Search for a command to run...
28 Jun 1977
વેસ્ટ (વ્યર્થ) નહીં કરો અને વેટ (વજન) ઓછું કરો
28 June 1977 · ગુજરાતી
અવાજ થી પરે પોતાની નિરાકારી સ્ટેજ (સ્થિતિ) અને આકારી સ્ટેજ, જ્યાં ઈશારા ની ભાષા વધારે છે અર્થાત્ મૂવી છે, બંનેય સ્થિતિ માં સાકારી સૃષ્ટિનાં સમાન અવાજ નથી - એવી અવાજ થી પરે સ્થિતિ સારી લાગે છે? મુખ દ્વારા સાંભળવું, સંભળાવવું એનાથી ઉપર પોતાની વૃત્તિ દ્વારા કે દૃષ્ટિ દ્વારા કે વાયબ્રેશન્સ (પ્રકંપન) દ્વારા કે પોતાનાં શ્રેષ્ઠ અનુભવો નાં પ્રભાવ દ્વારા કોઈ આત્માઓની સેવા કરવી અર્થાત્ સંભળાવવું કે પરિચય આપવો, સંબંધ જોડવો આનાં અનુભવી છો? જેમ વાણી દ્વારા સંબંધ જોડવો એનાં અનુભવી છો, એમ વાણી દ્વારા ડાયરેક્શન (સૂચના) મળે કે આ આત્માઓની વૃત્તિ કે દૃષ્ટિ કે શ્રેષ્ઠ અનુભવો નાં પ્રભાવ થી સેવા કરો તો કરી શકો છો કે ફક્ત વાણી દ્વારા કરી શકો છો? જેમ વાણી દ્વારા આત્માઓને બાપ સાથે સંબંધ જોડાવવામાં નંબરવાર નિમિત્ત બનો છો તેમ પોતાની સૂક્ષ્મ સ્થિતિનાં કે માસ્ટર સર્વ શક્તિમાન્ કે માસ્ટર જ્ઞાન સૂર્ય ની સ્થિતિ દ્વારા, આત્માઓને સ્વયંની સ્થિતિ કે બાપનાં સંબંધનો અનુભવ, પાવરફુલ (શક્તિશાળી) વાતાવરણ, વાયબ્રેશન કે સ્વયનાં શક્તિ સ્વરુપ નાં સંપર્ક થી એમને પણ કરાવી શકો છો? કારણ કે જેમ સમય સમીપ આવી રહ્યો છે, પાંડવ સેના નો પ્રત્યક્ષ થવાનો પ્રભાવ ગુપ્ત રુપમાં ફેલાતો જઈ રહ્યો છે. સેવા ની રુપરેખા સમય પ્રમાણે અને સેવા પ્રમાણે પરિવર્તન અવશ્ય થશે. જેમ આજકાલ પણ સાયન્સ દ્વારા દરેક ચીજ ને ક્વાન્ટિટી (સંખ્યા) નાં બદલે ક્વોલિટી (ગુણવત્તા) માં લાવી રહ્યાં છે, એવું નાનકડું રુપ બનાવી રહ્યાં છે, જે રુપ છે નાનું પરંતુ શક્તિ અધિક ભરેલી હોય છે. જેમ મીઠાશનાં વિસ્તારને સેક્રીનનાં રુપમાં લાવે છે. વિસ્તારને સારમાં લાવી રહ્યાં છે, એ જ પ્રકારે પાંડવ સેના અર્થાત્ સાયલેન્સ (શાંતિ) ની શક્તિવાળી શ્રેષ્ઠ આત્માઓ પણ જો એક કલાકનાં ભાષણ દ્વારા કોઈને પરિચય આપી શકો છો, તે એક સેકન્ડની પાવરફુલ દૃષ્ટિ દ્વારા, પાવરફુલ સ્ટેજ દ્વારા, કલ્યાણની ભાવના દ્વારા, આત્મિક ભાવ દ્વારા સ્મૃતિ આપવી શકો છો કે અપરોક્ષ સાક્ષાત્કાર કરાવી શકો છો? હવે એવી પ્રેક્ટિસની (અભ્યાસની) આવશ્યકતા છે. એનાં માટે બે વાતોની આવશ્યકતા છે, જેનાથી એવી શ્રેષ્ઠ સેવાનાં નિમિત્ત બની શકો છો, તે કઈ બે વાતોની તરફ વિશેષ અટેન્શન (ધ્યાન) અપાવે છે. તે જાણો છો કઈ હશે?
