Search for a command to run...
26 Jan 1970
યાદની યાત્રાની સંપૂર્ણ સ્થિતિ
26 January 1970 · ગુજરાતી
બાપદાદા પણ અહીંયા બેઠાં છે અને તમે પણ બેઠાં છો. પરંતુ બાપદાદા અને તમારામાં શું અંતર છે? પહેલાં પણ સાકાર રુપમાં અહીંયા બેસતાં હતાં પરંતુ હવે જ્યારે બેસે છે તો શું ફીલ (અનુભવ) થાય છે? જેમ સાકાર રુપમાં બાપનાં માટે સમજતા હતાં કે લોન લઈ આવ્યાં છે. એવો જ અનુભવ હમણાં થાય છે. હવે આવે છે મહેમાન બનીને. આમ તો તમે બધાં પણ પોતાને મહેમાન સમજો છો. પરંતુ તમારાં અને બાપનાં સમજવામાં ફરક છે. મહેમાન તેને કહેવાય છે જે આવે છે અને જાય છે. હમણાં આવે છે ફરી જવા માટે. તે હતો બુદ્ધિયોગ નો અનુભવ, આ છે પ્રેક્ટિકલ અનુભવ. બીજા શરીર માં પ્રવેશ કરી કેવી રીતે કર્તવ્ય કરાય છે, આ અનુભવ બાપનાં સમાન કરવાનો છે. દિન-પ્રતિદિન આપ બાળકોની ઘણી ખરી સમાન સ્થિતિ થતી જશે. તમે લોકો પણ એવો અનુભવ કરશો. સાચે જ જાણે લોન લીધેલી છે, કર્તવ્યને માટે મહેમાન છીએ. જ્યાં સુધી પોતાને મહેમાન નથી સમજતાં ત્યાં સુધી ન્યારી અવસ્થા નથી થઈ શકતી. જે વધારે ન્યારી અવસ્થામાં રહે છે, તેમની સ્થિતિમાં વિશેષતા શું હોય છે? તેમનાં બોલ થી, તેમની ચલન થી ઉપરામ સ્થિતિનો બીજાઓને અનુભવ થશે. સ્થિતિ જેટલી ઉપર જશે, એટલા ઉપરામ થતાં જશો. શરીરમાં હોવા છતાં પણ આ ઉપરામ અવસ્થા સુધી પહોંચવાનું છે. દેહ અને દેહી બિલકુલ અલગ મહેસૂસ (અનુભવ) થાય. આને કહેવાય છે યાદની યાત્રાની સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા). અથવા યોગની પ્રેક્ટિકલ સિદ્ધિ. વાત કરતાં-કરતાં જાણે કે ન્યારાપણું ખેંચે. વાત સાંભળતા પણ જાણે કે સાંભળતાં નથી. એવી ભાસના બીજાઓને પણ આવે. એવી સ્થિતિની અવસ્થાને કર્માતીત અવસ્થા કહેવાય છે. કર્માતીત અર્થાત્ દેહનાં બંધન થી પણ મુક્ત. કર્મ કરી રહ્યાં છે પરંતુ તેમનાં કર્મોનું ખાતું નહીં બને, જેમ કે ન્યારા રહેશે, કોઈ અટેચમેન્ટ (લગાવ) નહીં હશે. કર્મ કરવાવાળા અલગ અને કર્મ અલગ છે - એવો અનુભવ દિન-પ્રતિદિન થતો જશે. આવી અવસ્થામાં વધારે બુદ્ધિ ચલાવવાની પણ આવશ્યકતા નથી હોતી. સંકલ્પ થયો અને જે થવાનું છે તે થશે. એવી સ્થિતિમાં બધાએ આવવું પડશે. મૂળવતન જવાનાં પહેલાં સુક્ષ્મવતન થઇ ને જશો. ત્યાં આવીને બધાએ મળવાનું છે પછી પોતાનાં ઘરે ચાલી ને ફરી પોતાનાં રાજ્યમાં આવી જશો. જેમ સાકાર વતનમાં મેળો થયો તેવો જ સૂક્ષ્મવતન માં થશે. તે ફરિશ્તાઓ નો મેળો નજીક છે. વાર્તાઓમાં બતાવે છે ને. ફરિશ્તાઓ પરસ્પર મળતાં હતાં. રુહ, રુહો થી વાત કરતી હતી. તેવો જ અનુભવ કરશે. તો જે કથાઓ ગવાયેલી છે એનો પ્રેક્ટિકલ માં અનુભવ થશે. એ જ મેળાનાં દિવસોની પ્રતીક્ષા છે.
