Search for a command to run...
20 Dec 1969
પ્લેન (સહજ) યાદ થી પ્લાન (યોજના) ની સફળતા
20 December 1969 · ગુજરાતી
આજે બાપદાદા શું જોઈ રહ્યાં છે? શું જોવાં અને શું કરવા આવ્યાં છે? આજે બાપદાદા પોતાનાં અતિ સ્નેહી બાળકો થી એક વાયદો કરાવવા માટે આવ્યાં છે. વાયદો કરવામાં તો આ આત્માઓ આદિ થી પ્રવીણ છે. જેમ શરુઆતમાં વાયદો કરવામાં કોઈ વાર નહોતી કરી, કશું વિચાર્યું નહીં. એવી જ રીતે હમણાં પણ બાપદાદા વાયદો લેવા માટે આવ્યાં છે. આમ તો આખા ડ્રામા માં અનેક આત્માઓ ની વચ્ચે આપ આત્માઓ જ હિંમતવાન પ્રસિદ્ધ થઈ છો, જે હિંમત રાખી બાપદાદાનાં સમીપ રહ્યાં અને સ્નેહ પણ લીધો, મદદ લીધી પણ અને કરી પણ. તો તે જ સંસ્કારોને ફરી થી ટેસ્ટ કરવા (પારખવા) આવ્યાં છે. એવરરેડી (સદા તૈયાર) તો બધાં છે ને. વાયદો આ જ છે કે હમણાં થી બધાં એકતા, સ્વચ્છતા, મહીનતા (સૂક્ષ્મતા), મધુરતા અને મન, વાણી, કર્મ માં મહાનતા - આ ૫ વાતો એક-એક નાં દરેક કદમ થી નજર આવે. કહ્યું હતું ને - ભઠ્ઠી ની પછી સર્વિસ (સેવા) સ્થાનો પર નિકળ્યાં. તે દિવસ યાદ છે ને. બધાં લોકો શું કહેતાં હતાં? બધાનાં મુખથી આ જ નીકળતું હતું કે આ એક જ ઘાટ થી નીકળેલી છે, બધાં ની વાત એક જ છે, બધાં ની રહેણી-કરણી, બધાનાં આકર્ષણ જ્યાં જુઓ ત્યાં નજર આવે છે. તે કોનો પ્રભાવ પડતો હતો? અવ્યક્ત પાલના નો પ્રભાવ. વ્યક્ત માં હોવા છતાં પણ બધાં ને અવ્યક્ત ફરિશ્તા નજર આવતાં હતાં. સાધારણ રુપ માં આકર્ષણમૂર્ત અને અલૌકિક વ્યક્તિ જોવામાં આવતાં હતાં. હવે ફરી થી તે જેમ ૧૬ વર્ષ ની ભઠ્ઠી, આ પછી ૧૬ દિવસની ભઠ્ઠી. પરંતુ હવેથી દરેક ને આ ખબર પડવી જોઈએ કે આ બદલાઈ ને આવ્યાં છે, દુનિયાને બદલવા માટે. આખા દૈવી પરિવારની આ ગ્રુપ પર વિશેષ આંખ (નજર) છે. તો વિશેષ આત્માઓએ પોતાની વિશેષતા દેખાડવાની છે, કઈ વિશેષતા? એ પાંચ વાતો તો સંભળાવી. જ્યારે આ ૫ વાતો દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મમાં યાદ રાખશો ત્યારે જ બધાં ને વિશેષ આત્માઓ નજર આવશો. જ્યારે પોતાના માં વિશેષતા લાવશો ત્યારે