Search for a command to run...
24 Jan 1978
નિરંતર સેવાધારી
24 January 1978 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળક નાં મસ્તક વચ્ચે ચમકતો તારો કહો કે હીરો કહો, જોતાં હર્ષિત થઇ રહ્યાં છે. દરેક ની ચમક ન્યારી અને પ્યારી હતી. આ ચમકતા તારાઓ થી દરેક આત્માની તકદીર ની લકીરો (રેખાઓ) સ્પષ્ટ દેખાઈ આવે છે. બાપદાદા ને ગર્વ છે, કેવાં-કેવાં ખોવાયેલાં બાળકો પોતાનું ભાગ્ય બનાવવા માટે કેટલો ગુપ્ત અને પ્રત્યક્ષ પુરુષાર્થ કરી રહ્યાં છે. બાળકો નો નશો અને તીવ્ર પુરુષાર્થ જોઈ બાપ પણ બાળકો પર બલિહાર જાય છે અર્થાત્ બાળકોનાં ગળાનો હાર બની જાય છે. જેમ હાર સદા ગળા માં પરોવાયેલો હોય છે, એમ બાળકોનાં મુખ માં, નયનો માં, બુદ્ધિમાં બાપ જ સમાયેલાં છે અર્થાત્ બાપ ને પોતાનાં ગળાનો હાર બનાવ્યાં છે. આજે બાપદાદા બાળકોનાં ગીત ગાઈ રહ્યાં હતાં. આજે કયું ગીત ગાયું. બાળકોની મહિમા નું. દરેક બાળક નો બાપ ને પ્રત્યક્ષ કરવાનો ઉમંગ જોયો. સિવાય બાળકોનાં, બાબા પ્રત્યક્ષ થઈ પણ નથી શકતાં. તો બાપ ને પણ પ્રત્યક્ષ કરવા વાળા કેટલાં શ્રેષ્ઠ થયાં? એટલો નશો કે સેવાની સ્મૃતિ સદા રહે. જેમ બાપ અવિનાશી છે, આત્મા અવિનાશી છે, સર્વ પ્રાપ્તિ સંગમયુગ ની અવિનાશી છે, એમ જ સ્મૃતિ અથવા નશો પણ અવિનાશી રહે. અંતર ન હોવું જોઈએ. અંતર આવવું અર્થાત્ મંત્ર ને ભૂલવો. જો મંત્ર યાદ છે તો નશા માં અંતર ન આવી શકે.
આજે તો બાપદાદા મળવા આવ્યાં છે, કહ્યું તો ઘણું જ છે પરંતુ આજે સંભળાવેલાનું સ્વરુપ જોવાં આવ્યાં છે સ્વરુપ માં શું જોઈ રહ્યાં છે? સર્વિસ (સેવા) બહુ સારી કરી, અનેક અજ્ઞાની આત્માઓ ને સ્મૃતિ અર્થાત્ જાગૃતિ અપાવી. દિલ્લી ની ધરતી એ સર્વ બ્રાહ્મણ આત્માઓ ને હલચલ માં લાવ્યાં. હવે પ્રશ્ન ઉઠયો છે કે આ કોણ છે અને આ કર્તવ્ય શું છે? જેમ સૂતેલાં મનુષ્ય ને જગાડવામાં આવે છે, આંખ ખોલતાં થોડા નિંદ્રા નાં નશા માં હોવાનાં કારણે સવાલ કરે છે, કોણ છે? શું છે? એમ દિલ્લી નિવાસી અજ્ઞાની આત્માઓ ને પણ પ્રશ્ન જરુર ઉઠ્યો છે કે આ શું છે, કોણ છે? સાંભળવા અને જોવામાં અંતર અનુભવ કર્યો. આટલાં બધાં બ્રાહ્મણો ને જોતાં એટલો જરુર અનુભવ કરે છે કે કમાલ છે! સાધારણ કન્યાઓ, માતાઓ એ ગુપ્ત માં જ આટલી સેના તૈયાર કરી લીધી છે! આવું ક્યારે વિચાર્યું નહોતું, સમજ્યું નહોતું. બધાનાં દિવ્ય ચહેરાએ બાપદાદાની ની મૂર્ત ને કર્તવ્ય દ્વારા લોકોની સામે પ્રત્યક્ષ જરુર કરી છે. હમણાં ફક્ત હલચલ મચાવી છે. જેમ ધરતી માં પહેલાં હળ ચલાવે છે ને અને હળ ચલાવતા બીજ નાખવામાં આવે છે એમ પોતાની ભવિષ્ય રાજધાની માં કે પોતાની આદિ ધરતી માં હલચલ રુપી હળ ચાલ્યું...કોઈ તાકાત છે, કોઈ શક્તિ છે, સાધારણ શક્તિઓ નથી, હલચલ ની સાથે આ બીજ નાખ્યું છે. સન્મુખ ન જોવા છતાં પણ ચારેય તરફ આ ધૂમ મચાવી છે આ કોણ છે અને શું છે? ગવર્મેન્ટ નાં કાનો સુધી આ અવાજ પહોચ્યોં છે. હવે આ બીજ ને વાણી દ્વારા અને યાદ ની શક્તિ દ્વારા ફળીભૂત કરવાનું છે. પરંતુ હમણાં સુધી જે કર્યું છે એ ખુબ સારું કર્યું.
