Search for a command to run...
12 Dec 1979
રુહાની અલંકાર અને એનાથી સજેલી મૂર્તિઓ
12 December 1979 · ગુજરાતી
બાપદાદા પોતાનાં સર્વ બાળકોને આજે વિશેષ અલંકારી સ્વરુપ માં જોઈ રહ્યાં છે. દરેકની સજી સજાવેલી અલંકારધારી અતિ સુંદર મૂર્તિ જોઈ રહ્યાં છે. સ્વયં પોતાને જોયાં છે? કયાં-કયાં અલંકાર ધારણ કરેલાં છે? પોતાનાં રુહાની અલંકારોની સજાવટ ને સદા ધારણ કરીને ચાલી રહ્યાં છો?
આજે અમૃતવેળાએ દરેક બાળકની સજી સજાવેલી મૂર્તિ જોઈ. શું જોયું? દરેક બાળક અતિ-સુંદર છત્રછાયા ની નીચે બેઠેલાં છે. જે છત્રછાયા ની નીચે હોવાનાં કારણે પ્રકૃતિ અને માયા નાં વાર થી બચેલાં છે. ખુબ જ રુહાની સેફ્ટી (સલામતી) નાં સાધન ની અંદર હતાં. જરા પણ સૂક્ષ્મ વાયબ્રેશન (પ્રકંપન) પણ છત્રછાયા ની અંદર પહોંચી નથી શકતું. એવી છત્રછાયા ની અંદર વિશ્વ-કલ્યાણ ની સેવા ની જવાબદારી નાં તાજધારી બેઠેલાં હતાં. ડબલ તાજ ખુબ સુંદર સજી રહ્યો હતો. એક સંપૂર્ણ પ્યોરિટી (પવિત્રતા) નાં હિસાબ થી લાઈટ (પ્રકાશ) નો ક્રાઉન (તાજ), બીજો સેવા નો તાજ. આમાં નંબરવાર હતાં. કોઈ-કોઈ બાળકની પ્યોરિટી ની ત્રણ અવસ્થા સંકલ્પ, બોલ અને કર્મ નાં લાઈટ નો ક્રાઉન એક તો ફેલાયેલો વધારે હતો. જેટલી ત્રણેય સ્ટેજ (અવસ્થા) ની પ્યોરિટી એ જ અનુસાર લાઈટ નો ક્રાઉન, ચારે બાજુ પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. કોઈનો વધારે તો કોઈનો ઓછો હતો. સાથે-સાથે સેવાની જવાબદારી અનુસાર લાઈટ ની પાવર માં (શક્તિ માં) અંતર હતું અર્થાત્ પર્સન્ટેજ (ટકાવારી) માં ફરક હતો. કોઈ ૧૦ પાવરનો તો કોઈ હજાર પાવર નો, પર્સન્ટેજ અને ફેલાવા અનુસાર ભિન્ન-ભિન્ન નંબરવાર તાજધારી હતાં.
