Search for a command to run...
6 Dec 1969
સરળ સ્વભાવ થી બુદ્ધિને વિશાળ અને દૂરંદેશી બનાવો
6 December 1969 · ગુજરાતી
આજની સભા માં કઈ વિશેષ સુગંધ પણ છે અને વિશેષ આકર્ષણ પણ છે? સ્નેહ તો બધાનો છે જ. તમને શેના માટે બોલાવ્યાં છે? એવું સમજે કે આ જે પણ બધાં આવ્યાં છે તે પાછાં જવા માટે તૈયાર થઈને આવ્યાં છે? એવરરેડી જે હોય છે તે સદૈવ તૈયાર જ હોય છે. બોલાવો આવ્યો અને એક સેકન્ડમાં પોતાનું રહેલું બધુંજ સમેટી પણ શકે અને જમ્પ (છલાંગ) પણ મારી શકે. પ્રેક્ટીકલ (વ્યવહાર) માં જોયું પણ ને કે ડ્રામાનાં બોલાવા પર કેટલો સમય લાગ્યો? એક તરફ સમેટવું, બીજી તરફ હાઈ જમ્પ (ઊંચી છલાંગ) મારવી. આ બંને દૃશ્ય જોયાં. આ ડ્રામામાં શા માટે થયું? શીખવાડવા માટે. તો એવું એવરરેડી બનવું પડશે. હવે એવરરેડી ની લાઈન ચાલુ થઈ ગઈ છે. આ લાઈન ની અંદર કોઈનો પણ નંબર આવી શકે છે. જે બધાનાં સંકલ્પ માં છે તે ક્યારેય નથી થવાનું. થશે છતાં પણ અનાયાસે જ. આ બ્રાહ્મણ કુળ નો રીત-રિવાજ ચાલુ થઈ ચૂક્યો છે. આ રીત-રિવાજ પણ ડ્રામા માં કેમ બનેલાં છે, તેનું પણ ખુબ ગુપ્ત રહસ્ય છે. તો એવો પુરુષાર્થ પહેલાંથી જ કરી લો જે તરત સમેટી પણ શકો અને જમ્પ પણ મારી શકો. સમેટવાની શક્તિ કોના માં હોઈ શકે છે? જે સરળ સ્વભાવ વાળા હશે તેમનામાં સમેટવાની શક્તિ સહજ આવી શકે છે. જે સરળ સ્વભાવ વાળા હશે તે બધાનાં સહયોગી પણ હશે. જે સર્વ નાં સ્નેહી હોય છે તેમને બધાં દ્વારા સહયોગ પ્રાપ્ત થાય છે. એટલે બધી વાતોનો સામનો કરવો અથવા સમેટવાનું સહજ જ કરી શકે છે. અને જેટલા સરળ સ્વભાવ વાળા હશે એટલો માયા ઓછો સામનો કરશે. તે સર્વ ને પ્રિય લાગે છે. સરળ સ્વભાવ વાળા નાં વ્યર્થ સંકલ્પ ક્યારેય નથી ચાલતાં, સમય વ્યર્થ નથી જતો. વ્યર્થ સંકલ્પ ન ચાલવાનાં કારણે તેમની બુદ્ધિ વિશાળ અને દૂરંદેશી રહે છે. એટલે તેમની આગળ કોઈ પણ સમસ્યા સામનો નથી કરી શકતી. જેટલી સરળતા હશે એટલી સ્વચ્છતા પણ હશે. સ્વચ્છતા બધાં ને પોતાની તરફ આકર્ષિત કરે છે. સ્વચ્છતા અર્થાત્ સચ્ચાઈ અને સફાઈ. સચ્ચાઈ અને સફાઈ ત્યારે હશે જ્યારે પોતાનાં સ્વભાવ ને સરળ બનાવશો. સરળ સ્વભાવ વાળા બહુરુપી પણ બની શકે છે. કોમળ વસ્તુને જે પણ રુપમાં લાવો, આવી શકે છે. તો હવે ગોલ્ડ (સોનુ) બન્યાં છો