Search for a command to run...
9 Jan 1980
અલૌકિક ડ્રેસ અને અલૌકિક શૃંગાર
9 January 1980 · ગુજરાતી
આજે બાપદાદા વિશેષ ચારે તરફ નાં બાળકોની રમણીક રંગત જોઈ રહ્યાં હતાં. જેને જોઈને હર્ષિત પણ થઈ રહ્યાં હતાં અને ક્યાંક-ક્યાંક વિશેષ હસવું પણ આવી રહ્યું હતું. તે કઈ રંગત હતી? બાપદાદા જોઈ રહ્યાં હતાં કે સંગમયુગી, સર્વ શ્રેષ્ઠ હીરાતુલ્ય યુગ નાં વાસી અને સર્વ શ્રેષ્ઠ બાપદાદા નાં બાળકો, ઈશ્વરીય સંતાન, બ્રાહ્મણ કુળની શ્રેષ્ઠ આત્માઓ ને કે લાડલા, સિકીલધા બાળકો ને બાપદાદાએ વિશેષ આખાં દિવસ માટે વિવિધ પ્રકાર નાં ડ્રેસ અને શૃંગાર, સાથે-સાથે બેસવાનું સ્થાન કે આસન કેટલું શ્રેષ્ઠ આપ્યું છે. જે જેવો સમય તેવો ડ્રેસ અને તેવો જ શૃંગાર કરી શકે છે. સતયુગ માં વિવિધ ડ્રેસ અને શૃંગાર બદલી કરશો પરંતુ સંસ્કાર તો અહીં થી જ ભરવાનાં છે ને. બ્રહ્મા બાપે સંગમયુગ નાં ભિન્ન-ભિન્ન ડ્રેસ અને શૃંગાર થી બ્રાહ્મણ બાળકો ને સજાવ્યાં છે. પરંતુ રમણીક રંગત શું જોઈ? જે આટલાં સુંદર ડ્રેસ અને સજાવટ હોવા છતાં પણ કોઈ-કોઈ બાળક જૂનાં ડ્રેસ, માટી વાળા મૈલા ડ્રેસ પહેરી લે છે.
અમૃતવેલા નો ડ્રેસ અને શૃંગાર જાણો છો? આખાં દિવસ નાં ભિન્ન-ભિન્ન ડ્રેસ અને શૃંગાર જાણો છો? બાપદાદા દ્વારા ભિન્ન-ભિન્ન ટાઇટલ્સ બાળકો ને મળ્યાં છે. તો ભિન્ન-ભિન્ન ટાઇટલ્સ નાં સ્થિતિ રુપી ડ્રેસ અને ભિન્ન-ભિન્ન ગુણો નાં શૃંગાર નાં સેટ છે. કેટલાં પ્રકાર નાં ડ્રેસ અને સેટ છે. જેવો ડ્રેસ એવા શૃંગાર નો સેટ અને એવી જ સજાવેલી સીટ પર સદા સેટ રહો. પોતાનાં ડ્રેસ ની ગણતરી કરો કેટલાં છે? એ જ ટાઈટલ ની સ્થિતિ માં સ્થિત થવું અર્થાત ડ્રેસ ને ધારણ કરવો. ક્યારેક વિશ્વ કલ્યાણકારી નો ડ્રેસ પહેરો, ક્યારેક માસ્ટર સર્વશક્તિવાન નો અને ક્યારેક સ્વદર્શન ચક્રધારી નો. જેવો સમય જેવું કર્તવ્ય એવો ડ્રેસ ધારણ કરો. સાથે-સાથે ભિન્ન-ભિન્ન ગુણો નો શૃંગાર કરો. આ ભિન્ન-ભિન્ન શૃંગાર નો સેટ ધારણ કરો. હાથ માં, ગળા માં, કાન માં અને મસ્તક માં આ શૃંગાર હોય. મસ્તક માં આ સ્મૃતિ ધારણ કરો કે ‘હું આનંદ સ્વરુપ છું’ - આ મસ્તક ની ચિંદી (બિંદી) થઈ ગઈ. મુખ દ્વારા અર્થાત્ ગળા માં પણ આનંદ અપવવા વાળી વાતો હોય - આ ગળા ની માળા થઈ ગઈ. હાથ દ્વારા અર્થાત્ કર્મ માં આનંદ સ્વરુપ ની સ્થિતિ હોય - આ હાથ નાં કંગન (બંગડી) થઈ ગયાં. કાન દ્વારા પણ આનંદ સ્વરુપ બનવાની વાતો સાંભળતાં રહેજો, આ કાન નો શૃંગાર છે. પગ દ્વારા આનંદ સ્વરુપ બનાવવાની સેવા તરફ પગ હોય અર્થાત્ કદમ-કદમ આનંદ સ્વરુપ બનવા અને બનાવવા જ ઉઠે આ પગ નો શૃંગાર છે. હવે એક સેટ સમજી લીધો? પૂરો જ સેટ ધારણ કરી લીધો? એમ અલગ-અલગ સમય પર અલગ-અલગ સેટ ધારણ કરો. સેટ ધારણ કરતાં તો આવડે છે ને? કે કાન નો પહેરશો તો ગળા નો છોડી દેશો. આમ પણ આજકાલ ની દુનિયામાં સેટ પહેરવાનો રિવાજ છે. તો તમારા આટલાં શ્રેષ્ઠ શૃંગાર નાં સેટ છે! તે ધારણ કેમ નથી કરતાં? પહેરતાં કેમ નથી. આટલાં બધાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં સુંદર ડ્રેસ છોડીને દેહ-અભિમાન ની સ્મૃતિ નો માટી વાળો ડ્રેસ કેમ પહેરો છો?
આજે ડ્રેસ અને શૃંગાર ની હરીફાઈ જોઈ કે કયાં બાળકો આખો દિવસ સજ્યા-સજેલાં રહે છે અને કયાં બાળકો ડ્રેસ બદલવા અને પહેરવા-ઉતારવા માં જ લાગી જાય છે. હમણાં-હમણાં એક ડ્રેસ ધારણ કરશે અને હમણાં-હમણાં એ ડ્રેસ ઉતારીને ગંદો ડ્રેસ પહેરી લેશે, વધારે સમય શ્રેષ્ઠ સુંદર ડ્રેસ પહેરી જ નથી શકતાં. તો શું જોયું? કોઈ-કોઈ બિલકુલ દુર્ગંધવાળો ડ્રેસ પણ પહેરી લે છે. કઈ દુર્ગંધ? દેહ નાં સંબંધ અને દેહ નાં પદાર્થો નાં લગાવ ની દુર્ગંધ વાળો ડ્રેસ જેની દૂર થી જ દુર્ગંધ આવતી હતી. કોઈ ગંદા ચામડા નો ડ્રેસ પહેરેલાં હતાં અર્થાત ક્રિમિનલ આંખો નો, ચામડી (દેહ) ને જોવાનો, એવી ગંદી ચામડી નો ડ્રેસ પણ પહેરેલો હતો. કોઈક નાં ડ્રેસ પર ગંદા ડાઘ પણ લાગેલાં હતાં. ગંદા ડાઘ અર્થાત્ બીજાનાં અવગુણ અર્થાત્ ડાઘ ને પોતાનામાં ધારણ કરવાં. તો ગંદા-ગંદા ડાઘ વાળા ડ્રેસ પણ હતાં. કોઈનો ડ્રેસ તો બહુ ખરાબ લોહીનાં ડાઘ વાળો હતો. તે કેમ હતો? વારંવાર વિકર્મ કરવા અર્થાત્ આત્મઘાત કરવો. આત્માની શ્રેષ્ઠ સ્થિતિ નો ઘાત કરવો, એવો ડ્રેસ વાળા પણ હતાં. હવે વિચારો ક્યાં સુંદર ટાઈટલ્સ ની સ્થિતિ નો ડ્રેસ અને ક્યાં આ ગંદો ડ્રેસ. શ્રેષ્ઠ આત્માઓ નો ડ્રેસ પણ શ્રેષ્ઠ જોઈએ. તો શું જોયું? કોઈ-કોઈ બાળકો આખો દિવસ એ જ શ્રેષ્ઠ ડ્રેસ માં, શૃંગાર નો સેટ ધારણ કરીને સીટ પર સારી રીતે સેટ હતાં અને કોઈ સુંદર ડ્રેસ ધારણ કરવા છતાં પણ, સામે હોવા છતાં પણ ધારણ કરવા ઈચ્છતા હોવાં છતાં પણ ધારણ કરી શકતાં નહોતાં. તો અમૃતવેલા થી શ્રેષ્ઠ શૃંગાર નો સેટ ધારણ કરો. જ્યારે શ્રેષ્ઠ ટાઇટલ નો ડ્રેસ પહેરશો, ગુણો નો શૃંગાર ધારણ કરશો તો જેમ કે સતયુગ માં વિશ્વ મહારાજા કે વિશ્વ મહારાણી નાં રાજાઈ ડ્રેસ ને પાછળ થી દાસ દાસીઓ ઉપાડે છે, તેમ હમણાં માયાજીત સંગમયુગી સ્વરાજ્ય અધિકારીઓનાં ટાઈટલ્સ રુપી ડ્રેસમાં સ્થિત થવાનાં સમયે આ પાંચ તત્વ, આ પાંચ વિકાર તમારાં ડ્રેસ ને પાછળ થી ઉપાડશે અર્થાત્ અધીન થઈને ચાલશે.
તો આ દૃશ્ય તમારી સમક્ષ લાવો કે કેવી રીતે માયાજીત ની પાછળ આ રાવણ નાં ૧૦ મસ્તક, ૧૦ સેવાધારી બનીને પાછળ ચાલશે. પરંતુ જ્યારે ડ્રેસ થી ટાઈટ હશો અને નિરંતર અર્થાત્ લાંબો ઘેરાવો હશે ત્યારે તે ૧૦ સેવાધારી તમારી પાછળ-પાછળ ઉપાડતાં આવશે. આજકાલ નાં રાજા-રાણીઓ પણ આ પોષાક લાંબા પહોળા પહેરે છે જે ઉઠાવી શકે. જો નિરંતર ની લંબાઈ નહીં હશે, ટાઇટલ્સ માં ટાઈટ નહીં હશો તો આ જ સેવાધારી ડ્રેસ ઉતારી દેશે કારણ લુઝ (ઢીલો) હશે ને. તો હવે દૃઢ સંકલ્પ થી ટાઈટલ્સ નાં ડ્રેસ ને ટાઇટ કરો. દૃઢ સંકલ્પ છે બેલ્ટ (પટ્ટો). એનાથી ટાઈટ કરો તો સદા સુરક્ષિત રહેશો અને સદા સેવાધારી અધીન રહેશે. સંભળાવ્યું હતું ને કે વિકાર પરિવર્તન થઈ સહયોગી, સેવાધારી થઈ જશે. હવે ડ્રેસ પહેરતાં આવડી ગયો. ટાઈટ કરતા પણ આવડી ગયું. જે સમયે જે ડ્રેસ ઇચ્છો તે પહેરો. પરંતુ ગંદો ડ્રેસ નહીં પહેરતાં. વેરાઈટી ડ્રેસ અને વેરાઈટી શૃંગાર નો લાભ ઉઠાવો. બ્રહ્મા બાપ કે બાપદાદાએ સંગમ નું દહેજ આપ્યું છે, લવ મેરેજ (પ્રેમ લગ્ન) કર્યાં છે તો દહેજ પણ મળશે ને. તો દહેજ છે આ વેરાઈટી શૃંગાર નો સેટ અને સુંદર ડ્રેસ. બાપદાદા નું દહેજ છોડીને જૂનાં દહેજ નો ઉપયોગ નહીં કરો. કોઈ બાળકો એવું કરે છે જે બાપદાદાનું દહેજ પણ જરુર લેશે કે લીધું પણ છે પરંતુ સાથે જૂનાં ડ્રેસ પણ છૂપાડીને રાખ્યાં છે. એટલે ક્યારેક એને પણ ધારણ કરી લે છે. જ્યારે જૂનો લગાવ લાગી જાય છે તો જૂનાં ડ્રેસ પહેરી લે છે. અમૂલ્ય ડ્રેસ ને છોડી ફાટ્યાં-તૂટ્યાં ડ્રેસ પહેરી લે છે તો એવું નહીં કરતાં. હમણાં સુધી પણ છૂપાડીને રાખ્યાં હોય તો બાળી દેવાનાં છે. અને બાળીને રાખ પણ પોતાની પાસે નહીં રાખતાં. તે પણ સાગર માં સ્વાહા કરી દેજો તો સદા સજેલા રહેશો અને બાપની સાથે દિલ તખ્તનશીન રહેશો. તખ્ત થી ઉતરશો તો ફાંસી નો તખ્ત આવી જશે. ક્યારેક લોભ નો ક્યારેક મોહ નો. તો ફાંસી નાં તખ્તને છોડીને તખ્તનશીન થઈ જાઓ. દહેજ સંભાળ્યું છે ને. વાપરો. દહેજ ફકત રાખી નહીં મૂકો. ફક્ત જોતાં રહો કે બહુ સારું છે, બહુ સરસ છે. પણ ધારણ કરો અને ડ્રેસ હરીફાઈ માં પહેલાં નંબર માં આવી જાઓ. સંભળાવ્યું ને કે નંબર છે નિરંતર ની ઉપર. ડ્રેસ પહેરતાં તો બધાને આવડે છે, પરંતુ ડ્રેસ સદા ટીપટોપ રહે આ નથી આવડતું. તો સદા સજ્યાં-સજેલાં નો નંબર છે. હરીફાઈ માં વિદેશી વાળાઓ નંબરવન લેશે કે ભારત વાળા લેશે. જેટલું ઈચ્છો એટલું લઈ શકો છો. ત્યાં તો ઈનામ ને કારણે ફક્ત એક ને જ પહેલો નંબર મળે. અહીં તો ઘણાનો પહેલો નંબર બની શકે છે, અહીંયા અખૂટ ખજાના છે એટલે જેટલાં પણ પહેલાં આવશે એમને પ્રથમ ઇનામ મળી જશે. અચ્છા, કાલ થી શું કરશો?
અમૃતવેલા થી લઈને ભિન્ન-ભિન્ન ડ્રેસ અને શૃંગાર નાં સેટ થી સજી-ધજીને આખો દિવસ બાપ ની સાથે રહેજો. અમૃતવેલા થી જ પહેલાં નંબર નો ડ્રેસ પહેરજો. એવી સજેલી સજનીઓને જ સાથે લઈ જશે. બીજાઓ ને નહીં. જે હરીફાઈ માં પહેલો નંબર આવશે એ જ સાથે રહેશે અને સાથે ચાલશે. જે રહેશે નહીં એ સાથે ચાલશે પણ નહીં. તો સદા આ સ્લોગન યાદ રાખો અર્થાત્ આ તિલક લગાવજો “સાથે રહીશું, સાથે ચાલશું” સમજો છો ને હરીફાઈ માં કેટલું સારું લાગતું હશે. બાપ, બ્રહ્મા બાપ ને વતન માં આ દેખાડતાં રહે છે. બાળકોની યાદ તો બ્રહ્મા બાપ ને પણ રહે છે. તો બાળકો નાં હાલ-ચાલ દેખાડતાં રહે છે.
