Search for a command to run...
5 Apr 1970
સર્વ પોઇન્ટ નો સાર પોઇન્ટ (બિંદુ) બનો
5 April 1970 · ગુજરાતી
બધાં સાંભળવાં ઇચ્છો છો કે સંપૂર્ણ બનવાં ઇચ્છો છો? સંપૂર્ણ બન્યાં પછી સાંભળવાનું હશે? પહેલાં છે સાંભળવું પછી છે સંપૂર્ણ બની જવું. આટલી બધી પોઇન્ટ (જ્ઞાન) સાંભળી છે, એ બધી પોઇન્ટનું સ્વરુપ શું છે જે બનવાનું છે? બધાં સાંભળેલાં પોઇન્ટનું સ્વરુપ શું બનવાનું છે? સર્વ પોઇન્ટનો સાર અથવા સ્વરુપ પોઇન્ટ (બિંદુ) જ બનવાનું છે. બધાં પોઈન્ટ નો સાર પણ પોઈન્ટ માં આવે છે તો પોઈન્ટ રુપ બનવાનું છે. પોઇન્ટ અતિ સૂક્ષ્મ હોય છે જેમાં બધું સમાયેલું છે. આ સમયે મુખ્ય પુરુષાર્થ કયો ચાલી રહ્યો છે? હમણાં પુરુષાર્થ છે વિસ્તાર ને સમાવવાનો. જેમને વિસ્તાર ને સમાવવાની રીત આવડી જાય છે તે જ બાપદાદાનાં સમાન બની જાય છે. પહેલાં પણ સંભળાવ્યું હતું ને કે સમાવવાનું અને સમેટવાનું છે. જેને સમેટતાં આવડે છે તેને સમાવતાં પણ આવડે છે. બીજમાં કઈ શક્તિ છે? વૃક્ષ નાં વિસ્તારને પોતાનામાં સમાવવાની. તો હવે શું પુરુષાર્થ કરવાનો છે? બીજ સ્વરુપ સ્થિતિમાં સ્થિત થવાનો અર્થાત્ પોતાનાં વિસ્તાર ને સમાવવાનો. તો આ ચેક કરો. વિસ્તાર કરવો તો સહજ છે પરંતુ વિસ્તાર ને સમાવવો સરળ થયું છે? આજકાલ સાયન્સ વાળા પણ વિસ્તાર ને સમેટવાનો જ પુરુષાર્થ કરી રહ્યાં છે. સાયન્સ પાવર (વિજ્ઞાનિક શક્તિ) વાળા પણ તમારી સાઈલેન્સ (શાન્તિ) ની શક્તિ વાળાઓની કોપી કરે છે. જેમ-જેમ સાઈલેન્સ ની શક્તિ સેના પુરુષાર્થ કરે છે તેવો જ તે પણ પુરુષાર્થ કરી રહ્યાં છે. પહેલાં સાઇલેન્સ ની શક્તિ સેના ઇન્વેન્શન (શોધ) કરે છે પછી સાયન્સ પોતાનાં રુપથી ઇન્વેન્શન કરે છે. જેમ-જેમ અહીંયા રિફાઇન (શુધ્ધ) થતાં જાઓ છો તેમ જ સાયન્સ પણ રિફાઇન થતું જાય છે. જે વાતો પહેલાં તેમને પણ અસંભવ લાગતી હતી તે હવે સંભવ થતી જઈ રહી છે. તેવી જ રીતે અહીંયા પણ અસંભવ વાતો સરળ અને સંભવ થતી જાય છે. હવે મુખ્ય પુરુષાર્થ એ જ કરવાનો છે કે અવાજ માં આવવું જેટલું સરળ છે એટલું જ અવાજ થી પરે જવાનું સરળ થાય. આને જ સંપૂર્ણ સ્થિતિની સમીપ ની સ્થિતિ કહેવાય છે.
