Search for a command to run...
2 Aug 1973
યથાર્થ વિધિ થી સિદ્ધિ ની પ્રાપ્તિ
2 August 1973 · ગુજરાતી
શું પોતાનામાં વિધિ દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ સમજો છો? કારણ કે જે કોઈ પણ પુરુષાર્થ કરે છે એમનાં પુરુષાર્થ નું લક્ષ્ય જ છે - સિદ્ધિને પામવાનું. જેવી રીતે દુનિયા વાળાઓની પાસે આજકાલ રિદ્ધિ-સિદ્ધિ બહુ છે તો એ તરફ છે રિદ્ધિ-સિદ્ધિ અને અહીંયા છે વિધિ થી સિદ્ધિ. યથાર્થ છે ‘વિધિ અને સિદ્ધિ’. આને જ બીજા રુપ માં લેવાનાં કારણે તેઓ રિદ્ધિ-સિદ્ધિ માં ચાલ્યાં ગયાં છે. તો શું પોતાને સિદ્ધિ સ્વરુપ સમજો છો? જે પણ સંકલ્પ કરાય છે, જો યથાર્થ વિધિપૂર્વક છે તો સિદ્ધિ જરુર થાય છે. જો વિધિ નથી તો સમજો કે સિદ્ધિ પણ નથી. એટલે ભક્તિમાર્ગમાં પણ જે કોઈ કાર્ય કરો છો અથવા કરાવો છો, વેલ્યુ (કિંમત) એની વિધિ પર જ હોય છે. વિધિપૂર્વક હોવાનાં કારણે એ સિદ્ધિનો અનુભવ કરો છો. બધાની શરુઆત તો અહીંયા થી જ થઇ છે ને? એટલે પૂછે છે કે સિદ્ધિ સ્વરુપ પોતાને સમજો છો કે હજું બનવાનાં છો? સમયનાં પ્રમાણે બંને ક્ષેત્રમાં પરિણામ સ્વરુપ હમણાં સુધી ૯૫ ટકા રિઝલ્ટ જરુર હોવું જોઈએ.
જેવી રીતે સમયની ગતિ ને જોઈ રહ્યાં છો અને ચેલેન્જ (પડકાર) પણ કરો છો તો જે પડકાર આપ્યો છે, એ સંપન્ન ત્યારે થશે, જ્યારે આપ લોકોની સ્થિતિ સંપન્ન થશે. આ જે પડકાર કરો છો એ પરિવર્તન કયા આધાર પર થશે? એની આધાર શિલા (પાયો) કોણ છે? તમે લોકો જ તો એની આધાર શિલા છો ને? જો આધાર શિલા જ મજબૂત ન હોય તો આગળ કાર્ય કેવી રીતે ચાલશે? જયારે ફાઉન્ડેશન અથવા આધાર શિલા તૈયાર થઈ જાય ત્યારે એનાં પછી નંબરવાર રાજધાની પણ તૈયાર થાય. તો જેને રાજ્ય કરવાનાં અધિકારી બનવું છે એ પોતાનો અધિકાર નહીં લેશે તો બીજાને પછી નંબરવાર અધિકાર કેવી રીતે પ્રાપ્ત થશે? અને બે વર્ષનો જે પડકાર આપો છો એ હિસાબ થી જે વિશ્વ પરિવર્તનનું કાર્ય થવાનું છે એ જ્યાં સુધી તમારા લોકોની સ્થિતિ વિધિ દ્વારા સિદ્ધિ ને પ્રાપ્ત નહીં થશે તો આ વિશ્વ કલ્યાણનાં કર્તવ્ય માં પણ કેવી રીતે સિદ્ધિ ની ઉપલબ્ધી થશે? પહેલાં તો સ્વયં ની સિદ્ધિ થશે. આટલું મોટું કર્તવ્ય આટલાં થોડા સમય માં સંપન્ન કરવાનું છે તો કેટલી તેજ ગતિ હોવી જોઈએ? જ્યારે ૩૭ વર્ષની સ્થાપના નાં કાર્યમાં ૫૦% સુધી જ પહોંચ્યાં છો તો હવે બે વર્ષમાં ૧૦૦ ટકા સુધી લાવવાનું છે તો એનાં માટે શું કરવું પડશે? શું એનાં માટે કોઈ યોજના બનાવો છો કે ગતિ ને કઈ રીતે પૂરી કરીએ અર્થાત્ સિદ્ધિ-સ્વરુપ કેવી રીતે બનીએ કે સંકલ્પ કર્યો અને સિદ્ધિ પ્રાપ્ત થાય? આ છે ૧૦૦% સિદ્ધિ-સ્વરુપ ની નિશાની કે કર્મ કર્યું અને સિદ્ધિ પ્રાપ્ત થઇ.
