Search for a command to run...
28 Sept 1969
પુરા કોર્સનો સાર - કથની-કરની એક કરો
28 September 1969 · ગુજરાતી
કયા રુપ થી મુલાકાત કરી રહ્યાં છો? અવ્યક્ત રુપથી કે સ્નેહ રુપથી કે શક્તિ રુપથી? બાપ રુપથી તો મુલાકાત કરી જ રહ્યાં છો, પરંતુ સ્નેહ રુપમાં કે શક્તિ રુપમાં કે અવ્યક્ત રુપમાં? વર્તમાન માં કયું વિશેષ રુપ છે? આખા દિવસમાં આ ત્રણ રુપો માંથી વધારે કયું રુપ રહે છે? આ ત્રણેયમાં શ્રેષ્ઠ કયું છે? (દરેકે પોતાનાં સમાચાર સંભળાવ્યાં) હમણા ફક્ત પ્રશ્ન પૂછે છે પછી સ્પષ્ટ કરશે. હમણા બધાએ જે એક્સ્ટ્રા ટ્રેનિંગ કોર્સ લીધો છે, એમાં સૌથી પાવરફુલ (શક્તિશાળી) પોઇન્ટ કયો લીઘો છે, જે પોઇન્ટ વિઘ્નોને એક સેકન્ડ માં ખતમ કરી દે? દરેકે ભિન્ન-ભિન્ન પોઇન્ટ તો સંભળાવ્યાં, હવે જેમણે પણ પોઇન્ટ સંભળાવ્યાં છે, એ તો પણ પોતાનો અનુભવ લખી મોકલે કે આ પોઇન્ટને યુઝ (ઉપયોગ) કરવાથી કેટલા સમય માં વિઘ્ન દૂર થયાં છે? જેમ કોઇ દવા એક (વ્યક્તિ) યુઝ કરીને જુએ છે પછી અનેકો ને તેનો લાભ લેવામાં સહજ થાય છે. તો આ બધી ભિન્ન-ભિન્ન પોઈન્ટ જે નીકળી છે એ બધાનો સાર બે શબ્દો માં યાદ રાખો, જેમાં તમારી બધી વાતો આવી જાય. આ જે હમણાં કોર્સ કર્યો છે એનો મુખ્ય સાર બે અક્ષરો માં યાદ રાખવાનો છે કે - જે કહો છો તે કરવાનું છે. કહો છો - અમે બ્રહ્માકુમારી છીએ, અમે બાપદાદા નાં બાળકો આજ્ઞાકારી છીએ. મદદગાર છીએ. જે પણ વાતો કહો છો તે પ્રેક્ટીકલ (વ્યવહારમાં) કરવાનું છે. કહેવું અર્થાત્ કરવું. કહેવામાં અને કરવામાં અંતર ન હોય. આ જ તમારાં કોર્સનો સાર છે. કહો તો છો તમે ઘણાં વર્ષોથી છો - વિકાર ખરાબ વસ્તુ છે, બીજાઓને પણ સંભળાવો છો પરંતુ પોતે ઘરગૃહસ્થી થી ન્યારા થઈને નથી ચાલતાં. તો પોતાનું જ કહેવું અને કરવું બદલાઈ જાય છે. એટલે આજથી આ વાત યાદ રાખો - “જે કહીશું તે કરીશું”. જે પણ વિચારો છો અથવા દુનિયાને પણ જે કહો છો તે કરીને દેખાડવાનું છે. ફક્ત કહેવાનું જ નથી, કરવાનું છે. હવે સર્વિસ (સેવા) જે રહી છે તે કહેવાથી નહીં થશે, પરંતુ પોતાની કરણી થી થશે. કથની, કરણી અને રહેણી કહે છે ને. તો કથની, કરણી અને રહેણી - ત્રણેય એક જ હોય ત્યારે કર્માતીત અવસ્થામાં જલ્દી થી જલ્દી પહોંચી શકશો. દરેક સમય આ ચેક કરો - જે કહું છું તે કરું છું? કહો છો ‘અમે સર્વ શક્તિમાન નાં સંતાન છીએ’ અને કરો છો શું? કમજોરી ની વાત. આજથી આ પાકું કરો કે - જે કહીશ તે કરીશ. જે પોતે એવાં બનશે એમને જોઈને બીજા પણ જાતે જ કરશે. તમારે મહેનત કરવાની જરુરત નહીં રહે. હમણાં સુધી તો આ જ ઉલ્હના (ફરિયાદ) મળતી રહે છે કે કહેં છે એક અને કરે છે બીજું. ઉલ્હના ને ખતમ કરવાની છે. ઉલ્હના ખતમ થાય તો પછી શું બની જશો? અલ્લાહ (ઉંચ) બની જશો. જેટલાં અલ્લાહ બનશો તો પછી ન ઈચ્છવાં છતાં નામ પ્રસિદ્ધ થશે. તો કરેલા કોર્સનો આ શિક્ષા છે મુખ્ય સાર.