આ ગ્રુપ કયું છે? આ ગ્રુપ નાં દરેક મૂર્ત માં પોત-પોતાની વિશેષતા છે. વિશેષતા નાં કારણે જ સૃષ્ટિમાં વિશેષ આત્માઓ બન્યાં છે. વિશેષ આત્માઓ તો છો જ. હવે શું બનવાનું છે? વિશેષ છો, હવે શ્રેષ્ઠ બનવાનું છે. શ્રેષ્ઠ બનવા માટે ભઠ્ઠીમાં શું કરશો? આ ગ્રુપમાં એક વિશેષતા છે જે કોઈમાં નહોતી. એ કઈ એક વિશેષતા છે? પોતાની વિશેષતા ને જાણો છો? આ ગ્રુપની એ જ વિશેષતા જોઈ રહ્યાં છે કે પુરુષાર્થી ની સરખામણી માં એકબીજાનાં નજીક છે. દરેકનાં મનમાં કંઈક કરીને દેખાડવાનો જ ઉમંગ છે. એટલે આ ગ્રુપ ને બાપદાદા આ જ નામ આપી રહ્યાં છે - હોવનહાર અને ઉમ્મીદવાર ગ્રુપ અને આ જ ગ્રુપ છે જે સૃષ્ટિની સામે પોતાનું અસલી રુપ પ્રત્યક્ષ કરીને દેખાડી શકે છે. મેદાનમાં ઉભેલી સેના આ છે. તમે લોકો તો બેકબોન (આધાર સ્તંભ) છો. તો બાપદાદાનાં કર્તવ્યને પ્રત્યક્ષ કરવાની આ ભુજાઓ છે. ખબર છે કે ભુજાઓમાં કયા-કયા અલંકાર હોય છે? બાપદાદાની ભુજાઓ અલંકારધારી છે. તો પોતે પોતાનાંથી પૂછો કે અમે ભુજાઓ અલંકારધારી છીએ? કયા-કયા અલંકાર ધારણ કરીને મેદાન પર ઉપસ્થિત છો? સર્વ અલંકારો ને જાણો છો ને? તો અલંકારધારી ભુજાઓ છો? અલંકારધારી શક્તિઓ જ બાપદાદાનો શો (પ્રત્યક્ષ) કરે છે. શક્તિઓ ની ભુજાઓ ક્યારેય પણ ખાલી નથી દેખાડતાં. અલંકાર હંમેશા હશે તો લલકાર થશે. તો બાપદાદા આજે શું જોઈ રહ્યાં છે? એક-એક ભુજાનાં અલંકાર અને ગતિ. આ ગ્રુપને ભઠ્ઠીમાં શું કરાવશે? શક્તિઓનો મુખ્ય ગુણ કયો છે?
આ ગ્રુપમાં એક તો શક્તિપણાનો પહેલો ગુણ નિર્ભયતા અને બીજો વિસ્તાર ને એક સેકન્ડમાં સમેટવાની યુક્તિ પણ શીખવાડવાની. એકતા અને એકરસ. અનેક સંસ્કારો ને એક શુધ્ધ સંસ્કાર કેવી રીતે બનાવાય - આ પણ આ ભઠ્ઠીમાં શીખવાડવાનું છે. ઓછો સમય અને ઓછાં બોલ પરંતુ સફળતા અધિક હોય. આ રીત પણ શીખવાડવાની છે. સાંભળવાનું અને સ્વરુપ બની જવાનું છે. સાંભળવાનું વધારે અને સ્વરુપ બનવાનું ઓછું, ના. સાંભળતાં જવું અને બનતાં જવું. હવે સાક્ષાત્કાર મૂર્ત બનીને જજો, વાચા મૂર્ત નહીં. જે પણ આપ સૌને જુએ તો આકારી અને અલંકારી જુએ. સેન્સ (સમજ) ખૂબ છે પરંતુ હવે શું કરવાનું છે? જ્ઞાનનું જે ઈસેન્સ (સાર) છે એમાં રહેવાનું છે. સેન્સ (સમજ) ને ઈસેન્સ (સાર) માં લગાવી દેવાની છે. ત્યારે જ બાપદાદા જે ઉમ્મીદ રાખે છે તે પ્રત્યક્ષ દેખાડશો. ઈસેન્સ ને જાણો છો ને. જે આ જ્ઞાનની આવશ્યક વાતો છે તે જ ઈસેન્સ છે. જો તે આવશ્યક વાતો ધારણ કરી લો તો બધી આવશ્યકતાઓ પૂરી થઈ જશે. હમણાં કોઈ ને કોઈ આવશ્યકતાઓ છે. પરંતુ આ આવશ્યકતાઓને સદા માટે પૂર્ણ કરવા માટે બે આવશ્યક વાતો છે. જે બતાવી - આકારી અને અલંકારી બનવું. આકારી અને અલંકારી બનવાનાં માટે ફક્ત એક શબ્દ ધારણ કરવાનો છે. તે કયો શબ્દ છે જેમાં આકારી અને અલંકારી બંને આવી જાય? તે એક શબ્દ છે લાઈટ. લાઈટ નો અર્થ એક તો જ્યોતિ પણ છે અને લાઈટ નો અર્થ હલકું પણ છે. તો હલકાપણું અને પ્રકાશમય પણ. અલંકારી પણ અને આકારી પણ. જ્યોતિ સ્વરુપ પણ જ્વાળા સ્વરુપ પણ અને પછી હલકાં, આકારી. તો એક જ લાઈટ શબ્દ માં બંને વાતો આવી ગઈ ને. આમાં કર્તવ્ય પણ આવી જાય છે. કર્તવ્ય શું છે? લાઈટ હાઉસ (દીવાદાંડી) બનવું. લાઈટ માં સ્વરુપ પણ આવી જાય છે. કર્તવ્ય પણ આવી જાય છે.
