Search for a command to run...
3 Dec 1979
વિશ્વ કલ્યાણકારી જ વિશ્વ નાં માલિક બની શકે છે
3 December 1979 · ગુજરાતી
બાપદાદા સર્વ વિશ્વ-કલ્યાણકારી બાળકોને જોઈને હર્ષિત થાય છે. જેમ બાપ બેહદ વિશ્વનાં કલ્યાણકારી છે. બાપ નો સદા એક જ સંકલ્પ છે કે સર્વનું કલ્યાણ હમણાં-હમણાં થઈ જાય. સંકલ્પ નો વિશેષ આધાર આ જ વાત પર છે. સંકલ્પ નું બીજ આ છે - બાકી વેરાઈટી (વિવિધતા) વૃક્ષ નો વિસ્તાર છે. એવી રીતે જ બાપ નાં બોલ માં સદા બાળકોનાં કલ્યાણની ભિન્ન-ભિન્ન પ્રકારની યુક્તિઓ છે. નયનોમાં બાળકોનાં કલ્યાણ નાં પ્રત્યે સર્ચલાઈટ છે. મસ્તક માં કલ્યાણકારી બાળકોની યાદગાર મણિનાં રુપ માં છે. દરેક કર્મ માં કલ્યાણકારી કર્મ છે. તો જેવી રીતે બાપ નાં સંકલ્પ અથવા બોલ માં, નયનો માં સદા માટે કલ્યાણ ની ભાવના અને શુભકામના છે. એવી જ રીતે દરેક બાળકનાં સંકલ્પ માં વિશ્વ કલ્યાણની ભાવના અને કામના ભરેલી હોય. ભલે કોઈ પણ કામ કરી રહ્યાં હોય, હદ ની પ્રવૃત્તિ ને ચલાવવા માટે અથવા કોઈ પણ સેવાકેન્દ્ર ચલાવવા માટે નિમિત્ત છો પણ સદા વિશ્વ કલ્યાણ ની ભાવના હોય. સદા સામે વિશ્વની સર્વ આત્માઓ ઇમર્જ (જાગૃત) હોય. તમારી સ્મૃતિ નાં આધાર થી ભલે કેટલી પણ દૂર રહેવા વાળી આત્માઓ હોય પણ તમને સદા સમીપ અને સમ્મુખ દેખાય. જેમ સેવા અર્થ તમારા લોકોનું એક ચિત્ર છે ભવિષ્ય શ્રીકૃષ્ણનાં રુપ નું. આખાં વિશ્વ નો ગોળો એમનાં હાથમાં દેખાડ્યો છે. વિશ્વનાં માલિક હોવાનાં કારણે વિશ્વનો ગોળો એમનાં હાથમાં દેખાડ્યો છે. એવી રીતે વર્તમાન સમય પણ વિશ્વ-કલ્યાણકારી હોવાનાં સંબંધ થી આખાં વિશ્વની સર્વ આત્માઓ તમારા મસ્તક માં સદા સમીપ છે. અહીયાં બેઠા હોવા છતાં પણ ભલે કોઈ અમેરિકા માં કે કેટલી પણ દૂર રહેવા વાળી આત્મા હોય, સેકન્ડમાં એ આત્માને પોતાની શ્રેષ્ઠ ભાવના અને શ્રેષ્ટ કામના નાં આધારે શાંતિ અને શક્તિની રેઝ (કિરણો) આપી શકો છો. એવાં માસ્ટર જ્ઞાન સૂર્ય વિશ્વ ને કલ્યાણની રોશની (પ્રકાશ) આપી શકો છો.
જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં સાધનો દ્વારા સમય અને અવાજ કેટલો પણ દૂર હોવા છતાં પણ સમીપ થઈ ગયાં છે ને. જેમ પ્લેન (વિમાન) દ્વારા સમય કેટલો નજીક થઈ ગયો છે, થોડા સમય માં ક્યાંથી ક્યાં પહોંચી શકો છો. ટેલિફોન દ્વારા અવાજ કેટલો સમીપ થઈ ગયો છે. લંડન નાં વ્યક્તિ નો અવાજ પણ એવી રીતે સંભળાય છે જેમ સમ્મુખ વાત કરી રહ્યાં છે. એવી જ રીતે ટેલિવિઝન નાં સાધનો દ્વારા કોઈ પણ દૃશ્ય કે વ્યક્તિ દૂર હોવા છતાં પણ સમ્મુખ અનુભવ થાય છે. સાયન્સ તો તમારી રચના છે. તમે માસ્ટર રચયિતા છો. સાઇલેન્સ (શાંતિ) ની શક્તિ થી તમે બધાં પણ વિશ્વની કોઈ પણ દૂર રહેવા વાળી આત્માનો અવાજ સાંભળી શકો છો. કયો અવાજ? સાયન્સ મુખ નો અવાજ સંભળાવવાનુ સાધન બની શકે છે પણ મન નો અવાજ નથી પહોંચાડી શકતું. સાઇલેન્સ ની શક્તિ થી દરેક આત્મા નાં મન નો અવાજ એટલો જ સમીપ સંભળાશે જાણે કોઈ સમ્મુખ બોલી રહ્યું છે. આત્માઓનાં મન માં અશાંતિ, દુઃખ ની સ્થિતિ નાં ચિત્ર એવી રીતે જ સ્પષ્ટ જોવામાં આવશે જેવી રીતે ટીવી દ્વારા દૃશ્ય કે વ્યક્તિ સ્પષ્ટ જુઓ છો. જેવી રીતે આ સાધનોનું કનેક્શન (જોડાણ) જોડ્યું, સ્વીચ ઓન કરી અને સ્પષ્ટ દેખાય અને સંભળાય છે. એવી જ રીતે બાપ સાથે કનેક્શન જોડ્યું, શ્રેષ્ઠ ભાવના અને કામના ની સ્વીચ ઓન કરી તો દૂર ની આત્માઓને પણ સમીપ અનુભવ કરશો. આને કહેવાય છે વિશ્વ-કલ્યાણકારી. એવી સ્થિતિ બનાવવા માટે વિશેષ કયું સાધન અપનાવવું પડે.
આ બધાનો આધાર છે - સાઇલેન્સ. વર્તમાન સમયે સાઇલેન્સ ની શક્તિ જમા કરો. મન નો અવાજ સંકલ્પો નાં રુપ માં આવશે. મન નો અવાજ અર્થાત્ વ્યર્થ સંકલ્પો ને સમાપ્ત કરી એક સમર્થ સંકલ્પ માં રહો. સંકલ્પો નાં વિસ્તારને સમેટીને સાર રુપ માં લાવો ત્યારે સાઇલેન્સ ની શક્તિ સ્વતઃ (આપમેળે) જ વધતી જશે.