જેટલાં તાજ માં નંબર હતાં એ જ અનુસાર છત્રછાયા માં પણ ફરક હતો, કોઈની છત્રછાયા એટલી મોટી હતી કે એ જ છત્રછાયા ની અંદર રહીને કાર્ય કરી શકતાં હતાં. આખાં વિશ્વનું ભ્રમણ છત્રછાયા ની અંદર કરી શકતાં હતાં, એટલી બેહદ ની છત્રછાયા હતી અને કોઈ-કોઈની યથાશક્તિ નંબરવાર હદ ની હતી. એવી હદ ની છત્રછાયાની અંદર બેઠેલાં અર્થાત્ પોતાનાં પુરુષાર્થ ની અંદર સદા યાદ નાં બદલે નિયમ પ્રમાણે, સમય પ્રમાણે યાદ માં રહેવા વાળા. ૪ કલાક વાળા, ૮ કલાક વાળા અર્થાત્ યાદ ને પણ હદ માં લાવવા વાળા. યાદ બેહદ નાં બાપ ની છે પરંતુ યાદ કરવા વાળાઓએ બેહદની યાદ ને પણ હદ માં લાવી દીધી છે. સંબંધ અવિનાશી છે પરંતુ સંબંધ નિભાવવા વાળાઓએ સમય નિશ્ચિત કરી વિનાશી કરી દીધો છે. ક્યારેક બાપ થી સંબંધ, ક્યારેક વ્યક્તિ થી સંબંધ, ક્યારેક વૈભવો થી સંબંધ, ક્યારેક પોતાનાં જ જૂનાં સંસ્કાર અને સ્વભાવ સાથે સંબંધ. લેવા માટે તો અવિનાશી અધિકાર છે, અવિનાશી વારસો છે. પરંતુ આપવાનાં સમયે વિનાશી વારસા થી પણ કિનારો કરી દે છે. લેવામાં ફ્રાકદિલ છે (ઉદાર દિલ) અને આપવામાં ક્યાંક-ક્યાંક ઈકોનોમી (બચત) કરે છે. ઈકોનોમી કેવી રીતે કરો છો, તે જાણો છો? કેટલાંક બાળકો ખુબ જ હોશિયારી થી બાપ સાથે રુહ-રુહાન કરે છે. શું કહે છે? ફલાણી-ફલાણી વાતમાં એટલું તો પરિવર્તન કરી લીધું છે, બાકી હવે થોડું જ છે, એ પણ થઈ જશે. એટલું થોડું તો હશે જ ને. લેવા માં નથી કહેતાં કે થોડું-થોડું આપો. જો બાપ કોઈ મહારથીની સ્પેશિયલ (ખાસ) ખાતરી (સત્કાર) કરે તો સંકલ્પ ઉઠશે કે કેમ અમે પણ તો અધિકારી છીએ. લેવામાં જરા પણ નહીં છોડે પરંતુ આપવામાં થોડું-થોડું કરીને ખતમ કરી દેશે. આ ઈકોનોમી કરે છે, ચતુરાઇ થી બાપ ને પણ દિલાસો આપે છે. જરુર સંપન્ન બની જઈશું, થઈ જઈશું. જ્યારે લેવાનો - એક સેકન્ડનો અધિકાર છે તો આપવામાં પણ એટલાં ફ્રાકદિલ બનો. પરિવર્તન કરવાની શક્તિ ફુલ પર્સેન્ટેજ થી યુઝ (ઉપયોગ) કરો. તો નિરંતર યાદ ને હદ માં લાવ્યાંં છે એટલે છત્રછાયા માં પણ નંબર જોયાં. નંબરવાર હોવાનાં કારણે માયાનાં વાયબ્રેશન્સ, વાયુમંડળ, વ્યક્તિ-વૈભવ, સ્વભાવ-સંસ્કાર વાર કરે છે. નહીં તો છત્રછાયા ની અંદર સદા સેફ (સુરક્ષિત) રહી શકો છો.