દરેક ટીચર્સને બાપદાદા દ્વારા પર્સનલ (વ્યક્તિગત) જ્ઞાન રત્નોની સોગાત (ભેટ) મળી.
ટીકો કેમ લગાવાય છે? જેમ તિલક મસ્તક પર જ લગાવવામાં આવે છે, એમ જ બિંદુ સ્વરુપ, આ પણ તિલક છે જે સદૈવ લાગેલું જ રહે. બીજું ભવિષ્યનું રાજતિલક, આ પણ તિલક જ છે. બન્ને ની સ્મૃતિ રહે તેની નિશાની આ તિલક છે. નિશાની ને જોઈ નશો રહે. આ નિશાની સદાકાળ માટે આપવામાં આવે છે. જેમ સંભળાવ્યું હતું પોઇન્ટ, તેમ આ તિલક પણ પોઇન્ટ છે. સમેટતાં અને સમાવતાં આવડે છે? સમેટવું અને સમાવવું આ જાદુગરીનું કામ છે. જાદુગર લોકો કોઈ પણ વસ્તુ ને સમેટીને પણ બતાવે, સમાવીને પણ બતાવે. આટલી મોટી વસ્તુ નાનામાં પણ સમાવીને દેખાડે. આ જ જાદુગરી શીખવાની છે. પ્રેક્ટિસ આ કરો. વિસ્તારમાં જઈને પછી ત્યાં જ સમાવવાનો પુરુષાર્થ કરો. જે સમયે જુઓ કે બુદ્ધિ ખૂબ વિસ્તારમાં ગયેલી છે તે સમયે આ અભ્યાસ કરો. આટલાં વિસ્તારને સમાવી શકો છો? ત્યારે તમે બાપનાં સમાન બનશો. બાપને જાદુગર કહે છે ને. તો બાળકો શું છે? શીતળ સ્વરુપ અને જ્યોતિ સ્વરુપ, બંને સ્વરુપ માં સ્થિત થતાં આવડે છે? હમણાં-હમણાં જ્યોતિ સ્વરુપ, હમણાં-હમણાં શીતળ સ્વરુપ. જ્યારે બંને સ્વરુપમાં સ્થિત થતાં આવડે છે, ત્યારે એકરસ સ્થિતિ રહી શકે છે. બંને ની સમાનતા જોઈએ એ જ વર્તમાન પુરુષાર્થ છે.