સૌથી ખોફનાક મનુષ્ય કોણ હોય છે, જેનાથી બધાં ડરી જાય છે? દુનિયાની વાત તો દુનિયા માં રહી, પરંતુ આ દૈવી પરિવારની અંદર સૌથી ખોફનાક, નુકસાનકારક એ છે જે અંદર એક અને બહાર થી બીજું રુપ રાખે છે. તેઓ પર-નીંદક થી પણ વધારે ખોફનાક છે. કારણ કે તે કોઈની નજીક નથી આવી શકતાં, સ્નેહી નથી બની શકતાં. તેમનાથી બધાં દૂર રહેવાની કોશિશ કરશે. એટલે આ ભઠ્ઠી માં તમને લોકોને આ શિક્ષા મળી. આને સચ્ચાઈ અને સફાઈ કહેવાય છે. સફાઈ કઈ વાતમાં, સચ્ચાઈ કઈ વાતમાં - એનું પણ ખુબ ગુહ્ય રહસ્ય છે. સચ્ચાઈ - જે કરે તે જ વર્ણન કરે, જે વિચારે તે જ વર્ણન કરે. બનાવટી રુપ નહીં. મન્સા, વાચા, કર્મણા - ત્રણે રુપમાં જોઈએ. જો મનમાં કોઈ સંકલ્પ ઉત્પન્ન થાય છે તો તેમાં પણ સચ્ચાઈ જોઈએ. સફાઈ - અંદર માં કોઈપણ વિકર્મ નો કચરો ન હોય, કોઈ પણ ભાવ-સ્વભાવ, જૂનાં સંસ્કારો નો પણ કચરો ન હોય. જે એવી સફાઈ વાળા હશે તેઓ જ સાચા હશે અને જે સાચ્ચા હોય છે એમની પરખ શું હોય છે? જે સાચ્ચા હશે તેઓ બધાનાં પ્રિય હશે. એમાં પણ સૌથી પહેલાં તો તેઓ પ્રભુ-પ્રિય હશે. સાચ્ચા પર સાહેબ રાજી હોય છે. તો પહેલાં પ્રભુપ્રિય હશે, પછી દૈવી પરિવાર નાં પ્રિય હશે. તેમને કોઈ પણ એવી નજર થી નહીં જોશે. તેમની નજરમાં , વાણીમાં, તેમના કર્મમાં એવી પરિપક્વતા હશે જે ક્યારેય પણ ન પોતે ડગમગ થશે ન બીજાઓને કરશે. જે સાચ્ચા હશે તે પ્રિય હશે. કોઈ સમજે છે કે હું તો સાચ્ચો છું પરંતુ મને સમજતાં નથી. સાચ્ચો હીરો ક્યારેય છૂપો થોડો રહી શકે છે. એટલે એ સમજવું કે હું એવો છું પરંતુ મને એવો સમજતાં નથી - આ પણ સચ્ચાઈ નથી. સચ્ચાઈ ક્યારેય છુપાઈ નથી શકતી અને સાચ્ચા બધાનાં પ્રિય બની જાય છે. કોઇ આ પણ સમજે છે કે અમે નજીક નથી એટલે જ પ્રખ્યાત નથી. પરંતુ જે સાચ્ચા અને પાક્કા હોય છે તે દૂર હોવા છતાં પણ પોતાની પરખ છુપાડી નથી શકતાં, કોઈ કેટલાં પણ દૂર હોય પરંતુ બાપદાદા ની નજીક હશે. જે બાપની નજીક છે તે બધાની નજીક છે. તો સાચ્ચા બનજો. સફાઈ નું સબૂત ચલનમાં દેખાય છે. ફક્ત સમજવાનું જ નથી પરંતુ કર્મ માં કરીને દેખાડવાનું છે. જે કર્મ હોય તે પણ બીજાઓની સર્વિસ નાં નિમિત્ત હોય. પોતાની મન્સા, વાચા, કર્મણા ને ચેક કરો. તમે પોતાને શું કહેવડાવો છો? બાપદાદા પણ આપ સર્વે ને શું ટાઇટલ (પદવી) આપે છે, તે યાદ છે? સર્વિસએબલ (સેવાધારી) બાળકો. તો જે સર્વિસએબલ છે તેમનો દરેક સંકલ્પ, દરેક શબ્દ, દરેક કર્મ સર્વિસ જ કરશે. ભાષણ કરવું, કોઈને સમજાવવું - ફક્ત આ જ સર્વિસ નથી. પરંતુ જે સર્વિસએબલ છે તે દર સેકન્ડ સર્વિસ જ કરતાં રહે છે. તો પોતાને જોવાનું છે કે અમારી દર સેકન્ડ સર્વિસએબલ ચલન હોય છે? કે ક્યાંક ડીસસર્વિસ (કુસેવા) વાળી ચલન તો નથી? જ્યારે નામ સર્વિસએબલ છે તો કર્મ પણ એવાં જ હોવાં જોઈએ. એટલે જે કહેવાનું (કહો) છે તે કરવાનું પણ છે. આ યાદ રાખવાથી પુરુષાર્થમાં સહજ સફળતા મળશે. કોઈ બહુ ખુશ થાય છે કે અમે આટલાં જિજ્ઞાસુ સમજાવ્યાં, આટલાં ભાષણ કર્યા, ખુબ સર્વિસ કરી. પરંતુ તે પણ હદ ની સર્વિસ છે. હવે તો બેહદની સર્વિસ કરવાની છે. મન્સા, વાચા, કર્મણા - ત્રણે રુપો થી બેહદની સર્વિસ હોય - આને કહેવાય છે સર્વિસએબલ. હવે પોતાને જુઓ કે અમે સર્વિસએબલ બન્યાં છીએ? આવાં સર્વિસએબલ પછી સ્નેહી પણ ખૂબ હશે. હવે આવો બધાએ ઠપ્પો લગાવ્યો છે કે કોઈ સાહસ હમણાં રાખી રહ્યાં છો? જ્યારે ‘કરવાનું જ છે’ એટલે ઠપ્પો લાગી જ ગયો. પોતાનામાં શંકા કેમ રાખો છો કે - ખબર નહીં પરીક્ષામાં પાસ થશું કે નપાસ. હોશિયાર સ્ટુડન્ટસ (વિદ્યાર્થી) સદૈવ નિશ્ચય થી કહે છે કે અમે તો નંબરવન આવીશું. જો પહેલેથી જ પોતાનામાં સંશય રાખશો તો સંશય નું રીઝલ્ટ શું હોય છે? પછી વિજયી બની ન શકે. જો જરા પણ સંશય રાખ્યો, તો વિજયી નહીં બનો. જ્યાં સુધી નિશ્ચય નથી. તમે લોકોએ શરું થી જ દાવ લગાવ્યો છે કે વારસો લઈને જ છોડીશું કે વિચાર્યું હતું કે જોઈશું? દાવ લગાવ્યો અર્થાત્ બની જ ગયાં.
જ્યારે પોતાને નિશ્ચયબુદ્ધિ કહો છો તો કોઈ પણ વાતમાં - ન બાપ માં, ન બાપનાં જ્ઞાન માં, ન બાપનાં પરિવાર માં સંશય કે વિકલ્પ ઉઠવો જોઇએ. અમે શિવબાબાનાં બાળકો છીએ. તો સર્વશક્તિમાન નાં બાળકો નિશ્ચયબુદ્ધિ છે. આ કોણ બોલે છે? સર્વશક્તિવાન નાં બાળકો બોલે છે. નિશ્ચય રાખવાથી વિજય થઈ જશે. ભલે અંદર સમજો કે ખબર નથી શું થશે! પરંતુ છતાં પણ નિશ્ચયમાં વિજય થઈ જશે. જો નિશ્ચય નથી તો તમારું કર્મ પણ તેવું જ ચાલશે. નિશ્ચય રાખશો કે ‘અમારે કરવાનું જ છે’ તો કર્મ પણ એવાં જ થશે. જો વિચાર કરશો કે સારું, જોઈશું કરીશું. તો કર્મ પણ ઢીલા જ ચાલશે. ક્યારેય પણ પોતાનામાં કામજોરી, સંશયની ફીલિંગ (લાગણી) ન આવવી જોઈએ. કામજોરી નાં સંકલ્પ જ સંશય છે. હવે ક્યાં સુધી આ જૂનાં સંસ્કાર અને સંકલ્પ રહેશે. જૂનાં સંસ્કાર પણ નહીં. સંસ્કાર તો મોટી વસ્તુ છે. પરંતુ જૂનાં સંકલ્પ ખતમ થવાં જોઈએ, ત્યારે કહેશે ભઠ્ઠીમાંથી પાકીને નીકળી રહ્યાં છે. ભઠ્ઠી નો અર્થ જ શું છે? ભઠ્ઠી માં બધું બળીને ખતમ થઇ જાય છે. રુપ જ બદલાઈ જાય છે. કોઈ પણ વસ્તુ ભઠ્ઠીમાં નાખશો તો એનું રુપ, ગુણ વગેરે બધું બદલાઈ જશે. તમે પણ ભઠ્ઠી કરો છો તો રુપ, ગુણ બદલાવાં જોઈએ. ઈંટ જ્યારે પાકે છે તો પહેલાં માટી હોય છે, પછી પાકવાથી તેનું રુપ, ગુણ બદલાઈ જાય છે, અને કર્તવ્ય પણ બદલાઈ જાય છે. એવી રીતે પોતાનાં રુપ, ગુણ અને કર્તવ્ય ત્રણેય બદલતાં જવાનું છે. આ છે ભઠ્ઠી નું રીઝલ્ટ (પરિણામ). હવે બતાવો કે બદલી લીધું છે? કે બદલશો? તમારાં ઉમંગની સાથે બાપદાદાની પણ મદદ છે. જેટલો તમે પોતાનામાં નિશ્ચય રાખશો એટલાં બાપદાદા પણ અવશ્ય મદદગાર બને છે. સ્નેહી ને અવશ્ય સહયોગ મળે છે. કોઈનાથી પણ સહયોગ લેવો છે, તો સ્નેહી બનવાનું છે. સ્નેહી ને સહયોગ ની માંગણી નથી કરવી પડતી. બાપદાદા નાં સ્નેહી બનશો, પરિવાર નાં પણ સ્નેહી બનશો. તો બધાનો સહયોગ સ્વતઃ જ પ્રાપ્ત થશે. મુખ્ય આ બે વાતો છે - નિશ્ચયબુદ્ધિ અને નષ્ટમોહા, આ તિલક તો માથા પર લગાવી જ દીધું છે. સ્લોગન પણ યાદ રાખવાનું છે - જે કહીશું તે કરીશું. આ છે માતાઓની સજાવટ. માતાઓ શ્રુંગાર વધારે કરે છે ને. તો આ માતાઓનો શ્રુંગાર રત્નો થી કરાય છે. સૌથી ચમકવાવાળો શ્રુંગાર હોય છે રત્નો નો. સોનામાં પણ રત્ન હોય છે તો વધારે ચમકે છે. તો બાપદાદાએ આ માતાઓનો રત્નો થી શ્રુંગાર કર્યો છે. કારણ કે સંગમ પર સોના થી પણ વધારે હીરા બનવાનું છે. જેટલાં-જેટલાં પોતાને રત્નો થી સજાવશો એટલાં જ ન ઈચ્છતાં પણ દુનિયાની નજર તમારી તરફ જશે. દુનિયાને કહેવાની દરકાર નહીં રહે કે અમારી તરફ જુઓ. આ જ્ઞાન રત્નો નો શ્રુંગાર દૂરવાળા નું પણ ધ્યાન ખેંચાવશે. એટલે આ રત્નો નાં શ્રુંગાર ને સદાનાં માટે કાયમ રાખશું - એવો નિશ્ચય કરવાનો છે.
