Search for a command to run...
1 Feb 1979
મનન-શક્તિ જ માયાજીત બનવાનું સાધન
1 February 1979 · ગુજરાતી
આજે બાપદાદા બાળકોની અનેક પ્રકારની પુરુષાર્થ ની વિધિ ને જોતાં બાળકો નો ઉમંગ, ઉત્સાહ, મિલન ની લગન, સ્નેહ નો સંકલ્પ સદા સહયોગી બનવાનાં કાર્યમાં તત્પર રહેવું, બધાં સંગ તોડી એક સંગ જોડવાની મહેનત ને જોઈ બાપદાદા હર્ષિત પણ થઈ રહ્યાં હતાં અને સાથે-સાથે સ્નેહનાં કારણે તરસ (દયા) પણ આવી રહી હતી. દરેક પોત-પોતાનાં યથા શક્તિ લક્ષ ને પ્રાપ્ત કરવા માટે તીવ્રગતિ થી લાગેલાં છે. બધાંની એક જ ઈચ્છા છે કે ફાસ્ટ (ઝડપ થી) જઈએ ફર્સ્ટ (પહેલાં) આવીએ. દિવસ રાત આ જ લગન માં ચાલી રહ્યાં છે પરંતુ લક્ષ એક છે, લગન પણ એક સાથે જ છે. સાથ પણ એક નો જ છે છતાં પણ કોઈ મહાવીર છે અને કોઈ ખૂબ મહેનત અનુભવ કરે છે, કોઈ સહજયોગી છે, કોઈ પુરુષાર્થી યોગી છે, કોઈ સર્વ પ્રાપ્તિ સ્વરુપ છે, કોઈ સર્વ પ્રાપ્તિ કરવામાં ખૂબ લાગેલાં છે. કોઈ માયાજીત છે અને કોઈ માયા નાં વિઘ્નો સાથે યુદ્ધ કરવામાં લાગેલાં છે. કોઈનાં મનનો અવાજ જે પામવું હતું એ પામી લીધું અને કોઈનો અવાજ છે હમણાં પામી રહ્યાં છીએ. કોઈ સદા સાથનો અનુભવ કરે છે અને કોઈ સદા સાથી બનાવવાનાં પ્રયત્ન માં રહે છે. આવું જોઈ બાપદાદા ને મહેનત કરવાવાળા ઉપર દયા આવે છે. એક બાપનાં બાળકો બે પ્રકારનાં કેમ? અને આ મહેનત પણ ક્યાં સુધી? આ અલૌકિક જન્મ જે જન્મ ને વરદાન છે કારણ કે વરદાતા દ્વારા આ જન્મ છે, આવો વરદાની જન્મ પ્રાપ્ત થવા છતાં પણ, આ જન્મ પણ મનાવવાનાં બદલે મહેનત માં જ જાય તો આવો વરદાની જન્મ પછી ક્યારે મળશે! આ વરદાની જન્મ ની દરેક સેકન્ડ સર્વ પ્રાપ્તિ કરવાની સુખદ સેકન્ડ છે. આવાં સમય ને પામવાનાં બદલે મહેનત માં લગાવવો શું સારું લાગે છે! ઈચ્છતાં પણ નથી તો પણ કરી લો છો, કેમ? આજે બાપદાદાએ વિશેષ કારણ જોયાં. મૂળ કારણ છે જે ઈચ્છતાં નથી પરંતુ પરવશ થઈ જાઓ છો. કોનાં વશ થઈ જાઓ છો? એને પણ સારી રીતે જાણો છો. જાણવાં છતાં બચવાનો પ્રયત્ન કરતાં પણ પાછાં ચક્કરમાં આવી જાઓ છો કારણ કે માયા પણ જાની-જાનનહાર રુપ માં આવે છે. એ પણ જાણે છે કે આ બ્રાહમણ આત્માઓનો મુખ્ય આધાર બુદ્ધિયોગ છે. દિવ્યબુદ્ધિ દ્વારા જ બાપ સાથે મિલન મનાવી શકાય તો માયા પણ પહેલાં-પહેલાં બુદ્ધિ પર વાર કરે છે. કમજોર બનાવી દે છે. કોનાં દ્વારા? માયા નું વિશેષ બાણ વ્યર્થ સંકલ્પો નાં રુપ માં હોય છે. આ બાણ દ્વારા દિવ્યબુદ્ધિ ને કમજોર બનાવી દે છે અને કમજોર બનવાનાં કારણે પરવશ થઈ જાય છે. કમજોર વ્યક્તિ જે ઈચ્છે એ નથી