જ્યારે સાધારણ નોલેજ (જ્ઞાન) નાં આધાર પર રિદ્ધિ-સિદ્ધિ ને પ્રાપ્ત કરી શકાય છે તો શું શ્રેષ્ઠ નોલેજ નાં આધાર પર વિધિથી સિદ્ધિ ને પ્રાપ્ત નથી કરી શકતાં? આ ચેકીંગ જોઈએ કે કઈ વિધિ માં કમી રહી જાય છે જે પછી સિદ્ધિ પણ સંપૂર્ણ નથી થતી. વિધિ ને ચેક કરવાથી સિદ્ધિ ઓટોમેટિકલી (આપોઆપ) પ્રાપ્ત થઈ જશે. આમાં પણ સિદ્ધિ ન થઇ શકવાનું મુખ્ય કારણ આ જ છે કે એક જ સમય પર ત્રણેય રુપ થી સર્વિસ નથી કરતાં. ત્રણેય રુપ અને ત્રણેય રીતથી એક જ સમયે કરવાનું છે. નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ), પાવરફુલ (શક્તિશાળી) અને લવફુલ (પ્રેમસ્વરુપ), આમાં લવ (પ્રેમ) અને લો (કાયદો) આ બંને સાથે-સાથે આવી જાય છે. આ ત્રણેય રુપથી તો સર્વિસ કરવાની જ છે પરંતુ આ ત્રણેય રીત થી પણ કરવાની છે. અર્થાત્ મન્સા, વાચા, કર્મણા, આ ત્રણેય રીતે અને એક જ સમયે આ ત્રણેય રુપ થી કરવાની છે. જ્યારે વાણી દ્વારા સર્વિસ કરો છો, તો મન્સા પાવરફુલ હોય. પાવરફુલ સ્ટેજ થી તો તેમની મનસા ને ચેન્જ (પરિવર્તન) કરી દેશો અને વાણી દ્વારા એમને નોલેજફુલ બનાવી દેશો અને પછી કર્મણા દ્વારા અર્થાત્ જે પણ એમનાં સંપર્કમાં આવે છે તો એમનાથી સંપર્ક એવો લવફુલ હોય કે જે ઓટોમેટિકલી એ સ્વયં અનુભવ કરે કે એ કોઈ પોતાનાં ઈશ્વરીય પરિવારમાં પહોંચી ગયાં છે. અને પોતાની ચલન જ એવી હોય કે જેનાથી એમને સ્વયં ને લાગે કે હકીકતમાં આ જ મારો અસલી પરિવાર છે
જો આ ત્રણેય રીત થી એમની મન્સા ને પણ કંટ્રોલ (નિયંત્રણ) કરી લો અને વાણી થી નોલેજ આપી લાઈટ, માઈટ (શક્તિ) નું વરદાન આપો અને કર્મણા અર્થાત્ સંપર્ક દ્વારા પોતાની સ્થૂળ એક્ટિવિટી (પ્રવૃત્તિ) દ્વારા ઈશ્વરીય પરિવાર નો અનુભવ કરાવો તો શું આ વિધિ પૂર્વક સર્વિસ (સેવા) કરવાથી સિદ્ધિ નહીં થશે? કારણ કે તમે એક જ સમયમાં ત્રણેય રીત અને ત્રણેય રુપ થી સર્વિસ નથી કરતાં. જ્યારે આપ વાચા માં આવો છો તો મન્સા પાવરફુલ હોવી જોઈએ, એ નથી હોતી, થોડી ઓછી થઈ જાય છે અને જ્યારે રમણીક એક્ટિવિટી થી કોઈને સંપર્કમાં લાવો છો, ત્યારે પણ મન્સા જે પાવરફુલ હોવી જોઈએ એ નથી રહેતી. તો એક જ સમય પર જો આ ત્રણેય સાથે હોય તો સિદ્ધિ જરુર મળશે. હવે આ રીતે સર્વિસ કરવાનો અભ્યાસ અને અટેન્શન (ધ્યાન) જોઈએ. તમે એમનાં સંબંધ માં નથી આવતાં અર્થાત્ ડીપ (ગાઢ) સંપર્કમાં નથી આવતાં, ફક્ત ઉપર-ઉપર નાં સંપર્કમાં જ આવો છો. પરંતુ આ ઉપર-ઉપર નો સંપર્ક અલ્પકાળ નો જ હોય છે. ભલે પ્રેમ માં