Search for a command to run...
14 Feb 1978
સમીપ આત્માઓ ની નિશાનીઓ
14 February 1978 · ગુજરાતી
સ્વયં ને સદા બાપદાદા ની સાથે અર્થાત્ સમીપ અનુભવ કરો છો? સમીપ આત્માની નિશાની શું હશે? જેટલાં જે સમીપ હશે એટલાં એ સ્થિતિ માં, કર્તવ્ય માં, ગુણો માં બાપ સમાન અર્થાત્ સદા સંપન્ન, અર્થાત્ દાતા હશે. જેમ બાપ દર સેકન્ડ અને સંકલ્પ માં વિશ્વ કલ્યાણકારી છે એમ બાપ સમાન વિશ્વ કલ્યાણકારી હશે. વિશ્વ કલ્યાણકારી નો દરેક સંકલ્પ દરેક આત્મા નાં પ્રતિ, પ્રકૃતિ નાં પ્રતિ શુભ ભાવના વાળો હશે. એક પણ સંકલ્પ શુભ ભાવના નાં સિવાય નહીં હશે. જેમ બીજ ફળ થી ભરપૂર હોય છે અર્થાત્ આખાં વૃક્ષ નો સાર બીજ માં ભરેલો હોય છે. એમ સંકલ્પ રુપી બીજ માં શુભ ભાવના, કલ્યાણની ભાવના, બધાને બાપ સમાન બનાવવાની ભાવના, નિર્બળ ને બળવાન બનાવવાની ભાવના, દુઃખી અશાંત ને સ્વયં ને પ્રાપ્ત થયેલી શક્તિઓનાં આધાર થી સદા સુખી, શાંત બનાવવાની ભાવના, આ સર્વ રસ અથવા સાર દરેક સંકલ્પ માં ભરેલો હશે. કોઈ પણ સંકલ્પ રુપી બીજ આ સાર થી ખાલી અર્થાત્ વ્યર્થ નહીં હશે. કલ્યાણની ભાવના થી સમર્થ હશે.
જેમ સ્થૂળ સાઝ (સંગીત) આત્માઓને અલ્પકાળ માટે ઉલ્લાસ માં લાવે છે. ન ઇચ્છવા છતાં પણ બધાનાં પગ નાચવા લાગે છે ને, મન નાચવા લાગે છે, એમ વિશ્વ કલ્યાણકારી નાં દરેક બોલ રુહાની સાઝ નાં સમાન ઉત્સાહ અને ઉમંગ અપાવે છે. ઉદાસ આત્મા બાપ સાથે મિલન મનાવવાનો અનુભવ કરે અને ખુશીમાં નાચવા લાગી જાય છે. વિશ્વ કલ્યાણકારી નાં કર્મ, કર્મયોગી હોવાનાં કારણે દરેક કર્મ ચરિત્ર નાં સમાન ગાયન યોગ્ય હોય છે. દરેક કર્મની મહિમા કીર્તન કરવા યોગ્ય હોય છે. જેમ ભક્ત લોકો કીર્તન માં વર્ણન કરે છે-જોવું અલૌકિક, ચાલવું અલૌકિક, દરેક કર્મન્દ્રિય ની મહિમા અપરંપાર કરતાં રહે છે, એમ દરેક કર્મ મહાન અર્થાત્ મહિમા યોગ્ય હોય છે. એવી આત્માને કહેવાય છે બાપ સમાન સમીપ આત્મા. એવી વિશ્વ કલ્યાણકારી આત્મા દર સેકન્ડ નો સંપર્ક આત્માને સર્વ કામનાઓ ની પ્રાપ્તિ નો અનુભવ કરાવે છે. કોઈ આત્મા ને શક્તિનો, કોઈ ને શાંતિનો, મુશ્કેલી ને સહજ કરવાનો, અધીન થી અધિકારી બનવાનો, ઉદાસ થી હર્ષિત થવાનો, આ જ પ્રકારે વિશ્વ કલ્યાણકારી મહાન્ આત્માનો સંપર્ક સદા ઉમંગ અને ઉત્સાહ અપાવે છે. પરિવર્તન નો અનુભવ કરાવે છે, છત્રછાયા નો અનુભવ કરાવે છે. એવાં વિશ્વ કલ્યાણકારી અર્થાત્ સમીપ આત્મા બનવા વાળા, એવા ને જ લગન માં મગન રહેવા વાળી આત્મા કહેવાય છે. એવાં બની રહ્યાં છો ને?