કરી શકતી એટલે ઈચ્છે છે પણ કરી નથી શકતાં. આ કારણ નું નિવારણ સર્વશક્તિમાન બાપ દ્વારા જે પ્રાપ્ત થયું છે એ શક્તિ ને કાર્યમાં નથી લગાડતાં. એ વિશેષ શક્તિ છે મનન શક્તિ. મનન શક્તિ નો ઉપયોગ કરતાં નથી આવડતું. મનન શક્તિ જ દિવ્યબુદ્ધિ નો ખોરાક છે. ખોરાક ને ન ખાવાથી કમજોર બની જાઓ છો. અને કમજોર થવાનાં કારણે પરવશ થઈ જાઓ છો. મનન શક્તિ નો વિસ્તાર બહુ મોટો છે. પરંતુ વિધિ નથી આવડતી. જ્યાર થી બ્રાહ્મણ જન્મ થયો ત્યાર થી હમણાં સુધી ડાયરેક્ટર બાપ દ્વારા જીવન નાં કેટલાં શીર્ષક સાંભળ્યા છે, જો વર્ણન કરો તો આખી લાંબી માળા બની જાય. ભક્તિમાર્ગ માં પણ સુમિરણ કરવાનાં અભ્યાસી છે, એક-એક મણકા પર સુમિરણ કરે છે. ભક્તિમાં સુમિરણ શક્તિ છે અને જ્ઞાનમાં સ્મૃતિ ની શક્તિ છે. જ્યારે ભક્ત આત્માઓ પોતાની શક્તિ ને નથી ભૂલતી. અલ્પકાળ ની વિધિ થી અલ્પકાળ ની સિદ્ધિને પામતી રહે છે તો તમે જ્ઞાની તૂં આત્માઓ સ્મૃતિ ની શક્તિ ની વિધિ ને કેમ ભૂલી જાઓ છો. જો રોજ અમૃતવેલાએ પોતાનાં એક શીર્ષક ને પણ સ્મૃતિ માં લાવો અને મનન કરતાં રહો તો મનન શક્તિ થી સદા બુદ્ધિ શક્તિશાળી રહેશે. શક્તિશાળી બુદ્ધિ પર માયાનો વાર નથી થઈ શકતો અર્થાત્ પરવશ નથી થઈ શકતી. તો મૂળ કારણ છે બુદ્ધિની કમજોરી અને કમજોરી નું નિવારણ છે મનન શક્તિ.
જેમ આજકાલ ની વિશેષ આત્માઓ અર્થાત્ ભણેલાં-ગણેલાં લોકો જેવું કાર્ય હશે, જેવું સ્થાન હશે એવો પોતાનો ડ્રેસ (પહેરવેશ) ચેન્જ (બદલી) કરે છે. તમારાં જડ ચિત્રો નાં પણ દરેક સમયે ડ્રેસ ચેન્જ કરે છે. ભવિષ્ય દેવતાનાં રુપ માં પણ દરેક કાર્ય નો ડ્રેસ અલગ-અલગ હશે. આ સંસ્કાર ભવિષ્ય નાં વર્તમાન નાં આધાર પર છે. આ સમય ની ફેશન અથવા રીત-રિવાજ સતયુગ માં તો ચાલશે પણ તમારાં જડ ચિત્રો માં પણ રીત ચાલતી આવી રહી છે. તો સંગમયુગ નાં રીત-રિવાજ કયાં છે? જેવું કાર્ય કરો છો એવાં શીર્ષક પ્રમાણે પોતાનું સ્વરુપ યાદ રાખો. સૌથી વધારે ફેશનેબલ સંગમયુગી બ્રાહ્મણ છે. જેવો સમય એવું સ્વરુપ, આ સ્વરુપ પણ તમારો ડ્રેસ છે. જેવી સ્મૃતિ એવી વૃત્તિ, એવી દૃષ્ટિ અને એવી સ્થિતિ અર્થાત્ સ્વરુપ. જેમ આજકાલ ની ફેશન છે ને જેવો શૃંગાર, વસ્ત્ર પણ એવાં, તિલક પણ એવો લગાવશે તો આંખો નો શૃંગાર પણ એવો જ કરશે. તો સૌથી ફેશનેબલ આપ બ્રાહ્મણ છો. એવી સ્મૃતિ, વૃતિ અને દૃષ્ટિ બનાવો. સ્મૃતિ છે તિલક અને દૃષ્ટિ છે આંખો નો શૃંગાર અને વૃત્તિ છે શણગાર કરવો. વૃત્તિ થી જેવું પરિવર્તન ઈચ્છો એવું કરી શકો છો. તો સદૈવ રુહાની સજી સજાવેલી મૂર્ત છો વિશ્વનું પરિવર્તન કરવાવાળા.