આવી સદા સજી-સજેલી મૂર્ત, સંગમયુગી શ્રેષ્ઠ જીવન નાં મહત્વ ને જાણવા વાળી મહાન આત્માઓ, દુશ્મન ને પણ સેવાધારી બનાવવા વાળા, સહયોગી બનાવવા વાળા, એવાં માસ્ટર સર્વશક્તિવાન, સદા બાપ અને આપ, આ વિચિત્ર યુગલ રુપ માં રહેવા વાળા, એવી પરમ પૂજ્ય અને ગાયન યોગ્ય આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
“શિવજયંતી મહોત્સવ ધૂમધામ થી મનાવવા માટે અવ્યક્ત બાપદાદા નો વિશેષ પ્લાન (આયોજન)”
હમણાં સેવા નાં સારા ચાન્સ આવી રહ્યાં છે. સાકાર અને નિરાકાર બંનેને પ્રત્યક્ષ કરવાનો સમય આવી રહ્યો છે. આનાંથી શું નવીનતા કરશો? દરેક ફંકશન (કાર્યક્રમ) માં કોઈને કોઈ નવીનતા તો કરો છો ને. તો આ શિવરાત્રી પર વિશેષ શું કરશો?
૧. જેમ ગયાં વખતે લાઈટ (પ્રકાશ) અને સાઉન્ડ (ધ્વનિ) નો સંકલ્પ રાખ્યો હતો તો દરેકે પોત-પોતાનાં સ્થાન પર યથાશક્તિ કર્યું. શિવરાત્રી પર જેમ ગીતા નાં ભગવાન ને સિદ્ધ કરવાનું લક્ષ રાખો છો ને, પરંતુ કટાક્ષ (વ્યંગ) કરો છો તો લોકો ને સમજ માં નથી આવતું. એટલે આ વખતે શિવરાત્રી નાં દિવસે બે ચિત્રો ને વિશેષ સજાવો-એક નિરાકાર શિવ નું, બીજુ શ્રીકૃષ્ણ નું. વિશેષ બંને ચિત્ર ને એવાં સજાવી ને રાખો જેમ કિરણો નું ચિત્ર બનાવો છો ને. શિવ નું પણ કિરણોવાળું ચિત્ર સજાવેલું હોય અને શ્રીકૃષ્ણનું પણ કિરણો નું ચિત્ર સજાવેલું હોય. વિશેષ બંને ચિત્રો નું આકર્ષણ હોય. કૃષ્ણ નાં ચિત્ર ની મહિમા અલગ અને શિવ નાં ચિત્રની મહિમા અલગ. કટાક્ષ નહીં કરો પરંતુ બંને નાં અંતર ને સિદ્ધ કરો. સ્ટેજ નું વિશેષ આકર્ષણ આ બે ચિત્ર હોય. જેમ કોઈ પણ પ્રકાર ની કોન્ફરન્સ વગેરે કરો છો તો કોન્ફરન્સ નું સિમ્બોલ (ચિન્હ) સજાવીને તૈયાર રાખો છો, પછી એનું અનાવરણ કરાવો છો. એમ શિવરાત્રી પર કોઈપણ વી.આઈ.પી. દ્વારા આ બંને ચિત્ર નું અનાવરણ કરાવો અને એમને ટુંક માં પહેલાં એનું અંતર સ્પષ્ટ કરી સંભળાવો. પછી સભા માં પણ આ જ ટોપીક (વિષય) પર જે સમયે શિવની મહિમા કરો તો ભાષણ ની સાથે-સાથે ચિત્ર પણ રાખો. ભાષણ કરવા વાળા સાથે-સાથે ચિત્ર દેખાડતાં જાય. આ એ છે - આ એ છે. તો બધાનું ધ્યાન જશે. પહેલાં અંતર સંભળાવીને પછી એમને કહો હવે તમે જજ કરો કે રચયિતા કોણ અને રચના કોણ? તો ગીતા નું જ્ઞાન રચયિતાએ આપ્યું કે રચના એ? તો આ શિવરાત્રી પર આ બંને વિશેષ ચિત્ર નું મહત્વ રાખો.