આજે અમૃતવેલા કોઈ-કોઈ બાળક વિશેષ યાદ આવ્યાં. જે સાકાર રુપમાં વધારે સાથે રહ્યાં છે, આજે વિશેષ એમની યાદ આવી. કારણ કે આજકાલ સાથે રહેવાવાળા નો પુરુષાર્થ પહેલાથી બહુ સારો છે, એટલે પુરુષાર્થ નાં સ્નેહમાં તેમની યાદ આવી. વર્તમાન સમયે મધુબન વાળાઓમાં વિશેષ પરિવર્તન જોવામાં આવી રહ્યું છે. દરેક સ્થાનમાં એક-એક રત્ન ચમકીને જઈ રહ્યાં છે. હવે એક-એક ચમકેલો રત્ન પછી જઈને આપ સમાન કેવી રીતે બનાવે છે તે હવે જોઇશું. ક્યારેય પણ કમજોર બોલ ન બોલવાં જોઈએ. પુરુષાર્થહીન અથવા હિંમતહીન બનવું - હવે તે જમાનો ગયો. હવે તો મદદગાર બનવાનું છે અને બનીને દેખાડવાનું છે. હમણાં બધાનાં દિલ ની અંદર આ રહે છે કે અમે પણ જલ્દી જ જઈએ. પહેલાં તો કહેતા હતાં કે સંગમયુગ માં જેટલું વધારે રહીએ એટલું વધારે સારું છે. કારણ કે સાકાર નાં સાથમાં જ સંગમનું સુહેજ (સુખ) હતું. હમણાં તો ઈચ્છો છો કે જ્યાં પોતાનાં રહબર (માર્ગદર્શક) ત્યાં જ અમે રાહી પણ ચાલીએ. તમારા લોકોની ચલન વાણી થી પણ વધારે સર્વિસ કરશે. ડબલ સર્વિસમાં સફળતા હશે ત્યારે ડબલ તાજ મળશે. બોલો સિંગલ તાજધારી બનવું છે કે ડબલ? કે બનેલાં જ છો? શક્તિરુપ બનવાનું સાધન શું છે? શક્તિરુપ ત્યારે જ બની શકશો જ્યારે અવ્યક્ત સ્થિતિ હશે. અવ્યક્ત સ્થિતિ માં રહીને ભલે વ્યક્ત માં આવો પણ છો તો ફક્ત સર્વિસ માટે. સર્વિસ સમાપ્ત થઈ તો પછી અવ્યક્ત સ્થિતિ માં રહેવું - એવો અભ્યાસ રાખવાનો છે.
જે બલિ ચઢી જાય છે તેમને રિટર્ન (વળતર) માં શું મળે છે? બલિ ચઢવા વાળાઓને ઈશ્વરીય બળ ખુબ મળે છે. જે સંપૂર્ણ સ્વાહા થાય છે તે સદા સુહાગન બને છે. તેમનો સુહાગ ખતમ નથી થતો. જે સદા સુહાગન હોય છે એમની અવિનાશી બિન્દી સદૈવ હોય છે. આત્મ-સ્થિતિ માં સ્થિત રહેવાની બિન્દી સદા સુહાગન ને દર સમયે મસ્તક માં યાદ રહે છે. સદા સુહાગન ની બીજી કોઈ નિશાની હોય છે? એક તો બિન્દી બીજું કંગન (બંગળી) હોય છે, તે છે સંગમ રુપી કંગન. બંને ક્યારેય પણ નહી ઉતારશે. સંગમ નાં કંગન ઉતારી દેવા થી સુહાગ ખતમ થઇ જાય છે. હવે વિશેષ કમાલ ની સર્વિસ કરવાની છે. જે પોતાનાં સંગથી બધાને એવો રંગ લગાવો જે ક્યારે ઉતરી ન શકે. મ્યુઝિયમ માં તો ફક્ત સંદેશ લઈને ચાલ્યાં જાય છે. પરંતુ હવે આ ધ્યાન રાખવાનું છે કે અમારા સંગનો રંગ એટલો તો અવિનાશી રહે જે ક્યારેય પણ ઉતરી ન શકે. હવે જમ્પ (છલાંગ) આપીને આગળ જવાનું છે. પહેલાં હતો ફક્ત ચાલવાનો સમય, પછી દોડવાનો સમય પણ આવ્યો. હવે તો છે જમ્પ નો સમય. જો દોડી ને પહોંચવાની કોશિશ કરશો તો ટૂ લેટ (બહુ મોડું) થઈ જશે. જમ્પ મારવામાં તો સમય નથી લાગતો. એકરસ અવસ્થા માં રહેવા માટે એક જ શુદ્ધ સંકલ્પ રાખવાનો છે. તે કયો એક? એક તો સ્નેહી બનવું, બીજું સર્વિસએબલ. બસ. એનાં સિવાય બીજા કોઈ સંકલ્પ નહીં. સર્વિસએબલ ને સર્વિસ નો જ સંકલ્પ ચાલશે. ભઠ્ઠી નું જે લક્ષ્ય છે કે પોતે બદલીને બીજાને બદલવાનાં છે - આ લક્ષ્ય સદૈવ યાદ રાખવાનું છે. આ છે નિશ્ચયની છાપ. તમારા પર કઈ છાપ લાગી છે? નિશ્ચયબુદ્ધિ, નષ્ટોમોહા અને સર્વિસએબલ ની. આ ત્રિમૂર્તિ છાપ ની નિશાની લાગેલી છે. આ પોતાની નિશાની કાયમ રાખવાની છે. આપ સમાન બીજાઓને પોતાનાથી પણ ઉંચા બનાવવાનાં છે, ઓછા નહીં. આપણાં થી ઉંચું કોઈ બને - આ પણ તો પોતાની ઊંચાઈ છે ને. ઓમ શાંતિ.