Search for a command to run...
3 Oct 1969
સંપૂર્ણ સમર્પણ ની નિશાનીઓ
3 October 1969 · ગુજરાતી
કોને જુઓ છો? કોણ, કોને જોઇ રહ્યાં છો? (બે-ત્રણે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) આજે બાપદાદા પોતાના પૂર્ણ પરવાનાઓ ને જોઈ રહ્યાં છે. કારણ કે ક્યાં સુધી પરવાના બન્યાં છે - તે જોવા આવ્યાં છે. આમ તો પરવાના શમા (દીવા) પાસે જાય છે પરંતુ અહીયાં તો શમા પણ પરવાનાઓ ને મળે છે. તમને ખબર છે જે સંપૂર્ણ પરવાના હોય છે એમના લક્ષણ શું છે અને પરખ શું છે? (દરેકે સંભળાવ્યું ) તમે બધાએ જે સંભળાવ્યું એ યથાર્થ છે. મુખ્ય સાર તો એ જ નીકળ્યો કે જે પરવાના હશે તે એક તો શમા નાં સ્નેહી હશે, સમીમ હશે અને સર્વ સંબંધ, એ એકની સાથે જ હશે. તો સર્વ સંબંધ, સ્નેહી, સમીપ અને સાહસ. જે સંપૂર્ણ પરવાના હોય છે એમનામાં આ ચારેય વાતો જોવામાં આવે છે. તો તમને બધાને આ ભઠ્ઠીમાં શેના માટે બોલાવ્યાં છે? જે આ ચાર વાતો સંભળાવી છે તે ચારેય વાતો તેનાં સંપૂર્ણ પર્સન્ટેજ (ટકાવારી) માં ધારણ કરવાની છે, એક ટકો પણ ઓછી ન હોવી જોઈએ. કોઈ બાળક કહે છે - અમે છીએ તો સાચાં પરંતુ આટલાં ટકા. તો જેમનામાં ટકાવારી ની ખોટ થઈ ગઈ તો એમને સંપૂર્ણ પરવાના નહી કહીશું. તે પરવાના બીજી ક્વાલિટી (ગુણવત્તા) નાં કહેવાશે, જે ચક્કર જ મારવા વાળા હોય છે. એક હોય છે - જલ્દી એક જ વાર માં શમા પર ફિદા (ન્યોછાવર) થવાવાળા; બીજા હોય છે - સમજી-વિચારી ને કદમ ઉઠાવવા વાળા. તો જે સમજી વિચારી ને કદમ ઉઠાવતાં રહેશે તેમને કહેશું ફેરો લગાવવા વાળા, ચક્કર લગાવવા વાળા. તો બીજી ક્વોલિટી વાળા પરવાના ઘણાં પ્રકારનાં સંકલ્પો, વિઘ્નો અને કર્મોમાં જ ચક્કર લગાવતાં રહે છે. તો આજે પાંડવ સેના ને ભઠ્ઠી માં બોલાવ્યાં છે. ક્યાંય પણ કોઈ ફેક્ટરી (કારખાનું) હોય છે તો જે ફેક્ટરી સરસ હોય છે એની છાપ લાગે છે. જો એ ફેક્ટરી ની છાપ નથી હોતી તો તે વસ્તુ એટલી નથી ચાલતી. એ રીતે આપ પણ જે ભઠ્ઠી માં આવ્યાં છો; તો અહીંયા પણ છાપ લગાવવા માટે આવ્યાં છો. ટ્રેડ માર્ક (મારકો) હોય છે ને. તમે પછી કઈ છાપ લગાડવા માટે આવ્યાં છો? ‘સંપૂર્ણ સરેન્ડર’ કે ‘સંપૂર્ણ સમર્પણ’ ની છાપ જો નહીં લગાવો તો ખબર