Search for a command to run...
2 Apr 1970
સંપૂર્ણ સ્ટેજ ની નિશાનીઓ
2 April 1970 · ગુજરાતી
બધાની અંદર સાંભળવાનો સંકલ્પ છે. બાપદાદા ની અંદર શું છે? બાપદાદા સાંભળવાં સંભળાવવાથી પરે લઈ જાય છે. એક સેકન્ડમાં અવાજ થી પરે થતાં આવડે છે? જેમ અવાજ માં કેટલાં સહજ અને જલ્દી આવી જાઓ છો એમ જ અવાજ થી પરે પણ સહજ અને જલ્દી જઈ શકો છો? પોતાને શું કહેવડાવો છો? માસ્ટર સર્વશક્તિમાન. હવે માસ્ટર સર્વશક્તિમાન નો નશો ઓછો રહે છે, એટલે એક સેકન્ડમાં અવાજ માં આવવું, એક સેકન્ડમાં અવાજ થી પરે થઈ જવું આ શક્તિ ની પ્રેક્ટીકલ-ઝલક ચહેરા પર નથી જોતાં. જ્યારે એવી અવસ્થા થઇ જશે, હમણાં-હમણાં અવાજ માં, હમણાં-હમણાં અવાજ થી પરે - આ અભ્યાસ સરળ અને સહજ થઇ જશે ત્યારે સમજો સંપૂર્ણતા આવી છે. સંપૂર્ણ સ્ટેજ ની નિશાની આ છે. સર્વ પુરુષાર્થ સરળ થશે. પુરુષાર્થ માં બધી વાતો આવી જાય છે. યાદની યાત્રા, સર્વિસ, બંને પુરુષાર્થમાં આવી જાય છે. જ્યારે બંનેવ માં સરળ અનુભવ થાય ત્યારે સમજો સંપૂર્ણતાની અવસ્થા પ્રાપ્ત થવાની છે. સંપૂર્ણ સ્થિતિ વાળા પુરુષાર્થ ઓછો કરશે, સફળતા અધિક પ્રાપ્ત કરશે. હમણાં પુરુષાર્થ અધિક કરવો પડે છે તેની તુલનામાં સફળતા ઓછી છે. આજે બાપદાદા બધાની સૂરત (ચહેરા) માં એક વિશેષ વાત ચેક કરી રહ્યાં હતાં. જોઈએ કોને ટચ (સ્પર્શ) થાય છે, કઈ વાત ચેક કરી રહ્યાં હતાં? જ્યારે થોટ રીડર્સ (મનનાં ભાવ જાણકાર) કેચ કરી (પકડી) શકે છે તો માસ્ટર સર્વશક્તિમાન નથી કરી શકે? આ જે ભઠ્ઠી થઈ તેનું પેપર નથી લીધું, તો આજે પેપર લે છે. પાસ તો બધાં છો જ. એક હોય છે પાસ, બીજા હોય જે પાસ વિથ ઓનર (સન્માનનીય પાસ). પાંડવસેના જે છે તે શક્તિઓની આગળ રહે છે. કોઈ આગળ કોઈ પાછળ રહે છે (ગોપો થી) તમે શક્તિઓની આગળ છો કે પાછળ છો? જે આગળ દોડવા ઇચ્છશે એને કોઈ રોકી નથી શકતું. પોતાનો અવરોધ રોકી શકે છે. બાકી કોઈનાં રોકવાથી નથી રોકાતાં. આમ પાંડવો એ પાછળ રહેવું એ જ આગળ હોવું છે. પાછળ શેનાં માટે રહે છે? ગાર્ડ (રખેવાળ) પાછળ રહે છે. તમે પાછળ વાળા ગાર્ડ છો કે આગળ વાળા? કઈ જગ્યા સારી લાગે છે? ગાર્ડ પાછળ રહે છે ગાઈડ (માર્ગદર્શક) આગળ રહે છે. તો ગાઈડ તો આગળ છે જ. નહીં તો પાંડવોને ગાર્ડ બનાવીને શક્તિઓની રખવાળી માટે નિમિત્ત બનાવેલાં છે. પાંડવોએ પાછળ રહીને શક્તિઓને આગળ કરવાની છે. ગાઈડ નથી બનવાનું. ગાર્ડ બનવાનું છે. જયારે પાંડવ ગાઈડ બને છે તો ગડબડ થાય છે. એટલે પાંડવ સેનાએ ગાર્ડ બનવાનું છે. તમે કયા પુરુષાર્થીઓ ની લાઈનમાં છો. પુરુષાર્થીઓ ની કેટલી લાઇનો બનેલી છે?
હવે બાપદાદા એવાં માસ્ટર સર્વશક્તિમાન બનવાનું ભણતર ભણાવી રહ્યાં છે, જેથી કોઈની પણ સૂરતમાં તેની સ્થિતિ અને સંકલ્પ સ્પષ્ટ સમજી શકો. શક પણ ન રહે. સ્પષ્ટ ખબર પડી જાય. આ છે અંતિમ ભણતર ની સ્ટેજ (અવસ્થા). સાકાર રુપમાં થોડીક ઝલક અંતમાં દેખાઈ. જે સાકાર રુપમાં સાથે હતાં તેમણે ઘણી એવી વાતો નોંધ કરી છે. એવી જ સ્થિતિ નંબરવાર બધાં બાળકોની થવાની છે. જ્યારે એવી સ્થિતિ થતી જશે ત્યારે અંતિમ સ્વરુપ અને ભવિષ્ય સ્વરુપ આપ સર્વની સૂરત થી બધાં ને સ્પષ્ટ જોવામાં આવશે. જ્યાં સુધી સાક્ષાત્ સાકાર રુપ નથી બન્યાં ત્યાં સુધી સાક્ષાત્કાર ન થઈ શકે. એટલે આ વિષય પર અતિ સમીપ રત્નો એ ધ્યાન આપવાનું છે. જેટલાં સમીપ એટલાં જ સ્વયં પણ સ્પષ્ટ બીજા પણ તેમની આગળ સ્પષ્ટ દેખાશે. જેટલો-જેટલો જેમનો પુરુષાર્થ સ્પષ્ટ થતો જાય છે એટલી જ તેમની પ્રાલબ્ધ સ્પષ્ટ થતી જાય છે, અને અન્ય પણ તેમની આગળ સ્પષ્ટ થતાં જાય છે. સ્પષ્ટ અર્થાત્ સંતુષ્ટ. જેટલાં સંતુષ્ટ હશો એટલાં જ સ્પષ્ટ હશો. સ્પષ્ટ બાળકોને સાકાર રુપમાં કયા શબ્દો કહેતાં હતાં? સાફ અને સાચ્ચાં. જેમનામાં સચ્ચાઈ અને સફાઈ છે તે સદૈવ સ્પષ્ટ હોય છે. જ્યારે સફાઈ હોય છે તો જ બધી વસ્તુ સ્પષ્ટ જોવામાં આવે છે. આ લેસન ભઠ્ઠીનાં ભણતર નું છેલ્લું લેસન છે. આ જ એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવાનું છે. જે કોઇ પણ વાતમાં એક્ઝામ્પલ બને છે તેમને તેનું ફળ એક્ઝામ (પરીક્ષા) માં એક્સ્ટ્રા (વધારાનાં) માર્કસ મળે છે. ચાર વિશેષ ધ્યાનમાં રાખવાનાં છે. એક યાદનું બળ, સ્નેહનું બળ, સહયોગનું બળ અને સહનનું બળ. આ ચાર વાતો વિશેષ આ ભઠ્ઠીનાં વિષયો હતાં.