આ પુષ્પ કેમ આપી રહ્યાં છે? અનેક જન્મોમાં જે બાપ ની પૂજા કરી છે તેનું રિટર્ન (વળતર) એક જન્મમાં બાપદાદા આપે છે. જે ન્યારા હોય છે તે જ અતિ પ્યારા હોય છે. જો સર્વનાં અતિ પ્યારા બનવું હોય, તો સર્વ વાતો થી જેટલાં ન્યારા બનશો એટલાં સર્વનાં પ્યારા. જેટલું ન્યારાપણું એટલું જ પ્યારાપણું. અને એવાં જે ન્યારા પ્યારા હોય છે તેમને બાપદાદાનો સહારો મળે છે. ન્યારા બનતાં જવું અર્થાત્ પ્યારા બનતાં જવું. જો માનો કોઈ આત્માનાં પ્યારા નથી બની શકતાં તો તેનું કારણ એ હોય છે કે તે આત્માનાં સંસ્કાર અને સ્વભાવ થી ન્યારા નથી બનતાં. જેટલો જેમનો ન્યારાપણાનો અનુભવ હશે એટલાં સ્વતઃ પ્યારા બનતાં જશે. પ્યારા બનવાનો પુરુષાર્થ નહીં, ન્યારા બનવાનો પુરુષાર્થ કરવાનો છે. ન્યારા બનવાની પ્રાલબ્ધ છે પ્યારા બનવું. આ હમણાં ની પ્રાલબ્ધ છે. જેમ બાપ બધાંને પ્યારા છે તેમ બાળકોએ આખા જગત ની આત્માઓનાં પ્યારા બનવાનું છે. તેનો પુરુષાર્થ સંભળાવ્યો કે તેની ચલન માં ન્યારાપણું. તો આ પુષ્પ છે જગ થી ન્યારા અને જગ થી પ્યારા બનવાનું. આ ગ્રુપમાં હર્ષ-પણું પણ છે, હવે હર્ષ માં શું એડ (ઉમેરો) કરવાનું છે? આકર્ષણ મૂર્ત કેવી રીતે બનશો? જ્યારે પોતાંની બુદ્ધિ બધાં આકર્ષણો થી પરે હશે તો આકર્ષણ મૂર્ત બનશો. જ્યાં સુધી બુદ્ધિમાં કોઈપણ આકર્ષણ છે તો તે આકર્ષિત નથી હોતાં. જે આકર્ષણ મૂર્ત બને છે તે જ આકારી મૂર્ત બને છે. બાપ આકારી હોવા છતાં પણ આકર્ષણ મૂર્ત હતાં ને. જેટલાં-જેટલાં આકારી એટલાં-એટલાં આકર્ષણ. જેમ એ લોકો પૃથ્વી થી પરે સ્પેસ (અંતરીક્ષ) માં જાય છે ત્યારે પૃથ્વીનાં આકર્ષણ થી પરે જાય છે. તમે જૂની દુનિયાનાં આકર્ષણ થી પરે જશો. પછી ન ઇચ્છવાં છતાં પણ આકર્ષણ મૂર્ત બની જશો. સાકારમાં હોવાં છતાં પણ બધાને આકારી જોવાનાં છે. સર્વિસ (સેવા) નું પણ ખૂબ બળ મળે છે. એક છે પોતાનાં પુરુષાર્થ નું બળ. એક બીજાઓની ની સર્વિસ કરવાથી પણ બળ મળે છે. તો બંનેવ બળ પ્રાપ્ત થાય છે. બાપદાદાનો સ્નેહ કેવી રીતે પ્રાપ્ત થાય છે, ખબર છે? જેટલાં-જેટલાં બાપનાં કર્તવ્યમાં સહયોગી બનો છો એટલો-એટલો સ્નેહ. કર્તવ્યનાં સહયોગ થી સ્નેહ મળે છે. એવો અનુભવ છે? જે દિવસે કર્તવ્ય થી અધિક સહયોગી થાઓ છો, તે દિવસ સ્નેહ નો વિશેષ અધિક અનુભવ થાય છે? સદા સહયોગી સદા સ્નેહી. સ્વમાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? જેટલાં નિર્માણ એટલું સ્વમાન. અને જેટલાં-જેટલાં બાપદાદાનાં સમાન એટલું જ સ્વમાન. નિર્માણ પણ બનવાનું છે સમાન પણ બનવાનું છે. એવો જ પુરુષાર્થ કરવાનો છે. નિર્માણતા માં પણ કમી નથી તો સમાનતા માં પણ કમી નથી. પછી સ્વમાન માં પણ ખોટ નથી. પોતાનાં સ્વમાન ની પરખ સમાનતા થી જોવાની છે.
