Search for a command to run...
15 Dec 1979
વિદેશી બાળકો સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
15 December 1979 · ગુજરાતી
આજે બધાં પદમાપદમ ભાગ્યશાળી બાળકો ને બાપદાદા પણ જોઈને હર્ષિત થઇ રહ્યાં છે. એક-એક વિશ્વ નાં શો-કેસ ની અંદર અમૂલ્ય રતન છે. દરેક રતન પોત-પોતાની વેલ્યુ (મૂલ્ય) યથાશક્તિ જાણે છે. પણ બાપદાદા સદા સર્વ બાળકોની સંપન્ન સ્ટેજ (અવસ્થા) જ જુએ છે. વર્તમાન ફરીશ્તા રુપ અને ભવિષ્ય દેવતા રુપ, મધ્ય નું પૂજ્ય રુપ - ત્રણેય રુપ આદિ, મધ્ય અને અંત ને જોતાં દરેક રતન ની વેલ્યુ ને જાણે છે. દરેક રતન કોટો (કરોડો) માંથી કોઈ અને કોઈ માં પણ કોઈ છે. એવાં જ પોતાને સમજો છો ને? એક તરફ વિશ્વ ની કરોડો આત્માઓ રાખો અને બીજી તરફ એક પોતાને રાખો તો કરોડો થી પણ વધારે તમારા દરેક નું વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ છે. એટલો નશો સદા રહે છે? આજ દિવસ સુધી પણ તમારાં પૂજ્ય સ્વરુપ દેવી-દેવતા રુપ ની ભક્ત લોકો પૂજા કરી રહ્યાં છે. તમારાં જડ ચિત્રો માં ચૈતન્ય દેવતાઓનું આહવાન કરી રહ્યાં છે. પોકારી રહ્યાં છે, આવો, આવીને અશાંતિ થી છોડાવો. ભક્તો ની પોકાર, પોતાનાં ભવિષ્ય માં થવા વાળી પ્રજા નું પણ આહવાન સંભળાય છે?
આજની રાજનીતિ ની હલચલ ને જોઈને તમને વિશ્વ નાં મહારાજ-મહારાણીઓ ને અથવા વૈકુંઠ રામ-રાજ્ય ને બધાં યાદ કરી રહ્યાં છે કે હવે એ રાજ્ય જોઈએ. રામ રાજ્ય માં કે સતયુગી વૈકુંઠ માં તમે બધાં બાપ ની સાથે-સાથે રાજ્ય અધિકારી છો ને. તો આપ અધિકારીઓનું તમારી પ્રજા આહવાન કરી રહી છે કે ફરીથી એ રાજ્ય લાવો. આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓને એમનો અવાજ નથી પહોંચતો? બધાં બૂમો પાડી રહ્યાં છે, કોઈ ભૂખ થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ મોંઘવારી થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ તન નાં રોગ થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ મન ની અશાંતિ થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ ટેક્સ થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ પરિવાર ની સમસ્યાઓ થી બૂમો પાડી રહ્યાં છે, કોઈ પોતાની ખુરશી ની હલચલ નાં કારણે બૂમો પાડી રહ્યાં છે, મોટાં-મોટાં રાજ્ય-અધિકારી એકબીજા થી ભયભીત થઈને બૂમો પાડી રહ્યાં છે, નાનાં બાળકો ભણતર નાં બોજ થી બૂમો પાડી રહ્યાં છે. નાનાં થી મોટાં બધાં બૂમો પાડી રહ્યાં છે. ચારે બાજુ ની બૂમો તમારાં બધાનાં કાન સુધી પહોંચે છે? એવાં સમયે બાપ ની સાથે-સાથે તમે બધાં પણ ટાવર ઓફ પીસ (શાંતિ સ્તંભ) છો. બધાંની નજર ટાવર ઓફ પીસ તરફ જઈ રહી છે. બધાં જોઈ રહ્યાં છે - હાહાકાર પછી જય-જયકાર ક્યારે થાય છે. તો બધાં ટાવર ઓફ પીસ બતાવો, ક્યારે જય-જયકાર કરી રહ્યાં છો? કારણ કે બાપદાદાએ સાકાર રુપ માં નિમિત્ત તમને બાળકો ને જ રાખ્યાં છે. તો હેં સાકારી ફરિશ્તાઓ, ક્યારે પોતાનાં ફરિશ્તા રુપ થી વિશ્વનાં દુઃખ દૂર કરી સુખધામ બનાવશો? તૈયાર છો?
વિદેશી તો લાસ્ટ તે ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) વાળા છો ને. ફાસ્ટ ગતિ થી ક્યારે સર્વ ની સદ્દગતિ કરી રહ્યાં છો? એવરરેડી (સદા તૈયાર) છો? બાપદાદા બધાંને બાળકો તરફ જ ઇશારો કરે છે. શક્તિઓની પૂજા વધારે છે. બંને તરફ લાંબી લાઈન લાગે છે. પાંડવો નાં યાદગાર હનુમાન ની પાસે અને શક્તિઓની તરફ થી વૈષ્ણવ દેવી પાસે - બંને ની પાસે લાંબી લાઈન લાગે છે. દિવસ-પ્રતિ-દિવસ લાઈન લાંબી થતી જઈ રહી છે. તો સર્વ ભક્તોને ભક્તિ નું ફળ, ગતિ-સદ્દગતિ આપવા વાળા છો ને? તો સદા પોતાને માસ્ટર ગતિ-સદ્દગતિ દાતા સમજી, ગતિ અને સદ્દગતિ નો પ્રસાદ ભક્તો ને વહેંચો, પ્રસાદ વહેંચતાં આવડે છે. ટોલી વહેંચવાનો અભ્યાસ તો થઇ જ ગયો છે, હવે આ પ્રસાદ વહેંચવાનો છે.
આજે તો વિશેષ વિદેશીઓ ને મળવા આવ્યાં છે. આજે અમૃતવેળા નું દૃશ્ય સંભળાવ્યું કે વિશ્વ માં શું જોયું? એક ચિલ્લાવવાનું (બૂમો પાડવાનું), બીજું ચલાવવાનું. એક તરફ બૂમો પાડી રહ્યાં છે અને બીજી તરફ બધાં કાર્યો ને ધક્કા મારીને ચલાવી રહ્યાં છે. બધી વાતોમાં એ વિચારે છે કે ચલાવવાનું જ છે. જેવી રીતે કોઈ સ્વયં નથી ચાલી શકતું તો ધક્કા મારીને કે આર્ટિફિશિયલ (કૃત્રિમ) પૈડાં લગાવીને ચલાવે છે. આજકાલ ની ભાષામાં - દરેક કાર્યમાં જ્યાં સુધી કોઈને કોઈ સાધન નાં પૈડાં નથી લગાવતાં ત્યાં સુધી કાર્ય નથી ચાલતું. તો પૈડાં લગાવવાની સીઝન છે, ફેશન છે. એનાંથી શું સિદ્ધ થાય છે કે આમ તો કાર્ય નથી ચાલી શકતું, પણ ધક્કો મારીને ચલાવી રહ્યાં છે અથવા પૈડાં લગાવીને ચલાવી રહ્યાં છે. તો આજ નાં સમાચાર હતાં - વિશ્વ માં બૂમો પાડવી અને કામ કે જીવન ને ચલાવવું. એટલે આજકાલ ગવર્મેન્ટ પણ કામચલાઉ છે. તો ચલાવવું અને ચિલ્લાવું, એ જ આજનાં વિશ્વ ની હાલત છે. કોઈ ચિલ્લાવી રહ્યું છે કોઈ ચલાવી રહ્યું છે. તો સાંભળ્યાં, સંસાર નાં સમાચાર.
