Search for a command to run...
16 Oct 1969
પરખવાની શક્તિને તીવ્ર બનાવો
16 October 1969 · ગુજરાતી
આજે વિશેષ શું જોઈ રહ્યાં છો? પરિવર્તન કેવી રીતે જુઓ છો? આ ગ્રુપમાં પ્રશ્નનો ઉત્તર આપવામાં હોશિયાર કોણ છે? જોવાની અને પરખવાની શક્તિ ક્યાં સુધી આવી છે? અચ્છા! યોગની સ્થિતિ માં નિરંતર રહેવાવાળા કોણ છે? દિવ્યગુણોની ધારણામાં દિવ્યગુણ-મૂર્ત કોણ નજર આવે છે? આ કેમ પૂછે છે? કારણ કે જો પરખવાની પ્રેક્ટિસ (અભ્યાસ) હશે, તો જ્યારે દુનિયામાં કાર્ય અર્થ જાઓ છો અને આસુરી સંપ્રદાય ની સાથે સંબંધ રાખવાં પડે છે, તો પરખવાની પ્રેક્ટિસ હોવાથી ઘણી વાતોમાં વિજયી બની શકો છો. જો પરખવાની શકતી નથી તો વિજયી નથી બની શકતાં. આ તો થોડીક દેખરેખ કરી કે પોતાનાં જ પરિવાર ની અંદર ક્યાં સુધી પારખી શકો છો. આમ તો દરેક રત્ન એક-બીજાથી શ્રેષ્ઠ છે. પરંતુ છતાં પણ પરખવાની પ્રેક્ટિસ જરુર જોઈએ. આ પરખવાની પ્રેક્ટિસ નાની વાત નહીં સમજતાં. આનાં પર જ નંબર લઈ શકો છો. કોઈ પણ પરિસ્થિતીને, કોઈ પણ સંકલ્પ વાળી આત્માઓને, વર્તમાન અને ભવિષ્ય - બંને કાળને પણ પરખવાની પ્રેક્ટિસ જોઈએ. વિશેષ કરીને જે પાંડવસેના છે, તેમને આ પરખવાની શક્તિ ખુબ આવશ્યક છે. કારણ કે આપ ગોપો ની સામે ઘણાં પ્રકારની પરિસ્થિતિઓ આવે છે, તેનો સામનો કરવા માટે આ બુદ્ધિ ની સફાઈ ખુબ આવશ્યક છે. પરખવાની પાવર કેવી રીતે આવશે, તેનાં માટે મુખ્ય સાધન કયું છે? પરખવાની શક્તિને તીવ્ર બનાવવા માટે મુખ્ય કયું સાધન છે? પરખવાની રીત કઈ હોવી જોઈએ? તમારી સામે કોઈ પણ આવે તેને પારખી શકો છો? (દરેકે પોત-પોતાનાં વિચાર બતાવ્યાં) બધાં નું રહસ્ય તો એક જ છે. અવ્યક્ત સ્થિતિ કે યાદ અથવા આત્મિક સ્થિતિ, વાત તો આ જ છે. પરંતુ આત્મિક-સ્થિતિ ની સાથે-સાથે યથાર્થ રુપથી તેજ પારખી શકે છે, જેમની બુદ્ધિ માં વધારે વ્યર્થ સંકલ્પ નહીં ચાલતા હશેે, તેમની બુદ્ધિ એક ની જ યાદ માં, એક નાં જ કાર્યમાં અને એકરસ સ્થિતિમાં હશે. તે બીજાને જલદી પારખી શકશે. જેમની બુદ્ધિ માં વધારે સંકલ્પો ઉત્પન થતાં હશે, તો તેમની બુદ્ધિમાં બીજાઓને પારખવાના સમયે પણ પોતાનાં વ્યર્થ સંકલ્પ ની મિલાવટ હશે, એટલે જે જેવાં છે તેવાં પારખી નથી શકે. તો મૂળ રહસ્ય નીકળ્યું - બુદ્ધિ ની સફાઈ. જેટલી