ભાગ્યશાળી તો બધાં છો, જે બાપે પોતાનાં બનાવી લીધાં. બાપે બાળકો ને સ્વીકાર કર્યા અર્થાત્ અધિકારી બનાવ્યાં. આ અધિકાર તો બધાને મળી જ ગયો. પરંતુ વિશ્વનાં માલિક બનવાનો અધિકાર, વિશ્વ કલ્યાણકારી બનવાનાં આધાર થી થશે. હવે દરેક પોતે જ પોતાને પૂછો અધિકારી બન્યાં છીએ? રાજ્ય ભાગ્ય નાં અધિકારી બન્યાં છીએ? તખ્તનશીન બનવાનાં અધિકારી બન્યાં છીએ કે રોયલ ફેમિલી માં આવવાનાં અધિકારી બન્યાં છીએ?
વિદેશી આત્માઓ પોતાને શું સમજે છે. બધાં રાજ્ય કરશે કે રાજ્ય માં આવશે? શું જે મળશે એ મંજુર છે? વિદેશી આત્માઓ માંથી સતયુગ ની ૮ બાદશાહી માં તખ્તનશીન બનવાનાં ઉમેદવાર કોણ સમજે છે? ૮ બાદશાહી માંથી પ્રથમ લક્ષ્મી-નારાયણ, દ્વિતીય એમાં આવશે. ૮ બાદશાહી માં આવવા માટે શું કરવું પડશે? કે એમ વિચાર્યું છે કે ફક્ત ૮ જ છે. બહુ સરળ વાત છે, એમ જુઓ કે દરેક સમયે દરેક પરિસ્થિતિ માં અષ્ટ શક્તિઓ સાથે-સાથે ઇમર્જ (જાગૃત) રુપ માં હોય છે? જો બે-ચાર શક્તિઓ છે અને એક પણ શક્તિ ઓછી છે તો અષ્ટ બાદશાહી માં નહીં આવી શકો. અષ્ટ શક્તિઓની સમાનતા હોય અને એક જ સમયે અષ્ટ શક્તિઓ ઇમર્જ (જાગૃત) જોઈએ. એવું પણ નહીં કે સહન શક્તિ ૧૦૦% પરંતુ નિર્ણય શક્તિ ૬૦% કે ૫૦% છે. બંનેમાં સમાનતા જોઈએ અર્થાત્ ટકાવારી પૂરી જોઈએ, ત્યારે જ સંપૂર્ણ રાજ્ય ગાદી નાં અધિકારી થશો. હવે બતાવો શું બનશો? અષ્ટ લક્ષ્મી નારાયણ નાં રાજ્ય કે તખ્ત નાં અધિકારી હશો?
વિદેશી આત્માઓમાં ઉમંગ અને હિંમત સારી છે. હિંમત બાળકોની મદદ બાપની. હાઈજમ્પ (ઉંચી છલાંગ) નું સેમ્પલ (ઉદાહરણ) બની શકો છો. પરંતુ આ બધી વાતો ધ્યાનમાં રાખવી પડશે. વિશેષ આત્માઓ છો ત્યારે તો બાપદાદા પણ જાણે છે, રેસ માં નંબરવન દોડ લગાવવા વાળા એવાં ઉમંગ ઉત્સાહ વાળા દૂર રહેતાં પણ સમીપ અનુભવ કરવા વાળા, એવી આત્માઓ પણ છે જરુર. હવે સ્ટેજ ઉપર પ્રેક્ટિકલ માં પોતાનો પાર્ટ ભજવો? પુરુષાર્થ ને આગળ વધારવાનો છે અને પહેલાં નંબર ની વિશેષતા શું છે એ જ પ્રમાણે પોતાનો પુરુષાર્થ કરવાનો છે, દરેક કર્મમાં ચઢતી કળા હોય. અચ્છા.