૨. જેમ ગયાં વખતે લાઈટ અને સાઉન્ડ ની ટેપ માં કોમેન્ટ્રી ભરેલી હતી તેમ નહીં પરંતુ કાર્યક્રમ નાં વચ માં શિવબાબા નું સજાવેલું લાઈટ નું ચિત્ર સામે લાવો અને સામે રાખતાં બધી લાઇટ બંધ કરી દો, એ જ ચિત્ર ની લાઈટ જ હોય પછી ધીરે-ધીરે ડાયરેક્ટ એ સમયે બાપ ની મહિમા કરતાં જાઓ. મહિમા કરતાં એમને પણ મહિમા માં લઈને ચાલો. મહિમા સંભળાવતા અનુભવ કરાવો. શાંતિ નાં સાગર કહો તો શાંતિ ની લહેર ફેલાય જાય. જે પણ ગુણ નું વર્ણન કરો એની લહેર ફેલાય જાય. એ સમયે બધી લાઇટ બંધ હોવી જોઈએ. ફક્ત એક એ ચિત્ર ની તરફ બધાનું ધ્યાન હોય. ધીરે-ધીરે એવાં અનુભવી મૂર્ત થઈ ને મહિમા કરો. જેમ સાથે લઈ જઈ રહ્યાં છો. શાંતિનાં સાગર કહ્યું તો જેમ એ જ સાગર માં બધાં નાહી રહ્યાં છે, એવો અનુભવ કરાવો. જેમ યોગ ની કોમેન્ટ્રી કરો છો ધીરે-ધીરે એમ એમને લક્ષ આપીને એ જ રીતે બેસાડો તો એક - ધ્યાન જશે અને બીજું - અંતર ની ખબર પડી જશે. કટ કરવાની જરુરત નહીં પડે. સ્વતઃ જ સિદ્ધ થઈ જશે.
૩. દરેક ફંકશન માં યોગ શિબિર નાં પ્રોગ્રામ (કાર્યક્રમ) ની જાહેરાત જરુર કરો. ભલે એક દિવસ નું ફંકશન કરો છો પરંતુ યોગ શિબિર નું ફોર્મ જરુર ભરાવો. યોગ શિબિર નાં ફોર્મ નું વિશેષ ટેબલ બનાવેલું હોય એમાં નજીક નાં સ્થાન માટે ફોર્મ ભરાવો. તો જે પાછળ થી યોગ શિબિર કરવાં આવશે તે સંપર્ક માં આવી જશે. યોગ શિબિર નું ફોર્મ ભરાવીને પછી પણ એમની સાથે સંપર્ક બનાવતાં રહો. કોઈ પણ પ્રોગ્રામ કરો એમાં યોગ શિબિર ને વિશેષ મહત્વ આપો .
૪. જે પણ ચાન્સ (તક) મળે છે અને જે પણ સંપર્ક માં આવ્યાં છે, અથવા કોઈ વિઘ્ન ને કારણે ભાગન્તી થઈ ચાલ્યાં ગયાં છે, એમને આવાં મૌકા (પ્રસંગ) પર વિશેષ નિમંત્રણ આપો. જેઓ પોતાની કમજોરી ને કારણે પાછળ રહી ગયાં છે એમને સ્નેહ થી આગળ વધારવા જોઈએ. આવાં પ્રોગ્રામથી એમનામાં પણ જાગૃતિ આવશે. ઉમંગ માં આવી જશે.
