Search for a command to run...
26 Mar 1970
મહારથી-પણા નાં ગુણ અને કર્તવ્ય
26 March 1970 · ગુજરાતી
આજે બોલવું છે કે બોલવાથી પરે જવું છે? બોલવાથી પરે જવા ની અવસ્થા સારી લાગે છે કે બોલવાની સારી છે? (બંને) વધારે કઈ સારી લાગે છે? બોલવાં છતાં પણ બોલવાથી પરે ની સ્થિતિ થઇ શકે છે? બન્નેનો સાથ થઈ શકે છે કે જ્યારે ન બોલો ત્યારે પરે અવસ્થા થઈ શકે છે? થઈ શકે છે તો ક્યારે થશે? આ સ્થિતિમાં સ્થિત થવા માટે કેટલો સમય જોઈએ? હમણાં થઈ શકે છે? કેટલાંક મહિના કે કેટલાંક વર્ષ જોઈએ? અભ્યાસ હમણાં શરું થઈ શકે છે કે કારોબારમાં નથી થઈ શકતો? જો થઈ શકે છે તો હમણાંથી જ થઈ શકે છે? જે મહારથી કહેવાય છે એમનો અભ્યાસ અને પ્રયોગ સાથે-સાથે હોવો જોઈએ. મહારથી અને ઘોડેસવાર માં અંતર જ આ હોય છે. મહારથીઓની નિશાની હશે અભ્યાસ કર્યો અને પ્રયોગ થયો. ઘોડેસવાર અભ્યાસ કરીને પછી પ્રયોગમાં આવશે. અને પ્યાદા યોજનાઓ જ વિચારતાં રહેશે. આ અંતર હોય છે. બાળકોએ મુખથી આ શબ્દ પણ ન બોલવો જોઈએ કે ધ્યાન છે, અભ્યાસ કરશું. હવે એ સ્થિતિ પણ પાર થઈ ગઈ. હવે તો જે સંકલ્પ હોય એ જ કર્મ હોય. સંકલ્પ અને કર્મમાં અંતર ન હોવું જોઈએ. તે બાળપણની વાતો છે. સંકલ્પ કરવો, યોજના બનાવવી, પછી એનાં પર ચાલવું, હવે એ દિવસ નથી. હવે ભણતર ક્યાં સુધી પહોંચ્યું છે? હવે તો અંતિમ તબક્કા પર છે. મહારથીપણાનાં કયાં ગુણ અને કર્તવ્ય હોય છે, એનું પણ ધ્યાન આપવાનું છે. આજે એ જ સંભળાવવાં અને અંતિમ સ્થિતિનાં સ્વરુપનો સાક્ષાત્કાર કરાવવાં આવ્યાં છે. સેવાધારી શું કરી શકે છે, શું નથી કરી શકતાં, શું કહી શકે છે, શું નથી કહી શકતાં? હમણાં થી ધારણા કરવાથી જ અંતિમ મૂર્ત બનશો, સાકાર સબૂત જોયું ને અભ્યાસ અને પ્રયોગ એક સમાન હતો કે અલગ-અલગ હતો. જે વિચાર, એ જ કર્મ હતું. બાળકોનું કર્તવ્ય જ છે ફોલો કરવું (અનુસરવું). પગલાં ઉપર પગલું. પૂરું પગલું લેવાનો અર્થ છે પગલાં ઉપર પગલું. જેમનું તેમ ફોલો કરશો. એ સ્થિતિ ક્યારે આવશે? મહારથીઓનાં મુખથી ‘ક્યારે’ શબ્દ પણ નહીં નીકળશે. ક્યારે કરશો કે હમણાં કરશો. ક્યારે શબ્દ શોભતો નથી. ક્યારે શબ્દ જ કમજોરી સિદ્ધ કરે છે. એક હોય છે કરીને જ દેખાડશું, એક હોય છે હા કરશું, વિચારશું. હિંમત છે, પરંતુ વિશ્વાસ નથી. વિશ્વાસુનાં બોલ આવાં નથી હોતાં. વિશ્વાસુ નો અર્થ જ છે નિશ્ચયબુદ્ધિ. મન, વચન, કર્મ બધી વાતમાં નિશ્ચયબુદ્ધિ. ફક્ત જ્ઞાન અને બાપનો પરિચય, એટલે સુધી નિશ્ચયબુદ્ધિ નહીં. પરંતુ એમનો સંકલ્પ પણ નિશ્ચયબુદ્ધિ, વાણીમાં પણ નિશ્ચય, ક્યારેય પણ કોઈ બોલ હિંમતહિન નો નહીં. એને કહેવાય છે મહારથી. મહારથી નો અર્થ જ છે મહાન.