આફ્રિકા પાર્ટી:- બધાં તીવ્ર પુરુષાર્થી છો ને? તીવ્ર પુરુષાર્થી અર્થાત્ વિચાર્યું અને કર્યું. વિચારવા અને કરવામાં અંતર નહીં. જેમ ઘણી વાતો માં પ્લાન (યોજના) બહુ બનાવો છો, પ્રેક્ટિકલ માં અંતર પડી જાય છે, તો તીવ્ર પુરુષાર્થી જે હશે તે જે પ્લાન બનાવશે એ જ પ્રેક્ટિકલ થશે. તો એવાં તીવ્ર પુરુષાર્થી છો ને? પારકું રાજ્ય હોવાનાં કારણે પરિસ્થિતિઓ તો તમારી તરફ બહુ આવે છે, પરંતુ જે સદા બાપ ની સાથે છે એમની સામે પરિસ્થિતિ પણ સ્વસ્થિતિ નાં આધાર પર પરિવર્તન થઈ જાય છે. પહાડ પણ રાઈ બની જાય છે. એવો અનુભવ કરશો જેમ ઘણીવાર આ બધી વાતો પહેલાં પણ પાર કરી ચૂક્યાં છીએ. નથિંગ ન્યૂ. નવી વાત માં ગભરાવાનું હોય પરંતુ નથિંગ ન્યૂ. એવો અનુભવ કરવા વાળા સદા કમળ પુષ્પ સમાન રહે છે. જેમ પાણી નીચે હોય છે, કમળ ઉપર રહે છે, એ જ રીતે પરિસ્થિતિ નીચે છે અને અમે ઉપર છીએ, નીચે ની વાત નીચે. ક્યારેય કોઈ વાત આવે તો વિચારો બાપદાદા અમારી સાથે છે. ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન્ સત્તા) ની સામે કેટલી પણ મોટી પરિસ્થિતિ કીડી નાં સમાન છે. કેવી પણ પરિસ્થિતિ હોય પરંતુ જો બાપ નાં બન્યાં છે તેમનાં બાપ જવાબદાર છે. વિચારો નહીં - ક્યાં રહીશું, કેવી રીતે રહીશું, શું ખાઈશું. સાચાં દિલ નાં સાથી બાપ છે. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી ભૂખ્યાં નહીં રહો. જ્યારે ભક્તો ને અનેક પ્રકાર નાં અનુભવ થાય છે, એ તો ભિખારી છે એમનું પણ પેટ ભરાઈ જાય છે તો તમે તો અધિકારી છો, તમે ભૂખ્યાં કેવી રીતે રહી શકો! એટલે જરા પણ ગભરાઓ નહીં, શું થશે? જે થશે તે સારું જ થશે. ફક્ત એક નાનું પેપર હશે કે ક્યાં સુધી નિશ્ચય છે? પેપર આખાં જીવનનું નથી હોતું, એક કે બે કલાક નું પેપર હોય છે. જો બાપદાદા સદા સાથે છે, પેપર આપવાનાં સમયે એક બળ એક ભરોસો છે તો બિલકુલ એવાં પાર થઇ જશો જેમ કંઈ હતું જ નહિં. જેમ સ્વપ્ન હોય છે ને, સ્વપ્ન ની જે વાતો હોય છે એ ઉઠતાની સાથે સમાપ્ત થઈ જાય છે, તો આ પણ દેખાય મોટું રુપ છે પરંતુ છે કાંઈ નહીં. તો એવાં નિશ્ચય બુદ્ધિ છો? દરેક નાં મસ્તક ઉપર વિજય નું તિલક લાગેલું છે તો એવી આત્માઓ જે છે જ વિજય નાં તિલક વાળી, એમની હાર થઇ નથી શકતી. મહેનત કરીને આવ્યાં છો, પરિસ્થિતિ ને પાર કરીને આવ્યાં છો એટલે બાપદાદા પણ મુબારક આપે છે. આ પણ ડ્રામા માં છે. જેમ સ્ટીમર તૂટી જાય છે તો કોઈ ક્યાં, કોઈ ક્યાં જઈને પડે છે, આ પણ દ્વાપર માં બધાં છુટા પડી ગયાં, કોઈ વિદેશમાં કોઈ દેશમાં, હવે બાપ છુટા પડેલાં બાળકો ને ભેગા કરી રહ્યાં છે. હવે બેફિકર રહો. કાંઈ પણ થશે તો પહેલાં બાબાની સામે આવશે. મહાવીર છો ને. વાર્તા છે ને કે ભઠ્ઠી નાં વચ્ચે પૂંગરા (બિલાડી નાં બચ્ચા) બચી ગયાં કાંઈ પણ હોય પરંતુ આપ બચી જશો ફક્ત માયા પ્રૂફ ની ડ્રેસ પહેરેલી હોવી જોઈએ. ડ્રેસ તો સદા સાથે હોય છે ને માયા પ્રૂફ ની? વિમાન માં પણ જુઓ ઈમરજન્સી માં ડ્રેસ આપે છે કે કાંઈ થાય તો પહેરી લો. તો તમને બહુજ સહજ સાધન મળ્યું છે.