તાજધારી પણ જોયાં, તખ્ત ને તો જાણો છો - બાપ નાં દિલતખ્તનશીન. પરંતુ આ દિલ-તખ્ત એટલું પ્યોર (પવિત્ર) છે જે આ તખ્ત પર સદા બેસી પણ એ જ શકે છે જે સદા પ્યોર છે. બાપ તખ્ત થી ઉતારતાં નથી પણ સ્વયં ઉતરી જાય છે. બાપ ની બધાં બાળકો માટે સદાકાળ માટે ઓફર (પ્રસ્તાવ) છે કે બધાં બાળકો સદા તખ્તનશીન રહો. પરંતુ ઓટોમેટિકલી (આપમેળે) કર્મ ની ગતિ નાં ચક્ર પ્રમાણે સદાકાળ એ જ બેસી શકે છે જે સદા ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરવા વાળા છે. સંકલ્પ માં પણ અપવિત્રતા કે અમર્યાદા આવે છે તો તખ્તનશીન નાં બદલે ઉતરતી કળામાં અર્થાત્ નીચે આવી જાય છે. જેવાં-જેવાં કર્મ કરે છે એ જ અનુસાર એ જ સમયે પશ્ચાતાપ કરે છે અને મહેસૂસ કરે છે કે તખ્તનશીન થી ઉતરતી કળા માં આવી ગયાં. જો કોઈ વધારે ઉલટું કર્મ થાય છે તો પશ્ચાતાપ ની સ્થિતિમાં આવી જાય છે. જો કોઈ વિકર્મ નહીં પણ વ્યર્થ થઈ જાય છે તો પશ્ચાતાપ ની સ્થિતિ નહીં પણ મહેસૂસતા ની સ્ટેજ (અવસ્થા) હોય છે. વારંવાર વ્યર્થ સંકલ્પ મહસૂસતા ની સ્ટેજ પર લાવતાં રહેશે કે આ કરવું ન જોઈએ. આ ખોટું છે, જેમ કાંટાની સમાન ખુંચતું રહેશે. જ્યાં પશ્ચાતાપ ની સ્થિતિ કે મહેસૂસતા ની સ્ટેજ અનુભવ થશે ત્યાં તખ્તનશીન નાં નશા ની સ્ટેજ નહીં હોય. પહેલી સ્ટેજ છે - તખ્તનશીન. બીજી સ્ટેજ છે - કર્યા પછી મહેસૂસતા ની સ્ટેજ. એમાં પણ નંબર છે. કોઈ કર્યા પછી મહેસૂસ કરે છે. કોઈ કરતી વખતે જ મહેસૂસ કરે છે અને કોઈ કર્મ થયાં પહેલા જ કેચ (પરખ) કરે છે કે કંઈક થવાનું છે. કોઈ તોફાન આવવાનું છે. આવતાં પહેલાં જ મહેસૂસ કરી, કેચ કરી સમાપ્ત કરી દે છે. તો બીજી સ્ટેજ છે મહેસૂસતા ની. ત્રીજી સ્ટેજ છે - પશ્ચાતાપ ની. આમાં પણ નંબર છે - કોઈ પશ્ચાતાપ ની સાથે પરિવર્તન કરી લે છે અને કોઈ પશ્ચાતાપ કરે છે પણ પરિવર્તન નથી કરી શકતાં. પશ્ચાતાપ છે પણ પરિવર્તન ની શક્તિ નથી તો એનાં માટે શું કરશો?
એવાં સમય પર વિશેષ સ્વયં પ્રતિ કોઈ-ને-કોઈ વ્રત અને નિયમ બનાવવો જોઇએ. જેવી રીતે ભક્તિમાર્ગ માં પણ અલ્પકાળનાં કાર્ય ની સિદ્ધિ માટે વિશેષ નિયમ અને વ્રત ધારણ કરે છે. વ્રત થી વૃત્તિ પરિવર્તન થશે. વૃત્તિ થી ભવિષ્ય જીવન-રુપી સૃષ્ટિ બદલાઈ જશે કારણ કે વિશેષ વ્રત નાં કારણે વારંવાર એ જ શુદ્ધ સંકલ્પ, જેનાં માટે વ્રત રાખ્યું છે, તે સ્વતઃ યાદ આવે છે. જેવી રીતે ભક્ત લોકો વિશેષ કોઈ દેવી કે દેવતાનાં વ્રત રાખે છે તો ન ઇચ્છતાં પણ આખો દિવસ એ જ દેવી કે દેવતા ની યાદ આવે છે અને યાદ નાં કારણે જ બાપ એ દેવી કે દેવતા દ્વારા યાદ નાં રિટર્ન (વળતર) માં એની આશા પૂર્ણ કરી દે છે. તો જ્યારે ભક્તોનાં વ્રત નું પણ ફળ મળે છે તો જ્ઞાની તૂ આત્મા અધિકારી બાળકો ને શુદ્ધ સંકલ્પ રુપી વ્રત નું અને દૃઢ સંકલ્પ રુપી વ્રત નું પ્રત્યક્ષ ફળ જરુર પ્રાપ્ત થશે. તો સાંભળ્યું, તખ્તનશીન તો બધાં જોયાં પરંતુ કોઈ સદાકાળ નાં, કોઈ ઉતરતાં-ચઢતાં જોયાં, હમણાં-હમણાં તખ્તનશીન, હમણાં-હમણાં નીચે. ચોથો અલંકાર કયો જોયો?