સર્વિસેબુલ બાળકો નાં પ્રતિ બાપદાદા નાં મધુર મહાવાકય:-
સર્વિસેબલ બાળકોની મહિમા તો ખુબ મહાન છે. કારણ કે બાપ સમાન છે ને. બાપ પણ બાળકોની સેવા કરવા આવે છે અને આપ પણ નિમિત્ત છો તો સમાનતા થઈ ગઈ ને. સમાન વાળા ની મહિમા થાય છે. સમાન વાળા જ સદા સાથે રહી શકે છે. સમાન નહીં હશે તો સાથે પણ નહીં હશે. બાપ સમાન અર્થાત્ સદા સ્વમાન માં રહેવા વાળા. જેમ બાપ પોતાનાં સ્વમાન ને ક્યારેય ભૂલે છે શું? તો બાપ સમાન અર્થાત્ સદા સ્વમાન માં રહેવા વાળા. એવાં છો? સદા બાપ અને સેવા - આ બન્નેય એવાં સ્મૃતિ માં રહે છે જેમ શરીર ની સ્મૃતિ સ્વતઃ જ રહે છે. યાદ કરવું નથી પડતું પરંતુ સ્વતઃ યાદ રહે છે. એમ બાપ ની યાદ અને સેવા પણ સ્વતઃ યાદ રહે. જો તમે પણ મહેનત કરીને યાદ માં રહો તો બીજાને સહજયોગી કેવી રીતે બનાવશો. સર્વિસેબુલ બાળકોનું ક્વોલિફિકેશન છે જ સહજયોગી, સ્વતઃયોગી.
હવે સમય નાં પ્રમાણે મહેનત સમાપ્ત થઈ જવી જોઈએ. જો હમણાં પણ મહેનત નો અનુભવ થાય કે કેમ, શું નાં સવાલ હશે તો તમારી ડ્યુટી (ફરજ) ને બજાવી નહીં શકો. કેમ, શું કરવું અર્થાત્ ક્યુ (લાઈન) માં ઉભાં રહેવું. જો સ્વયં જ ક્યુ માં હશો તો બીજાને તૃપ્ત આત્મા કેવી રીતે બનાવી શકશો. સ્વયં જ લેવા વાળા હશો તો દાતા કેવી રીતે બનશો? સેવાધારી અર્થાત્ આપતાં જાઓ અને સાથે લેતાં જાઓ. જે સ્વયં જ કેમ, શું કરવા વાળા છે તો ભિખારી ની માફક માંગવા વાળા હશે. શક્તિ આપો, સહયોગ આપો, હું આ કાર્ય કરી રહી છું, આપ સફળતા આપો, આવી અરજી પણ રોયલ ભિખારીપણા ની છે. જે સ્વયં ભિખારીઓની લાઈન માં હશે તે બીજાને દાતા બનીને કેવી રીતે આપી શકશે! હવે બાળપણ ખતમ થયું. બાળપણ માં બધી છૂટ હતી, રડવાની છૂટ, લાગણી ની છૂટ, સંકલ્પો ની પણ છૂટ મળી ગઈ, પરંતુ હવે નહીં. હવે તો વાનપ્રસ્થ સુધી પહોંચી ગયાં છો ને. બાળપણ ની વાતો વાનપ્રસ્થ માં નથી રહેતી. આમાં કેમ, શું નહીં. કેમ, શું કરવા વાળા અર્થાત્ બેબી ક્વોલિટી. જે બેબી હશે તે બીબી નહીં બનશે. હવે તો મિયાં અને બીબી નો સૌદો છે. હવે બેબીપણું ખતમ થયું. બાપ-સમાન બની ગયાં તો બીબી અને મિયાં બની ગયાં. નાના બાળકો ને સમાન નહીં કહેવાશે. જ્યારે બાળક મોટો થઇ જાય છે અથવા તો બાપ બની જાય છે ત્યારે સમાન કહેવાય છે. તો હવે બેબી ક્વોલિટી ખતમ.
