Search for a command to run...
7 Jan 1980
સંગમયુગી બાદશાહી અને સતયુગી બાદશાહી
7 January 1980 · ગુજરાતી
બાપદાદા આજે સંગમયુગી બેગમપુર નાં બાદશાહો ની સભા જોઈ રહ્યાં છે. સંગમયુગ છે જ બેગમપુર. સંગમયુગી સર્વ બ્રાહ્મણ બેગમપુર નાં બાદશાહ છે. સતયુગી બાદશાહી આ સંગમયુગ ની બેગમપુર ની બાદશાહી ની આગળ કાંઈ જ નથી. વર્તમાન સમય ની પ્રાપ્તિ નો નશો, ખુશી, સતયુગની બાદશાહી થી પદમગુણા શ્રેષ્ઠ છે.
આજે વતન માં સતયુગી બાદશાહી અને સંગમયુગી બાદશાહી બંનેના અંતર પર રુહ-રુહાન ચાલી રહી હતી. સતયુગ ની બાદશાહી ની વાતો એ દિવસે ઘણી સાંભળી, અને ખુશ પણ બહુ થયાં. પરંતુ સંગમયુગ ની શ્રેષ્ઠતા કેટલી શ્રેષ્ઠ છે, એનાં પણ અનુભવી છો ને?
૧. સતયુગની દિનચર્યા માં પ્રકૃતિ નાં નેચરલ સુર જગાડશે પરંતુ સંગમયુગી બ્રાહ્મણો નો આદિકાળ - અમૃતવેલા થી શ્રેષ્ઠતા જુઓ તો કેટલી મહાન છે. ત્યાં પ્રકૃતિ નાં સાધન છે અને સંગમયુગ પર આદિકાળ અર્થાત્ અમૃતવેલાએ કોણ જગાડે છે? સ્વયં પ્રકૃતિ નાં માલિક ભગવાન તમને જગાડે છે.
૨. મધુર સુર કયો સાંભળો છો? બાપ રોજ “બાળકો-મીઠા બાળકો” કહીને બોલાવે છે. આ કુદરતી સુર, ઈશ્વરીય સુર સતયુગી પ્રકૃતિ નાં સુર થી પણ કેટલાં મહાન છે. એનાં અનુભવી છો ને? તો સતયુગી સુર મહાન છે કે આ સંગમયુગ નાં સુર મહાન છે? સાથે-સાથે સતયુગ નાં સંસ્કાર અને પ્રાલબ્ધ બનાવવા કે ભરવાનો સમય છે. સંસ્કાર ભરાય છે, પ્રાલબ્ધ બને છે. આ સંગમયુગ પર જ બધું થાય છે.
૩. ત્યાં સતોપ્રધાન અતિ સ્વાદિષ્ટ રસ વાળા, વૃક્ષ નાં ફળ ખાશો. અહીં વૃક્ષપતિ દ્વારા સર્વ સંબંધો નો રસ, સર્વ પ્રાપ્તિ-સંપન્ન પ્રત્યક્ષ ફળ ખાઓ છો.
૪. ત્યાં ગોલ્ડન એજ નું ફળ છે. અને આ ડાયમન્ડ એજ નું ફળ છે, તો શ્રેષ્ઠ કયું થયું?
૫. ત્યાં દાસ-દાસીઓ નાં હાથે થી પાલના થશે અહીં બાપ નાં હાથો માં પાલન થઇ રહ્યું છે.
૬. ત્યાં મહાન આત્માઓ મા-બાપ હશે, અહીંયા પરમાત્મા માત-પિતા છે.
૭. ત્યાં રતનજડિત ઝૂલામાં ઝુલશો અહીં સૌથી મોટામાં મોટો ઝૂલો કયો છે, તે જાણો છો? બાપ નો ખોળો ઝૂલો છે. બાળકો માટે સૌથી વધુ પ્રિય ઝૂલો માતા-પિતા નો ખોળો છે ફક્ત એક ઝૂલો પણ નહીં, ભિન્ન-ભિન્ન ઝૂલામાં ઝૂલી શકો છો. અતિન્દ્રીય સુખ નો ઝૂલો, ખુશીઓ નો ઝૂલો, ત્યાં રતન જડિત ઝૂલા છે અને આ ઝૂલો કેટલો મહાન છે.
