Search for a command to run...
16 Jan 1979
તિલક, તાજ અને તખ્તધારી બનવાની યુક્તિઓ
16 January 1979 · ગુજરાતી
બાપદાદા સર્વ બાળકોનાં વર્તમાન અને ભવિષ્ય બંનેનાં અંતરને જોતાં, આજે બાપદાદા બાળકોનાં વર્તમાન ને જોતાં હર્ષિત પણ થઈ રહ્યાં હતાં અને સાથે-સાથે ઘણાં બાળકોની વિચિત્ર ચલન ને જોઈ રહેમ (દયા) પણ આવી રહ્યો હતો. બાપ કેટલાં શ્રેષ્ઠ બનાવે છે અને બાળકો પોતાની જ થોડી ગફલત કરવાનાં કારણે અથવા અલબેલાપણાનાં કારણે શ્રેષ્ઠ સ્થિતિ થી નીચે આવી જાય છે. આજે બાપદાદા વિશેષ રુપ થી બાળકોનાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં હસવાનાં રુપ જોઈ રહ્યાં હતાં. બ્રાહ્મણ જન્મ થતાં જ બાપદાદા સંગમયુગી વિશ્વ સેવા ની જવાબદારીનાં તાજધારી બનાવતાં પરંતુ આજે રમણીક રમત જોઈ - કોઈ-કોઈ તાજ અને તિલકધારી પણ હતાં પરંતુ કોઈ-કોઈ તાજધારી નાં બદલે કરેલાં પાછલાં કે હમણાનાં પણ નાનાં થી મોટાં પાપ અથવા ચાલતાં-ચાલતાં કરેલી અવજ્ઞાઓની પોટલી માથાં પર હતી. કોઈ તાજધારી તો કોઈ માથાં પર પોટલી લીધેલાં હતાં. એમાં પણ નંબરવાર નાની-મોટી પોટલી હતી અને કોઈનાં માથાં પર ડબલ લાઈટ નાં બદલે, પોતાનાં બ્રાહ્મણ જીવન નું સદા ટ્રસ્ટી સ્વરુપ નાં બદલે ગૃહસ્થીપણાનાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં બોજા ની ટોપલી પણ માથાં પર હતી. જેને જોઈ બાપદાદા ને રહેમ પણ આવી રહ્યો હતો, બીજું શું જોયું! ઘણાં બાળકો અનેક પ્રકારનાં સહજ સાધન બાપ દ્વારા પ્રાપ્ત હોવાં છતાં પણ નિરંતર બુદ્ધિ નું જોડાણ જોડાયું ન હોવાનાં કારણે સહજ ને મુશ્કેલ બનાવવાનાં કારણે, અનેક પ્રકારનાં મુશ્કેલ સાધન અપનાવવામાં થાકેલાં રુપ માં દેખાઈ રહ્યાં હતાં. સહજ માર્ગ નાં બદલે પુરુષાર્થ નાં સાધન, હઠ (જિદ્દ) નાં પ્રમાણે વાપરી રહ્યાં હતાં. બીજું શું જોયું!
