Search for a command to run...
18 Jun 1970
વૃદ્ધિ માટે ટાઈમ ટેબલ ની વિધિ
18 June 1970 · ગુજરાતી
બાપદાદા એક સેકન્ડમાં અવ્યક્ત થી વ્યક્ત માં આવી ગયાં તેવી જ રીતે બાળકો પણ એક સેકન્ડમાં વ્યક્ત થી અવ્યક્ત થઇ શકે છે? જેમ જ્યારે ઈચ્છે ત્યારે મુખથી બોલે, જ્યારે ઈચ્છે ત્યારે મુખને બંધ કરી દે. એવું થાય છે ને. તેમ જ બુદ્ધિને પણ જ્યારે ઈચ્છે ત્યારે ચલાવે, જયારે ન ઈચ્છે ત્યારે ન ચાલે. એવો અભ્યાસ પોતાનો સમજો છો? મુખનું ઓર્ગન્સ (અવયવ) કંઈક મોટું છે, બુદ્ધિ મુખ થી સૂક્ષ્મ છે. પરંતુ મુખની જેમ બુદ્ધિને જ્યારે ઈચ્છો ત્યારે ચલાવો, જ્યારે ઈચ્છો ત્યારે ન ચલાવો. એવો અભ્યાસ છે? આ ડ્રિલ (કસરત) જાણો છો? જો આ વાતનો અભ્યાસ મજબૂત હશે તો પોતાની સ્થિતિ પણ મજબૂત બનાવી શકશો. આ છે પોતાની સ્થિતિની વૃદ્ધિ ની વિધિ. ઘણાં બાળકોનો સંકલ્પ છે વૃદ્ધિ કેવી રીતે થાય? વૃદ્ધિ વિધિ થી થાય છે. જો વિધિ નથી જાણતાં તો વૃદ્ધિ પણ નહીં થશે. આજે બાપદાદા દરેકની વૃદ્ધિ અને વિધિ બંને ને જોઈ રહ્યાં છે. હવે બતાવો શું દૃશ્ય જોયું હશે? દરેક સ્વયં પોતાને પૂછે અને જુએ કે વૃદ્ધિ થઈ રહી છે? (ઘણાંએ હાથ ઉઠાવ્યો) મેજોરિટી (અધિકાંશ) પોતાની વૃદ્ધિ થી સંતુષ્ટ છે. અચ્છા, આખાં દિવસમાં અવ્યક્ત સ્થિતિ કેટલો સમય રહે છે? બિંદુ રુપ માટે નથી પૂછતાં. અવ્યક્ત સ્થિતિ કેટલો સમય રહે છે? બાપદાદા સંપૂર્ણ સ્ટેજ ને સામે રાખીને પૂછે છે અને તમે પોતાનાં પાસ્ટ (ભૂતકાળ) નાં પુરુષાર્થ ને સામે રાખી વિચારો છો, કેટલો ફરક થઈ ગયો. વર્તમાન સમયે ભણવાનો મુખ્ય સબ્જેક્ટ (વિષય) કયો ચાલી રહ્યો છે? મુખ્ય સબ્જેક્ટ આ ભણી રહ્યાં છો કે વધુ માં વધુ અવ્યક્ત સ્થિતિ બને. તો મુખ્ય સબ્જેક્ટ માં રીઝલ્ટ તો ઓછું છે. નિરંતર યાદ માં રહેવાની સંપૂર્ણ સ્થિતિની આગળ એક બે કલાક શું છે. આનાથી વધારે પોતાની અવ્યક્ત સ્થિતિ બનાવવાની વિધિ બુદ્ધિમાં છે? જો વિધિ છે તો વૃદ્ધિ કેમ નથી થતી, કારણ? વિધિનું જ્ઞાન બધું સ્પષ્ટ બુદ્ધિ માં આવે છે, પરંતુ એક વાત નથી આવતી, જેનાં કારણે વિધિ ની ખબર હોવા છતાં પણ વૃદ્ધિ નથી થતી. તે કઈ વાત છે. અચ્છા આજે વૃદ્ધિ કેવી રીતે થાય તેનાં પર સંભળાવે છે. એક વાત જે નથી આવડતી તે આ છે કે વિસ્તાર કરવો અને વિસ્તાર માં જતાં આવડે છે પરંતુ વિસ્તારને જ્યારે ઈચ્છો ત્યારે સમેટવો અને સમાવી લેવો આ પ્રેક્ટિસ (અભ્યાસ) ઓછી છે. જ્ઞાન નાં વિસ્તારમાં આવવાનું પણ જાણો છો પરંતુ જ્ઞાન નાં વિસ્તાર ને સમાવીને જ્ઞાન સ્વરુપ બની જવું, બીજ રુપ બની જવું, આની પ્રેક્ટિસ ઓછી છે. વિસ્તારમાં જવાથી ટાઈમ ખૂબ વ્યર્થ જાય છે. અને સંકલ્પ પણ વ્યર્થ જાય છે. એટલે જે શક્તિ જમા થવી જોઈએ તે નથી થતી. એનાં માટે શું પ્લાન રચવો, તે આજે સંભળાવે છે.