બાપદાદાનો પોતાનાથી સાક્ષાત્કાર કરાવવાં માટે શું બનવું પડશે? કોઈપણ વસ્તુ નો સાક્ષાત્કાર શેમાં થાય છે? દર્પણમાં. તો પોતાને દર્પણ બનાવવાં પડશે. દર્પણ ત્યારે બનશો જ્યારે સંપૂર્ણ અર્પણ થશો. સંપૂર્ણ અર્પણ તો શ્રેષ્ઠ દર્પણ, જે દર્પણ માં સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. જો યથાયોગ્ય યથાશક્તિ અર્પણ છે તો દર્પણ પણ યથાયોગ્ય યથાશક્તિ છે. સંપૂર્ણ અર્પણ અર્થાત્ સ્વયનાં ભાન થી પણ અર્પણ. પોતાને શું સમજવાનું છે? વિશેષ કુમારીઓનું કર્તવ્ય એ જ છે જે બધાં બાપદાદાનો સાક્ષાત્કાર કરાવે. ફક્ત વાણીથી નહીં પરંતુ પોતાની સૂરત (ચહેરા) થી. જે બાપમાં વિશેષતાઓ હતી સાકાર માં, તે પોતાનામાં લાવવાની છે. આ છે વિશેષ ગ્રુપ. આ ગ્રુપને જેમ સાકાર માં કહેતાં હતાં, ઓટે સો અર્જુન સમાન અલ્લાહ. તો આ ગ્રુપને પણ અલ્લાહ સમાન બનવાનું છે. એવું કરીને દેખાડવું જેમ મસ્તકમાં આ તિલક ચમકે છે એવાં સૃષ્ટિમાં સ્વયં ને ચમકાવવાનાં છે. એવું લક્ષ્ય રાખવાનું છે. સર્વિસમાં સહયોગી હોવાનાં કારણે બાપદાદાનો વિશેષ સ્નેહ પણ છે. સહયોગ અને સ્નેહની સાથે હવે શક્તિ ભરવાની છે. હવે શક્તિરુપ બનવાનું છે. હવે શક્તિ સ્વરુપ બનવાનું છે. શક્તિઓમાં વિશેષ કઈ શક્તિ ભરવાની છે? સહનશક્તિ. જેમાં સહનશક્તિ ઓછી તેમાં સંપૂર્ણતા પણ ઓછી. વિશેષ આ શક્તિને ધારણ કરીને શક્તિસ્વરુપ બની જવાનું છે. તૃપ્ત આત્મા જે હોય છે તેનો વિશેષ ગુણ છે નિર્ભયતા અને સંતુષ્ટ રહેવું. જે સ્વયં સંતુષ્ટ રહે છે અને બીજાઓને પણ સંતુષ્ટ રાખે છે તેમાં સર્વગુણ આવી જાય છે. જેટલાં-જેટલાં શક્તિસ્વરુપ હશો તો કમજોરી સામે રહી ન શકે. તો શક્તિરુપ બનીને જજો. બ્રહ્માકુમારી પણ નહીં, કુમારી રુપમાં ક્યાંક-ક્યાંય કમજોરી આવી જાય છે. શક્તિ રુપમાં સંહારની શક્તિ છે. શક્તિ સદૈવ વિજયી છે. શક્તિઓનાં ગળામાં સદૈવ વિજયની માળા હોય છે. શક્તિરુપ ની વિસ્મૃતિ થી વિજય પણ દૂર થઇ જાય છે એટલે સદા પોતાને શક્તિ સમજજો.
બાળકો બાપથી મોટાં જાદુગર છે. બાપથી મોટાં જાદુગર એટલાં માટે છે, જે બાપને જે બનાવવાં ઈચ્છે તે બનાવી શકે છે. બાપનાં માટે તો ગાયન છે કે જે ઈચ્છે તે બનાવી શકે પરંતુ ભગવાનને જે ઈચ્છે તે બનાવી શકે, તે કોણ? બાળકો. અવ્યક્ત હોવાં છતાં પણ વ્યક્તમાં લાવે આ જાદુગરી કહેવાય? અવ્યક્ત થવાનાં દિવસો નજીક છે ત્યારે તો અવ્યક્ત ની લિફ્ટ મળી છે. જ્ઞાનમૂર્ત અને યાદમૂર્ત બન્નેમાં સમાન બનવાનું છે. જયારે ઈચ્છો ત્યારે જ્ઞાનમૂર્ત જયારે ઈચ્છો ત્યારે યાદમૂર્ત બનો. જેટલાં જે પોતે યાદમૂર્ત થઇ ને રહે છે એટલાં જ તે બીજાઓને બાપની યાદ અપાવી શકે છે. યાદમૂર્ત બની બધાને યાદ અપાવવાની છે. સમયની