બુદ્ધિની સફાઈ હશે એટલાં જ યોગયુક્ત અવસ્થા માં રહી શકશો. આ વ્યર્થ સંકલ્પ અને વિકલ્પ જે ચાલે છે તે અવ્યક્ત સ્થિતિ થવામાં વિઘ્ન છે. વારંવાર આ શરીરનાં આકર્ષણમાં આવી જાઓ છો, તેનું મૂળ કારણ છે કે બુદ્ધિની સફાઈ નથી. બુદ્ધિની સફાઈ અર્થાત્ બુદ્ધિને જે મહામંત્ર મળેલો છે તેમાં બુદ્ધિ મગ્ન રહે. એકની યાદ છોડી અનેક તરફ બુદ્ધિ જવાનાં કારણે શક્તિશાળી નથી રહેતાં. આમ પણ જ્યારે બુદ્ધિ અનેક કાર્ય તરફ લાગેલી હોય છે, તો અનુભવ કર્યો હશે - બુદ્ધિમાં કમજોરી, થકાવટ અનુભવ થાય છે. અને જે પણ છે, યથાર્થ રુપ થી નિર્ણય નથી કરી શકે. આવી રીતે વ્યર્થ સંકલ્પ, વિકલ્પ જે ચાલે છે, એ પણ બુદ્ધિને થકાવટ માં લાવે છે. કોઈપણ થાકેલી આત્મા ન પારખી શકશે, ન નિર્ણય કરી શકશે. કેટલો પણ હોંશિયાર હશે, પણ થકાવટમાં તેમનાં પારખવામાં, નિર્ણય કરવામાં ફરક પડી જાય છે. આખો દિવસ આ સંકલ્પો થી બુદ્ધિ થાકેલી હોવાનાં કારણે નિર્ણય કરવાની શક્તિમાં ખોટ આવી જાય છે. એટલે જ વિજયી નથી બની શકતાં. હાર ખાવાનું મુખ્ય કારણ આ છે - બુદ્ધિ ની સફાઈ નથી. જેમ તેઓની હાથ ની સફાઇ હોય છે ને. તમે પછી બુદ્ધિની સફાઈ થી શું નું શું કરી શકો છો! તેઓ હાથની સફાઇ થી ઝડપ થી બદલી દે છે, વાર નથી લાગતી. એટલે કહેવાય છે જાદુગર. તમારામાં પણ બદલવાનું જાદૂ આવી જશે. હમણાં બદલવાનું શીખ્યા છો, પરંતુ જાદૂ નાં સમાન નથી બદલી શકતાં, અર્થાત્ જલ્દી નથી બદલી શકતાં. સમય લાગે છે. જાદુ કરવાનાં માટે, જેટલો સમય જેમને મંત્ર યાદ રહે છે, એટલો તેમનું જાદૂ સફળ થાય છે. તમને પણ જો મહામંત્ર યાદ હશે તો જાદૂ નાં સમાન કાર્ય થશે. હમણાં આમાં જ વાર લાગે છે. તો હવે આ ભઠ્ઠી થી શું બનીને નીકળશો? (જાદુગર) જો આટલાં જાદુગર ભારત નાં ખૂણેખૂણામાં છવાઇ જશે તો શું થઈ જશે? એક મહિનાની અંદર કંઈ બીજું જ દ્દશ્ય જોવામાં આવશે! હવે તો તૈયારી કરવી પડશે ને? જો આટલાં જાદુગર બદલવાનું કાર્ય શરું કરી દેશે તો પછી શું કરવું પડશે? એવી કંઈક નવીનતા આપ પણ જોવા ઈચ્છો છો અને બાપદાદા પણ ઈચ્છે છે. એવો અવાજ ફેલાઈ જાય કે આ કોણ ક્યાંથી પ્રગટ થયાં છે! એવું લાગે કે એક-એક સ્થાન પર કોઇ અલૌકિક આત્મા અવતરિત થઈને આવી છે! એક અવતાર આટલું કંઈ કરી શકે છે તો આ કેટલાં અવતાર