જેમ સૂર્યની સામે વાદળાં આવવાથી સૂર્ય છૂપાઈ જાય છે એમ ઘડી-ઘડી માયાનાં વાદળાંઓને કારણે ઘણાં બાળકો જ્ઞાન સૂર્ય થી કિનારે થઈ સૂર્ય ને પામવાનો પ્રયત્ન કરતાં રહે છે. ક્યારેક સન્મુખ ક્યારેક કિનારે, આ જ રમત માં લાગેલાં છે. સાથે-સાથે બાળકો નટખટ હોવાનાં કારણે બાપની યાદ નાં ખોળામાંથી નીકળી માયાની ધૂળ માં દેહ-અભિમાન ની સ્મૃતિ રુપી માટી માં રમતાં રહે છે. જ્ઞાન રત્નો થી રમવાનાં બદલે માટી માં રમે છે. બાપ ઘડી-ઘડી માટી થી કિનારો કરાવે પણ નટખટ સંસ્કારો નાં કારણે તો પણ મેલાં બની જાય. કોઈ-કોઈ બાળકો અલ્પકાળ નાં સુખો ની આકર્ષણમય વસ્તુઓનાં આકર્ષણ માં આવીને એ જ વસ્તુઓમાં એટલાં વ્યસ્ત થઈ જાય જે સમય અને અવિનાશી પ્રાપ્તિ એટલો સમય ભૂલી જાય છે. પછી હોશમાં આવે છે, આવાં અનેક પ્રકાર નાં વિચિત્ર રુપ બાળકોનાં જોયાં. હવે પોતાની જાતને જુઓ મારું રુપ કયું છે? બાપદાદા તો દરેક બાળકને સદા શ્રેષ્ઠ સ્વરુપ માં જોવાં ઈચ્છે છે. તાજ ને, દિલતખ્ત ને છોડીને પોટલી કેમ ઉઠાવો છો? તાજ સારો કે ટોપલી, પોટલી સારી લાગે છે! ત્રણેય નાં ફોટા સામે રાખો તો કયું ચિત્ર પસંદ આવશે. ૬૩ જન્મ આ બધી અદ્દભુત રમત રમ્યાં. હવે સંગમયુગ પર કઈ રમત રમવી છે? સૌથી સારામાં સારી રમત છે બાપ અને બાળકોનાં મેળાની રમત. બાપ દ્વારા મળેલાં જ્ઞાન રત્નો થી રમ્યાં. ક્યાં રતન અને ક્યાં માટી! હવે શું કરવાનું છે? બાળપણ ની અલબેલાપણાની અને નટખટ રમત બહુ સમય રમ્યાં, હવે તો વાનપ્રસ્થ માં જવાનો સમય સમીપ આવી રહ્યો છે એટલે હવે આ બધી વાતોની સમાપ્તિ નો દૃઢ સંકલ્પ કરો - સદા તાજ, તખ્ત અને તિલકધારી બનો. આ ત્રણેય નો પરસ્પર સંબંધ છે. તિલક હશે તો તાજ તખ્ત જરુર હશે. પોતાનું શ્રેષ્ઠ ભાગ્ય, શ્રેષ્ઠ પ્રાપ્તિઓને ઘડી-ઘડી સામે લાવો - જ્યારે સર્વ પ્રાપ્તિઓને અને પ્રાપ્ત કરાવવાવાળાને સદા સામે રાખશો તો ક્યારેય પણ માયા થી સામનો કરવામાં કમજોર નહીં બનશો. ફક્ત એક વાત યાદ રાખો - સર્વ સંબંધો થી દરેક કાર્ય માં બાપદાદા સદા સાથે છે. સાથ છોડવાનાં લીધે જ આ વિચિત્ર રમત રમવી પડે છે. વિશ્વની જવાબદારી ઉઠાવવાવાળા બાપ નો સાથ હોવાં છતાં પણ પોતાનાં હદની જવાબદારી નાં બોજાની ટોપલી કેમ ઉઠાવો છો? વિશ્વનો બોજ ઉઠાવવાવાળો તમારો આ નાનકડો બોજ નથી ઉઠાવી શકતો શું? છતાં પણ જૂનાં સંસ્કાર વશ ઘડી-ઘડી બોજો પણ ઉઠાવો છો અને પછી થાકીને ચીસો પણ પાડો છો કે હવે