એક તો ચારે તરફ આ અટેન્શન અપાવે છે કે કોઈપણ ચીજ વેસ્ટ (બરબાદ) નહીં કરો અને બીજી વાત વેટ (વજન) ઓછું કરો. એ લોકો તો શરીર નું વેટ ઓછું કરવા માટે કહે છે, પરંતુ બાપદાદા આત્માની ઉપર જે બોજ છે, જે બોજ નાં કારણે ઉંચી સ્ટેજ નો અનુભવ નથી કરી શકતાં તો આ વેટ ને ઓછું કરો. એક વેસ્ટ નહીં કરો અને બીજું વેટ ઓછું કરો. આ બે વાતોનાં ઉપર વિશેષ અટેન્શન જોઈએ. પોતાની શક્તિઓ કે સમય વેસ્ટ કરવાથી જમા નથી થતું અને જમા ન થવાનાં કારણે જે ખુશી કે શક્તિશાળી સ્ટેજ નો અનુભવ થવો જોઈએ, તે ઇચ્છવા છતાં પણ નથી કરી શકતાં. જેમ આપ શ્રેષ્ઠ આત્માઓનું વિશ્વ-કલ્યાણકારી બનવાનું કાર્ય છે. એ જ પ્રમાણે સમય કે શક્તિઓને ન ફક્ત પોતાના પ્રતિ પરંતુ અનેક આત્માઓની સેવા પ્રતિ પણ સ્ટોક જમા હોવો જોઈએ. જો વેસ્ટ થતો રહેશે તો સ્વયં પણ પોતાને ભરપૂર અનુભવ નહીં કરશો. જેમ આજકાલની ગવર્મેન્ટ (સરકાર) પણ બચત ની સ્કીમ (યોજના) બનાવે છે. તેમ પોતાનાં પ્રતિ આવશ્યક સમય કે શક્તિઓમાંથી ઈકૉનોમી (કરકસર)) નું લક્ષ રાખતાં બચત કરવી જોઈએ. કારણકે વિશ્વની સર્વ આત્માઓ આપ શ્રેષ્ઠ આત્માઓનો પરિવાર છે. જેટલો મોટો પરિવાર હોય છે એટલો જ ઇકૉનોમી નો ખ્યાલ રખાય છે.