એક-એક રતન અમૂલ્ય છે કારણ કે જો અમુલ્ય રતન ન હોત તો કોટોમાં કોઈ તમે જ કેવી રીતે આવત. જેને દુનિયા અપનાવવા માટે તડપી રહી છે એમણે અમને અપનાવી લીધાં. એક સેકન્ડ નાં દર્શન માટે દુનિયા તડપી રહી છે, તમે તો બાળક બની ગયાં તો કેટલો નશો, કેટલી ખુશી હોવી જોઈએ, સદા મન ખુશી માં નાચતું રહે. વર્તમાન સમય ની ખુશી નું નાચવું ભવિષ્ય ચિત્ર માં પણ દેખાય છે. કૃષ્ણ ને સદૈવ ડાન્સ નાં પોઝ માં દેખાડે છે ને.
જેમ બાપ જેવું કોઈ નથી એમ તમારા ભાગ્ય જેવું બીજું કોઈ ભાગ્યશાળી નથી. અચ્છા - જે નથી પહોંચી શક્યાં એમને પણ ખુબ-ખુબ યાદ આપજો. બાપદાદા નો સ્નેહ અવશ્ય સમીપ લાવે છે. અમૃતવેલા ઉઠી ને બાપ થી રુહરુહાન કરો તો બધી પરિસ્થિતિઓનો હલ સ્પષ્ટ દેખાશે. કોઈ પણ વાત હોય એનો પ્રતિ ઉત્તર રુહરુહાન માં મળી જશે. મધુબન વરદાન ભૂમિ થી વિશેષ આ વરદાન લઈને જજો તો વધારા ની લિફ્ટ મળી જશે. જ્યારે બાપ બેઠા છે બોજો ઉઠાવવા માટે તો પોતે કેમ ઉઠાવો છો? જેટલાં હલ્કા હશો એટલાં ઉપર ઉડશો. અનુભવ કરશો કે કેવી રીતે હલ્કા બનવાથી ઉંચી સ્ટેજ થઈ જાય છે.
બાપને જાણી લીધા, પામી લીધા એનાથી મોટું ભાગ્ય તો કોઈ હોતું જ નથી. ઘરે બેઠા બાપ મળી ગયાં. બાપે જ આવી ને જગાડ્યાં ને, બાળકો ઉઠો, દેશ કોઈ પણ હોય પરંતુ સ્થિતિ સદા બાપ ની સાથે રહેવાની હોય, ભલે દેશ થી દૂર છે પરંતુ બાપની સાથે રહેવા વાળા નજીક થી નજીક છે. કુમારીયો નિર્બધન છે શેનાં માટે? સેવાનાં માટે. ડ્રામા માં આ પણ એક લિફ્ટ છે. આ લિફ્ટ નો લાભ લેવો જોઈએ. જેટલો-જેટલો પોતાનો સમય ઈશ્વરીય સેવામાં લગાવતાં જશો તો લૌકિક સર્વિસ નો પણ સહયોગ મળશે, બંધન નહીં રહેશે. કુમારીઓ બાપને અતિ પ્રિય છે કારણ કે જેમ બાપ નિર્બધન છે એમ કુમારીઓ છે. તો બાપ સમાન થઈ ગઈ ને. અચ્છા.
ટ્રીનીડાડ-ગ્યાના:- વરદાન ભૂમિ માં આવીને અનેક વરદાનો થી સ્વયંને સંપન્ન બનાવ્યાં. મધુબન છે જ કમાઈ થી ઝોલી ભરવાનું સ્થાન. મધુબન આવવું અર્થાત્ પોતાને વર્તમાન અને ભવિષ્ય નાં અધિકારી બનવાનો સ્ટેમ્પ લગાવવો. અધિકારી બનવાનું સાધન છે, માયાની અધિનતા ને છોડવી. તો અધિકારી છો ને. અચ્છા.
કેનેડા:- કેનેડાએ કેટલાં રતન નીકાળ્યાં છે. ક્વોન્ટિટી (સંખ્યા) નહીં તો ક્વોલિટી (ગુણવત્તા) તો છે. જ્યારે એક દીપક થી દીપમાળા થઈ જાય છે તો એક થી આટલાં તો બન્યાં છે ને. એટલે એક-એકએ સમજવું જોઈએ કે મારે એકે અનેકો ને સંદેશ આપીને માળા તૈયાર કરવાની છે. જે પણ સંપર્કમાં આવે તેમને બાપ નો પરિચય આપતાં જાઓ કોઈને કોઈ નીકળી આવશે. હિંમત નહીં હારતાં કે કોઈ નીકળતું જ નથી, નીકળશે. કોઈ-કોઈ ધરતી ફળ મોડે થી આપે છે કોઈ જલ્દી થી. એટલે જ્યાં પણ ડ્રામા અનુસાર સેવાનાં નિમિત્ત બન્યાં છો તો જરુર કોઈ રતન છો ત્યારે તો નિમિત્ત બન્યાં છો. લક્ષ્ય પાવરફુલ રાખો કે હવે અમારે સેવા થી સબૂત આપવું જ છે. તો મહેનત થી સફળતા થઈ જ જશે.