આ ચાર વાતો માં બાપદાદા એ રીઝલ્ટ શું કાઢ્યું? હર્ષનું જ રીઝલ્ટ છે. બધાં બળ એક સમાન થવામાં કંઇક ટકાવારી ની ખોટ છે. બળ ચારેવ છે પરંતુ ચારેવ ની સમાનતા હોય. તેમાં ટકાવારી ની ખોટ છે. તો રીઝલ્ટ શું થયું? ૭૫% પાસ. બાકી જે ૨૫% કમી છે, તે ફક્ત એની છે કે સર્વ બળ સમાન હોય. કોઈમાં કોઈ બળ વિશેષ છે, કોઈમાં કોઈ બળ વિશેષ છે. ચારેવ બળ જ્યારે સમાન હોય ત્યારે સમજો સંપૂર્ણ. (આ અવસ્થામાં શરીર છૂટી જાય તો ભવિષ્ય રીઝલ્ટ શું હશે?) જે એવાં પુરુષાર્થી હોય છે છતાં પણ હિંમતવાન તો છે ને. તો બાપદાદાએ પણ બાળકો થી પ્રતિજ્ઞા કરેલી છે કે હિમ્મતે બાળકો મદદે બાપ. એવી હિંમત રાખી ચાલવાં વાળા અંત સુધી આ જ હિંમત માં રહેતાં રહેશે તો એવાં હિંમતવાન બાળકોને કંઈક મદદ મળી જાય છે. બધાંથી બુદ્ધિયોગ હટાવીને અંતમાં એક ની યાદ માં રહેવાનાં જે પુરુષાર્થી છે, એમને મદદ મળવાનાં કારણે સહજ થઈ જાય છે. સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) મળશે કે નહીં તે પછી છે અંત સુધી હિંમત રાખવા પર. જેટલાં લાંબા સમય થી હિંમતમાં ચાલતા રહે છે તે લાંબા સમયની લીંક (કડી) તૂટી નથી તો ગેલપ કરી શકે છે. જો હમણાં પણ કારણે-અકારણે ઘણાં સમયની હિંમત ની લીંક (કડી) તૂટી જાય છે તો પછી સ્કોલરશીપ લેવી મુશ્કેલ છે. જો લાંબા સમય ની લીંક અંત સુધી રહી તો એક્સ્ટ્રા હેલ્પ (વધારાની મદદ) મળી શકે છે. એટલે હવે આ જ લાસ્ટ લેસન પાક્કું કરાવી રહ્યાં છીએ.
હમણાં સુધી ટોટલ રીઝલ્ટ (કુલ પરિણામ) માં શું જોયું? સર્વિસનાં વિષય માં ઇન્ચાર્જ બનતાં આવડે છે પરંતુ યાદનાં વિષય માં બેટરી ચાર્જ કરતાં (આત્મિક બળ ભરતાં) ખૂબ ઓછું આવડે છે. સમજ્યાં. સાકાર રુપમાં અનુભવ જોયો. સાકાર રુપમાં સર્વિસ ની જવાબદારીઓ સૌથી વધારે હતી. બાળકોમાં તેનાથી કેટલી ઓછી છે. બાળકોની ફક્ત સર્વિસની ડ્યુટી (ફરજ) છે. પરંતુ સાકાર રુપમાં તો બધી ડ્યુટી હતી. સંકલ્પો નો સાગર હતો. જવાબદારીઓનાં સંકલ્પોમાં હતાં તો પણ સાગરની લહેરોમાં જોતાં હતાં કે સાગરનાં તળિયામાં જોતાં હતાં? બાળકોને લહેરોમાં લહેરાતાં આવડે છે પરંતુ તળિયામાં જતાં નથી આવડતું. તેનું સહજ સાધન પહેલાં સંભળાવ્યું કે પ્રેક્ટિસ કરો. હમણાં-હમણાં અવાજ માં આવ્યાં, પછી માસ્ટર સર્વશક્તિમાન બની હમણાં-હમણાં અવાજ થી પરે. હમણાં-હમણાં નો અભ્યાસ કરો. કેટલાં પણ કારોબારમાં હોવ પરંતુ વચમાં-વચમાં એક સેકન્ડ પણ કાઢીને એનો જેટલો અભ્યાસ, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું પ્રેક્ટીકલ રુપ બનતું જશે. પ્રેક્ટિસ ઓછી છે એટલે પ્રેક્ટીકલ રુપ નથી. ક્યારેક સાગરની લહેરોમાં, ક્યારેક તળિયામાં, આ અભ્યાસ કરો. આજે વિશેષ વાત એ ચેક કરી રહ્યાં હતાં કે બાળકોમાં જેટલું સાહસ છે એટલી જ સહનશક્તિ છે? સાહસ રાખવાની શક્તિ કેટલી છે અને સહનશક્તિ કેટલી છે? આ જોઈ રહ્યાં હતાં. જેટલાં-જેટલાં સ્વયં પુરુષાર્થ માં સંતુષ્ટ અને સ્પષ્ટ હશો એટલાં બીજા તેમની આગળ સ્પષ્ટ દેખાશે. હવે પેપર પણ થયું, રિઝલ્ટ પણ સંભળાવી. બાકી પાંડવોની વાત રહી ગઈ. બાપદાદાની પાસે પુરુષાર્થીઓ ની કેટલી લાઇનો છે? બીજાઓને ન જોઈ પોતાની લાઇનને તો જોતાં હશો કે લાઈનને પણ ન જોઈ પોતાને જુઓ છો? એક છે તીવ્ર પુરુષાર્થીઓની લાઈન, બીજી છે પુરુષાર્થીઓની લાઈન, ત્રીજી છે ગુપ્ત પુરુષાર્થીઓની લાઈન અને ચોથી છે ઢીલા પુરુષાર્થીઓની લાઈન. હવે બતાવો તમે કઈ લાઇન માં છો? હવે એવો સમય જલદી આવશે જે આ શબ્દ નહીં બોલશો કે આપ જાણો. નહીં. આપણે બધાં જાણીએ છીએ. કારણ કે માસ્ટર સર્વશક્તિમાન છીએ ને. બધી શક્તિઓ સમાન રુપમાં જ જશે. પછી માસ્ટર સર્વશક્તિમાન થઇ જશો. બાપનો એટલો નિશ્ચય છે. નિશ્ચયબુદ્ધિ છે, તે વિજયી છે જ. બાપ અને સ્વયં માં નિશ્ચયબુદ્ધિ છે તો વિજય ક્યાં જશે? નિશ્ચયબુદ્ધિ ની પાછળ-પાછળ વિજય આવે છે. તેઓ વિજય ની પાછળ નથી દોડતાં, વિજય તેમની પાછળ દોડે છે. અમે વિજયી બન્યાં એ સંકલ્પ નો પણ તે ત્યાગ કરી લે છે. એવાં સર્વસ્વ ત્યાગી છો? સર્વસ્વ ત્યાગી અને સર્વ સંકલ્પો નાં ત્યાગી. ફક્ત સર્વ સંબંધોનો ત્યાગ નહીં. સર્વ સંકલ્પો થી પણ ત્યાગી. આ જ સંપૂર્ણ સ્થિતિ છે. બાપદાદા શું જુએ છે? વિજય નો તારો. તો બાપદાદાની લિસ્ટમાં વિજયી તારાઓ છો. જેમ બીજા કાર્યમાં એકબીજાનાં સહયોગી છો તેમ જ ભવિષ્યમાં પણ એકબીજાનાં સહયોગી જોવામાં આવી રહ્યાં છો. બનવાનું નથી જોવામાં આવી રહ્યાં છો. એટલાં જ સમીપ આવવાનું છે, જેટલો હમણાં અવાજ કરી રહ્યાં છો અને પહોંચી રહ્યો છે. હવે આપ સૌએ સર્વ વાતોમાં થોડાં સમયમાં પૂરું ફોલો (અનુસરણ) કરવાનું છે. કરી રહ્યાં છો અને કરતાં જ રહેશો.
