Search for a command to run...
2 Feb 1970
આત્મિક પાવર (શક્તિ) ની પરખ
2 February 1970 · ગુજરાતી
આજે બાપદાદા દરેક નો પ્રોજેક્ટર શો જોઈ રહ્યાં છે. તમે લોકો પણ પ્રોજેક્ટર રાખો છો? પ્રોજેક્ટર કયું છે, જેનાં દ્વારા ચિત્ર જુઓ છો? દરેકનાં નયન પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટર દ્વારા કયું ચિત્ર દુનિયાને દેખાડી શકો છો? તે છે સાયન્સ (વિજ્ઞાન) ની શક્તિનું પ્રોજેક્ટર અને આ છે ઇશ્વરીય શક્તિ નું પ્રોજેક્ટર. જેટલું-જેટલું પ્રોજેક્ટર પાવરફુલ (શક્તિશાળી) હોય છે એટલું જ ક્લિયર (સ્પષ્ટ) દૃશ્ય જોવામાં આવે છે. એવી જ રીતે આપ સર્વ બાળકોનાં આ દિવ્ય નેત્ર જેટલાં-જેટલાં ક્લિયર અર્થાત્ત રુહાનિયત થી સંપૂર્ણ હશે એટલાં જ આપ બાળકોનાં નયનો દ્વારા અનેક ચિત્ર જોઈ શકે છે. અને એવાં જ સ્પષ્ટ દેખાશે જેવું પ્રોજેક્ટર દ્વારા સ્પષ્ટ દેખાય છે. તો આ નયનો દ્વારા બાપદાદા અને આખી રચનાનાં સ્થૂળ, સૂક્ષ્મ, મૂળ, ત્રણે લોકોનાં ચિત્રો જોઈ શકાય છે. કોઈપણ તમારી સામે આવે તો તમારાં નયનો દ્વારા બધાં સાક્ષાત્કાર કરી શકે છે. જેટલી-જેટલી લાઇટ તેજ હશે એટલું ચિત્ર ક્લિયર. બલ્બ કેટલો પાવરફુલ છે, તે પછી બાપદાદા કેવી રીતે જુએ છે, ખબર છે? પોતાનો બલ્બ જોયો છે કે કેટલાં પાવરનો છે? દરેકે પોતાનાં બલ્બ ની પાવર જોઈ છે? જે સમજે છે અમે પોતાની લાઇટની ટકાવારી ને જાણીએ છીએ કે અમારો બલ્બ કયા પ્રકાર નો છે, તે હાથ ઉઠાવે. હું આત્મા કેટલી પાવરફુલ છે તેની પરખ કયા આધાર પર કરી શકો છો? (ચાર્ટ થી) તે પણ ટોટલ વાત થઈ ગઈ, કઈ વાતથી પોતાની પરખ કરી શકો છો? લાઇટ માં વિશેષતા શું હોય છે? તેનામાં વિશેષ ગુણ એ હોય છે, જે વસ્તુ જેવી છે તેવી જ સ્પષ્ટ જોવામાં આવે છે. અંધારામાં જે વસ્તુ જેવી છે તેવી જોવામાં નથી આવતી. તો લાઈટ નો વિશેષ ગુણ છે અસ્પષ્ટ ને સ્પષ્ટ કરવું. આવી જ રીતે પોતાની લાઈટની ટકાવારી પારખવાની રીત આ જ છે. એક તો પોતાનાં પુરુષાર્થ નો માર્ગ સ્પષ્ટ થશે અર્થાત્ લાઈન ક્લિયર જોવામાં આવશે. બીજી વાત, પોતાનું ભવિષ્ય સ્ટેટસ (પદ) પણ જોવામાં આવશે. ત્રીજી વાત, જેમની સર્વિસ (સેવા) કરો છો તો જેટલો પોતાનો પ્રકાશ પાવરફુલ હશે, તેઓને પણ એટલાં જ સહજ અને સ્પષ્ટ માર્ગ બતાવી શકશો. તેઓ પણ સહજતા થી પોતાનાં પુરુષાર્થમાં ચાલી પડશે, પોતાની મંઝિલ સહજ જોવામાં આવશે. જેટલી લાઇટ ની ટકાવારી વધારે હશે એટલું જ બધી વાતોમાં સ્પષ્ટ જોવામાં આવશે. જો લાઈટની ટકાવારી ઓછી છે તો પોતે પણ પુરુષાર્થ માં સ્પષ્ટ નહીં હશે અને જેમને માર્ગ બતાવે છે તે પણ સહજ અને સ્પષ્ટ પોતાનાં માર્ગ અને મંઝિલ ને જાણી નહીં શકે. જેની લાઈટ પાવરફુલ હશે તે નહીં પોતે મૂંઝાશે, નહીં બીજાને મુંઝાવશે. તો પોતાનો પુરુષાર્થ, પોતાની સર્વિસ થી જોઈ શકો છો કે જેમની સર્વિસ કરો છો તેમનો માર્ગ સ્પષ્ટ થાય છે. જો માર્ગ સ્પષ્ટ નથી હોતો તો પોતાની લાઈટની ટકાવારી માં ઉણપ છે. ઘણાં પોતે ક્યારેક કદમ-કદમ પર ઠોકર ખાય છે અને તેમની રચના પણ એવી હોય છે. હમણાં તમે એક-એક માસ્ટર રચયિતા છો. તો માસ્ટર રચયિતા પોતાની રચના થી પણ પોતાની શક્તિ ને પારખી શકે છે. જેવું બીજ હોય છે તેવું જ ફળ નીકળે છે. જો બીજ પાવરફુલ નહીં હોય તો ક્યાંક-ક્યાંક ફૂલ નીકળશે, ફળ નીકળશે, પરંતુ સ્વીકાર કરવા યોગ્ય નથી હોતાં. જે ખુબ જ સુંદર કે સુગંધિત હશે, જે ફળ સારું હશે એની જ ખરીદ કરશો ને. જો બીજ જ પાવરફુલ નથી હોતાં તો રચના પણ જે પેદા થાય છે તે સ્વીકાર કરવા યોગ્ય નથી હોતી. એટલે પોતાની લાઈટ ની ટકાવારી ને વધારો. દિન-પ્રતિદિન બધાનાં મસ્તક અને નયન એવી જ સર્વિસ કરે જેમ આપનું પ્રોજેક્ટર શો સર્વિસ કરે છે. કોઈપણ સામે આવશે તે તમારા નયનો માં ચિત્ર જોશે, નયન ને જોતાં જ બુધ્ધિયોગ દ્વારા અનેક સાક્ષાત્કાર થશે. એવાં સાક્ષાત્કાર મૂર્ત પોતાને બનાવવાનાં છે. પરંતુ સાક્ષાત્કાર મૂર્ત તે બની શકશે જે સદૈવ સાક્ષી સ્થિતિમાં સ્થિત હશે. તેમનાં નયન પ્રોજેક્ટરનું કામ કરશે. તેમનું મસ્તક સદૈવ ચમકતું જોવામાં આવશે. હોળી નાં પછી સાંગ બનાવે છે ને. દેવતાઓને સજાવીને મસ્તકમાં બલ્બ પ્રગટાવે છે. આ સાંગ કેમ બનાવે છે? આ કયા સમયનું પ્રેક્ટિકલ રુપ છે? આ સમયનું. જે પછી તમારી યાદગાર બનાવતાં આવે છે. તો એક-એકનાં મસ્તકમાં લાઈટ જોવામાં આવે. વિનાશનાં સમયમાં પણ આ લાઈટ રુપ તમને ખુબ મદદ કરશે. કોઈ કેવી પણ વૃત્તિવાળા તમારી સામે આવશે, તે આ દેહને ન જોતાં તમારાં ચમકતાં આ બલ્બ ને જોશે. જે ખુબ તેજ લાઈટ હોય છે અને તેને જ્યારે જોવા લાગીએ છીએ તો બીજી બધી વસ્તુ છુપાઈ જાય છે. તેવી જ રીતે જેટલી-જેટલી તમારી બધાની લાઈટ તેજ થશે એટલું જ તેમને તમારાં દેહને જોવા છતાં પણ નહીં જોવામાં આવશે. જ્યારે દેહ ને જોશે જ નહીં તો તમોગુણી દૃષ્ટિ અને વૃત્તિ સ્વતઃ જ ખતમ થઈ જશે. આ પરીક્ષાઓ આવવાની છે. બધાં પ્રકાર ની પરિસ્થિતિઓ પાસ કરવાની છે.