તો લાવો છો પણ લવફુલ (પ્રેમાળ) ની સાથે-સાથે પાવરફુલ હોવું જોઈએ જેથી એ આત્માઓમાં પણ પાવર ભરાય જેનાથી તે સમસ્યાઓનો, વાયુમંડળનો અને વાયબ્રેશન નો સામનો કરી સદાકાળ સંબંધ માં રહે, પણ એ થતું નથી. કાં તો એ નોલેજ પર આકર્ષિત થાય છે અથવા પછી પ્રેમ પર થાય છે. ખાસ કરીને તેઓ પ્રેમ પર જ આકર્ષિત થાય છે, પછી બીજા નંબરમાં નોલેજ પર. પણ પાવરફુલ સ્ટેજ એવી હોય જેથી કોઈ પણ વાત સામે હોય તો એ ડગમગે નહી, હમણાં ફક્ત આ કમી છે.
જે સર્વિસેબલ (સેવાધારી) નિમિત્ત બને છે એમનામાં પણ નોલેજ વધારે છે, અને લવ પણ છે પણ પાવર (શક્તિ) ઓછી છે. પાવરફુલ સ્ટેજ ની નિશાની શું હશે? એક સેકન્ડમાં કોઈ પણ વાયુમંડળ અથવા વાતાવરણ અથવા માયાની કોઈ પણ સમસ્યા ને ખતમ કરી દેશે, એ ક્યારેય હારશે નહીં. જે પણ આત્માઓ સમસ્યા નું રુપ બનીને આવે છે, તે એમનાં ઉપર બલિહાર (વારી) જશે જેને બીજા શબ્દોમાં પ્રકૃતિ દાસી કહેવાય. જ્યારે પાંચ તત્વ દાસી બની શકે છે તો શું મનુષ્ય આત્માઓ બલિહાર નહીં જઈ શકે? તો પાવરફુલ સ્ટેજ નું પ્રેક્ટિકલ (વ્યવહારિક) સ્વરુપ આ છે. એટલે કહ્યું છે કે એક જ સમયે ત્રણેય રુપની સર્વિસ કરવાની રુપરેખા બની જશે ત્યારે દરેક કર્તવ્ય માં સિદ્ધિ દેખાશે. તો વિધિ નાં કારણે સિદ્ધિ થઈ ને? વિધિ માં કમી હોવાનાં કારણે જ સિદ્ધિ માં કમી છે. હવે સિદ્ધિ સ્વરુપ બનવા માટે આ વિધિને પહેલાં ઠીક કરો.
ભક્તિમાર્ગ માં કરે છે સાધના, અહીંયા છે સાધન. સાધન કયું છે? બાપદાદાની દરેક વિશેષતાને પોતાનામાં ધારણ કરતાં-કરતાં વિશેષ આત્મા બની જશો. જેવી રીતે પરીક્ષાનાં દિવસ જ્યારે નજીક હોય છે તો જે કાંઈ સ્ટડી (અભ્યાસ) કરેલી છે-થીયરી (સિદ્ધાંત) અને પ્રેક્ટિકલ (પ્રાયોગિક) - બંને ને રીવાઈઝ કરી (પુનરાવર્તન), ચેક કરે છે કે કયા વિષય માં શું-શું કમી રહી ગઈ છે. એવી જ રીતે જ્યારે હવે સમય નજીક આવી રહ્યો છે, તો દરેક સબજેક્ટ (વિષય) માં પોતાને જુઓ કે કઇ અને કેટલાં પર્સન્ટેજ (ટકા) સુધી કમી રહી ગઈ છે? થિયરી માં પણ અને પ્રેક્ટિકલ માં પણ - બંનેય માં ચેક કરવાનું છે. દરેક સબજેક્ટ ની કમી ને જોતાં પોતે-પોતાને કમ્પ્લીટ (સંપન્ન) કરતાં જાઓ. પરંતુ એ કમ્પ્લીટ ત્યારે થશે જ્યારે પહેલાં રિવાઈઝ કરવાથી પોતાની કમી ની ખબર પડશે. વિષયો ને તો જાણો છો. વિષયો ને બુધ્ધિમાં ધારણ કર્યાં કે નહીં, એની પરખ શું છે? જેવી સિદ્ધિની પર્સન્ટેજ (ટકાવારી) વધતી જશે તો ટાઈમ વેસ્ટ (વ્યર્થ) નહીં જશે. થોડા સમય માં સફળતા વધારે