Search for a command to run...
18 Jun 1977
યોગની પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી અવસ્થા) કેવી રીતે બને?
18 June 1977 · ગુજરાતી
રુહાની મિલન મનાવવા માટે વરદાન ભૂમિ પર આવ્યાં છો. રુહાની મિલન વાણીથી પરે સ્થિતિમાં સ્થિત થવાથી થાય છે કે વાણી દ્વારા થાય છે? વાણીથી પરે સ્થિતિ પ્રિય લાગે છે કે વાણીમાં આવવાની સ્થિતિ પ્રિય લાગે છે? વાણીથી પરે સ્થિતિ શક્તિશાળી છે અને સર્વની સેવાનાં નિમિત્ત બનાવે છે કે વાણી દ્વારા સર્વની સેવા કરવાથી સ્થિતિ શક્તિશાળી અનુભવ થાય છે? બેહદની સેવા વાણીથી પરે સ્થિતિ દ્વારા થાય છે કે વાણીથી થાય છે? અંતિમ સંપૂર્ણ સ્ટેજ જેમાં સર્વ શક્તિઓથી સમ્પન્ન માસ્ટર સર્વશક્તિમાન્ માસ્ટર નોલેજફુલની સ્થિતિ પ્રેક્ટિકલ (વાસ્તવિક) રુપમાં હોય છે. એવી સંપૂર્ણ સ્થિતિ વાણીથી પરે ની હોય છે કે વાણીમાં આવવાથી થાય છે? સર્વ આત્માઓનાં પ્રતિ વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની, સર્વ પ્રતિ સર્વ કામનાઓની પૂર્તિ કરવા વાળી સ્ટેજ વાણીથી પરે સ્થિતિની છે કે વાણીમાં આવવાની? બંનેનાં અનુભવી બંને સ્ટેજીસ (સ્થિતિઓ) ને જાણવા વાળા છો? બંનેમાંથી વધારે સમય શેમાં સ્થિત થઇ શકો છો? કઈ સ્થિતિ સહજ અનુભવ થાય છે? એવાં એવરરેડી છો જે સેકન્ડમાં જે સ્થિતિમાં સ્થિત થવાનું ડાયરેક્શન (સૂચન) મળે તો એ જ સમયે સ્વયંને સ્થિત કરી શકો કે સ્થિત થવામાં જ સમય નીકળી જશે? કારણકે જેમ સમ્પન્ન થવાનો સમય સમીપ આવી રહ્યો છે તો સમયની પહેલાં સ્વયમાં આ વિશેષતા અનુભવ કરો છો? અંતિમ સમયે ફુલ સ્ટૉપ (પૂર્ણ વિરામ) થવાનું સર્વશ્રેષ્ઠ સાધન આ જ છે જે ડાયરેક્શન મળે એ જ પ્રમાણે, એ જ ઘડી, એ જ સ્થિતિમાં સ્થિત થઈ જવું. આ સાધન ની પ્રેક્ટિસને (અભ્યાસને) અનુભવમાં લાવી રહ્યાં છો? પ્રેક્ટિસ છે? બાપદાદાએ અભ્યાસ તો ઘણાં સમયથી શીખવાડ્યો છે અને શીખવાડી રહ્યાં છે પરંતુ આ અભ્યાસમાં સ્વયંને સમ્પન્ન કેટલાં સમજો છો? હવે આ વર્ષનાં અન્ત સુધી સ્વયંને એવાં એવરરેડી (સદા તૈયાર) બનાવી શકશો? તૈયાર છો કે સમયને જોતાં સ્વયંનો અભ્યાસ કરવામાં વધારે જ અલબેલા થઈ ગયાં છો? ખબર નહિં ક્યારે વિનાશ થશે? આ વાતને વિચારતાં પુરુષાર્થ માં સમ્પન્ન થવાને બદલે વ્યર્થ ચિંતન કે વ્યર્થ સંકલ્પોની કમજોરીમાં આરામ પસંદ થઈ ગયાં છો?