વિદેશીઓમાં પણ વિશેષતાઓ છે ત્યારે જ બાપદાદાએ દૂર-દૂર નાં દેશોમાંથી પોતાનાં બાળકો ને શોધી લીધાં છે. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું હતું શું કે અમે આવાં બાપ નાં સિકીલધા બનીશું? પરંતુ બાપ તો બાળકોને ખૂણા-ખૂણા માંથી પણ શોધીને પોતાનાં પરિવારનાં ગુલદસ્તા માં લગાવી દે છે. તો બધાં ભિન્ન-ભિન્ન સ્થાન થી આવેલાં એક જ બ્રાહ્મણ પરિવાર નાં ગુલદસ્તા નાં વેરાયટી (વિવિધ) પુષ્પ છો.
વિદેશીઓની વિશેષતા:- ડબલ વિદેશી બાળકોને ડ્રામા અનુસાર વિશેષ લિફ્ટ પણ મળેલી છે. જે લિફ્ટ નાં આધારે લાસ્ટ સો ફાસ્ટ સારા જ જઈ રહ્યાં છે. તે લિફ્ટ ની ગિફ્ટ (ભેટ) કઈ છે? વિદેશીઓની વિશેષતા અર્થાત્ વિદેશીઓને વિશેષ લિફ્ટ એટલાં માટે મળી છે જે વિદેશ માં સુખનાં સાધન બધાં પ્રકારનાં ભોગવીને હવે થાકી ગયાં છે અને ભારતવાસી હમણાં શરું કરી રહ્યાં છે. તો વિદેશીઓને એ અલ્પકાળ નાં સાધનો થી જેવી રીતે કોઈનું પેટ ભરાઈ જાય છે તો એની આગળ કાંઈ પણ રાખો, આસક્તિ નથી થતી, વૈભવો થી, વસ્તુઓ થી, અલ્પકાળનાં સુખો થી મન ભરાઈ ચૂક્યું છે. એટલે એક તરફ થી કિનારો સહજ થઈ ચૂક્યો છે અને જેની આવશ્યકતા હતી એ સહારો મળી ગયો, એટલે સહજ જ એક બાપ બીજું ન કોઈ, એવી સ્થિતિ નો અનુભવ કરી રહ્યાં છો. ત્યાગ કર્યો જરુર છે પણ મન ભરાઈ ગયાં પછી ત્યાગ કર્યો છે. વિદેશીઓને તો આ લિફ્ટ છે જેથી પહેલેથી જ બુદ્ધિ કિનારે થઈ ગઈ છે. અને સહારા ને શોધવાની વાયુમંડળ માં શરુઆત થઈ ગઈ છે, એટલે ભારતવાસીઓને છોડવામાં મહેનત લાગે છે અને વિદેશીઓને છોડવામાં મહેનત નથી લાગતી. સહજ જ ત્યાગ થઇ જાય છે. એટલે ભારતવાસીઓનું છોડવામાં હૃદય વિદીર્ણ થાય છે. વિદેશીઓનું ઉછળ થી, એક ધક થી, છોડ્યું અને છુટ્યું. બીજી વાત વિદેશીઓનાં સંસ્કાર સ્વભાવ માં પણ ભરેલું છે કે જે વિચાર્યું એ કર્યું. ડોન્ટ કેર (ચિંતા-મુક્ત) છે. જે વિચાર્યું એ કરવાનું જ છે. વિચારવાવાળા નથી કે એ શું કહેશે, તે શું કહેશે! લોક મર્યાદા થી પહેલેથી જ પાર છે. એટલે ભારતવાસીઓથી વધારે પુરુષાર્થ માં સહજ અને તીવ્ર જાય છે. એમને લોક મર્યાદા વધારે હોય છે. ડબલ વિદેશીઓની લોક મર્યાદા પહેલે થી જ છૂટેલી છે. અડધા સંબંધો પહેલેથી જ તૂટેલાં છે એટલે લાસ્ટ સો ફાસ્ટ જાય છે. સમજ્યાં, વિદેશીઓની ડ્રામા અનુસાર વિશેષતા છે. અજ્ઞાન ની વાતો છે. પરંતુ ડ્રામા માં આ સંસ્કાર પરિવર્તન થવામાં સહજ સાધન બની ગયાં છે, એટલે વિદેશીઓને સહજ થાય છે. વિદેશી નષ્ટોમોહા થવામાં હોશિયાર છે, ઇન્ડિયન પણ વિદેશ માં રહીને વિદેશનાં વાતાવરણ માં તો આવી જાય છે ને. વિદેશી જમ્પ (છલાંગ) લગાવવામાં હોશિયાર થઈ ગયાં છે. સમજ્યાં, વિદેશીઓની વિશેષતા?