પરંતુ ગોલ્ડ ને હવે અગ્નિ માં ગાળો તો મોલ્ડ (ઢાળવું) પણ થઈ શકે. આ ઉણપ નાં કારણે સર્વિસની સફળતામાં ખોટ પડે છે. પોતાને કેવી રીતે મોલ્ડ કરાય, તેને માટે ભઠ્ઠી માં આવ્યાં છો. એક છે વાળવાની શક્તિ અને બીજી છે બ્રેક લગાવવાની શક્તિ. વાળવાનું પણ છે તો કેટલાં સમયમાં? ભલે વાળતાં આવડે પણ છે પરંતુ ક્યાંક-ક્યાંક સમય ખુબ લાગી જાય છે. સમય ન લાગે, તે સંકલ્પ કરવાનો છે. સંકલ્પ કર્યો અને સિદ્ધ થયો! ભઠ્ઠી થી એવું બનીને નીકળવાનું છે જે દરેક સંકલ્પ, દરેક શબ્દ સિદ્ધ થાય. તે લોકો રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરે છે પરંતુ અહીંયા યોગની રિદ્ધિ-સિદ્ધિ છે. યાદ ની રિદ્ધિ-સિદ્ધિ શું હોય છે, તે શીખવાનું છે. જે સિદ્ધિ ને પ્રાપ્ત કરે છે તેમનાં સંકલ્પ, શબ્દ અને દરેક કર્મ સિધ્ધ થાય છે. એક સંકલ્પ પણ વ્યર્થ નહિ ઉઠશે. સંકલ્પ તે ઉઠશે જે સિદ્ધ થશે. સર્વિસએબલ (સેવાધારી) તેને કહેવાય છે જેમનો એક પણ સંકલ્પ સિદ્ધિ વગર ન જાય. અથવા એવો કોઈ સંકલ્પ ન ઉઠવો જોઈએ જે સિદ્ધ થવા વાળો ન હોય. તમારા એક-એક સંકલ્પની વેલ્યુ (કિંમત) છે. પરંતુ જ્યારે પોતાની વેલ્યુ ને સ્વયં રાખશો ત્યારે અનેક આત્માઓ પણ આપ રત્નો ની વેલ્યુ ને ઓળખશે. આ ભઠ્ઠી થી દરેક નો ચહેરો ચૈતન્ય મ્યુઝિયમ (સંગ્રહાલય) બનીને નીકળે. બીજા મ્યુઝિયમ તો ઘણાં બનાવ્યાં પરંતુ હવે દરેકે પોતાનાં ચહેરા ને ચૈતન્ય મ્યુઝિયમ બનાવવાનો છે. આ ચૈતન્ય ચહેરાનાં મ્યુઝિયમ માં કેટલાં ચિત્ર છે? આ ચહેરા નાં મ્યુઝિયમમાં કયા-કયા ચિત્ર ગોઠવશો? મ્યુઝિયમ માં પહેલાં ચિત્રોની ગોઠવણી કરાય છે, પછી ડેકોરેશન (સજાવટ) થાય છે, પછી ઉદ્દઘાટન કરાવવાનું હોય છે, પછી ઓપિનિયન (અભિપ્રાય) લેવાનો હોય છે. તો તમારાં આ ચૈતન્ય મ્યુઝિયમ માં ત્રણ મુખ્ય ચિત્ર છે. ભ્રકુટી, નયન અને મુખ. આનાં દ્વારા જ તમારી સ્મૃતિ, વૃત્તિ, દૃષ્ટી અને વાણી ની ખબર પડે છે. જેમ ત્રિમૂર્તિ, લક્ષ્મી-નારાયણ અને સીડી - આ ત્રણ મુખ્ય ચિત્ર છે ને. આમાં પૂરું જ્ઞાન આવી જાય છે. તેમ જ આ ચહેરા ની અંદર આ ચિત્ર અનાદિ (શાશ્વત) ફીટ (ગોઠવેલું) છે. આનું એવું ડેકોરેશન હોય જે દૂર થી આ ચિત્ર પોતાની તરફ આકર્ષણ કરે. આકર્ષણ થયા વગર રહી નહીં શકે. તમે લોકો મ્યુઝિયમ બનાવો છો તો કોશિશ કરો છો ને કે