છે! અહીંયાથી જ્યારે જાઓ તો એમ જ સમજીને જજો કે અમે આ શરીરમાં અવતરિત થયેલાં છીએ - ઈશ્વરીય સેવા નાં માટે. જો આ સ્મૃતિ રાખીને જશો તો તમારી દરેક ચલનમાં અલૌકિકતા જોવામાં આવશે. જે પણ તમારા દૈવી પરિવારવાળા અથવા લૌકિક પરિવારવાળા છે, તેઓ અનુભવ કરે કે આ કંઈક અનોખા જ બનીને આવ્યાં છે, બદલાઈ ને આવ્યાં છે. જ્યારે તમારાં બદલવાનો અનુભવ થશે ત્યારે તમે દુનિયાને બદલી શકશો. જો તમારા સર્વ ની બદલાવાની ભાસના નહીં હશે તો દુનિયાને નહીં બદલી શકો. પોતાને બદલાઇ ને દુનિયાને બદલવાની છે. એમ જ સમજીને ચાલજો કે નિમિત્ત માત્ર આ શરીરની લોન લઈને ઈશ્વરીય કાર્ય નાં માટે થોડાં દિવસ માટે અવતરિત થયેલાં છે. કાર્ય સમાપ્ત કરીને પછી ચાલ્યા જઈશું. આ સ્મૃતિ, લક્ષ્ય રાખીને, એવી સ્થિતિ બનાવી ને પછી ચાલજો.
આ બગીચો છે. બાપદાદા ચૈતન્ય બગીચા માં આવે છે. તો થોડી વાણી થી સુગંધ લે છે, થોડી નયનો થી, થોડી મસ્તકનાં મણિ થી. દરેક નાં મસ્તકનાં મણિની ચમક બાપદાદા જુએ છે. એમ જ જો તમે બધાં પણ મસ્તકનાં મણિ ને જોતા રહો તો પછી આ દૃષ્ટી અને વૃત્તિ શુદ્ધ સતોપ્રધાન બની જશે. દૃષ્ટી જે ચંચળ હોય છે તેનું મૂળ કારણ આ છે. મસ્તક નાં મણિને ન જોતાં, શારીરિક રુપ ને જુઓ છો. રુપને ન જુઓ પરંતુ મસ્તકનાં મણિને જુઓ. જ્યારે રુપને જુઓ છો તો એવું જ સમજો કે સાપ ને જોઈ રહ્યાં છીએ. સાપનાં મસ્તક માં મણી હોય છે ને. તો મણી ને જોવાની છે ન કે સાપને. જો શરીર-ભાન માં જુઓ છો તો સમજો સાપને જુઓ છો. સાપને જોયો અને સાપ કરડ્યો! સાપ તો પોતાનું કાર્ય કરશે. સાપ માં વિષ પણ હોય છે. કોઈ-કોઈ વિશેષ સાપ હોય છે જેનામાં મણિ હોય છે. આપ ગોપોએ સાપને કેવી રીતે મારવાનો છે, શું કરશો? આપ સાપને જોવાં છતાં પણ સાપને ન જુઓ. મણિને જ જુવો. મણિ ને જોવાથી સાપ નું જે વિષ છે તે હલકું જશે. જો શરીર રુપી સાપને જોયું તો પછી તેમનાં બની જશો, તેમનાં સમાન બની જશો. પરંતુ મણિ ને જોશો તો બાપદાદાની માળા નાં મણિ બની જશો. કાં તો બનવાનું છે સાપ સમાન અથવા તો બનવાનું છે માળા નાં મણિ. જો મણિ બનવું હોય તો જુઓ પણ મણિ ને. પછી જે આ કમ્પ્લેન (ફરિયાદ) છે તે બદલાઇ ને કમ્પ્લીટ (સંપૂર્ણ) બની જશો; ફક્ત બુદ્ધિ ની પરખ થી. ક્યાં કમ્પ્લેન, ક્યાં કમ્પ્લીટ. રાત-દિવસનો