બાપને પણ પ્રત્યક્ષ કરી શકશો. પોતાનાં સંપૂર્ણ સંસ્કારોથી જ બાપને પ્રત્યક્ષ કરી શકો છો. ફક્ત સર્વિસ (સેવા) નાં પ્લાન્સ (યોજના) થી નહીં પરંતુ પોતાનાં સંપૂર્ણ સંસ્કારો થી, પોતાની સંપૂર્ણ શક્તિ થી બાપને પ્રત્યક્ષ કરી શકો છો. ભલે પ્લાન્સ તો બનાવવા પડે છે, પરંતુ પ્લાન્સ પણ સફળતા માં ત્યારે આવશે જ્યારે પ્લાન્સ ની સાથે પોતાની લગન પૂરી હોય, પ્લેન યાદ હોય. કોઈ પણ મિક્સચરીટી (મિલાવટ) ન હોય. સહજ યાદ થી જ સફળ થઇ શકાય છે. યોજના નાં પહેલાં ચેકિંગ (તપાસ) કરો સહજ યાદ માં છીએ. શરુ-શરુ નો વાયદો શું છે, તે ગીત યાદ છે ને. તેને ફરીથી સાકાર રુપમાં લાવવાનું છે અર્થાત્ બુદ્ધિની લગન એક તમારા થી જ છે, તે સાક્ષાત્કાર સાકાર રુપમાં બધાંને થવો જોઈએ. હવે સમજ્યા શું કરવાં માટે આવ્યાં છો અને શું જોવાં આવ્યાં છો? ભિન્ન-ભિન્ન વાતો બાબાને સારી લાગે છે. આ રુહ-રુહાન છે. આમાં કોઈ ફેલ (નપાસ) થાય છે? હવે તો તમે બધાંને ફેલ કરવાવાળા બની ગયાં છો, ફેલ થતાં નથી. પોતાને ફેલ થવા નથી દેતાં - આ પણ ઠીક છે. પરંતુ ફીલ કરો (લાગણી અનુભવો) છો. પોતાની વાતમાં વિજયી બનવાની આર્ટ (કળા) શીખવી હોય તો બાળકો થી શીખી શકાય છે. આ ફક્ત થોડો ફરક મટી જાય તો આ બધી આત્માઓ આપ સર્વ ઉપર વારી જાય. જેમ તમે બધાં બાપદાદાની ઉપર વારી ગયાં, તેમ જ તમારાં ભક્ત આપ શક્તિઓની ઉપર વારી જાય. પરંતુ ફક્ત આ વાતો મટી જાય. જે ફીલ થાય (લાગી આવે) છે, આ વાત મટી જાય. બધાં થી સમજદાર તો નીકળ્યાં, જે તરત જ સોદો કરી લીધો. આખી સૃષ્ટિની આત્માઓની સામે હિંમતવાન પણ છો, સમજદાર પણ છો. એટલે બાપદાદા કહે છે - સૌથી સમજદાર બાળકો નું આ સંગઠન છે. હિંમતવાન પણ છે. બીજી ભલે કેટલી પણ હિંમત રાખે, પરંતુ આ હિંમત “તુરન્ત દાન મહાપુણ્ય” ની જે રાખી, એવી હિંમત હમણાં કોઈ રાખી નથી શકતું. નદીઓમાં તો ભલે બધાં ન્હાય છે પરંતુ આપ લોકો સાગરમાં ન્હાયા છો. સાગર અને નદીઓ માં નાહવું - ફરક તો પડે છે ને. આમાં તો પાસ થઈ જ ગયાં. હવે બાકી એક વાત રહી ગઈ છે પાસ થવાની. તે એક વાતની ઉપર જ માર્ક્સ છે.
