Search for a command to run...
29 May 1977
પુરુષાર્થ ની ગતિ માં અવરોધ નું કારણ અને એનું નિવારણ
29 May 1977 · ગુજરાતી
દરેક પુરુષાર્થી યથાશક્તિ પુરુષાર્થ માં ચાલી રહ્યાં છે - બાપદાદા પણ દરેક પુરુષાર્થી ની ગતિ ને જુએ, જાણે છે કે દરેકની સામે કયા વિઘ્ન આવે છે અને કેવી રીતે લગન થી વિઘ્ન-વિનાશક બને છે. ક્યારેક અટકે છે, ક્યારેક દોડ લગાવે છે, અને ક્યારેક હાઈ જમ્પ (ઉંચી છલાંગ) પણ લગાવે છે. પરંતુ અવરોધ કેમ આવે છે, જેનાં કારણે તીવ્ર પુરુષાર્થી થી પુરુષાર્થી બની જાય છે? ચઢતી કળા નાં બદલે અટકતી કળામાં આવી જાય છે. માલિક કે માસ્ટર સર્વશક્તિમાન નાં બદલે, ઉદાસ કે દાસ બની જાય છે. કારણ? બહુ નાની-નાની વાતો છે. જેમ તે દિવસે સંભળાવ્યું, મૂળ વાત મેજોરીટી (અધિકતર) ની સામે વ્યર્થ સંકલ્પો નું તોફાન વધારે છે.
વ્યર્થ સંકલ્પ આવવાનો આધાર છે, શુભ સંકલ્પ અર્થાત્ શુદ્ધ વિચાર, જ્ઞાન નાં ખજાના ની કમી. મળવાં છતાં પણ યુઝ કરતા (વાપરતાં) નથી આવડતું. અને જમા કરતાં નથી આવડતું કાં તો વિધિ નથી આવડતી, આ કારણે વૃદ્ધિ નથી થતી. સાંભળ્યું અર્થાત્ મળ્યું, પરંતુ એ જ સમયે અલ્પકાળ ની ખુશી કે શક્તિ નો અનુભવ કરીને, ખતમ કરી દે છે. જેમ લૌકિક રુપ માં કમાયા અને ખાધું, કંઈક ખાધું કંઈક ઉડાવ્યું. એવી જ રીતે ધારણા શક્તિ ની કમજોરી હોવાનાં કારણે, વિધિ થી વૃદ્ધિ ન કરવાનાં કારણે સદા સ્વયં ને જ્ઞાન અને શક્તિઓનાં ખજાના થી ખાલી અનુભવ કરે છે, એટલે નિરંતર શક્તિશાળી નથી બની શકતાં. નિરંતર હર્ષિત નથી રહી શકતાં. કમજોર હોવાનાં કારણે, માયાનાં વિઘ્નોને વશીભૂત કે માયાનાં દાસ બની જાય છે. સાથે-સાથે અન્ય આત્માઓ ને સંપન્ન જોઈને, સ્વયં ઉદાસ થઈ જાય છે. જ્ઞાન નો ખજાનો જમા કરવો, શ્રેષ્ઠ સમય નો ખજાનો જમા કરવો કે સ્થૂળ ખજાના ને, એક થી લાખ ગણો બનાવવો અર્થાત્ જમા કરવું, આ બધાં ખજાનાં ને જમા કરવાનું મુખ્ય સાધન છે - સ્વચ્છ અર્થાત્ પ્યોર (પવિત્ર) બુદ્ધિ અને સાચું દિલ. પ્યોર બુદ્ધિનો આધાર છે બુદ્ધિ દ્વારા બાપ ને જાણી, બુદ્ધિ ને પણ બાપ ની આગળ સમર્પણ કરવી. સમર્પણ કરવું અર્થાત્ મારા પણું મિટાવવું. એવી રીતે બુદ્ધિ ને સમર્પણ કરી છે? શૂદ્રપણા ની બુદ્ધિ સમર્પણ કરવી અર્થાત્ આપવી. તો આપવાની સાથે દિવ્ય બુદ્ધિ ને લેવાની છે. આપવું જ લેવું છે. જેમ સોદો કરો છો, તો આપીને પછી લો છો ને. પૈસા