મનન શક્તિ અર્થાત્ પોતાનાં અનેક શીર્ષક અર્થાત્ સ્વરુપ સ્મૃતિ માં રાખો. અનેક ગુણો નાં શૃંગાર ને સ્મૃતિ માં રાખો. અનેક પ્રકારની ખુશીની વાતો સ્મૃતિ માં રાખો, રુહાની નશા ની વાતો સ્મૃતિ માં રાખો, રચતા બાપનાં પરિચય ની વાતો બુદ્ધિમાં રાખો, રચનાનાં વિસ્તારની વાતો સ્મૃતિમાં રાખો. યાદ દ્વારા અનેક પ્રકારનાં અનુભવ અને પ્રાપ્તિઓની વાતો ને સ્મૃતિમાં રાખો, તો મનન શક્તિ નું સાધન કેટલું મોટું છે. જે ઈચ્છો એ મનન કરો. જે તમારી પસંદગી હોય એ પસંદ કરો તો મનન કરતાં મગન અવસ્થા પણ સહજ પ્રાપ્ત થઈ જશે. પરવશ નાં બદલે માયાજીત બનવાનો વશીકરણ મંત્ર સદા સાથે રહેશે અને માયા સદા માટે નમસ્કાર કરશે. સંગમયુગ નો પહેલો તમારો ભક્ત, માયા બનશે. માસ્ટર ભગવાન બનો તો ભક્ત પણ બન્યાં ને. જો પોતે જ ભગત હશો તો તે (માયા) કોની ભક્ત બનશે. તો ભક્ત બનશો કે માસ્ટર ભગવાન બનશો. એનું સહજ સાધન સંભળાવ્યું - મનન શક્તિ ને વધારો. સમજ્યાં.
બંગાળ બિહાર નો ઝોન તો શૃંગાર કરવાનું જાણે છે, જેમ દેવીઓને ખુબ સજાવે છે, પોતાનાં જડ ચિત્રો ને સજાવતાં આવડે છે ને. એમ સ્વયં ને સજાવવાનું છે. આ ઝોન ની પણ વિશેષતા છે જે બાપને અતિ પ્રિય છે. એવાં બાળકો ઘણાં છે, તે કોણ? ગરીબ પણ છે અને ભોળાનાથ નાં ભોળા પણ છે, બંન્નેવ બાપ ને અતિ પ્રિય છે. એટલે આ ઝોન નું ગ્રુપ જુઓ મોટું છે ને - આ ઝોનની વિશેષતા છે. આ ઝોનમાં કેટલાં અલગ-અલગ પ્રદેશ છે. નેપાળ પણ છે તો આસામ પણ છે, વિવિધ ફૂલોનો ગુલદસ્તો છે. સેવા પણ હવે વિસ્તાર ને પામી રહી છે. સાકાર તનને શોધ્યું પણ અહીંથી જ છે. તો સ્થાન ની વિશેષતા રહી ને. જેમ સરકાર ને કોઈ સ્થાન થી કોઈ વિશેષ અમૂલ્ય વસ્તુ મળે છે તો એ સ્થાન નું મહત્વ હોય છે. નામીગ્રામી હોય છે. ઈતિહાસ માં આવી જાય છે. એમ આ સ્થાન પણ બાપ નાં ઈતિહાસ માં વિશેષ સ્થાન છે. આગળ ચાલીને આ સ્થાન નું મહત્વ વિશ્વ માં મહત્વપૂર્ણ થશે. જેમ દિલ્લી ની વિશેષતા પોતાની છે, બોમ્બે ની પોતાની છે. આ સ્થાન નું મહત્વ પણ બહું મોટું પોતાનું છે, એટલે આગળ ચાલીને બીજા પણ આ સ્થાન ને વિશેષ ભૂમિ ની રીતે જોશે અને સાંભળશે. એવાં વિશેષ ભૂમિનાં નિવાસી પણ વિશેષ આત્માઓ છો. ભૂમિ ની સાથે તમારાં લોકોનાં ભાગ્યનું પણ બધાં વર્ણન કરશે. અચ્છા.