કોઈ પણ ડાયરેક્શન (માર્ગદર્શન) ક્યારેય પણ, કોઈ પણ રુપ થી, ક્યાંય નાં માટે પણ નીકળે અને કેટલા સમય માં પણ નીકળી શકે, એક સેકન્ડમાં તૈયાર થવાનું ડાયરેક્શન પણ નીકળી શકે છે. તો એવાં એવરરેડી બધાં બન્યાં છો? જેમ અશુદ્ધ પ્રવૃત્તિને છોડવા માટે કોઈ વાત વિચારી શું? દાગીના, કપડા, બાળ-બચ્ચા વગેરે કાંઈ પણ નહીં જોયું ને. તો આ જેમ પવિત્ર પ્રવૃત્તિ છે, તેમાં પછી આ વાતો જોવાની શું આવશ્યકતા છે. પહેલાં ફક્ત સ્નેહમાં હતાં, સ્નેહ થી આ બધું કર્યુ, જ્ઞાન થી નહીં. ફક્ત સ્નેહ થી એવાં એવરરેડી બનાવ્યાં. હવે સ્નેહની સાથે શક્તિ પણ છે. સ્નેહ અને શક્તિ હોવા છતાં પણ એમાં એવરરેડી બનવામાં વાર કેમ? જેમ શરુઆતમાં ફરમાન નીકળ્યું કે બધાંએ આ ઘડીએ મેદાનમાં આવવાનું છે; તેમ હમણાં પણ રિપીટ (પુનરાવર્તન) જરુર થવાનું છે પરંતુ ભિન્ન-ભિન્ન રુપ માં. એમ નહીં કે બાપદાદા ભવિષ્યને જાણી ને આપ સર્વે ને ફરમાન આપે અને તમે આ સર્વિસ નાં બંધનમાં પણ પોતાને બાંધેલા રાખો. બંધન હોવા છતાં પણ બંધનમાં નથી રહેવાનું. કોઈ પણ આત્માનાં બંધનમાં આવવું - આ નિરબંધન ની નિશાની નથી. એટલે બધાએ એક વાત ‘પાસ વિથ ઓનર્સ’ ની પાસ કરવાની છે. જે વાતો તમારાં ધ્યાનમાં પણ નહીં હશે, સ્વપ્નમાં પણ નહીં હશે તે વાતો નું ફરમાન નીકળવાનું છે. અને આવાં પેપરમાં જે પાસ થશે તે ‘પાસ વિથ ઓનર્સ’ થશે. એટલે પહેલાથી જ કહી રહ્યાં છે. પહેલાથી જ ઇશારો મળી રહ્યો છે. આને કહેવાય છે - મહીનતા (સૂક્ષ્મતા) માં જવું. જે મહીન (સુક્ષ્મ) બુદ્ધિ હશે તેમની વિશેષતા શું હશે? મહીન બુદ્ધિ વાળા કેવી પણ પરિસ્થિતિમાં પોતાને મોલ્ડ કરી (ઢાળી) શકશે. જેવી પરિસ્થિતિ તેમાં પોતાને મોલ્ડ કરી શકશે. સામનો કરવાનું તેમનામાં સાહસ હશે. તે ક્યારેય ગભરાશે નહીં, પરંતુ તેનાં ઊંડાણ માં જઈને પોતાને તેવી રીતે ચલાવશે. તો જ્યારે હલકા હશો ત્યારે જ મોલ્ડ થઇ શકશો. નરમ અને ગરમ - બંનેવ હશો ત્યારે મોલ્ડ થશો. એક ની પણ ખોટ હશે મોલ્ડ નહીં થઈ શકો. કોઈ પણ વસ્તુને ગરમ કરી નરમ કરાય છે, પછી મોલ્ડ કરાય છે. અહીંયા કઈ નરમાઈ અને ગરમાઈ છે? નરમાઈ છે નિર્માણતા, ગરમાઈ છે - શક્તિ રુપ. નિર્માણતા અર્થાત્ સ્નેહ રુપ. જેમનામાં દરેક આત્મા પ્રતિ સ્નેહ હશે તે જ નિર્માણતા માં રહી શકશે. સ્નેહ નથી તો, ન રહેમદિલ બની શકશે, ન નમ્રચિત. એટલે નિર્માણતા અને પછી શક્તિ રુપ અર્થાત્ જેટલી નિર્માણતા એટલું જ પછી માલિકપણું. શક્તિ રુપમાં છે માલિકપણું અને નમ્રતા માં સેવા ગુણ. સેવા પણ અને માલિકપણું પણ. સેવાધારી પણ હોય અને વિશ્વનાં માલિકપણા નો નશો પણ હોય. જયારે આ નરમાઇ અને ગરમાઈ બંને રહેશે ત્યારે દરેક વાત માં મોલ્ડ થઈ શકશો. દરેકે આ જોવાનું છે કે અમારી બુદ્ધિ નું ત્રાજવુ ગરમ અને નરમ બંનેમાં એક સમાન રહે છે? ક્યાંક-ક્યાંક અતિ નિર્માણતા પણ નુકસાન કરે છે અને ક્યાંક અતિ માલિકપણું પણ નુકસાન કરે છે, એટલે બંને ની સમાનતા જોઈએ. જેટલી સમાનતા હશે એટલી મહાનતા પણ. હવે સમજ્યા કે કઈ એક વાતમાં ‘પાસ વિદ ઓનર’ થશો? આ ફાઇનલ (અંતિમ) પેપર પહેલાં એનાઉન્સ (જાહેર) કરી રહ્યાં છે. દરેક સમય નિરબંધન. સર્વિસનાં બંધનથી પણ નિરબંધન. ફરમાન નીકળે અને એવરરેડી બની મેદાન પર આવી પહોંચો. આ ફાઇનલ પેપર છે જે સમય પર નીકળશે - પ્રેક્ટિકલ (વ્યવહાર) માં. આ પેપરમાં જો પાસ થઈ ગયાં તો પછી બીજી કોઈ મોટી વાત નથી. આ પેપરમાં પાસ થશો અર્થાત્ અવ્યક્ત સ્થિતિ હશે. શરીર નાં ભાન થી પણ પરે થયા તો બાકી શું મોટી વાત છે. આંનાથી જ પારખશે કે ક્યાં સુધી પોતાનાં જીવનની નાવ ની દોરી છોડી છે. એક છે સોના ની સાંકળ, બીજી છે લોખંડની. લોખંડની સાંકળ તો છોડી પરંતુ હવે સોનાની પણ મહીન (સુક્ષ્મ) સાંકળ છે. આ પાછી એવી છે જે કોઈને જોવામાં પણ આવી ન શકે.
એટલે જેમ કોઈપણ બંધનથી મુક્ત થાઓ છો, તેમ જ સહજ રીતે શરીરનાં બંધન થી મુક્ત થઈ શકો. નહીં તો શરીરનાં બંધન થી પણ ખુબ મુશ્કેલ થી મુક્ત થશો. ફાઇનલ પેપર છે - અંત મતિ સો ગતિ. અંતમાં સહજ રીતે શરીર નાં ભાન થી મુક્ત થઈ જાઓ - આ છે ‘પાસ વિથ ઓનર’ ની નિશાની. પરંતુ તે ત્યારે થઇ શકશે જ્યારે પોતાનું વસ્ત્ર ટાઈટ (ફીટ) નહીં હશે. જો ટાઇટેનેસ (તંગદિલી) હશે તો સહજ મુક્ત નહીં થઈ શકો. ટાઈટનેસ નો અર્થ છે કોઈ થી લગાવ. એટલે હવે આ જ ફક્ત એક વાત ચેક કરો - એવો લુઝ (ઢીલું) વસ્ત્ર થયું છે જે એક સેકન્ડમાં આ વસ્ત્ર ને છોડી શકાય? જો ક્યાંય પણ અટકેલા હશો તો ઉતારવામાં પણ અટકી જશો. આને એવરરેડી કહેવાય છે. આવાં એવરરેડી તે જ હશે જે દરેક વાતમાં એવરરેડી હશે. પ્રેક્ટિકલ (વ્યવહાર) માં જોયું ને - એક સેકન્ડ નાં બોલાવા પર એવરરેડી રહી દેખાડ્યું. આ વિચાર્યુ કે બાળકો શું કહેશે? બાળકો થી મળ્યાં વગર કેવી રીતે જાઉં - આ વિચાર્યુ? ફરમાન નીકળ્યું અને એવરરેડી. વસ્ત્ર (શરીર) થી ઈઝી (સરળ) થવાથી વસ્ત્ર (શરીર) છોડવું પણ ઈઝી થાય છે, એટલે આ કોશિશ દરેક સમય કરવી જોઇએ. આ જ સંગમયુગ નું ગાયન હશે કે કેવાં રહેતાં હોવા છતાં પણ ન્યારા હતાં, ત્યારે જ એક સેકન્ડમાં ન્યારા થઈ ગયાં. લાંબા સમય થી ન્યારા રહેવાવાળા એક સેકન્ડ માં ન્યારા થઇ જશે. લાંબા સમય થી ન્યારાપણું નહીં હશે તો આ જ શરીર નો પ્રેમ પશ્ચાતાપ માં લઈ આવશે. એટલે આનાથી પણ પ્યારા નથી બનવાનું. આનાથી જેટલાં ન્યારા હશો એટલા જ વિશ્વનાં પ્યારા બનશો. એટલે હવે આ જ પુરુષાર્થ કરવાનો છે. એવું નહીં