Search for a command to run...
18 Jan 1978
બાપદાદા ની સેવા નું રિટર્ન
18 January 1978 · ગુજરાતી
આજે સ્મૃતિ દિવસ અર્થાત્ સમર્થી દિવસ પર બધાં બાળકોએ પોત-પોતાની લગન અનુસાર ભિન્ન-ભિન્ન રુપ થી યાદ કર્યા. બાપદાદા ની પાસે ચારે તરફ નાં સ્નેહી સહયોગી શક્તિ સ્વરુપ સંપર્ક વાળી આત્માઓની સર્વ રુપ ની યાદ વતન સુધી પહોંચી. બાપદાદા દ્વારા દરેક બાળક ની જેવી યાદ એવું રિટર્ન એ જ સમયે મળી જાય છે. જે રુપ થી જે યાદ કરે છે એ જ રુપ થી બાપદાદા બાળકોની આગળ પ્રત્યક્ષ થઈ જ જાય છે જે યોગી તું આત્મા છે એને યોગ ની વિધિ મળી જાય છે. ઘણાં બાળકો યોગી તું આત્માનાં બદલે વિયોગી આત્માઓ બની જાય છે, જેનાં કારણે મિલન ની જગ્યાએ જુદાઈ નો અનુભવ કરે છે. યોગી તું આત્મા સદા બાપદાદા નાં દિલ તખ્તનશીન હોય છે. દિલ ક્યારેય દૂર નથી હોતું. વિયોગી આત્માઓ વિયોગ દ્વારા બાપદાદા ને સામે લાવવાનો પ્રયત્ન કરે છે. વર્તમાન ને ભૂલી ભૂતકાળ ને યાદ કરે છે. એનાં કારણે બાપદાદા ક્યારેક પ્રત્યક્ષ દેખાય છે, ક્યારેક પડદા ની અંદર છુપાયેલાં દેખાય છે. પરંતુ બાપદાદા સદા બાળકો ની આગળ પ્રત્યક્ષ છે, બાળકો થી છુપાઈ નથી શકતાં. જ્યારે બાપ છે જ બાળકોનાં પ્રતિ, જ્યાં સુધી બાળકો નો સ્થાપના નાં કર્તવ્ય નો પાર્ટ છે ત્યાં સુધી બાપદાદા બાળકો નાં દરેક સંકલ્પ અને સેકન્ડ માં સાથે-સાથે છે. બાપ નો વાયદો છે સાથે ચાલશે. ક્યારે ચાલશે? જ્યારે કાર્ય સમાપ્ત થશે. તો પહેલાં જ બાપ ને કેમ મોકલી દો છો? બાબા ચાલ્યાં ગયાં એવું કહી અવિનાશી સંબંધો ને વિનાશી કેમ બનાવો છો? ફક્ત પાર્ટ પરિવર્તન થયો છે. જેમ તમે લોકો પણ સેવાસ્થાન ચેન્જ (બદલો) કરો છો ને. તો બ્રહ્મા બાપે પણ સેવાસ્થાન ચેન્જ કર્યું છે. રુપ એ જ, સેવા એ જ છે. હજાર ભુજા વાળા બ્રહ્માનાં રુપ નો વર્તમાન સમયે પાર્ટ ચાલી રહ્યો છે ત્યારે તો સાકાર સૃષ્ટિ માં આ રુપ નું ગાયન અને યાદગાર છે. ભુજાઓ બાપ વગર કર્તવ્ય નથી કરી શકતી. ભુજાઓ બાપ ને પ્રત્યક્ષ કરાવી રહી છે. કરાવવા વાળા છે ત્યારે તો કરી રહ્યાં છે. જેમ આત્મા વગર ભુજા કાંઈ કરી નથી શકતી એમ બાપદાદા કમ્બાઇન્ડ રુપ ની સોલ (આત્મા) વગર ભુજાઓ રુપી બાળકો શું કરી શકે. દરેક કર્તવ્ય માં અંત સુધી પહેલાં કાર્ય નો હિસ્સો બ્રહ્મા નો જ તો છે. બ્રહ્મા અર્થાત્ આદિ દેવ. આદિ દેવ અર્થાત્ દરેક શુભ કાર્ય ની આદિ કરવા વાળા. બાપદાદા નાં આદિ (શરું) કર્યા વગર