આ જે ગ્રુપ છે તેનું રમૂજ માં એક નામ રાખ્યું છે. આજે વતનમાં આ વાત પર ચીટ-ચેટ (વાતચીત) ચાલી રહી હતી. કોઈએ હસવામાં કહ્યું હતું મોટી બહેનો અમારી હેડ્સ (મસ્તક) છે તો અમે પછી લેગ (પગ) છીએ. તો બાપદાદાએ પછી નામ રાખ્યું છે તેમનાં મોટાં તો છે હેડ્સ, પરંતુ આ હેન્ડલ (હાથો) છે. મોટર માં હેન્ડલ વગર કામ ચાલી ન શકે. હેન્ડલ દ્વારા જ મોટર ને વાળી શકાય છે. તો હેડ્સ પણ આ હેન્ડલ વગર સર્વિસ ને હેન્ડલ (નિયંત્રિત) નથી કરી શકતાં. આ જે ગ્રુપ છે, આ છે હેન્ડલ્સ. એમનાં વગર હેડ્સ કંઈ પણ કરી નથી શકતાં. જે પણ આવે છે તેમને પહેલા-પહેલા હેન્ડલ (સંભાળ) કરવા વાળા હેન્ડલ છો ને. તો તમારા સર્વ ની ઉપર આટલી જવાબદારી છે. જો તમે હેન્ડલ ઠીક નથી તો સર્વિસની હેન્ડલિંગ (માવજત) પણ ઠીક નહીં થશે. પરંતુ આ ફક્ત જોવાનું હેન્ડલ તો છો, પરંતુ હેડ્સ (મુખ્ય) ને ક્યારેય હેન્ડલ (નિયંત્રિત) નહીં કરતાં. હેડ નાં હેન્ડ (મદદગાર) બનીને રહેજો. બાપદાદા ને પણ રાઈટ હેન્ડ છે ને, લેફ્ટ હેન્ડ પણ છે. રાઈટ હેન્ડને ફુલ પાવર (પૂરી સત્તા) હોય છે, પરંતુ હોય છે હેન્ડ. હેડ (મુખ્ય) નથી હોતાં. હેન્ડલ તો છો ને, પરંતુ કેવી રીતે હેન્ડલ કરવાનું છે અને કેવી રીતે બાપદાદાનાં રાઈટ હેન્ડ બનાય, એનાં માટે અહીં આવ્યાં છો. આ ગ્રુપ એવું છે જે એક-એક કમાલ કરી શકે છે. સર્વિસ ને સફળતા નાં રુપ માં લાવી શકો છો. સર્વિસમાં સફળતા લાવવા માટે બે વાત ધ્યાનમાં રાખવાની છે. સર્વ વાતોમાં સહયોગી તો છો પરંતુ સર્વિસમાં સફળતા લાવવાનાં નિમિત્ત વિશેષ આ ગ્રુપ છે. એનાં માટે બે વાત વિશેષ ધ્યાન માં રાખવાની છે. એક છે સંપૂર્ણ નિશાનો (લક્ષ્ય), બીજું નશો પણ પૂરો હોવો જોઈએ. નશો અને નિશાનો આ બે વાત આ ગ્રુપમાં વિશેષ આવવી જોઈએ. જ્યારે નિશાન ઠીક હોય છે તો એક ધક થી કોઈને મરજીવા બનાવી શકો છો. જે નિશાનબાજ હોય છે તે એક જ ગોળી થી ઠીક નિશાનો કરે છે. જેમને નિશાનો નથી આવડતો, તેમને ૩-૪ વખત ગોળી ચલાવવી પડે છે. જો પોતાની