સમજતાં કે કોઈ વ્યાધિ વગેરે નું રુપ જોવામાં આવશે ત્યારે જઈશું, તે સમયે પોતાને ઠીક કરી દઈશું. એવી કોઈ વાત નથી. પછી થી એવાં-એવાં અનોખા મૃત્યુ બાળકોનાં થવાનાં છે જે ‘સન શોઝ ફાધર’ (બાળક બાપ ને પ્રત્યક્ષ) કરશે. બધાનું એક જેવું નહીં હશે. ઘણાં એવાં બાળકો પણ છે જેમનો આ ડ્રામાની અંદર આ મૃત્યુનાં અનોખા પાર્ટ (ભૂમિકા) નું ગાયન ‘સન શોઝ ફાધર’ કરશે. આ પણ તે જ કરી શકશે જેમનામાં એક વિશેષ ગુણ હશે. આ પાર્ટ પણ ખુબ થોડા નો છે. અંત સુધી પણ બાપની પ્રત્યક્ષતા કરતાં જશે. આ પણ ખુબ મોટો વિષય છે. અંત ઘડી પણ બાપનો શો (પ્રત્યક્ષતા) થતો રહેશે. એવી આત્માઓ જરુર કોઈ પાવરફુલ (શક્તિશાળી) હશે, જેમનો લાંબા સમય થી અશરીરી રહેવાનો અભ્યાસ હશે તે એક સેકન્ડમાં અશરીરી થઇ જશે. સમજો હમણાં તમે યાદમાં બેસો છો, કેવાં પણ વિઘ્નો ની અવસ્થા માં બેસો છો, કેવી પણ પરિસ્થિતિઓ સામે હોવા છતાં પણ બેસો છો - પરંતુ એક સેકન્ડમાં વિચાર્યુ અને અશરીરી થઈ જાઓ. આમ તો એક સેકન્ડમાં અશરીરી થવું ખુબ સહજ છે. પરંતુ જે સમયે કોઈ વાત સામે હોય, કોઈ સેવા ની ખુબ ઝંઝટ સામે હોય પરંતુ પ્રેક્ટિસ (અભ્યાસ) એવી હોવી જોઈએ જે એક સેકન્ડ, સેકન્ડ પણ બહુ છે, વિચારવું અને કરવું સાથે-સાથે ચાલે. વિચાર્યાં પછી પુરુષાર્થ ન કરવો પડે. હમણાં તો તમે વિચારો છો ત્યારે તે અવસ્થામાં સ્થિત થાઓ છો, પરંતુ એવાં જે હશે તેમનું વિચારવું અને સ્થિત થવું એક સાથે હશે, વિચાર અને સ્થિતિ માં ફરક નહીં હશે. વિચાર્યુ અને થયું. એવાં જે અભ્યાસી હશે તે જ સેવા કરવાનાં પાન નું બીડું ઉઠાવી શકશે. એવાં કોઈ નિમિત્ત છે પરંતુ બહુ થોડાં. મેજોરીટી (અધિકાંશ) નથી, માઈનોરીટી (લઘુમતી) છે. તેમનાં ઉપર અહીંયા જ ફૂલ વરસાવશે. એવાં જે ‘પાસ વિથ ઓનર’ હશે, તેમની જ ઉપર જે દ્વાપર નાં ભક્ત છે તે અંતમાં આ સાકાર રુપમાં ફૂલોની વર્ષા કરશે. જે અંત સુધી ‘સન શોઝ ફાધર’ કરી ને જ જશે. એવું સર્વિસએબુલ (સેવાધારી) મૃત્યુ થાય છે, આ મૃત્યુ થી પણ સર્વિસ થાય છે. સર્વિસનાં પ્રતિ બાળકો જ નિમિત્ત છે, ન કે માં-બાપ. તે તો ગુપ્ત રુપમાં છે. સર્વિસ માં માત-પિતા બેકબોન (પીઠબળ) છે, અને બાળકો સામે છે. આ સર્વિસ નાં પાર્ટમાં માત-પિતા નો પાર્ટ (ભૂમિકા) નથી, આમાં બાળકો જ બાપનો શો (પ્રત્યક્ષતા) કરશે. આ પણ સર્વિસનું અંતમાં મેડલ (ચંદ્રક) પ્રાપ્ત થાય છે, આવું મેડલ ડ્રામા માં કોઈ-કોઈ બાળકોને મળવાનું છે. હમણાં દરેક સ્વયં પોતાના થી જજ (નિર્ણય) કરે કે અમે આવું મેડલ પ્રાપ્ત કરવા માટે નિમિત્ત બની શકીએ છીએ? એવું નહીં ફક્ત જૂની બહેનો જ બની શકશે. કોઈ પણ બની શકે છે. નવાં-નવાં રત્ન પણ છે જે કમાલ કરી દેખાડશે.