આખાં વિશ્વ માં મોટાં માં મોટું કોણ છે (અમે બ્રાહ્મણ) મોટાં માં મોટાં માણસ શું કરે છે? આજકાલનાં જે મોટાં માણસ છે તે શું સાધન અપનાવે છે જેનાથી મોટાં-મોટાં કાર્યોમાં સફળતા પામે છે? તે પહેલાં પોતાનાં સમય ને સેટ કરે છે. પોતાનું ટાઈમ ટેબલ (સમય પત્રક) બનાવે છે. જેટલાં વધુ બિઝી (વ્યસ્ત) હશે એટલું તેમનાં એક-એક કલાકનું ટાઈમ ટેબલ બનાવે છે. જો ટાઈમ ટેબલ નહીં હશે તો ટાઈમ ને સફળ નહીં કરી શકે. ટાઈમ ને સફળ નહીં કરશે તો કાર્ય પણ સફળ નહીં થશે. એટલે આજકાલનાં મોટાં માણસ દરેક સમય નું ટાઇમ ટેબલ બનાવે છે. પોતાની ડાયરીમાં નોંધ રાખે છે. જ્યારે તમે બ્રાહ્મણ મોટાં માં મોટાં છો તો તમે પોતાનું ટાઈમ ટેબલ રાખો છો? આ એક વિધિ છે. જેમ તે લોકો સવારે દિવસ આરંભ થતાં જ ટાઈમ ટેબલ બનાવે છે. એવી રીતે તમે દરેક અમૃતવેલાએ થી જ ટાઈમ ટેબલ બનાવો કે આજનાં દિવસે શું-શું કરવાનું છે? જેમ શારીરિક કાર્ય નું ટાઇમ ટેબલ બન્યું છે તેમ આત્માની ઉન્નતિ નું પણ ટાઈમ ટેબલ બનાવો. સમજ્યાં. આમાં એટેન્શન (ધ્યાન) અને ચેકિંગ (તપાસ) ઓછી છે. હવે એવું ટાઈમ ટેબલ બનાવો. જેમ એ લોકો પોતાનાં પ્લાન (યોજના) બનાવે છે. આજનાં દિવસે આટલાં કાર્ય સમાપ્ત કરવાનાં છે. એવી રીતે આજનાં દિવસે અવ્યક્ત સ્થિતિનાં આટલાં ટકા અને આટલો સમય નિકાળવાનો છે. ટાઇમ પ્રમાણે ચાલવાથી એક જ દિવસમાં અનેક કાર્ય કરી શકાય છે. ટાઈમ ટેબલ નહીં હશે તો અનેક કાર્યો નહીં કરી શકો. તો પોતાની ડાયરી બનાવો. જેમ એક કલાકનું સ્થૂળ કાર્ય બનેલું છે એવી રીતે આત્માની ઉન્નતિ નાં કાર્ય ની નોટ (નોંધ) કરો. પ્લાન (યોજના) બનાવો. પછી જેમ સ્થૂળ કાર્ય કર્યા પછી તેનાં પર રાઈટ (નિશાની) કરો છો ને. આ થઈ ગયું, આ નથી થયું. એવી રીતે જે પણ પ્લાન બનાવો છો તે ક્યાં સુધી પ્રેક્ટીકલ (વ્યવહાર) માં થયો, કે નથી થયો, ન થવાનું કારણ અને સાથે તેનાં નિવારણ નું સાધન વિચારીને આગળ વધતાં જાઓ. આજનાં દિવસે આ કરીને જ છોડીશ. એવી-એવી પહેલાં થી પ્રતિજ્ઞા કરો. કોઈપણ કાર્ય માટે પહેલાં પ્રતિજ્ઞા થાય છે, પછી પ્લાન (યોજના) થાય છે. પછી થાય છે પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ નાં પછી થાય છે ચેકિંગ કે આ થયું, આ નથી