તમારાં જેવો મોટો પરિવાર બીજાં કોઈનો છે? તો બધી આત્માઓને સામે રાખતાં, સ્વયંને બેહદની સેવા અર્થે નિમિત્ત સમજતાં પોતાનો સમય અને શક્તિઓને કાર્યમાં લગાવો છો. માસ્ટર રચતાની સ્થિતિ સ્મૃતિ માં રહે છે કે પોતાનાં પ્રતિ જ કમાયા અને ખાધું કે કંઈક ખાધું, કંઈક ગુમાવ્યું. એવાં અલબેલા થઈ ચાલી રહ્યાં છો. તો પોતાનાં સર્વ ખજાનાઓનું બજેટ બનાવો. આટલી મોટી જવાબદારીનું કાર્ય ઉઠાવવા વાળી આત્માઓ, જો જમા નહીં હોય તો કાર્ય કેવી રીતે સફળ કરી શકશે. ડ્રામાનુસાર થવાનું જ છે - આ થઇ નૉલેજ (જ્ઞાન) ની વાત. પરંતુ ડ્રામા માં મારે પણ નિમિત્ત બની સેવા દ્વારા શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવી છે, આ લક્ષ રાખતાં દરેક ખજાનાનું બજેટ બનાવો. બજેટ માં લક્ષ શું રાખવાનું છે? સ્લોગન યાદ છે? ‘કમ ખર્ચ બાલા નશીન.’ દરેક ખજાનાને ચેક કરો કેટલો જમા છે? એ જમાના ખાતા થી બેહદની આત્માઓની સેવા થઇ શકે છે. દરેક સબજેક્ટનું (વિષયનું) પણ ચેકિંગ કરો કે દરેક સબજેક્ટ દ્વારા બેહદની સેવાનાં નિમિત બની શકો છો, કે ફક્ત જ્ઞાન દ્વારા કરી શકો છો, ધારણા દ્વારા નહીં? જ્યારે ફુલ પાસ થવાનું છે તો ફુલ સબ્જેક્ટ દ્વારા સેવાનાં નિમિત્ત બનવું આવશ્યક છે. જો એક પણ સબ્જેક્ટ માં ઓછું છે તો ફુલ પાસ નહીં પરંતુ પાસ થશો. એક છે પાસ વિથ ઑનર (સન્માનપૂર્વક પાસ) અને બીજી સ્ટેજ છે પાસ થવું. જે ફક્ત પાસ થાય છે પાસ વિથ ઑનર નહીં તો એમને પાસ વિથ ઓનર નાં અંતર માં ધર્મરાજની સજાઓથી પાસ (પસાર) થવું પડે છે અર્થાત્ થોડી ઘણી પણ સજાઓનો અનુભવ પાસ કરશે. પાસ વિથ ઑનર બીજાઓને પાસ કરતાં જોશે. એટલે દરેક સબજેક્ટ માં ફુલ પાસ થવાનું છે - તો દરેક ખજાનાની બચત કરો અને બજેટ બનાવો અર્થાત્ વેસ્ટ નહીં કરો. દરેક સેકન્ડ, સંકલ્પ કાં તો સ્વયં પ્રતિ શક્તિશાળી બનાવવા અર્થ કે સર્વ આત્માઓની સેવા અર્થ કાર્યમાં લગાવો.
બીજી વાત વેટ ઓછું કરો. એક તો પાછલા જન્મોનાં રહેલાં હિસાબ-કિતાબ નો બોજ સમાપ્ત કરવામાં લાગ્યા છો, પરંતુ તે બોજ કોઈ મોટી વાત નથી. બ્રાહ્મણ બનીને કે બ્રહ્માકુમાર/બ્રહ્માકુમારી કહેવડાવીને વિશ્વ-કલ્યાણકારી કે વિશ્વ-સેવાધારી કહેવડાવ્યાં પછી પણ જો એવો કોઈ વિકલ્પ કે વિકર્મ કરો છો તો આ બોજ પેલાં બોજ થી સો ગણો છે. એવાં કેટલાં પ્રકારનાં બોજ પોતાનાં સંસ્કારો ને વશ, સ્વભાવ ને વશ, જ્ઞાનની બુદ્ધિનાં અભિમાન વશ, નામ અને શાનનાં સ્વાર્થ વશ, સ્વયનાં સેલવેશન (સગવડ) પ્રાપ્ત કરવાનાં વશ કે અલબેલાપણા કે આલસ્ય (આળસ) નાં વશ અત્યાર સુધી કેટલાં બોજ ઉઠાવ્યાં છે? સદૈવ આ ધ્યાન રાખવાનું છે કે જ્ઞાની તુ આત્મા કહેવાઈ અથવા સર્વિસેબલ (સેવાધારી) કહેવાઈ એવાં કોઈ કર્મ કે વાતાવરણ ફેલાવવાનાં વાયબ્રેશન ઉત્પન્ન થવાનાં નિમિત્ત