વ્યર્થ છે બાહ્યમુખતા અને સમર્થ છે અન્તર્મુખતા. એવી જ રીતે મુખ નાં અવાજ નાં વ્યર્થ ને પણ સમેટીને સમર્થ અર્થાત્ સાર માં લાવો ત્યારે સાઇલેન્સ ની શક્તિ જમા કરી શકશો. સાઇલેન્સ ની શક્તિ નાં વિચિત્ર પ્રમાણ જોશો. આમ દૂર ની આત્માઓ તમારી સામે આવીને કહેશે કે તમે મને સાચો રસ્તો બતાવ્યો. તમે મને ઠેકાણા નો ઈશારો આપ્યો. તમે મને બોલાવ્યો અને હું પહોંચી ગયો. તમારું દિવ્ય સ્વરુપ એમનાં મસ્તક રુપી ટીવી માં સ્પષ્ટ દેખાશે અને અનુભવ કરશે કે આ તો સમ્મુખ મિલન હતું. એટલો સ્પષ્ટ અનુભવ કરશે. એટલી સાઇલેન્સ ની શક્તિ રુહાની રંગત દેખાડશે. જેમ શરું માં પણ દૂર બેઠેલાં બ્રહ્મા બાપ નાં સ્વરુપ ને સ્પષ્ટ જોતાં ઈશારો મળતો હતો કે આ સ્થાન પર પહોંચો. એવી જ રીતે અંત માં આપ સર્વ વિશેષ વિશ્વ-કલ્યાણકારી આત્માઓનો આવો જ વિચિત્ર પાર્ટ ચાલવાનો છે. એનાં માટે આત્માઓએ સર્વ બંધનો થી મુક્ત, સ્વતંત્ર થવું જોઈએ. જે જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે, જે શક્તિ ઈચ્છે, એનાંથી કાર્ય કરી શકે. એવી નિર્બન્ધન આત્મા અનેકોને જીવનમુક્ત બનાવી શકે છે. સમજ્યાં, કેટલી ઊંચી મંજિલ છે? ક્યાં સુધી પહોંચવાનું છે? બેહદ સેવા ની રુપરેખા કેટલી શ્રેષ્ઠ છે? અનેક મહેનતો થી છૂટી જશો. પણ એક મહેનત કરવી પડશે. એવી હિંમત છે?
મહારાષ્ટ્રએ કોઈ મહાન કાર્ય કરવું જોઈએ. મહારાષ્ટ્ર એવી કમાલ કરીને દેખાડે. વિહંગ માર્ગ ની સર્વિસ (સેવા) ત્યારે થશે. એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચી શકો છો. મહારાષ્ટ્ર નામ થી જ મહાન આત્મા બનવું સહજ હોવું જોઈએ. દરેક કર્મ મહાન. દરેક બોલ મહાન. સર્વ મહારાષ્ટ્ર નિવાસી એવાં મહાન છો ને? જે પણ આત્માને જુઓ તો મહાન આત્મા અનુભવ થાય. એવાં છો ને? ટીચર્સ શું સમજે છે? મહારાષ્ટ્ર માં તો કોઈ સમસ્યા હોતી નહીં હોય ને? જ્યાં મહાન છે ત્યાં સમસ્યા સમાપ્ત. મહારાષ્ટ્ર અર્થાત્ મહાત્માઓનું રાષ્ટ્ર. રાષ્ટ્ર અર્થાત્ સ્થાન. તો સ્થાન અને સ્થિતિ સમાન છે ને. ફક્ત એ જ યાદ રાખો કે અમે સમાન છીએ તો નંબરવન થઈ જશો. મહારાષ્ટ્ર ઝોન નંબરવન માં છે? નંબરવન ની નિશાની છે માયા ને વિન (જીતવા) કરવા વાળા વિજયી. એવાં છો ને? ‘શું’, ‘કેમ’ તો નથી ને?