આપસમાં શું-શું યોજના બનાવી છે? એવી યોજના બનાવી છે જે આ યોજનાથી નવી દુનિયાની યોજના પ્રેક્ટીકલમાં થઈ જાય. નવી દુનિયાની યોજના પ્રેક્ટીકલમાં આવવી અર્થાત્ જૂની દુનિયાની કોઇપણ વાત ફરી પ્રેક્ટીકલમાં ન આવે. બધાં લોકો કહે છે. પછી કોઈ મનમાં કહે છે, કોઈ મુખ થી કહે છે કે યોજના તો ઘણી બને છે, હવે પ્રેક્ટીકલ માં જોઈએ. પરંતુ આ સંકલ્પ પણ સદા માટે મટાવવો એ મહારથીનું કામ છે. બધાંની નજર હવે મધુબનમાં વિશેષ મુખ્ય રત્નો ઉપર છે. તો એમની નજર માં એવું દેખાડવાનું છે જે એમની નજર આપ સર્વની બદલાયેલી નજરો ને જ જુએ. તો હવે તે જૂની નજર નહીં, જૂની વૃત્તિ નહીં. ત્યારે અંતિમ નગારાં વાગશે. આ સંગઠન સાધારણ નથી, આ સંગઠન કમાલનું છે. આ સંગઠન થી એવું સ્વરુપ બનીને નીકળવાનું છે જે સર્વ ને સાક્ષાત્ બાપદાદાનાં બોલ જ અનુભવ થાય. બાપદાદાનાં સંસ્કાર બધાનાં સંસ્કારોમાં જોવામાં આવે. પોતાનાં સંસ્કાર નહીં. સર્વ સંસ્કારોને મિટાવીને કયા સંસ્કાર ભરવાનાં છે? બાપદાદાનાં. તો સર્વને સાક્ષાત્કાર થાય કે આ સાક્ષાત્ બાપદાદા બનીને જ નીકળ્યાં છે. એવું બધાએ (સાક્ષાત્કાર) કરાવવાનું છે. કોઈપણ જૂનો સંકલ્પ અથવા સંસ્કાર સામે આવે જ નહીં. પહેલાં આ ભેંટ કરો, આ બાપદાદાનાં સંસ્કાર છે? જો બાપદાદાનાં સંસ્કાર નથી તો એ સંસ્કારો ને ટચ પણ નહીં કરો. બુદ્ધિમાં સંકલ્પ રુપ થી પણ ટચ ન થાય. જેમ ક્રિમિનલ (ખરાબ) વસ્તુ ને ટચ નથી કરતાં એમ જ જો બાપદાદાનાં સમાન સંસ્કાર નથી તો એ સંસ્કારોને પણ ટચ નથી કરવાનાં. જે રીતે નિયમ રાખો છો ને કે આ નથી કરવાનું તો પછી ભલે કેવી પણ પરિસ્થિતિ આવે છે પરંતુ એ તમે નથી કરતાં. પરિસ્થિતિ નો સામનો કરો છો, કારણ કે લક્ષ્ય છે આ કરવાનું છે. એમ જ જે પોતાનાં સંસ્કાર બાપદાદાનાં સમાન નથી તો એને બિલકુલ ટચ કરવાનાં નથી. એવું સમજો. દેહ અને દેહનાં સંબંધ, આ સીડી તો ચઢી ચૂક્યાં છો. પરંતુ હવે બુદ્ધિમાં પણ સંસ્કાર ઇમર્જ (જાગૃત) ન થાય. જેવાં સંસ્કાર હશે એવું સ્વરુપ હશે. કોઈનાં સંસ્કાર સરળ, મધુર હોય છે તો એ સંસ્કાર સ્વરુપમાં આવે છે.