હમણાં સર્વિસ નાં નિમિત્ત છીએ. બધું જ ભૂલીને બેઠાં છીએ. એ અવ્યક્ત સ્થિતિમાં મન અને તન અવ્યક્ત દેશ માં છે. એવો અનુભવ થાય છે? અચ્છા -
પોતાને ક્યાંના નિવાસી સમજો છો? પરમધામ નાં નિવાસી સમજો છો? આ કેટલો સમય યાદ રહે છે? આ એક જ વાત યાદ રહે કે અમે પરમધામ નિવાસી આત્મા આ વ્યક્ત દેશમાં ઈશ્વરીય કર્તવ્ય કરવાનાં નિમિત્ત આવેલાં છીએ. મધુબનમાં આવી ને વિશેષ કયો ગુણ લીધો છે? મધુબન નો વિશેષ ગુણ છે મધુરતા. મધુ અર્થાત્ મધુરતા, સ્નેહી. જેટલાં સ્નેહી હશે એટલો બેહદ નો વૈરાગ્ય હશે. આ છે મધુબન નો અર્થ. અતિ સ્નેહી અને એટલી જ બેહદની વૈરાગ્ય વૃત્તિ. જો મધુબન નાં વિશેષ ગુણ જીવનમાં ધારણ કરીને જાઓ તો સહજ જ સંપૂર્ણ બની શકો છો. પછી જે રુહાની શિક્ષક બનવું જોઈએ તે નંબરવન નાં શિક્ષક બની શકો છો. કારણ કે જેવી પોતાની ધારણા હશે તેવાં બીજાઓને અનુભવમાં લાવી શકશો. આ બંને ગુણોની પોતાનામાં ધારણા કરવાની છે. મધુવન ની સીમા થી બહાર નીકળતાં પહેલાં પોતાનામાં પૂરી રીતે આ ભરીને જજો. એક સ્નેહથી, બીજું બેહદની વૈરાગ્ય વૃત્તિથી કોઈપણ પરિસ્થિતિઓનો સહજ સામનો કરશો. સફળતાનાં તારાઓ બનવાના માટે આ બે મુખ્ય ગુણ મધુબનની ભેટ રુપે લઈ જવાનાં છે. જેમ ક્યાંય પણ જવાનું થાય છે તો ત્યાં જતાં જ પૂછવામાં આવે છે કે અહીં ની વિશેષ વસ્તુ શું છે? જે પ્રસિદ્ધ વસ્તુ હોય છે, તે જરુર સાથે લઇ જાય છે. તો અહીં મધુબન નાં બે વિશેષ ગુણ પોતાની સાથે લઈ જજો. જેમ સ્થૂળ મધ લઈ જાઓ છો ને. તેમ આ સૂક્ષ્મ મધુરતાનું મધ લઈ જજો. પછી સફળતા જ સફળતા છે. અસફળતા તમારા જીવન થી જતી રહેશે. સફળતાનો તારો પોતાના મસ્તકમાં ચમકતો જોશો.
તમે સફળતાનાં તારાઓ છો કે પુરુષાર્થ નાં તારાઓ છો? શું સમજો છો? સફળતાનાં તારાઓ છો? જેવું લક્ષ્ય હોય છે તેવાં જ લક્ષણ હોય છે. જો હજું સુધી આ જ વિચારતા રહેશો કે અમે પુરુષાર્થી છીએ તો આવું સમજવાથી અનેક નાની-નાની ભૂલો માટે પોતાને માફ કરી દો છો. સમજો છો અમે તો પુરુષાર્થી છીએ. એટલે હવે પુરુષાર્થી નહીં પરંતુ સફળતા નાં સ્વરુપ બનવાનું છે. ક્યાં સુધી પુરુષાર્થ માં રહેશો. જ્યારે સ્વયં સફળતા સ્વરુપ બનશો ત્યારે બીજી આત્માઓને પણ સફળતાનો માર્ગ બતાવી શકશો. જો પોતે જ અંત સુધી પુરુષાર્થ માં ચાલતાં રહેશો તો સંગમનાં પ્રાલબ્ધ નો અનુભવ ક્યારે કરશો? શું આ જીવન પુરુષાર્થી જ રહેશે? આ સંગમયુગ ની પ્રાલબ્ધ પ્રત્યક્ષ રુપમાં પ્રાપ્ત નહીં કરશો? સંગમનાં પુરુષાર્થ નું ફળ શું? (સફળતા) તો સફળતા સ્વરુપ પણ, નિશ્ચય કરવાથી સફળતા થતી રહેશે. જયારે એ સમજશો કે હું છું જ સફળતાનો તારો તો અસફળતા કેવી રીતે આવી શકે છે. સર્વશક્તિવાન ની સંતાન કોઈ કાર્યમાં અસફળ નથી થઈ શકતી. પોતાનાં મસ્તકમાં વિજય નો તારો જુઓ છો કે જોશો? વિજય તો નિશ્ચિત છે જ ને. વિજય અર્થાત્ સફળતા. હવે સમય બદલાઈ રહ્યો છે. જ્યારે સમય બદલાઈ ગયો તો પોતાનાં પુરુષાર્થ ને પણ બદલશો ને. હવે બાપે સફળતાનું રુપ દેખાડી દીધું તો બાળકો પણ, રુપમાં વ્યક્ત દેહમાં હોવા છતાં સફળતાનું રુપ નહીં દેખાડશે? પોતાને સદૈવ સફળતાનાં મૂર્ત જ સમજો. નિશ્ચય ને વિજય કહેવાય છે. જેવો વિશ્વાસ રખાય છે તેવું જ કર્મ થાય છે. નિશ્ચયમાં ખોટ હશે તો કર્મમાં પણ ખોટ થઈ જશે. સ્મૃતિ શક્તિવાન છે તો સ્થિતિ અને કર્મ પણ શક્તિવાન થશે. એટલે ક્યારેય પણ પોતાની સ્મૃતિને કમજોર નહીં રાખતાં. શક્તિદળ કે પાંડવ ક્યારેય અસફળ થઈ શકે શું? પોતાની કલ્પ પહેલાં વાળી વાત યાદ છે કે પાંડવોએ શું કર્યું હતું? વિજયી બન્યાં હતાં? તો હવે પોતાની સ્મૃતિ ને શ્રેષ્ઠ બનાવો. હવે સંગમ પર છે વિજય નું તિલક પછી આ વિજયનાં તિલક થી રાજતિલક મળશે. આ વિજયનાં તિલક ને કોઈ ભૂસી નથી શકતું. એવો નિશ્ચય છે? જે વિજય રત્ન છે તેમની દરેક વાતમાં વિજય જ વિજય છે. તેમની હાર થઈ નથી સકતી. હાર તો અનેક જન્મ ખાતાં રહ્યાં. હવે આવીને વિજય બન્યાં પછી ફરી હાર કેમ? “વિજય અમારી જ છે” એવું એક બળ એક ભરોસો હોય.
(બાળકી જો જ્ઞાનમાં નથી ચાલતી તો શું કરીએ?) જો કોઇ આ માર્ગમાં નથી ચાલી શકતાં તો લગ્ન કરવાં જ પડે. તેમની કમજોરી પણ પોતાના ઉપર થી દૂર કરવાની છે. સાક્ષી થઈ મજબૂરી થી પણ કરવાનું હોય છે. તે થઇ ફરજ. લગન નથી. ફરજ પાલન કરો છો. એક હોય છે લગન થી કરવું, એક હોય છે નિમિત્ત ફરજ નિભાવવી. બધી આત્માઓનો એક જ સમયે આ જન્મસિદ્ધ અધિકાર લેવાનો પાર્ટ નથી. પરિચય મળવાનો તો જરુર છે, ઓળખવાનું પણ છે પરંતુ કોઈનો પાર્ટ (ભૂમિકા) હમણાં છે કોઈનો પાછળ. બીજ માંથી કોઈ ઝટ થી ફળ આપે છે, કોઈ મોડે થી ફળ આપે છે. તેવી જ રીતે અહીંયા પણ દરેક નો પોતાનાં સમય પર પાર્ટ છે. ફરજ સમજી ને કરશો તો માયાનો મર્જ (માંદગી) નહીં લાગશે. નહીં તો વાયુમંડળની અસર લાગી શકે છે. એટલે ફરજ સમજીને કરવાનું છે. ફર્જ અને મર્જ માં ફક્ત એક બિંદુનો નો ફરક છે. પરંતુ બિંદી રુપમાં ન હોવાનાં કારણે ફરજ પણ મર્જ થઈ જાય છે. જે મદદગાર છે તેમને મદદ તો સદૈવ મળે છે. બાપની મદદ દરેક કાર્યમાં કેવી રીતે મળે છે એ અનુભવ થાય છે? એકબીજાનાં વિશેષ ગુણને જોઈ એકબીજાને આગળ રાખવાનાં છે. કોઈને આગળ રાખવાં, એ પણ પોતાને આગળ વધારવું છે.