હવે સર્વિસમાં નવીનતા લાવવાની છે. જેમ પોતાનામાં નવીનતા લાવો છો તેમ સર્વિસમાં પણ નવીનતા લાવવાની છે. નવીનતા લાવવાની ૫ વાતો યાદ રાખવાની છે. બધાનાં મુખ થી આ નીકળે કે આ ક્યાંથી આવી છે! જેમ શરુઆતમાં નીકળતું હતું, પરંતુ શરુમાં વાણીનું બળ નહોતું. હવે તમને વાણી નું બળ છે. પરંતુ અલૌકિક સ્થિતિ નું બળ ગુપ્ત થઈ ગયું છે, છુપાઈ ગયું છે. એટલે હવે ફરીથી એવી અલૌકિકતા બધાને દેખાડવાની છે, જે બધાં મહેસૂસ (અનુભવ) કરે કે જેમ શરુમાં ભઠ્ઠી થી નીકળેલી આત્માઓ કેટલી સેવાનાં નિમિત્ત બની, હવે ફરીથી સૃષ્ટિનાં દૃશ્ય ને ચેન્જ (પરિવર્તન) કરવાનાં નિમિત્ત બની છે. તેનાથી હમણાં ની સર્વિસ મોટી છે. તો એવાં શક્તિ સ્વરુપ અને સ્નેહ રુપ બની જવાનું છે. કેટલાં પણ હજારોની વચ્ચે ઉભા હોવ, તો પણ દૂર થી અલૌકિક વ્યક્તિ નજર આવો. જેમ સાકાર રુપ નાં માટે વર્ણન કરે છે, કોઈ પણ અજાણ્યો સમજી શકતો હતો કે આ કોઈ અલૌકિક વ્યક્તિ છે. હજારોની વચમાં તે હીરો ચમકતો હતો. તો ફાલો ફાધર (બાપ ને અનુસરો). તેમનાં વાયબ્રેશન (પ્રકંપન) પોતાનામાં નથી લાવવાનાં, પોતાનાં વાયબ્રેશન થી તેમને અલૌકિક બનાવવા - આ જ નવીનતા લાવવાની છે. હમણાં સર્વિસ નાં કારણે કોઈક સંસારી લોકો માં મિક્સ લાગે છે. સર્વિસ નાં પ્રતિ સંબંધ માં રહેતા પણ ન્યારા રહેવાનો જે મંત્ર છે - તેને નહીં ભૂલતાં. હવે તે સંબંધ જે રાખવાનો હતો તે રાખી લીધો, હવે તે રીતે સંબંધ રાખવાની પણ આવશ્યકતા નથી. સર્વિસ નાં કારણે પોતાને હલકા કરવાની પણ જરુરત નથી. તે સમય વીતી ચૂક્યો. હવે લૌકિક ની વચ્ચે અલૌકિક નજર આવો. અનેક વ્યક્તિઓની વચ્ચે અવ્યક્ત મૂર્ત લાગો. તેઓ વ્યક્ત જોવામાં આવે, તમે અવ્યક્ત જોવામાં આવો - આ છે પરિવર્તન. શરુમાં કોઈ નાં વાયબ્રેશન અથવા સંગ માં પોતાનામાં પરિવર્તન લાવતા હતાં? એટલે કહેતા હતાં, બ્રહ્માકુમારી માં હઠ બહુ છે. પરંતુ તે હઠ સારી હતી ને. આ છે ઈશ્વરીય હઠ. એટલા માટે હવે વાયબ્રેશન ની વચ્ચે રહેતાં પોતાને ન્યારા અને પ્યારા બનાવવાનું છે. આટલી સર્વિસ નહીં કરો? ફક્ત વાણી થી કુરબાન નથી થતાં. તમે