લેસ્ટર:- સદા અતીન્દ્રિય સુખ માં ઝૂમવા વાળા છો ને. બાપ મળ્યાં, બધુંજ મળ્યું, આ જ સ્મૃતિ થી અતીન્દ્રિય સુખની અનુભૂતિ આપમેળે થઇ જશે. દુઃખ ની અવિદ્યા, દુઃખ નું નામ-નિશાન નહીં. જેમ ભવિષ્ય માં દુઃખ અને અશાંતિ નું અજ્ઞાન હશે એમ હમણાં પણ અનુભવ કરશો કે દુઃખ અશાંતિ ની દુનિયા જ અલગ છે. તે કળયુગી છે, આપણે સંગમયુગી છીએ. સંગમયુગી ની પાસે દુઃખ અને અશાંતિ નું નામ નથી, દુ:ખી ને જોઈ તરસ આવશે. દુઃખ નો અનુભવ તો ઘણો સમય કર્યો. હવે સંગમયુગ છે જ અતીન્દ્રિય સુખમાં રહેવાનો સમય, આ અનુભવ સતયુગ માં પણ નહીં થશે. જેવો સમય એવો લાભ લો. ઋતુ છે અતીન્દ્રિય સુખ પામવાની, તો ઋતુ માં ન પામ્યાં તો ક્યારે પામશો. બાપ ની યાદ જ ઝૂલો છે, આ ઝૂલા માં ઝૂલતા રહો, એનાંથી નીચે નહીં આવો. લેસ્ટર નો પણ સર્વિસમાં નંબર આગળ છે. લંડન માં લેસ્ટર ની મહિમા પણ સારી છે. રહેમદિલ છે જે હમજીન્સ ને વધારતા જાય છે. કુમાર, કુમારીઓ, યુગલ બધાં વૃદ્ધિ ને પામતા રહે છે, રીઝલ્ટ સારું છે, પરંતુ હજી વધારો. એવી સંખ્યાં વધી જાય જે જ્યાં જુઓ ત્યાં બ્રાહ્મણ જ દેખાઈ આવે.
મોરિશિયસ:- સદા સ્વયં ને બાપ દ્વારા સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન સમજો છો? જેમ બાપ સાગર છે, સાગર અર્થાત્ સંપન્ન, એમ જ સ્વયં ને સંપન્ન સમજો છો? જો સંપન્ન નથી તો માયા નો વાર કોઈ ને કોઈ રુપમાં થતો રહેશે. સંપન્ન અર્થાત્ માયાજીત. સંગમ પર જ માયાજીત બનવાની વાત છે, સતયુગ માં નહીં. માયાજીત વર્તમાન નું ટાઈટલ છે, એનો હમણાં અનુભવ કરવાનો છે. જેટલી લગન એટલાં નિર્વિઘ્ન. અચ્છા.
હોંગકોંગ:- સદા એક જ લગન રહે છે? પોતાનાં હમજીન્સ ને જગાડવાની. પોતાનાં છૂટા પડેલાં પરિવાર ને માળામાં પરોવીએ આ જ લગન રહે છે? આનાં સિવાય જે પણ કાંઈ કરો છો તે નિમિત્ત માત્ર. લૌકિક માં રહેતા ન્યારા અને પ્યારા બનવાનું છે. અજ્ઞાની આત્માઓ થી હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનાં છે. સંપર્ક સંબંધ માં રહેતાં બિલકુલ પાણી થી ઉપર, કીચડ થી ઉપર કમળ સમાન રહેવાનું છે. એવી સ્થિતિ રહે છે કે થોડો મોહ છે? નષ્ટોમોહા બનવાનો ઉપાય છે પોતાની જવાબદારી નહીં સમજો, જવાબદારી સમજો છો ત્યારે મોહ થઈ જાય, જવાબદારી છોડવી અર્થાત્ નષ્ટોમોહા. પોતે સ્વયં ને બાળક સમજો, મોટા નહીં. બાળક સમજવું અર્થાત્ નષ્ટોમોહા બનવું. મોટા સમજો ત્યારે બાપ ને ભૂલી જવાય. બાળક સમજવાથી બાપ ની યાદ સ્વતઃ આવશે. હોંગકોંગ ની ધરતી પણ ઓછી નથી, ફળીભૂત ધરતી છે અને અનેક ફળ નીકળી શકે છે. ફક્ત શક્તિ સેના મહાવીરની બની સ્ટેજ ઉપર જાઓ. ખુશીનો જે અખૂટ ખજાનો મળ્યો છે, એ જ ખજાના સાથે સદા રમતા રહો. યાદ નું રિટર્ન (વળતર) યાદગાર બનીને બતાવો.