૮. ત્યાં રતનો થી રમશો, રમકડાં થી રમશો, એકબીજા ની સાથે રમશો પણ અહીં બાપ કહે છે સદા મારી સાથે જે પણ રુપ માં ઈચ્છો એ રુપ માં રમી શકો છો. દોસ્ત બનીને રમી શકો છો, ભાઈ બનાવીને પણ રમી શકો છો. બાળક બનીને પણ રમી શકો છો, બાળક બનાવીને પણ રમી શકો છો. આવાં અવિનાશી રમકડાં તો ક્યારેય નહીં મળશે. જે ન તૂટશે, ન ફૂટશે અને ખર્ચો પણ નહીં કરવો પડશે.
૯. ત્યાં આરામ થી ગાદલા પર સુઇ જશો, અહીં યાદ નાં ગાદલા ઉપર સુઈ જાઓ.
૧૦. ત્યાં નિંદ્રા-લોક માં ચાલ્યાં જાઓ છો પરતું સંગમ પર બાપ ની સાથે સૂક્ષ્મવતન માં ચાલ્યાં જાઓ.
૧૧. ત્યાંના વિમાનો માં ફક્ત એક લોક ની યાત્રા કરી શકશો અહીં બુદ્ધિ રુપી વિમાન દ્વારા ત્રણ લોક ની યાત્રા કરી શકો છો.
૧૨. ત્યાં વિશ્વનાથ કહેવાશો અને અહીં ત્રિલોકીનાથ છો.
૧૩. ત્યાં બે નેત્રો હશે, અહીં ત્રિનેત્રી છો.
૧૪. સંગમયુગ નાં અંતર માં અર્થાત્ નોલેજફુલ, પાવરફુલ, બ્લિસફુલ આનાં અંતરમાં ત્યાં શું બની જશો? રોયલ બુદ્ધુ બની જશો.
૧૫. દુનિયા નાં હિસાબ થી પરમ પૂજ્ય હશો, વિશ્વ દ્વારા માનનીય હશો પરંતુ નોલેજ નાં હિસાબ થી મહાન અંતર પડી જશે.
૧૬. અહીં તો ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ બાપ ને કરો છો અને ત્યાં આત્માઓ આત્માઓ થી કરશે.
૧૭. ત્યાં વિશ્વ રાજ્ય-અધિકારી હશો, રાજ્યકર્તા હશો અને અહીંયા વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની છો. તો શ્રેષ્ઠ કોણ થયાં? સતયુગી વાતો સાંભળીને તો ખુશ થયાં હવે સદા ખુશી સ્વરુપ બની જાઓ.
૧૮. ત્યાં વિવિધ પ્રકાર નાં ભોજન ખાશો અને અહીં બ્રહ્મા ભોજન ખાઓ છો જેની મહિમા દેવતાઓનાં ભોજન થી પણ અતિ શ્રેષ્ઠ છે. તો સદા સતયુગી પ્રાલબ્ધ અને વર્તમાન સમય નું મહત્વ અને પ્રાપ્તિ ને સાથે-સાથે રાખો. તો વર્તમાન સમય ને જાણવાં છતાં દરેક સેકન્ડ અને સંકલ્પ ને શ્રેષ્ઠ બનાવી શકશો. સમજ્યાં.