આજકાલ બાળકોનાં પુરુષાર્થની ગતિ (રફતાર) જોતાં બાપદાદા હર્ષાતા રહે છે. સર્વ આત્માઓને વારંવાર આ જ સંદેશ આપો છો કે ‘યોગી બનો, જ્ઞાની બનો’ તો સંદેશ આપવા વાળા સ્વયંને પણ આ સંદેશ આપો છો? મેજોરીટી (અધિકાંશ) આત્માઓ વિશેષ સબ્જેક્ટ (વિષય) યાદની યાત્રા કે યોગી બનો ની સ્ટેજ (અવસ્થા) માં કમજોર દેખાઈ રહ્યાં છે. વારંવાર એક જ ફરિયાદ બાપદાદાની આગળ કે નિમિત્ત બનેલી આત્માઓની આગળ કરે છે - યોગ કેમ નથી લાગતો કે નિરંતર યોગ કેમ નથી રહેતો? યોગની પાવરફુલ સ્ટેજ કેવી રીતે બને? અનેકવાર અનેક પ્રકારની યુક્તિઓ મળવાં છતાં પણ વારંવાર આ જ ચિટકીઓ (ચિઠ્ઠીઓ) બાપદાદાને મળે છે. એનાથી શું સમજવું? સર્વ શક્તિમાન્ નાં બાળકો બની શક્તિહીન આત્મા થવું, જે સ્વયંને પણ કન્ટ્રોલ (નિયંત્રિત) ન કરી શકે તે વિશ્વનાં રાજ્ય નો કંટ્રોલ કેવી રીતે કરશે? કારણ શું છે? યોગ તો શીખ્યાં, પરંતુ યોગયુક્ત રહેવાની યુક્તિઓનો પ્રયોગ કરતાં નથી આવડતું. યોગ-યોગ કરો છો પરંતુ પ્રયોગ માં લાવવાનું અટેન્શન (સાવચેતી) નથી રાખતાં.
વર્તમાન સમયે વિશેષ એક લહેર દેખાય છે. કોઈ પણ વાત સામે આવે તો બાપ દ્વારા મળેલી સામનો કરવાની શક્તિનો સ્વયં પ્રયોગ નથી કરતાં, પરંતુ બાપને સામે કરી દે છે કે તમારે સાથે લઈ જવાની છે, અમને શક્તિ આપો, મદદ આપવી તમારું કામ છે, તમે નહીં કરશો તો કોણ કરશે? થોડાંક આશીર્વાદ આપી દો, તમે તો સાગર છો, અમને થોડીક અંજલી આપી દો. સ્વયં સામનો કરવાની હિંમત છોડી દે છે, અને હિંમતહીન બનવાનાં કારણે મદદ થી પણ વંચિત રહી જાય છે. બ્રાહ્મણ જીવનનો વિશેષ આધાર છે - હિંમત. જેમ શ્વાસ નહીં તો જીવન નહીં, તેમ હિંમત નહીં તો બ્રાહ્મણ નહીં. બાપનો પણ વાયદો છે - ‘હિંમતે બાળકો મદદે બાપ ફક્ત મદદે બાપ નથી. આજકાલની લહેર માં બાપ નાં ઉપર છોડી દે છે અને સ્વયં અલબેલા રહી જાય છે. હવે કરવાનું શું છે? વિશેષ કમજોરી આ છે જે દરેક શક્તિને કે દરેક જ્ઞાનની યુક્તિ ને સાંભળતાં કે મળતાં સ્વયનાં પ્રતિ યુઝ (ઉપયોગ) નથી કરતાં અર્થાત્ અભ્યાસ માં નથી લાવતાં. ફક્ત વર્ણન કરવાં સુધી જ લાવો છો. પરંતુ અન્તર્મુખ થઈ દરેક શક્તિની ધારણા કરવાનાં અભ્યાસમાં જાઓ. જેમ કોઈ નવી ઈનવેન્શન (આવિષ્કાર) કરવાવાળી વ્યક્તિ રાત-દિવસ એ જ ઇન્વેન્શન ની લગન માં ખોવાયેલી રહે છે તેમ દરેક શક્તિનાં અભ્યાસ માં ખોવાયેલાં રહેવું જોઈએ. જેમ સહનશક્તિ કે સામનો કરવાની શક્તિ કોને કહેવાય છે? સહનશક્તિ થી પ્રાપ્તિ શું થાય છે, સહનશક્તિ ને કયા સમયે યુઝ કરાય છે? સહનશક્તિ ન હોવાનાં કારણે કયા પ્રકારનાં વિઘ્નોને વશીભૂત થઈ જવાય છે? જો કોઈ માયાનું રુપ ક્રોધનાં રુપમાં સામનો કરવાં આવે તો કઈ રીત થી વિજયી બની શકો છો? કઈ-કઈ પરિસ્થિતિઓનાં રુપમાં માયા સહનશક્તિ નાં પેપર (પરીક્ષા) લઈ શકે છે? વન ઇન એડવાન્સ (પહેલેથી જ) વિસ્તાર થી બુદ્ધિ દ્વારા સામે લાવો. રીયલ પેપર હૉલમાં જવાનાં પહેલાં સ્વયનાં માસ્ટર બની સ્વયનું પેપર લો, તો રીયલ (સાચી) પરીક્ષા માં ક્યારેય ફેલ (નાપાસ) નહીં થશો. એવાં એક-એક શક્તિનાં વિસ્તાર અને અભ્યાસ માં જાઓ. અભ્યાસ ઓછો કરો છો, વ્યાસ બધાં બની ગયાં છો, પરંતુ અભ્યાસ નથી કરતાં. એ જ પ્રકારે સ્વયંને બિઝી (વ્યસ્ત) રાખતાં નથી આવડતું, એટલે માયા તમને બિઝી કરી દે છે. જો સદા અભ્યાસ માં બિઝી રહો તો વ્યર્થ સંકલ્પો ની કમ્પ્લેન્ટ (ફરિયાદ) પણ સમાપ્ત થઈ જાય. સાથે-સાથે તમારો અભ્યાસ માં રહેવાનો પ્રભાવ તમારાં ચહેરા થી દેખાઈ આવે. શું દેખાશે? અંતર્મુખી સદા હર્ષિતમુખી દેખાશે, કારણ કે માયાનો સામનો કરવાનું સમાપ્ત થઈ જશે. આવાં અનુભવો ને વધારતાં જવાથી વારંવાર એક જ ફરિયાદ કરવાથી છૂટી જશો. જેમ સર્વ શક્તિઓનાં અભ્યાસ માટે સંભળાવ્યું તેમ જ સ્વયંને યોગી તૂ આત્મા કહેવડાવો છો, પરંતુ યોગ ની પરિભાષા જે બીજાઓને સંભળાવો છો એનો સ્વયંને અભ્યાસ છે?
યોગની મુખ્ય વિશેષતાઓ - સહજયોગ છે, કર્મયોગ છે, રાજયોગ છે, નિરંતર યોગ છે, પરમાત્મ યોગ છે. જે વર્ણન કરો છો તે બધી વાતો સ્વયનાં અભ્યાસ માં લાવ્યાં છો? સહજયોગ કેમ કહેવાય છે? એનું સ્પષ્ટીકરણ સારી રીતે જાણો છો? કે અભ્યાસ માં પણ લાવ્યાં છો? નૉલેજફુલ તો છો, હવે અભ્યાસ માં લાવો. અને સર્વ વિશેષતાઓનો અભ્યાસ જોઈએ ત્યારે સંપૂર્ણ યોગી બની શકશો. સહજયોગ નો અભ્યાસ છે અને રાજયોગનો નથી, તો ફુલ પાસ નહીં થઈ શકો. એટલે દરેક યોગની વિશેષતા નો, દરેક શક્તિ નો અને દરેક જ્ઞાન ની મુખ્ય પોઈન્ટ્નો (વાત) અભ્યાસ કરો. આ જ કમી (ખોટ) હોવાનાં કારણે મેજોરીટી કમજોર બની જાય છે, આમ અભ્યાસની ઉણપ નાં કારણે કમજોર આત્મા બની જાઓ છો. અભ્યાસી આત્મા, લગન માં મગન રહેવા વાળી આત્માની સામે કોઈપણ પ્રકારનું વિઘ્ન સામે નથી આવતું. લગન ની અગ્નિ થી વિઘ્ન દૂરથી જ ભસ્મ થઈ જાય છે. જેમ તમે લોકો મૉડલ (પ્રતિકૃતિ) બનાવો છો ને - શક્તિ સ્વરુપ નાં, શક્તિ થી અસુર કે પાંચ વિકાર ભસ્મ થયેલાં દેખાડો છો ને, કે ભાગતાં દેખાડો છો. તો આ મૉડલ કોનું બનાવો છો? હવે શું કરશો? દરેક વાતનાં પ્રયોગ કરવાની વિધિ માં લાગી જાઓ. અભ્યાસની પ્રયોગશાળા માં બેસી રહો તો એક બાપ નો સહારો (મદદ) અને માયાનાં અનેક પ્રકારનાં વિધ્નો નો કિનારો અનુભવ કરશો. હમણાં જ્ઞાન નાં સાગર, ગુણો નાં સાગર, શક્તિઓ નાં સાગરમાં ઉપર-ઉપરની લહેરોમાં લહેરાઈ રહ્યાં છો, એટલે અલ્પકાળની રિફ્રેશમેન્ટ (તાજગી) અનુભવ કરો છો. પરંતુ હવે સાગરનાં તળિયામાં જાઓ તો અનેક પ્રકારનાં વિચિત્ર અનુભવ કરી રતન પ્રાપ્ત કરી શકશો. સ્વયં પણ સમર્થ બનો. હવે આ જ ચિઠ્ઠીઓ નહીં લખતાં, બાપ ને હસવું આવે છે. નાની-નાની વાતો અને એની એજ વાતો લખો છો. વિનાશી ડૉક્ટર નું કાર્ય પણ બાપનાં ઉપર રાખે છે. રચના પોતાની, કર્મબંધન પોતાનાં બનાવેલાં અને તોડવાની ડ્યુટી (ફરજ) પછી બાપની ઉપર. બાપની ડ્યુટી છે યુક્તિ બતાવવાની કે પોતે જ કરવાની? બાપ બતાવવા માટે નિમિત્ત છે કે કરવા માટે પણ નિમિત્ત છે? નટખટ થઈ જાઓ છો ને. નટખટ બાળકો બધું બાપની ઉપર જ છોડી દે છે. કહે છે - (લૌકિક) બાળક કહેવું નથી માનતો, તમે એને ઠીક કરો. બાપ તો ઠીક કરવાનો ઉપાય (યુક્તિ) સંભળાવી રહ્યાં છે. કરશો તો મેળવશો. બાપને વર્લ્ડ સર્વન્ટ (વિશ્વ સેવાધારી) સમજતાં બધું બાપનાં ઉપર છોડવાં માંગો છો, એટલે જે ડાયરેક્શન (સૂચના) મળે છે એના પર ધ્યાન આપીને પ્રેક્ટિકલ માં લાવો તો બધાં વિઘ્નો થી મુક્ત થઈ જશો. સમજ્યાં ? અચ્છા.