ઓસ્ટ્રેલિયા પાર્ટી:- ઓસ્ટ્રેલિયા વાળાઓએ ખુબ સરસ સેવાની વૃદ્ધિ કરી છે. છૂટી પડી ગયેલી આત્માઓને બાપ સાથે મળાવવા વાળા રુહાની સેવાધારી છો. એક-એક બાપ નાં સમીપ આવવા અને લાવવા વાળા રતન છે. બાપદાદા પણ આવાં રુહાની સેવાધારીઓને જોઈને હર્ષિત થાય છે. નવાં-નવાં પણ જૂનાં લાગે છે કારણ કે કલ્પ-કલ્પ નાં અધિકારી છે. ઓસ્ટ્રેલિયા વાળાઓની વિશેષતા છે - કોઈ વિશેષ સહયોગ વગર પણ પોતાનાં પગ પર ઉભાં રહીને બાપ નાં સબંધ, સંપર્ક નાં આધાર પર સેવા કરી, વૃદ્ધિ કરી તો બધાં સદા બાપ નાં સમીપ પોતાને અનુભવ કરો છો? પાંડવ સેના વધારે છે કે શક્તિઓ? (શક્તિઓ) શક્તિઓનો ઝંડો ઊંચો છે. મહેનત પાંડવોએ કરી છે અને ઝંડો શક્તિઓને આપ્યો છે. આ જ સારું છે કારણ કે શક્તિઓ છે ગાઈડ (માર્ગદર્શક) અને પાંડવો છે ગાર્ડ (સંરક્ષક). ગાર્ડ પોતે પાછળ રહીને ગાઈડ ને આગળ રાખે છે. તો શક્તિઓ ગાઈડ બનીને બધાંને રસ્તો બતાવી રહી છો? શક્તિઓ છો કે કુમારી? શક્તિઓની વિશેષતા છે - સદા માયાજીત. માયા અર્થાત્ વાર કરવા વાળાને પોતાની સવારી બનાવવા વાળી. એવાં છો ને.
બાપદાદાએ તો વિદેશી બાળકોનું આહવાન ૧૦-૧૨ વર્ષ પહેલે થી કર્યું છે. એટલી સ્વીટ (મીઠી) આત્માઓ છો. બધાં સદા બાપદાદા દ્વારા પ્રાપ્ત થયેલાં સુખ-શાંતિ અને આનંદ નાં ઝૂલામાં ઝૂલતાં રહો છો ને? જે સદા ઝૂલામાં ઝૂલવા વાળા છે તેઓ ભવિષ્ય માં પણ સાકાર રુપ નાં ભિન્ન રુપ ની સાથે ઝૂલા માં ઝૂલે છે. તો બધાં શ્રીકૃષ્ણ સાથે ઝૂલશો ને! જ્યારે બાપ સમાન બનશો ત્યારે જ બાપ ની સાથે ઝૂલામાં ઝૂલી શકશો. નહીં તો દૂર બેસીને જોવા વાળા બની જશો! સદા સાથે રહેવા વાળા ત્યાં પણ સાથે-સાથે ઝૂલે છે. દરેકે સ્વર્ગ જવાની ટિકિટ બુક (નોંધણી) કરી લીધી છે? કયાં ક્લાસની ટિકિટ બુક કરી છે? એરકન્ડીશન ની ટિકિટ કોને મળશે? જે અહીંયા દરેક કન્ડિશન માં (પરિસ્થિતિમાં) સેફ (સુરક્ષિત) રહેશે. કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, કેવી પણ સમસ્યાઓ આવી જાય પણ દરેક સમસ્યા ને સેકન્ડ માં પાર કરવા વાળા. એરકન્ડીશન ની ટિકિટ બુક કરાવા માટે