ફરક છે. પરંતુ સિંધી ભાષામાં લખશો તો ફક્ત બે બિન્દી નો ફરક છે. અહીંયા પણ એવું જ છે. બે બિન્દી - એક સ્વયંની, એક બાપદાદાની. આ બે બિન્દી જ યાદ રહે તો કમ્પલેન ને બદલે કમ્પલીટ થઈ જશો. એટલે આજ થી આ પ્રતિજ્ઞા સ્વયં પોતાનાથી કરો. બાપદાદાની સામે તો ઘણી પ્રતિજ્ઞાઓ કરી છે પરંતુ આજે પોતે પોતાનાથી પ્રતિજ્ઞા કરો કે “હવે થી સિવાય મણિ બીજું કાંઈ નહીં જોઈશું અને પોતે જ માળાનાં મણિ બનીને આખી સૃષ્ટિ ની વચ્ચે ચમકીશું”. જ્યારે પોતે મણિ બનશો ત્યારે ચમકશો. જો મણિ નહીં બનશો તો ચમકી નહીં શકો. જ્યારે પ્રતિજ્ઞા કરશો ત્યારે જ પ્રત્યક્ષતા થશે. પોતે પોતાનાથી પૂર્ણ રુપ થી પ્રતિજ્ઞા નથી કરી શકતાં, એટલે પ્રત્યક્ષતા પણ પૂર્ણ રુપથી નથી થઈ શકતી. પ્રત્યક્ષતા ઓછી થવાનું કારણ પોતે પોતાનાથી પ્રતિજ્ઞા માં ખોટ છે. હમણાં-હમણાં બોલો છો, પછી હમણાં-હમણાં ભૂલો છો. પરંતુ હવે પ્રતિજ્ઞા ની સાથે-સાથે આ પણ નિશ્ચય કરો કે પ્રત્યક્ષતા પણ લાવીશું. પાંડવ સેના છે ‘જ્ઞાની તૂ આત્મા’ અને શક્તિ સેના છે ‘સ્નેહી તૂ આત્મા’. જે સ્નેહી છે તે યોગી છે. હમણાં તો એક-એક પાંડવનાં મસ્તક માં ઉમંગ-ઉત્સાહ ઝલકાઇ રહ્યો છે. આ ઉમંગ અને ઉત્સાહ સદા એકરસ રહે. મહેનત જે લીધી છે તેનું ફળ દેખાડવાનું છે. જો લીધેલી મહેનત અહીંયા ચૂકતું નહીં કરો તો પછી સતયુગમાં તે મહેનત નું ફળ આપવું પડશે. એટલે જે મહેનત લીધી છે તેને ભરીને આપજો.
દરેક સેવાકેન્દ્ર થી આ સમાચાર આવવાં જોઈએ - “આ કુમાર તો અવતરિત થઈને આ પૃથ્વી પર પધાર્યા છે”. એવાં સમાચાર જ્યારે આવે ત્યારે સમજો કે ફળ નીકળી રહ્યું છે. હમણાં એવી સ્થિતિની આવશ્યકતા છે. જેમ બાપદાદા લોન લઈને આવે છે ને. હમણાં તો બંને જ લોન લે છે. થોડાં સમય માટે આવે છે. શેનાં માટે? મળવા માટે. આમ જ તમે બધાં પણ સમજો કે અમે લોન લઈને સર્વિસ નાં નિમિત્ત આવ્યાં છીએ - થોડાં સમય નાં માટે. જ્યારે એવી સ્થિતિ થશે ત્યારે બાપ નો પ્રભાવ દુનિયાની સામે આવશે. બંનેવ હિસાબ ઠીક કર્યા છે? કે લેવાનો કર્યો છે, આપવાનો નહીં? ૬ મહિના સુધી એકરસ રહેશો ને. કે ૧૫ દિવસ પછી લખશો - ઇચ્છીએ તો છીએ પરંતુ શું કરીએ, આ થઈ ગયું… એવી કોઈપણ ક્મ્પેલેન નહીં આવે. પછી તો દીદી નું કામ હલકું થઈ જશે. તમે પોતે ભારે હશો તો બધાં