જ્યારે સંસ્કાર બાપદાદા સમાન બની જશે તો બાપદાદા નું સ્વરુપ સર્વને જોવામાં આવશે. જેવાં બાપદાદા એવાં હૂબહૂ એ જ ગુણ, એ જ કર્તવ્ય, એ જ બોલ, એ જ સંકલ્પ હોવાં જોઈએ પછી સર્વનાં મુખ થી નીકળશે કે આ તો એ જ લાગે છે. ચહેરો અલગ હશે, ગુણ એ જ હશે. પરંતુ ચહેરામાં ગુણ દેખાવાં જોઈએ. હવે બાપદાદા બાળકોથી એ જ આશા રાખે છે. બધાં છે જ સ્નેહી સફળતાનાં તારાઓ. પુરુષાર્થી તારાઓ. સેવાધારી બાળકોનો પુરુષાર્થ સફળતા સહિત હોય છે. નિમિત્ત પુરુષાર્થ કરશે પરંતુ સફળતા છે જ છે. હવે સમજ્યાં શું કરવાનું છે? જે વિચારશો, જે કહેશો, એ જ કરશો. જ્યારે એવાં શબ્દો સાંભળે છે કે વિચારશું, જોઈશું, વિચાર તો એવો છે, તો હસે છે, હમણાં સુધી આવું કેમ? હવે આ વાતો એવી લાગે છે જાણે વૃદ્ધ થયાં પછી કોઈ ઢીંગલીઓ ની રમત કરે તો શું લાગે? તો બાપદાદા પણ સ્મિત કરે છે - વૃદ્ધ હોવાં છતાં પણ ક્યારેક-ક્યારેક બાળપણ ની રમત કરવામાં લાગી જાય છે. ઢીંગલીઓની રમત શું હોય છે, ખબર છે? એનું આખું જીવન બનાવી દે છે, નાનાંથી મોટાં કરે છે, પછી સ્વયંવર કરે છે…... એમ બાળકો પણ કેટલીક વાતોની, સંકલ્પો ની રચના કરે છે પછી એની પાલના કરે છે પછી એને મોટાં કરે છે પછી એનાથી પોતે જ હેરાન થાય છે. તો આ ઢીંગલીઓની રમત ન થઇ? પોતે જ પોતાનાથી આશ્ચર્ય પણ પામે છે. હવે એવી રચના નથી રચવાની. બાપદાદા વ્યર્થ રચના નથી રચતાં. અને બાળકો પછી વ્યર્થ રચના રચીને પછી એનાથી હટવાનો અને મીટાવવાનો પુરુષાર્થ કરે છે. એટલે એવી રચના નથી રચવાની. એક સેકન્ડની સીધી રચના પણ ક્વિક (ઉતાવળે) રચે છે અને ઉંધી રચના પણ એટલી ઝડપ થી થાય છે. એક સેકન્ડમાં કેટલાં સંકલ્પ ચાલે છે. રચના રચીને એમાં સમય આપીને પછી એને ખતમ કરવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા જ શું છે? હવે આ રચનાને બ્રેક લગાડવાની છે.