પહેલાં આ સર્ટિફિકેટ જોઈએ. જેવી રીતે તે ટિકિટ માટે પૈસા આપો છો. એવી રીતે અહીંયા પણ “સદા વિજયી” બનવાનાં મની (પૈસા) જોઈએ - જેનાથી ટિકિટ મળી શકે. ખુબ મહેનત કરીને પૈસા ભેગા કરીને અહીંયા આવ્યાં છો ને! આ પૈસા ભેગા કરવા એનાથી પણ સહજ છે. જે સદા બાપ ની સાથે રહે છે એમની દરેક સેકન્ડ માં ખુબ જ કમાણી જમા થતી રહે છે. તો આટલાં સમય માં કેટલી કમાણી જમા કરી લીધી છે? સારું, નવો પ્લાન (યોજના) શું બનાવ્યો છે? શક્તિઓ અને પાંડવોનું સંગઠન સારું છે. એકબીજા સાથે નિર્વિઘ્ન થઈને, સ્નેહી અને સહયોગી થઈને ચાલો છો? કોઈ ખીટપીટ તો નથી થતી? હજી પણ વધારે ને વધારે નિર્વિઘ્ન સેવાકેન્દ્ર બનાવો ત્યારે ઈનામ મળશે. વધારે સેવાકેન્દ્ર પણ હોય અને નિર્વિઘ્ન પણ હોય? (બાપદાદા અમારી પાસે ઓસ્ટ્રેલિયામાં આવશો?) બાપદાદા તો રોજ ચક્કર લગાવે છે. તમે વિચારો જ્યારે બાળકો બાપ ને યાદ કરે છે તો બાપ કેમ યાદ નું રિટર્ન(વળતર) નહીં આપે? બાપદાદા રોજ અમૃતવેળા દરેક બાળકની સંભાળ કરવા માટે, જોવાં માટે વિશ્વ-ભ્રમણ કરે છે. તમે રુહ-રુહાન નથી કરતાં? આવે છે ત્યારે તો રુહ-રુહાન કરો છો! રોજ રુહ-રુહાન કરો છો કે ક્યારેક-ક્યારેક? એક હોય છે બેસવું અને બીજું હોય છે મિલન મનાવવું, તો બેસો છો, પણ પાવરફુલ (શક્તિશાલી) સ્ટેજ (અવસ્થા) પર બેસો તો સદા સમીપ નો અનુભવ કરશો.
હમણાં તો જ્યાં સુધી છો ત્યાં સુધી મળતાં રહેશે. બાબા કહ્યું અને સાથ નો અનુભવ કર્યો. કોઈ પણ વાત આવે, સેકન્ડ માં બાબા કહ્યું અને સાથ નો અનુભવ કરી લીધો. આ બાબા શબ્દ જ જાદુ નો શબ્દ છે. તો જેવી રીતે જાદુની રીંગ (વીંટી) કે જાદુની કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખો છો, એવી રીતે ‘બાબા’ શબ્દ પોતાની સાથે રાખો. તો ક્યારેય પણ કોઈ પણ કાર્યમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. જો કોઈ વાત આવી પણ જાય તો ‘બાબા’ શબ્દ યાદ કરવા અને કરાવવાથી નિર્વિઘ્ન થઈ જશો. બાબા-બાબા નો મહામંત્ર સદા સ્મૃતિમાં રાખો તો સદા એવો અનુભવ કરશો કે જેમ છત્રછાયા ની નીચે ચાલી રહ્યાં છીએ.