અમને છોડાવો. એક તરફ પકડો છો અને બીજી તરફ પોકારો છો. છોડો તો છૂટે - આ એક સેકન્ડની હિંમત અનેક જન્મો માટે અનેક પ્રકાર નાં બોજ થી છોડાવી દેશે. પહેલો-પહેલો વાયદો બાપ થી શું કર્યો - યાદ છે? મારાં તો એક બીજું ન કોઈ. જ્યારે મારાપણું જ સમાપ્ત થઈ ગયું, એક મારાં (બાબા) રહી ગયાં તો હદની જવાબદારીઓનું મારાપણું ક્યાંથી આવ્યું! દેહનું મારાપણું ક્યાંથી આવ્યું? કમજોરીનાં સંસ્કારોનું મારાપણું ક્યાંથી આવ્યું? સ્વયં ને જ્ઞાની તૂ આત્મા કહેવડાવો છો - જ્ઞાન સ્વરુપ અર્થાત્ કહેવું, વિચારવું અને કરવું સમાન હોય. સદા સમર્થ હોય. જ્ઞાની તૂ આત્માનું દરેક કર્મ સમર્થ બાપ સમાન, સંસ્કાર, ગુણ અને કર્તવ્ય સમર્થ બાપ સમાન હોય. તો સમર્થ અવસ્થા માં સ્થિત થવાવાળા આ વ્યર્થ ની વિચિત્ર રમત ન રમી શકે. સદા મિલન ની રમત માં વ્યસ્ત રહે છે, બાપ થી મિલન મનાવવું અને બીજાને બાપ સમાન બનાવવાં. તો આ વર્ષે શું કરશો? આ હમણાંનો તો વધારાનો સમય મળ્યો છે, શેનાં માટે? (સ્વયનાં માટે મળ્યો છે) આ વધારાનાં સમય નું પણ રહસ્ય છે. પાછળથી આવવાવાળા ફરિયાદ ન કરે કે અમને બહુ ઓછો સમય મળ્યો. જેમ સોદા ની પાછળ વધારાની મદદ આપવામાં આવે છે એમ ડ્રામા અનુસાર આ સમય પણ સેવા પ્રતિ અમાનત નાં રુપ માં મળેલો છે આ જ અમાનત ને બાપદાદાની શ્રેષ્ઠ મત પ્રમાણે વાપરો. સમજ્યાં, આ વર્ષે શું કરવાનું છે?
દર સમય અને સંકલ્પ માં સ્વયં ને વિશ્વ સેવામાં એટલાં વ્યસ્ત રાખો જે આ બધી વ્યર્થ ની રમત સ્વતઃ સમાપ્ત થઈ જાય - આ પરિણામ બાપદાદા જોવા ઈચ્છે છે. અચ્છા.
સદા સંકલ્પ અને સેકન્ડ ને પણ ટ્રસ્ટી સમજવાવાળા, ‘એક બાપ મારાં, બીજું નહીં કોઈ મારું’ આવાં બેહદનાં સમર્થ સંકલ્પવાળા, સદા વિશ્વ કલ્યાણ નાં સંકલ્પમાં વ્યસ્ત રહેવાવાળા, બાપ સમાન સમર્થ સંસ્કારવાળા, વ્યર્થ ને બાપનાં સાથ થી સદા માટે વિદાય આપવાવાળા, એવાં જ્ઞાની તૂ આત્મા બાળકોને બાપની વારં-વાર શુભેચ્છા છે - સાથે-સાથે આવાં તખ્તનશીન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત
૧. સર્વ નું આકર્ષણ બાપની તરફ આકર્ષિત કરાવવાનું સાધન - ચમકતો દિવ્ય તારો:- તમારો દિવ્ય તારો સદા ચમકતો દેખાઈ આવે તો તારાની ચમક બધાંને પોતાની તરફ સ્વતઃ જ આકર્ષિત કરશે. કોઈ પણ પ્રકાશિત વસ્તુ ચાલતી આત્માઓને પોતાની તરફ આકર્ષિત જરુર કરે છે. આ તો અવિનાશી તારો છે, તો ચમકતાં તારાની તરફ બધાનું આકર્ષણ સ્વતઃ થશે. તારાની તરફ આકર્ષિત થવું અર્થાત્ બાપની તરફ આકર્ષિત થવું. તો સદા અનુભવ કરો છો કે અમારો આત્મિક સ્વરુપ નો તારો ચમકી રહ્યો છે! સદા ચમકે છે કે ક્યારેક-ક્યારેક ચમકે છે. જ્યારે બાપ દ્વારા, જ્ઞાન દ્વારા તારો ચમકી ગયો તો હવે બુઝાઈ તો શકે નહીં પણ ચમક ની ટકાવારી ઓછી અને વધારે થઈ શકે છે, એનું કારણ શું? અટેન્શન (ધ્યાન) ની કમી. જેમ દીપક માં જો સદા ઘૃત નાખતાં રહો તો એ એકરસ પ્રગટતો રહેશે, ઘૃત ઓછું થયું તો હલચલ કરશે. એમ અટેન્શન ઓછું થઈ જાય તો ટકાવારી પણ ચમક ની ઓછી થઈ જાય છે. એટલે બાપદાદા ની શ્રેષ્ઠ મત છે રોજ અમૃતવેલાએ આખાં દિવસ માટે અટેન્શન રાખો. રોજ અમૃતવેલાએ પોતાની દિનચર્યા ને સેટ (નક્કી) કરો. જો કોઈ પણ કાર્યક્રમ સેટ નથી હોતો તો એનું પરિણામ શું નીકળે? સફળ નથી થતો, તો અહીંયા પણ જો રોજ પોતાની દિનચર્યા સેટ નહીં કરો તો સફળતામૂર્ત અનુભવ નહીં કરી શકો. અટેન્શન રહે પણ છે, પણ વધારે અન્ડરલાઈન (પાક્કું) કરો. જ્યાં અટેન્શન હશે ત્યાં કોઈ પણ પ્રકારનું ટેન્શન (ચિંતા) ન હોઈ શકે. જેમ રાત હશે તો દિવસ ન હોઈ શકે, ટેન્શન છે રાત, અટેન્શન છે દિવસ. તો દિવસ અને રાત બંને ભેગાં ન રહી શકે. જો કોઈ પણ પ્રકારનું ટેન્શન છે તો સિદ્ધ છે અટેન્શન નથી. સાધારણ અટેન્શન અને સંપૂર્ણ અટેન્શન માં પણ અંતર છે. સંપૂર્ણ અટેન્શન અર્થાત્ જે બાપ નાં ગુણ અને શક્તિઓ છે એ પોતાનામાં હોય. બાપનાં બાળકો બન્યાં તો એનું પ્રમાણ પણ તો જોઈએ ને. સાધારણ અટેન્શન અર્થાત્ અમે છીએ જ બાપનાં બાળકો… જો આટલાં શ્રેષ્ઠ બાપનાં બાળકો અને શ્રેષ્ઠતા ન હોય તો કોણ માનશે કે આ શ્રેષ્ઠ બાપનાં બાળકો છે. તો જે બાપ માં વિશેષતા, એ જ બાળકોમાં દેખાય - એને કહેવાય છે તીવ્ર પુરુષાર્થી. તીવ્ર પુરુષાર્થી અર્થાત્ વિચારવું અને કરવું સમાન. પ્લાન અને પ્રેક્ટિકલ સમાન.
૨. તમારો સ્વધર્મ છે યાદ અને કર્તવ્ય છે સેવા:- બધાં સદા યાદ અને સેવા એમાં જ તત્પર રહો છો? જે સદા યાદ અને સેવામાં લાગેલાં છે એમનાથી માયા પણ સદાનાં માટે નમસ્કાર કરીને કિનારો કરી લે છે. માયા પણ જાણે છે કે આ સદા વ્યસ્ત રહેવાવાળા છે તો ડિસ્ટર્બ નથી કરતી. ખાલી રહેવાવાળા ને ડિસ્ટર્બ કરે. તો સદા વ્યસ્ત રહો તો માયા આવી ન શકે. યાદ થી પોતાનું ભવિષ્ય બનાવે, સેવા થી બીજાનું પણ અને પોતાનું પણ. તો યાદ જ તમારો સ્વધર્મ છે અને સેવા કરવી એ જ તમારું કર્તવ્ય છે.