લોકોએ કેવી કુરબાની કરી? આંતરિક આત્મ-સ્નેહ થી. પ્રજા તો ખુબ બનાવી પરંતુ હવે કુરબાન કરવાની છે. આ સર્વિસ રહેલી છે. વારીસ ઓછા અને પ્રજા વધારે બનાવી છે. કારણ કે વાણી થી પ્રજા બને છે પરંતુ ઈશ્વરીય સ્નેહ અને શક્તિ થી વારીસ બને છે. તો વારીસ બનાવવાનાં છે. આ ફસ્ટ સ્ટેજ (પહેલા તબક્કા) નો પુરુષાર્થ છે. વાણી થી કોઈને પાણી નથી કરી (ભીંજવી નથી) શકાતું પરંતુ સ્નેહ અને શક્તિ થી એક સેકન્ડમાં સ્વાહા કરાવી શકો છો. આ પણ અંતમાં માર્ક્સ મળે છે - વારીસ કેટલાં બનાવ્યાં, પ્રજા કેટલી બનાવી; વારીસ પણ કઈ વેરાઈટી (પ્રકાર) અને પ્રજા પણ કઈ વેરાઈટી ની અને કેટલા સમય માં બની. ફાઇનલ પેપર આજે સંભળાવી રહ્યાં છે. કયા-કયા ક્વેશ્ચન (પ્રશ્ન) પર માર્ક્સ મળે છે? એક તો આ ક્વેશ્ચન અંતિમ રીઝલ્ટ (પરિણામ) માં હશે. બીજું સંભળાવ્યું - અંત સુધી સર્વિસ નો શો (પ્રત્યક્ષતા). અને ત્રીજી વાત હતી - આદિ થી અંત સુધી જે અવસ્થા ચાલતી આવી છે તેમાં કેટલી વખત ફેલ (નપાસ) થયાં છો. પૂરો રોજમેળ એનાઉન્સ (જાહેર) થશે. કેટલી વખત વિજયી બન્યાં અને કેટલી વખત ફેલ થયાં અને વિજય પ્રાપ્ત કરી તો કેટલાં સમય માં? કોઈ પણ સમસ્યા નો સામનો કરવામાં કેટલો સમય લાગ્યો - તેનાં પણ માર્કસ મળશે. તો આખાં જીવનની સર્વિસ અને સ્વ-સ્થિતિ અને અંત સુધી સર્વિસ નું સબૂત - આ ત્રણ વાતો જોવાય છે.
અહીંયા પણ દરેક એક-બે ની સામે સ્પષ્ટ જોશે કે આ ત્રણ વાતોનો શું-શું પોતામેળ (રોજમેળ) રહ્યો છે? અને તેને સામે લાવીને પોતાનું રીઝલ્ટ (પરિણામ) પહેલાથી જ ચેક કરી શકો છો અને જે ખોટ રહી ગઈ છે, તેને રિવાઇઝ (સુધારી) કરી પૂર્ણ કરી શકો છો. હજું પણ જો આ વાતો ની ઉણપ હોય તો ભરી લો. મેકપ કરી (ભરપાઈ) શકો છો. અડધો કલાક માં પણ ગાડી મેકપ થઈ જાય છે. જે ૬ કલાક પણ નથી ચાલતાં તે અડધા કલાકમાં થઈ જાય છે. એટલે હવે મેકપ કરવાનો લાસ્ટ ચાન્સ (છેલ્લી તક) છે. હવે રીઝલ્ટ જોશે. જેમ શરુ માં સમાચાર આવતાં હતાં કે કેટલી ઉંચી આત્માઓ અમારી પાસે આવી પહોંચી છે. એવાં સમાચાર ફરીથી આવવાં જોઈએ. ભઠ્ઠી નો અર્થ જ છે બદલાવું. અચ્છા