આજે પંજાબ ઝોન આવ્યો છે. પંજાબની બે વિશેષતાઓ છે. એક પંજાબ નું પાણી અને બીજું પંજાબ ની ખેતી. કૌરવ ગવર્મેન્ટૅ પંજાબ માં બે વિશેષતાઓ દેખાડી છે અને પાંડવ ગવર્મેન્ટ ની તરફ થી પંજાબે શું વિશેષતા દેખાડી છે. પંજાબે જ્ઞાન નદીઓ રુપી હેન્ડ્સ (મદદગાર) તો કાઢ્યાં પરતું વન્ડર પણ કર્યું છે. પંજાબ ની નદીઓ તો પંજાબ માં જ રહે છે. એટલે પંજાબ નું પાણી પ્રસિદ્ધ થઈ ગયું છે. જેમ પંજાબ માં વગર સીઝને પણ અનાજ ઉત્પન કરી લે છે, એવાં સાધન બનાવ્યાં છે તો પંજાબ વાળાઓએ બારે માસ બાર ફળ આપવાં જોઈએ. જ્યારે વિજ્ઞાન ની શક્તિ થી વગર સીઝન (ઋતુ) નાં અનાજ ઉત્પન્ન કરી લે છે તો શું શાંતિ ની શક્તિ સંગમયુગ ની ફુલ સીઝન હોવા છતાં પણ દરેક માસ નાં ફળ નથી આપી શકતી? જેમ તે લોકો સાધન અપનાવે છે જે અસંભવ થી સંભવ કરીને દેખાડે છે તો સાધના દ્વારા પંજાબ ની ધરતી ને પણ પરિવર્તિત કરો. પ્રત્યક્ષ ફળ આપવું પડે. પંજાબે આ નવાં વર્ષ માં સ્લોગન યાદ રાખવાનું છે. કયું સ્લોગન? “તુરંત દાન મહાપુણ્ય” હમણાં તો જ્ઞાન ગંગા નો પાર્ટ છે, પાંડવ બેકબોન (પીઠબળ) છે. પરંતુ આગળ નિમિત્ત તો શક્તિઓને જ રાખશે. એમાં પણ પાંડવો નો જ ફાયદો છે. નહીં તો ડંડા ખાવા પડશે. વિશેષ પંજાબમાં તો બહુ ડંડા પડશે. એટલે શક્તિઓ ગાઈડ અને પાંડવ ગાર્ડ ઠીક છે. ગાર્ડ અને ગોડ રાશિ મળી જાય છે. જેમ બાપ બેકબોન થઈને શક્તિઓને આગળ કરે છે તેમ પાંડવ પણ બાપ-સમાન બેકબોન થઈ શક્તિઓને આગળ રાખે. તો હવે નવાં વર્ષ માં પંજાબ કઈ નવીનતા દેખાડશે? ધરતી પરિવર્તન ની નવીનતા. સમજ્યાં.
વિદેશ સેવા માં સારા-સારા મહાવીર મહાવીરનીઓ વિજ્ઞાન પર શાંતિ ની શક્તિ થી વિજય પ્રાપ્ત કરવા વાળા તૈયાર થઈ રહ્યાં છે. સારા-સારા સર્વિસએબલ, બાપ ની ભુજાઓ તૈયાર થયેલી છે. રાઈટ હેન્ડ્સ છે. રાઈટ હેન્ડ્સ દ્વારા સદા શ્રેષ્ઠ અને સહજ કાર્ય થાય છે. તો વિદેશ માં રાઈટ હેન્ડ્સ તૈયાર થઈ રહ્યાં છે. અચ્છા, ફરી મળશે તો વિશેષતા સંભળાવશે. દેશ અને વિદેશ નાં બંને બાળકો ને બાપદાદા મુબારક આપે છે. જે નજીક કે દૂર થી મિલન મેળા માં પહોંચી ગયાં છે.
એવી સદા બાપ થી મિલન મનાવવા , દિવસ-રાત “એક બાપ બીજું ના કોઈ” એવી ધૂન માં રહેવા વાળી, સદા વિશ્વની આત્માઓ પ્રતિ સર્વ ખજાનાઓથી મહાદાન અને વરદાન આપવા વાળી, સદા સંગમયુગ ની વિશેષતા ને સામે રાખી શ્રેષ્ઠ ભાગ્ય ની સ્મૃતિ સ્વરુપ, એવી સદા શ્રેષ્ઠ વૃત્તિ, શ્રેષ્ઠ વાયુમંડળ દ્વારા વિશ્વ-કલ્યાણકારી આત્માઓ ને બાપદાદા નાં યાદ, પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત - પંજાબ ઝોન
પંજાબ વાસીઓ ને વિશેષ આત્મા હોવાનાં કારણે વિશેષ ફળ અવશ્ય આપવું પડે. પંજાબ માં વિશેષ ‘અકાળતખ્ત’ નું યાદગાર છે. જ્યાં તખ્ત નું યાદગાર છે ત્યાંના નિવાસી સ્વયં પણ સદા અકાળતખ્ત પર વિરાજમાન છે. પોતાની કર્મેન્દ્રિયો દ્વારા સાક્ષી થઈ કાર્ય કરતાં હોવાથી સ્વરાજ્ય અધિકારી છે. અકાળતખ્ત નશીન આત્મા અર્થાત્ રાજ્ય-અધિકારી. એવાં રાજ્ય અધિકારી બનીને ચાલો છો? કર્મેન્દ્રિયોનાં અધીન તો નથી થતાં. જ્યાં અધીનતા હશે, ત્યાં કમજોરી હશે. અડધોકલ્પ કમજોર રહ્યાં હવે પોતાનું રાજ્ય લીધું છે? રાજ્ય અથવા અધિકાર લીધાં પછી અધીનતા સમાપ્ત થઈ જાય છે. તો રાજ્ય અધિકારી છો ને! કોઈ કર્મેન્દ્રિય અર્થાત્ કાર્યકર્તા તમારાં ઉપર રાજ્ય તો નથી કરતાં? જેમ આજકાલ ની દુનિયામાં પ્રજા નું પ્રજા પર રાજ્ય છે, તેમ તમારા જીવનમાં પ્રજા નું રાજ્ય તો નથી ને? પ્રજા છે આ કર્મેન્દ્રિયો. પ્રજા નાં રાજ્ય માં સદા હલચલ રહે છે અને રાજા નાં રાજ્યમાં અચળ રાજ્ય ચાલે. તો અચળ રાજ્ય ચાલી રહ્યું છે ને?