૩. ચઢતી કળાની નિશાની - સંપૂર્ણ મંઝિલ સમીપ દેખાય:- સદા દરેક કર્મ માં ચઢતી કળાનો અનુભવ કરો છો? કદમ આગળ વધાર્યાં અર્થાત્ ચઢતી કળા થઈ. દરેક કદમ માં ચઢતી કળા હોવાથી સંપૂર્ણ સ્ટેજ સુધી ખૂબ જ જલદી પહોંચી જશો. ચઢતી કળાવાળાને સદા પોતાની સંપૂર્ણ સ્ટેજ અર્થાત્ મંઝિલ સ્પષ્ટ દેખાય છે. જેટલાં જે વસ્તુની નજીક જાઓ છો એટલી જ એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટતા જ સમીપતા ની નિશાની છે. હવે સમય છે તીવ્ર પુરુષાર્થ નો, દોડવાનો સમય હવે આવી ગયો, હવે ઊંચી છલાંગ લગાવો. સમય ઓછો છે અને મંઝિલ ઊંચી છે. ઊંચી છલાંગ લગાવવા માટે ડબલ લાઈટ જોઈએ. ડબલ લાઈટ બન્યાં વિના છલાંગ નહીં લગાવી શકો.
૪. દરેક કર્મ ને શ્રેષ્ઠ બનાવવાનું સાધન - ફોલો ફાધર (બાપ ને અનુસરો):- જેમ સાકાર બાપની ઉપર આટલી જવાબદારી હોવાં છતાં પણ સદા ડબલ લાઈટ જોઈ, એમની તુલનામાં તો તમારી પાસે તો કાંઈજ જવાબદારી નથી, પોતાને સદા નિમિત્ત સમજીને ચાલો, જવાબદાર બાપદાદા છે તમે નિમિત્ત છો, નિમિત્ત સમજીને ચાલવાથી ડબલ લાઈટ થઈ જશો. બાપ પણ આટલી મોટી જવાબદારી સંભાળતાં નિમિત્ત સમજીને ચાલ્યાં, તો ફોલો ફાધર. દરેક કર્મ કરવાનાં પહેલાં તપાસો કે ફોલો ફાધર છે? એનાથી દરેક કર્મ અતિ શ્રેષ્ઠ થશે. શ્રેષ્ઠ કર્મ ની પ્રાલબ્ધ ઓટોમેટિકલી (આપમેળે) શ્રેષ્ઠ હશે. બાપની નકલ કરો તો પણ બાપ સમાન બની જશો. સમાન બનવાવાળા જ સમીપ રતન બને છે.
૫. દેહ થી ન્યારા દેહી રુપ માં સ્થિત રહેવાવાળા જ બાપ નાં પ્યારા:- બધાં પોતાને દેહ થી ન્યારા અને બાપનાં પ્યારા અનુભવ કરો છો? જેટલાં દેહ થી ન્યારા બનતાં જશો એટલાં જ બાપ નાં પ્યારા બનશો. બાપ પ્યારા ત્યારે લાગે છે જ્યારે દેહ થી ન્યારા દેહી રુપ માં સ્થિત થાઓ છો. તો સદા આ જ અભ્યાસમાં રહો છો? જેમ પાંડવોની ગુફાઓ દેખાડે છે ને, તો ગુફાઓ બીજી કોઈ નથી, પરંતુ પાંડવ આ જ ગુફાઓમાં રહે છે. આને જ કહેવાય અંતર્મુખતા. જેમ ગુફાની અંદર રહેવાથી બહાર નાં વાતાવરણ થી પરે રહે છે એમ અંતર્મુખી અર્થાત્ સદા દેહ થી ન્યારા અને બાપ નાં પ્યારા રહેવાનાં અભ્યાસ ની ગુફામાં રહેવાવાળા દુનિયાનાં વાતાવરણ થી પરે હોય છે, તેઓ વાતાવરણ નાં પ્રભાવમાં નથી આવી શકતાં. જે બાપનાં પ્યારા હશે એ ન્યારા જરુર હશે, કારણ કે જેનાથી પ્રેમ છે એ જેવાં હશે તેવાં જ બનશે. બાપ સદા ન્યારાં છે તો જે બાપ નાં પ્યારાં હશે, એ પણ સદા ન્યારા હશે. તો સદા ન્યારાં રહો એ જ અભ્યાસ ચાલતો રહે એના સિવાય નીચે નહીં આવો.