શિવજયંતિ પર અવાજ ફેલાવવો સહજ હોય છે, જેટલી હિંમત હોય એટલું કરો. કારણ કે પછી સમય એવો આવવાનો છે જે આ સર્વિસની તક પણ ઓછી મળશે. એટલે જેટલું કરી શકો છો એટલું કરો. ભૂલો કેમ થાય છે? તેનાં ઊંડાણમાં જવાનું છે. અંતર્મુખ થઈ વિચારવું જોઈએ આ ભૂલ કેમ થઇ? આ તો માયા નું રુપ છે. હું તો રચયિતા બાપનો બાળક છું. પોતાની સાથે એકાંતમાં આવી-આવી વાતો કરો. વાગોળવાની કોશિશ કરો. ક્યાંય પણ જવાનું થાય છે તો પોતાનું યાદગાર છોડવાનું હોય છે અને કાંઈક લઈ જવાનું હોય છે. તો મધુબનમાં વિશેષ કયું યાદગાર છોડ્યું? એક-એક આત્માની પાસે આ ઈશ્વરીય સ્નેહ અને સહયોગ ની યાદગાર છોડવાની છે. જેટલાં એકબીજા નાં સ્નેહી, સહયોગી બનો છો એટલો જ માયાનાં વિઘ્ન હટાવવામાં સહયોગ મળે છે. સહયોગ આપવો અર્થાત્ સહયોગ લેવો. પરિવારમાં આત્મિક સ્નેહ આપવાનો છે અને માયા પર વિજય પામવાનો સહયોગ લેવાનો છે. આ લેણ-દેણ નો હિસાબ ઠીક રહે છે. આ સંગમ સમય પર જ અનેક જન્મોનો સંબંધ જોડવાનો છે. સ્નેહ છે સંબંધ જોડવાનું સાધન. જેમ કપડાં સીવવાનું સાધન દોરો હોય છે એમ જ ભવિષ્ય સંબંધ જોડવાનું સાધન છે સ્નેહ રુપી દોરો. જેવો અહીંયા જોડશો તેવો ત્યાં જોડાયેલો મળશે. જોડવાનો સમય અને સ્થાન આ છે. ઈશ્વરીય સ્નેહ પણ ત્યારે જોડી શકાય છે જ્યારે અનેકની સાથે સ્નેહ સમાપ્ત થઈ જાય છે. તો હવે અનેક સ્નેહ સમાપ્ત કરી એક થી સ્નેહ જોડવાનો છે. તે અનેક સ્નેહ પણ હેરાન કરવા વાળા છે. અને આ એક સ્નેહ સદૈવ નાં માટે પરિપક્વ બનાવવા વાળો છે. અનેક તરફ થી તોડવાનું અને એક તરફ જોડવાનું છે. વગર તોડે ક્યારેય જોડાઈ નથી શકતું. હમણાં કમી ને પણ ભરી શકો છો. પછી દૂર કરવાનો સમય ખતમ. એવું સમજીને પગલાં આગળ વધારવાનાં છે.
બધાં તીવ્ર પુરુષાર્થી છો કે પુરુષાર્થી છો? તીવ્ર પુરુષાર્થીનાં મનનાં સંકલ્પમાં પણ હાર નથી થઈ શકતી. એવી સ્થિતિ બનાવવાની છે, જે સંકલ્પ માં પણ માયાથી હાર ન થાય. આને કહેવાય છે તીવ્ર પુરુષાર્થી. તે પહેલાંથી જ મન ને શુદ્ધ સંકલ્પોમાં બીઝી (વ્યસ્ત) રાખશે તો બીજા સંકલ્પ નહીં આવશે. પૂરું ભરાયેલું હશે તો એક ટીપું પણ વધારે પડી નહીં શકે, નહીં તો વહી જશે. તો આ જ સંકલ્પ મનમાં રહે જેથી વ્યર્થ સંકલ્પ આવવાનું સ્થાન જ ન હોય. એટલાં પોતાને બીઝી રાખો. મનને બીઝી રાખવાનાં ઉપાય જે મળે છે, તે તમે પૂરાં પ્રયોગમાં નથી લાવતાં. એટલે વ્યર્થ સંકલ્પ આવી જાય છે. એક તરફ બીઝી રાખવાથી બીજી તરફ સ્વયં છૂટી જાય છે.
મંથન કરવા માટે તો ખુબ ખજાનો છે. આમાં મનને બીઝી રાખવાનું છે. સમયની ગતિ તેજ છે કે આપ લોકો નો પુરુષાર્થ તેજ છે? જો સમય તેજ ચાલી રહ્યો છે અને પુરુષાર્થ ઢીલો છે તો તેનું રિઝલ્ટ (પરિણામ) શું હશે? સમય આગળ નીકળી જશે અને પુરુષાર્થી રહી જશે. સમયની ગાડી છૂટી જશે. સવાર થવા વાળા રહી જશે. સમય ની કઈ ઝડપ જુઓ છો? સમયમાં વીતેલાં ને વીતી ગયું કરવાની ઝડપ છે. એ જ વાતને સમય પછી ક્યારે રિપીટ કરે છે? તો પુરુષાર્થની જે પણ કમી છે તેને