થશે. એને કહેવાય છે સિદ્ધિ. જો સમય વધારે, મહેનત પણ વધારે કરો છો, પછી સફળતા મળે તો આને પણ ઓછી પર્સન્ટેજ કહેશું. બધી રીત થી ઓછું લાગવું જોઈએ. તન પણ ઓછું લાગે, મનનાં સંકલ્પો પણ ઓછા લાગે. નહીં તો કેટલાં સંકલ્પ કરો છો? પ્લાન (યોજના) બનાવતાં-બનાવતાં દોઢ મહિનો લાગી જાય છે. તો સમય અને સંકલ્પ અને પોતાની જે પણ સર્વશક્તિઓ છે એ બધી સર્વશક્તિઓનાં ખજાના ને વધારે કામમાં નથી લગાડવાનાં અર્થાત્ ‘કમ ખર્ચ બાલા નશીન’ અર્થાત્ સંકલ્પ એ જ ઉત્પન્ન થશે કે જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થશે. સમય પણ એ જ નિશ્ચિત થશે કે જેમાં સફળતા થયેલી જ છે. આને કહેવાય છે સિદ્ધિ સ્વરુપ.
તો બધાં સબ્જેક્ટ્સ માં અમે ક્યાં સુધી પાસ છીએ એની પરખ શું છે? જે જેટલાં વિષયોમાં પાસ હશે તો એટલાં જ એ સબ્જેક્ટ્સ નાં આધાર પર ઓબ્જેક્ટ (લક્ષ્ય) અને રિસ્પેક્ટ (માન) મળશે. એક તો પ્રાપ્તિનો અનુભવ પણ થશે. જેમ કે જ્ઞાન નો સબ્જેક્ટ છે તો એનાથી જે ઓબ્જેક્ટ પ્રાપ્ત થાય છે - લાઇટ અને માઈટ - એ પ્રાપ્તિ નો અનુભવ કરશે. એ નોલેજ નાં સબજેક્ટ નાં આધાર પર રિસ્પેક્ટ પણ એટલી જ મળશે. ભલે દૈવી પરિવાર થી, ભલે અન્ય આત્માઓ થી. જેમ જુઓ આજકાલનાં મહાત્માઓ છે, એમને એટલી રિસ્પેક્ટ કેમ મળે છે? કારણ કે જે સાધના કરી છે અને જે પણ સબજેક્ટ નું અધ્યયન કરે છે એનું જ ઓબ્જેક્ટ અને રિસ્પેક્ટ એમને મળે છે અને પ્રકૃતિ દાસી થાય છે. તો આ એક જ્ઞાનની વાત સંભળાવી. યોગ નો પણ સબ્જેક્ટ છે, એનું શું ઓબ્જેક્ટ (લક્ષ્ય) હોવું જોઈએ?
યોગ અર્થાત્ યાદની શક્તિ દ્વારા ઓબ્જેક્ટ પ્રાપ્ત થવું જોઈએ. એ જે પણ સંકલ્પ કરશે એ સમર્થ થશે. અને જે કોઈ પણ સમસ્યા આવવાની હશે, એની પહેલાં જ યોગશક્તિ થી અનુભવ થશે કે આ થવાનું છે. તો પહેલાંથી જ ખબર હોવાનાં કારણે એ ક્યારેય પણ હાર નહીં ખાશે. એવી જ રીતે યાદની શક્તિ દ્વારા પોતાનાં જૂનાં સંસ્કારો નો બોજ ખતમ થાય છે. કોઈ પણ સંસ્કાર પોતાનાં પુરુષાર્થ માં વિઘ્નરુપ નહીં બનશે. જેને નેચર (સ્વભાવ) કહો છો એ પણ પુરુષાર્થ માં વિઘ્નરુપ નહીં બને. તો જે સબ્જેક્ટનાં જે ઓબ્જેક્ટ છે એ અનુભવ થવાં જોઈએ. ઓબ્જેક્ટ છે તો એનું પરિણામ, રિસ્પેક્ટ જરુર મળશે. આપ મુખ થી જે પણ શબ્દ રીપીટ કરશો અથવા જે પણ પ્લાન બનાવશો એ સમર્થ હોવાનાં કારણે બધાં રિસ્પેક્ટ આપશે. અર્થાત્ જે પણ એકબીજા ને સલાહ આપો છો એ સલાહને બધાં રિસ્પેક્ટ આપશે કારણ કે સમર્થ છે. આ પ્રકારે દરેક સબજેક્ટ ને જુઓ.