અર્થાત્ આરંભ કર્યા વગર કોઈ પણ કાર્ય સફળ કેવી રીતે થઈ શકે. દરેક કાર્યમાં પહેલાં બાપ નો સહયોગ છે. અનુભવ પણ કરો છો, વર્ણન પણ કરો છો તો પણ ક્યારેક-ક્યારેક ભૂલી જાઓ છો. પ્રેમ નાં સાગર માં પ્રેમ ની લહેરો માં શું બની જાઓ છો? લહેરો થી રમવાનું છે, ન કે લહેરો નાં વશીભૂત થઈ જવાનું છે. ગુણગાન કરો પરંતુ ઘાયલ નહીં બનો. બાપ જોઈ રહ્યાં છે કે બાળકો મારા સાથી છે અને બાળકો જુદાઇ નો પડદો નાખી જોઈ રહ્યાં છે. પછી શોધવામાં સમય ગુમાવે છે. હાઝિર-હઝુર ને પણ છુપાવી દે છે. જો આંખ મીચોલી (છુપા છુપી) નો ખેલ સારો લાગે છે તો ખેલ સમજીને ભલે રમો પરંતુ સ્વરુપ નહીં બનો. બહલાવવાની વાતો નથી સંભળાવી રહ્યાં. સેવાની ગતિને વધારે અતિ તીવ્ર ગતિ કરવા માટે ફક્ત સ્થાન પરિવર્તન કર્યું છે. એટલે બાળકોએ પણ બાપ સમાન સેવા ની ગતિ ને અતિ તીવ્ર બનાવવામાં બિઝી (વ્યસ્ત) રહેવું જોઈએ. આ છે સ્નેહનું રિટર્ન. બાપ જાણે છે બાળકો નો બાપ થી અતિ સ્નેહ છે પરંતુ બાપ નો બાળકો ની સાથે-સાથે સેવા થી પણ સ્નેહ છે. બાપ થી સ્નેહ નું પ્રત્યક્ષ સ્વરુપ સેવા થી સ્નેહ છે. જેમ પળે-પળે બાબા-બાબા કહો છો એમ દરેક પળ બાપ અને સેવા હોય ત્યારે જ સેવા નું કાર્ય સમાપ્ત થશે અને સાથે ચાલશો. હવે બાપદાદા દરેક બાળકો ને લાઈટ-માઈટ હાઉસ નાં રુપ માં જુએ છે. માઇક શક્તિશાળી થઈ ગયાં છે. પરંતુ લાઈટ, માઈટ અને માઈક ત્રણેય શક્તિશાળી સાથે-સાથે જોઈએ. અવાજ માં આવવું સહજ લાગે છે ને. હવે એવી પાવરફુલ સ્ટેજ બનાવો જે સ્ટેજ થી દરેક આત્મા ને શાંતિ, સુખ અને પવિત્રતા ની ત્રણેય લાઈટ્સ પોતાની માઇટ થી આપી શકો. જેમ સાકારી સૃષ્ટિ માં જે રંગ ની લાઇટ કરો છો તો ચારે તરફ એવું જ વાતાવરણ થઈ જાય છે. જો લીલી લાઈટ હોય તો ચારે તરફ એવો જ પ્રકાશ છવાઈ જાય છે. એક સ્થાન પર હોવા છતાં એક લાઈટ વાતાવરણ ને બદલી દે છે. એમ તમે લોકો પણ જ્યારે લાલ લાઈટ કરો છો તો આપમેળે યાદ નું વાયુમંડળ બની જાય છે. એમ જ્યારે સ્થૂળ લાઈટ વાયુમંડળ ને પરિવર્તન કરી દે છે તો આપ લાઈટ હાઉસ પવિત્રતા ની લાઈટ થી કે સુખ ની લાઈટ થી વાયુમંડળ નથી બનાવી શકતાં? સ્થૂળ લાઈટ આંખો થી જોતાં, રુહાની લાઈટ અનુભવ થી જાણશે. વર્તમાન સમય આ રુહાની લાઈટ્સ દ્વારા વાયુમંડળ પરિવર્તન કરવાની સેવા છે. સાંભળ્યું હવે સેવા નું કયું રુપ થવાનું છે. બંને સેવા હવે સાથે-સાથે થાય. માઈક અને માઈટ ત્યારે સહજ સફળતા મૂર્ત બની જશો.