છે કે શું થશે? જેમ કે છાપ ન લાગેલી વસ્તુની વેલ્યુ (કિંમત) ઓછી થતી જાય છે, તેવી જ રીત થી આપ આત્માઓની પણ સ્વર્ગમાં વેલ્યુ ઓછી થઈ જશે. તો પોતાની રાજધાનીમાં સમીપ આવવા માટે આ છાપ લગાડવી જ પડશે. માતાઓને તો નષ્ટમોહા નો મંત્ર મળ્યો. બીજું પાંડવસેના ને સંપૂર્ણ સમર્પણ નો. પાંડવો નું જ ગાયન છે કે ગળી ને ખતમ થઈ ગયાં. પહાડ ઉપર નહીં પરંતુ ઊંચી સ્થિતિમાં ગળી ગયાં. નિચાણ થી બિલકુલ ઉપર જે અવ્યક્ત સ્થિતિ છે, એમાં ગળી ગયાં, અર્થાત્ તે અવ્યક્ત સ્થિતિમાં સંપૂર્ણતા ને પ્રાપ્ત થયાં. આ પાંડવો નું યાદગાર પણ છે. એ યાદગાર ની યાદ અપાવવા અને પ્રેકટીકલમાં (વ્યવહારમાં) લાવવા માટે ભઠ્ઠી મળી છે.
સંપૂર્ણ સમર્પણ કોને કહેવાય છે? જે સંપૂર્ણ સમર્પણ અર્થાત્ તન-મન-ધન અને સંબંધ, સમય બધા માં અર્પણ. જો મન ને સમર્પણ કરી દીધું તો મન ને સિવાય શ્રીમત યુઝ (ઉપયોગ) ન કરી શકાય. ધન ને શ્રીમત થી યુઝ કરવું તો સહજ છે, તન ને પણ યુઝ કરવું સહજ છે. પરંતુ મન શ્રીમત સિવાય નો એક પણ સંકલ્પ ઉત્પન્ન ન કરે - આ સ્થિતિને કહેવાય છે સંપૂર્ણ સમપર્ણ. એટલે જ મનમનાભવ નો મુખ્ય મંત્ર છે. જો મન સંપૂર્ણ સમર્પણ છે તો તન-મન-ધન-સમય સંબંધ જલ્દી જ તે તરફ લાગી જાય છે. તો મુખ્ય વાત જ છે મનને સમર્પણ કરવું અર્થાત્ વ્યર્થ સંકલ્પ, વિકલ્પો નું સમર્પણ કરવું. એ જ પરખ છે સંપૂર્ણ પરવાના ની. સંપૂર્ણ સમર્પણ વાળાઓને મનમાં એમનાં (બાપદાદા નાં) ગુણ, કર્તવ્ય અને સબંધ સિવાય બીજું કઈ સૂઝતું જ નથી. હવે બતાવો કે એવી છાપ લગાવી છે? જેમ આજકાલ નાં જમાના માં તમે લોકો બધાં કાર્યાલય માં કામ કરો છો તો ક્યારેક-ક્યારેક કાર્યાલય ની જે વસ્તુઓ હોય છે તે પોતાનાં કામમાં લગાવી દો છો. એ જ રીતે તમે જે સમર્પણ કરી દીધું, તો એ તમારી વસ્તુ નહીં રહી. જેમને આપી તેમની થઈ. તો તેમની વસ્તુને તમે પોતાનાં કાર્યમાં યુઝ ન કરી શકો. પરંતુ સંસ્કાર હોવાનાં કારણે ક્યારેક-ક્યારેક શ્રીમત ની સાથે મનમત, દેહ-અભિમાનપણા ની મત, શુદ્રપણા ની મત ક્યાંક-ક્યાંક યુઝ કરી લો છો. એટલે જ કર્માતીત અવસ્થા કે અવ્યક્ત સ્થિતિ સદા એકરસ નથી રહેતી. કારણ કે મન ભિન્ન-ભિન્ન રસ માં છે તો સ્થિતિ પણ ભિન્ન-ભિન્ન છે. એક