સદા બાપની દરેક આજ્ઞાનું પાલન કરવા વાળી આજ્ઞાકારી, એક બાપ બીજું ન કોઈ આ પાઠનું પાલન કરવા વાળી વફાદાર, સદા સ્વયં ને અભ્યાસ માં બિઝી રાખવા વાળી, સંપૂર્ણ જ્ઞાન અને યોગની દરેક વિશેષતાને જીવનમાં લાવવા વાળી એવી વિશેષ આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
વિદાયનાં સમયે - દાદીઓ સાથે :-
મહારથીઓની સ્પીડ (ગતિ) સૌથી ફાસ્ટ અર્થાત્ તીવ્ર છે, પરંતુ સાથે-સાથે બ્રેક પણ એટલી પાવરફુલ હોય. દરેક સેકન્ડમાં સંકલ્પ દ્વારા આખું વિશ્વ તો શું ત્રણેય લોક નાં ચક્ર ને સામે લાવતાં, ત્રણેય લોકનું ચક્કર પણ લગાવો અને જો સ્ટૉપ (સ્થિત) કરે તો બુદ્ધિ બિલકુલ બીજ-રુપ સ્થિતિ માં સેકન્ડમાં સ્થિત થઈ જાય - એવી પ્રેક્ટિસ હોય. અતિ વિસ્તાર અને સ્ટૉપ. બ્રેક એટલી પાવરફુલ હોય; સ્ટૉપ કરવામાં ટાઈમ ન લાગે. જેમ સ્થૂળ મિલેટ્રી વાળાને જો માર્શલ ઓર્ડર કરે છે, દોડી રહ્યાં છે ફુલ ફોર્સ માં (પુરા જોશ) અને માર્શલ ઓર્ડર કરે - ‘સ્ટૉપ’ - તો તે સમયે જ સ્ટૉપ થવું પડે. જો કોઈ સેકન્ડ પણ મોડું કરે તો શૂટ કરી (ગોળી મારવામાં) દે છે. તો જેમ તે શારીરિક પ્રેક્ટિસ છે, તેમ આ છે સૂક્ષ્મ પ્રેક્ટિસ. મહારથીઓનાં પુરુષાર્થ ની ગતિ પણ તીવ્ર અને બ્રેક પણ પાવરફુલ હોય, ત્યારે અંતમાં પાસ વિથ ઑનર બનશો. કારણકે એ સમયની પરિસ્થિતિઓ બુદ્ધિમાં સંકલ્પ લાવવા વાળી હશે, એ સમયે બધાં સંકલ્પો થી પરે એક સંકલ્પ માં સ્થિત થવાનો અભ્યાસ જોઈએ. પરિસ્થિતિઓ ખેંચશે. એવાં ટાઈમ પર બ્રેક પાવરફુલ નહીં હોય તો પાસ નહીં થઈ શકો. એટલે મહારથીઓની પ્રેક્ટિસ એવી હોવી જોઈએ, જે સમયે વિસ્તારમાં વિખરાયેલી બુદ્ધિ હોય એ સમયે સ્ટૉપ કરવાની પ્રેક્ટિસ કરો. જેમ ડ્રાઈવર ને જ્યારે મોટર ચલાવવાની પ્રેક્ટિસ કરાવે છે તો જાણી જોઈને એવો રસ્તો બનેલો હોય છે જેનાથી ખબર પડે કે આ ક્યાં સુધી એક્સિડન્ટ થી (અકસ્માતથી) પરે રહી શકે છે. એવી જ રીતે આ પણ પહેલેથી જ પ્રેક્ટિસ જોઈએ. સ્ટૉપ કહેવું અને થવું. આ છે અષ્ટ રતનોની સૌગાદ. એક સેકન્ડ પણ અહીં-ત્યાં નહીં. એટલે ફક્ત ૮ નીકળે છે. એવી પ્રેક્ટિસ છે? બિલકુલ એવાં અનુભવી હોય જેમ સ્થૂળ હાથ વગેરે કંટ્રોલ માં (નિયંત્રણમાં) છે, તેમ સૂક્ષ્મ શક્તિઓ, સંકલ્પ કંટ્રોલ માં હોય. વાસ્તવમાં છે આ વિસ્તાર નાં સંકલ્પને કંટ્રોલ કરવાની વાત, પરંતુ એ લોકોએ શ્વાસને કંટ્રોલ કરવાનું સાધન બનાવી દીધું છે. અહીયાં છે વિસ્તાર નાં બદલે એક સંકલ્પ માં સ્થિત થવું, એ લોકોએ શ્વાસને કંટ્રોલ કરવાનો અભ્યાસ ચાલુ કરી દીધો છે. હવે મહારથીઓની યાદની યાત્રાની એવી સિદ્ધિ જોઈએ. એવાં એક સંકલ્પ ને ધારણ કરવા વાળા, જે જેટલો સમય ઈચ્છે બુધ્ધિને સ્થિર કરી દે. અચ્છા, ઓમ્ શાન્તિ.