Search for a command to run...
16 Jun 1977
એક જ ભણતર દ્વારા નંબરવાર પૂજ્ય પદ મેળવવાનું ગુહ્ય રહસ્ય
16 June 1977 · ગુજરાતી
આજે બાપદાદા દરેક આત્માની પુરુષાર્થ કરવાની કર્મની ગતિ અને પુરુષાર્થ અનુસાર રાજ્યપદ કે પૂજ્ય પદની ગતિ જે અતિ રમણિક અને ગુહ્ય છે, તે જોઈ રહ્યાં છે. જેમ પુરુષાર્થ માં નંબરવાર છે, તેમ જ પદ અને પૂજ્ય પદ માં નંબરવાર છે. જે નંબરવન શ્રેષ્ઠ પુરુષાર્થી છે, એમનું રાજ્ય પદ અને પૂજ્ય પદ અતિ શ્રેષ્ઠ અને ગુહ્ય રહસ્ય-ભર્યું છે. પૂજ્ય તો બધાં બને છે. સૃષ્ટિ માટે બધાં પુરુષાર્થી આત્માઓ પરમ પૂજ્ય છે, અષ્ટ રતન છે કે ૧૦૮ ની માળા છે કે ૧૬ હજારની માળા છે કે ૯ લાખ પ્રજા પદ વાળા છે, પરંતુ બધાં કોઈને કોઈ રુપમાં પૂજ્ય અવશ્ય બને છે. હજું સુધી પણ અનેક અગણિત સાલિગ્રામ બનાવીને પૂજા કરે છે. પરંતુ અનેક સાલિગ્રામ રુપની પૂજા અને વિશેષ ઇષ્ટદેવ નાં મંદિર રુપની પૂજા, એમાં અંતર કેટલું હોય છે, એને જાણો છો ને. સાલિગ્રામ રુપમાં અનેકોની પૂજા થાય છે અને અષ્ટ દેવનાં રુપમાં નામીગ્રામી કોઈ-કોઈ આત્માની પૂજા થાય છે. ૧૬ હજારની માળા પણ ક્યારેક-ક્યારેક સિમરણ કરે, ૧૦૮ ની માળા અનેક વાર સિમરણ કરે છે, અને અષ્ટ રતનોને કે અષ્ટ દેવોને કે દેવીઓને બાપ સમાન સદા પોતાનાં દિલમાં યાદ રાખે છે. આટલું અંતર કેમ થયું? બાપદાદા તો સર્વ બાળકોને એક જ ભણતર, એક જ લક્ષ - મનુષ્ય થી દેવતા કે વિજયી રતન બનવાનું આપે છે, પછી પણ પૂજન માં આટલું અંતર કેમ? કોઈની ડબલ પૂજા અર્થાત્ સાલિગ્રામ રુપમાં પણ અને દેવી કે દેવતાઓનાં રુપમાં પણ, કોઈની ફક્ત સાલિગ્રામ રુપમાં, માળાનાં મણકાનાં રુપમાં પૂજા થાય છે. આનું પણ શું રહસ્ય છે? મુખ્ય કારણ છે આત્મ-અભિમાની બનવાનું લક્ષ કે આત્મિક સ્વરુપ માં સ્થિત રહેવાનો પુરુષાર્થ, જે દરેક બ્રાહ્મણ આત્મા જન્મ થી જ કરે છે. એવો કોઈ પણ બ્રાહ્મણ નહીં હશે જે આત્મ-અભિમાની બનવાનો પુરુષાર્થી ન હોય. પરંતુ નિરંતર આત્મ-અભિમાની, જેનાથી કર્મેન્દ્રિયો ની ઉપર વિજય થઈ જાય, દરેક કર્મેન્દ્રિય સતોપ્રધાન સ્વચ્છ થઈ જાય - આ સબ્જેક્ટ (વિષય) માં અર્થાત્ દેહનાં જૂનાં સંસ્કાર અને સંબંધથી સંપૂર્ણ મરજીવા થઈ જાય, આ પુરુષાર્થ માં નંબર બને