નૈરોબી પાર્ટી સાથે મુલાકાત:-
બધાં પોતાને કોટોમાં કોઈ અને કોઈ માં પણ કોઈ એવી મહાન આત્મા સમજો છો? જેટલું પોતાને મહાન અર્થાત્ શ્રેષ્ઠ આત્મા સમજશો એટલું દરેક કર્મ સ્વતઃ જ શ્રેષ્ઠ થશે. કારણ કે જેવી સ્મૃતિ એવી સ્થિતિ સ્વતઃ જ થાય છે. જેમ અનુભવી છો કે અડધોકલ્પ દેહની સ્મૃતિમાં રહ્યાં તો સ્થિતિ શું રહી? અલ્પકાળ નું સુખ અને અલ્પકાળ નું દુઃખ. તો સદા આત્મિક સ્વરુપ ની સ્થિતિ રહેશે તો સદાકાળ ની સુખ અને શાંતિની સ્થિતિ બની જશે. આવી સ્મૃતિ રહે છે? અચ્છા.
તમારું ઓક્યુપેશન (કર્તવ્ય) છે પતિત પાવની - આ સ્મૃતિ થી સહજ માયાજીત બનો:- આપ સહુ સદા સાગર સાથે સંબંધ રાખવાવાળી જ્ઞાન નદીઓ છો જેમાં અનેક આત્માઓ જ્ઞાન સ્નાન કરી પાવન બને છે તો પાવન બનાવવાની સેવા માં સદા તત્પર રહો છો? નદીઓનું મહત્વ ત્યારે છે જ્યારે સાગર થી સંબંધ છે, જો સાગર થી સંબંધ નથી તો નદી પણ નાળું બની જાય છે. તો આપ ચૈતન્ય જ્ઞાન નદીઓનું જ ગાયન છે પતિત-પાવની, આ જ સેવામાં સદા વ્યસ્ત રહો. માયા નો વાર (પ્રહાર) થવો અર્થાત્ ખાલી થવું. વ્યસ્ત રહેવું અર્થાત્ માયા નાં વાર થી બચી જવું. તો સદા વ્યસ્ત રહો છો કે લાંબા સમય નાં સાથી ની ઉપર દયા આવે છે જે એને પણ તક આપી દો છો! જેનું જે કર્તવ્ય હોય છે તે ક્યારેય ભૂલતાં નથી. તમારું કર્તવ્ય જ છે પતિત-પાવની, તો પોતાનું કર્તવ્ય નથી ભૂલવાનું, નથી છોડવાનું, તો માયાજીત બની જશો. સદાનાં માયાજીત જ બાપનાં દિલતખ્તનશીન બને છે. હાર ખાવી અર્થાત્ તખ્ત થી નીચે આવવું. જો કોઈ હાર ખાઈ લેશે તો તખ્ત થોડી મળશે? તો અહીંયા પણ માયા થી હાર ખાવી અર્થાત્ તખ્ત થી નીચે આવવું.