દિવ્યગુણો નો કે સર્વિસ નો જે સબ્જેક્ટ છે તો એની પ્રાપ્તિ એ છે કે નજીક સંપર્ક અને સંબંધ માં આવવાં જોઈએ. નજીક સંબંધમાં અને સંપર્કમાં આવવાથી ઓટોમેટિકલી રિસ્પેક્ટ જરુર મળશે. એવી રીતે દરેક સબજેક્ટ ની ઓબ્જેક્ટ ને ચેક કરો અને ઓબ્જેક્ટ ને ચેક કરવાનું સાધન છે - રિસ્પેક્ટ. જો હું નોલેજફુલ છું તો જેને પણ નોલેજ આપું છું શું એ આ નોલેજ ને એટલી રિસ્પેક્ટ આપે છે? નોલેજ ને રિસ્પેક્ટ આપવી અર્થાત્ નોલેજફુલ ને રિસ્પેક્ટ આપવી છે. જો યોગનાં સબ્જેક્ટમાં ઓબ્જેક્ટ છે તો બીજા પણ કોઈનાં સંકલ્પ ને પરિવર્તન માં લાવવાનાં સમર્થ બની શકે છે. તો તેઓ જરુર રિસ્પેક્ટ આપશે. તો આવી જ રીતે દરેક સબજેક્ટ માં ચેકિંગ કરવાની છે. દરેક સબજેક્ટ માં અને સંકલ્પ માં ઓબ્જેક્ટ અને રિસ્પેક્ટ બંને ની પ્રાપ્તિ નો અનુભવ જે પણ કરે છે એ લોકો ને જ પરફેક્ટ (સંપૂર્ણ) કહેશું. પરફેક્ટ અર્થાત્ કોઈપણ ઇફેક્ટ (અસર) થી દુર, ઇફેક્ટ થી પરે છે તો પરફેક્ટ છે. ભલે શરીર ની, ભલે સંકલ્પો ની અને ભલે કોઈ પણ સંપર્કમાં આવવાથી કોઈનાં પણ વાયબ્રેશન કે વાયુમંડળની, દરેક પ્રકારની ઇફેક્ટ થી પરે થઈ જશો તો સમજો સબ્જેક્ટ માં પાસ અર્થાત્ પરફેક્ટ છો, તો એવાંં બની રહ્યાં છો ને? લક્ષ્ય તો આ જ છે ને?
હવે પોતાની ચેકિંગ વધારે હોવી જોઈએ. જેમ બીજાને કહે છો કે સમયની સાથે સ્વયં ને પરિવર્તન માં લાવો, એમ જ સદૈવ પોતાને પણ સ્મૃતિ રહે કે સમયની સાથે-સાથે સ્વયં ને પણ પરિવર્તન માં લાવવાનું છે. પોતાને પરિવર્તન માં લાવતાં-લાવતાં સૃષ્ટિનું પણ પરિવર્તન થઈ જશે કારણ કે પોતાનાં પરિવર્તન નાં આધારે જ સૃષ્ટિ ને પરિવર્તનમાં લાવવાનું કાર્ય કરી શકશો. અહીં આ જ શ્રેષ્ઠતા છે જે બીજા લોકોમાં નથી. તેઓ તો ફક્ત બીજાનું પરિવર્તન કરવાનાં પ્રયત્ન માં લાગેલાં છે. અહીંયા સ્વયં નાં આધાર પર સૃષ્ટિમાં તમે પરિવર્તન કરો છો. તો જે આધાર છે એમને પોતાનાં પર એટલું અટેન્શન આપવાનું છે. હવે સદૈવ આ સ્મૃતિ રહે કે અમારા દરેક સંકલ્પ ની પાછળ વિશ્વ કલ્યાણનો સંબંધ છે.
