ કે વર્તમાન પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થવાનો સમય છે. હમણાં-હમણાં સેવાનું ફળ સ્વયમાં ખુશી અને શક્તિ નો અનુભવ કરશો. પરંતુ સાચ્ચા દિલની સેવા હોય. સાચ્ચા દિલ પર સાહેબ રાજી થાય છે.
ઘણાં બાળકો કહે છે, સેવા તો અમે કરીએ છીએ, પરંતુ મેવો નથી મળતો, અર્થાત્ સફળતા નથી મળતી. આ કેમ થાય છે? કારણ કે સેવા બે પ્રકાર થી કરે છે. એક દિલ થી અને બીજી દેખાવાથી અર્થાત્ નામ પ્રાપ્ત કરવાની અલ્પકાળ ની ઈચ્છા થી. જ્યારે બીજ જ અલ્પકાળનું છે - એવાં બીજ નું અલ્પકાળનું ફળ નામીગ્રામી બનવાનું તો લે છે તો સફળતા નું ફળ કેવી રીતે મળશે. નામ ની ભાવના નું ફળ, નામ અને શાન નાં રુપમાં તો પ્રાપ્ત થઈ જ જાય છે. દેખાડો કરવાનો સંકલ્પ કરવાનું બીજ હોવાનાં કારણે સર્વ ની સામે દેખાડા માં આવી જ જાય છે. સર્વનાં મુખથી અલ્પકાળ નાં માટે મહિમાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે કે સર્વિસ ખુબ સારી કરે છે. જ્યારે અલ્પકાળ ની મહિમાનું ફળ મળી ગયું અર્થાત્ કાચું ફળ જ સ્વીકાર કરી લીધું, તો સંપૂર્ણ ફળ ની પ્રાપ્તિ અર્થાત્ પાકેલાં ફળની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. રિઝલ્ટ (પરિણામ) શું હશે? કાચા ફળ નો સ્વીકાર કરવાનાં કારણે કે અલ્પકાળની કામના ની પૂર્તિ થવાનાં કારણે સદા શક્તિશાળી નથી બની શકતાં. અધિકારી નથી બની શકતાં. અને સેવા કરવાં છતાં પણ કમજોર હોવાનાં કારણે, ન સ્વયં થી સદા સંતુષ્ટ રહેશે, ન સર્વ ને સંતુષ્ટ કરી શકશે. સદૈવ ક્વેશ્ચન માર્ક (પ્રશ્નાર્થચિન્હ) રહેશે કે આટલું કરવા છતાં પણ સફળતા કેમ નથી થતી? આ આવું કરે છે, આ આવું કેમ કરે છે? આવું ન થવું જોઈએ, આ થવું જોઈએ. એ જ ક્વેશ્ચન માં રહેશે. એટલે સેવાધારી પણ દિલ થી બનો.
સાચ્ચા દિલ થી સેવાધારી બનવા વાળાનું વિશેષ લક્ષ શું હશે? દિલશિકસ્ત આત્માને શક્તિશાળી બનાવવા વાળા, કેવા પણ અવગુણ વાળી આત્મા હોય, ગરીબ આત્મા હોય, પરંતુ સદા બાપ દ્વારા મળેલાં ગુણોનાં દાન દ્વારા, ગુણો નાં ખજાનાથી ગરીબને સાહૂકાર બનાવવાનો શ્રેષ્ઠ સંકલ્પ કે શુભભાવના રાખશે. એવાં સાચ્ચા દિલ વાળા સેવાધારી સદા પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત હોવાનાં કારણે સ્વયંને સફળતા મૂર્ત અનુભવ કરશે. તો એવાં સદા સહયોગી બનો તો સહયોગી નું ફળ સહજયોગી બની જશો. સદા સહયોગી બનવાથી સદા બિઝી (વ્યસ્ત) રહેશો. સંકલ્પ માં પણ બિઝી રહેશો તો વ્યર્થ ની ફરિયાદો, જે સ્વયં થી કે બાપ થી કરો છો તે બધી સહજ જ સમાપ્ત થઈ જશે.