ન બનો જેનાથી સર્વિસનાં બદલે ડિસ-સર્વિસ (કુસેવા) થાય કારણ કે સર્વિસ પણ થાય પરંતુ એકવાર ની ડિસ-સર્વિસ દસવાર ની સર્વિસને સમાપ્ત કરી દે છે. જેમ રબર થી ભુસાઈ જાય છે તેમ એકવારની ડિસ-સર્વિસ દસ વખતની સર્વિસ નાં ખાતાને ખતમ કરી દે છે. અને તે સમજતાં રહે છે કે હું ખુબજ સર્વિસ કરું છું. પરંતુ ખાતુ ખાલી હોવાનાં કારણે નિશાની દેખાઈ પણ આવે છે પરંતુ અભિમાન વશ બહાર થી મિયાં-મિઠ્ઠું બની જાય છે. નિશાની શું હોય છે? એક તો યાદમાં શક્તિ કે પ્રાપ્તિનો અનુભવ નથી થતો. અંદરની સંતુષ્ટતા નહીં હોય. દરેક સમયે કોઈને કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ કે પ્રકૃતિ નો વૈભવ, સ્થિતિને હલચલમાં લાવવાનાં કે ખુશી, શક્તિ ખતમ કરવાનાં નિમિત્ત બનશે. બહાર નો દેખાડો એટલો સુંદર હશે જે અનેક આત્માઓ એને ન પારખવાનાં કારણે સૌથી સારાં ખુશમિજાજ અને પુરુષાર્થી સમજશે. પરંતુ અંદર બિલકુલ મૂંઝવણ માં ખોખલાપણું હોય છે. નામ, શાન નું ખાતુ ફુલ હોય છે પરંતુ ખજાનાનું ખાતું, અનુભૂતિઓનું ખાતુ ખાલી હોવાનાં બરાબર હોય છે અર્થાત્ નામ માત્ર હોય છે. અને નિશાની શું હશે? એવી આત્મા સ્વયં વિઘ્નો નાં વશ હોવાનાં કારણે સેવાનાં કાર્યમાં વિઘ્ન રુપ બની જાય છે. નામ વિઘ્ન વિનાશક છે પરંતુ બને વિઘ્ન રુપ છે. એવી આત્માઓનાં ઉપર સમય પ્રતિ સમયનાં બોજ થી વેટ વધવાનાં કારણે અનેક પ્રકારનાં માનસિક વ્યર્થ ચિંતન કે માનસિક અશાંતિ, એવાં અનેક રોગ પેદા કરી લે છે.
બીજી વાત વેટ હોવાનાં કારણે પુરુષાર્થની રફ્તાર (ગતિ) તીવ્ર નથી થઈ શકતી. હાઈ જમ્પ (ઉંચી છલાંગ) તો છોડો પરંતુ દોડ પણ નથી લગાવી શકતાં. પ્લાન બનાવશે કે આ કરીશું, આ કરીશું પરંતુ સફળ નથી થઈ શકતાં. ત્રીજી ગુહ્ય વાત એવી વેટ વાળી આત્માઓ જે વિઘ્ન રુપ કે ડિસ-સર્વિસનાં નિમિત્ત બને છે, બાપને અર્પણ કરેલું પોતાનું તન-મન કે ઈશ્વરીય સેવા અર્થ મળેલું ધન પોતાનાં વિઘ્નો નાં કારણે વેસ્ટ (બરબાદ) કરે છે અર્થાત્ સફળતા નથી પામતી, એનો વેસ્ટ કરવાનો પણ બોજ ચઢે છે, એટલે પાપોની ગહન ગતિને પણ સારી રીતે જાણો. હવે શું કરવાનું છે? વેસ્ટ નહીં કરો અને વેટ ઓછું કરો. ધર્મરાજ પુરીમાં જવાનાં પહેલાં પોતાનાં ધર્મરાજ બનો. પોતાનો પૂરો ચોપડો ખોલો અને ચેક કરો પાપ અને પુણ્ય નું ખાતુ શું રહ્યું છે, શું જમા કરવાનું છે, અને વિશેષ સ્વયં પ્રતિ પ્લાન બનાવો. પાપનાં ખાતાને ભસ્મ કરો. પુણ્યનાં ખાતાને વધારો. બાપદાદા બાળકોનાં ખાતાને જોઈને સમજે છે માલામાલ થઈ જાય. (વરસાદ પડી રહ્યો છે) પ્રકૃતિ પણ પાઠ ભણાવી રહી છે. જેમ પ્રકૃતિ પોતાની મોસમ (ઋતુ) કે સમય પ્રમાણે તીવ્ર ગતિથી કાર્ય કરી રહી છે એમ બ્રાહ્મણોની કમાણી જમા કરવાની મોસમ છે. તો મોસમ પ્રમાણે તીવ્ર ગતિ થી જમા કરો. અચ્છા.