સદા શક્તિશાળી સ્વરુપ માં સ્થિત રહી માયા દુશ્મન ને પણ પોતાનાં ભક્ત બનાવવા વાળી, સદા સાજ સજાવેલા સ્વરુપ માં સ્થિત રહેવાવાળી, વશીકરણ મંત્ર દ્વારા માયા ને વશ કરવાવાળી, સદા સ્મૃતિ દ્વારા સમર્થ રહેવાવાળી, સર્વશક્તિમાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
૧. દરેક સંકલ્પ અને કર્મ બાપ સમાન કરવાથી - નિરંતર સહજયોગી ની અવસ્થા નો અનુભવ:- સંગમયુગ નું શ્રેષ્ઠ સ્થાન છે બાપનું દિલતખ્ત, જે આ તખ્ત પર બેસે છે, તે જ વિશ્વનાં તખ્ત નાં અધિકારી બને છે. અને જેમ બાપ પરમ પૂજ્ય છે એમ બાળકો પણ પૂજ્ય બની જાય છે. કારણ કે દિલ માં એને જ સમાવાય જે સમાન હોય, તો બાપ સમાન ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરવાવાળી આત્માઓ છો ને - એવો અનુભવ થાય છે જે બાપની સ્મૃતિ એ બાળકોની સ્મૃતિ, જે બાપ નાં ગુણ એ બાળકો નાં ગુણ, જે બાપ નું કર્તવ્ય એ બાળક નું. આને કહેવાય ફોલો ફાધર. જે પણ સંકલ્પ કે કર્મ કરો તો પહેલાં તપાસો કે બાપ સમાન છે, તો સહજયોગી ની અવસ્થા નો અનુભવ થશે. મહેનત નહીં લાગશે. અને કોઈ પણ પરિસ્થિતિ માં બાપ ને સામે લાવવાથી, સ્વસ્થિતિ નાં આધારે પરિવર્તન થઈ જશે. ભલે દેશ ની હાલત કેટલી પણ નાજુક હોય પણ આપ સદા કમળ પુષ્પની સમાન બાપની છત્રછાયા માં ન્યારા અને પ્યારા રહેશો. સદા છત્રછાયા માં છો ને? બાપ સેવાધારી બનીને આવે છે તો છત્રછાયા નાં રુપમાં બાળકોની સદા સેવા કરે છે. બાપ ને યાદ કર્યાં અને સાથ અનુભવ કર્યો, આમ કોઈ પણ શરીરધારી નો સાથ લેવામાં સમય લાગી જાય છે પરંતુ બાપ તો સેકન્ડ માં હાજર થશે, તો દૂર રહેતાં સદા સમીપ આત્મા છો એવો અનુભવ થાય છે? જે જેટલાં પ્રિય હશે એટલાં સમીપ હશે, તો કેટલાં સમીપ છો? હમણાં પણ સમીપ છો અને પરમધામ માં પણ સમીપ હશો, પછી ભવિષ્ય માં પણ સમીપ - તો ત્રણેય સ્થાનોમાં સમીપ છો ને. જ્યાં પણ બ્રાહ્મણ બાળકો નાં પગલાં પડે છે ત્યાં કોઈને કોઈ આત્માઓ છે ત્યારે જવાનું થાય છે. જે બાળકો બાપની યાદ માં રહે છે, યાદમાં રહેવાવાળા બાળકો ને બાપ સદા રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપતાં પણ રહે છે અને સદા આપતાં રહેશે, કારણ કે યાદ દ્વારા જ અનુભવો નો અધિકાર પ્રાપ્ત થાય છે.
ભાષણ જ ફક્ત સેવાનું સાધન નથી, અનુભવ દ્વારા પણ પ્રભાવિત કરી શકો છો, અનુભવ નો વિષય સૌથી વધારે આકર્ષિત કરવાવાળો હોય છે. સેવા જરુર કરવાની છે, જેમ પણ કરો. બધાં વિષય માં માર્ક્સ લેવાનાં છે, જો એક પણ ઓછો રહી ગયો તો પાસ વિથ ઑનર (સન્માન સાથે ઉત્તીર્ણ) કેવી રીતે થશો, એટલે બધાં વિષય ને આવરી લો.