થયું. ચેકિંગ નાં પછી જે વાત વીતી ગયું એ વીતી ગયું. આગળ માટે ઉન્નતિનું સાધન રાખે છે. જેમ તમે લોકોએ નવાં વિદ્યાર્થીઓનાં માટે સાપ્તાહિક પાઠ્યક્રમ બનાવ્યો છે ને. તો આત્માની ઉન્નતિનાં માટે પણ સાપ્તાહિક પ્લાન બનાવી શકો છો. જેમ અહીંયા મધુબનમાં જ્યારે આવો છો તો કંઈક છોડીને જાઓ છો, કંઈક ભરીને જાઓ છો. એવી રીતે દરરોજ કંઈક છોડો અને કંઈક ભરો. જ્યારે આટલું એટેન્શન (ધ્યાન) રાખશો ત્યારે સમયનાં પહેલાં સંપૂર્ણ બની શકશો. સમયનાં અનુસાર જો સંપૂર્ણ બન્યાં તો તેની એટલી પ્રાપ્તિ નથી થતી. સમયનાં પહેલાં સંપૂર્ણ બનવાનું છે. સંપૂર્ણતા શું ચીજ છે, તેનો અનુભવ ક્યારે કરશો? ઈશ્વરીય અતીન્દ્રિય સુખ નિરંતર શું હોય છે, તેનો અનુભવ અહીં જ કરવાનો છે. હવે જોશે કે કાયદા મુજબ કેવું પોતાનું ટાઈમ ટેબલ અથવા સાપ્તાહિક કાર્યક્રમ બનાવો છો.
જેટલાં જે સેન્સિબલ (સમજદાર) હોય છે તે આવાં કાર્ય યથાર્થ રીતે કરી શકે છે. સૌથી સેન્સિબલ છે બ્રાહ્મણ. દેવતાઓથી પણ સેન્સિબલ બ્રાહ્મણ છે. તો કેટલાં સેન્સિબલ બન્યાં છો, તેની પરખ થશે. સેન્સ (સમજ) ની સાથે ઈસેન્સ (સાર) પણ કાઢતાં શીખવાનું છે. ઈસેન્સ બહુ થોડું હોય છે. અને જેનું ઈસેન્સ કાઢે છે તેનો ખુબ વિસ્તાર હોય છે. તો સેન્સ પણ સારી જોઈએ અને ઈસેન્સ કાઢતાં પણ આવડવું જોઈએ. કોઈ-કોઈ માં સેન્સ (સમજ) ખુબ છે, પરંતુ ઈસેન્સ (બિંદુ) માં ટકતા નથી આવડતું. તો બંનેય અભ્યાસ જોઈએ. સંભળાવ્યું હતું ને કે તમે લોકો પણ નેચર ક્યોર (સંસ્કાર ઉપચાર) કરવાવાળા છો. નેચર અર્થાત્ સંસ્કાર. જ્યારે પુરુષાર્થ નથી કરી શકતાં તો દોષ રાખો છો નેચર પર. અમારી નેચર આવી છે. નેચર પર દોષ રાખી પોતાને હલ્કા કરી દો છો. પરંતુ નહીં. તમારા લોકોનું કર્તવ્ય જ છે નેચર ક્યોર કરવાનું. તે નેચર ક્યોર વાળા ફાસ્ટ (ઉપવાસ) રખાવે છે. તો તમારે લોકોને હવે શું કરવાનું છે? ફાસ્ટ (ઝડપથી) જવાનું છે. લાસ્ટ (છેલ્લાં) નથી રહેવાનું. ફાસ્ટ જવા માટે ફાસ્ટ રાખો. કયો ફાસ્ટ? ટાઈમ ટેબલ બનાવો. આજે આ વાતનો ફાસ્ટ રાખશું. પ્રતિજ્ઞા કરો. જેમ તે લોકો ક્યારેક કોઈ વસ્તુ નો ફાસ્ટ રાખે છે, તે જ રીતે તમે લોકો પણ દરરોજ કોઇને કોઇ કમી ની વાત નોંધ કરો. તે લોકો પણ જે વસ્તુ નુકસાનકારક છે તેને માટે ફાસ્ટ રાખે છે. તો પુરુષાર્થ માં જે પણ નુકસાનકારક વાતો છે તેનો ફાસ્ટ રાખો, પછી તેને ચેક પણ કરો. ઘણાં વ્રત રાખે છે, ઉપવાસ રાખે છે. પરંતુ કરી નથી શકતાં તો વચમાં ખાઈ પણ લે છે. અહીંયા પણ એવું કરે છે. જેમ કે ભક્તિમાર્ગની આદત પડેલી છે. સવારે પ્રતિજ્ઞા કરે છે કે આ નહીં કરીએ પછી દિવસ આરંભ થયો તો તે પ્રતિજ્ઞા ખતમ. અહીંયા પણ એ રીતે સવારે પ્રતિજ્ઞા કરે છે પછી કહી દે સમસ્યા એવી આવી ગઈ છે. સમસ્યા સમાપ્ત થશે તો પછી કરીશ. હવે એ સંસ્કાર ખતમ કરો. સમેટતાં અને સમાવતાં શીખો. જૂનાં સંસ્કાર સમાવવાનાં છે. તેની પ્રતિજ્ઞા કરો અથવા ફાસ્ટ રાખો, મોટાં માણસોનાં પહેલાંથી જ પ્રોગ્રામ ફિક્સ (કાર્યક્રમ નક્કી) હોય છે ને. તમે લોકો તો સૌથી મોટાં છો. તો પોતાનો પ્રોગ્રામ પણ ૬ મહિનાનો ફિક્સ કરો. આ કાર્ય કરીને જ છોડીશ. બનીને જ છોડીશ. જ્યારે એટલાં નિશ્ચય બુદ્ધિ બનશો ત્યારે વિજયી બનશો. બાપમાં તો નિશ્ચય છે. પરંતુ પોતાનામાં પણ નિશ્ચયબુદ્ધિ થઈને કાર્ય કરો તો પછી વિજય જ વિજય છે. વિજય ની આગળ સમસ્યા કોઈ ચીજ નથી. પછી તે સમસ્યા નહીં ફીલ થાય (લાગશે) પરંતુ ખેલ ફીલ થશે. ખેલ ખુશીથી કરવામાં આવે છે.
કોઈ કાર્ય સહજ હોય છે તો તમે લોકો કહો છો ને આ તો ડાબા હાથની રમત છે અર્થાત્ સહજ છે. તો આ પણ બુદ્ધિની નો ખેલ થઇ જશે. ખેલ માં ગભરાશો નહીં. મોટે થી મોટાં છો તો મોટાં માં મોટી સ્થિતિ પણ બનાવો. ઘણાં મોટાં વ્યક્તિ એવાં હોય છે જેને પોતાનાં મોટાપણા માં રહેતાં નથી આવડતું. તમે લોકો એવાં નહીં બનતાં. જેટલાં મોટાં છો એટલી જ મોટી સ્થિતિ પણ દેખાડો. મોટું કાર્ય કરીને દેખાડો. ઓછામાં ઓછું આઠ કલાક નું લક્ષ્ય રાખવાનું છે. અવ્યક્ત સ્થિતિ માટે કહી રહ્યાં છે. અવ્યક્ત સ્થિતિ આઠ કલાક બનાવવી મોટી વાત નથી. અવ્યક્તની સ્મૃતિ અર્થાત્ અવ્યક્ત સ્થિતિ. બાપ ની બે કલાક યાદ કેમ? બે કલાક બાપ ની યાદ રહી તો બાકી સમય શું કર્યું? બાપ નાં સ્નેહી છો કે માયા નાં? જેનાંથી સ્નેહ હોય છે, સ્નેહ અર્થાત્ સંપર્ક. જેનાથી સંપર્ક હોય છે તો તેમનાં જેવાં સંસ્કાર જરુર આવશે. સંસ્કાર મળવાનાં આધારથી જ સંપર્ક થાય છે ને. તો જો બાપ નાં સ્નેહી છો, સંપર્ક પણ છે તો સંસ્કાર કેમ નથી