Search for a command to run...
26 Apr 1977
સ્વતંત્રતા બ્રાહ્મણો નો જન્મ-સિદ્ધ અધિકાર છે
26 April 1977 · ગુજરાતી
અવાજ થી પરે રહેવા વાળી સ્થિતિ પ્રિય લાગે છે કે અવાજ માં આવવા વાળી સ્થિતિ પ્રિય લાગે છે? માસ્ટર ઑલમાઈટી ઑથોરિટી (માસ્ટર સર્વશકિતવાન સત્તા) આ શ્રેષ્ઠ સ્ટેજ (સ્થિતિ) પર સ્થિત છો? અવાજ થી પરે સ્થિતિ માં સ્થિત થઈ શકો છો? ઑલમાઇટી ઑથોરિટી નાં દરેક ડાયરેક્શન (સૂચન) ને પ્રેક્ટિકલ માં (વ્યવહારમાં) લાવવાની હિંમત નો અભ્યાસ થઈ ગયો છે? બાપદાદા ડાયરેક્શન આપે કે વ્યર્થ સંકલ્પો ને એક સેકન્ડ માં સમાપ્ત કરો, તો કરી શકો છો? બાપદાદા કહે આ સેકન્ડ માં માસ્ટર શક્તિ નાં સાગર બની વિશ્વને શક્તિ નું મહાદાન આપો તો એક સેકન્ડ માં આ સ્ટેજ પર સ્થિત થઈ આપવા વાળા દાતા નું કાર્ય કરી શકો છો? ડાયરેક્શન મળતાં જ માસ્ટર સર્વશક્તિમાન બની વિશ્વ ને શક્તિઓનું દાન આપી શકો છો? એવાં એવરરેડી (સદા તૈયાર) છો? આ સ્ટેજ પર આવતાં પહેલા સ્વયં પોતે રિહર્સલ (પૂર્વ અભ્યાસ) કરો. કોઈ પણ ઇન્વેન્શન (આવિષ્કાર) વિશ્વ ની આગળ રાખતાં પહેલાં સ્વયં પોતાની સાથે રિહર્સલ કરવામાં આવે છે. એવી રિહર્સલ કરો છો? આ કાર્ય માં કે અભ્યાસ માં સફળ કોણ થઈ શકે છે? જે દરેક વાત માં સ્વતંત્ર હશે. કોઈ પણ પ્રકારની પરતંત્રતા ન હોય. બાપદાદા પણ સ્વતંત્ર બનવાની જ શિક્ષા આપતાં રહે છે. આજકાલ નાં વાતાવરણ પ્રમાણે સ્વતંત્રતા ઈચ્છે છે. સૌથી પહેલી સ્વતંત્રતા જૂનાં દેહની અંદર નાં સંબંધ થી છે. આ એક સ્વતંત્રતા થી બીજી બધી સ્વતંત્રતા સહજ આવી જાય છે. દેહની પરતંત્રતા અનેક પરતંત્રતા માં ન ઈચ્છતા પણ એવી બાંધી લે છે જે ઉડતા પક્ષી આત્મા ને પિંજરા નું પક્ષી બનાવી દે છે. તો સ્વયં પોતાને જુઓ સ્વતંત્ર પક્ષી છીએ કે પિંજરા નાં પક્ષી છીએ? જૂની દેહ કે જૂના સ્વભાવ સંસ્કાર કે પ્રકૃતિનાં અનેક પ્રકારનાં આકર્ષણ વશ કે વિકારો નાં વશીભૂત થવા વાળી પરતંત્ર આત્મા તો નથી ને? પરતંત્રતા સદૈવ નીચેની તરફ લઈ જશે અર્થાત્ ઉતરતી કળા તરફ લઈ જશે. ક્યારેય પણ અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝુલવાનો અનુભવ નહીં કરવા દે. કોઈ ને કોઈ પ્રકારનાં બંધનો માં બંધાયેલી હેરાન આત્મા અનુભવ કરશો, વગર લક્ષ, વગર કોઈ રસ, નીરસ સ્થિતિ નો અનુભવ કરશો. ન કિનારો, ન કોઈ સહારો સ્પષ્ટ દેખાશે; ન ગમ (દુઃખ) નો અનુભવ, ન ખુશીનો અનુભવ - ચક્રવાત માં વચમાં હશો. કંઇક પામવું છે, અનુભવ કરવો છે, જોઈએ-જોઈએ માં મંજિલ (લક્ષ) થી પોતાને સદા દૂર અનુભવ કરશો. આ છે પિંજરા નાં પક્ષી ની સ્થિતિ. (વીજળી વારંવાર બંધ થઈ જતી હતી) હમણાં પણ જુઓ પ્રકૃતિનાં બંધનો થી મુક્ત આત્મા ખુશ રહે છે.
હવે પોતાનો સ્વતંત્ર-દિવસ મનાવો. જેમ બાપ સદા સ્વતંત્ર છે - એમ બાપ સમાન બનો. બાપદાદા હજી પણ બાળકો ને પરતંત્ર આત્મા જોઈને શું વિચારશે! નામ છે માસ્ટર સર્વશક્તિમાન્ અને કામ છે પિંજરા નાં પક્ષી બનવાનું? જો સ્વયં પોતાને સ્વતંત્ર નથી કરી શકતાં, સ્વયં જ પોતાની કમજોરીઓમાં પડતા રહે તે વિશ્વ-પરિવર્તક કેવી રીતે બનશે. તો પોતાનાં બંધનો ની સૂચિ સામે રાખો. સૂક્ષ્મ-સ્થૂળ બધાને સારી રીતે ચેક (તપાસ) કરો. હજી સુધી પણ જો કોઇ બંધન રહ્યું છે તો બંધનમુક્ત ક્યારેય પણ નહીં બની શકો. ‘અબ નહીં તો કબ નહીં’ (હમણાં નહીં તો ક્યારેય નહીં)! સદા આ જ પાઠ પાક્કો કરો. સમજ્યાં? સ્વતંત્રતા બ્રાહ્મણ જન્મ નો અધિકાર છે. પોતાનો જન્મ સિધ્ધ અધિકાર પ્રાપ્ત કરો. અચ્છા.
