Search for a command to run...
28 May 1977
બાપદાદા નાં સદા દિલ તખ્તનશીન સમાન બાળકો નાં લક્ષણ
28 May 1977 · ગુજરાતી
બાપદાદા સમીપ અને સમાન તારાઓને જોઈ રહ્યાં છે. બાપ ને સદા સ્મૃતિ રહે છે, જેમ બાળકો સ્મૃતિ સ્વરુપ છે, એમ જ બાપ પણ પોતાનાં સમીપ બાળકોનાં સ્મૃતિ સ્વરુપ છે. જેમ બાળકો સ્મૃતિ સ્વરુપ હોવાંથી સમર્થી સ્વરુપ નો અનુભવ કરે છે, બાપદાદા પણ સ્વયં સમર્થી સ્વરુપ હોવાં છતાં પણ, સમાન બાળકોનાં સહયોગ અને સ્મૃતિ થી, સ્વયં સ્વરુપ માં અધિક એડીશન (વૃદ્ધિ) થઈ જાય છે. એટલે સાકાર બાપ બ્રહ્મા નાં સહયોગી સ્વરુપ ની નિશાની હજાર ભુજાઓ દેખાડી છે. ભુજાઓ છે સહયોગની નિશાની. તો બાપ ની સાથે-સાથે જે સદા સહયોગી છે એમની નિશાની ભુજાઓનાં રુપ માં છે. એવાં સમાન બાળકોનું સ્થાન કયું હોય છે? કયાં સ્થાન પર તેઓ નિવાસ કરે છે? તેઓ સદા દિલતખ્ત પર કે વિશ્વનાં રાજ્ય તખ્તનશીન સ્વયં ને સમજે છે અર્થાત્ સ્થિતિ માં સ્થિત હોય છે. જેમ મોટામાં મોટી મહાન આત્માઓ ક્યારેય પણ ધરતી પર પગ નથી રાખતી. જેમ અહીંયા પણ જોયું, જ્યારે મોટાં માણસો આવે છે તો પૂરાં રસ્તા પર, સીડીઓ પર ગાલીચા પાથરી દે છે. એવી શ્રેષ્ઠ આત્માઓનાં પગ ધરતી પર નહીં પરંતુ ગાલીચા પર હોય છે. આ નિશાની કોની છે? શરું ક્યાંથી થઈ? અહીં તો એમનાં પગ ફક્ત ગાલીચા સુધી છે. પરંતુ જે બાપ સમાન બાળકો છે, એમનાં બુદ્ધિરુપી પગ સિવાય તખ્ત નાં નીચે નથી આવતાં. તેમને તખ્ત નશીન કહેવાય છે અર્થાત્ સદા તખ્ત પર જ રહે છે. નીચે નથી આવતાં. એવાં જે સદા દિલ તખ્તનશીન કે રાજ્ય નશીન જ રહે છે, એમને સર્વ આત્માઓથી રિટર્ન (વળતર) માં શું મળે છે? સ્નેહ તો મળે જ છે, પરંતુ દિલ તખ્તનશીન વાળા જે પણ કર્મ કરે, જે પણ બોલ બોલે, બધાનાં દિલ પર એવું લાગે છે, જેમ બાપ દ્વારા જે પણ નીકળે તે સદા યાદગાર બની જાય, બધાનાં દિલ માં સમાઇ જાય છે. યાદગાર રહી જાય છે. પછી અડધાકલ્પ બાદ યાદગાર ‘ગીતા’ નાં રુપ માં થાય. તો બાપ નાં મહાવાક્ય યાદગાર રુપમાં ઉપર થઈ જાય છે. એ જ પ્રકારે જે દિલ તખ્તનશીન બાળકો છે તે જે આત્માનાં પ્રતિ સંકલ્પ કરે તો એમનાં દિલને લાગે છે. સમજો, તમે કોઈ આત્મા પ્રતિ શુભભાવના, શુભકામના રાખો છો - એમનાં દિલ ને લાગશે કે સાચે જ આ મારા પ્રતિ શુભ-ભાવના, શુભ-કામના રાખે છે. એક હોય છે ઉપર-ઉપર થી, બીજું હોય છે નિમિત્ત બનેલાં સ્થાન નાં કારણે રિસ્પેક્ટ (આદર) આપવો. ત્રીજું હોય છે દિલ થી સ્વીકાર કરવું.