તેઓ બર્થ કંટ્રોલ (સંતતિ નિયમન) કરે છે ને. આ પણ સંકલ્પોની ઉત્પત્તિ થાય છે, તો આ પણ જન્મ છે. ત્યાં તે જનસંખ્યા અતિ માં જાય છે અને અહીંયા પછી સંકલ્પોની સંખ્યા અતિ થાય છે. હવે આને નિયંત્રણ કરવાની છે. પુરુષાર્થ ની કમજોરી નાં કારણે સંકલ્પોની રચના થાય છે, એટલે હવે આને નામોનિશાન થી ખતમ કરી દેવાની છે. જૂની વાતો, જૂનાં સંસ્કાર એ રીતે અનુભવ થાય જાણે ખબર નહીં ક્યારની જૂની વાત છે. એ રીતે નામોનિશાન ખતમ થઈ જાય. હવે ભાષા બદલવાની છે. ઘણાં એવાં બોલ હજું સુધી નીકળે છે જે સંપૂર્ણતાની સ્થિતિ અનુસાર નથી. એટલે હવે થી સંકલ્પ જ એ કરવાનો છે, બોલ પણ એ જ, કર્મ પણ એ જ કરવાનું છે. આ ભઠ્ઠી પછી બધાનાં ચહેરા પર સંપૂર્ણતા ની ઝલક જોવામાં આવે. જ્યારે આપ સર્વ હમણાંથી સંપૂર્ણતા ને સમીપ લાવશો ત્યારે નંબરવાર બીજા પણ સમીપ લાવી શકશે. જો તમે બધાં જ અંતમાં લાવશો તો બીજા શું કરશે? સાકાર રુપ સંપૂર્ણતા ને સાકારમાં લાવ્યાં. સંપૂર્ણતા સાકાર રુપમાં સંપન્ન જોવામાં આવતી હતી. સંપૂર્ણ અને સાકાર અલગ જોવામાં આવતાં હતાં. એ જ રીતે તમારું સાકાર સ્વરુપ અલગ જોવામાં ન આવે. સાકાર રુપમાં મુખ્ય ગુણ કયા સ્પષ્ટ જોવામાં આવ્યાં? જે ગુણોથી સંપૂર્ણતા સમીપ જોવામાં આવતી હતી? એ કયા ગુણ હતાં? જે ગુણ ને જોઈ બધાં કહેતાં હતાં કે સાકાર હોવા છતાં અવ્યક્ત અનુભવ થાય છે. એ કયો ગુણ હતો? (દરેકે સંભળાવ્યું) સર્વ વાતો નું રહસ્ય તો એક જ છે. પરંતુ આ સ્થિતિને કહેવામાં આવે છે-ઉપરામ. પોતાનાં દેહ થી પણ ઉપરામ. ઉપરામ અને દ્રષ્ટા.
જે સાક્ષી બને છે એમનું જ દૃષ્ટાંત આપવામાં આવે છે. તો સાક્ષીદૃષ્ટા નું સબૂત અને દૃષ્ટાંત નાં રુપમાં સામે રાખવાનું છે. એક તો પોતાની બુદ્ધિ થી ઉપરામ. સંસ્કારો થી પણ ઉપરામ. મારાં સંસ્કાર છે એ મારાપણા થી પણ ઉપરામ. સંસ્કારો થી પણ ઉપરામ. મારાં સંસ્કાર છે એ મારાપણા થી પણ ઉપરામ. હું આ સમજુ છું, આ હુંપણા થી પણ ઉપરામ. હું તો આ સમજુ છું. ના. પરંતુ સમજો બાપદાદાની આ જ શ્રીમત છે. જ્યારે જ્ઞાનવાળી બુદ્ધિ ની પછી મારાપણું આવે છે તો એ મારાપણું પણ નુકસાન કરે છે. એક તો હું શરીર છું એ છોડવાનું છે, બીજું હું સમજુ છું, હું જ્ઞાની તૂ આત્મા છું, હું બુદ્ધીવાન છું, આ મારાપણું પણ મટાડવાનું છે. જ્યાં હું શબ્દ આવે છે ત્યાં બાપદાદા યાદ આવે. જ્યાં મારી સમજ આવે છે ત્યાં શ્રીમત યાદ આવે. એક તો હુંપણું મટાડવાનું છે બીજું મારાપણું. એ પણ પછાડે છે. આ હું અને મારું, તું અને તારું આ ચાર શબ્દ જે છે એને મિટાવવાનાં છે. આ ચાર શબ્દોએ જ સંપૂર્ણતા થી દૂર કર્યા છે. આ ચાર શબ્દો ને સંપૂર્ણ મિટાવવાનાં છે. સાકારનાં અંતિમ બોલ ચેક કર્યા, દરેક વાતમાં શું સાંભળ્યું? બાબા-બાબા. સર્વિસમાં સફળતા ન થવાની કરેક્શન (સુધારણા) પણ કઈ વાતમાં હતી? સમજાવતાં હતાં દરેક વાતમાં બાબા-બાબા કહીને બોલો તો કોઈને પણ તીર લાગી જશે. જ્યારે બાબા યાદ આવે છે તો હું-મારું, તું-તારું ખતમ થઈ જાય છે. પછી શું અવસ્થા થઇ જશે? બધી વાતો સરળ થઈ જશે અને સરળ યાદમાં સ્થિત થઈ શકશો.