છે. કોઈ પુરુષાર્થી નો કર્મેન્દ્રિયો પર વિજય થઈ જાય છે અર્થાત્ ઈન્દ્રિયજીત બની જાય છે અને કોઈ-કોઈ આંખ નાં ધોખામાં, મુખ દ્વારા અનેક રસ લેવાનાં ધોખામાં, એ જ પ્રકારે કોઈને કોઈ કર્મેન્દ્રિયનાં ધોખામાં આવી જાય છે. અર્થાત્ સંપૂર્ણ નિર્વિકારી, સર્વ ઈન્દ્રિય-જીત નથી બની શકતાં. એ જ કારણે એવાં કર્મેન્દ્રિયો પર હાર ખાવાવાળા કમજોર પુરુષાર્થીઓની, ઊંચે થી ઊંચા બાપનાં બાળકો બનવાનાં કારણે, ઊંચ બાપનાં સંગ નાં કારણે, ભણતર અને પાલના (ઉછેર) નાં કારણે વિશ્વની અંદર શ્રેષ્ઠ આત્માઓ હોવાનાં કારણે, આત્મા અર્થાત્ સાલિગ્રામ રુપમાં પૂજાય છે, પરંતુ સર્વ કર્મેન્દ્રિય જીત ન હોવાનાં કારણે સાકાર રુપમાં દેવી અને દેવતાનાં રુપમાં પૂજા નથી થતી. સંપૂર્ણ પવિત્ર ન બનવાનાં કારણે સંપૂર્ણ નિર્વિકારી મહિમા યોગ્ય દેવી કે દેવતા રુપની પૂજા નથી થતી. સદા બાપદાદાનાં દિલતખ્ત-નશીન ન બનવાનાં કારણે કે સદા દિલમાં એક દિલ લેવાવાળા બાપની યાદ કે સદા દિલ પર દિલવાળાની યાદ નથી રહેતી, એટલે ભક્ત આત્માઓ પણ અષ્ટ દેવનાં રુપમાં દિલમાં નથી સમાવતાં. નિરંતર યાદ નથી તો સદાકાળ નાં મંદિર રુપમાં યાદગાર પણ નથી. તો ફરક પડી ગયો ને? સિંગલ પૂજા અને ડબલ પૂજામાં કેટલું અંતર થયું! તે પ્રજાનું પૂજન રુપ અને પેલું રાજ્ય પદ પ્રાપ્ત કરવા વાળાની પૂજાનું રુપ. એમાં પણ અંતર છે.
વિશેષ દેવતાઓનાં દરેક કર્મનું પૂજન થાય છે અને કોઈ-કોઈ દેવતાઓનું રોજ પૂજન થાય છે, પરંતુ દરેક કર્મમાં નહીં. કોઈ-કોઈનું પૂજન ક્યારેક વિશેષ નિશ્ચિત દિવસો પર થાય છે, એનું પણ રહસ્ય છે. સ્વયં પોતાને પૂછો કે અમે કયા પૂજ્ય બનીએ છીએ? જો કોઈપણ સબ્જેક્ટ (વિષય) માં વિજયી નથી બન્યાં, તો જેમ ખંડિત મૂર્તિનું પૂજન નથી થતું, પૂજ્ય થી સાધારણ પથ્થર બની જાય છે, કોઈ મૂલ્ય નથી રહેતું, એમ જો કોઈ પણ સબ્જેક્ટ માં સંપૂર્ણ વિજયી નથી બનતાં તો પરમ પૂજ્ય નથી બની શકતાં. પૂજ્ય બનશે અને ગાયન યોગ્ય બનશે. ગાયન યોગ્ય શા માટે બને છે? કેમ કે બાપનાં બાળકો બનવાનાં કારણે, બાપની સાથે-સાથે પાર્ટ બજાવવાનાં કારણે, બાપની મહિમાનાં ગુણગાન કરવાનાં કારણે, યથાશક્તિ ત્યાગ કરવાનાં કારણે કે યથા શક્તિ યાદમાં રહેવાનાં કારણે ગાયન થાય છે.