પાર્ટીઓ ની સાથે વાતચીત:-
૧. બેહદ બાપે પણ હદનાં નંબર લગાડવા પડે છે. નહીં તો બાપ અને બાળકોનું મળવું દિવસ-રાત શું છે? તમારી દુનિયામાં આ બધી વાતો છે. ત્યાં તો બધાં બાપ ની સમીપ છે. બિંદુ શું જગ્યા લેશે? અહીંયા તો શરીર ને જગ્યા જોઈએ, ત્યાં સમીપ થઈ જ જશે. અહીંયા દરેક આત્મા સમજે અમે સમીપ આવીએ. જેટલાં જે બાપ નાંં ગુણો માં, સ્થિતિ માં સમીપ એટલાં સ્થાન માં પણ સમીપ, ભલે ઘર માં, ભલે રાજ્ય માં. સ્થિતિ સ્થાન ની સમીપ લાવે છે. આ જ કમાલ છે જે દરેક સમજે છે હું સમીપ અને સમીપ નો અનુભવ પણ કરે છે કારણ કે બેહદનાં બાપ અખૂટ છે, અખંડ છે એટલે બધાં સમીપ થઈ શકે છે. સંતુષ્ટ રહેવું અને કરવું. આ જ વર્તમાન સમય નું સ્લોગન છે. અસંતુષ્ટ અર્થાત અપ્રાપ્તિ. સંતુષ્ટ અર્થાત પ્રાપ્તિ. સર્વ પ્રાપ્તિ વાળા ક્યારેય પણ અસંતુષ્ટ નથી થઈ શકતાં.
૨. સદા પોતાને ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) સમજો છો? ઈશ્વરીય વિદ્યાર્થી જીવન સૌથી બેસ્ટ (શ્રેષ્ઠ) ગવાય છે. એવો સદા બેસ્ટ અર્થાત્ શ્રેષ્ઠ જીવન નો અનુભવ કરો છો. જેમ વિદ્યાર્થી સદા હસતાં, રમતાં અને ભણતાં રહે બીજી કોઈ વાત બુદ્ધિમાં વિઘ્ન રુપ નથી બનતી, એમ જ ભણવું, ભણાવવું નિર્વિઘ્ન રહેવું, બાપની સાથે ઉઠવું, બેસવું, ખાવું, પીવું આ છે ગોડલી સ્ટુડન્ટ લાઈફ. લૌકિક માં રહેતાં પણ બાપ નો સાથ છે ને. ભલે ક્યાંય પણ શરીર રહે પરંતુ મન બાપ અને સેવા માં લાગેલું રહે. ખાવું, પીવું, ચાલવું બધું બાપ ની સાથે એની જ મહિમા છે. જે પ્રિય વસ્તુ હોય એનો સાથ છોડવો મુશ્કેલ હોય છે. સાથે રહેવું, યોગ લગાવવો મુશ્કેલ નથી, યોગ તૂટવો મુશ્કેલ થાય-એવાં અનુભવી ને કહેવાય છે ઈશ્વરીય વિદ્યાર્થી જીવન. જેને છોડવું મુશ્કેલ છે, તોડવું મુશ્કેલ છે પરંતુ સાથે રહેવું મુશ્કેલ નથી, આ જ બેસ્ટ લાઈફ છે. સદા હસતાં રહો અને ગાતાં રહો અને બાપની સાથે ચાલતાં રહો. આવો સાથ આખાં કલ્પમાં નહીં મળી શકે. સંગમ પર પણ જો બીજા કોઈને શોધશો તો મળશે? નહીં ને. બાપે તમને શોધ્યાં કે તમે? શોધતાં તો તમે પણ હતાં, રસ્તો ખોટો લીધો. શોધવાનાં તો હતાં બાપ ને, શોધ્યાં ભાઈઓ ને એટલે શોધી ન શક્યાં.
૩. સ્વયંના પુરુષાર્થ માં અને સેવા માં સદા વૃદ્ધિ થતી રહે એનું સહજ સાધન કયું છે? વૃદ્ધિનું સહજ સાધન છે અમૃતવેલા થી લઈને વિધિપૂર્વક ચાલવું તો જીવન વૃદ્ધિ ને પામશે. કોઈ પણ કાર્ય સફળ ત્યારે થાય છે જ્યારે વિધિ થી કરો. બ્રાહ્મણ અર્થાત્ વિધિપૂર્વક જીવન. જો કોઈ પણ વાત માં સ્વયંના પુરુષાર્થ કે સેવામાં વૃદ્ધિ નથી થતી તો જરુર કોઈ વિધિ ની કમી છે. ચેક કરો અમૃતવેલા થી લઇને રાત સુધી મન્સા-વાચા-કર્મણા કે સંપર્ક વિધિપૂર્વક રહ્યો અર્થાત્ વૃદ્ધિ થઈ? જો નહીં તો કારણ ને વિચારી ને નિવારણ કરો. પછી દિલશિકસ્ત નહીં થશો. જો વિધિપૂર્વક જીવન હશે તો વૃદ્ધિ અવશ્ય થશે. અચ્છા.