મૌરેશિયસ:- સદા બાપ દ્વારા મળેલાં ખજાનાઓ થી રમતાં રહો છો ને? જે લાડલા અને સિકીલધા હોય છે, તે સદા રતનો થી રમે છે. તો તમને બધાંને પણ બાપદાદા દ્વારા અખૂટ જ્ઞાન રત્ન પ્રાપ્ત થયેલાં છે, એ જ ખજાનામાં રમતાં રહો છો? આ જ રતનો થી રમવામાં અને બીજાને પણ માલામાલ કરવામાં બીઝી (વ્યસ્ત) રહો છો ને? આ જ કાર્ય છે ને? બાકી પ્રવૃત્તિ તો નિમિત્ત માત્ર છે. બ્રાહ્મણ જીવન નું કર્તવ્ય છે - સાંભળવું અને સંભળાવવું. આ જ નિજી કાર્ય છે. (બાંધેલીઓ છે) બાંધેલીઓ તો પ્રવૃત્તિમાં રહેતાં પણ નિવૃત રહે છે. દરેક ઘડી લગન રહે છે કે કઈ ઘડી નિર્બંધન બની બાપ ને મળીએ. તન ત્યાં છે પણ મન બાપ ની પાસે રહે છે. પરતંત્ર તન નાં છો, મન નાં તો નથી ને. તન ને કેટલાં પણ તાળાઓમાં રાખો, મન ને તો તાળું નથી લગાવી શકતાં. જો માયાજીત છો તો મન સ્વતંત્ર છે. બાંધેલીઓ પોતાની વૃત્તિ દ્વારા, શુભ સંકલ્પ દ્વારા, વિશ્વનાં વાયુમંડળને પરિવર્તન કરી શકે છે. બાંધેલીઓને આ સેવાનો ખુબ મોટો ચાન્સ (તક) છે. આજકાલ મન્સા સેવા જ જોઈએ કારણ કે વિશ્વને આવશ્યકતા છે - મન ની શાંતિની. તો મન્સા દ્વારા શાંતિનાં વાયબ્રેશન્સ (પ્રકંપન) ફેલાવી શકો છો. શાંતિનાં સાગર બાપ ની યાદમાં એ જ સંકલ્પ માં રહેવું, આ જ મન્સા સેવા છે. ઓટોમેટીક (આપમેળે) શાંતિની કિરણો ફેલાતી રહેશે. તો શાંતિનું દાન કરવા વાળી, મહાદાની છો ને?
જ્યાં બાપ સાથે છે, ત્યાં કોઇ કાંઈ પણ નથી કરી શકતું. જો કોઈ થોડો અવાજ કરે છે તો પણ ધીરે-ધીરે ઠંડા થઈ જશે. જેવી રીતે દિવાળી માં મચ્છર નીકળે છે અને સમાપ્ત થઈ જાય છે ને. તમે સાગર નાં બાળકો સાગર છો, આખાં વિશ્વને સાચાં આર્ય બનાવવા વાળા છો, તો કોઈ કરી જ શું શકે છે. તળાવ સાગર માં સમાઈને સમાપ્ત થઈ જશે. જેટલાં તમે લોકો બાપ ને યાદ કરો છો, બાપ તમને પદમ-ગુણા યાદ કરે છે. એટલે રોજ યાદનું રિટર્ન (વળતર) આપવા માટે ચક્કર લગાવે છે. બાળકો ભલે ઊંઘી પણ રહ્યાં છે, બાપ સર્વ બાળકોની દેખરેખ નું પોતાનું કાર્ય સદા જ કરે છે. કોઈ કેચ કરે (પકડે) છે કોઈ નથી કરતાં, એ થયો બાળકો નો પુરુષાર્થ. એ જ સમયે કેચ કરો તો ઘણો બધો અનુભવ કરી શકો છો. આખાં દિવસ માટે એક ખોરાક મળી જશે.
પેપર આવવું અર્થાત્ અનુભવી બનાવવું અર્થાત્ સદા માટે વિઘ્ન-વિનાશક ની ડીગ્રી (પદવી) લેવી. એટલે જ્યારે પેપર આવે છે તો સમજવું જોઈએ કે ક્લાસ આગળ વધી ગયાં. બાપદાદા બધાં બાળકોની રક્ષા કરે છે, એટલે સદા એ જ છત્રછાયા માં રહો.