જે સમાન બાળકો છે તેમનો સંકલ્પ પણ દિલ થી લાગશે, જેમ કે તીર લાગે છે. જેમ પહેલાનાં જમાના માં તીર લગાવતાં હતાં. તો જેને તીર લાગતું હતું તે તીર સહિત જ નીચે પડતાં હતાં. આ પ્રકારે જે દિલ તખ્તનશીન છે - (૧) તે દિલ નાં સંકલ્પ જે આત્મા પ્રતિ કરશે તે વ્યક્તિ અર્થાત્ આત્મા સ્વયં પોતાનાં દિલ નો ભાવ પ્રગટ કરવા માટે સામે આવી જશે. (૨) બીજી વાત - જે એ સ્થિતિમાં સ્થિત થઈ બોલ બોલશે એમનાં બે શબ્દ દિલને રાહત આપવા વાળા હશે. મહેસૂસ કરશે કે ભલે બે શબ્દ બોલ્યાં પરંતુ દિલ ને રાહત મળી ગઈ, ખોરાક મળી ગયો. (૩) ત્રીજી વાત - સદૈવ એવી આત્માઓ દૂર હોવાં છતાં પણ દિલ થી યાદ કરશે. દિલ થી યાદ કરવાની નિશાની શું હશે? એવો અનુભવ કરશે જેમ કે સાથે સમીપ છે, દૂર નથી. એવો અનુભવ નહીં કરે કે આ આબુ માં છે, અમે બીજા દેશ માં છીએ. એવું સમજશે કે સદા સમ્મુખ અને સાથે છીએ. જેમ બાપ ને દિલ થી યાદ કરો છો તો શું અનુભવ થાય છે? દૂર લાગે છે શું? સાથ નો અનુભવ થાય છે ને? એ જ પ્રકારે જે દિલ તખ્તનશીન બાળકો હશે એમનું પણ પ્રેક્ટિકલ માં (વ્યવહારમાં) રિટર્ન દેખાશે. આને કહેવાય છે - પ્રત્યક્ષ ફળ. (૪) ચોથી વાત - તે દિલ તખ્તનશીન હશે. દિલ તખ્તનશીન કોણ હોય છે? રાજા હશે ને? જેમ કોઇ મોટું હોય છે તો એમને બધાં પોતાનાં સમજે છે. નાનાં જે હશે, તે મોટાંઓને પોતાનાં સમજશે - મારાં છે. તો દિલ તખ્તનશીન બાળકોની આ જ નિશાની હોય છે જે દરેક એમને પોતાનાં વડીલ સમજશે. પોતાપણું મહેસૂસ કરશે. અમારા પૂર્વજ મોટાં છે, પૂજ્ય છે. આ શબ્દ કહેવામાં ભક્તિમાર્ગ નાં છે, પરંતુ જેમ પૂર્વજ નો નશો હોય છે ને - આ અમારા પૂર્વજ પૂજ્ય છે, એવી રીતે દરેક આત્મા જે પણ સંપર્કમાં છે તે એવું મહેસૂસ કરશે કે આ જ અમારાં પૂર્વજ છે, પૂજ્ય છે. પોતાપણું મહેસૂસ કરશે. એવાં દિલ તખ્તનશીન કેટલાં બનશે? થોડાં જ હોય છે. આ જ અષ્ટ રતનો ની વિશેષતા છે, જે પછી ૧૦૦ માં નથી હોતી. એમનામાં પણ માં-બાપ છે તો પણ એમનામાં નંબર તો છે ને. તો જ્યારે પહેલા યુગ માં પણ નંબર છે, તો જે વધારે પાછળ છે એમનામાં પણ નંબર હશે.