હમણાં બિંદુ રુપમાં સ્થિત થવામાં મહેનત લાગે છે ને. કેમ? આખા દિવસની સ્થિતિ સરળ ન હોવાનાં કારણે સરળ યાદ રહેતી નથી. ક્યાંક ને ક્યાંક હું-પણું, મારા-પણું, તું, તારું આવી જાય છે. શરુઆતમાં સંભળાવ્યું હતું ને કે સોનાની સાંકળ પણ ઓછી નથી. એ સાંકળ પોતાની તરફ ખેંચે છે. દરેક પોતાને તપાસે. બિલકુલ ઉપરામ-બુદ્ધિ, બિલકુલ સરળ. જો રસ્તો સાફ હોય છે તો પહોંચવામાં પણ કેટલો સમય લાગે છે? એ જ રસ્તામાં અવરોધ છે તો પહોંચવામાં પણ સમય લાગી જાય છે. અવરોધ છે ત્યારે સરળ યાદમાં પણ અવરોધ છે. હવે આને ખતમ કરવાનું છે. જ્યારે તમે કરશો ત્યારે તમને જોઇને બધાં કરશે. નંબરવાર સ્થિતિ પર પહોંચવાનું છે. તમે પહોંચશો ત્યારે બીજા પહોંચશે. એટલી જવાબદારી છે. સંકલ્પ માં, વાણી માં, કર્મ માં કે સંબંધ માં કે સેવા માં જો કોઈ પણ હદ રહી જાય છે તો આ બાઉન્ડરી (સીમાઓ) જે છે એ બોન્ડેજ (બંધન) માં બાંધી દે છે. બેહદની સ્થિતિમાં હોવાથી બેહદનાં રુપમાં સ્થિત થઈ જશો. હવે જે કાંઈ ખાદ છે એને કાઢવાની છે. ખાદ નિકાળવા માટે આ ભઠ્ઠી છે. જ્યારે સંગઠન હોય તો સાક્ષાત્ બાપદાદાનાં સ્વરુપોનું સંગઠન હોય. હવે આ સંપૂર્ણતા ની છાપ લગાવવાની છે. સંપૂર્ણ અવસ્થા વર્તમાન સમય થી જ હોય. આ છે મહારથીઓનું કર્તવ્ય. હવે બીજું શું કરવાનું છે? સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) કોણ લે છે? સ્કોલરશીપ લેવાવાળાનાં હવે પ્રત્યક્ષ સાક્ષાત્કાર થતાં જશે. એવું નથી કે બાપદાદા ગુપ્ત રહ્યાં તો આપણે બાળકોએ પણ ગુપ્ત રહેવાનું છે. ના. બાળકોએ સ્ટેજ (મંચ) ઉપર પ્રત્યક્ષ થવાનું છે.
પ્રત્યક્ષતા બાળકોની થવાની છે. સેવાનાં સ્ટેજ પર પણ પ્રત્યક્ષ કોણ છે? તો સંપૂર્ણતાની પ્રત્યક્ષતા પણ સ્ટેજ પર લાવવાની છે. એવું નહીં સમજો અંત સુધી ગુપ્ત જ રહેશો. બાપદાદાનો પાર્ટ ગુપ્ત છે, બાળકોનો નહીં. તો હવે આ પ્રત્યક્ષ રુપમાં લાવો. હવે ખબર છે સેવા કઈ કરવાની છે? સંમેલન કર્યુ, બસ એ જ સેવા છે? એની સાથે-સાથે બીજી શ્રેષ્ઠ સેવા કઈ કરવાની છે?