જે આધાર મૂર્ત છે, જો એનાં સંકલ્પ સમર્થ નથી તો એમનાં સમય નાં પરિવર્તનમાં પણ કમજોરી આવી જાય છે. આ કારણે તમે જેટલાં-જેટલાં સ્વયં સમર્થ બનશો, એટલો જ સૃષ્ટિ ને પરિવર્તન કરવાનો સમય સમીપ લાવી શકશો. ડ્રામા અનુસાર સમય ભલે નિશ્ચિત છે, પણ ડ્રામા પણ કોનાં આધાર થી બન્યો છે? અંતે આધાર તો હશે ને? એનાં આધારમૂર્ત તો તમે છો. હમણાં તો તમે બધાંની નજરો માં છો. ચેલેન્જ આપી છે ને બે વર્ષ ની? જ્યારે આ વાતો સાંભળો છો તો થોડા-ઘણાં સંકલ્પ ચાલે છે કે જો સાચે જ વિનાશ નહીં થયો તો? એ પણ થઈ શકે છે કે ‘બે વર્ષ માં ન થાય’ - આ સંકલ્પ રુપમાં શું નથી ચાલતું? ચલો સામનો કરી લઈશું, એ બીજી વાત છે. એનો અર્થ એ થયો કે સંકલ્પ માં કંઈક છે ત્યારે તો આવે છે ને? બિલકુલ તમને પાક્કું છે કે બે વર્ષમાં થશે? અચ્છા સમજો સૌને કોઈ પૂછે કે વિનાશ ન થાય તો શું થશે? પછી તમે શું કહેશો? જે સમયે સમજાવો છો ત્યારે આ સ્પષ્ટ સમજાવવું જોઈએ કે એવું નથી કે બે વર્ષમાં કમ્પ્લીટ (પૂરો) વિનાશ થઇ જશે, ના. બે વર્ષમાં એવાંં દૃશ્યો થઈ જશે કે જેથી લોકો એ સમજશે કે બરાબર આ વિનાશ થઈ રહ્યો છે અને વિનાશ શરું થઈ ગયો છે. એક વાત સહજ લાગી તો બીજી વાત સહજ લાગશે જ. વિનાશ માં સમય તો લાગશે ને? જ્યારે સ્વયં સંપૂર્ણ થઈ જશો તો કાર્ય પણ સંપૂર્ણ થશે કે ફક્ત સ્વયં જ સંપૂર્ણ થશો?
એડવાન્સ પાર્ટી નું કયું કાર્ય ચાલી રહ્યું છે? તમારા લોકો માટે આજે આખી ફિલ્ડ (ભૂમિ) તૈયાર કરી રહ્યાં છે. એમનાં પરિવારમાં જાઓ, ન જાઓ પણ જે સ્થાપના નું કાર્ય થવાનું છે એનાં માટે એ નિમિત્ત બનશે. કોઈ પાવરફુલ સ્ટેજ લઈને નિમિત્ત બનશે. એવાંં પાવર્સ (શક્તિઓ) લેશે જેનાથી સ્થાપના નાંં કાર્ય માં મદદગાર બનશે. આજકાલ આપ જુઓ છો કે દિન-પ્રતિદિન ન્યૂ બ્લડ (નવયુવાન) નો રીગાર્ડ (માન) વધારે છે. જેટલાં આગળ વધશો, એટલી નાનાઓની બુદ્ધિ કામ કરશે, મોટાઓની નહીં. મોટી ઉમર ની સરખામણીમાં નાની ઉંમરનાં માં સતોપ્રધાનતા હોય છે. કાંઈ ને કાંઈ પ્યોરીટી (પવિત્રતા) ની શક્તિ હોવાનાં કારણે એમની બુદ્ધિ જે કામ કરશે એવી મોટાઓની નહીં કરે. આ ચેન્જ થશે. મોટાંઓ પણ બાળકો (નાનાં) ની સલાહ ને રીગાર્ડ આપશે. હમણાં પણ જે મોટાંઓ છે એ સમજે કે અમે તો જૂનાં જમાના નાં છીએ. આ આજકાલ નાં છે, એમને રીગાર્ડ નહીં આપશો અને એમને મોટાં સમજીને નહીં ચલાવશો તો કામ નહીં ચાલે. પહેલાં બાળકો ને રોબ થી ચલાવતા હતાં. હવે એવું નથી. બાળકો ને માલિક સમજીને ચલાવે છે. તો આ પણ ડ્રામા માં પાર્ટ છે. નાનાઓ જ કમાલ કરી દેખાડશે. એડવાન્સ પાર્ટી નું તો પોતાનું કાર્ય ચાલી રહ્યું છે પણ એ પણ તમારી સ્થિતિ એડવાન્સ માં જાય એનાં માટે રોકાયેલાં છે. એમનું કાર્ય પણ તમારાં કનેક્શન (સંબંધ) થી ચાલવાનું છે.