એવાં સદા સમર્થ, સદા એક શ્રેષ્ઠ સંકલ્પ અને શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત રહેવા વાળા, બાપ સમાન સદા વિશ્વ-કલ્યાણકારી, સદા એક જ લગન માં મગન રહેવા વાળા, એવી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ટીચર્સ ની સાથે:- ટીચર્સ નું મહત્વ ત્યારે છે જ્યારે સદા મન, વાણી, કર્મ, સંપર્ક માં મહાનતા દેખાડે કારણ કે ટીચર્સ ને મહાન બનવાનાં સાધન મળેલાં છે. વાતાવરણ, સંગ, શુદ્ધ ભોજન, સેવા, સંપર્ક અને સંબંધ, બધાં મહાન બનવાનાં સાધન છે. જે પ્રવૃત્તિ માં રહે છે એમને પ્રવૃત્તિ માં રહેતાં ન્યારા રહેવું પડે છે પરંતુ ટીચર્સ તો છે જ ન્યારી. ન્યારા રહેવાનો અભ્યાસ કરવાની જરુર નથી. કમાલ એમની છે જે હંસ અને બગલા સાથે રહે છે અને પછી ન્યારા રહે છે. એ હિસાબ થી જુઓ તો ટીચર ને કેટલું ભાગ્ય મળેલું છે. ટીચર માટે પુરુષાર્થ સહજ છે. એવો અનુભવ કરો છો કે મુશ્કેલ લાગે છે? ટીચર ને જો ક્યાંય પણ મુશ્કેલ લાગે છે તો એનું એક જ કારણ છે, તે કયું છે? ટીચર જો આખો દિવસ પોતાને બીઝી (વ્યસ્ત) રાખે તો ક્યારેય પણ મુશ્કેલ ન લાગે. બીઝી રહેવા માટે કર્મણા અને વાચા સર્વિસ તો કરો છો એમ મન્સા ની દિનચર્યા પણ સેટ (નક્કી) કરો. મન્સા પણ બીઝી રહે તો માયાજીત સહજ બની શકો છો. જો પોતાને ફ્રી (ખાલી) રાખો છો તો ફ્રી જોઈને માયા પણ આવે છે. બીઝી રહો તો માયા પણ કિનારો સહજ જ કરી લે. પોતાને બીઝી કરતાં નથી આવડતું, મન્સા નો ચાર્ટ બનાવતાં નથી આવડતું ત્યારે માયા આવે છે અને મુશ્કેલ લાગે છે. બીજું, બીઝી રાખવા માટે જેટલું ભણતર તરફ અટેન્શન (ધ્યાન) હશે, તો સ્વયં પોતાને બીઝી રાખી શકશો. ભણતર પ્રત્યે દિલ ની પ્રીત હોવી જોઈએ, જેનો દિલ થી ભણતર સાથે પ્રેમ હશે તેઓ સદા સ્વયં અને બીજાને પણ બીઝી રાખી શકશે. જો ઉપર નો ક્યારેક-ક્યારેક નો પ્રેમ હશે તો સ્વયં પણ ક્યારેક બીઝી, ક્યારેક ફ્રી રહેશે અને આવવા વાળા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ ક્યારેક બીઝી, ક્યારેક ફ્રી, એમને પણ બીઝી નહીં રાખી શકે. એટલે સદા બીઝી રહીને સ્વયં પણ વિઘ્ન-વિનાશક અને બીજાને પણ વિઘ્ન-વિનાશક બનાવો. ત્રીજું, પ્લાનિંગ (આયોજન) બુદ્ધિ બનો. પહેલાં સ્વયં નો પ્લાન પછી સેવા નો. પ્લાનિંગ બુદ્ધિ સદા બીઝી રહેશે. ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલવા વાળી બુદ્ધિ ક્યારેક ફ્રી ક્યારેક બીઝી રહેશે. બાબા નું ડાયરેક્શન જ મળેલું છે પ્લાનિંગ બુદ્ધિ બનો. સ્વ નો અને બીજાનો પ્લાન બનાવો. એવાં પ્લાનિંગ બુદ્ધિ છો કે બન્યો-બનાવેલ પ્લાન મળશે તો કરશો. પહેલાં સ્વયં નાં ટીચર પછી બીજા નાં. ટીચર સ્ટુડન્ટ ને પ્લાન બનાવીને આપે છે, એવી રીતે સ્વ નાં ટીચર બનો પછી બીજા નાં બનો.
અચ્છા, બધાં પોત-પોતાની લગન પ્રમાણે પુરુષાર્થ માં આગળ વધી રહી છો ને? ચઢતી કળા છે ને? ટીચર ને તો બધાં ફોલો (અનુસરણ) કરવા વાળા હોય છે ને. ફોલો ફાધર તો છે પણ તેમ છતાં પણ નિમિત્ત ટીચર ને બધાં જુએ છે. નિમિત્ત બનેલામાં બાપ ને જુએ છે. જો જોવા વાળો અરીસો જ ખરાબ હશે તો બાપ પણ ક્યાંથી સ્પષ્ટ દેખાશે. અરીસો જો સ્પષ્ટ અને પાવરફુલ (શક્તિશાલી) હોય તો કોઈ પણ વસ્તુ ને સ્પષ્ટ અને સહજ જોઈ અને અનુભવ કરી શકાય છે. એવાં સ્પષ્ટ અને પાવરફુલ અરીસા હોય જે કોઈ પણ સામે આવે અને બાપ નો સ્પષ્ટ અનુભવ કરી શકે.