મળતાં? પછી બાપદાદા કહેશે કે માયા નાં સ્નેહી છો. જો બે કલાક બાપ નાં સ્નેહી અને ૨૨ કલાક માયા નાં સ્નેહી રહો છો તો શું કહેશું? સર્વિસ કરતાં પણ સ્નેહ ને, સંપર્ક ને ન છોડો. સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) તો નજીક રહેવાની છે. એક ગીત પણ છે ને - ન વો હમ સે જુદા હોંગે…. જ્યારે જુદા જ નહીં થશો તો સ્નેહ દિલ થી કેવી રીતે નીકળશે. તો થવું નિરંતર જોઈએ. પરંતુ પુરુષાર્થી નાં કારણે, તો પણ માર્જિન (છૂટ) આપે છે. તો ઓછામાં ઓછું આઠ કલાકનું લક્ષ્ય રાખીને ડાયરી બનાવો, ટાઈમ ટેબલ બનાવો પછી રિઝલ્ટ પણ જોશે. દરેક સપ્તાહનું રીઝલ્ટ પોતાની બ્રાહ્મણી થી ચેક કરાવો અને દરેક સપ્તાહનું રીઝલ્ટ એકત્ર કરી એક મહિનાનું રીઝલ્ટ મધુબનમાં આવવું જોઈએ. બ્રાહ્મણીઓએ કામ કરવું જોઈએ. દરેક સપ્તાહ ની ડાયરી દરેક ની ચેક કરો. શું ટાઈમ ટેબલ બનાવ્યું? એમાં ક્યાં સુધી સફળ થયાં. પછી શોર્ટ (સંક્ષિપ્ત) માં એક મહિનાનું રીઝલ્ટ મધુબન માં મોકલવાનું છે. હવે અલબેલાપણા નો સમય નથી. ઘણો સમય અલબેલો પુરુષાર્થ કર્યો. હવે જે કર્યું તે કર્યું. પછી આ સુવિચાર યાદ અપાવશે. જે તમે લોકો બીજાઓને સંભળાવો છો - હમણાં નહીં તો ક્યારેય નહીં. જો હમણાં નહીં કરશો તો પછી ક્યારે કરશો. પછી ક્યારેય થઇ નહીં શકે. એટલે સુવિચાર પણ યાદ રાખજો. દરેક દિવસે અલગ-અલગ પોતાનાં માટે સુવિચાર પણ સામે રાખી શકો છો. જેમ આ સુવિચાર છે કે જે કર્મ હું કરીશ મને જોઈને બીજા કરશે. એવી રીતે બીજા દિવસે પછી બીજું સુવિચાર સામે રાખો. જેમ બાપદાદાએ સંભળાવ્યું કે સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ પણ સંભળાવ્યું હતું કે મિટાઈ જશું પરંતુ હટીશું નહીં. એવી રીતે દરરોજ નાં કોઇ ને કોઇ સ્લોગન સામે રાખો અને તે સ્લોગન ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવો. પછી જુઓ અવ્યક્ત સ્થિતિ કેટલી જલ્દી થઈ જાય છે.
ફરિશ્તાઓને ધરતી નું ક્યારેય આકર્ષણ નથી હોતું. હમણાં-હમણાં આવ્યાં અને ગયાં. કાર્ય સમાપ્ત થયું પછી રોકાતાં નથી. તમે લોકોએ પણ કાર્ય માટે વ્યક્ત નો આધાર લીધો, કાર્ય સમાપ્ત કર્યુ પછી એક સેકન્ડ માં અવ્યક્ત. આ પ્રેક્ટિસ થઈ જાય પછી ફરિશ્તા કહેવાશો. અચ્છા.