અને પૂજનનું પણ રહસ્ય છે - એક પવિત્રતાને કારણે પૂજા છે, બીજું શ્રેષ્ઠ આત્મા બની જે સર્વ શક્તિમાન્ બાપ દ્વારા શક્તિઓની ધારણા કરી છે, એ શક્તિઓની પણ ભિન્ન રુપથી યાદગાર રુપમાં પૂજા થાય છે. જેમ કે જે આત્માઓએ વિદ્યા અર્થાત્ જ્ઞાન ધારણ કરવાની શક્તિ સંપૂર્ણ રુપમાં ધારણ કરી છે તો જ્ઞાન અર્થાત્ નૉલેજની શક્તિનું યાદગાર સરસ્વતી નાં રુપમાં છે. સંહાર કરવાની શક્તિનું યાદગાર દુર્ગા નાં રુપમાં છે. જ્ઞાન ધનને દેવા વાળી મહાદાની નું, સર્વ ખજાના નાં ધનને આપવા વાળી લક્ષ્મી નાં રુપમાં પૂજાય છે. દરેક વિઘ્ન પર વિજય પ્રાપ્ત કરવાનું યાદગાર - વિઘ્ન-વિનાશક રુપમાં પૂજાય છે. માયાજીત અર્થાત્ માયાનાં વિકરાળ રુપને પણ સહજ અને સરળ બનાવવાની શક્તિનું પૂજન, મહાવીરનાં રુપમાં છે. તો શ્રેષ્ઠ આત્માઓની દરેક શક્તિ અને શ્રેષ્ઠ કર્મનું પણ પૂજન થાય છે. શક્તિઓનું પૂજન દરેક દેવી-દેવતાની પૂજાનાં રુપમાં દેખાડ્યું છે. તો એવાં પૂજ્ય, જેમનાં દરેક શ્રેષ્ઠ કર્મ અને શક્તિઓનું પૂજન છે એને કહેવાય છે - પરમ પૂજ્ય. તો હવે પોતાને સંપૂર્ણ મૂર્તિ બનાવો. ચેક કરો કે ખંડિત મૂર્તિ છું કે પૂજનીય મૂર્તિ છું? ગાયન છે સંપૂર્ણ નિર્વિકારી કે સોળે કળા સંપન્ન. ફક્ત નિર્વિકારી બન્યાં છો કે સંપૂર્ણ નિર્વિકારી બન્યાં છો? અખંડ યોગ છે કે ખંડિત (ખંડન) થાય છે? અચળ છે કે હલચલ છે? બાપ શું ઈચ્છે છે? દરેક આત્મા બાપ સમાન સંપૂર્ણ બને. અને બાળકો પણ ઈચ્છે બધાં છે, પરંતુ કરે કોઈ-કોઈ છે, એટલે નંબર બની જાય છે. અચ્છા, સાંભળો તો બહુ જ છો. સાંભળવું અને કરવું - આને સમાન બનાવો. સમજ્યાં શું કરવાનું છે?
એવાં પરમ પૂજ્ય, સદા એક બાપ ને સાથે રાખવા વાળા, દરેક કદમ શ્રેષ્ઠ મતનાં આધાર પર ચાલવા વાળા, એવાં સૃષ્ટિનાં આધાર મૂર્ત, વિશ્વ પરિવર્તક આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી :- સદા સ્વયંને હરતાં-ફરતાં ફરિશ્તા અનુભવ કરો છો? ફરિશ્તા અર્થાત્ જેમને દેહ કે દેહની દુનિયાથી કે દેહનાં પદાર્થોનાં આકર્ષણ થી કોઈ સંબંધ નથી. સદા બાપની યાદ અને સેવા - એમાં જ રહેવા વાળા. સદા બાપ અને સેવા - આ જ લગન રહે છે? સિવાય બાપ અને સેવાનાં બીજું શું છે જ્યાં બુદ્ધિ જાય? ટ્રસ્ટી સદા ન્યારા રહે છે. ટ્રસ્ટી માટે ફક્ત એક કામ છે - યાદ અને સેવા. જો કર્મણા પણ કરો તો પણ સેવાનાં નિમિત્ત. ગૃહસ્થી સ્વાર્થ નાં નિમિત્ત કરે અને ટ્રસ્ટી સેવા અર્થ.
બધાં સબ્જેક્ટ (વિષય) માં સંપન્ન થવાનો સ્વતઃ પુરુષાર્થ ચાલે છે? જેમ-જેમ સમય અને સંપૂર્ણતા ની સમીપ આવતાં જાઓ છો તો પુરુષાર્થ કરવાનું સ્વરુપ પણ બદલાતું જાય છે. શરુનાં પુરુષાર્થ, મધ્યકાળનાં પુરુષાર્થ અને અંતકાળનાં પુરુષાર્થ માં ફરક છે ને? હવે સંપૂર્ણ સ્ટેજની (અવસ્થા) સમીપનો પુરુષાર્થ શું છે? જેમ કોઈપણ ઑટોમેટીક ચાલવા વાળી (સ્વસંચાલિત) વસ્તુને એક વાર સ્ટાર્ટ (ચાલુ) કરી દીધી તો ચાલતી રહે છે, વારંવાર ચલાવવી નથી પડતી. એ જ પ્રકારે એકવાર લક્ષ મળ્યું અને પછી ઑટોમેટીક (સ્વતઃ) દરેક કદમ, દરેક સંકલ્પ, સમયની ચઢતી કળા પ્રમાણે ચાલતાં રહે - એવો અનુભવ થાય છે? પુરુષાર્થ નાં સમર્થ સ્વરુપની નિશાની શું હશે? (સમયની પહેલાં પહોંચશે) સમયની પહેલાં પહોંચવા વાળાની નિશાની શું હશે? તેઓ સર્વ સબ્જેક્ટનાં અનુભવી હશે કે કોઈ વિશેષ સબ્જેક્ટનાં અનુભવી હશે? (બધાનાં) તો બધાં સબ્જેક્ટમાં સમાન માર્ક્સ છે? એડવાન્સ (આગળ) જવું તો સારું છે, પરંતુ બધાં સબ્જેક્ટ માં એડવાન્ટેજ (ફાયદો) લેવો - આ પણ જરુરી છે. લક્ષ સારું છે અને લક્ષ માં પરિવર્તન પણ છે.