કાર્ય ભારે થઈ જશે. બાપદાદાની આશા કહો કે શુદ્ધ સંકલ્પ કહો એ જ રહે છે અને રહેશે જ કે એક-એક નંબરવન હોય. પરંતુ આખાં કલ્પની અંદર જે હમણાં ની સ્થિતિ બનાવશે તે હમણાં નાં હિસાબ થી તો નંબરવન છે ને, જે વાસ્તવિક સંપૂર્ણ સ્ટેજ છે. એટલાં માટે કહી રહ્યાં છે. બધાં આ જ લક્ષ્ય રાખે કે અમે નંબરવન માં જઈશું. આ નહીં વિચારતા કે બધાં કેવી રીતે નંબરવન માં જશે. આમાં મહાદાની નથી બનવાનું. બે વાતો મુખ્ય યાદ રાખવાની છે કે એક તો મણિ ને જોવાનું, દેહરુપી સાપને નથી જોવાનું. અને બીજી વાત, પોતાને અવતરિત સમજો. આ શરીરમાં અવતરિત થઈને કાર્ય કરવાનું છે. અને એક સ્લોગન સદા યાદ રાખવાનું છે કે જે બાપદાદા કહેશે, જે કરાવશે, જેવી રીતે ચલાવશે, તેવું જ કરીશું, ચાલીશું, બોલીશું, જોઈશું. આ છે પાંડવ સેનાનું મુખ્ય સ્લોગન. જે કહેશે તેજ વિચારશું, બીજું કાંઈ વિચારવાનું નથી. આ આંખો થી બીજું કંઈ જોવાનું નથી. આંખો પણ આપી દીધી છે ને. પૂરા પરવાના (પતંગિયા) છો ને. પરવાના ને શમા (દીપક) સિવાય બીજું કંઈ જોવામાં આવે છે શું? તમારી આંખો બીજું કેમ જુએ? જ્યારે બીજું કંઈ જુઓ છો તો (આંખ) દગો આપે છે. પોતાને દગો ન આપો. સંપૂર્ણ અર્થાત્ પૂરા પરવાના છે. આ છે છાપ. રીઝલ્ટ (પરિણામ) તો સારું છે પરંતુ તેને અવિનાશી રાખવાનું છે. જ્યારે જેવું ઈચ્છો તેવી સ્થિતિ બનાવી શકો. મન ને આ ડ્રિલ (કસરત) કરાવવાની છે. આ જરુર પ્રેક્ટિસ કરો - એક સેકન્ડમાં અવાજમાં, એક સેકન્ડમાં પછી અવાજ થી પરે; એક સેકન્ડમાં સર્વિસનાં સંકલ્પમાં આવીએ અને એક સેકન્ડમાં સંકલ્પ થી પરે સ્વરુપમાં સ્થિત થઈ જઈએ. આ ડ્રિલ ની ખુબ આવશ્યકતા છે. એવું નહીં કે શારીરિક ભાન થી નીકળી જ ન શકો. એક સેકન્ડમાં કાર્ય પ્રતિ શારીરિક ભાનમાં આવ્યાં, પછી એક સેકન્ડમાં અશરીરી થઈ જાઓ. જેમની આ ડ્રિલ પાક્કી હશે તે બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. જેમ શારીરિક ડ્રિલ (કસરત) સવારે કરાવાય છે, તેમ આ અવ્યક્ત ડ્રિલ પણ અમૃતવેલા વિશેષ રુપથી કરવાની છે. કરવાનું તો આખો દિવસ છે પરંતુ વિશેષ પ્રેક્ટિસ કરવાનો સમય અમૃતવેલા છે. જ્યારે જુઓ, બુદ્ધિ ખૂબ બીઝી(વ્યસ્ત) છે તો તે જ સમય આ પ્રેક્ટિસ કરો - પરિસ્થિતિમાં હોવા છતાં પણ અમે પોતાની બુદ્ધિને