આપવાં, વસ્તુ લેવી. એમ અહીંયા પણ આપવું જ લેવું છે. પહેલાં બધું આપવાનું છે. કેવી રીતે? શુભ સંકલ્પ દ્વારા. બધું બાપનું છે, મારું નહીં. મારાપણા નો અધિકાર છોડવો, આને જ સમર્પણ કહેવાય છે. આને જ નષ્ટમોહા સ્ટેજ (સ્થિતિ) કહેવાય છે. સ્મૃતિ સ્વરુપ ન હોવાનું કારણ કે વ્યર્થ સંકલ્પ ચાલવાનું કારણ, ઉદાસ કે દાસ બનવાનું કારણ, મારાપણા થી નષ્ટમોહા નથી. મારાપણા નો વિસ્તાર બહુજ છે. બાપદાદા પણ આખો દિવસ બધાં બાળકો નો, વિશેષ આપવાની ચતુરાઈ નો ખેલ જોતાં રહે છે. હમણાં-હમણાં આપશે, હમણાં-હમણાં પછી પાછું લઈ લેશે. હમણાં-હમણાં મુખ થી કહેશે - મારું કંઈ નથી, પરંતુ મન્સા માં અધિકાર રાખેલો છે. અધિકાર અર્થાત્ લગાવ (મોહ). ક્યારેક કર્મ થી આપીને વાણી થી પાછું લઈ લે છે. ચતુરાઈ એ કરે છે કે નવાં ની સાથે જૂનું પણ પોતાની પાસે રાખવાં ઈચ્છે છે. કહે છે ટ્રસ્ટી, પરંતુ પ્રેક્ટિકલ (વ્યવહારમાં) છે ગૃહસ્થી. તો વ્યર્થ સંકલ્પ મિટાવવાનો આધાર છે, ગૃહસ્થીપણું છોડવું. ભલે કુમારી છે કે કુમાર છે પરંતુ, મારો સ્વભાવ, મારા સંસ્કાર, મારી બુદ્ધિ આ વિસ્તાર ગૃહસ્થીપણું છે. જો સમર્પણ થઈ ગયાં તો જે બાપ નો સ્વભાવ, તે તમારો સ્વભાવ. જે બાપનાં સંસ્કાર, તે તમારાં સંસ્કાર. જેવી બાપની દિવ્ય બુદ્ધિ, એવી તમારી. તો દિવ્ય બુદ્ધિ માં સ્મૃતિ ન રહે, એ ન થઈ શકે. એક કલાક ની અવસ્થા પણ ચેક કરો તો સદૈવ સંકલ્પો નો આધાર કોઈને કોઈ મારાપણું જ હશે. મારાપણા ની નિશાની સંભળાવી લગાવ.
લગાવ ની પણ સ્ટેજસ (અવસ્થાઓ) છે. એક છે સૂક્ષ્મ લગાવ, જેને સૂક્ષ્મ આત્મિક સ્થિતિ માં સ્થિત થઈને જ જાણી શકાય છે. બીજા છે સ્થૂળ રુપ નાં લગાવ, જેને સહજ જાણી શકો છો. સૂક્ષ્મ લગાવ નો પણ વિસ્તાર બહુજ છે. લગાવ વગર, બુદ્ધિ નું આકર્ષણ ત્યાં સુધી જઈ નથી શકતું કે બુદ્ધિ નો ઝુકાવ ત્યાં જઈ નથી શકતો. તો લગાવ નું ચેકિંગ (તપાસ) થયું ઝુકાવ. ભલે સંકલ્પ માં હોય, વાણી માં હોય, કર્મ માં હોય, સંબંધ માં હોય, સંપર્ક માં હોય, ન ઈચ્છતાં પણ સમય તે તરફ લાગશે જરુર. આ કારણે વ્યર્થ સંકલ્પ નું મૂળ કારણ છે - લગાવ. આને ચેક કરો, જે વાતો ને તમે નથી ઇચ્છતાં, તે પણ વ્યર્થ સંકલ્પો નાં રુપમાં ડિસ્ટર્બ (દખલ) કરે છે. આનું પણ કારણ, જુના સ્વભાવ અને સંસ્કાર માં મારાપણાં ની કમી છે. જ્યાં સુધી મારો સ્વભાવ, મારાં સંસ્કાર છે, તો તે ખેંચશે. જેમ મારી