Search for a command to run...
26 May 1969
સંપૂર્ણ સ્નેહી ની પરખ
26 May 1969 · ગુજરાતી
બધાં કઈ સ્થિતિમાં બેઠાં છો? લગન માં બેઠાં કે મગન અવસ્થામાં? કઈ અવસ્થામાં છો? વધારે સમય લગન લગાવવામાં જાય છે કે મગન રુપ માં છો? પોતાની ચેકિંગ (તપાસ) તો કરતા હશો. અચ્છા.
બધાની આ જ ઈચ્છા છે કે અમારા પેપરનાં પરિણામની ખબર પડે. વિશેષ બધાનાં દિલમાં આ સંકલ્પ ચાલતો રહે છે. તો આજે પરિણામ સંભળાવી દે છે. બધાએ જે પણ લખ્યું છે યથાયોગ્ય, યથાશક્તિ ટોટલ પરિણામ એ જ કહીશું કે બાપ માં નિશ્ચયબુદ્ધિ તો છે પરંતુ જેટલો બાપ માં નિશ્ચય છે એટલો જ બાપનાં મહાવાક્યોમાં, ફરમાનમાં નિશ્ચયબુદ્ધિ થઈ ને ચાલવું તે હમણાં પુરુષાર્થ માં ૫૦% જોવામાં આવે છે. બાપ માં નિશ્ચય તો ૧૦૦% છે પરંતુ બાપનાં ફરમાન અને આજ્ઞાઓ માં નિશ્ચયબુદ્ધિ થઈને જે ફરમાન મળ્યું અને કર્યું. એવાં ફરમાનમાં નિશ્ચયબુદ્ધિ મેજોરીટી (અધિકાંશ) ૫૦% નાં પરિણામ માં છે. એવી જ રીતે શિક્ષક માં નિશ્ચય છે પરંતુ એમનું પૂરું જ્ઞાન જે છે તેમાં પૂર્ણ રીતે થી ચાલવું તે પણ પોતાની પર્સન્ટેજ (ટકાવારી) નું રીઝલ્ટ છે. એમ જ ગુરુ રુપમાં પણ 'સદગુરુ' આ પૂરો નિશ્ચય છે પરંતુ તેમની શ્રીમત પર ચાલવું એનું ટોટલ પરિણામ ૫૦% સુધી છે. ફક્ત બાપ, શિક્ષક, સદગુરુ માં નિશ્ચય નહીં પરંતુ તે નિશ્ચય ની સાથે-સાથે એમનાં ફરમાન, એમનું જ્ઞાન અને એમની શ્રીમત પર પણ સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ થઈને ચાલવાનું છે. એમાં ખોટ છે જેને હમણાં ભરવાની છે.
સ્નેહ ની નિશાની શું છે? સંપૂર્ણ સ્નેહી ની પરખ શું હોય છે? તેનું મુખ્ય લક્ષ્ય શું હોય છે? તમે બધાએ જે સંભળાવ્યું તે તો છે જ. પરંતુ તો પણ તે સ્પષ્ટ કરવાનાં માટે જેની સાથે જેમનો સ્નેહ હોય છે તેમનાં ચહેરા પર એ જ સ્નેહનો ચહેરો જોવામાં આવે છે. તેમનાં નયન થી તે નૂર દેખાતું હોય છે. તેમનાં મુખ થી પણ સ્નેહ નાં બોલ નીકળશે. તેમની દરેક ચલન થી સ્નેહ નું ચિત્ર જોવામાં આવશે. તેમનામાં તે જ સ્નેહી સમાયેલા હશે. એવી અવસ્થા થવાની છે. હમણાં બાળકો અને બાપ નાં સંસ્કાર માં ઘણો ફરક છે. જ્યારે સમાન થઈ જશો તો તમારાં સંસ્કારો જોવામાં નહીં આવે. તે જ જોવામાં આવશે. એક-એક માં બાપ દેખાશે. આપ સર્વ દ્વારા બાપ નો સાક્ષાત્કાર થશે. પરંતુ હમણાં તે ખોટ છે. પોતાનાથી પૂછવાનું છે એવાં સ્નેહી બન્યાં છીએ? સ્નેહ લગાડવો પણ સહજ છે. સ્નેહી સ્વરુપ બનવું - આ છે ફાઈનલ સ્ટેજ. તો પેપરનું પરિણામ સંભળાવ્યું. એક તો એ ઉણપ છે, બીજી વાત જે બધાએ લખ્યું છે તેમાં સહનશક્તિનું જે પરિણામ છે તે ખૂબ ઓછું છે. જેટલી સહનશક્તિ હશે એટલી સર્વિસમાં સફળતા મળશે. સંગઠન માં રહેવા માટે પણ સહનશક્તિ જોઈએ. ફાઇનલ પેપર જે વિનાશનું છે તેમાં પાસ થવા માટે પણ સહનશક્તિ જોઈએ. તે સહનશક્તિ નું પરિણામ મેજોરીટી માં બહુ ઓછું છે. એટલે તેને હવે વધારો.