બાપ સમાન સદા સ્વતંત્ર આત્માઓ, સર્વ પ્રાપ્તિનાં અધિકારી, પ્રકૃતિ અને માયા ને અધીન બનાવવા વાળા, સદા અતીન્દ્રિય સુખમાં ઝૂલવા વાળા એવાં માસ્ટર સુખ નાં સાગર બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત :-
જેમ લૌકિક માં હદનાં રચયિતા કહેવાઓ છો, એમ બ્રાહ્મણ જીવનમાં પોતાને આ પ્રકૃતિ કે માયા નાં રચયિતા સમજીને ચાલો છો? રચતા ક્યારેય પણ પોતાની રચના ને વશીભૂત, અધીન નથી હોતાં. રચતા અર્થાત્ માલિક. માલિક ક્યારેય અધીન નથી હોતાં, અધિકારી હોય છે. ૬૩ જન્મ તો પિંજરા માં રહ્યાં, હવે બાપ આવીને પિંજરા માંથી મુક્ત કરે છે. જ્યારે મુક્ત આત્મા બની ગયાં પછી પિંજરા માં કેમ જાઓ અર્થાત્ બંધન માં કેમ આવો? નિર્બંધન છો? ક્યારેય પણ શું કરીએ - માયા આવી ગઈ, ઇચ્છતાં નહોતાં - પરંતુ થઈ ગયું - એવું તો નથી બોલતાં કે વિચારતાં? પુરુષાર્થી છીએ, હવે થોડું-ઘણું તો રહેશે જ, કર્માતીત તો નથી - આ પુરુષાર્થહીન બનાવવાનાં સંકલ્પ છે. બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં ખજાના અને તે ખજાના નું સુખ કે આનંદ નો અનુભવ હમણાં નહીં કર્યો તો સતયુગ માં પણ નહીં કરો. સતયુગ માં, બાપ દ્વારા આ ખજાનો પ્રાપ્ત થયો છે, આ સ્મૃતિ ઇમર્જ (જાગૃત) નહીં હશે. હમણાં ત્રિકાળદર્શી છો, બાપ નાં સન્મુખ છો; પછી બાપ વાનપ્રસ્થ માં જતાં રહેશે.
હમણાં જે પામવું છે, તે હમણાં જ પામવાનું છે. પામી લઈશું, નહીં. આખો દિવસ ખુશી માં એવાં ખોવાયેલાં રહો જે માયા જોઈ પણ ન શકે. દૂર થી જ ભાગી જાય. જેમ આજકાલ ની વીજળી ની શક્તિ એવો કરન્ટ લગાવે છે જે મનુષ્ય નજીક થી દૂર જઈને પડે. શૉક (જોરદાર આંચકો) આવે છે ને. એમ ઈશ્વરીય શક્તિ માયા ને દૂર ફેંકી દે. એવો કરન્ટ હોવો જોઈએ. પરંતુ કરન્ટ કોનામાં હશે? જેનું કનેક્શન (બાપ સાથે જોડાણ) ઠીક હશે. જો કનેક્શન ઠીક નહીં હશે તો કરન્ટ નહીં આવે. કનેક્શન નો અર્થ આ નથી કે જે સમયે યાદ માં બેસો એ સમયે કનેક્શન જોડાઇ જાય. પરંતુ હરતાં-ફરતાં દરેક સેકન્ડ કનેક્શન જોડાયેલું હોય. એવું અટૂટ કનેક્શન છે જેથી કરન્ટ આવે. પાંડવો નું ટાઈટલ (પદ) છે - વિજયી. કલ્પ-કલ્પ નાં વિજયી છે, આ પાક્કું છે. યાદગાર જોઈને ખુશી થાય છે ને.
રોજ અમૃતવેલા બાપ વરદાન આપે છે; જો રોજ વરદાન લેતાં રહો તો ક્યારેય પણ કમજોર ન થઈ શકો. વરદાન લેવાનાં ફક્ત પાત્ર બનજો. જે પણ જોઈએ અમૃતવેલા બધું મળી શકે છે. બ્રાહ્મણો માટે સ્પેશ્યલ (વિશેષ) સમય ફિક્સ (નિયુક્ત) છે. જેમ કેટલો પણ કોઈ મોટો માણસ હોય, પરંતુ તો પણ પોતાનાં ફેમિલી (પરિવાર) માટે વિશેષ સમય જરુર રાખશે. તો અમૃતવેલા વિશેષ બાળકો પ્રતિ છે, પછી વિશ્વની આત્માઓ પ્રતિ. પહેલો ચાન્સ (તક) બાળકો નો છે. તો બધાં સારી રીતે ચાન્સ લો છો? એમાં અલબેલા નહીં બનતાં.
માયાજીત બાળકો ને જોઈ બાપદાદા ને પણ ખુશી થાય છે. જે વારંવાર ચઢતાં અને ઉતરતાં રહે તો બાપ પણ જોઈને રહેમદિલ (દયાવાન) હોવાનાં કારણે વિશેષ એ આત્માઓ ને રહમ (દયા) ની દૃષ્ટિ થી જુએ છે કે આ ક્યારે માયજીત બની જાય.