ટીચર્સ (શિક્ષક) નું ઓક્યુપેશન છે સદા સંતુષ્ટતા ની ખાણ રહેવું અને સર્વ ને સંતુષ્ટ બનાવવાં:- ટીચર્સ તો છે જ સદા સંતુષ્ટ. ટીચર્સ અર્થાત્ સર્વ ને સંતુષ્ટ બનાવવાની સેવા પર ઉપસ્થિત. જેટલાં સ્વયં સંપન્ન હશો એટલાં બીજાને પણ બનાવી શકશો. ટીચર્સ ની વિશેષતા જ છે દરેક વાત માં સંતુષ્ટ. સંતુષ્ટ પણ ત્યારે રહી શકશો જ્યારે સદા બાપ નાં ગુણો અને કર્તવ્ય માં સમાન બનશો. સદા એ તપાસો કે જે બાપ નાં ગુણ એ જ મારાં છે, જે બાપનું કર્તવ્ય એજ મારું કર્તવ્ય છે. આમ તાપસ કરી ચાલવાવાળા સંતુષ્ટ રહે પણ છે અને સર્વ ને પણ બનાવે છે. ટીચર્સ અર્થાત્ સંતુષ્ટતા ની ખાણ. સદા સંપન્ન, ખાણ નાં સમાન અખૂટ હોય, આ જ ટીચર્સ નું કર્તવ્ય છે.
વિદાય નાં સમયે:- કેટલી ૧૮ જાન્યુઆરી આવી ગઈ? આટલાં વર્ષ સમાપ્ત થઇ ગયાં તો એનું પરિણામ શું? પરિણામ જોઈએ - પરિવર્તન. જે પાછલાં વર્ષની વાત છે તે આ વર્ષમાં ન હોવી જોઈએ. તો નવીનતા શું આવી? જેમ મધુબન માં જે આવે છે એમને પૂછે છે શું છોડ્યું, શું પામ્યું? તો આ વર્ષનાં પરિણામ માં પણ જુઓ શું-શું છોડ્યું, શું પામ્યું? કયા-કયા વરદાન મેળવ્યાં, શું-શું વ્યર્થ છોડ્યું. બંનેનાં પરિણામ જુઓ. નવું વર્ષ મનાવે છે, જ્યારે વર્ષ નવું થયું, નવું વર્ષ અર્થાત્ નવીનતા ભરેલું. આનું પરસ્પર પરિણામ નિકાળજો. ટોટલ મેજોરીટી (કુલ બહુમત) પણ ક્યાં સુધી પોતાનામાં પરિવર્તન સમજે છે. એટલે બાપદાદાએ પહેલાં પણ કહ્યું કે પરિણામ લેવા માટે આવશે, તો એ પરિણામ શું થયું? સેવા વૃદ્ધિ ને પામી રહી છે, સેવાધારી આત્માઓ સ્વયંના પુરુષાર્થ માં શું વૃદ્ધિ પામી રહી છે, બંનેનું સંતુલન જ્યારે સમાન થશે ત્યારે સમાપ્તિ થશે.
બધાં સદા સંગમયુગ નાં શ્રેષ્ઠ ભાગ્ય ને સિમરણ કરીને હર્ષિત રહો છો? સંગમયુગ નું ભાગ્ય બીજા કોઈ યુગમાં પામી ન શકાય. સંગમયુગની એક-એક સેકન્ડ અતિ ભાગ્યશાળી છે. એક સેકન્ડ કેટલાંય જન્મોનું ભાગ્ય બનાવવાનાં નિમિત્ત બને છે. તો આવાં શ્રેષ્ઠ ભાગ્યને સદા યાદ રાખતાં, અંદર માં ભાગ્ય ને જોઈને સદા ખુશીમાં નાચતાં રહો. વાહ મારું ભાગ્ય - એવી અંદરની ખુશી બહાર દેખાય છે બીજા પણ જોવાવાળા અનુભવ કરે કે આમને કંઈક મળ્યું છે, કંઈક પ્રાપ્ત કર્યું છે. એવાં સદા ખુશ રહો. સદા ધ્યાન રાખો તો માયા ખુશીનો ખજાનો છીનવી નથી શકતી. અચ્છા - ઓમ્ શાંતિ.