સદા દરેક સંકલ્પ થી સેવા કરવા વાળા, અલ્પકાળ નાં ફળનો ત્યાગ કરવા વાળા, સદા સફળતા મૂર્ત બનવા વાળા, દરેક આત્માનાં ઉદ્ધાર અર્થ નિમિત્ત બનવા વાળી, ઉદારચિત્ત આત્માઓ, સદા બાપ અને સેવામાં તત્પર રહેવા વાળી સમીપ આત્માઓ, સદા સર્વ ખજાનાની મહાદાની આત્માઓ, એવી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:- આત્માનાં સર્વ ગુણો નો અનુભવ કર્યો છે? જે સ્વયનાં ગુણ છે જ્ઞાન સ્વરુપ, પ્રેમ સ્વરુપ કે સુખ, શક્તિ, આનંદ સ્વરુપ - આ બધાં ગુણો નો અનુભવ છે? આનંદ સ્વરુપ કે જ્ઞાન સ્વરુપ ની સ્ટેજ (અવસ્થા) શું છે, એ સ્ટેજ પર સ્થિત થવાનો અનુભવ છે? આ અનુભવ કરવો અર્થાત્ સર્વ ગુણો નો અનુભવ કરવો. ફકત શાંતિ ને પ્રાપ્ત કરવી સ્વયં પર છે. જો દરેક ગુણ નો અનુભવ હશે, તો પરિસ્થિતિનાં સમયે પણ અનુભવ નાં આધાર થી પરિસ્થિતિ ને બદલી દેશે, એટલે વર્તમાન સમય નો પુરુષાર્થ છે દરેક ગુણ નાં અનુભવી બનવું. એવો અભ્યાસ જોઈએ જેમ સ્થૂળ લિફ્ટ હોય છે, તો જે નંબર ની સ્વીચ દબાવો એમાં જ પહોંચી જશે. તો આ બુદ્ધિની લિફ્ટ છે, સ્મૃતિની સ્વીચ ઑન કરી અને પહોંચી જશો. ઘણીવાર એવું પણ થાય છે, લિફ્ટ હોવા છતાં પણ કામ નથી કરતી, સ્વીચ દબાવો ઉપરની અને આવી જાઓ નીચે અથવા સ્વીચ દબાવશો ૨ નંબર ની, પહોંચી જશે ૩-૪ માં. તો એવું તો નથી. લિફ્ટ પોતાનાં કંટ્રોલ માં હોવી જોઈએ. જો ન ઇચ્છતાં પણ નીચે આવી જાઓ તો જરુર કંઈક લુઝ (ઢીલું) છે. કંટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) નથી. જે સ્વયંનો સ્વયં કંટ્રોલ નથી કરી શકતાં તે રાજ્ય નો કંટ્રોલ કેવી રીતે કરશે? ત્યાં રાજ્ય પણ લૉ ફુલ (ન્યાયયુક્ત) છે, પ્રકૃતિ પણ ઓર્ડર (આદેશ) પર ચાલે છે. અહીં તો પ્રકૃતિ દગો આપી દે છે. તો પ્રકૃતિ નાં અધિકારી કોણ બનશે? જે સ્વયનાં અધિકારી છે. કોઈ પણ સંકલ્પ, સ્વભાવ, વ્યક્તિ કે વૈભવ નાં અધીન ન હોય - એને કહેવાય છે અધિકારી. પોતાનાં સ્વભાવ નાં પણ અધીન નહીં, મારો સ્વભાવ આવો છે એટલે કરી લીધું, તો અધીન થયાં ને? અધિકારી સદા શક્તિશાળી રહે છે.
વાહ બાબા અને વાહ ડ્રામા નાં ગીત ગાતાં રહો, તો સદા લગન માં મગન રહેશો, કારણ કે લગન માં મગન એ જ રહી શકે છે જે સાક્ષી થઈને દરેક પાર્ટ બજાવે (ભજવે) છે. જ્યારે કોઈ ગીત ગાય છે તો એમાં જ મગન થઈ જાય છે. એમ આ ગીત ગાવા વાળા સદા એક જ લગન માં મગન રહે છે. એક બાપ બીજું ન કોઈ આ જ ગીત ગાતાં રહો. બહુ મોટું લશ્કર છે. જેટલું મોટું લશ્કર હોય છે, એટલું પોતાનું રાજ્ય સહજ જ પ્રાપ્ત કરી લે છે. આટલાં બધાં પોતાનાં દૃઢ સંકલ્પ થી જે ઈચ્છો તે કરી શકો છો. તે આત્મ-જ્ઞાની પણ શારીરિક તપસ્યા થી, અલ્પકાળની તપસ્યા થી અલ્પકાળ ની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આપ રુહાની તપસ્વી પરમાત્મ-જ્ઞાની છો, એમનો સંકલ્પ શું કરશે. સદૈવ વિજયી રતન ની સ્મૃતિ રહેવાથી માયા નાં અનેક પ્રકારનાં વિઘ્ન એવાં સમાપ્ત થઈ જશે જાણે કાંઈ હતું નહીં. જેમ કહેવાય છે ને - એવાં વિજયી બનો જે એનું નામ-નિશાન ગુમ કરી દો. સદા વિજયી નો નશો કે સ્મૃતિ રહેશે, તો માયાનાં વિઘ્નો નું નામ, નિશાન નહીં રહે. માયા નાં વિઘ્ન મરેલી કીડીનાં સમાન છે તો એનાથી ગભરાવા વાળા તો નથી ને? શૂરવીર, મહાવીર વિઘ્નોથી ગભરાશે નહીં. વિઘ્નો ને સમજી ગયાં છો ને? કેમ આવે, કેવી રીતે સમાપ્ત થાય આ બધાનું જ્ઞાન છે ને. વિઘ્ન આવે છે આગળ વધારવા માટે. વિઘ્ન આવવાથી અનુભવી અને મજબૂત થઈ જશો. જાણવા વાળા જ્ઞાની સમજદાર વિઘ્નો થી લાભ ઉઠાવશે, ન કે ગભરાશે. વિઘ્ન આવ્યું છે - આગળ વધારવા માટે, આ યાદ આવવાથી મહાવીર થઈ જશો. વ્યર્થ સંકલ્પો થી ગભરાતાં તો નથી? સંકલ્પ નાં ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા ગભરાતાં નથી; ગભરાશો તો માયા કમજોર જોઈ વધારે વાર કરશે. જોશે બહાદુર છે તો વિદાય લઈ લેશે.