બધાં કાર્ય નો આધાર આપ વિશેષ આત્માઓનાં ઉપર છે. ચાલતાં-ચાલતાં ઠંડા પડી જાઓ છો. આગ લાગે છે ફરી શીતળ થઈ જાય છે. પરંતુ શીતળ તો ન થવું જોઈએ ને? બહારનું જે રુપ છે, મનુષ્ય એ જુએ છે, સમજે છે આવું તો ચાલતું આવ્યું છે, મોટી વાત શું છે? પરંપરા થી ખેલ ચાલતો આવી રહ્યો છે. પણ આ ચાલતાં-ચાલતાં શીતળતા કેમ આવે છે? એનું કારણ શું છે? ટકાવારી બહુ જ ઓછી છે, લેક્ચર્સ (ભાષણ) તો કરે છે પણ લેક્ચર્સ ની સાથે-સાથે ફીચર્સ (લક્ષણ) એટ્રેક્ટ (આકર્ષિત) કરે ત્યારે લેક્ચર્સ ની ઇફેક્ટ (અસર) થાય. તો પોતાને દરેક સબ્જેક્ટ માં ચેક કરો. આજકાલ લેક્ચર્સ માં તમે જ્યારે કોમ્પિટિશન કરો તો એમાં કોઈ બીજા પણ જીતી જશે પરંતુ જે પ્રેક્ટિકલ માં છે એમાં બધાં તમારા થી હારી જશે.
મુખ્ય વિશેષતા પ્રેક્ટિકલ લાઈફ ની છે. પ્રેક્ટિકલ કોઇપણ વાત તમે બતાવો તો એ એકદમ ચૂપ થઈ જશે. તો જ્યારે લેક્ચર્સ થી પ્રેક્ટિકલ નો ભાવ પ્રગટ થાય, ત્યારે એ લેક્ચર્સ આપવાથી ન્યારા દેખાય. જે શબ્દો બોલો છો એ નયનો થી દેખાઈ આવે કે આ જે બોલે છે એ પ્રેક્ટિકલ છે. આ અનુભવી મૂર્ત છે ત્યારે એમનો પ્રભાવ પડી શકે છે. બાકી સાંભળી-સાંભળીને તો બધાં થાકી ગયાં છે, બહુ સાંભળ્યું છે! અનેક સંભળાવવા વાળા હોવાનાં કારણે સાંભળવાથી બધાં લોકો થાકેલાં છે. કહે છે સાંભળ્યું તો ઘણું છે, હવે અનુભવ કરવા ઇચ્છીએ છીએ અને હવે કોઈ પ્રાપ્તિ કરાવો. તો લેક્ચરમાં એવી શક્તિ હોવી જોઈએ કે એક-એક શબ્દ અનુભવ કરાવવાવાળો હોય. જેમ તમે સમજાવો છો ને કે પોતાને આત્મા સમજો ન કે શરીર. તો આ શબ્દો બોલવામાં પણ એટલી શક્તિ હોવી જોઈએ કે સાંભળવા વાળાને તમારાં શબ્દોની શક્તિ થી અનુભવ થાય. એક સેકન્ડનાં માટે પણ જો એમને અનુભવ થઇ જાય છે તો અનુભવ ને તેઓ ક્યારેય છોડી નથી શકતાં, આકર્ષિત થઈને તમારી પાસે પહોંચશે.
