જળ ચઢાવવું અર્થાત્ત પ્રતિજ્ઞા કરવી
આજે શિવજયંતિ મનાવવા માટે બોલાવ્યાં છે. કેવી રીતે મનાવવાં ઈચ્છો છો? મળવું એ જ મનાવવું છે. લોકો મળવા માટે મનાવે છે અને બાળકો મળવું એ જ મનાવવું સમજે છે. તો મળવું અર્થાત્ મનાવી લીધું, હવે બાકી શું રહ્યું. આપ બાળકોનું મનાવવું, એક તો છે મળવું અને બીજું છે પોતાનાં સમાન બનાવવાં. તો મળવું અને બનાવવું, એ જ છે મનાવવું. આજનાં દિવસ પર આ બે વાતો કરવાની છે. મિલન તો મનાવી જ રહ્યાં છો બાકી આપ સમાન બનાવવાં. આ બંને વાતો કરી એટલે શિવજયંતિ મનાવી. જ્યારે ભક્ત લોકો જળ ચઢાવવાં માટે જાય છે તો પણ વચમાં બ્રાહ્મણ હોય છે, જે તેમનાથી કરાવે છે. તો તમે પણ બ્રાહ્મણ છો. જેમ ભક્ત લોકો જળ ચઢાવે છે તેવી રીતે આપ બાળકો બાપની ઉપર આત્માઓથી જળ ચઢાવડાવો છો. આ જળ અથવા દૂધ ચઢાવવાનો રિવાજ કેમ પડ્યો છે? જે સમય જળ ચઢાવે છે તે સમય મનમાં શું વિચારે છે, ખબર છે? જળ અથવા જે દૂધ ચઢાવે છે તેનો ભાવાર્થ આ છે. જ્યારે કોઈ પણ પ્રતિજ્ઞા કરવાની હોય છે તો હાથમાં જળ લે છે, સૂર્ય ને પણ જળ ચઢાવે છે તો અંદરમાં પ્રતિજ્ઞા કરે છે. તમારી પાસે પણ જ્યારે કોઈ આવે છે તો પહેલાં-પહેલાં તેમનાંથી પ્રતિજ્ઞા નું જળ લો. એક પ્રતિજ્ઞા કરાવો છો ને કે અમે આજથી એક શિવબાબાનાં જ બનીને રહીશું. તો પહેલાં તેમનાંથી પ્રતિજ્ઞા કરાવો છો. તે લોકો પણ અંદરમાં પ્રતિજ્ઞા કરી પછી સ્વયં સન્મુખ આવીને દેવતાઓ પર અર્પણ થાય છે. જે પૂરા ભક્ત હોય છે તે તેમની આગળ પૂરાં જ પોતાને ઝુકાવે છે અર્થાત્ પોતાને અર્પણ કરી દે છે. તો તમે પણ પહેલાં તેમનાંથી પ્રતિજ્ઞા કરાવો છો. જ્યારે પાક્કાં થઈ જાય છે, તો સંપૂર્ણ સ્વાહા કરાવો છો. આવી સર્વિસ (સેવા) કરવાની છે. બિલકુલ ન્યોછાવર કરાવવું. તમે કેટલાઓ ને ન્યોછાવર કરાવ્યાં છે? જે જેટલાં સ્વયં ન્યોછાવર બન્યાં છે એટલાં જ બીજાઓને બનાવે છે. જો સ્વયં જ સંપૂર્ણ ન્યોછાવર નથી બન્યાં તો બીજાઓને પણ એટલાં જ આપ સમાન બનાવે છે. હમણાં ન્યોછાવર થવામાં મહેનત અને સમય બંનેવ લાગે છે. પરંતુ થોડા જ સમયમાં ન્યોછાવર થવાં વાળા ની લાઈન લાગી જશે. જેમ ત્યાં યાદગાર છે કાશી કલવટ ખાવાની. સ્વયં પોતાની ઇચ્છાથી કપાવા તૈયાર થઈ જાય છે. એમ જ અહીંયા પણ તૈયાર થઈ જશે. તમારે લોકોએ ઇચ્છા પેદા કરવાની મહેનત પણ નહીં કરવી પડે. સ્વયં પોતાની ઇચ્છાથી છલાંગ મારવાં માટે તૈયાર થઇ જશે. આ ક્યૂ (લાઇન) લાગવાની છે. હમણાં નથી લાગી રહી. તેનું પણ કારણ છે. બાળકો ની પાસે હમણાં કઈ ક્યૂ લાગેલી છે? જ્યારે તે ક્યૂ ખતમ થઇ જશે, ત્યારે આ ક્યૂ લાગશે. ખબર છે હમણાં કઈ ક્યૂ લાગેલી છે. (સંકલ્પોની) સંકલ્પો માં પણ મુખ્ય શું છે, જે પુરુષાર્થમાં ઢીલાપણું લાવે છે. વ્યર્થ સંકલ્પોનું મૂળ કારણ શું હોય છે? જૂનાં સંસ્કાર કયા રુપમાં