Search for a command to run...
17 Dec 1979
હોલી હંસ અને અમૃતવેળા રુપી માનસરોવર
17 December 1979 · ગુજરાતી
આજે ચારે બાજુનાં રુહાની હંસો કે હોલી હંસો નાં સંગઠન ને જોઈ રહ્યાં છે. બધાં હોલી હંસ સદા જ્ઞાન રતન ગ્રહણ કરે અને કરાવે છે. હંસો નું ભોજન અમૂલ્ય મોતી હોય છે. તેવી જ રીતે આપ સર્વ હોલી હંસો ની બુદ્ધિ નું ભોજન જ્ઞાન રતન છે. અમૃતવેળા થી બાપદાદા ની સાથે રુહ-રુહાન દ્વારા, રુહાની મિલન દ્વારા જ્ઞાન રતનો ને ધારણ કરો છો. શક્તિઓને ધારણ કરો છો. એવી જ રીતે આખો દિવસ મનન શક્તિ દ્વારા ધારણ કરેલાં રતનો ને કે શક્તિઓને પોતાનાં જીવનમાં ધારણ કરી અને બીજાને કરાવો છો.
અમૃતવેળાએ મિલન મનાવવાની શક્તિ, ગ્રહણ કરવાની અર્થાત્ ધારણ કરવાની શક્તિ, બાપ દ્વારા દરરોજ નાં વિશેષ શુભ સંકલ્પ રુપી પ્રેરણા ને કેચ કરવાની શક્તિ સૌથી વધારે આવશ્યક છે. અમૃતવેળાનાં સમયે દરેક ધારણ કરવાની શક્તિ દ્વારા ધારણા-મૂર્ત બની જાય છે. અમૃતવેળાએ વિશેષ બે મૂર્તિઓ જોઈએ - એક ધારણા-મૂર્ત બીજું અનુભવી-મૂર્ત, કારણ કે અમૃતવેળાએ બાપદાદા વિશેષ બાળકો પ્રતિ દાતા નાં સ્વરુપ અને મિલન મનાવવા માટે સર્વ સંબંધો નાં સંપન્ન સ્વરુપ, સર્વ ખજાનાઓ થી ઝોળી ભરવાવાળા ભોળા ભંડારી નાં રુપ માં હોય છે. એ સમયે જે પણ કરવા ઈચ્છો, બાપ ને મનાવવા ઈચ્છો, રિઝવવા ઈચ્છો, સંબંધ નિભાવવા ઈચ્છો, સહજ વિધિ નો અનુભવ ઈચ્છો, સર્વ વિધિઓ અને સિદ્ધિઓ સહજ પ્રાપ્ત કરી શકો છો. પ્રાપ્તિ નાં ભંડાર અને આપવા વાળા દાતા સહજ જ પ્રાપ્ત થઈ શકે છે. સર્વ ગુણોની ખાણ, સર્વ શક્તિઓ ની ખાણ બાળકો માટે ખુલ્લી છે. અમૃતવેળાની એક સેકન્ડ નો અનુભવ આખાં દિવસ અને રાત માં સર્વ પ્રાપ્તિ સ્વરુપ નાં અનુભવ નો આધાર છે. બાપદાદા પણ દરેક સાથે મન ભરીને વાતો કરવા માટે, ફરિયાદ સાંભળવા માટે, કમજોરી દૂર કરવા માટે, અનેક પ્રકારનાં પાપો ને માફ કરવા માટે, લાડ-પ્યાર આપવા માટે બધી વાતો માટે ફ્રી (ઉપલબ્ધ) છે. તે સમય ઓફિશિયલ (કાયદેસર) નથી. ભોળા ભંડારી નાં રુપ માં છે. આટલો ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) હોવા છતાં પણ કોઈ બાળકો ચાન્સ લઇ રહ્યાં છે, અને કોઈ ચાન્સ લેવા વાળાઓને જોઈ રહ્યાં છે. કેમ? ઈચ્છે પણ છે છતાં પણ વચ્ચે અડચણ શું છે - તેને જાણો છો?