વીતેલાં ને વીતી ગયું સમજી આગળ દરેક સેકન્ડમાં ઉન્નતિને લાવતા જાઓ તો સમય નાં સમાન ઝડપ થી ચાલી શકો છો. સમય તો રચના છે ને. રચનામાં આ ગુણ છે તો રચયિતામાં પણ હોવાં જોઈએ. ડ્રામા ક્રિયેશન (રચના) છે તો ક્રિયેટર (રચયિતા) નાં બાળકો આપ છો ને. તો રચયિતા નાં બાળકો રચના થી ઢીલાં કેમ? એટલે ફક્ત એક વાતનું ધ્યાન રહે કે જેમ ડ્રામામાં દરેક સેકન્ડ અથવા જે વાત વીતી, જે રુપ થી વીતી ગઈ તે ફરીથી રિપીટ (પુનરાવર્તન) નહીં થશે, ફરી રિપીટ થશે ૫૦૦૦ વર્ષ પછી. એમ જ કમજોરીઓને વારંવાર કેમ રિપીટ કરતાં રહો છો? જો આ કમજોરીઓ રિપીટ થતી ન રહે તો પછી પુરુષાર્થ તેજ થઇ જશે. જ્યારે કમજોરીઓ સમેટાય જાય છે ત્યારે કમજોરી ની જગ્યાએ શક્તિ ભરાઈ જાય છે. જો કમજોરીઓ રિપીટ થતી રહે છે તો શક્તિ નથી ભરાતી. એટલે જે વીત્યું તે વીતી ગયું, કમજોરી ની વીતી ગયેલી વાતો પછી સંકલ્પમાં પણ નહીં આવવી જોઈએ. જો સંકલ્પ ચાલે છે તો વાણી અને કર્મમાં આવી જાય છે. સંકલ્પમાં જ ખતમ કરી દેશો તો વાણી, કર્મમાં નહીં આવશે. પછી મન, વાણી, કર્મ ત્રણેવ શક્તિશાળી થઈ જશે. ખરાબ વસ્તુ ને સદૈવ તરત જ ફેંકી દેવાય છે. સારી વસ્તુનો પ્રયોગ કરાય છે. તો ખરાબ વાતો ને એવી રીતે ફેંકો જેવી રીતે ખરાબ વસ્તુ ને ફેંકી દેવાય છે. પછી સમય પુરુષાર્થ થી ઝડપી નહીં જશે. સમયની રાહ તમે જોશો કે અમે તૈયાર બેઠા છીએ. સમય આવે તો અમે જઈએ. એવી સ્થિતિ થઇ જશે. જો પોતાની તૈયારી નથી હોતી તો પછી વિચારાય છે કે સમય અમારા માટે થોડો રોકાઈ જાય.
બાંધેલીઓ નો યોગ તેજ હોય છે. કારણ કે જે વાત માટે કોઈ રોકે છે તો બુદ્ધિ જરુર તે તરફ લાગી રહે છે. ઘરે બેઠાં પણ ચરિત્રો નો અનુભવ કરી શકો છો. પરંતુ એવી લગન જોઈએ. જ્યારે એવી લગન-અવસ્થા થઇ જશે તો પછી બંધન કપાઇ જશે. એક ની યાદ જ અનેક બંધન ને તોડવા વાળી છે. એક થી જોડવાનું છે, અનેક થી તોડવાનું છે. એક બાપનાં સિવાય બીજું કોઈ નહીં. જ્યારે એવી અવસ્થા થઈ જશે પછી આ બંધન વગેરે બધાં ખલાસ થઇ જશે. જેટલો અતૂટ સ્નેહ હશે એટલો જ અતૂટ સહયોગ મળશે. સહયોગ નથી મળતો તેનું કારણ સ્નેહ માં ઉણપ છે. અતૂટ સ્નેહ રાખીને અતૂટ સહયોગ ને પ્રાપ્ત કરવાનો છે. કલ્પ પહેલાં નો પોતાનો અધિકાર લેવા માટે ફરીથી પહોંચી ગયા છો, એવું સમજો છો? તે સ્મૃતિ આવે છે કે અમે જ કલ્પ પહેલાં હતાં. હમણાં પણ ફરીથી અમે જ નિમિત્ત બનીશું. જેમને આ નશો રહે છે તેમનાં ચહેરા પર ખુશી અને જ્યોતી રુપ જોવામાં આવે છે. તેમનાં ચહેરામાં અલૌકિક અવ્યક્ત ચમક હોય છે. તેમનાં નયનો થી, મુખ થી, સદૈવ ખુશી જ ખુશી જોશો. જોવા વાળા પણ પોતાનું દુઃખ ભૂલી જાય. જ્યારે કોઈ દુઃખી આત્મા હોય છે તો પોતાને ખુશીમાં લાવવા માટે ખુશીનાં સાધન બનાવે છે ને. તો દર્પણમાં ચહેરો જોવામાં આવે. તમારાં ચહેરા થી સર્વિસ (સેવા) થાય. ન બોલવા છતાં તમારું મુખ સર્વિસ કરે. આજકાલ દુનિયામાં પોતાનાં ચહેરા ને જ શ્રુંગારે છે ને. તો આપ સર્વ આત્માઓનો પણ એવો શ્રુંગાર કરેલું મુખ જોવામાં આવે. સર્વશક્તિવાન બાપનાં બાળકો હોય પછી શક્તિ ન આવે આ કેવી રીતે થઈ શકે છે? જરુર બુદ્ધિની તારમાં કમી છે. તાર ને જોડવા માટે જે યુક્તિઓ મળે છે તેને અભ્યાસ માં લાવો. તોડ્યાં વગર જોડી લો છો તો પછી પૂરો જોડાતો નથી. થોડા સમય માટે જોડાય પછી તૂટી જાય છે. એટલે અનેક તરફ થી તોડી ને એક તરફ જોડવાનો છે. એનાં માટે સંગ પણ જોઈએ અને એટેન્શન (સાવચેતી) પણ જોઈએ. દરેક કદમ પર, સંકલ્પ પર એટેન્શન. જે સંકલ્પ આવે છે તે ચેક કરો કે આ અમારો સંકલ્પ યથાર્થ છે કે નહીં? એટલું અટેન્શન જ્યારે સંકલ્પ પર હોય ત્યારે વાણી પણ ઠીક અને કર્મ પણ ઠીક રહે. સંકલ્પ અને સમય બંને સંગમયુગ નાં વિશેષ ખજાના છે. જેનાથી ખુબ કમાણી કરી શકો છો. જેમ સ્થૂળ ધન ને વિચારી સમજી ને વાપરો છે કે એક પૈસો પણ વ્યર્થ ન જાય. તેવી જ રીતે આ સંગમ નો સમય અને સંકલ્પ વ્યર્થ ન જાય. જો સંકલ્પ પાવરફુલ (શક્તિશાળી) છે તો પોતાનાં જ સંકલ્પ નાં આધાર પર પોતાનાં માટે સતયુગી સૃષ્ટિ લાવશે. પોતાનાં જ સંકલ્પ કમજોર છે તો પોતાને માટે ત્રેતાયુગી સૃષ્ટિ લાવે છે. આ ખજાનો આખાં કલ્પ માં ફરી નહીં મળે. તો જે મુશ્કેલ થી એક જ સમય પર મળવા વાળી વસ્તુ છે, તેનું કેટલું મૂલ્ય રાખવું જોઈએ. હમણાં જે બન્યાં તે બન્યાં. પછી બનેલાઓ ને જોવાં પડશે. બનાવી નહીં શકશો. હમણાં બનાવી શકો છો. તેનો સમય હવે થોડો છે. બીજાઓને તો કહો છો ખૂબ ગઈ થોડી રહી...પરંતુ પોતાની સાથે લગાવો છો? સમય થોડો રહ્યો છે પરંતુ કામ ખુબ કરવાનું છે. પોતે પોતાનાથી દૃઢ પ્રતિજ્ઞા કરો કે આજ પછી આ વાતો ક્યારેય નહીં રહેશે. આ સંસ્કાર પોતાનામાં પાછા ઈમર્જ (જાગૃત) નહીં થવાં દઈએ. આ વ્યર્થ સંકલ્પ ક્યારેય પણ ઉત્પન્ન થવા નહીં દઈએ. જ્યારે એવી દૃઢ પ્રતિજ્ઞા કરશો ત્યારે જ પ્રત્યક્ષ ફળ મળશે. હવે દિવસ બદલાતાં જાય છે. તો પોતાને પણ બદલવાનું છે. હવે ઢીલા પુરુષાર્થનાં દિવસો ચાલ્યાં ગયાં, હવે છે તીવ્ર પુરુષાર્થ કરવાનો સમય. તીવ્ર પુરુષાર્થનાં સમયે જો કોઇ ઢીલો પુરુષાર્થ કરે તો શું કહેશો? એટલે હવે જોશ માં આવો. વારંવાર બેહોશ નહીં થાઓ. સંજીવની બૂટી સાથે રાખી સદૈવ જોશમાં રહો. બાકી હાં કરીશું, થઇ જશે, જોઈ લેશું, આ અક્ષર હવે ન નીકળે. આવી વાતો લાંબો સમય સાંભળી. હવે બાપદાદા આ સાંભળવા ઈચ્છે છે કે હાં બાબા કરીને દેખાડશું.
પોતાની ચલન માં અલૌકિકતા લાવો તો ચલનનું આકર્ષણ લૌકિક સંબંધીઓ વગેરે ને પણ સ્વયં ખેંચશે. લૌકિક સંબંધમાં વાણી કામ નથી કરતી. ચલન નું આકર્ષણ હશે. તો હવે ખુબ તેજીથી ચાલવાનું છે. હવે એવાં બદલાઇ ને દેખાડો જે બધાંની આગળ એક્ઝામ્પલ (ઉદાહરણ) બનો. હવે એક સેકન્ડ પણ નથી ગુમાવવાની. ચેક (તપાસ) પોતે કરી શકો છો. હવે સમય ખૂબ થોડો રહી ગયો છે. સમય પણ બેહદની વૈરાગ્ય વૃત્તિ ને ઉત્પન્ન કરે છે. પરંતુ સમયની પહેલાં જે પોતાની મહેનત થી કરશે તો તેનું ફળ વધારે મળશે. જે પોતે નહીં કરી શકે તેમનાં માટે સમય મદદ કરશે. પરંતુ તે સમયની બલિહારી હશે. પોતાની નહીં.