દરેકની પાસે સ્વદર્શન ચક્ર જોયું. સ્વદર્શન ચક્રધારી પણ બધાં હતાં પરંતુ કોઈનું ચક્ર સ્વતઃ ચાલી રહ્યું હતું અને કોઈને ચલાવવું પડતું હતું અને કોઈ પછી ક્યારેક-ક્યારેક રાઈટ (સાચી) તરફ ચલાવવાનાં બદલે રોંગ (ખોટી) તરફ ચલાવી રહ્યાં હતાં. જે સ્વદર્શન ચક્ર નાં બદલે માયાની ચકરી માં આવી જતા હતાં કારણ કે લેફ્ટ (ડાબી) બાજુ થઈ ગયું ને. સ્વદર્શન ચક્ર નાં બદલે પર-દર્શન ચક્ર ચલાવી રહ્યાં હતાં, આ છે લેફ્ટ સાઈડ ચલાવવું. માયાજીત બનવાનાં બદલે પર (બીજા) નાં દર્શન નાં મૂંઝવણ નાં ચક્ર માં આવી જતા હતાં જેનાંથી ‘કેમ’ અને ‘શું’ નાં પ્રશ્નો ની ઝાળ બની જતી હતી, જે સ્વયં જ રચતા અને પછી સ્વયં જ ફસાઇ જતાં, તો સાંભળ્યું શું-શું જોયું?
ચારેય અલંકારો થી સજા-સજેલાં જરુર હતાં પણ નંબરવાર હતાં. હવે શું કરશો? બેહદની છત્રછાયાની અંદર આવી જાઓ અર્થાત્ ક્યારેક-ક્યારેક ની યાદ નું અંતર સમાપ્ત કરીને નિરંતર યાદ ની છત્રછાયા માં આવી જાઓ. પ્યોરિટી (પવિત્રતા) અને સેવા નાં ડબલ તાજ નાં પર્સન્ટેજ અને પ્રસાર પણ બેહદ માં કરો અર્થાત્ બેહદ ફેલાયેલી લાઈટ નાં તાજધારી બનો. આપવા અને લેવા માં સેકન્ડનાં અભ્યાસી બની સદા તખ્તનશીન બનો. ચઢવા અને ઉતરવા માં થાકી જશો, સદા બેહદનાં રુહાની આરામમાં તખ્તનશીન રહો અર્થાત્ નિર્બન્ધન આત્માની આરામ ની સ્થિતિ માં રહો, નોલેજફુલ માસ્ટર (સંપૂર્ણ માસ્ટર જ્ઞાની) બની સદા અને સ્વતઃ સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો. પર-દર્શન ચક્ર કેમ, શું નાં પ્રશ્નોની ઝાળ થી સદા મુક્ત થઈ જાઓ તો શું થશે? સદા યોગ-યુક્ત, જીવન-મુક્ત ચક્રવર્તી બનીને બાપ ની સાથે વિશ્વ-કલ્યાણ ની સેવામાં ચક્ર લગાવતાં રહેશો. વિશ્વ સેવાધારી ચક્રવર્તી રાજા બની જશો.