દાદી જાય છે (વિદેશ સેવા પર) એની બધાંને ખુશી છે. કેમ? આમ તો જવામાં બીજી લહેર હોવી જોઈએ, પરંતુ ખુશી કેમ છે? અને વિશેષ ખુશીની લહેર છે, શા માટે? વિશેષ બધાંને ખુશી એ જ વાતની છે જે બધાં બહુજ સમય થી રાહ જોઈ રહ્યાં છે કે કંઈક થવાનું છે, કંઈક પરિવર્તન આવવાનું છે. તો આ પાર્ટ ને જોતાં બધાંની બુદ્ધિમાં કંઈક નવીનતા, પરિવર્તન ની ભાવના આવી રહી છે. બધાંને એવું લાગે છે, જાણે કે આ જઈ નથી રહ્યાં, પરંતુ કંઈક સમીપ જઈ રહ્યાં છે. કંઈક પરિવર્તન, નવીનતા નો નક્શો સામે આવવાથી જવાનો સંકલ્પ એમાં સમાઈ ગયો છે. બધાંની બુદ્ધિમાં આ જ છે કે હવે કંઈક પરિવર્તન ની ભૂમિકા બની રહી છે. ઘણાં સમય થી બધાંને આ જ સંકલ્પ રહે છે કે કોઈ નવી વાત હવે થવી જોઈએ. ઘણાં સમય થી એ જ દૃશ્ય ચાલતું રહ્યું છે, કંઈક નવીનતા હોવી જોઈએ. આ નિમિત્ત ફોરેન (વિદેશ) માં જવાનો જે પાર્ટ બન્યો છે એમાં બધાનાં દિલો માં જાણે ઓટોમેટિકલી (આપોઆપ) લહેર છે. કોઇને કહેવામાં નથી આવ્યું, પરંતુ એક નવો ઉમંગ ઉત્સાહ છે. ત્યાં તો ઉમંગ માં છે. પરંતુ ભારત માં પણ સમજે છે, નવીનતા થશે. એટલે બધાંને જાણે નવી લહેર ખુશી ની છે. સમજે છે - સમીપ પહોંચવાનું દેખાઈ રહ્યું છે, દૃશ્ય સમીપ આવી રહ્યું છે - આ ભાસના આવે છે. એટલે જે વિશેષ આત્માઓ છે એમનો જ સમય ની સાથે ગાઢ સંબંધ છે, જેમ બ્રહ્માની આત્માનું સમયની સાથે ગાઢ કનેક્શન (સંબંધ) છે, બ્રહ્મા નો જન્મ અને સંગમ નું શરું થવું. જો બ્રહ્માનો પાર્ટ ન હોત તો સંગમ પણ ન હોત. બ્રહ્માનાં સાકાર પાર્ટ ની સમાપ્તિ અને અન્ય પાર્ટ નો આરંભ થવો, આ પણ સમય ને સમીપ લાવવાનો એક આધાર છે. બ્રહ્માનાં પાર્ટ ની સમાપ્તિ અર્થાત્ સંગમયુગ ની સમાપ્તિ. તો જેમ બ્રહ્માની આત્માનો સમયની સાથે ગાઢ સંબંધ છે, એમ જ જે ફોલો કરવા (અનુસરવા) વાળી સમીપ આત્માઓ છે, એમનાં દરેક કાર્ય નો પણ સમય ની સાથે એટલો જ સમીપ સંબંધ છે. તે જાણે સમય ની ઘડિયાળ બની જાય છે. જેમ કે જુઓ, તમે લોકો જે નિમિત્ત બનેલાં છો, એમનાં સંકલ્પો ને રીડ કરો (વાંચો) છો. બધાં સમયની તુલના કરે છે કે આ લોકો ની સ્ટેજ (અવસ્થા) અહીં સુધી પહોંચી ગઈ છે. તો સમય શું દેખાડે છે, ચેક તો કરો છો ને? જેવી રીતે આપ લોકોની સામે સમય ની ઘડિયાળ ‘સાકાર બાપ’ હતાં. એમની સ્ટેજ ને જોતાં તમે લોકો પણ સમજતાં હતાં જાણે કે કંઈક થવાનું છે. સમીપતા લાગી રહી હતી. જેમ ફરિશ્તા રુપ! સાકાર નથી - એવું ફીલ (અનુભવ) થતું હતું. તો સમય ની ઘડિયાળ થઈ ગયાં ને. એમ તમે લોકો પણ જે નિમિત્ત છો તે પણ સમય ની ઘડિયાળ છો. એ નજર થી જ તમને લોકોને જુએ છે કે ઘડિયાળ શું દેખાડી રહી છે? આ જે વિદેશ જવાનો પાર્ટ છે, આ પણ જાણે વિશેષ ઘંટી વાગી છે - એવો અનુભવ થશે.