કેટલી વાર બાપદાદા થી મળ્યાં છો? આ સ્મૃતિ માં છે કે અનેક વખત આ જન્મસિદ્ધ અધિકાર મળ્યો છે. કેટલો મોટો અધિકાર છે. જે અનેક પ્રયત્નો થી પણ પ્રાપ્ત નથી થઈ શકતો, તે સહજ જ પ્રાપ્ત થઈ રહ્યો છે એવો અનુભવ કર્યો છે? સમય બાકી કેટલો છે અને પુરુષાર્થ શું કર્યો છે? બંનેવ ની પરખ છે? સમય ઓછો છે અને પુરુષાર્થ ખુબ કરવાનો છે. જ્યારે કોઈ વિદ્યાર્થી છેલ્લી ઘડી પર આવીને દાખલ થાય છે તો તે થોડાક સમય માં કેટલી મહેનત કરે છે. જેટલો તેેજી થી સમય જઈ રહ્યો છે એટલો તેજ પુરુષાર્થ છે? “ક્યારે” શબ્દ કાઢી જ દેવો જોઈએ. જે તીવ્ર પુરુષાર્થી હોય છે તે “ક્યારે” શબ્દ નથી બોલતાં, “હમણાં” બોલશે. હવે થી કરીશું. આ સંગમ સમયની એક સેકન્ડ પણ કેટલી મોટી મૂલ્યવાન છે. એક સેકન્ડ પણ વ્યર્થ ગઈ તો કેટલી કમાણી વ્યર્થ થઈ જશે. આખાં કલ્પનું ભાગ્ય બનાવવાનો આ થોડો સમય છે. એક સેકન્ડ પદ્મોની કમાણી કરવા વાળી પણ છે અને એક સેકન્ડ પદ્મોની કમાણી ગુમાવે છે. આમ સમય ને પારખીને પછી પગ ને તેજ કરો (આગળ વધારો). સમસ્યાઓ તો બનતી રહેશે. સ્થિતિ એટલી પાવરફુલ હોય જે પરિસ્થિતિઓ સ્થિતિ થી બદલાઈ જાય. પરિસ્થિતિનાં આધાર પર સ્થિતિ ન હોય. સ્થિતિ પરિસ્થિતિ ને બદલી શકે છે. કારણ કે સર્વશક્તિમાન ની સંતાન છો તો શું ઈશ્વરીય શક્તિ પરિસ્થિતિ ને નથી બદલી શકતી! રચયિતાનાં બાળકો રચનાને નથી બદલી શકતાં! રચના પાવરફુલ હોય છે કે રચયિતા? રચયિતાનાં બાળકો રચના નાં અધીન કેવી રીતે થશે. અધિકાર રાખવાનો છે ન કે અધીન થવાનું છે. જેટલો અધિકાર રાખશો એટલી પરિસ્થિતિઓ પણ બદલાઈ જશે. જો તેની પાછળ પડતાં રહેશો તો વધારે સામનો કરશે. પરિસ્થિતિઓની પાછળ પડવું એવું છે જેમ કોઈ પોતાનાં પડછાયાને પકડવાથી તે હાથ આવે છે? વધુ આગળ વધે છે તો તેને છોડી દો. વાયુમંડળ ને બદલવું, આ તો ખુબ સહજ છે. આટલી નાની અગરબત્તી, સુગંધવાળી વસ્તુ પણ વાયુમંડળ ને બદલી શકે છે. તો જ્ઞાનની શક્તિ થી વાયુમંડળ ને નથી બદલી શકતાં? આ ધ્યાન રાખવાનું છે, વાયુમંડળને સદૈવ શુદ્ધ રાખવાનું છે. લોકો કાંઈ પણ બોલે. જે વાતમાં પોતાની લગન નથી હોતી તો એ વાત સાંભળવા છતાં પણ જેમ કે નથી સાંભળતાં. તન ભલે ત્યાં હોય પરંતુ મન નહીં. એવું તો ઘણી વાર થાય છે. મન કોઈ બીજી તરફ હોય છે અને ત્યાં બેઠા હોવાં છતાં પણ જાણે નથી બેઠાં. તન થી સાથ આપવો પડે છે પરંતુ મન થી નહીં. તેનાં માટે ફક્ત એટેન્શન આપવાનું છે. જ્યાં સુધી હિંમત ન રાખી, પગ નથી રાખ્યો તો મંઝિલ ઉંચી લાગશે. જો પગ રાખશો તો પછી લિફ્ટની જેમ ઝટ પહોંચી જશો. હિંમત રાખો તો ચઢાણ પણ લિફ્ટ બની જશે. તો હિંમતનો પગ રાખો, કરી શકો છો, ફક્ત લોકલાજ નો ત્યાગ અને હિંમતની ધારણા જોઈએ. એકબીજાનો સહયોગ પણ મોટી લિફ્ટ છે. પરિસ્થિતિઓ તો આવશે પરંતુ પોતાની સ્થિતિ પાવરફુલ જોઈએ. પછી જેવો સમય તેવો ઉપાય પણ ટચ (સ્પર્શ) થશે. જો સમય પ્રમાણે યુક્તિ નથી આવડતી તો સમજવું જોઈએ યોગબળ નથી. યોગયુક્ત છો તો મદદ પણ જરુર મળે