તમારાં લોકોનું પહેલાં-પહેલાં જે સંગઠન બનાવ્યું હતું તે શું કરી રહ્યાં છે? શેના માટે સંગઠન બનાવ્યું હતું? યજ્ઞની સંભાળ ની સાથે સંગઠન માં રહેવાવાળા સ્વયં ની પણ સંભાળ કરી રહ્યાં છે? જે સ્વયં ની સંભાળ કરે છે તે યજ્ઞની પણ સંભાળ કરે છે. જે સ્વયં ની સંભાળ નથી કરી શકતાં તે યજ્ઞની પણ સંભાળ નથી કરી શકતાં. આ સંગઠન ને શું-શું કરવાનું છે આ તેમને પણ સ્પષ્ટ નથી, એટલે પછી જ્યારે સહજ થઈ શકે ત્યારે સાથીઓને બોલાવજો. જ્યારે તમે બોલાવશો ત્યારે બાપદાદા આવશે. બાપદાદાને આવવામાં વાર નથી લાગતી. પોતાનાં ગ્રુપની પછી ક્યારેય દેખરેખ કરી? પાંડવ ગ્રુપ અને શક્તિ ગ્રુપ, આ છે સર્વિસ ગ્રુપ. પરંતુ જે પાંડવોનું ગ્રુપ અને યજ્ઞ માતાઓનું ગ્રુપ હતું તેનાં શું હાલચાલ છે? મુખ્ય કેન્દ્રની સમીપ આવવાથી દેખરેખ કરી શકશો. આ ગ્રુપને પોતાનું કર્તવ્ય જ છે. ફક્ત ૮ દિવસનું નહીં. (સંમેલનનું રીઝલ્ટ?) જે ભઠ્ઠીનું રીઝલ્ટ બતાવ્યું તે જ સંમેલનનું રીઝલ્ટ છે. ચારેબ બળ સમાન હોય તેમાં ૨૫% ની ખોટ સંભળાવી. સમજ્યાં. પાસ વિથ ઓનર હોત તો ખબર નહીં શું થાત. બધાં પાસે (સમીપ) આવી જાત. હમણાં ફક્ત અવાજ કર્યો છે. લલકાર નથી કર્યો. આની પણ યુક્તિ બતાવી કે ચારેવ બળ ની સમાનતા હોવી જોઈએ. ક્યારેક કયા બળ ની વિશેષતા ક્યારેક કયા બળની. પરંતુ ચારેવ બળ સમાન રાખી સર્વિસ કરવાથી લલકાર થશે. લલકાર ન થવાનું પણ કારણ છે. સંમેલનની વાત નથી કરી રહ્યાં. પરંતુ ટોટલ અવાજ નીકળે છે હમણાં લલકાર નથી નીકળતી. અવાજ ફેલાયો છે. સૂતેલાઓ ને જગાડ્યાં નથી, ફક્ત પડખું બદલાવ્યું છે. લલકાર ન થવાનું કારણ શું છે? બતાવો. લલકાર ત્યારે થશે જ્યારે કોઈ પણ વાતનો અંગીકાર (સ્વીકાર) નહીં કરશો. હમણાં શું થાય છે ઘણી વાતો નો સ્વીકાર કરી લો છો, ભલે સ્થૂળ, ભલે સૂક્ષ્મ. જ્યારે કોઈપણ સંકલ્પ માં પણ અંગીકાર અથવા સ્વીકાર ન થાય ત્યારે લલકાર થાય. હમણાં મિક્સ (ભળેલું) છે. એટલે રિઝલ્ટ પણ મિક્સ છે. જે કલ્પ પહેલાં ફિક્સ (નક્કી) થયેલ રીઝલ્ટ છે તે હમણાં નથી. એ ફિક્સ ને પણ જાણો છો, હમણાં મિક્સ છે. સમજ્યાં. પોતાપણા ને પણ સ્વીકાર ન કરે. હું આ છું, હું સર્વિસએબલ (સેવાધારી) છું. હું મહારથી છું, હું આ કરું છું, આ કર્યુ... આ બધામાં હું પણું નીકળીને બાબા-બાબા શબ્દ આવશે ત્યારે લલકાર થશે. પરમાત્મામાં જ પરમ બળ હોય છે. આત્માઓ માં યથાશક્તિ હોય છે. તો બાબા કહેવાથી પરમ બળ આવશે. હું કહેવાથી યથાશક્તિ બળ આવે છે. એટલે રિઝલ્ટ પણ યથાશક્તિ હોય છે.