એવાં સદા અલંકારી, સદા સ્વદર્શન ચક્રધારી, માયાનાં દરેક સ્વરુપ ને માસ્ટર નોલેજફુલ સ્ટેજ પર સ્થિત રહી પહેલાંથી જ પારખવા વાળા, અનેક પ્રકાર નાં માયા નાં વાર ને સમાપ્ત કરી માયા ને બલિહાર બનાવવા વાળા, બાપ નાં ગળા નાં હાર બનવા વાળા, અવિનાશી સર્વ સંબંધોની સદા પ્રીત ની રીત નિભાવવા વાળા, એવાં બાપ સમાન બાળકો ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
યુ.પી. નિવાસી આવ્યાંં છે. યુ.પી. ની વિશેષતા છે જેવી રીતે ભક્તિ નાં તીર્થ-સ્થાન યુ.પી.માં ઘણાં છે, તેવી રીતે જ્ઞાન નાં સેવાકેન્દ્ર નો વિસ્તાર પણ સારો કરી રહ્યાં છે. યુ.પી.માં ભક્ત આત્માઓ પણ ઘણી છે તો માસ્ટર ભગવાન, હવે ભક્તો ની પોકાર સાંભળીને હજી પણ જલ્દી-જલ્દી ભક્તિનું ફળ એમને આપો. આપી રહ્યાં છો, પરંતુ હજી પણ સ્પીડ (ગતિ) વધારો. યુ.પી. ની વિશેષતા - અનેક ગરીબોને સાહૂકાર બનાવવાનો ખુબ સરસ ચાંસ (તક) લઈ રહ્યાં છે. રહેમદિલ બનીને રહેમ (દયા) ની ભાવના સારી દેખાડી રહ્યાં છે. યુ.પી. નો તે ગવર્મેન્ટ (સરકાર) નાં નક્શા માં પણ વિસ્તાર છે, એરીયા (વિસ્તાર) ખુબ લાંબો છે. એવી જ રીતે પાંડવ ગવર્મેન્ટ નાં નક્શા માં સેવા નો એરીયા સૌથી નંબરવન કરીને દેખાડો. વિશેષ આ વર્ષમાં રહી ગયેલાં ગુપ્ત વારસદારો ને પ્રત્યક્ષ કરો. આજ સુધી જે કર્યું છે તે ખુબ સારું કર્યું છે, હવે હજી પણ ચારે બાજુની આત્માઓ વન્સ મોર (ફરી એક વાર) કરે. વાહ-વાહ ની તાળીઓ વગાડે. આવું વિશેષ કાર્ય પણ યુ.પી.વાળા કરશે. હજું બીજા પણ વધારે જ્ઞાન-સ્થાન બનાવો. તીર્થસ્થાનો થી જ્ઞાન-સ્થાન બનાવતાં જાઓ. સારું - બાકી જે પણ બધાં આવ્યાંં છે, જેવી રીતે પણ પુરુષાર્થ માં આગળ વધી રહ્યાં છે, આગળ વધવા માટે મુબારક છે. એનાથી પણ વધારે હાઈ-જમ્પ (ઉંચી છલાંગ) લગાવવા માટે સદા સ્મૃતિ સ્વરુપ ભવ.
પાર્ટીઓની સાથે અવ્યક્ત બાપદાદાની પર્સનલ મુલાકાત:-
૧. સહજયોગી નું ચિત્ર છે-વિષ્ણુ ની શેષ શૈયા:- તમે બધાં સદા ફાઉન્ડેશન ની (પાયાની) સમાન મજબૂત રહેવા વાળા, સદા અચળ છો ને? હલવા વાળા તો નથી ને? અંગદ નું જે આજ સુધી ગાયન થઈ રહ્યું છે, તે કોનું ગાયન છે? પોતાનું જ ગાયન ફરીથી સાંભળી રહ્યાં છો. જે કલ્પ પહેલાં વિજય પ્રાપ્ત કરી છે, એ વિજય નાં નગારાં હમણાં પણ સાંભળી રહ્યાં છો. તે નક્શો હમણાં તમારી સામે છે, કલ્પ-કલ્પ નાં વિજયી છો. અનેકવાર નાં વિજયી છો, એટલે સહજયોગી કહેવામાં આવે છે. અનેકવાર કરેલું ફરીથી કરવું તો સહજ થઈ જાય છે ને. નવું નથી કરી રહ્યાંં. બનેલાંને બનાવી રહ્યાં છો એટલે કહેવાય છે બન્યું-બનેલું