સદા સ્વયંને બાપનાં કાર્યમાં કે પોતાનાં કાર્યમાં સહયોગી બનવા વાળી સહયોગી, સમીપ આત્મા સમજો છો? બાપનાં કાર્યમાં જે જેટલાં સહયોગી હશે તો તે સહયોગી જ યોગી બની શકે છે. સહયોગી નહીં તો યોગી નહીં. સહયોગ આપવો અર્થાત્ બાપ અને બાપનાં કાર્યની યાદમાં રહેવું. લૌકિકમાં પણ કોઈને સહયોગ આપો તો એની યાદ રહે છે. તો યોગી અર્થાત્ સહયોગી. સહયોગી બનવાથી સ્વત:યોગી બની જશો અને બીજું સહયોગી બનવાથી પદ્મગુણા જમા કરી લેશો. સહયોગ શું આપો છો? જૂનાં તન ને કે તમોગુણી મન ને, એની યાદથી સતોપ્રધાન બનાવીને સેવામાં લગાવો કે ચોખા ચપટી ધન લગાવો છો. બીજું શું લગાડો છો? તન-મન-ધન ત્રણેય થી સહયોગી બનવું અર્થાત્ યોગી બનવું. ગીત ગાઓ છો ને - જ્યાં તન જશે, ધન પણ ત્યાં જ લગાવશું. તો આ નિરંતર યોગી બનવાનું સહજ સાધન છે કારણકે સહયોગી બનવાથી, સહયોગનું રિટર્ન (વળતર) મળવાથી યોગ સહજ થઈ જાય છે. તો દરેક સંકલ્પ કે કર્મથી બાપનાં સહયોગી બનો. દરેક સેવામાં, કાર્યમાં સહયોગી બનવાથી વ્યર્થ ખતમ થઇ જશે, કારણકે બાપનું કાર્ય સમર્થ છે. એવાં સહયોગી તીવ્ર પુરુષાર્થી ઑટોમેટીક (સ્વતઃ) થઈ જાય છે.
સદા પોતાને નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત આત્મા અનુભવ કરો છો? જે નિશ્ચયબુદ્ધિ હશે તે નિશ્ચિંત હશે. કોઈ પ્રકારનું ચિંતન કે ચિંતા નહીં હોય. શું થયું? કેમ થયું? એવું નથી થતું - આ વ્યર્થ ચિંતન છે. નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત હશે તે વ્યર્થ ચિંતન નહીં કરશે. સદા સ્વ-ચિંતન માં રહેવા વાળા, સ્વ-સ્થિતિ માં રહેવાથી પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરે છે. બીજી તરફથી આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કેમ કરો છો? પરિસ્થિતિ નો કિનારો કરો તો સ્વ-ચિંતન માં રહેશો. અને જે સ્વ-ચિંતન માં સ્થિત રહે છે તે સદા સુખનાં સાગર માં સમાયેલાં રહે છે. સુખનાં સાગર માં સમાયેલાં છો? જ્યારે બાપ સુખનાં સાગર છે તો બાળકો માસ્ટર સુખનાં સાગર થયાં. સંકલ્પ માં પણ દુઃખની લહેર આવે છે કે સદા સુખી રહો છો? સુખનાં સાગરનાં માસ્ટર, એમાં દુઃખ હોઈ જ ન શકે. જો દુ:ખ આવે છે તો માસ્ટર દુ:ખનાં સાગર થયાં. એની પાસે રાવણ આંખ થી પણ આવે, કાન થી પણ આવે, મુખ થી પણ આવે. સર્વ શક્તિમાન્ ની આગળ રાવણ આવી નથી શકતો. બાપની યાદ સૌથી મોટામાં મોટી સેફ્ટી (સુરક્ષા) છે.