સહનશક્તિ કેવી રીતે આવશે? જેટલાં-જેટલાં સ્નેહી બનશો. જેટલો જેમનાં પ્રતિ સ્નેહ હોય છે તો તે સ્નેહ માં શક્તિ આવી જાય છે. સ્નેહમાં સહનશક્તિ કેવી રીતે આવે છે, ક્યારે અનુભવ કર્યો છે? જેમ જુઓ, કોઇ બાળકની માં છે. બાળક પર આપદા આવે છે, માં નો સ્નેહ છે તો સ્નેહ નાં કારણે તેમાં સહનશક્તિ આવી જાય છે. બાળકોનાં માટે બધું સહન કરવા માટે તૈયાર થઈ જાય છે. તે સમયે સ્નેહમાં કાંઈ પણ પોતાનાં તન ની અથવા પરિસ્થિતિ ની કોઈ ચિંતા નથી રહેતી. તો એવો જો નિરંતર સ્નેહ રહે તો તે સ્નેહી પ્રત્યે સહન કરવું કોઈ મોટી વાત નથી. સ્નેહ ઓછો છે એટલે સહનશક્તિ પણ ઓછી છે. આ છે આપ બધાનાં પેપરનું રિઝલ્ટ. હવે એક મહિના પછી રીઝલ્ટ જોઈશું. ત્યાં ત્રણ-ત્રણ મહિના પછી પેપર આવે છે. અહીંયાં એક મહિના પછી તે જ રીઝલ્ટને જોઈશું કે સ્નેહી રુપ કેટલાં બન્યાં છો?
મુખ્ય છે નિર્ભયતા નો ગુણ. જે પેપરમાં નહોતું આપ્યું. કારણ કે તેની ખુબ ખોટ છે. એક મહિનાની અંદર તે નિર્ભયતાનાં ગુણને પણ પોતાનામાં પૂરો ભરવાની કોશિશ કરવાની છે. નિર્ભયતા કેવી રીતે આવશે? તેનાં માટે મુખ્ય કયો પુરુષાર્થ છે? નિરાકારી બનવું. જેટલાં નિરાકારી અવસ્થામાં હશો એટલાં નિર્ભય રહેશો. ભય તો શરીરનાં ભાનમાં આવવાથી થાય છે.
આ એક મહિનાનો ચાર્ટ પહેલાં બતાવી દે છે. કુમારીઓનો ટ્રેનિંગ ક્લાસ પૂરો થશે તો આ પણ પૂછશે કે સહનશક્તિ, નિર્ભય અને નિશ્ચય ની પરખ જે બતાવી તે ક્યાં સુધી છે. આ ત્રણેય વાતો નું પેપર ફરી લેશે. કુમારીઓથી બાપદાદાનો સ્નેહ વિશેષ કેમ હોય છે? કઈ એવી ખાસ વાત છે જે બાપદાદાનો ખાસ સ્નેહ રહે છે? કારણ કે બાપદાદા સમજે છે જો તેમને ઈશ્વરીય સ્નેહ નહીં મળે તો બીજા કોઈનાં સ્નેહમાં લટકી જશે. બાપ રહેમદિલ છે ને. તો રહેમ નાં કારણે સ્નેહ છે. ભવિષ્ય બચાવવાનાં કારણે વિશેષ સ્નેહ રહે છે. હવે જોશે બાપદાદાનાં સ્નેહનો જવાબ શું આપે છે. પોતાને બચાવવાનું છે આ છે બાપદાદાનાં સ્નેહ નો રેસ્પોન્ડ (પ્રતિઉત્તર). કઈ-કઈ વાતોમાં બચાવવાનું છે ખબર છે? એક તો મન્સા સહિત પ્યોરિટી (પવિત્રતા) હોય. મન્સા માં કોઈ સંશય ન આવે અને બીજી વાત પોતાની વાચા પણ એવી રાખવાની છે જે મુખથી કોઈ એવો બોલ ન નીકળે. વાણીમાં પણ કંટ્રોલ (નિયંત્રણ), મન્સા માં પણ કંટ્રોલ. વાચા એવી રાખવાની છે જેવી સાકાર માં બાપદાદાની હતી. કર્મ પણ એવું કરવાનું છે જેવું સાકાર તન દ્વારા કરીને દેખાડ્યું. તમારું કર્મ એવું હોય જે બીજા પણ જોઇને એવું કરે. આ છે કુમારીઓ માટે ખાસ. અને શેનાથી બચવાનું છે? સંગ દોષથી તો બચવાનું જ છે, એક બીજી વિશેષ વાત છે. હવે ઘણા રુપથી-આત્માનાં રુપથી, શરીરનાં રુપથી તમને બધાને બહેકાવવાવાળા ઘણાં રુપ સામે આવશે. પરંતુ તેમાં બહેકવાનું નથી. ખુબ પરીક્ષાઓ આવશે પરંતુ કાંઈ છે નહીં. પરીક્ષામાં પાસ કોણ થઇ શકે છે? જેને પૂરી પરખ હશે. પારખવાની જેટલી શક્તિ હશે એટલાં જ પરીક્ષામાં પાસ થશે. પારખવાની શક્તિ ઓછી રાખો છો, પારખી નથી શકતાં કે આ કયા પ્રકારનાં વિઘ્ન છે. માયા કયા રુપથી આવી રહી છે અને કેમ મારી સામે આ વિઘ્ન આવ્યું છે, એનાથી પરિણામ શું છે? આ પરખ ઓછી હોવાનાં કારણે પરીક્ષાઓમાં ફેલ (નપાસ) થઈ જાય છે. પરખ સારી હશે તે પાસ થઈ શકે છે. અચ્છા - ઓમ શાન્તિ