બનાવી રહ્યાં છે, બનેલું છે પણ ફરીથી રિપીટ કરીને બનાવ્યું છે. પહેલાં પણ પદમાપદમ ભાગ્યશાળી બન્યાં હતાં, હમણાં પણ બની રહ્યાં છો. એવાં સહયોગી છો. એમની નિશાની તથા રહેણી-કરણી નું ચિત્ર કયું દેખાડ્યું છે? વિષ્ણુની શેષ શૈયા અર્થાત્ સાપ ને પણ શૈયા (પથારી) બનાવી દીધી અર્થાત્ તે (સાપ) અધીન થઈ ગયાં, તેઓ (વિષ્ણુ) અધિકારી થઈ ગયાં. નહીં તો સાપ ને કોઈ હાથ નથી લગાવતું, સાપ ને શૈયા બનાવી દીધી અર્થાત્ વિજયી થઈ ગયાં. વિકારો રુપી સાપ જ અધીન થઈ ગયાં અર્થાત્ શૈયા બની ગયાં તો નિશ્ચિંત થઈ ગયાં ને. જે વિજયી હોય છે તે સદા નિશ્ચિંત વિષ્ણુનાં સમાન સદા હર્ષિત રહે છે. હર્ષ પણ ત્યારે થશે જ્યારે જ્ઞાન નું સુમિરણ કરતાં રહેશો. તો આ ચિત્ર તમારું જ છે ને. જે પણ બાપનાં બાળકો બન્યાં અને વિજયી થઈ રહ્યાં છે, એ બધાનું આ ચિત્ર છે. સદા સામે જુઓ કે વિકારો ને અધીન કરેલો અધિકારી છું. આત્મા સદા આરામ ની સ્થિતિમાં રહે. શરીર ને સુવાનો આરામ નહીં, એ તો સેવામાં હાડકાં (દધીચિ ઋષિની જેમ) આપવાનાં છે પરંતુ આત્માની નિશ્ચિંત સ્થિતિ - આ છે આરામ. કારણ કે હવે ભટકવાથી બચી ગયાં.
માતાઓ બધી ગોપિકાઓ, ગોપી વલ્લભ ની સાથે ઝૂલામાં ઝૂલવા વાળી છો ને? અડધો કલ્પ જડ ચિત્રો ને ખુબ પ્રેમ થી ઝૂલાવ્યાંં, હવે ઝૂલાવવાનું ખતમ થયું, ઝૂલવાનું શરું થઈ ગયું. ક્યારેક સુખનાં ઝૂલામાં, ક્યારેક શાંતિનાં ઝૂલામાં…. અનેક ઝૂલાઓ છે, જેમાં ઈચ્છો એમાં ઝૂલો, નીચે ન આવો. માતાઓને ઝૂલો સારો લાગે છે. ત્યારે જ તો બાળકોને પણ ઝૂલાવતી રહે છે. ભક્તિમાં ખુબ ઝૂલાવ્યાં હવે ભક્તિનું ફળ તો લેશો ને. ભક્તિ છે ઝુલાવવું અને ફળ છે ઝૂલવું. તો હવે જે ફળ મળી રહ્યું છે તે ખાઈ રહી છો કે જોઇ-જોઈ ને ખુશ થઇ રહી છો. માતાઓમાં આ પણ આદત હોય છે - ખાશે નહીં, રાખી દેશે. આ તો જેટલું ખાશો એટલું વધશે. એક સેકન્ડ ખાશો તો એક સમય નો અનુભવ સદાકાળ નાં અનુભવી બનાવી દેશે. એટલે ખુબ ખાઓ. માતાઓને જોઈને બાપને પણ ખુશી થાય છે. જેમને દુનિયાએ ના-ઉમ્મીદવાર બનાવ્યાંં, બાપે તેમને જ માથા નાં તાજ બનાવી દીધાં. તેમણે જૂનાં પગરખાં સમજ્યાં અને બાપે માથાનો તાજ બનાવ્યાં તો કેટલી ખુશી થવી જોઈએ. પાંડવોનું પણ સદા સહયોગી અને સદા સાથે રહેવાનું ગાયન છે. યાદગાર માં જુઓ ગોપી વલ્લભ ની સાથે બાળ-ગોપાળ દેખાડ્યાં છે. દરેક કાર્યમાં સહયોગ અને સદા સાથે રહેવા વાળા છો ને? બધાં યાદ અને સેવા બન્ને માં તત્પર રહો. સેવા થી ભવિષ્ય પ્રાલબ્ધ બનશે અને યાદ થી વર્તમાન ખુશી માં રહેશો. કોઈ અપ્રાપ્ત વસ્તુ જ નહીં, સદા તૃપ્ત.