ન્યારી કરી શકીએ છીએ. પરંતુ ન્યારા ત્યારે થઇ શકશો જ્યારે જે પણ કાર્ય કરો છો તે ન્યારી અવસ્થા માં રહીને કરશો. જો તે કાર્યમાં અટેચમેન્ટ (લગાવ ) હશે તો પછી એક સેકન્ડમાં ડીટેચ (ન્યારા) નહીં થશો. એટલે જ આ પ્રેક્ટિસ કરો. કેવી પણ પરિસ્થિતિ હોય. કારણ કે ફાઇનલ (અંતિમ) પેપર અનેક પ્રકાર નાં ભયાનક અને ન ઇચ્છવાં છતાં પણ પોતાની તરફ આકર્ષિત કરવાવાળી પરિસ્થિતિઓની વચ્ચે હશે. તેની તુલના માં જે આજકાલ ની પરિસ્થિતિઓ છે તે કંઈ જ નથી. જે અંતિમ પરિસ્થિતિઓ આવવાવાળી છે, તે પરિસ્થિતિઓની વચ્ચે પેપર થવાનું છે. તેની તૈયારી પહેલેથી કરવાની છે. એટલે જ્યારે પોતાને જુવો કે ખુબ બિઝી (વ્યસ્ત) છું, બુદ્ધિ ખુબ સ્થૂળ કાર્યમાં બીઝી છે, ચારે બાજુ પરિસ્થિતિઓ પોતાની તરફ ખેચવાવાળી છે તો તે સમય પર આ અભ્યાસ કરો. ત્યારે ખબર પડશે ક્યાં સુધી અમે ડ્રિલ (અભ્યાસ) કરી શકીએ છીએ. આ વાત પણ ખુબ આવશ્યક છે. આ ડ્રિલ માં રહેતા રહેશો તો સફળતા ને પામશો. એક-એક સબજેક્ટ (વિષય) નાં નંબર હોય છે. મુખ્ય તો આ જ છે. આમાં જો સારા છો તો નંબર આગળ લઈ શકો છો. જો આ સબ્જેક્ટમાં નંબર ઓછા છે તો ફાઇનલ નંબર આગળ નથી આવી શકતાં. એટલે કહ્યું હતું કે ‘જ્ઞાની તૂ આત્મા’ની સાથે સ્નેહી પણ બનવાનું છે. જે સ્નેહી હોય છે તે સ્નેહ પામે છે. જેનાથી વધારે સ્નેહ હોય છે, તો કહે છે આ તો સુધ-બુધ જ ભૂલી જાય છે. સુધ-બુધ નો અર્થ જ છે પોતાનાં સ્વરુપની જે સ્મૃતિ હોય છે તે પણ ભૂલી જાય છે. બુદ્ધિની લગન પણ એના સિવાય ક્યાંય ન હોય. આવાં જ રહેવા વાળા હોય છે તેને કહેવાય છે સ્નેહી.
આ ગ્રુપ નો વિશેષ ગુણ આ જ છે કે બધી વાતોને શીખવામાં અને ધારણ કરવામાં અને આગળ નાં માટે પણ પોતાને એમાં ચલાવવા માટે ચાત્રક (ઉત્સુક) છે. ચાત્રક બન્યાં છો પરંતુ સાથે ચરિત્રવાન પણ બનવાનું છે. ચાત્રક છો, એ આ ગ્રુપ ની વિશેષતા છે. પરંતુ ચાત્રક નું કાર્ય હોય છે તેનાં તરસ્યા રહેવું. આ ચિત્ર ચરિત્ર માં જુએ, ત્યારે પછી ચાત્રકો ની સાથે પાત્ર પણ કહેશે. હમણાં ચાત્રક તો છો. પછી રીઝલ્ટ આવ્યા પછી બે ટાઇટલ મળશે, હમણાં ચાત્રક છો પછી વિજય માળાની નજીક આવવાના પાત્ર પણ થશો. જે સ્લોગન સંભળાવ્યું અને જે ભઠ્ઠી ની છાપ સંભળાવી તેને કાયમ રાખશો તો બંનેવ ગુણ આવી જશે. અચ્છા!