સદા ફરિશ્તા, વેટલેસ અર્થાત્ લાઈટ રુપ (હલકાં), દરેક સેકન્ડ અને સંકલ્પ માં પણ પાછલો બોજ ભસ્મ કરતાં ભવિષ્ય જમા કરવા વાળા, સદા વિશ્વ સેવાધારી સ્વરુપ માં સ્થિત રહી આત્માઓને સર્વ ખજાના મહાદાની બની દાન કરવા વાળા, પોતાની શક્તિઓનાં ખજાના માં સંપન્ન થઈ શક્તિઓ દ્વારા વરદાની બનવા વાળા, રહેમ દિલ આત્માઓ, સદા વિશ્વ કલ્યાણકારી આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:-સદા સ્વ-ચિંતન અને શુભ-ચિંતક બંને સ્ટેજ (અવસ્થા) રહે છે? જ્યારે શુભ-ચિન્તન હોય છે તો વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. વ્યર્થનું (ચિન્તન) રહે છે અર્થાત્ શુભ-ચિન્તન નો અનુભવ ઓછો છે. જેમ કે એક વાર સરસ ચીજ નો ટેસ્ટ (સ્વાદ) કરી લીધો તો ઉતરતી (ખરાબ) ચીજ સ્વીકાર કરવાનો સંકલ્પ પણ નથી આવતો. તેમ શુભ-ચિન્તન માં રહેવા વાળા વ્યર્થ ચિન્તન કરી નથી શકતાં. ચિન્તન ચલાવવું અર્થાત્ એનું સ્વરુપ બની જવું. જેમ સાગરની અંદર રહેવા વાળા જીવ-જંતુ સાગર માં સમાયેલાં હોય છે, બહાર નથી નીકળવા ઇચ્છતાં. માછલી પણ પાણીની અંદર રહે, બહાર આવી તો ખતમ. સાગર કે પાણી જ એનો સંસાર છે, આટલો મોટો બહારનો સંસાર એના માટે કંઈ જ નથી, એમ જ્ઞાન સાગર બાપમાં સમાયેલાં, એમનો સંસાર પણ બાપ અર્થાત્ સાગર હોય છે. એવો અનુભવ કરો છો કે બહાર ચક્ર લગાવવાનું મન થાય છે? જ્યાં સુધી આ અનુભવ નથી કર્યો, સ્વરુપ માં સમાવવાનો, ત્યાં સુધી જે બ્રાહ્મણ જીવનનું ગાયન છે - અતિન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલવાનું, હર્ષિત થવાનું, તે નથી થઈ શકતું. એવાં અનુભવી જ આ બ્રાહ્મણ જીવનનાં સુખનાં મહત્વને જાણે છે. બ્રાહ્મણોને ચોટી (ચોટલી) કહે છે, આ ચોટી અર્થાત્ ઊંચી સ્ટેજ (સ્થિતિ) છે. જો અહીંયા સુધી નથી પહોંચ્યાં તો વિજય નો ઝંડો કેવી રીતે લહેરાવશો? ઊંચા શિખર પર જઈને ઝંડો લહેરાવશો તો વિજયી કહેવાશો.