વાટ જોઈ રહી છો કે સમય તમારી વાટ જુએ છે? સમયનાં માટે પોતાએ વાટ નથી જોવાની. પોતાને સદૈવ એવાં જ એવરરેડી (સદા તૈયાર) રાખવાનાં છે જે ક્યારેય પણ સમય આવી જાય. વાટ જોવાની સમાપ્ત કરીને વ્યવસ્થા કરવાની છે. જ્યારે પોતાની વ્યવસ્થા પૂરી થાય છે પછી વાટ જોવાની આવશ્યકતા નથી રહેતી. આને જ કહેવાય છે એવરરેડી. બધામાં એવરરેડી. ફક્ત સેવામાં નહીં, પુરુષાર્થમાં પણ એવરરેડી. સંસ્કારોને સમીપ કરવામાં પણ એવરરેડી. વિશેષ સ્નેહ છે એટલે વિશેષ બનાવવાની વાતો ચાલી રહી છે. વૃક્ષમાં જે પાછળ-પાછળ થી ફૂલ અને પાન લાગે છે તે કેવાં હોય છે? પહેલાં વાળા જૂનાં હોય છે અને એની પાછળ વાળા ખુબ સુંદર હોય છે. તો આ પણ પાછળ આવ્યાં છે પરંતુ પ્યારા ખૂબ છે. પાછળ વાળા ખૂબ નરમ છે. અહીંયા નરમ માં શું છે? જેટલાં નરમ એટલાં ગરમ. જો ફક્ત નરમ હશો તો કોઈ છીનવી પણ લેશે. કોમળ બનવાની સાથે કમાલ કરવાની છે. કોમળતા અને કમાલ બંનેવ સાથે હોવાથી કમાલ કરીને દેખાડે છે. આ પૂરું ગ્રુપ કમાલ કરી ને દેખાડવા વાળા છે. એવું લક્ષ્ય રાખવાનું છે જે કાંઈ કમાલ કરીને દેખાડો. ત્યારે કહેવાશે મોટાં, મોટાં છે પરંતુ નાનાં સમાન અલ્લાહ. જેવાં-જેવાં કર્મ કરશો તેવું નામ પડશે. જો શ્રેષ્ઠ કામ કરશો તો નામ પડશે શ્રેષ્ઠમણી. શ્રેષ્ઠમણી ને સર્વ કાર્ય શ્રેષ્ઠ કરવાં પડે છે. મન, વાણી, કર્મ થી સરળતા અને સહનશીલતા આ બંને આવશ્યક છે. જો સરળતા છે, સહનશીલતા નથી તો પણ શ્રેષ્ઠ નથી. એટલે સરળતા અને સહનશીલતા બંને સાથે-સાથે જોઈએ. જો સહનશીલતા વગર સરળતા આવી જાય છે તો ભોળપણ કહેવાય છે. સરળતાની સાથે સહનશીલતા છે તો શક્તિ સ્વરુપ કહેવાય છે. શક્તિઓમાં સરળતા અને સહનશીલતા બંને ગુણ જોઈએ. હમણાં ની રીઝલ્ટમાં એ જ દેખાય છે કે ક્યાંક સહનશીલતા અધિક છે ક્યાંક સરળતા અધિક છે. હવે આ બંનેને સમાન બનાવવાની છે. મધુરતા પણ જોઈએ. શક્તિરુપ પણ જોઈએ. દેવીઓનાં ચિત્ર બહુજ જુએ છે તો તેમાં શું જોયું છે? જેટલી જ્વાળા એટલી શીતળતા. કર્તવ્ય જ્વાળા નું છે. સૂરત શીતળતાની છે. આ છે અંતિમ સ્વરુપ.
જેમ બુદ્ધિ થી નાનું બિંદુ ખસી જાય છે. એમ આ નાનું બિંદુ પણ હાથથી ખસી જાય છે. જેટલાં-જેટલાં પોતાનાં દેહથી ન્યારા રહેશો એટલો સમય વાત થી પણ ન્યારા. જેમ વસ્ત્ર ઉતારવું અને પહેરવું સહજ છે કે મુશ્કેલ? એવી રીતે ન્યારા થશો તો શરીરનાં ભાનમાં આવવું, શરીરનાં ભાન થી નીકળવું એ પણ એવું લાગશે. હમણાં-હમણાં શરીરનું વસ્ત્ર ધારણ કર્યુ, હમણાં-હમણાં ઉતાર્યુ. મુખ્ય પુરુષાર્થ આજે આ વિશેષ વાત પર કરવાનો છે. જ્યારે આ મુખ્ય પુરુષાર્થ કરશો ત્યારે મુખ્ય રત્નો માં આવશો. આ બિંદી લગાવવી કેટલી સહજ છે. એમ જ બિંદી રુપ થઈ જવું સહજ છે.