જ રસ માં રહો તો એક જ સ્થિતિ રહે. બાપદાદા બાળકોને હલકા બનાવે છે અને બાળકો જાણી જોઈ ને પોતાનાં પર બોજો લઇ લે છે. કારણ કે ૬૩ જન્મો થી વિકર્મો નો બોજો, લોક મર્યાદાનો બોજો ઉઠાવવા નાં આદિ બની (ટેવાય) ગયાં છે. એટલે જ બોજો ઉતારી ને પણ પાછો રાખી લે છે. જેમની જે આદત હોય છે તે આદત થી મજબુર થઈ જાય છે ને. એટલે પોતાની આદત હોવાનાં કારણે પોતાની જવાબદારી ફરી પોતાનાં પર જ રાખી દે છે. એક-એક પાંડવ જો સંપૂર્ણ સમર્પણ બનીને જ નીકળે તો બતાવો શું થશે? જ્યારે પાંડવ-સેના તૈયાર થઈ જશે તો કૌરવ અને યાદવ મેદાન માં આવી જશે. અને પછી શું થશે? તમારું રાજ્ય તમને પ્રાપ્ત થઇ જશે. જ્યાં સુધી આ વાયદો નથી કર્યો કે - “જે વિચારશું, બોલશું, જે સાંભળશું, જે કરશું તે શ્રીમત નાં સિવાય કાંઈ નહીં કરશું” - ત્યાં સુધી આ ભઠ્ઠી નો લાભ નથી લઇ શકતાં. એવો જ ઉમંગ-ઉત્સાહ લઈને આવ્યા છો ને - કંઈ બની ને જ નીકળશું, બદલાઇ ને જ નીકળશું. આ વિચારીને આવ્યાં છો ને. ગભરામણ તો નથી થતી ને? જેટલા-જેટલા ઊંડાણમાં જશો એટલી જ ગભરામણ ગુમ થઈ જશે. જ્યાં સુધી કોઈ પણ વાતનાં ઊંડાણમાં નથી જતાં તો ગભરામણ થાય છે. જેમ સાગર ની ઉપર-ઉપર ની લહેરો માં ગભરાટ હોય છે પરંતુ સાગર નાં તળિયામાં, ઊંડાણ માં શું હોય છે? બિલકુલ શાંત અને શાંતિની સાથે પ્રાપ્તિ પણ હોય છે. એટલે જયારે પણ કોઈ ગભરામણ ની વાત આવે તો ઊંડાણમાં ચાલ્યાં જાઓ તો ગભરામણ ગુમ થઇ જશે. હવે લક્ષ્ય અને લક્ષણ શું ધારણ કરવાનાં છે? એમાં જે નંબરવન હશે એમને શું આપશે? ભવિષ્યમાં તો રાજધાની લેશે જ પરંતુ અહીંયા પણ ભેટ મળશે. એટલાં માટે દરેક એ જ પ્રયત્ન કરે કે અમે તો નંબર વન માં આવશું, બે નંબર વાળાને નહીં મળે. જે જીતશે તે એક નંબર પામશે. વિન કરવાની (જીતવાની) કોશિશ કરો તો વન (એક) માં જશો.
અચ્છા- તમારે બિંદી લગાડવાની છે કે બિંદી રુપ જ છો? બિંદી (ચાંદલા) કેટલાં પ્રકાર ની હોય છે? આજે તમને ડબલ બિંદી લગાવે છે. સંગમ પર નિરોગી બનવાની અને ભવિષ્યમાં રાજ્ય-ભાગ્યની. બિંદી રુપની સ્મૃતિ રાખવા માટે બિંદી લગાવો છો. બિંદી લગાવતાં-લગાવતાં બિંદી બની જશો. કોઈ પણ વ્યર્થ સંકલ્પ આવે તો એને બિંદી લગાવી દો તો બિંદી બની જશો.