(પરદાદી ને) ડ્રામા તમને પણ સમીપ પાર્ટ ભજાવવાનાં નિમિત્ત બનાવે છે. જેમ કલ્પ પહેલાં ભજવ્યો હતો, તેમ હમણાં પણ ભજવો છો. પ્લાન (યોજના) વિચારવાથી નથી થતો, પરંતુ ન ઈચ્છતાં પણ ડ્રામા નો પાર્ટ નિમિત્ત બનાવી દે છે. એમાં પણ મોટું રહસ્ય છે. વરદાન છે તમને. લૌકિક અલૌકિક બાપનાં કુળનું નામ પ્રખ્યાત કરવા વાળી નિમિત્ત આત્મા છો. આ પણ વિશેષ વરદાન છે. એટલે તમને જોઈ ને બંને યાદ આવી જાય છે. લૌકિક પણ ફીચર્સ (ચહેરો) યાદ આવશે અને ફીચર્સ દ્વારા જે ફ્યુચર (ભવિષ્ય) બને છે, તે પણ યાદ આવશે. તમારાં દરેક કદમ માં જે વરદાન છે - બંને કુળનું નામ પ્રખ્યાત કરવું, એ સમાયેલું છે. એટલે ડ્રામા અનુસાર સ્વયં જ સીટ (સ્થાન) ની તરફ ખેંચાતાં જઈ રહ્યાં છો. સમય પ્રતિ સમય જે પણ મહાવાક્ય આત્માઓનાં પ્રતિ બાપદાદા નાં ઉચ્ચારેલાં છે, તે પ્રેક્ટિકલ માં આવી રહ્યાં છે. વિશેષ વરદાન છે; અને સર્વિસ નો ચાન્સ (તક) પણ તમને વિશેષ છે. તમને ડબલ સર્વિસ કરવાનો ચાન્સ છે. સૂરત (ચહેરા) દ્વારા પણ, અને સીરત (ચરિત્ર) દ્વારા પણ. આ લોકોનાં ચહેરા થી અવ્યક્ત સ્થિતિ હોવાથી અનુભવ કરશે પરંતુ તમારો ચહેરો હરતાં-ફરતાં બ્રહ્મા બાપ નો ચહેરો અને ચરિત્ર ને પ્રત્યક્ષ કરશે. આ એક્સ્ટ્રા સર્વિસ ની ફિલ્ડ થઈ ને (આ વધારા ની સેવા નું ક્ષેત્ર થયું ને) ? જ્યાં પણ જશો તો શું કહેશે? બધાં ને બાપની ભાસના આવે છે ને? તો આ ચહેરો પણ સર્વિસ નાં નિમિત્ત બન્યો છે. ડબલ (બમણી) સર્વિસ થઈ ને?
(દાદી ને) વર્તમાન સમય આપ આત્માની ડબલ રુપ થી આહવાન ની લીલા ચાલી રહી છે. એક તરફ ભક્ત આત્માઓ અજાણ રુપ થી આહવાન કરી રહી છે - અષ્ટ દેવ નાં રુપ માં. બીજી તરફ જ્ઞાન-સ્વરુપ થઈને જ્ઞાની તું આત્મા બાળકો આહવાન કરી રહ્યાં છે. એમ જ આહવાન કરી રહ્યાં છે જેમ તમારાં જડ ચિત્ર અષ્ટ દેવ નાં રુપ માં કરે છે. પરંતુ તે અજાણ છે, એટલે તેમને એ રસ નથી આવતો. પરંતુ તેમને આહવાન થી પણ વરદાન ની અનુભૂતિ ની પ્રાપ્તિ નો અનુભવ થશે, ડબલ આહવાન થઈ ગયું ને?
બે મૂર્તિઓ જઈ રહી છે, ત્રણ મૂર્તિઓ જઈ રહી છે કે અષ્ટ જઈ રહી છે? આ પણ એક વિશેષ લહેર છે ને. જે બધાં સમજે છે અમે લોકો પણ જાણે સાથે જઈ રહ્યાં છીએ. આનું પણ કારણ? આ સ્નેહની સમીપતા ની નિશાની છે. જે આટલો સમય ડ્રામા અનુસાર નિમિત્ત બની પાર્ટ ભજવ્યો છે એનું પ્રત્યક્ષ રુપ રિટર્ન સ્વરુપ જોઈ રહ્યાં છે. નિમિત્ત બની પાર્ટ ભજાવવાનું રીઝલ્ટ સામે આવી રહ્યું છે.