આવે છે? એક શબ્દ બતાવો જેમાં વ્યર્થ સંકલ્પોનું બીજ આવી જાય. વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ જે ચાલે છે તો એક જ શબ્દ બુદ્ધિમાં આવે છે કે આ કેમ થયું, ‘કેમ’ થી વ્યર્થ સંકલ્પોની ક્યૂ શરું થઈ જાય છે. અંગ્રેજીમાં પણ તમે જોશો ક્યૂ (Q) શબ્દ ની નિશાની સૌથી વાંકી હોય છે. તો ‘કેમ’ ની ક્યૂ ઘણી લાંબી છે. આ ક્યૂ ની સમાપ્તિ પછી જ સંપૂર્ણતા આવશે. પછી તે ક્યૂ (લાઇન) લાગશે. જ્યારે ‘કેમ’ શબ્દ નીકળશે, પછી ડ્રામાની ભાવી પર એકરસ સ્થેરિયમ (સ્થિર) રહેશો. તો હવે ‘કેમ’ ની ક્યૂ ને ખતમ કરવાની છે. સમજ્યાં. એક ‘કેમ’ શબ્દ થી સેકન્ડમાં કેટલાં સંકલ્પ ઉત્પન્ન થઈ જાય છે? ‘કેમ’ થી પછી કલ્પના કરવાનું શરું થઈ જાય છે. તો બાપ પણ બાળકો થી આ જળની લોટી ચઢાવડાવાં માટે આવ્યાં છે. કોઈ પણ પ્રતિજ્ઞા કરે છે તો જળને સાક્ષી રાખીને કરે છે. તો હવે આ લોટી ચઢાવવાની છે.
મધુબનમાં વિશેષ રેસ્પોસીબિલ્ટી (જવાબદારી) પાંડવદળ ની છે. તો આ દળમાં હવે બળ હોવું જોઈએ. પાંડવદળ માં બળ હશે તો પછી આ પાંડવ ભવન ની અંદર આસુરી સંપ્રદાય તો શું પરંતુ આસુરી સંકલ્પ પણ નહીં આવી શકે. એટલી રખવાળી કરવાની છે. તે રખવાળી કરવી તો ખૂબ સહજ છે. જેમ આ ગેટ (દરવાજા) ની રખવાળી કરો છો તેમ માયા નો જે ગેટ છે, તેની પણ રખવાળી કરવાની છે. એવી રીતે પાંડવસેના તૈયાર છે જે આસુરી સંસ્કારો ને, આસુરી સંકલ્પો ને પણ આ પાંડવ ભવન ની અંદર આવવા ન દે? હવે પહેલાં પોતાની અંદર આ રખવાળી મજબૂત હશે ત્યારે પાંડવ ભવન માં આ મજબૂતી લાવી શકો છે. એવી રખવાળી કરો છો? કોણ-કોણ એવી હિંમત રાખે છે કે અમે પાંડવસેના પોતાનાં પાંડવ ભવન ની એવી રખવાળી કરીશું. એવી રખવાળી જો પાંડવ કરતાં રહે તો પછી આ પાંડવ ભવન એક જાદુ નું ઘર થઈ જશે, જે કેવી પણ આત્મા આવે, આવતાં જ આસુરી સંસ્કારો અને વ્યર્થ સંકલ્પો થી મુક્ત થઈ જાય. એવાં નિર્વિકલ્પ બનાવવાનું જાદૂનું ઘર થઈ જશે. એવી સર્વિસ જયારે કરશો ત્યારે પ્રત્યક્ષતા થશે. એક બીજાને સાંભળીને જ લોકો દોડશે. જેમ-જેમ સમય આગળ વધશે તેમ દુઃખ અશાંતિ પણ વધવાનાં કારણે દરેક આત્મા સુખ ચેન ની તરસી હશે. અને તે જ તરસ માં તરસેલી આત્માઓ આ પાંડવ ભવન ની અંદર આવવાથી જ એક સેકન્ડમાં સુખ-ચેન નો અનુભવ કરશે, ત્યારે પ્રભાવ નીકળશે. એક-એક ચૈતન્ય મૂર્તિ સમાન દર્શનમૂર્ત થઇ જશે. એક-એક રત્ન નાં દર્શન કરવા માટે દૂર-દૂર થી તરસી આત્માઓ આવશે, પરંતુ જ્યારે એવી રખવાળી શરું કરશો ત્યારે. જેમ સંગઠન નું બળ છે, સ્નેહ નું પણ બળ છે, એકબીજા ને સહયોગ આપવાનું બળ પણ છે. હવે ફક્ત એક બળ જોઈએ, જેની ખોટ હોવાનાં કારણે જ માયા ની પ્રવેશતા થઈ જાય છે. તે છે સહનશીલતા નું બળ. જો સહનશીલતા નું બળ હોય તો માયા ક્યારેય વાર કરી નથી શકતી. તો આ ચારેવ બળ જોઈએ.