૨. આખાં કલ્પ માં સંગમયુગ જ વસંતઋતુ છે:- સદા વસંત નાં સમાન ખીલેલાં પુષ્પ સુગંધિત રુહે ગુલાબ પોતાને સમજો છો? જ્યારે વસંત ઋતુ આવે છે તો બધાં ફૂલો માં રંગત આવી જાય છે, ખીલી જાય છે, સુંદર લાગે છે, સંગમયુગ પણ આખાં કલ્પની અંદર વસંત ઋતુ છે, જેમાં દરેક આત્મા રુપી પુષ્પ ખીલેલું રહે છે. તો એવાં પોતાને સદા ખીલેલાં અર્થાત્ સદા રુહાની યાદમાં રહેવાવાળા રુહે ગુલાબ સમજો છો કે ક્યારેક ફૂલ થી પાંખડી પણ બની જાઓ છો? જે પહેલાં નાની કળી હોય છે એ બંધ હોય છે, પછી ખીલી જાય છે તો ફૂલ કહેવાય. તો સદા ખીલેલાં છો કે ક્યારેક ફૂલ, ક્યારેક કળી. સદા ખીલેલું પુષ્પ એ છે જે દૂર થી જ બધાંને આકર્ષિત કરે. એવી રુહાનિયત છે? જે પણ સંપર્ક માં આવે એમને આ રુહાની સુગંધ આકર્ષિત કરે, ખીલેલાં પુષ્પ જ કોઈને ભેટ અપાય. બાપદાદા નાં ઉપર પણ ખીલેલું ફૂલ જ અર્પણ થઇ શકે છે. જે સાચાં ભક્ત હોય છે તેઓ ક્યારેય દેવતાઓ પર સડેલું ફૂલ નહીં ચઢાવે, સારા ખીલેલાં ફૂલ દેવતાઓ પર અર્પણ કરશે. તો એવાં ખીલેલાં રુહાની ગુલાબ છો જે બાપની ઉપર અર્પણ થઈ શકે. સદા એ યાદ છે કે અમે કયાં બાગવાન નાં (માળીનાં) બગીચાનાં ફૂલ છીએ. ડાયરેક્ટ બાપ ફૂલોને પોતાનાં સ્નેહનું પાણી આપી રહ્યાં છે, તો કેટલાં ભાગ્યશાળી થઈ ગયાં!
બાપદાદા સદા દરેક બાળક ને જોઈ શું વિચારે? કે દરેક બાળક વિશ્વ નાં માલિક બને, હદ નાં નહીં, રાજ્ય નાં નહીં પણ વિશ્વનાં. વિશ્વ નાં માલિક કોણ બનશે? જે વિશ્વ કલ્યાણકારી હશે? તો આપ સર્વ કોણ છો વિશ્વ પર રાજ્ય કરવાવાળા કે રાજ્ય પર? જે વિશ્વ પર રાજ્ય કરવાવાળા હશે તેઓ સદા બેહદની સ્થિતિ માં સ્થિત હશે. સંબંધ, સંસ્કાર, સ્વભાવ બધું બેહદ માં હશે, હદ નહીં હશે. હદની પ્રવૃત્તિ માં પોતાનો વધારે સમય આપો છો કે બેહદ માં? બનવાનું છે બેહદનાં માલિક અને સમય આપો છો હદ માં, તો શું થશે? બેહદનાં માલિક બનવાવાળા બેહદની સેવામાં જરુર લાગશે. હદ નિમિત્ત માત્ર, પૂરું ધ્યાન બેહદ ની સેવામાં. બેહદ માં જઈ સેવા કરો, સેવા માં નવો વળાંક લાવો. ઘણાં સમય થી દિલ માં જે યોજના છે એ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવો. આ વર્ષની યોજના બનાવો કે આટલાં સેવાકેન્દ્ર ખોલવાનાં છે. હેન્ડ્સ (સેવાસાથી) પણ ઓટોમેટિકલી (આપમેળે) નીકળી આવે છે. ત્યાંના પણ સેવાસાથી તૈયાર કરો. અચ્છા - ઓમ્ શાંતિ.