બ્રાહ્મણોની લેણ-દેણ કઈ હોય છે? સ્નેહ લેવો અને સ્નેહ આપવો. સ્નેહ આપવાથી જ સ્નેહ મળે છે. સ્નેહ ને આપવાં લેવાથી બાપનો સ્નેહ પણ લો છો અને એવી જ રીતે સ્નેહી સમીપ હોય છે. સ્નેહવાળા દૂર હોવાં છતાં પણ સમીપ છે. બાપદાદાની સમીપ આવવાં માટે સ્નેહ ની લેણ-દેણ કરીને સમીપ આવવાનું છે. આ લેણ-દેણ માં રાતદિવસ વિતવવાનાં છે. આ જ બ્રાહ્મણોનું કર્તવ્ય છે, તો બ્રાહ્મણો નાં લક્ષણ પણ છે. સ્નેહી બનવાનાં માટે શું કરવું પડશે? જેટલાં જે વિદેહી હશે એટલાં એ સ્નેહી હશે. તો વિદેહી બનવું અર્થાત્ સ્નેહી બનવું કારણ કે બાપ વિદેહી છે ને. એવી જ રીતે દેહમાં રહેતાં પણ વિદેહી રહેવાવાળા સર્વનાં સ્નેહી રહે છે. આ જ નોંધ કરવાની છે, કેટલાં વિદેહી રહો છો. આવું શ્રેષ્ઠ સૌભાગ્ય ક્યારે સ્વપ્નમાં પણ હતું? તો જેમ આ સ્વપ્નમાં પણ સંકલ્પ નહોતો એમ જ જે પણ કમજોરીઓ છે તેનો પણ સ્વપ્નમાં સંકલ્પ ન રહેવો જોઈએ. એવો પુરુષાર્થ કરવાનો છે. લક્ષ્ય પણ રાખો કે આ કમજોરીઓ પૂર્વ જન્મની, અનેક જન્મોની છે. વર્તમાન જન્મનાં માટે એવી કમજોરીઓને પ્રાય:લોપ કરો. માસ્ટર સર્વશક્તિમાન છો? સર્વશક્તિમાન નાં બાળકો અર્થાત્ સર્વશક્તિમાન. એવું ક્યારેય પણ નહીં કહો કે હું આ નહિં કરી શકું. બધું જ કરી શકું છું. કોઈપણ અસંભવ વાત નથી. કોઈ મુશ્કેલ વાત પણ સહજ. તેમનાં માટે કાંઈ મુશ્કેલ હોય છે? ના. માસ્ટર સર્વશક્તિમાન બનવાનું છે. એક શક્તિની પણ કમી ન રહે. જ્યાં પણ એકલાં પડો ત્યાં સાથ સમજો. ક્યાંક એકલાં મોકલે તો સાથે સમજશો ને. જો શિવબાબા સાથે છે તો પછી ક્યાંય એકલી છો તો એકલપણું લાગશે નહીં. એકલાં રહેતાં પણ સાથ નો અનુભવ થાય. આ અભ્યાસ જરુર કરવો જોઈએ. અને સાથે રહેતાં પણ એકલાં સમજવું, આ પણ અભ્યાસ જોઈએ. સાથે પણ રહી શકો અને એકલાં પણ રહી શકો. એકલાં અર્થાત્ ન્યારા. સંગઠન અર્થાત્ પ્યારા. ન્યારા પણ છો તો પ્યારા પણ છો. અભ્યાસ બંને જોઈએ. બાપ એકલાં રહે છે કે સાથે રહે છે? એકલાં રહેવું એ જ સાથ છે. બહારનું એકલાપણું અને અંદરનો સાથ. બહારનાં સાથ થી એકલાપણું ભૂલી જવાય છે. પરંતુ બહારથી એકલાં અંદરથી એકલાં નહીં.
સૌથી શ્રેષ્ઠ મણી કોણ હોય છે? મસ્તક મણી કોણ બને છે? જે મસ્તકમાં વિરાજમાન થયેલી આત્મામાં વધારે સમય ઉપસ્થિત રહે છે. તે થોડાં હોય છે. મસ્તકમાં થોડાં, દિલમાં ઘણાં હોય છે. સૌથી પહેલાં નજર ક્યાં જાય છે? એવાં મસ્તકમણી બનવાનું છે. મસ્તકમણી તે બને છે જે સદૈવ આસ્તિક રહે છે. તે સદૈવ હા કરે છે. જે આસ્તિક છે, તે જ મસ્તકમણી છે. કોઈપણ વાતમાં ના શબ્દ સંકલ્પમાં પણ ન હોય. એવાં ગુણ વાળા મસ્તકમાં આવી જાય છે.