જે માયા કે વિઘ્નોથી ક્યારેય છેતરાતાં નથી તે સદા એવાં દેખાશે જાણે આ દુનિયાથી ન્યારા અને પ્યારા છે. તો કમળ પુષ્પ સમાન રહો છો કે કીચડ નાં છાંટા પડી જાય છે? જો શ્રીમત પર દરેક કદમ ઉપાડો તો સદા કમળ પુષ્પ સમાન રહેશો. મનમત મિક્સ થવાથી સદા કમળ સમાન નથી રહી શકતાં. સંસાર સાગર ની કોઈ લહેરનો પ્રભાવ પડવો અર્થાત્ પાણી નાં છાંટા પડવાં.
સંગમયુગનો શ્રેષ્ઠ ખજાનો અતિન્દ્રિય સુખ છે, આ ખજાનાની પ્રાપ્તિનો અનુભવ કરો છો? અતિન્દ્રિય સુખનો ખજાનો પ્રાપ્ત થયો છે? ખજાનો મળેલો ખોવાઈ કેમ જાય છે? પહેરો (સુરક્ષા) કયો છે? અટેન્શન (સાવચેતી). અટેન્શન ઓછું કરવું અર્થાત્ પોતાનાં પ્રાપ્ત કરેલાં ખજાનાને ગુમાવી દેવો. આખા કલ્પમાં પછી આ ખજાનો પ્રાપ્ત થશે? તો એવી અમૂલ્ય ચીજ કેટલી સંભાળીને રાખવાની હોય છે! સ્થૂળમાં પણ ઉત્તમ ચીજ સંભાળીને રાખે છે. જેમ ત્યાં પણ પહેરેદાર (ચોકીદાર) અલબેલા (બેદરકાર) હોય તો નુકસાન કરી દે છે, અહીંયા પણ અલબેલાપણું આવે તો ખજાનો ખોવાઈ જાય છે. વારંવાર અટેન્શન જોઈએ. એવું નહીં અમૃતવેલા યાદમાં બેઠાં, અટેન્શન આપ્યું પછી હરતાં-ફરતાં ગુમાવી દીધું. અમૃતવેલે અટેન્શન આપો અને સમજો છો બધું જ કરી લીધું, પરંતુ હરતાં-ફરતાં પણ એટેન્શન આપવાનું છે. અતિન્દ્રિય સુખનો અનુભવ હમણાં નહીં કર્યો, તો ક્યારેય નહીં કરશો. પાંચ હજાર વર્ષનાં હિસાબ થી આ કેટલો શ્રેષ્ઠ સમય છે! આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિનાં માટે થોડો સમય પણ અટેન્શન નહીં રાખો તો શું કરશો? કર્મ અને યોગ બંને સાથે જોઇએ. યોગ એટલે જ યાદનું અટેન્શન, જેમ કર્મ નથી છોડતાં એમ યાદ પણ ન છૂટે. આને કહેવાય છે કર્મયોગી.
પાંડવોની જે વિશેષતા ગવાયેલી છે તે જાણો છો? પાંડવોનાં વિજય નો મુખ્ય આધાર - એક બાપ બીજું ન કોઈ. પાંડવો નો સંસાર બાપ હતાં. આ કોનું યાદગાર છે? તમારું યાદગાર દરેક કલ્પ ગવાય છે. તો એવો અનુભવ થાય છે? સંસાર જ બાપ છે. જ્યાં જુઓ ત્યાં બાપ જ નજર આવે છે? સંસાર માં સંબંધ અને સંપત્તિ હોય છે, તો સંબંધ પણ બાપમાં છે અને સંપત્તિ પણ બાપમાં છે બીજું કઈં બાકી રહી ગયું છે? પાંડવ અર્થાત્ જેમનો સંસાર જ બાપ છે. એવાં પાંડવ દરેક કાર્ય માં વિજયી થશે જ. થશું કે નહીં, આ સવાલ નથી ઉઠી શકતો. કર્મ કરવાનાં પહેલાં સંકલ્પ ઉઠે છે - થશે કે નહીં થશે, કે થયેલું છે આ નિશ્ચય છે? પાંડવોને પહેલાં જ નિશ્ચય હોય છે - અમારી જીત છે, કારણ કે સર્વશક્તિમાન્ સાથે છે. પાંડવ અર્થાત્ સદા વિજયી રતન. વિજયી રતન જ બાપ ને પ્રિય લાગે છે.