ચિત્ર એવાં ડેકોરેટ (સજાવેલાં) હોય જે દૂર થી આકર્ષણ કરે, કોઇ ને બોલાવવા પણ ન પડે. એમ જ આપ દરેકે પોતાનું મ્યુઝિયમ એવું તૈયાર કરવાનું છે. જે કંઈ સાંભળ્યું છે તેને ઊંડાણ થી વિચારીને એક-એક નસ માં સમાવી દેવાનું છે. જેમણે જેટલું ઊંડાણ થી સાંભળ્યું છે એટલું પોતાની ચલન માં પ્રત્યક્ષ રુપમાં લાવ્યાં છે. તે સંસ્કારોને પ્રત્યક્ષ કરવા માટે એક-એક વાત નાં ઊંડાણ માં જાઓ અને પોતાની એક-એક નસ માં તે સંસ્કાર સમાવો. કોઈ પણ વસ્તુને કોઈ માં સમાવવાની હોય છે તો શું કરવાનું હોય છે? એક તો ઊંડાણ માં જવાનું હોય છે અને અંદર દબાવવાનું હોય છે, ખાંડવું પડે છે. કુટવું અર્થાત્ દરેક વાત ને સુક્ષ્મ બનાવવી. આ ભઠ્ઠી થી સંસ્કારોને પ્રત્યક્ષ રુપમાં લાવવાની પ્રતિજ્ઞા કરીને નીકળવાનું છે. જેટલું બાપ ને પ્રત્યક્ષ કરશો તેટલાં પોતાને પ્રત્યક્ષ કરશો. બાપને પ્રત્યક્ષ કરવાથી તમારી પ્રત્યક્ષતા બાપ ની સાથે જ છે. એવાં બનવાનું અને પછી બનાવવાનાં છે. સમજ્યાં?
આ સંગઠન માં એવી શક્તિ છે જે ઈચ્છે તે કરી શકે છે. ફકત સંકલ્પ કરે તો સૃષ્ટિ બદલી શકે છે. એવી શક્તિશાળી આત્માઓ છે. પરંતુ હવે સંકલ્પ કયો પાવરફુલ (શક્તિશાળી) કરવાનો છે? તેને ફરીથી રિફ્રેશ (તાજું) કરવાનું છે.
આ મધુબન નાં માટે જ ગાયન છે કે કોઈ જેવાં-તેવાં પગ નથી મૂકી શકતાં. મધુબન છે સૌભાગ્ય ની રેખા, તેની અંદર બીજા કોઇ પગ નથી મૂકી શકતાં. આપ સર્વ ને બાપદાદા સમજાવે છે કે આ સ્નેહની રેખા છે, જે સ્નેહનાં વર્તુળ ની અંદર બાપદાદા નિવાસ કરે છે. આની અંદર કોઈ આવી નથી શકતું, પછી ભલે પોતાનું માથું પણ ઉતારી ને મૂકે. સાકાર રુપ માં સ્નેહ મળવો કોઈ નાની વાત નથી. તેનાં માટે તો આગળ ચાલીને (ભવિષ્ય માં) જ્યારે રડતા જોશો ત્યારે તમને લોકો ને એની વેલ્યુ ની ખબર પડશે. રડી-રડી ને તમારાં ચરણોમાં પડશે. સ્નેહનાં એક ટીપાં નાં તરસ્યા થઇ ચરણોમાં પડશે. તમે લોકોએ સ્નેહનાં સાગર ને પોતાનામાં સમાવ્યો છે. તેઓ એક ટીપાં નાં પણ તરસ્યા રહેશે. એવું સૌભાગ્ય કોનું હોઈ શકે છે? સર્વ સંબંધોનું સુખ, રસના જે આપ આત્માઓમાં ભરેલી છે તે બીજા કોઈમાં નથી હોઈ શકતી. તો ડ્રામા માં પોતાનાં આટલાં ઊંચા ભાગ્યને સદૈવ સામે રાખજો. સામે રાખવાથી રિટર્ન (વળતર) આપવાનું આપોઆપ યાદ આવશે. અચ્છા!