ગાયન યોગ્ય કોણ બને છે અને પૂજન યોગ્ય કોણ બને છે? એક જ વાત થી બંનેવ નાં યોગ્ય બને છે કે બંને માટે બે વિશેષ વાતો છે? ઘણી એવી પણ દેવીઓ છે જેમનું ગાયન ખૂબ છે પૂજન ઓછું છે. અને કોઈ દેવીઓનું બન્ને હોય છે. તો જે ક્યારેક કેવાં, ક્યારેક કેવાં રહે છે તેમનું પૂજન એકરસ નથી રહેતું અને જે સદા પોતાની સ્થિતિમાં રહે તો તેમનું પૂજન પણ સદા રહે છે. એકરસ રહેવા વાળાનું પૂજન એકરસ હોય છે. પુરુષાર્થમાં ‘ક્યારે’ શબ્દ ન રહેવો જોઈએ. તીવ્ર પુરુષાર્થી ની નિશાની છે જે ‘ક્યારે’ ન કહી ‘હમણાં’ કહે છે. જે પુરુષાર્થમાં ‘ક્યારે’ કહેશે તો તેમની પૂજા પણ ઓછી. એટલે કોઈપણ વાતમાં ક્યારેક જોઈશું, નહીં. પરંતુ હમણાં દેખાડીશું, આને કહેવાય છે તીવ્ર પુરુષાર્થી. સંપૂર્ણ સ્થિતિ જે હોય છે તેમાં સર્વ શક્તિઓ સંપન્ન હોય છે. સર્વ શક્તિ સંપન્ન બનવાથી સર્વગુણ સંપન્ન બનશો. ભવિષ્યમાં બનવાનું છે સર્વગુણ સમ્પન્ન, હમણાં બનવાનું છે સર્વશક્તિ સંપન્ન. જેટલાં સર્વ શક્તિ સંપન્ન એટલાં સર્વગુણ સંપન્ન બનશો.
કેટલી શક્તિઓ હોય છે? ખબર છે? કઈ શક્તિઓ સંભળાવી હતી. એક છે સ્નેહ શક્તિ, સંબંધ શક્તિ, સહયોગ શક્તિ, સહન શક્તિ. આ ચાર શક્તિઓ છે તો સબંધ પણ સમીપ છે. ચારેવ સમાન હોય. વધારે સાહસ છે કે સહનશક્તિ છે? સાહસ અર્થાત્ હિંમત. જે હિંમત વાળા હોય છે તેમને મદદ મળે છે. મદદ માંગવાથી નથી મળતી. હિંમત રાખવી પડે છે. હિંમત પૂરી રાખે છે મદદ ખૂબ મળે છે. હિંમત છે તો સર્વ વાતોમાં મદદ છે. સદૈવ હિંમતવાન બનવાનું છે, પછી બાપદાદા, દેવી પરિવારની મદદ એની જાતે જ મળશે. સ્નેહમૂર્ત છો? શક્તિમૂર્ત છો? સ્નેહ અને શક્તિ બંનેની આવશ્યકતા છે. શક્તિરુપ થી વિજયી અને સ્નેહ રુપ થી સંબંધમાં આવો છો. જો શક્તિ નથી હોતી તો માયા પર વિજય નથી પામતાં. એટલે શક્તિ રુપ થી વિજયી અને સ્નેહ રુપ થી સંબંધ પણ જોઈએ. બંને જોઈએ. બાપને સર્વશક્તિમાન અને પ્રેમનાં સાગર પણ કહે છે. તો સ્નેહ અને શક્તિ બંને જોઈએ.
તારાઓ કેટલાં હોય છે? તમે પોતાને શું સમજી રહ્યાં છો? બાપદાદાએ કયા નામ રાખ્યાં છે? લક્કી (ભાગ્યશાળી) તારાઓ છો. પોતાને લક્કી સમજો છો? લક્કી તો બધાં છે જ્યાર થી બાપનાં બન્યાં છો. પરંતુ લક્કી માં પણ સદૈવ સફળતા નાં તારાઓ. કોઈ સમીપનાં તારાઓ, કોઈ ઉમ્મીદનાં તારાઓ. તે દરેકનું પોતાનું છે. હવે વિચારવાનું છે કે હું કોણ છું? પોતાને સફળતાનો તારો સમજવાનું છે. પ્રત્યક્ષફળ ની કામના ન રાખવા વાળા સફળતા પામે છે. ઓમ શાંતિ.