રચના, રચતા ને ખેંચે છે, એમ મારો સ્વભાવ-સંસ્કાર રુપી રચના આત્મા રચતા ને પોતાની તરફ ખેંચશે. મારા નથી, આ શૂદ્રપણા નાં સંસ્કાર છે, શૂદ્રપણા નાં સંસ્કાર ને મારાં કહેવા, આ મહાપાપ છે, ચોરી પણ છે અને ઠગાઈ પણ છે. શૂદ્રોની ચીજ જો બ્રાહ્મણ ચોરી કરે, અર્થાત્ મારી કહે, તો આ મહાપાપ થયું. અને બાબા! આ બધું તમારું છે, એવું કહીને પછી મારું કહેવું, આ ઠગાઈ છે. અને આ જ પ્રકાર નાં પાપ થવાથી, પાપો નો બોજ વધતો જવાથી, બુદ્ધિ ઉંચી સ્ટેજ પર ટકી નથી શકતી. આ કારણે વ્યર્થ સંકલ્પો ની નીચે ની સ્ટેજ પર વારંવાર આવવું પડે છે અને પછી બુમો પાડો છો કે શું કરીએ?
વ્યર્થ સંકલ્પો નું બીજું કારણ છે આખા દિવસ ની દિનચર્યા માં મન્સા, વાચા, કર્મણાં જે બાપ દ્વારા મર્યાદાઓ સંપન્ન શ્રીમત છે, એનું કોઈ ને કોઈ રુપ થી ઉલ્લંઘન કરો છો. આજ્ઞાકારી થી અવજ્ઞાકારી બની જાઓ છો. મર્યાદાઓની રેખા થી મન્સા દ્વારા પણ જો બહાર નીકળો, તો વ્યર્થ સંકલ્પ રુપી રાવણ વાર કરી શકે છે. તો આ પણ ચેકિંગ કરો, સંકલ્પ દ્વારા, વાણી, કર્મ, સંબંધ, સંપર્ક દ્વારા બ્રાહ્મણો ની નીતિ અને રીતિ નું ઉલ્લંઘન તો નથી કરતાં ને? અવશ્ય કોઈ નીતિ કે રીતિ મીસ (ગુમ) છે ત્યારે બુદ્ધિ માં વ્યર્થ સંકલ્પ મિક્સ થાય છે. સમજ્યાં, બીજું કારણ? એટલે ચેકિંગ સારી રીતે થવી જોઈએ, ત્યારે વ્યર્થ સંકલ્પો ની નિવૃત્તિ થઈ શકે છે. આખો દિવસ બાપ દ્વારા જે શુદ્ધ પ્રવૃત્તિ મળેલી છે, બુદ્ધિ ની પ્રવૃત્તિ છે શુદ્ધ સંકલ્પ કરવાં, વાણી ની પ્રવૃત્તિ છે જે બાપ દ્વારા સાંભળ્યું તે સંભળાવવું, કર્મની પ્રવૃત્તિ છે કર્મયોગી બની દરેક કર્મ કરવું, કમળ સમાન ન્યારા અને પ્યારા બની રહેવું , દરેક કર્મ દ્વારા બાપ નાં શ્રેષ્ઠ કાર્યો ને પ્રત્યક્ષ કરવા તથા દરેક કર્મ ચરિત્ર રુપ થી કરવું. ચતુરાઈ નહીં પરંતુ ચરિત્ર, તે પણ દિવ્ય ચરિત્ર. સંપર્કની પ્રવૃત્તિ છે નિમિત્ત સ્વયં સંપર્ક માં આવતા સદા સર્વ નાં જે બાપ છે, એમનાથી સંપર્ક કરાવવો. તો એવી પવિત્ર પ્રવૃત્તિ માં બીઝી (વ્યસ્ત) રહેવાથી વ્યર્થ સંકલ્પો થી નિવૃત્તિ થશે. તે લોકો કહે છે પ્રવૃત્તિ થી નિવૃત્તિ. બાપ કહે છે પવિત્ર પ્રવૃત્તિ થી જ નિવૃત્તિ થાય. ગૃહસ્થી અલગ છે - તેઓને ગૃહસ્થી નહીં કહેવાય. પવિત્ર પ્રવૃત્તિ ને ટ્રસ્ટી કહેવાશે ન કે ગૃહસ્થી. તો સમજ્યાં નિવૃત્તિ નો આધાર પવિત્ર પ્રવૃત્તિ છે. અચ્છા.