હવે મુખ્ય સેવા છે જ પોતાની વૃત્તિ અને દૃષ્ટિ ને બદલવી. આ જે ગાયન છે નજર થી નિહાલ, તો દૃષ્ટિ અને વૃત્તિની સેવા આ પ્રયોગમાં લાવવાની છે. વાચા તો એક સાધન છે પરંતુ કોઈને સંપૂર્ણ સ્નેહ અને સંબંધમાં લાવવાં માટે વૃત્તિ અને દૃષ્ટિ ની સેવા થાય. આ સેવા એક સ્થાન પર બેસીને એક સેકન્ડમાં અનેકોની કરી શકો છો. આ પ્રત્યક્ષ સબૂત જોશો. જે રીતે શરુઆતમાં બાપદાદાનો સાક્ષાત્કાર ઘરે બેઠા થયો ને. એમ હવે દૂર બેસીને તમારી શક્તિશાળી વૃત્તિ એવા કાર્ય કરશે જેમ કે કોઈ હાથથી પકડીને લાવવામાં આવે છે. કેવો પણ નાસ્તિક, તમોગુણી, બદલાયેલો જોવામાં આવશે. હવે આ સેવા કરવાની છે. પરંતુ આ સેવા સફળતા ને ત્યારે પામશે જ્યારે વૃત્તિ બીજી વાતોમાં સ્પષ્ટ હશે. જવાબદારી તો દરેક પોતાની સમજે જ છે. દરેકને પોતાની સેવા હોવાં છતાં પણ યજ્ઞની જવાબદારી પણ પોતાનાં સેવાકેન્દ્ર ની જવાબદારી ની સમાન જ સમજવાની છે. પોતાએ ઓફર (પ્રસ્તાવ) કરવાની છે. વાણીની સાથે-સાથે વૃત્તિ અને દૃષ્ટિ માં એટલી શક્તિ છે, જે કોઈનાં સંસ્કારોને ખૂબ જ ઓછા સમયમાં બદલી શકો છો. વાણીની સાથે વૃત્તિ અને દૃષ્ટિ નથી મળતી તો સફળતા થતી જ નથી. મુખ્ય આ સેવા છે. હમણાં થી જ બેહદની સેવા પર બેહદની આત્માઓને આકર્ષિત કરવાની છે. જે સેવાને આપ સેવા સમજો છો પ્રજા બનાવવાની, એ તો તમારી પ્રજા નાં પણ પ્રજા પોતે જ બનવાનાં છે, એ તો પ્રદર્શનીઓમાં બની રહ્યાં છે. હવે તો આપ સૌએ બેહદમાં પોતાનું સુખ આપવાનું છે ત્યારે આખું વિશ્વ તમને સુખદાતા માનશે. વિશ્વ મહારાજન્ ને વિશ્વનાં દાતા કહેવાય છે ને. તો હવે તમે પણ સર્વને સુખ આપશો ત્યારે સર્વ તમને સુખદાતા માનશે. સુખ આપશો ત્યારે તો માનશે. એટલે હવે આગળ વધવાનું છે. એક સેકન્ડમાં અનેકોની સેવા કરી શકો છો. કોઈપણ વાતમાં ફીલ કરવું (લાગી આવવું) એ ફેલ (નાપાસ) થવાની નિશાની છે. કોઈપણ વાતમાં ફીલ થાય છે, કોઈનાં સંસ્કારોમાં, સંપર્કમાં, કોઈની સેવામાં ફીલ કર્યુ એટલે ફેલ. એ પછી ફેલ નું જમા થાય છે. જેમ આજકાલનો રિવાજ છે, ત્રણ-ત્રણ માસમાં પરીક્ષા થાય છે, એનાં માટે ફેલ કે પાસ નાં નંબર ફાઇનલ (છેલ્લી પરીક્ષા) માં ઉમેરે છે. જે વારંવાર ફેલ થાય છે એ ફાઇનલમાં ફેલ થઇ જાય છે. એટલે બિલકુલ ફ્લોલેસ (ત્રુટિરહિત) બનવાનું છે. જ્યારે ફ્લોલેસ બનશો ત્યારે સમજો ફુલપાસ. કોઈ પણ ફ્લો (ત્રુટિ) હશે તો ફુલ પાસ નહીં થશો. ઓમ શાંતિ.