માયા પણ ખુબ ચતુર છે. વિશેષ એ સમયે બાપ થી કિનારો કરવા માટે આવી જાય છે. વિશેષ બહાના-બાજી ની રમત માં બાળકોને રીઝાવી લે છે. જેવી રીતે બાજીગર પોતાની બાજી માં લોકોને આકર્ષિત કરી લે છે, એવી રીતે માયા પણ અનેક પ્રકાર નાં અલબેલાપણા, આળસ અને વ્યર્થ સંકલ્પો ની બહાના-બાજી માં રીઝાવી લે છે. એટલે ગોલ્ડન ચાન્સ ને ગુમાવી દે છે. અને પછી એવાં સમય ને ગુમાવવાનાં કારણે, સહજ પ્રાપ્તિ થી વંચિત હોવાનાં કારણે, આખાં દિવસનું ફાઉન્ડેશન (પાયો) નિર્બળ થઈ જાય છે. આખાં દિવસમાં ભલે કેટલો પણ પુરુષાર્થ કરે પરંતુ આખાં દિવસ નો આદિ અર્થાત્ ફાઉન્ડેશન નો સમય નિર્બળ હોવાનાં કારણે મહેનત વધારે કરવી પડે, પ્રાપ્તિ ઓછી થાય છે. પ્રાપ્તિ ઓછી થવાનાં કારણે બે પ્રકારની અવસ્થા નો અનુભવ કરે છે. એક તો ચાલતાં-ચાલતાં થાક અનુભવ કરે છે, બીજું ચાલતાં-ચાલતાં દિલશિકસ્ત થઈ જાય છે. અને પછી શું વિચારે છે? ખબર નહીં મંઝિલ પર ક્યારે પહોંચીશું? સમય નજીક છે કે દૂર છે? ક્યારે પ્રત્યક્ષતા થશે અને સતયુગી સૃષ્ટિ માં જઈશું. આ પ્રવૃત્તિ નાં બંધન ક્યાં સુધી રહેશે? વર્તમાન ની પ્રાપ્તિ ને છોડીને ભવિષ્ય ને જુએ છે.
વર્તમાન પ્રાપ્તિ ની લિસ્ટ (યાદી) સદા સામે રાખો, તો ‘ક્યારે થશે’ એ ખતમ થઈને ‘થઈ રહ્યું છે’ એમાં આવી જશો. દિલશિકસ્ત થવાનાં બદલે દિલ-ખુશ થઈ જશો. વર્તમાન થી કિનારો નહીં કરો. માયાની બહાના-બાજી ને ઓળખો. માયા બહાના માં તમને રાજી કરી દે છે. એટલે બાપ ને રીઝાવી (રાજી) નથી શકતાં અર્થાત્ સહજ સાધન અપનાવી નથી શકતાં. વરદાન નાં રુપમાં જે પ્રાપ્તિ કરવી જોઈએ એનાં બદલે મહેનત કરી પ્રાપ્તિ કરવામાં લાગી જાઓ છો. એટલે અમૃતવેળા ની સહજ પ્રાપ્તિ ની વેળા ને જાણીને તેનો લાભ ઉઠાવો. ખુલ્લા ભંડારા થી પ્રાલબ્ધ ની ઝોળી ભરી લો, વરદાતા અને ભાગ્ય-વિધાતા થી અમૃતવેળા નાં સમયે જે તકદીર ની રેખા ખેંચાવવા ઈચ્છો, તે ખેંચવા માટે તૈયાર છે. તકદીર ની રેખા વરદાતા થી સહજ તથા શ્રેષ્ઠ ખેંચાવી લો. તે સમયે આ ભોળા ભગવાન નાં રુપ માં છે, લવફુલ (પ્રેમાળ) છે તો લવ નાં આધાર થી શ્રેષ્ઠ લકીર ખેંચાવી લો. જેટલું ઈચ્છો, જેટલાં જન્મો માટે ઈચ્છો, ભલે અષ્ટ રતનો માં, ભલે ૧૦૮ ની માળા માં, બાપદાદા ની ખુલ્લી ઓફર (પ્રસ્તાવ) છે - બીજું શું જોઈએ!
માલિક બનો અને અધિકાર લો. કોઈ પણ ખજાના ઉપર તાળા-ચાવી નથી. મહેનત ની ચાવી નથી. નહીં તો પછી આખો દિવસ મહેનત ની ચાવી લગાવી પડે છે, તે સમયે ફક્ત એક જ સંકલ્પ કરો કે જે પણ છું, જેવી પણ છું, તમારી છું. માયા ની બાજી ને પાર કરી સાથે આવી ને બેસી જાઓ. બસ. આ માયા ની બાજી સાઈડસીન (આસ-પાસ નાં દૃશ્યો) છે. એમાં થોભશો નહીં. આવી જાઓ અને બેસી જાઓ. સંકલ્પ અને બુદ્ધિ અર્થાત્ મન અને બુદ્ધિ બાપ નાં હવાલે કરી દો. એવું કરતાં નથી આવડતું? બાપે આપેલી વસ્તુ ને બાપ ને આપવામાં મુશ્કેલી કેમ? ક્યારેક તમારી ક્યારેક પછી મારી કહો છો, આ તારા-મારા નાં ચક્કર માં આવી જાઓ છો. અમૃતવેળા થઈ, આંખ ખુલી અને સેકન્ડ માં જમ્પ (છલાંગ) લગાવીને બાપ ની સાથે બેસી જાઓ. સાથ નાં લીધે જે બાપ નાં ખજાનાઓ તે તમારાં ખજાનાઓ અનુભવ થશે. નોલેજ (જ્ઞાન) નાં આધાર પર નહીં પણ પ્રાપ્તિ નાં આધાર પર. અધિકાર નાં તખ્ત ઉપર બેઠાં હોવાનાં કારણે અધિકારી-પણા નો અનુભવ થશે. તો બાપ ખુદા-દોસ્ત નાં રુપમાં અધિકાર નું તખ્ત ઓફર કરી રહ્યાં છે. ઉઠો અને તખ્ત પર બેસી જાઓ. થોડા સમય નાં અધિકાર નાં તખ્ત નિવાસી હોવાથી પણ જે ઈચ્છો તે બનાવી શકો છો. જેવી રીતે હદ નાં રાજા થોડા સમયની રાજાઈ શું અધિકાર માં નથી કરી લેતાં? હવે બેહદ તખ્તનશીન આ ગોલ્ડન સમય પર વર્તમાન સમય સહજ જ પોતાની ગોલ્ડન-એજ (સુવર્ણ-યુગ) સ્થિતિ બનાવી શકો છો. અને ભવિષ્ય ગોલ્ડન-એજ દુનિયામાં શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરી શકો છો. સમજ્યાં, સહજ પુરુષાર્થ નો સમય અને સહજ સાધન. પછી સહજ ને છોડીને મુશ્કેલી માં કેમ આવો છો? હવે સહજ પુરુષાર્થી બનશો કે મુશ્કેલ? જ્યારે બાપ સહજ મળ્યાં તો માર્ગ મુશ્કેલ કેવી રીતે હશે! સહજ પુરુષાર્થી બનો. મુશ્કેલી નું નામ-નિશાન ખતમ કરો તો દુનિયાની મુશ્કેલીઓને ખતમ કરી શકશો.