છે. જે યથાર્થ પુરુષાર્થી છે તેમનાં પુરુષાર્થમાં એટલી શક્તિ હોય છે. વધારે વિચારવું પણ ન જોઈએ. અનેક તરફ લગાવ છે, પછી માયાની અગ્નિ પણ લાગી જાય છે. પરંતુ લગાવ ન હોવો જોઈએ. ફરજ તો નિભાવવાની છે પરંતુ તેમાં લગાવ ન હોય. એવા પાવરફુલ રહેવાનું છે જે બીજાઓ ની આગળ ઍક્ઝામ્પલઝ (ઉદાહરણ) થાઓ. જે એક્ઝામ્પલ બને છે તે એકઝામીન (પરીક્ષણ) માં પાસ થાય છે. પરીક્ષા આપવા વાળા માટે ઉદાહરણ બની દેખાડો. જે બધાં જુએ કે આ કેવી નવીનતા માં આવી ગયાં છે. એવા સર્વિસએબલ (સેવાધારી) બનવાનું છે જે તમને જોઈ બીજાઓને પ્રેરણા મળે. પહેલાં જે શક્તિઓ નીકળી તેમણે આટલી શક્તિઓને નીકાળી. આપ શક્તિઓ પછી સૃષ્ટિને બદલો. એટલાં આગળ જવાનું છે. ગીત પણ છે ને અમે શક્તિઓ દુનિયાને બદલીને દેખાડશું. સૃષ્ટિ ને કોણ બદલશે? જે પહેલાં પોતે બદલાશે. શક્તિઓ ની સવારી સિંહ પર દેખાડે છે. કેમ સિંહ? આ માયા જે સિંહણ રુપમાં સામનો કરવા આવે છે. તેને પોતાનાં અધીન કરી સવારી બનાવવી અર્થાત્ તેની શક્તિને ખતમ કરવી. એવી શક્તિઓ, જેની સિંહ પર સવારી દેખાડે છે તે તમે છો ને. તે બધાનાં જ ચિત્ર છે. એવી સિંહણ શક્તિઓ ક્યારે માયા થી ગભરાતી નથી. પરંતુ માયા તેમનાથી ગભરાય છે. એવાં માયાજીત બન્યાં છો ને. શક્તિ વગર બંધન નહીં તૂટશે. યાદની શક્તિ છે - એક બાપ બીજું ન કોઈ. આવું સૌભાગ્ય કોટો (કરોડો) માં કોઈને મળે છે. એટલાં પદ્માપદમ ભાગ્યશાળી પોતાને સમજો છો? શક્તિદળ ખુબ કમાલ કરી શકે છે. જે હડ્ડી સેવા કરવાવાળા હોય છે તેમને બાપ પણ મદદ કરે છે. જે સ્નેહી છે, તેમનાથી બાપ પણ સ્નેહી રહે છે. બાપની સામે પણ એ જ બાળકો રહે છે. ભલે કોઈ કેટલાં પણ દૂર હોય પરંતુ બાપદાદા નાં દિલની નજીક છે.
સૌથી સારી સોગાત (ભેટ) છે પોતાનાં આ ચહેરાને સદૈવ હર્ષિત બનાવવો. ક્યારેય પણ કોઈ નિરાશા ની રેખા ન હોય. જેમ સંપૂર્ણ ચંદ્રમા કેટલો સુંદર લાગે છે. એમ જ પોતાનો ચહેરો સદૈવ હર્ષિત રહે. ચહેરો એવો ચમકતો હોય જે બીજા પણ તમારા ચહેરા માં પોતાનું રુપ જોઇ શકે. ચહેરો દર્પણ બની જાય. અનેક આત્માઓ ને પોતાનું મુખડું બતાવવાનું છે. હમણાં પદ્માપદમ ભાગ્યશાળી બનવાનું છે. મહાદાની બનવાનું છે. રહેમદિલ બાપનાં બાળકોએ સર્વ આત્માઓ ઉપર રહેમ કરવાની છે. આ રહેમ ની ભાવનાથી કેવી પણ આત્માઓ બદલાઈ શકે છે. આખાં દિવસમાં આ ચેક કરો કે કેટલાં રહેમદિલ બન્યાં? કેટલી આત્મા ઉપર રહેમ કર્યો. બીજાઓને સુખ આપવામાં પણ પોતાનામાં સુખ ભરાય છે. આપવું અર્થાત્ લેવું. બીજાઓને સુખ આપવાથી પોતે પણ સુખ સ્વરુપ બનશો. કોઈ વિઘ્ન નહીં આવશે. દાન કરવાથી શક્તિ મળે છે. આંધળાઓ ને આંખો આપવી કેટલું મહાન કાર્ય છે. આપ સર્વ નું આ જ કાર્ય છે. અજ્ઞાની આંધળાઓને જ્ઞાન નેત્ર આપવું. અને પોતાની અવસ્થા સદૈવ અચળ હોય. આપ બાળકોની સ્થિતીનું જ આ અચળઘર યાદગાર છે. જેમ બાપદાદા એકરસ રહે છે. તેમ બાળકોએ પણ એકરસ રહેવાનું છે. જ્યારે એકનાં જ રસમાં રહેશો તો એકરસ અવસ્થામાં રહેશો. અચ્છા -