આ સમયે તમારા ત્રણેયનાં પાર્ટ માં - જેમ બ્રહ્મા નો પાર્ટ રચના નો, વિષ્ણુ નો પાર્ટ પાલના નો, શંકર નો પાર્ટ વિનાશ નો દેખાડે છે. છે તો ડ્રામા અનુસાર, પરંતુ દરેકની સાથે વિશેષતા દેખાડી છે. તો હમણાં-હમણાં બાપ જોઈ રહ્યાં છે ત્રણેય નાં વિશેષ ગુણ કયો છે? તમે કઈ મૂર્ત છો? વર્તમાન પાર્ટ નાં પ્રમાણે ત્રણેય નો વિશેષ પાર્ટ પ્રેક્ટિકલ માં છે. આ (દાદી) તો નિમિત્ત સર્વ નાં ઉમંગ, ઉત્સાહ અને સેવાની ફિલ્ડ (ક્ષેત્ર) માં નવો મોડ (વણાંક) લાવવાનાં નિમિત્ત આધારમૂર્ત બની જઈ રહ્યાં છે. તો આ આધારમૂર્ત થઈ જઈ રહી છે, અને દીદી, તમને બધાં વિશેષ એ જોઈ રહ્યાં છે કે કેટલી ઉધ્ધારમૂર્ત છે, જે એક માં બે નું જવું મહેસૂસ કરે છે. કોઈને નિમિત્ત બનાવવું એ ઉધ્ધારમૂર્ત છે. અને આ (પરદાદી) છે ઉદાહરણ મૂર્ત. ઉદાહરણ દેખાડ્યું કે પ્રેક્ટિકલ અમે બધાં એક છીએ. તો આધારમૂર્ત, ઉદ્ધારમૂર્ત, અને ઉદાહરણમૂર્ત. ત્રણેય ની વિશેષતા થઈ ને.
આ સમયે પ્રેક્ટિકલ પાર્ટ માં જનક નો પાર્ટ સેવાની સચેલી (સાચી) કોડી નો ચાલી રહ્યો છે. લન્ડન માં બંનેય સુદેશ અને જયંતિ સર્વિસ નાં નિમિત બનેલી છે. આ બંને પણ વર્તમાન સમયે બહુજ સારી સ્ટેજ પર છે. સમજે છે એક સાથે આંગળી આપીને સેવા તો વધારવાની જ છે. આ સમયે સારી ગતિ થી સર્વિસ માં મસ્ત આત્માઓ દેખાઈ રહી છે. આ પણ એક ચારે બાજુનાં વાતાવરણ નું પ્રત્યક્ષ રુપ છે. બધાંની નજર ત્યાં છે. હમણાં બધાંનો શુભ સંકલ્પ એ તરફ છે. કંઈક થવાનું છે - વાયુમંડળ નો પ્રભાવ છે.
સંકલ્પની સિદ્ધિનું પ્રત્યક્ષ પ્રમાણ કેવી રીતે હોય છે? સંકલ્પ કર્યો અને સિદ્ધ થયું. વૃત્તિ અને સ્મૃતિ દ્વારા સેવા કેવી રીતે થાય એનાં ઉપર કાંઈક રુહ-રુહાન કરી? સમય પ્રમાણે વાણી ની સાથે-સાથે સંકલ્પ અર્થાત્ સ્મૃતિ અને વૃત્તિ અર્થાત્ શુભભાવના હોય - એનાથી સર્વિસ બહુજ સારી થઈ શકે છે. કારણ કે સાંભળેલું તો રિપીટેશન (પુનરાવર્તન) સમજે છે. જે આત્માઓ વધારે સંપર્ક માં છે તે પોઈન્ટ ને કોમન (સાધારણ) સમજે છે. પરંતુ નવાં રુપ ની સેવા ની વિધિ તેમને પણ શીખવાડો. જ્યાં સુધી સ્વયં અનુભવી નથી તો બીજાંને કોઈ નવી રુપરેખા જોઈએ. નવો અનુભવ કરાવો. સંગઠન માં પણ એવો સેવા નો પ્રોગ્રામ બનાવીને કરી શકો છો. વિશેષ લક્ષ આપીને બેસાડો. પછી એમને અનુભવ પૂછો. બહુજ સારું સંભળાવશે. જેમ વાણી દ્વારા સેવાનો ખુબ અનુભવ કર્યો છે - જે આપ લોકોની રચના છે. હવે સર્વિસ માં જે એડીશન (ઉમેરો) જોઈએ - તે છે સંકલ્પ અને વૃત્તિ દ્વારા. એનાં માટે પ્લાન્સ બનાવો. જ્યારે મજા આવશે ત્યારે મહેસૂસ કરશો કે અમારી નવીનતાની ચઢતી કળા છે. જેમ સાયન્સ વાળા કોઈ ને કોઈ ઇન્વેન્શન (શોધ) કરવામાં બીઝી (વ્યસ્ત) રહે છે, એ જ પ્રમાણે જે પોઇન્ટ થઇ ગઈ છે એની ગુહ્યતા માં નવા રુપની ઇન્વેન્શન કરવા માટે અમૃતવેલા આ લક્ષ લઈ બેસશો તો ટચ (અનુભવ) થશે. નવી-નવી ઇન્વેન્શન નીકળશે જેનાંથી બીજાઓને પણ નવીનતા નો અનુભવ થશે. અચ્છા.