સ્થિતિનો પણ નિશાનો અને બીજાની સર્વિસનો પણ નિશાનો ઠીક હશે અને સાથે-સાથે નશો પણ સદૈવ એકરસ હશે તો સર્વિસમાં સફળતા વધારે પામી શકાય છે. ક્યારેક નશો ઉતરી જાય, ક્યારેક નિશાનો છૂટી જાય, આ બંને વાત ઠીક હોવી જોઈએ. જેનામાં જેટલો પોતાનો નશો હશે એટલો જ નિશાનો ઠીક કરી શકશે. સર્વિસએબલ (સેવાધારી) તો છો પરંતુ સર્વિસમાં હવે શું વિશેષતા લાવવાની છે? સર્વિસએબલ એને કહેવાય જેમની એક સેકન્ડ અને એક સંકલ્પ પણ વગર સર્વિસનાં ન જાય, દરેક સેકન્ડ સર્વિસનાં પ્રતિ હોય. ભલે પોતાની સર્વિસ, ભલે બીજાઓની સર્વિસ. પરંતુ જ્યારે છો જ સર્વિસએબલ, તો સમય અને સંકલ્પ સર્વિસ વગર ન જવા જોઈએ. ફરમાનબરદાર નો અર્થ જ છે ફરમાન (આદેશ) પર ચાલવું. મુખ્ય ફરમાન છે નિરંતર યાદમાં રહો. જો આ ફરમાન પર નથી ચાલતાં તો શું કહેશું? જેટલું-જેટલું આ ફરમાનને પ્રેક્ટિકલમાં (વ્યવહારમાં) લાવશો એટલું જ પ્રત્યક્ષ ફળ મળશે. પુરુષાર્થ માં ચાલતાં કયું વિઘ્ન જોવામાં આવે છે, જે સંપૂર્ણ થવામાં અવરોધ કરે છે? વિશેષ વિઘ્ન વ્યર્થ સંકલ્પોનાં રુપમાં જોવાયું છે. તો તેનાથી બચવા માટે શું કરવાનું છે? એક તો ક્યારેય અંદર નો અથવા બહાર નો રેસ્ટ (આરામ) નહીં લો. જો રેસ્ટ માં નહીં હશો તો વેસ્ટ (વ્યર્થ) નહીં જશે. અને બીજી વાત પોતાને સદૈવ ગેસ્ટ (મહેમાન) સમજો. જો ગેસ્ટ સમજશો અને રેસ્ટ નહીં કરશો તો વેસ્ટ નહીં જશે. ભલે સંકલ્પ, ભલે સમય, આ છે સહજ રીત. અચ્છા હવે ફરી સમાપ્તિનાં દિવસે બધાનાં મસ્તકનાં બલ્બ કેટલાં પાવરનાં છે તે જોશે. અને પાવરફુલ હશે તો માયા તે પાવરની આગળ આવવાનું સાહસ નહીં રાખશે. જેટલો બલ્બ નો પાવર હોય છે એટલો સામનો કોઈ નથી કરી શકતું. એવી પાવરફુલ સ્થિતિ જોશે. સર્વિસએબલ છો, હવે પાવરફુલ બનો, એક્ટિવ (સક્રિય) છો, પરંતુ એક્યુરેટ (ચોક્કસ) બનો. તો આ ગ્રુપને વિશેષ છાપ કઈ લાગવાની છે? એક્યુરેટ. કોઈપણ વાતમાં સદૈવ એક્યુરેટ. ભલે મન્સા, ભલે વાચા, ભલે કર્મણા - ત્રણેવ માં એક્યુરેટ. અચ્છા-