સદા મર્યાદા પુરુષોત્તમ, સર્વ ખજાના ને સફળ કરવા વાળા, સફળતામૂર્ત, વ્યર્થ ને સમર્થ માં પરિવર્તન કરવા વાળા, એવાં બાપ નાં આજ્ઞાકારી, સદા શ્રીમત પર ચાલવા વાળા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે :- શક્તિઓ પોતાનો જલવો (પ્રભાવ) દેખાડશે, પાંડવ સાથ આપશે. શક્તિઓને આગળ રાખવી અર્થાત્ સ્વયં આગળ થવું. એમને આગળ રાખવાથી તમારું નામ બાલા (પ્રખ્યાત) થઈ જશે. જે ત્યાગ કરે છે એનું ભાગ્ય ઑટોમેટિકલી (આપોઆપ) જમા થઈ જાય છે. શક્તિઓ શસ્ત્રધારી છો? શસ્ત્રો થી થાકી તો નથી જતી? શસ્ત્રધારી શક્તિઓનું જ પૂજન થાય છે. તો આપ સર્વ પૂજ્ય છો? પૂજ્ય અર્થાત્ શસ્ત્રધારી. જો કોઈ પણ સમયે શસ્ત્ર છોડી દો છો તો એ સમયે પૂજ્ય નથી. શક્તિ રુપ નથી તો અશક્ત છો. કમજોર ની પૂજા નથી થતી. પૂજ્ય અર્થાત્ સદા પૂજ્ય - એવું નહીં ક્યારેક પૂજ્ય, ક્યારેક અશક્ત. તો શસ્ત્ર સદા કાયમ રહે છે? જ્યારે પોતાને ગૃહસ્થી સમજો છો ત્યારે ગૃહસ્થી ની જાળ (પ્રભાવ) હોય છે. ગૃહસ્થી બનવું અર્થાત્ જાળ માં ફસાવું. ટ્રસ્ટી અર્થાત્ મુક્ત. સદા આ જ સ્મૃતિ રાખો કે અમે પૂજ્ય છીએ.
કેવી પણ કોઈ પરિસ્થિતિ આવે, તેમાં વિજયી હોવાનાં કારણે રાજી રહેતાં. ક્યારેક બાળકો વગેરે થી નારાજ તો નથી થતાં? જ્યારે કહો છો બાળક, તો બાળક અર્થાત્ બેસમજ. બાળક અર્થાત્ ચંચળ, જ્યારે છે જ ચંચળ સ્વભાવ, બેસમજ તો એનાથી નારાજ કેમ થાઓ છો? જ્યારે રહસ્ય ને જાણો છો કે કળયુગી બાળકો છે, તમોગુણી પેદાશ છે, જરુર ચંચળ હશે. જેવી માટી એવાં જ મટકા બનશે. માટી ગરમ છે તો પાણી ઠંડું હોય - આ થઇ કેવી રીતે શકે? તો નારાજ થવું અર્થાત્ જ્ઞાનવાન નથી. રહસ્ય ને નથી જાણતાં. જો યોગયુક્ત થઈને એમને શિક્ષા આપો તો તે પરિવર્તન થઈ જશે. નારાજ નથી થવાનું.
