Search for a command to run...
19 Jun 1970
ત્રિમૂર્તિ લાઈટ (પ્રકાશ) નો સાક્ષાત્કાર
19 June 1970 · ગુજરાતી
બ્રાહ્મણોને ત્રિમૂર્તિ શિવવંશી કહો છો ને. ત્રિમૂર્તિ બાપનાં બાળકો સ્વયં પણ ત્રિમૂર્તિ છે. બાપ પણ ત્રિમૂર્તિ છે. જેમ બાપ ત્રિમૂર્તિ છે એમ તમે પણ ત્રિમૂર્તિ છો? ત્રણ પ્રકારની લાઇટ્સ (પ્રકાશ) સાક્ષાત્કાર ની હોય છે? એ ખબર છે કઈ છે, જે બ્રાહ્મણોની ત્રણ પ્રકારની લાઈટ્સ નાં સાક્ષાત્કાર થતાં હોય છે? તમારા લોકો દ્વારા લાઈટનો સાક્ષાત્કાર થતો જણાય છે? ત્રિમૂર્તિવંશી ત્રિમૂર્તિ બાળકોનાં ત્રણ પ્રકારની લાઈટ્સ નાં સાક્ષાત્કાર થાય છે. એ કઈ લાઈટ્સ છે? એક તો લાઈટ નો સાક્ષાત્કાર થાય છે નયનો થી. કહે છે ને કે નયનો ની જ્યોતિ. નયન એવાં દેખાશે જેમકે નયનોમાં બે મોટા બલ્બ (ગોળા) પ્રકાશિત હોય. બીજી હોય છે મસ્તક ની લાઈટ. ત્રીજો હોય છે મસ્તક પર લાઈટ નો ક્રાઉન (તાજ). હવે એ કોશિશ કરવાની છે કે ત્રણેય લાઈટ્સ નાં સાક્ષાત્કાર થાય. કોઈ પણ સામે આવે તો તેમને આ નયન બલ્બ દેખાય. જ્યોતિ જ જ્યોતિ દેખાય. જેમ અંધારા માં સાચાં હીરા ચમકે છે ને. જેમ સર્ચલાઇટ (મશાલ) હોય છે, ખૂબ જ ફોર્સ થી અને સારી રીતે ફેલાય છે - એ જ રીતે મસ્તકની લાઈટ નો સાક્ષાત્કાર થશે. અને માથા પર જે લાઈટ નો તાજ છે એ તો સમજો છો. આવો ત્રિમૂર્તિ લાઈટનો સાક્ષાત્કાર એક-એક થી થવાનો છે. ત્યારે કહેશે આ તો જાણે ફરિશ્તા છે. સાકારમાં નયન, મસ્તક અને માથા નાં તાજ નો સાક્ષાત્કાર સ્પષ્ટ થશે.
નયનો તરફ જોતાં-જોતાં લાઈટ જોશે. તમારી લાઈટ ને જોઈ બીજા પણ જાણે લાઈટ થઇ જશે. કેટલું પણ મનથી કે સ્થિતિમાં ભારેપણું હોય પરંતુ આવવાથી જ હલકા થઈ જાય. એવી સ્થિતિ હવે પકડવાની છે. કારણ કે તમને લોકો ને જોઈ ને બીજા બધાં પણ પોતાની સ્થિતિ એવી કરશે. હમણાંથી જ પોતાનું ગાયન સાંભળશો. દ્વાપર નું ગાયન કોઈ મોટી વાત નથી. પરંતુ આવાં સાક્ષાત્કારમૂર્ત અને સાક્ષાત મૂર્ત બનવાથી હમણાનું ગાયન પોતાનું સાંભળશો. તમારી આગળ આવવાથી લાઈટ જ લાઈટ જોવામાં આવે. એવું થવાનું છે. મધુબન જ લાઈટ નું ઘર થઈ જશે. આ દિવા વગેરે જોતાં પણ જાણે નહિં જોશે. જેમ વતનમાં લાઈટ જ લાઈટ જોવામાં આવે છે એમ આ સ્થૂળવતન લાઈટ નું ઘર બની જશે. જ્યારે તમે ચૈતન્ય લાઇટહાઉસ થઈ જશો તો પછી આ મધુબન પણ લાઈટહાઉસ થઇ જશે. હવે આ છે છેલ્લા અભ્યાસ નો છેલ્લો વિષય - પ્રેક્ટિકલ માં. થિયરી (સિદ્ધાંત) નો કોર્સ સમાપ્ત થયો. પ્રેક્ટિકલ, કોર્સનો છેલ્લો વિષય છે. આ લાસ્ટ વિષય માં ખૂબ જ ઝડપ થી પુરુષાર્થ કરવો પડશે .આ સ્થિતિ માટે જ ગાયન છે.
બાપદાદા થી ક્યારેય વિદાય નથી થતી. માયા થી વિદાય થાય છે. બાપદાદા સાથે તો મિલન થાય છે. આ થોડા સમય નું મિલન સદાનું મિલન કરવાનાં નિમિત્ત બની જાય છે. બાપની સાથે ગુણ અને કર્તવ્ય મળવા એ જ મિલન છે. એ જ પ્રયત્ન સદૈવ કરતાં રહેવાનું છે. અચ્છા.