બાપદાદા વિદેશ થી આવેલાં બાળકો ને કે ભારત થી આવેલાં બાળકો, જેમણે પણ સેવા માં આંગળી આપી અર્થાત્ પોતાનાં રાજ્ય નું ફાઉન્ડેશન (પાયો) નાખ્યું એમને જોઈ હર્ષિત થાય છે. આ કોન્ફરન્સ (સંમેલન) બ્રાહ્મણોની પોત-પોતાની રાજધાની નાં અધિકારી બનવાની ફાઉન્ડેશન સ્ટોન સેરીમની હતી. એટલે કોઈ પણ વિદેશ નાં સેવાકેન્દ્રની આત્માઓ કે ભારત માં પણ કોઈ ઝોન રહ્યું નથી, આ કરેલી ગુપ્ત સેવા થોડા સમય માં પ્રત્યક્ષ રુપ દેખાડશે. હમણાં તો ગુપ્ત વેશ માં પોતાનો ફાઉન્ડેશન સ્ટોન નાખ્યો છે અર્થાત્ બીજ નાખ્યું છે. પરંતુ સમય પ્રમાણે આ જ બીજ ફળ નાં રુપમાં આપ સૌ જોશો. આ જ દુનિયાનાં લોકો તમારું આહવાન કરશે, આજયાન (સ્વાગત) કરશે.
(બધાની ખાંસી નો અવાજ હતો) ખુબ મહેનત કરી છે શું? પ્રકૃતિ નો પ્રભાવ વધારે થઈ ગયો છે, એનું ફળ પણ મળી જશે. વિદેશી આત્માઓએ આ પણ અનુભવ કરવો જરુરી છે કે જેવી ઋતુ એમ સ્વયં ને ચલાવી શકો. આ પણ અનુભવ જોઈએ. દરેક નાનાં-મોટાં નું આ સેવા માં મહત્વ રહ્યું. મહેનત પણ સારી કરી છે, પહેલું ફાઉન્ડેશન આ પ્રશ્ન ઉઠ્યો છે, હવે પછી એ જ પ્રશ્ન નો ઉત્તર મળશે.
આજે બાપદાદા આ રુહ-રુહાન કરી રહ્યાં હતાં. આગળ નાં માટે પણ જેમ નિરંતર યોગી નું વરદાન બાપ દ્વારા પ્રાપ્ત થયું છે, એમ જ નિરંતર સેવાધારી. સૂતાં વખતે પણ સેવા થાય.સૂતેલાં પણ કોઈ જુએ તો તમારા ચહેરા થી શાંતિ, આનંદ નાં વાયબ્રેશન અનુભવ કરે. એટલે કહેવાય છે ખુબ મીઠી નિંદ્રા હતી. નિંદ્રામાં પણ અંતર હોય છે. દરેક સંકલ્પ માં દરેક કર્મ માં સેવા સમાયેલી હોય એને જ કહેવાય છે નિરંતર સેવાધારી. બાપ અને સેવા. જેમ બાપ અતિ પ્રિય લાગે છે, બાપ વગર જીવન નથી, એમ જ સેવા વગર જીવન નથી. એવાં નિરંતર યોગી અને નિરંતર સેવાધારી સદા વિઘ્ન વિનાશક હોય છે. બાપ ની યાદ અને સેવા - આ ડબલ લોક લાગી જાય છે, એટલે માયા આવી નથી શકતી. ચેક કરો કે સદા ડબલ લોક રહે છે? જો સિંગલ લોક છે તો માયા ને આવવાની માર્જિન (અવકાશ) રહી જાય છે, એટલે વારંવાર ધ્યાન આપો કે બાપ ની યાદ અને સેવા માં તત્પર છીએ? સદા આ યાદ રાખો કે સર્વ કર્મેન્દ્રિયો દ્વારા બાપની યાદ ની સ્મૃતિ અપાવવાની સેવા કરવાની છે. દરેક સંકલ્પ દ્વારા વિશ્વ કલ્યાણકારી બની લાઈટ હાઉસ નું કર્તવ્ય કરવાનું છે. દરેક સેકન્ડ ની પાવરફુલ વૃત્તિ દ્વારા ચારેય તરફ પાવરફુલ વાયબ્રેશન ફેલાવવાનાં છે અર્થાત્ વાયુમંડળ પરિવર્તિત કરવાનું છે. દરેક કર્મ દ્વારા દરેક આત્મા ને કર્મયોગી ભવ નું વરદાન આપવાનું છે. દરેક કદમ માં સ્વયં પ્રતિ પદમો ની કમાણી જમા કરવાની છે. તો સંકલ્પ, સમય, વૃત્તિ અને કર્મ ચારેય ને સેવા પ્રતિ લગાવો, આને કહેવાય છે-નિરંતર સેવાધારી અર્થાત્ સર્વિસેબલ. અચ્છા.