આજે બાપદાદાની જયંતિની સાથે બધાં બાળકોની પણ તો જયંતિ છે. તો આ જયંતિ પર ચારેવ બળ પોતાનામાં ધારણ કરશો તો પછી આ પાંડવ ભવન આખી દુનિયામાં જોવાનું અને અનુભવ કરવાનું વિશેષ સ્થાન ગણાશે. આ પાંડવ ભવન નું મહત્વ આખાં વિશ્વમાં થશે. મહત્વ વધારવાં વાળા કોણ? પાંડવ સેના અને શક્તિ સેના. મધુબન નિવાસી જ મધુબન નાં મહત્વને વધારી શકે છે. પાંડવો નાં માટે તો પ્રસિદ્ધ છે કે તે ક્યારેય પણ પ્રતિજ્ઞા થી હલતાં નહોતાં. એક ટકા ની પણ કમી થઈ તો તેને કમી જ કહેવાશે. પાંડવસેનાએ એક્ઝામ્પલ (ઉદાહરણ) બનવાનું છે. જે આપ લોકોને જોઈ બીજાઓને પણ પ્રેરણા મળે. કોઈપણ મધુબન માં આવે તો આ વિશેષતા જુએ કે આ બધાં આટલાં અનેક હોવા છતાં પણ એક અને એકની જ લગન માં મગન છે અને એકરસ સ્થિતિમાં સ્થિત છે. જ્યારે એવું દૃશ્ય જોશે ત્યારે પ્રત્યક્ષતા ની નિશાની જોવામાં આવશે. તમારાં બધાંની પ્રતિજ્ઞા જ પ્રત્યક્ષતા ને લાવશે. તો આજે પહેલાં પ્રતિજ્ઞાનું જળ ચઢાવવાનું છે પછી સોગાત (ભેટ) પણ મળશે. પ્રતિજ્ઞા ની ત્રણ રેખા દેખાડે છે. બીલીપત્ર પણ જે ચઢાવે છે તે પણ ત્રણ પત્તાનું હોય છે. તો આજનાં દિવસે ત્રણ પ્રતિજ્ઞા કરાવી છે. સહનશીલતા નું બળ પોતાનામાં ધારણ કરશો, ‘કેમ’ ની ક્યૂ (લાઇન) ને ખતમ કરશો અને આસૂરી સંસ્કારો ઉપર રખવાળી કરવાની છે. તો ત્રણ પ્રતિજ્ઞાનું આ બીલીપત્ર ચઢાવવાનું છે. ભક્ત લોકો તો રમત કરે છે પરંતુ જ્ઞાન સહિત રમત કરવી તે તો બાળકો જ જાણે છે. એટલે આજનું શિવરાત્રીનું યાદગાર પછી ભક્તિમાં રિવાજ ની માફક ચાલે છે. પહેલાં બાળકો જ જ્ઞાન સહિત આરંભ કરે છે. અને પછી ભક્ત કોપી (નકલ) કરે છે, અંધશ્રદ્ધા થી. જરુર ક્યારેક કર્યુ છે ત્યારે યાદગાર બન્યું છે.
ભગવાન બાળકોને કહે છે, વંદે માતરમ, કેટલો ફરક થઈ ગયો. આટલો નશો રહે છે? જે બાપની અનેક ભક્ત વંદના કરે છે, તે સ્વયં આવીને કહે છે વંદે માતરમ. આ ખુમારી ની નિશાની શું હશે? તેમનાં નયન, તેમનાં મુખ, તેમની ચલન, બોલ, વગેરે થી ખુશી ઝલકતી રહેશે. જે ખુશી ને જોઈ ઘણાઓનાં દુઃખ મટી જશે. એવી માતાઓ જેમની બાપદાદા સ્વયં વંદના કરે છે, તેમની નિશાની છે ખુશી. ચહેરો જ અનેક આત્માઓને હર્ષાવશે. અજ્ઞાની લોકો સવારે ઉઠી કોઈ એવો ચહેરો જુએ છે તો કહે છે, સવારે તેમનો ચહેરો જોયો ત્યારે આ પ્રભાવ પડયો. તો ચહેરા નો પ્રભાવ પડે છે. તો આપ બાળકોનો હર્ષિત ચહેરો જોઈ બધાનાં અંદર હર્ષ આવી જશે. આવું થવાનું છે. અચ્છા-જેટલું પોતાની ઉપર ચેકિંગ (તપાસ) કરશો એટલું પરિવર્તન આવતું જશે. સંકલ્પ, કર્મ, સમય, સંસ્કાર, આ ચારેવ ની ઉપર ચેકિંગ કરવાની છે, કદમ-કદમ પર.