સંકલ્પોને બ્રેક (વિરામ) લગાવવાનું મુખ્ય સાધન કયું છે? ખબર છે? જે પણ કાર્ય કરો છો તો કરવાના પહેલા વિચારીને પછી કાર્ય શરું કરો. જે કાર્ય કરવા જઈ રહ્યો છું તે બાપદાદાનું કાર્ય છે, હું નિમિત્ત છું. જ્યારે કાર્ય સમાપ્ત કરો છો તો જેમ યજ્ઞ રચાય છે તો સમાપ્તિ સમયે આહુતિ આપવામાં આવે છે. એ જ રીતે જે કર્તવ્ય કર્યુ અને જે પરિણામ નીકળ્યું, એ બાપને સમર્પણ, સ્વાહા કરી દીધું પછી કોઈ સંકલ્પ નહીં. નિમિત્ત બની કાર્ય કર્યુ અને જ્યારે કાર્ય સમાપ્ત થયું તો સ્વાહા કર્યું. પછી સંકલ્પ શું ચાલશે? જેમ અગ્નિમાં વસ્તુ નાખવામાં આવે છે તો પછી નામનિશાન નથી રહેતું એમ દરેક વસ્તુ ની સમાપ્તિ માં સંપૂર્ણ સ્વાહા કરવાનું છે. પછી તમારી જવાબદારી નથી. જેને અર્પણ થયાં પછી જવાબદાર એ થઈ જાય છે. પછી સંકલ્પ શેનો. જેમ ઘરમાં કોઈ મોટું હોય છે તો જે પણ કામ કરવામાં આવે છે તો મોટાને સંભળાવીને ખાલી થઈ જશો. એમ જ જે કાર્ય કર્યુ, સમાચાર આપ્યાં, બસ. અવ્યક્ત રુપ ને સામે રાખી આ કરીને જુઓ. જેટલું જે સહયોગી બને છે એમને એક્સ્ટ્રા સહયોગ આપવો પડે છે. જેમ પોતાની આત્માની ઉન્નતિ માટે વિચારો છો એ જ રીતે શુદ્ધ ભાવના, શુભ ચિંતક અને શુભચિંતનનાં રુપમાં એક્સ્ટ્રા મદદ, બંને રુપ થી કોઈ પણ આત્માને વિશેષ સહયોગ આપી શકો છો. આપવો જોઈએ. એનાથી ખુબ મદદ મળે છે. જેમ કોઇ ગરીબને અચાનક જ વગર મેહનતે પ્રાપ્તિ થઈ જાય છે, એ જ રીતે જે પણ આત્મા પ્રતિ એક્સ્ટ્રા સહયોગ આપવામાં આવે છે એ આત્મા પણ અનુભવ કરે છે કે અમને વિશેષ મદદ મળી છે. સાકાર રુપમાં પણ એક્સ્ટ્રા કોઈ આત્માને સહયોગ આપવાનું સબૂત કરીને દેખાડ્યું ને. એ આત્માને સ્વયં પણ અનુભવ થયો. આ સેવા કરીને દેખાડવાની છે. જેટલાં-જેટલાં તમે સૂક્ષ્મ થતાં જશો એટલી આ સૂક્ષ્મ સેવા પણ વધતી જશે. સ્થૂળ ની સાથે સૂક્ષ્મ નો પ્રભાવ જલ્દી પડે છે અને સદાકાળ માટે. બાપદાદા પણ વિશેષ સહયોગ આપે છે. એક્સ્ટ્રા મદદ નો અનુભવ થશે. મહેનત ઓછી અને પ્રાપ્તિ અધિક. અચ્છા.
બાપદાદા બાળકો થી જેટલો અવિનાશી સ્નેહ કરે છે એટલો જ બાળકો અવિનાશી સ્નેહ રાખે છે? આ અવિનાશી સ્નેહ એજ એક દોરો છે જે ૨૧ જન્મોનાં બંધન ને જોડે છે. એ પણ અતૂટ સ્નેહ. જેટલો પાક્કો દોરો હોય છે એટલો જ વધારે સમય ચાલે છે. આ સંગમ નો સમય ૨૧ જન્મો ને જોડે છે. આ સંગમનાં યુગનો એક-એક સંકલ્પ એક-એક કર્મ ૨૧ જન્મની બેંક માં જમા થાય છે. એટલું ધ્યાન રાખીને પછી સંકલ્પ પણ કરજો. જે કરીશ એ જમા થશે. તો કેટલું જમા થશે. એક સંકલ્પ પણ વ્યર્થ ન હોય. એક સંકલ્પ પણ વ્યર્થ થયો તો જમા માં ઓછું થઈ જાય છે. તો જમા જ્યારે કરવાનું હોય છે તો એક પણ વ્યર્થ ન હોય. કેટલો પુરુષાર્થ કરવાનો છે! સંકલ્પ પણ વ્યર્થ ન જાય. સમય તો છોડો. હવે પુરુષાર્થ આ સીમા પર પહોંચી રહ્યો છે. જેમ ભણતર દિવસ પ્રતિ દિવસે ઊંચુ થતું જાય છે તો આ પણ એવું છે. મોટા વર્ગમાં ભણી રહ્યાં છો ને. અચ્છા.