નેરોબી પાર્ટી:- સદા લાસ્ટ સો ફાસ્ટ જવા વાળા વિશેષ શમા (દીપક) ની આગળ પરવાના (પતંગિયા), સદાકાળ માટે સળગીને મરજીવા બનવામાં સદા હોશિયાર છે. પાક્કા પરવાના છો ને? પરવાનાઓને જોઈને શમા પણ ખુશ થાય છે. શમા ને પણ નાઝ (ગર્વ) થાય છે, આવાં પરવાનાઓ ઉપર. તો સદા બાપ નાં સ્મૃતિ-સ્વરુપ બાળકો છો! જેવી રીતે તમે બાપ ને યાદ કરો છો, એવી રીતે બાપ પણ તમને યાદ કરે છે. તમે લોકોએ તો બાપ ને ઇનડાયરેક્ટ જડ ચિત્રો દ્વારા ચૈતન્ય ને માળાઓ પહેરાવવાની કોશિશ કરી અને બાપ સદા બાળકોનાં ગુણોની માળા સિમરણ કરતાં રહે છે. તો કેટલા લકી (નસીબદાર) છો! બાપ ને આત્માઓ યાદ કરે છે અને આપ મહાન આત્માઓને બાપ યાદ કરે છે. તો બાપ થી પણ ઊંચા થઈ ગયાં. એટલે બાળકોનું સ્થાન બાપ નાં તાજ માં છે. તાજ નાં પણ વેલ્યુએબલ મણકાઓ છો. જે રીયલ (સાચાં) મણિઓ હોય છે કે પછી જે રીયલ હીરા હોય છે તે કેટલાં ચમકે છે. આજકાલ તો સાચાં મોતી પણ ખોટાનાંં સમાન હોય છે. સતયુગ માં તો દરેક બલ્બ ની માફક લાઈટ આપશે. ખુબ ચમકીલાં હશે. જેવી રીતે અહીંયા કોઈ પણ રંગની લાઇટ કરવા માટે બલ્બ ની ઉપર કાગળ લગાવો છો. લીલી લાઈટ માટે લીલો કાગળ, લાલ લાઈટ માટે લાલ કાગળ, એવી રીતે ત્યાં જેટલા રંગ નાં હીરા હશે એટલી નેચરલ લાઇટ (કુદરતી પ્રકાશ) ભિન્ન-ભિન્ન રંગ ની હશે. જરાક પણ પ્રકાશ આવ્યો અને ઝગમગાતાં રુમ નો અનુભવ થશે. તો તમે બધાં બાપદાદા નાં માથા નાં તાજ નાં સાચાં હીરા છો. એક હીરો ચમકવા વાળો અને એક હીરો સૌથી શ્રેષ્ઠ મુખ્ય પાર્ટ ભજવવા વાળો, હીરો-હીરોઇન. તો ડબલ હીરા થઈ ગયાં ને. સદા આ જ નશામાં રહો કે અમે ડબલ હીરા છીએ.
નેરોબી ની સુગંધ વતન સુધી સરસ આવી રહી છે. હિમ્મતવાળા બાળકો છે. આટલું મોટું ગ્રુપ હિંમત નું જ સબૂત છે ને. આનાંથી સિદ્ધ થાય છે કે નેરોબી વાળાઓ બાપ સમાન સેવાધારી છે - ત્યારે તો બધાંની સેવા કરીને અહીંયા સુધી લાવ્યાં છો ને. આ સેવાનું પ્રત્યક્ષ સબૂત છે. દૃઢ નિશ્ચય નું ફળ મળ્યું છે ને. નિશ્ચય-બુદ્ધિ બન્યાં અને બાપ ની મદદ થી અસંભવ સંભવ થઇ ગયું. નાનકડી ઝૂંપડી થી મહેલ મળી ગયો. (બાપદાદા, તમે મહેલ (સેવાકેન્દ્ર) જોયો છે). બાપદાદા તો પોતાનું કામ નથી છોડતાં. બાપ સદા બાળકોની સંભાળ કરે છે. લૌકિક માં પણ જુઓ માઁ બાળક ની આસપાસ ચક્કર જરુર લગાવે છે, કારણ કે સ્નેહ છે. તો બાપદાદા અથવા માતા-પિતા બાળકો ને ત્યાં ચક્કર કેમ નહીં લગાવે. એટલે રોજ ચક્કર લગાવે છે. બાપદાદા બંને સાકાર શરીર થી અશરીરી છે. તે અવ્યક્ત શરીરધારી, આ નિરાકાર. બંનેને નિંદ્રાની આવશ્યકતા નથી, એટલે જ્યાં પણ ઈચ્છે ત્યાં પહોંચી શકે છે.