આખો દિવસ સંકલ્પ, બોલ અને કર્મ બાપ ની યાદ અને સેવા માં જ લાગ્યાં રહે છે? દરેક સંકલ્પ બાપ ની યાદ અને સેવા. એમ જ દરેક બોલ દ્વારા બાપની યાદ અપાવવી કે આપેલો ખજાનો બીજા ને આપવો. કર્મ દ્વારા પણ બાપ નાં ચરિત્રો ને સિદ્ધ કરવાં. તો એવી યાદ અને સેવા માં સદૈવ રહો છો? જો યાદ અને સેવા આ બંનેમાં સદા બીઝી રહો તો માયા આવી શકે છે? જો યાદ અને સેવા ને ભૂલો તો માયા નો ગેટ (દ્વાર) ખોલી નાખો છો. તો આ ગેટ નહીં ખોલો. વિસ્મૃતિ અર્થાત્ માયા નો ગેટ ખોલવો, સ્મૃતિ અર્થાત્ પાક્કું ગોદરેજ નું લૉક (તાળું) લગાવવું. યાદ અને સેવા ની સ્મૃતિ ડબલ લૉક છે. ડબલ લૉક લગાવશો તો માયા ક્યારેય નથી આવી શકતી. જો સિંગલ લૉક ફક્ત યાદ નો લગાવો, સેવા નો નહીં તો પણ માયા આવી જશે. બ્રાહ્મણ જીવન જ છે યાદ અને સેવા. તો જીવન નું કાર્ય કોઈ ભૂલે છે શું? જો ભૂલશો તો માયા થી દગો ખાશો (છેતરાશો). દગો ખાવાથી દુઃખ ની લહેર આવે છે. તો ડબલ લૉક સદૈવ બંધ રાખજો. એનાથી સદા સેફ (સુરક્ષિત) રહેશો, ખુશ રહેશો, સંતુષ્ટ રહેશો.
સદા દરેક કદમ શ્રીમત પર ઉઠાવવા વાળા શ્રેષ્ઠ આત્મા પોતાને સમજો છો? દરેક કદમ શ્રીમત પર છે કે મનમત પર છે? એની પરખ જાણો છો? પારખવાનું સાધન શું છે? શ્રીમત અને મનમત ને પારખવાનું સાધન આ જ છે કે જો શ્રીમત પર કદમ હશે તો ક્યારેય પણ પોતાનું મન અસંતુષ્ટ નહીં થાય. મન માં કોઇ પ્રકારની હલચલ નહીં થાય. સ્વતઃ શ્રીમત પર ચાલવાથી નેચરલ (વાસ્તવિક) ખુશી રહેશે. જેમ કોઈ સારું કર્મ કરવામાં આવે તો એની સ્વતઃ અંદર થી ખુશી થાય છે. ખરાબ કર્મ કરવામાં આવે તો અંદર થી મન જરુર ખાય છે - ભલે બહાર થી બોલે નહીં. મનમત પર ચાલવાવાળા નાં મન માં હલચલ થશે. શ્રીમત પર ચાલવા વાળા સદા હલકાં અને ખુશ હશે. એનાંથી પારખી શકો છો કે શ્રીમત પર છું કે મનમત પર છું. આ થર્મોમીટર છે. જ્યારે પણ મન માં હલચલ થાય, જરા પણ ખુશી નાં પર્સન્ટેજ (ટકા) ઓછાં થાય તો ચેક કરો - જરુર કોઇ શ્રીમત ની અવજ્ઞા હશે. સદા ચેકિંગ અને ચેન્જ (પરિવર્તન). ચેકિંગ નો અર્થ છે ચેન્જ કરવું. ચેકિંગ અને ચેન્જ આ બંને શક્તિઓ જોઈએ. પરંતુ બંને માંથી એકની પણ કમી છે તો સંતુષ્ટ નથી રહી શકતાં. ન સ્વયં સંતુષ્ટ રહેશો ન બીજાઓને સંતુષ્ટ કરી શકશો. ચેન્જ થવાની શક્તિ ત્યારે આવશે જ્યારે સહનશક્તિ હશે. બુદ્ધિની લાઈન ક્લિયર (સાફ) હોવાથી પરખ શક્તિ આવશે. અચ્છા.