વર્તમાન સમય નો પુરુષાર્થ શું છે? સાંભળવું, સંભળાવવું ચાલતું રહેશે, હવે અનુભવી બનવાનું છે. અનુભવી નો પ્રભાવ વધારે હોય. એ જ વાત અનુભવી સંભળાવે અને એ જ વાત સાંભળેલી સંભળાવે તો અંતર પડશે ને? લોકો પણ હવે અનુભવ કરવાં ઈચ્છે છે. યોગ શિબિર માં વિશેષ અનુભવ કેમ કરે છે? કારણ કે અનુભવી બનવાનું સાધન છે - સંભળાવવાની સાથે અનુભવ કરાવાય છે. એનાથી રિઝલ્ટ (પરિણામ) સારું નીકળે છે. જ્યારે આત્માઓ અનુભવ ઇચ્છે છે તો તમે પણ અનુભવી બનીને અનુભવ કરાવો. અનુભવ કેવી રીતે થાય - એનાં માટે કયું સાધન અપનાવવાનું છે? જેમ કોઇ ઇન્વેન્ટર (આવિષ્કારક) કોઈપણ ઈન્વેન્શન કરવાં માટે બિલકુલ એકાંતમાં રહે છે. તો અહીંયાની એકાંત અર્થાત્ એક નાં અંત માં ખોવાઈ જવું, તો બહારનાં આકર્ષણ થી એકાંત જોઈએ. એવું નહીં ફક્ત ઓરડા માં બેસવાનું એકાંત જોઈએ, પરંતુ મન એકાંત હોય. મનની એકાગ્રતા અર્થાત્ એકની યાદમાં રહેવું, એકાગ્ર થવું એ જ એકાંત છે. એકાંત માં જઇને ઇન્વેન્શન કરે છે ને! ચારે બાજુનાં વાયબ્રેશન થી પરે ચાલી જાય છે તો અહીંયા પણ સ્વયંને આકર્ષણ થી પરે જવું પડે. એવાં પણ કોઈ હોય છે જેને એકાંત પસંદ નથી આવતું, સંગઠન માં રહેવું, હસવું, બોલવું વધારે પસંદ નથી આવતું, પરતું આ થયું બાહ્યમુખતા માં આવવું. હવે પોતાને એકાંતવાસી બનાવો અર્થાત્ સર્વ આકર્ષણ નાં વાયબ્રેશન થી અંતર્મુખ બનો. હવે સમય એવો આવી રહ્યો છે જે આ જ અભ્યાસ કામ માં આવશે. જો બહારનાં આકર્ષણને વશીભૂત થવાનો અભ્યાસ હશે તો સમય પર દગો આપી દેશે. સરકમસ્ટન્સ (પરિસ્થિતિઓ) એવી આવશે જે આ અભ્યાસનાં સિવાય બીજો કોઈ આધાર જ નહીં દેખાશે. એકાંતવાસી અર્થાત્ અનુભવી મૂર્ત. દિલ્લી વાળા સેવાનાં આદિનાં નિમિત્ત બન્યાં છે તો આ વિશેષતા માં પણ નિમિત્ત બનો. તો આ સ્થિતિનાં અનુભવને બીજાં પણ કૉપી (નકલ) કરશે. આ સૌથી મોટામાં મોટી સેવા છે. સંગઠિત રુપમાં અને ઇન્ડીવિજ્યુઅલ (વ્યક્તિગત) રુપમાં બંનેય રુપથી એવાં અભ્યાસનું વાતાવરણ ફેલાવો.