હવે ભાષા પણ બદલાય. સાકાર રુપમાં બધું દેખાડ્યું. ક્યારેય કહ્યું કે હું આ ચલાવી રહ્યો છું? મેં મુરલી સારી ચલાવી, ક્યારેય કહ્યું? મેં સર્વિસ કરી મેં બાળકોને ટચ કર્યુ, ક્યારેય કહ્યું? આ સ્વીકાર કરવું ખતમ થઈ જવાનું છે. આને કહેવાય છે જે વાયદો કર્યો છે તે નિભાવવો. તમે લોકો એક ગીત ગાતાં હતાં તુમ્હી પર મર મિટેગે હમ….યાદ આવે છે? મરી મટવું કોને કહેવાય છે? હું પણું મટાવવું એ જ મરી મટવું છે. સ્વીકાર ન કરો તો લલકાર કરી શકો છો. કોઈ પણ વાત, ન નિંદા-સ્તુતિ, ન હું, ન તમે, ન મારું તારું, કાંઈ પણ અંગીકાર (સ્વીકાર) ન કરવું ત્યારે લલકાર થશે. તમે મનમાં સંકલ્પ પછી કરો છો. તમારા મનમાં સંકલ્પ પહોંચતાં જ ત્યાં પહોંચી જાય છે. કેમ પહેલાં પહોંચે છે આ પણ ગુહય રહસ્ય છે. તમે લોકો મનમાં જે સંકલ્પ કરો છો તે તમારાં મનમાં પછી આવે છે એની પહેલાં બાપદાદાની પાસે સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે સંપૂર્ણ બનવાથી ડ્રામાની દરેક નોંધ સ્પષ્ટ જોવામાં આવે છે. એટલે ડ્રામાની નોંધને પહેલાંથી જ સ્પષ્ટ જોઈ શકે છે. એટલે ભવિષ્ય જોઈને પહેલાંથી વાત કરે છે. પહેલાંથી જેમ કે પહોંચેલું જ છે. પછી જ્યારે તમે લોકો પાર્ટ ભજવો છો, બાપદાદા પણ પાર્ટ ભજવે છે. તમે રુહરુહાન કરવાનો પાર્ટ ભજવો છો, બાપદાદા સાંભળવાનો પાર્ટ ભજવે છે. સમજ્યાં. જે જેવાં છે તેવાં સ્વયંને પૂરા ન પણ જાણી શકે પરંતુ બાપદાદા જાણી શકે છે. તો હવે ચારેય બળ સમાનતામાં લાવવાનાં છે. ત્યારે સાકાર સમાન બની જશો. જેટલાં સંસ્કારોને સમાનતામાં લાવશો એટલાં જ સમીપ આવશો. કયા સંસ્કાર? સાકાર રુપનાં સંસ્કાર ઉપરામ અને સાક્ષીદૃષ્ટા આ સાકારની સંપૂર્ણ સ્થિતિનાં શ્રેષ્ઠ લક્ષણ હતાં. આ સંસ્કારોમાં સમાનતા લાવવાની છે. આ ગુણો થી સર્વનાં દિલો પર વિજયી થશો. જે સંગમ પર સર્વનાં દિલો પર વિજયી બને છે તે જ ભવિષ્યમાં વિશ્વ મહારાજન બને છે. વિશ્વમાં સર્વ આવી જાય છે. તો બીજ અહીં નાખવાનું છે, ફળ ત્યાં લેવાનું છે. અચ્છા - ઓમ શાંતિ