વર્તમાન સમયે સંકલ્પ ની હલચલ પણ મોટી ગણાશે. પહેલાં સમય હતો જ્યારે સંકલ્પ ને ફ્રી છોડી દીધાં, વાચા, કર્મણા પર અટેન્શન (ધ્યાન) રાખતા હતાં પરતું હવે મન્સા માં પણ હલચલ ન હોય. કારણ કે લાસ્ટ માં છે જ મન્સા દ્વારા વિશ્વ-પરિવર્તન. હવે મન્સા નો એક સંકલ્પ પણ વ્યર્થ થાય તો ઘણું બધું ગુમાવશો. એક સંકલ્પ ને પણ સાધારણ વાત ન સમજો. એટલું ધ્યાન. હવે સમય બદલાઈ ગયો, પુરુષાર્થ ની ગતિ પણ બદલાઈ ગઈ. તો સંકલ્પ માં જ ફુલસ્ટોપ જોઈએ. મન્સા પર પણ ધ્યાન હોય એને જ કહેવાય છે - ચઢતી કળા. સદા ચઢતી કળા રહે, હવે સદા નો જ સૌદો છે.
(વિદેશી પાર્ટીઓની સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત)
લંડન:- સદા પોતાની હોલીલેન્ડ (પવિત્ર ભૂમિ) ની સ્મૃતિ માં રહો છો? હોલીલેન્ડ માં રહેવા વાળા સદા પોતાની પવિત્ર સ્ટેજ માં સ્થિત રહેશે. સ્વયં ને સદા સંપૂર્ણ પવિત્ર આત્માની સ્ટેજ પર અનુભવ કરો છો? જ્યારે અહીં પવિત્રતા નાં તાજધારી બનો છો ત્યારે ત્યાં પણ રતન જડિત તાજ મળશે. સદા પોતાનાં ઉપર લાઈટ નો ક્રાઉન (તાજ) અનુભવ કરો. જો રાજકુમાર અને રાજકુમારીઓ હોય છે તે તાજધારી હોય છે ને? તમે તો સાહેબઝાદા અને સાહેબઝાદીઓ છો તો વગર તાજ કેમ હોઈ શકો! લંડન નિવાસી તો બધાં તાજધારી છો ને? એવાં તાજધારી જે બધાં તમારાં તાજ ને જોઈ નમસ્કાર કરે.
સદા એ જ સ્મૃતિમાં રહો કે અમે પવિત્ર આત્માઓ પવિત્રતા ની લાઈટ નાં તાજધારી છીએ. માયા તમારા તાજ ને ઉતારતી તો નથી ને? હવે માયાને અહીંયા જ વિદાય આપીને જજો. માયા નું રુપ પરિવર્તન કરીને જજો. દુશ્મન ને બદલે ખેલ નાં રુપમાં આવે. આ નવાં વર્ષ માં આ જ પરિવર્તન કરો.
અમેરિકા:- પાંચ પાંડવ છે, પાંચ પાંડવોએ કલ્પ પહેલાં પણ શું કમાલ કરી હતી, પાંચ હોવા છતાં પણ કેટલી અક્ષોણી સેના ઉપર વિજયી બન્યાં. વિજય નો ઝંડો લહેરાવવા વાળી પાંડવસેના છો ને? એક-એક પાંડવ કેટલાં બરાબર છે? તે અક્ષોણી સેના આ પાંચ પાંડવ. તો કેટલાં વેલ્યુએબલ અને અમૂલ્ય છો. હવે અમેરિકાની ચારે બાજું ફેલાઈ જાઓ. જેમ જાળ પથરાય છે ને, એમ પોતાની યોગ શક્તિ ની જાળ પાથરી દો તો જે પણ ભટકતી આત્મા હશે તે પહોંચી જશે. અમેરિકા માં વિશેષ ખુશી અને શાંતિ ની અભિલાષી આત્માઓ વધારે છે, એમને ખુશી અને શાંતિ નું દાન આપતા રહો તો અનેકોનાં આશીર્વાદ મળી જશે.