લંડન:- સદૈવ પોતાને લાઈટહાઉસ અને માઈટહાઉસ સમજો છો? અનેક આત્માઓને અંધકાર માંથી રોશની માં લાવવી એ લાઈટહાઉસ નું કર્તવ્ય છે. તો દરેક પોતાને એવાં લાઈટહાઉસ અનુભવ કરો છો? જેવાં બાપ એવાં બાળકો. જે બાપનો ધંધો - એ જ બાળકો નો. તો બાપ દાતા છે તો દરેક બાળકે પણ આ જ લક્ષ્ય રાખવાનું છે કે અમારે પણ દાતા બનવાનું છે. વરદાન ભૂમિ માં પહોંચવા વાળી આત્માઓ વિશ્વ કલ્યાણ નાં નિમિત્ત બની શકે છે. આ અનુભવ કરો છો કે અમે વરદાન ભૂમિ માં પહોંચ્યાં છીએ? નવાં-નવાં શું સમજે છે? એવું ભાગ્ય જે વિદેશ થી આ ભૂમિ પર અધિકારી બનીને આવ્યાં છો. એવું ભાગ્ય હજી સુધી ભક્ત લોકો ગાયન કરે છે કે આવું ભાગ્ય ક્યારે મળી જાય તો એવાં પોતાને ભાગ્યશાળી અનુભવ કરો છો? બાપ તો દરેક બાળક ને પોતાનાથી પણ ઉંચા બનાવે છે એટલે બાળકો ને કહેવાય જ છે સિરતાજ. એવાં સિરતાજ પોતાને સમજો છો? માયાથી ગભરાતાં તો નથી? માયા ને જન્મ આપવા વાળા પણ તમે છો. જ્યારે કમજોર થાઓ છો ત્યારે માયા ને જન્મ આપો છો, કામજોર ન થાઓ તો માયા જન્મ જ ન લે. ન જન્મ આપો ન ગભરાઓ. માયાજીત બનવાનું વરદાન સંગમ પર બાપ દ્વારા મળ્યું છે. એવો તો અનુભવ કરો છો કે અમે કલ્પ પહેલાં વાળા છીએ. જ્યારે આ યાદ છે કે અમે કલ્પ પહેલા વાળા છીએ તો કલ્પ પહેલાં શું કર્યું હતું? કલ્પ-કલ્પ નાં વિજયી છો, આ સ્મૃતિ રહે તો કોઈ પણ વાત મોટી નહીં લાગશે, સહજ લાગશે.
ઓસ્ટ્રેલિયા:- પાંડવ સેના અને શક્તિ સેના ને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. દરેકે માયાજીત બનવાનો દૃઢ સંકલ્પ કર્યો છે ને. આખું ગ્રુપ ચેલેન્જ (પડકાર) કરવા વાળું છે. બધાં મહાવીર મહાવીરનીઓ છો ને? સદૈવ પોતાની તકદીર જોતાં હર્ષિત રહો તો આપ સૌને હર્ષિત રહેતાં જોઈ અનેક દુઃખી આત્માઓ સુખ અનુભવ કરશે. તમારી ખુશી અનેકોને બાપનો પરિચય અપાવશે. દરેક ચાલતાં-ફરતાં મ્યુઝિયમ બની જાય. જેમ મ્યુઝિયમ નાં ચિત્ર પરિચય અપાવે છે એમ તમારાં ચૈતન્ય ચિત્ર અનેકો ને બાપ નો પરિચય આપે કે પ્રાપ્તિ કરાવે - એવાં સર્વિસેબલ (સેવાધારી) બનો. હિંમત બહુ સારી રાખી છે. હવે હિંમત ની સાથે જે પણ કદમ ઉઠાવો છો એ યોગયુક્ત હોય. પહેલાં ઈશ્વરીય મર્યાદા અનુસાર છે કે નહીં એ વેરીફાય (ચકાસણી) કરાવીને અમલ માં લાવતાં જાઓ. પછી એક-એક ઉદાહરણ બની જશો, હજી વધારે ફૂલવાડી ને વધારો. જેમ પાછલાં વર્ષ થી હમણાં મોટો ગુલદસ્તો (ફૂલદાની) બનાવ્યો ને, હવે આનાંથી પણ મોટો બનાવો. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ આવે એને સહજ પાર કરવાનું સાધન છે બાપદાદા નો સાથ. જો નથી તો મુશ્કેલ લાગશે. કેટલાં પણ કોઈ નિર્બળ હશે પણ સર્વશક્તિમાન નો સાથ છે તો શક્તિશાળી બની જાય છે. એકલાં નહીં સમજો એક-એક બહુ કમાલ કરી શકે છે. જેમ દુનિયા વાળા દેખાડે છે એક-એક તારામાં દુનિયા છે, એ તારાઓમાં તો દુનિયા નથી પરંતુ તમે જે લકી તારાઓ છો એ એક-એક તારાઓમાં દુનિયા છે અર્થાત્ પોત-પોતાની રાજધાની છે. તો એક-એકે પોત-પોતાની રાજધાની સ્થાપન કરવાની છે. કુમારીઓને જોઈ બાપદાદા હર્ષિત થાય છે, કુમારીઓ ખૂબ જ સર્વિસ માં આગળ જઈ શકે છે. દરેક કુમારીએ લક્ષ રાખવું જોઈએ કે મારે વિશ્વ સેવાધારી બનવું છે. આ લૌકિક સર્વિસ તો નિમિત્ત માત્ર છે. લક્ષ એ રાખો કે અમે પોતે જાગીને જગતને જગાવવા વાળા છીએ. આ કુમારીઓનું સંગઠન બાપ ને પ્રત્યક્ષ કરી શકે છે. તો આગલાં વર્ષ માં વિશ્વ કલ્યાણકારી ની સ્ટેજ લાગેલી હોય. અચ્છા.
ગ્યાના પાર્ટી:- (૧૧.૨.૭૮) બાપદાદા તો દરેક ને દિલતખ્તનશીન જુએ છે. જેમ કોઇ ખૂબ પ્રિય બાળકો હોય છે અથવા સીકીલધા લાડલાં હોય એમને ક્યારેય નીચે ધરતી કે માટી પર પગ નથી રાખવા દેતાં. તો બાપદાદા પણ લાડલાં બાળકો ને દિલતખ્ત થી નીચે ઉતરવા નથી દેતાં ત્યાં જ વિરાજમાન રાખે છે. આનાંથી શ્રેષ્ઠ સ્થાન કોઈ છે? તો સદા ત્યાંજ રહો છો ને? નીચે તો નથી આવતાં? જ્યારે બીજું કોઈ સ્થાન છે જ નહીં તો બુદ્ધિ રુપી પગ બીજે ક્યાંય ટકી શકે? યાદ અર્થાત્ દિલતખ્તનશીન. બાપદાદા ને જે નિરંતર યોગી બાળકો છે એ સદા સાથે રહેતા નજર આવે છે. સહજયોગી છો ને. મુશ્કેલ તો નથી લાગતું? કોઈ પણ પરિસ્થિતિ ભલે હલચલ વાળી હોય પરંતુ બાબા કહ્યું એટલે અચળ. તો બાબા કહેવામાં કેટલી વાર લાગે છે. પરિસ્થિતિ નાં સંકલ્પ માં ચાલ્યાં જાઓ છો તો જેટલો સમય પરિસ્થિતિ નાં સંકલ્પ માં રહો છો એટલો સમય મુશ્કેલ લાગે. જો કારણ નાં બદલે નિવારણ માં ચાલ્યાં જાઓ તો કારણ જ નિવારણ બની જાય. બ્રાહ્મણોની આગળ કોઇ પરિસ્થિતિ હોતી નથી, કારણ કે માસ્ટર સર્વશક્તિમાન છે. એમની સામે આ પરિસ્થિતિઓ કીડી સમાન પણ નથી. ફક્ત થાય છે શું, જ્યારે કોઈ એવી વાતો આવે છે તો એ સમયે એ કારણ માં સમય લગાવી દે છે. કેમ થયું? કેવી રીતે થયું? એનાં બદલે એમ વિચારો કે જે થયું એમાં કલ્યાણ ભરેલું છે, સેવા સમાયેલી છે તો બદલાઈ જશે. ભલે રુપ પરિસ્થિતિ નું હોય પરંતુ સેવા સમાયેલી છે એવું વિચારવાથી અને આ રુપ થી જોવાથી સદા અચળ રહેશો. તો હવે મધુબન થી શું પરિવર્તન કરીને