બાપદાદા ને ટીચર ની કોઈ પણ કમ્પ્લેન (ફરિયાદ) સાંભળવી ગમતી નથી. ટીચર જો કોઈ કમ્પ્લેન કરે કે હું કમજોર છું, માયા આવે છે કે જિજ્ઞાસુ સંતુષ્ટ નથી રહેતાં કે હું સંતુષ્ટ નથી રહેતી, એવી કોઈ પણ કમ્પ્લેન ટીચર ની સાંભળવી નથી ગમતી. ટીચર નું કામ છે બધાં ને કમ્પલીટ (સંપૂર્ણ) બનાવવાં. જો પોતે જ કમ્પ્લેન કરશે તો કમ્પલીટ કેવી રીતે બનાવશે? ટીચર ને ક્યારેય પણ પોતાનાં પુરુષાર્થ માં કોઈ કમ્પ્લેન ન રહેવી જોઈએ. ટીચર્સ અર્થાત્ સંપન્ન, ટીચર્સ અર્થાત્ વિઘ્ન-વિનાશક. ટીચર ની મહિમા બાપ સમાન છે. જે બાપ ની મહિમા, તે ટીચરની મહિમા. સમજ્યાં, ટીચર્સ નું શું મહત્વ છે? એવું અવિનાશી સંગઠન બનાવો જેથી કોઈ પણ કમ્પ્લેન ન રહે. વૃદ્ધિ ખુબ જ કરી રહ્યાં છો ફક્ત વિઘ્ન-વિનાશક બનો અને બનાવો.
પાર્ટીઓની સાથે:-
બાપ, ટીચર અને સદ્દગુરુ - આ ત્રણેય સંબંધો થી ત્રણ પ્રાપ્તિઓ:-
સદા ત્રણેય સંબંધો થી વારસા ને, ભણતર ને અને ઘર ને યાદ કરતાં ચાલો છો? બાપ થી વારસો મળ્યો, ટીચર નાં સંબંધ થી ભણતર મળ્યું અને સદ્દગુરુ નાં સંબંધ થી ઘરનો રસ્તો મળ્યો અને સાથે ચાલશે. તો ત્રણેય સંબંધો થી જે ત્રણ પ્રાપ્તિઓ થાય છે તે સંબંધ અને પ્રાપ્તિ સદા યાદ રહે છે? સમજો છો કે અમે એટલી શ્રેષ્ઠ આત્માઓ છીએ જે સ્વયં પરમાત્મા બાપ, શિક્ષક અને સદ્દગુરુ બન્યાં છે. એનાથી મોટું ભાગ્ય બીજા કોઈનું હોઈ શકે છે? એવું ભાગ્ય તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે સર્વ સંબંધો થી પરમાત્મા મળી જશે. આ અસંભવ વાત પણ સંભવ સાકાર માં થઈ રહી છે તો કેટલું ભાગ્ય છે. ફક્ત બાપ નહીં પણ શિક્ષક અને સદ્દગુરુ પણ બન્યાં. જેમ ભક્ત લોકો કહે છે ભગવાન જ્યારે રાજી થાય છે તો છપ્પર ફાડીને આપે છે. તો આ પણ આ આકાશ તત્વ ને પણ પાર કરીને, આપવા માટે આવી ગયાં છે ને. તે તો છપ્પર ફાડીને કહે છે પણ આ તો આકાશ તત્વો થી પાર રહેવા વાળા પાંચ તત્વો ને પણ પાર કરીને પ્રાપ્તિ કરાવી રહ્યાં છે તો કેટલાં ભાગ્યશાળી થયાં. આવું ભાગ્ય સદા યાદ રહે. આ તો તમારી પ્રેક્ટિકલ લાઈફ બની ગઈ ને, ફક્ત નોલેજ (જ્ઞાન) હોય તો ભૂલી શકો છો પણ પ્રેક્ટિકલ લાઈફ ની કોઈ પણ વાત ભૂલાતી નથી. સદા યાદ રહે છે. જેવી રીતે પોતાની પાસ્ટ લાઈફ (ભૂતકાળ) ની વાતો ભૂલવા પણ ઈચ્છો છો તો પણ યાદ આવી જાય છે, આ પછી કેવી રીતે ભૂલી શકાય? એક જ શબ્દ તો યાદ કરવાનો છે. બાબા અને હું. બાબા, બાબા કહેતાં ચાલો તો સદા સ્મૃતિ સ્વરુપ રહેશો. બે વર્ષનું બાળક પણ બાબા-બાબા કહેતો રહે છે, તો તમે આટલાં નોલેજફુલ નાં (જ્ઞાનવાન) બાળકો એક ‘બાબા’ શબ્દ યાદ નથી રાખી શકતાં? સહજ માર્ગ છે ને, કઠિન તો નથી લાગતો? શક્તિ સેના શું સમજે છે? સદા એક બાપ અને આપ, ત્રીજું ન કોઈ, એમ જ રહો છો ને? કોઈ ત્રીજી વાત યાદ તો નથી આવતી? બસ બાપ અને બાળક, બાપ અને હું, આ જ નશા માં રહો. શક્તિ સેના નષ્ટોમોહા છો કે હદ નાં ઘર માં, બાળકોમાં મોહ છે. કાંઈ પણ થઈ જાય પણ નિર્મોહી, સાક્ષી થઈને ડ્રામા નાં સીન (દૃશ્યો) જોતાં રહો.
પાંડવોમાં હોય છે - રોબ અને ક્રોધ. પાંડવ નિક્રોધી (શાંત) બની ગયાં છો? શું સમજો છો? પાંડવોએ આનાં પર વિજય પ્રાપ્ત કરી છે? જરા પણ દેહભાન કે રોબ ન હોય. બિલકુલ બ્રહ્માકુમાર નિર્માણચિત્ત બની જાય. ક્રોધ ને છોડ્યો છે કે થોડો-થોડો શસ્ત્ર નાં રીતે યુજ (ઉપયોગ) કરો છો! જે સમજે છે ખતમ થઈ ગયો, તે હાથ ઉઠાવો. કોઈ ગાળ પણ આપે, કોઈ જુઠ્ઠો આરોપ પણ લગાવે, પણ તમને ક્રોધ ન આવે. ક્રોધ આવવાની આ જ બે વાતો હોય છે, એક, જ્યારે કોઈ જુઠ્ઠી વાત કરે છે, બીજું, ગ્લાનિ કરે છે. આ જ બે વાતો ક્રોધ ને જન્મ આપે છે. એવી પરિસ્થિતિ માં પણ ક્રોધ ન આવે, એવાં છો? અપકારી નાં ઉપર ઉપકાર કરવો, આ જ બ્રાહ્મણો નું કર્મ છે. તેઓ ગાળ આપે તમે ગળે મળો, આ જ છે કમાલ, આને કહેવાય છે પરિવર્તન. ગળે લગાવવા વાળાને ગળે મળવું - એ કોઇ મોટી વાત નથી પણ નિંદા કરવા વાળાને મન થી સાચાં મિત્ર માનો, મુખ થી નહીં. એવાં બન્યાં છો? જ્યારે એવું પરિવર્તન થઈ જશે તો વિશ્વની સામે પ્રસિદ્ધ થઈ જશો. જે દુનિયા સમજે છે નહીં થઈ શકે, તે તમે કરીને દેખાડો. ત્યારે કહેશે - ‘કમાલ’.