એવી સદા અધિકારી, તખ્તનશીન, માયા ની બાજી માં પાસ થવાવાળી, સદા બાપનાં રહસ્યો ને જાણવાવાળી, ‘મહેનત’ શબ્દને ‘મોહબ્બત’ માં પરિવર્તન કરવાવાળી, દિલશિકસ્ત ને બદલે દિલ-ખુશ રહેવાવાળી, પોતાનાં દિલ-ખુશ થી જહાન (વિશ્વ) ને ખુશ કરવાવાળી એવી સદા બાપ ની સાથે રહેવાવાળી સર્વશ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે:-
૧. મન્સા સેવા નું સહજ સાધન અતૂટ નિશ્ચય :- જે પણ સદા નિશ્ચય બુદ્ધિ થઈને વિજયી રહે છે, એ નિશ્ચય બુદ્ધિઓ દ્વારા વાયુમંડળ શુધ્ધ થતું જાય છે. તેઓ મન્સા સેવા કરે છે કારણ કે ચારે બાજુ નાં વ્યક્તિઓ નિશ્ચય બુદ્ધિ આત્માઓને જોઈને સમજે છે કે આમને કંઈક મળ્યું છે. ભલે કેટલાં પણ ઘમંડી હોય, જ્ઞાન ને ન પણ સાંભળતા હોય પરંતુ અંદર માં એમ સમજે જરુર છે કે આમનું જીવન કંઈક બન્યું છે. તો જે શરું થી અટલ નિશ્ચય બુદ્ધિ રહ્યાં છે. એમની આ સેવા ચાલતી રહે છે. આ પણ મન્સા સેવા છે.
૨. માયા થી સેફ (સુરક્ષિત) રહેવાનું સાધન :- અટેંશન (ધ્યાન) રુપી ચોકીદાર સજાગ રહે:- બધાં સદા સ્વદર્શન ચક્રધારી બનીને ચાલો છો? જે સદા સ્વદર્શન ચક્રધારી છે તે અનેક પ્રકારનાં માયા નાં ચક્રો થી સદા મુક્ત રહે છે. એક દર્શન સ્વદર્શન ચક્ર અનેક વ્યર્થ ચક્રો ને ખતમ કરવાવાળું છે, માયા ને ભગાવવાવાળું છે. સ્વદર્શન ચક્રધારી ની આગળ માયા ઉભી નથી રહી શકતી. સ્વદર્શન ચક્રધારી સદા સંપન્ન હોવાનાં કારણે અચળ રહે છે. એવાં સદા સંપન્ન અર્થાત્ માલામાલ રહેવાવાળા છો? માયા ખાલી કરવાની કોશિશ કરે છે પણ જે સદા ખબરદાર છે, સજાગ છે, જાગતી જ્યોત છે તો માયા કાંઈ નથી કરી શકતી. અટેન્શન રુપી ચોકીદાર સજાગ હોય તો સદા સુરક્ષિત રહેશો. તો સદા જાગતી જ્યોત બનો એટલે યાદગાર મંદિરો માં પણ અખંડ જ્યોતિ પ્રગટાવે છે. બુઝાવા નથી દેતાં. અખંડ જ્યોતિ પ્રગટાવવાની ફેશન પડી ક્યાંથી? સંગમ પર તમે બધાં ચૈતન્ય માં જાગતી જ્યોતિ બન્યાં છો ત્યારે આ યાદગાર ચાલી આવે છે. જો ખંડિત થઈ જાય છે તો અશુભ માને છે. તો ચૈતન્ય માં તમે બધાં શું છો? અખંડ જ્યોતિ, ખંડિત વસ્તુ ક્યારેય પણ પૂજ્ય નથી બની શકતી.