ગ્યાના પાર્ટી:- સદા સર્વીસેબલ રતન છો ને? દરેકની અંદર સેવા નાં સંસ્કાર એવાં ભરેલાં છે જેમ શરીર માં લોહી સમાયેલું છે. જેમ જો લોહી નીકળી જાય તો શરીર બેકાર થઈ જાય છે. એમ સેવા નહીં કરો તો એવાં જ બની જાઓ છો જેમ જીવતા હોવા છતાં પણ મરેલાં સમાન છો. સેવા જ બ્રાહ્મણ જીવન નો વિશેષ આધાર છે. બધાની અંદર સેવા જ સમાયેલી હોય. સર્વિસએબલ નું તિલક દરેક નાં મસ્તક ઉપર લાગેલું હોય. ગ્યાના વાળાઓએ પણ સેવાનું પ્રમાણ સારું દેખાડ્યું છે. ગ્યાના નાં વિશેષ વ્યક્તિઓનું દૃષ્ટાંત લઈને અનેક સ્થાનો પર સેવા થશે. ગ્યાના ની સેવા માં વિશેષ નિમિત્ત બનેલાં છે. જેમ નયનો માં તારા સમાયેલાં હોય છે તેમ જે બાપદાદા નાં સિકિલિધા રતનો છે તે પણ નયનો માં સમાયેલાં છે.
જર્મની પાર્ટી:- જર્મની ગ્રુપે તો બહુ જ કમાલ કરવાની છે. જર્મની વાળા ભવિષ્ય નાં માટે એવું ગ્રૂપ તૈયાર કરો જે ભવિષ્ય માં આવીને તમારી સેવા નાં નિમિત્ત બને. સતયુગ માં પણ ઓટોમિક (અણુ) એનર્જી નું કાર્ય ચાલવાનું છે. તો જર્મની માં સંપર્ક માં આવેલી આત્માઓ એવાં કાર્ય નાં નિમિત્ત ત્યાં બનશે.
તમે તો માલિક બનશો પરતું સંપર્ક માં એવાં આવશે જે સેવા નાં નિમિત્ત બનશે. તો જર્મનીએ ખુબ સેવા કરવાની છે. હિંમતે બાળકો મદદે બાપ. જે સંપર્ક માં આવે એની સેવા કરતાં ચાલો.
૨. સ્વદર્શન ચક્રધારી ક્યારેય પણ ચઢતી કળા અને ઉતરતી કળા નું ચક્ર નથી ચલાવી શકતાં. હવે વિત્યું એ વિત્યું. જેમ પાછળ નું વર્ષ પૂરું થયું તેમ આ સંસ્કાર પણ ખતમ થઈ જાય. સંસ્કાર રુપ થી પરિવર્તન. સંસ્કાર છે બીજ. જો બીજ ખતમ થઈ જશે તો વૃક્ષ પેદા નહીં થશે. બીજ, વૃક્ષ ને પેદા ન કરે એટલે એને આગ માં બાળવામાં આવે છે. તો કમજોરી નાં સંસ્કાર રુપી બીજ ને યાદની લગન ની અગ્નિ માં બાળી દો તો વૃક્ષ પેદા નહીં થશે અર્થાત્ મન-વાણી અને કર્મ માં કમજોરી આવશે જ નહીં. જેમ હોળી પ્રગટાવવા માં હોશિયાર છો એમ હોલી (પવિત્ર) બનવાની હોળી પ્રગટાવજો તો પવિત્ર થઈ જશો. કમજોરીઓ ને બાળી દો તો વિઘ્ન-વિનાશક બની જશો. સદા આ ટાઈટલ (શીર્ષક) યાદ રાખો - અમે “વિઘ્ન વિનાશક” છીએ. સ્વ ની સાથે-સાથે વિશ્વ નાં પણ વિઘ્ન-વિનાશક. હવે સેવા માં લાગવું જ પડશે.