સંસ્કાર મળતાં નથી, આ પણ સંકલ્પ ન આવે. મળાવવાનાં જ છે. મળતાં નથી, એવું કોણ બોલે છે? આ બદલાતા નથી, સાંભળતા નથી, આ ના-ના કે નહીં-નહીં ની ભાષા કોની છે? હવે તો થવાનું જ છે. હા જી. ‘ના’ શબ્દ સમાપ્ત. તો બધાં હા-હા વાળા છો ને. હવે બેહદ નાં બનો, હદ ને છોડો. સંભળાવ્યું હતું ને, કોઈ ઝોન નાં પણ હેડ (મુખ્ય) છે તો આ પણ હદ થઇ. નકશા ની અંદર જુઓ તમારો ઝોન કયો છે? બિંદી. તો હદ થઈ ગઈ ને. હમણાં ફલાણા સ્થાન નાં છે, આ પણ નહીં. ફલાણું સ્થાન જ સારું છે, આ પણ નહીં. બેહદ નાં માલિક બનવું છે કે એક સ્થાન નાં? આમ નહીં, થોડું સ્થાન પરિવર્તન થાય તો સ્થિતિ પરિવર્તન થઈ જશે. હમણાં મોકલે અહીંયા-ત્યાં, તૈયાર છો? વિદેશ મોકલે કે કોઈપણ સ્થાન પર મોકલે પરંતુ એવરરેડી (સદા તૈયાર). દેશ માં મોકલે કે વિદેશ માં. જ્યારે જવાનું હોય છે તો શક્તિ જાતે જ મળી જાય છે. તો કાલ થી બધાને ચેન્જ (બદલી) કરે? અચ્છા - નવી બુલેટિન (સમાચાર) કાઢે પછી નહીં કહેતાં હજું તૈયાર થવા માટે એક વરસ વધુ આપો, ફક્ત ચાર મહિના આપો, બે મહિના આપો, એવું તો નહીં કહેશો ને. હિંમત છે? આપણું છે પણ શું. જો આપણું છે તો બધું આપણું છે, નહીં તો આપણું કશું જ નથી. જે બાપનું એ આપણું. બાપ નું બેહદ નું છે આપણું પણ બેહદ નું. બધાં આપણા છે, એને કહેવાય બેહદ. બધાં બાળકો ને સદા વિશેષ સહયોગ આપતાં જ રહે છે, કારણ જે સેવા માં નિમિત્ત બનેલાં છે તો વિશેષ સેવાધારીઓને વિશેષ સહયોગ સદા પ્રાપ્ત થાય જ છે. વિશેષ કાર્ય વાળા તો પહેલાં યાદ આવશે ને. લૌકિક રીતે પણ કોઈ ઇતિહાસ ને યાદ કરે તો ઇતિહાસ માં પણ કોણ પહેલાં યાદ આવે છે? જે વિશેષ હશે તે જ યાદ આવશે ને. સંગમયુગ નાં ઇતિહાસ માં પણ જે જેટલાં વિશેષ સેવાધારી છે તે વિશેષ આત્મા છે. તો બાપદાદા જ્યારે પણ યાદ કરશે તો પહેલાં-પહેલાં તે સ્વતઃ જ યાદ આવશે. યાદ કરો, આ કહેવાની જરુરત જ નથી. ફક્ત વિશેષ યાદ નું રિટર્ન (વળતર) લેવા વાળા બનો. બાપ બધાને યાદ નું રિટર્ન આપતા જ હોય છે પરંતુ લેવાવાળા ક્યારેક અલબેલાપણા નાં કારણે લેતાં નથી. બાપ ની પાસે જે પણ છે, તે આપવા માટે જ છે, તો બાપ બધાને આપે છે, લેવા વાળા નંબરવાર છે.