હમણાં આફ્રિકા માં કેટલાં સેવાકેન્દ્ર છે? આફ્રિકાનો એરીયા તો ઘણો મોટો છે, જગ્યા-જગ્યા પર જાઓ અને સેવાને આગળ વધારતા જાઓ. જેથી તમને કોઈ પણ ફરિયાદ ન કરી શકે. એવું પણ નહીં, જ્યાં-ત્યાં સેવાકેન્દ્ર ખોલો, સેવા કરી, સંદેશ આપ્યો અને ગીતા પાઠશાળા ખોલીને આગળ વધતા જાઓ.
ટીચર્સ ની સાથે:- ટીચર્સ નો અર્થ જ છે બાપ સમાન પોતાનાં સંકલ્પ, બોલ અને દરેક કર્મ દ્વારા અનેકોને પરિવર્તન કરવા વાળી. ફક્ત બોલ થી નહીં પણ સંકલ્પ થી પણ સેવાધારી, કર્મ થી પણ સેવાધારી. જે ત્રણેય સેવામાં સફળતા-મૂર્ત હોય છે, તેઓ પાસ વિથ ઓનર (સન્માનનીય ઉત્તીર્ણ) બની જાય છે. ત્રણેય માં માર્ક્સ (ગુણાંક) સમાન હોય. તો એવી જ પાસ વિથ ઓનર થવા વાળી ટીચર્સ છો ને? પાસ થવા વાળા તો ઘણાં હશે પરંતુ પાસ વિથ ઓનર વિશેષ જ હશે. તો શું લક્ષ રાખ્યું છે? રોજ પોતાની દિનચર્યા ને ચેક કરો કે આજે આખાં દિવસ માં ત્રણેય સેવાઓનું બેલેન્સ (સંતુલન) રહ્યું. બેલેન્સ રાખવાથી સર્વ-ગુણો ની અનુભૂતિ કરતાં રહેશો. હરતાં-ફરતાં સ્વયં ને અને સર્વ ને સર્વ-ગુણોનો અનુભવ કરાવી શકશો. બધાં કહેશે, આ ગુણદાન કરે છે કારણ કે દિવ્ય-ગુણો નો શ્રૃંગાર સ્પષ્ટ દેખાશે. ત્યારે જ તો અંતમાં દેવી જી, દેવી જી કહીને નમસ્કાર કરશે અને આ જ અંતનાં સંસ્કાર દ્વાપર થી દેવી ની પૂજાનાં રુપમાં ચાલશે. તો એવાં છો ને? એકબીજાને બાપ નાં ગુણોનાં અથવા સ્વયં ની ધારણા નાં ગુણો નો સહયોગ આપીને ગુણમૂર્ત બનાવવાં, આ સૌથી મોટામાં મોટી સેવા છે. ગુણોનું પણ દાન છે. જેવી રીતે જ્ઞાન નું દાન છે એવી રીતે ગુણોનું પણ દાન છે.
હવે એક-એક ને ૮-૮, ૧૦-૧૦ સેવાકેન્દ્ર સંભાળવા પડશે - ત્યારે કહેશે સર્વિસ (સેવા) થઈ. હમણાં એક-એક સેવાકેન્દ્ર ૪-૫ સંભાળે છે પછી એક-એક ને અનેકોની સંભાળ કરવી પડશે. હવે સર્વિસ ને હજી આગળ વધારો.