જશો? સદા કમ્પલીટ (સંપૂર્ણ), કમ્પલેન (ફરિયાદ) નહીં. હમણાં સુધી જે રીઝલ્ટ છે એનું પ્રમાણ સારું છે. હવે ચારે બાજુ થી અવાજ ફેલાવવાનો બહુ જલ્દી પ્રયત્ન કરો કારણ કે હમણાં સમય છે પછી ઇચ્છા હશે પરંતુ પરિસ્થિતિ એવી હશે કે કરી નહીં શકશો. એટલે જેટલું જલ્દી થઈ શકે ચક્રવર્તી બની સંદેશ આપતાં જાઓ, બીજ નાખતાં જાઓ. ભાગ્યશાળી છો કે ડ્રામા અનુસાર પોતાનાં જીવન થી, વાણી થી, કર્મ થી સર્વ રીતે સેવા કરવાનાં નિમિત્ત છો અને આગળ પણ બની શકો છો. દરેક કર્મમાં બધાને જ્ઞાનનું સ્વરુપ દેખાઈ આવે - આ જ વિશેષ લક્ષ રાખો કારણ કે કર્મ ઓટોમેટીક (સ્વતઃ) બધાનું અટેન્શન (ધ્યાન) ખેંચાવે છે. પ્રેક્ટિકલ કર્મ એક બોર્ડ નું કામ કરે છે. કર્મ જોતાં જ બધાનું અટેન્શન (ધ્યાન) જાય છે કે આવું કર્મ શીખવવા વાળા કોણ. તો હવે નવીનતા શું કરશો? લાઈટહાઉસ બનશો? એક સ્થાન પર રહેતાં પણ ચારે બાજુ લાઈટ ફેલાવો જે કોઈ પણ ફરિયાદ ન કરે કે આટલાં નજીક લાઈટહાઉસ હતાં અને તો પણ અમને લાઈટ નહીં મળી. અચ્છા.
જર્મની:- (૧૩-૨-૭૮) બાપદાદા ને ક્વોલિટી (ગુણવત્તા) પસંદ આવે છે. ક્વોલિટી સારી છે તો કવોન્ટિટી (સંખ્યા) બની જ જશે. મહેનત કરતાં જાઓ તો સફળતા જન્મસિદ્ધ અધિકાર છે. જર્મન ની ધરતી દ્વારા પણ કોઈ વિશેષ કર્મ જરુર થવાનું છે. જર્મન ની ધરતી માં એવાં વિશેષ વ્યક્તિ છે જે એક હોય તો પણ ઘણું નામ પ્રસિદ્ધ કરી શકે છે, છુપાયેલાં રતન છે જર્મની માં. ચારે બાજું અવાજ ફેલાવો તો નીકળી આવશે. હમણાં પણ સારી મહેનત કરી છે હજી વધારે ચારે બાજું ફેલાવો. આ જ લક્ષ્ય રાખો આવતાં વર્ષે ગ્રુપ બનાવીને લાવીશું વારીસ ક્વોલિટી. લક્ષ થી સફળતા થઈ જ જશે. અચ્છા. બીજા બધાં સંકલ્પ છોડી એક સંકલ્પ માં રહો હું કલ્પ-કલ્પ ની વિજયી છું, વિજય અમારો જન્મસિદ્ધ અધિકાર છે, તો સફળતા જ સફળતા છે. સંકલ્પ કર્યો અને સફળતા મળી. એટલે વધારે નહીં વિચારો. પ્લાન બનાવો પરંતુ કમળફૂલ સમાન હલ્કા રહો. વિચાર્યું, કર્યું અને સમાપ્ત. જેટલાં એક સંકલ્પ માં રહેશો એટલી ટચિંગ સારી થતી રહેશે. વધારે સંકલ્પ માં રહેવાથી જે ઓરીજનલ (વાસ્તવિક) બાપ ની મદદ છે તે મિક્સ થઈ જાય છે. એટલે એક જ સંકલ્પ કરો હું બાબા ની, બાબા મારાં. હું નિમિત્ત છું, આ સંકલ્પ થી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. ચક્રવર્તી બનો તો ખૂબ સરસ ગુલદસ્તો તૈયાર થઈ જશે. કવોન્ટિટી ભલે ન હોય પરંતુ જર્મન ની ધરતી થી એક પણ નીકળી આવશે તો નામ પ્રસિદ્ધ થઈ જશે. અચ્છા.