જેમ મધુબન માં મેળો છે એમ અંતમાં આત્માઓનો મેળો પણ થવાનો છે. મધુબન સારું લાગે છે કે વિદેશ સારું લાગે છે? મધુબન કોને કહેવાય છે? જ્યાં બ્રાહ્મણોનું સંગઠન છે, ત્યાં મધુબન છે. તો દરેક વિદેશ નાં સ્થાન ને મધુબન બનાવો. મધુબન બનાવશો તો બાપદાદા પણ આવશે. કારણ કે બાપદાદા નો વાયદો છે કે મધુબન માં આવવાનું છે. આગળ જતાં ખુબ વન્ડર્સ જોશો. હમણાં જેમ ભારત ની સંખ્યાં વધતી જઈ રહી છે એમ થોડાં સમય માં વિદેશ ની સંખ્યાં વધારો. જ્યાં રહો છો ત્યાં ચારે તરફ અવાજ ફેલાઈ જાય. પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ કોણ છે અને શું છે. જ્યારે એવાં સંગઠન તૈયાર કરશો તો જ્યાં સંગઠન છે ત્યાં બાપદાદા પણ હાજીર-નાજીર છે.
ત્યાં ખુશી થાય છે કે અહીં આવવામાં ખુશી થાય છે, કેટલું પણ કહો તો પણ મોટું-મોટું છે, નાનું-નાનું છે, કારણ કે ડાયરેક્ટ સાકાર તન ની જન્મભૂમિ અને કર્મભૂમિ, ચરિત્ર ભૂમિ નું વિશેષ મહત્વ તો છે જ. ત્યારે તો ભક્તિ માં કાંઈ ન હોવા છતાં સ્થાન નું મહત્વ છે. મૂર્તિ જૂની હશે અને ઘર માં મૂર્તિ ખુબ સારી સુંદર હશે ભક્ત તો પણ સ્થાન ને મહત્વ આપે છે. તો સ્થાન નું મહત્વ છે પરંતુ પોતાની ફુલવાડી ને વધારો. મધુબન જેવો નક્શો બનાવો. જ્યારે મીની મધુબન પણ હશે તો બધાને જોવાનું આકર્ષણ થશે. અચ્છા.
બાપદાદા વર્તમાન સેવા નાં થેન્ક્સ (ધન્યવાદ) આપે છે અને ભવિષ્ય સેવા માટે ફરી સ્મૃતિ અપાવે છે. બાપદાદા ને બાળકો થી વધારે સ્નેહ કહો કે શુભ મમતા કહો, માં ની બાળકો માં મમતા હોય છે ને, તડપતા નથી પણ સમાઈ જાય છે. ઉદાસ નથી થતાં પણ બાળકો ને સન્મુખ ઈમર્જ કરી સ્નેહનાં સાગર માં સમાઈ જાય છે. બાપનો સ્નેહ છે ત્યારે તો તમને પણ સ્નેહ ઉત્પન્ન થાય છે ને. સ્નેહ છે ત્યારે તો અવ્યક્ત થી પણ વ્યક્ત માં આવે છે.
એવાં સ્નેહનાં બંધનમાં બાંધવા વાળા, સ્નેહ થી બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા, સેવા દ્વારા વિશ્વ નાં કલ્યાણ અર્થ નિમિત્ત બનેલાં, સદા મહાદાની અને વરદાની, એવાં નિરંતર યોગી, નિરંતર સેવાધારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.