જેમ તમે વચ્ચે-વચ્ચે ભાષણ કરતાં-કરતાં એમને સાઈલેન્સ (શાંતિ) માં લઈ જવાનો અનુભવ કરાવો છો તો એ પ્રેક્ટિસ ને વધારતાં જાઓ. એમને અનુભવ માં લાવતાં જાઓ. આ જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ્ય અપાવવા ઈચ્છો તો ભાષણમાં જે પોઇન્ટસ આપો છો, એ આપતાં વૈરાગ્ય વૃત્તિ નાં અનુભવ માં લઇ આવો. એ ફીલ (અનુભવ) કરે કે સાચે જ આ સૃષ્ટિ જવાની છે, આનાથી તો દિલ લગાવવું વ્યર્થ છે. તો જરુર પ્રેક્ટિકલ કરશે. આ પંડિતો વગેરેનાં બોલવામાં પાવર હોય છે. એક સેકન્ડ માં ખુશી અપાવી દે છે અને એક સેકન્ડ માં રડાવી દે. ત્યારે કહે છે કે આમનું ભાષણ અસર કરવાવાળું છે. આખી સભા ને હસાવે પણ છે, બધાંને સ્મશાની વૈરાગ્ય માં લાવે તો છે ને? જ્યારે તેમનાં ભાષણ માં પણ એટલો પાવર હોય છે તો શું તમારા લોકોનાં ભાષણ માં એ પાવર ન હોઈ શકે? અશરીરી બનાવવાં ઈચ્છો તો શું એ અનુભવ કરાવી શકો છો કે એ લહેર છવાય જાય? પૂરી સભાની વચ્ચે બાપનાં સ્નેહ ની લહેર છવાય જાય. એને કહેવાય છે - પ્રેક્ટિકલ અનુભવ કરાવવો.
હવે આવાં ભાષણ થવાં જોઈએ ત્યારે કાંઈક ચેન્જ (પરિવર્તન) થશે. તેઓ સમજે કે આમનાં ભાષણ તો દુનિયા થી ન્યારાં છે. તે ભલે ભાષણ માં સભા ને હસાવી કે રડાવી દે, પણ અશરીરીપણા નો અનુભવ નહીં કરાવી શકે અને ન બાપ થી સ્નેહ કરાવી શકે. કૃષ્ણ થી સ્નેહ કરાવી શકે છે પણ બાપ થી નથી કરાવી શકતાં. એમને ખબર જ નથી, તો નિરાળી વાત હોવી જોઈએ. અચ્છા સમજો કે ગીતાનાં ભગવાન પર પોઇન્ટ આપો છો. પણ જ્યાં સુધી એમને બાપ શું ચીજ છે, અમે આત્મા છીએ અને એ પરમાત્મા છે, જ્યાં સુધી આ અનુભવ નહીં કરાવો ત્યાં સુધી આ વાત સિદ્ધ પણ કેવી રીતે થશે? એવું કોઈ ભાષણ કરવા વાળું હોય જે એમને અનુભવ કરાવે કે આત્મા અને પરમાત્મા માં રાત અને દિવસ નું અંતર છે જ્યારે અંતર અનુભવ કરશે તો ગીતાનાં ભગવાન પણ સિદ્ધ થઈ જ જશે. ફક્ત પોઈન્ટ્સ થી એમની બુદ્ધિમાં નહીં બેસશે, એનાંથી તો વધારે જ લહેરો ઉત્પન થવા લાગશે. પણ અનુભવ કરાવતાં જાઓ તો અનુભવની આગળ કોઈ વાત જીતી ન શકે. ભાષણ માં હવે આ રીત ચેન્જ કરો. અચ્છા.
મુરલી નો સાર
* યાદની શક્તિ દ્વારા ઓબ્જેક્ટ પ્રાપ્ત થાય છે. યોગી જે પણ સંકલ્પ કરશે એ સમર્થ હશે. જે પણ કોઇ સમસ્યા આવવાવાળી હશે, એમને પહેલાથી યોગની શક્તિ થી અનુભવ થશે કે આ થવાનું છે. તો પહેલેથી જ ખબર હોવાનાં કારણે ક્યારેય પણ હાર નહીં ખાશે.
* જે આધાર-મૂર્ત છે, જો એમનાં સંકલ્પમાં સામર્થ્ય નથી તો એમનાં સમયનાં પરિવર્તનમાં પણ કમજોરી આવી જાય છે. જેટલાં-જેટલાં સ્વયં સમર્થ બનશો, એટલો જ સૃષ્ટિને પરિવર્તન કરવાનો સમય સમીપ લાવી શકશો.